8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|આટાનો સૂરજ | રતિલાલ ‘અનિલ’}} | {{Heading|આટાનો સૂરજ | રતિલાલ ‘અનિલ’}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/a/af/MANALI_AATA_NO_SURAJ.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • આટાનો સૂરજ - રતિલાલ ‘અનિલ’ • ઑડિયો પઠન: મનાલી જોષી | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારી મા આટાનો સૂરજ બે હથેળી વચ્ચે ઘડતી, હા, આટાનો સૂરજ! સફેદ સફેદ, ગોળ ગોળ અને હું જોયા કરતો એ લથબથ આટાનો સૂરજ, એ બે હાથ વચ્ચે ફરતો, ઘડાતો અને ગોળ ગોળ બનતો… હાથના એ થપથપાટમાં માતાનું વહાલ હતું. જ્યારે એ ઘડાતો ત્યારે એ લાગતું આજે જરૂર સૂરજ ઊગ્યો છે. વાદળા જેવું કશું આવરણ નથી. ખાસ્સો ઉજાસ છે અને દિવસ દેખાય છે, હું દેખાઉં છું, મા દેખાય છે… દિવસ ઊગ્યાની જાણ ત્યારે આ શિશુને મારી મા આટાનો સફેદ સફેદ સૂરજ ઘડતી ત્યારે થતી… અમે દીવાના અજવાળે જોતાં તો કેટલું મોડે શીખ્યા! અમને શિખવાડવામાં આવ્યું ત્યારે. તેય થોડું થોડું! અમને તો ચૂલો ઊગે ત્યારે દિવસ ઊગવાનો એવું લાગતું… માણસનો સૂરજ ઊગ્યો એની માએ બંને હાથે આટાનો સૂરજ ઘડવા માંડ્યો ત્યારે જાણ થઈ! તે પહેલાં તો પેલા પશુ જેમ આમતેમ હડી કાઢી, ઝપટી, ઝાપટ મારી કંઈ ખાઈ લેતા. એ આદિમ લોક હતો, આ મારો લોક… માએ આટાનો સૂરજ ઘડવા માંડ્યો ત્યારે મનુષ્યલોક બન્યો. | મારી મા આટાનો સૂરજ બે હથેળી વચ્ચે ઘડતી, હા, આટાનો સૂરજ! સફેદ સફેદ, ગોળ ગોળ અને હું જોયા કરતો એ લથબથ આટાનો સૂરજ, એ બે હાથ વચ્ચે ફરતો, ઘડાતો અને ગોળ ગોળ બનતો… હાથના એ થપથપાટમાં માતાનું વહાલ હતું. જ્યારે એ ઘડાતો ત્યારે એ લાગતું આજે જરૂર સૂરજ ઊગ્યો છે. વાદળા જેવું કશું આવરણ નથી. ખાસ્સો ઉજાસ છે અને દિવસ દેખાય છે, હું દેખાઉં છું, મા દેખાય છે… દિવસ ઊગ્યાની જાણ ત્યારે આ શિશુને મારી મા આટાનો સફેદ સફેદ સૂરજ ઘડતી ત્યારે થતી… અમે દીવાના અજવાળે જોતાં તો કેટલું મોડે શીખ્યા! અમને શિખવાડવામાં આવ્યું ત્યારે. તેય થોડું થોડું! અમને તો ચૂલો ઊગે ત્યારે દિવસ ઊગવાનો એવું લાગતું… માણસનો સૂરજ ઊગ્યો એની માએ બંને હાથે આટાનો સૂરજ ઘડવા માંડ્યો ત્યારે જાણ થઈ! તે પહેલાં તો પેલા પશુ જેમ આમતેમ હડી કાઢી, ઝપટી, ઝાપટ મારી કંઈ ખાઈ લેતા. એ આદિમ લોક હતો, આ મારો લોક… માએ આટાનો સૂરજ ઘડવા માંડ્યો ત્યારે મનુષ્યલોક બન્યો. |