ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ઝેન અને યેનની ભૂમિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 23: Line 23:

જપાન જતી વખતે નંદિગ્રામથી મકરન્દભાઈ અને કુન્દનિકાબહેને શુભેચ્છા મોકલી તે આવી પંક્તિઓમાં :

{{Poem2Open}}
સૂર્યોદયી દેશ થકી સવેળા
સૂર્યોદયી દેશ થકી સવેળા
મુઠ્ઠી ભરી કિરણનાં કંઈ બીજ લાવો,  
મુઠ્ઠી ભરી કિરણનાં કંઈ બીજ લાવો,  
Line 28: Line 29:
જ્યોતિ તણાં વિમલ સુંદર વૃક્ષ વાવો.
જ્યોતિ તણાં વિમલ સુંદર વૃક્ષ વાવો.
આ ભૂમિના ખેડુ, જને વને પથે  
આ ભૂમિના ખેડુ, જને વને પથે  
હવે જગાડો સહુ ક્ષેમ દૈવતે.
હવે જગાડો સહુ ક્ષેમ દૈવતે.{{Poem2Close}}
જેટલી વાર જપાન ગયો તેટલી વાર ટોકિયો છોડતી વખતે મનમાં નિશ્ચય કરું કે હવે કદી જપાન નહીં આવું. આ દેશ એટલો મોંઘો છે કે આપણે ધોળે દિવસે લૂંટાઈ જઈએ. અહીં ઝેન અને યેન વચ્ચેની કશમકશ ચાલે તેમાં ઝેન પર યેનનું વર્ચસ્વ સ્થપાઈ ચૂક્યું છે. ઝેન ધર્મનું તીર્થસ્થાન ક્યોટો અને યેનનું કારખાનું ટોકિયો. ટોકિયો આગળ ક્યોટો હારી રહ્યું છે. ઍરપોર્ટ પરથી ટોકિયો શહેરના ડાઉનટાઉન પહોંચવાનો ટૅક્સીચાર્જ ફક્ત એંશીથી નેવું અમેરિકી ડૉલર થાય છે. અહીંની આર્ટ ગૅલેરી જોવા જઈએ તો ખબર પડે કે પ્રત્યેક માળ માટે ટિકિટ લેવી પડે. જપાની લોકો પરદેશીઓને નમ્રતાપૂર્વક નમીનમીને સ્મિતપૂર્વક લૂંટી જાણે છે. સ્મિતનો ચાર્જ નથી હોતો.

પણ કોણ જાણે કેમ જપાન ફરી નહીં જવાનો નિશ્ચય લાંબા સમય સુધી ટકતો નથી. આ ઊગતા સૂર્યની ભૂમિમાં કશુંક એવું છે જે સાવ પોતીકું લાગે છે. ત્યાં જવાનું થાય ત્યારે મારા મન પર બાશો સવાર થઈ જાય છે. જપાન એટલે બૌદ્ધ ધર્મના નવનીત સમી ઝેન વિચારધારાનું મોસાળ. જપાનની સંસ્કૃતિના પ્રત્યેક અંગ-ઉપાંગને ભગવાન બુદ્ધની શાંતિ અને શુચિતાનો સંસ્પર્શ થયો તે ઝેનપરંપરાને કારણે. કાવ્યો, કથાનકો, નાટકો, નૃત્યો, જીવનરીતિ, આરાધના, રાજ્યકારભાર અને ખેતી પર પણ ઝેન જીવનદૃષ્ટિનો પ્રભાવ પડ્યો. જપાન પર ફિદા થઈ જવા માટે બાશો અને ઝેન કાફી છે. પણ એ વાત પછી કરું.

Navigation menu