સંચયન-૬૨: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 251: Line 251:
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના

ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના

{{right|અનુભવની દુનિયા અમારી!}}</poem>}}
{{right|અનુભવની દુનિયા અમારી!}}</poem>}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>કતલ કરે અને કૈં ખબર પડે ના</big>'''}}
{{color|OliveDrab|'''અમૃત ઘાયલ'''}}
કતલ કરે અને કૈં ખબર પડે ના,

તને આવડે તે મને આવડે ના.
હશે અંશ મારા જ પૈકીનો કોઈ,

મને આમ નબળા ગ્રહો તો નડે ના.
અવરને મળી જાય મોતી સહેજે,

હું શોધું જો પથ્થર તો પથ્થર જડે ના.
તરસતા રહે હાય ફૂલોને હરદમ,

અને પગ બગીચા ભણી ઊપડે ના.
પહોંચી હશે મોભને ઠેસ કોઈ,

દીવાલોમાં એમ જ તિરાડો પડે ના.
અહીં માનવીની જ ચોમેર વસ્તી,

અને માનવી ક્યાંય નજરે ચડે ના.
નથી મુઠ્ઠી આ છે મડાગાંઠ ‘ઘાયલ’,

હવે મુઠ્ઠી કેમેય આ ઊઘડે ના.</poem>}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>ગુજરાત</big>'''}}
{{color|OliveDrab|'''ચંદ્રવદન ચી. મહેતા'''}}
ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,

ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
પ્
રફુલ્લ કુસુમો તણી, વિવિધરંગ વસ્ત્રે ભરી,

સરોવર, તરુવરો જળભરી નદીઓ ભળી

મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળી

પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુર્જરી!

ભરી તુજ કૂખે મનોરમ વિશાળ લીલોતરી

સદા હૃદય ઠારતી; અવર કો ન તું પે ભલી.
નહીં હિમસમાધિમાં શિખર નીંદરે, કે ખરે

ઉષાકમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમા

નથી, ઘણું નથીઃ પરંતુ ગુજરાતના નામથી

સદા સળવળે દિલે ઝણઝણે ઊંડા ભાવથી

સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા,
અરે
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.</poem>}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>{{color|BlueViolet|'''<big>પલ</big>'''}}
{{color|OliveDrab|'''મણિલાલ દેસાઈ'''}}
સરકી જાયે પલ...

કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ!
{{gap}}નહીં વર્ષામાં પૂર,

{{Gap|4em}}નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,

{{gap}}કોઈના સંગનિઃસંગની એને

{{Gap|4em}}કશી અસર નવ થાય,

ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ!
{{gap}}છલક છલક છલકાય

{{Gap|4em}}છતાંયે કદી શકી નવ ઢાળી,

{{gap}}વૃન્દાવનમાં,

{{Gap|4em}}વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,

જાય તેડી પોઢેલાંનેયે નવે લોક, નવ સ્થલ!</poem>}}




કતલ કરે અને કૈં ખબર પડે ના
અમૃત ઘાયલ
કતલ કરે અને કૈં ખબર પડે ના,
તને આવડે તે મને આવડે ના.
હશે અંશ મારા જ પૈકીનો કોઈ,
મને આમ નબળા ગ્રહો તો નડે ના.
અવરને મળી જાય મોતી સહેજે,
હું શોધું જો પથ્થર તો પથ્થર જડે ના.
તરસતા રહે હાય ફૂલોને હરદમ,
અને પગ બગીચા ભણી ઊપડે ના.
પહોંચી હશે મોભને ઠેસ કોઈ,
દીવાલોમાં એમ જ તિરાડો પડે ના.
અહીં માનવીની જ ચોમેર વસ્તી,
અને માનવી ક્યાંય નજરે ચડે ના.
નથી મુઠ્ઠી આ છે મડાગાંઠ ‘ઘાયલ’,
હવે મુઠ્ઠી કેમેય આ ઊઘડે ના.
ગુજરાત
ચંદ્રવદન ચી. મહેતા
ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,
ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
પ્રફુલ્લ કુસુમો તણી, વિવિધરંગ વસ્ત્રે ભરી,
સરોવર, તરુવરો જળભરી નદીઓ ભળી
મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળી
પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુર્જરી!
ભરી તુજ કૂખે મનોરમ વિશાળ લીલોતરી
સદા હૃદય ઠારતી; અવર કો ન તું પે ભલી.
નહીં હિમસમાધિમાં શિખર નીંદરે, કે ખરે
ઉષાકમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમા
નથી, ઘણું નથીઃ પરંતુ ગુજરાતના નામથી
સદા સળવળે દિલે ઝણઝણે ઊંડા ભાવથી
સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા, અરે
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.
પલ
મણિલાલ દેસાઈ
સરકી જાયે પલ...
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ!
નહીં વર્ષામાં પૂર,
 નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,
 કોઈના સંગનિઃસંગની એને
 કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ!
છલક છલક છલકાય
 છતાંયે કદી શકી નવ ઢાળી,
 વૃન્દાવનમાં,
 વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંનેયે નવે લોક, નવ સ્થલ!
ઝાલાવાડી ધરતી
ઝાલાવાડી ધરતી
પ્રજારામ રાવળ
પ્રજારામ રાવળ

Navigation menu