ગુજરાતી અંગત નિબંધો/⁠ચક્ષુપંખિણીની પાંખ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
Tag: Reverted
No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૫
ચક્ષુપંખિણીની પાંખે – સુરેશ જોશી }}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/4/46/PRIYANKA_AANKH.mp3

ગુજરાતી અંગત નિબંધો • ચક્ષુપંખિણીની પાંખે – સુરેશ જોશી • ઑડિયો પઠન: પ્રિયંકા જોષી

{{Heading|૫
ચક્ષુપંખિણીની પાંખે – સુરેશ જોશી }}
{{Poem2Open}}
{{Poem2Open}}
કદાચ સ્વપ્ન જ હશે. જે અક્ષરોને બાળપણથી ઓળખતો આવ્યો છું તે એકાએક આંખ સામે સ્પષ્ટ દેખાતા નથી. ‘ક’ની રેખાઓ જાણે પ્રવાહી બનીને રેલાઇને પાસેના ‘ખ’માં ભળી જવા લાગી છે. બારાખડીમાં હારબંધ ગોઠવેલા અક્ષરો વહેવા લાગે છે, એમાં મોજાંઓ અને તરંગો દેખાય છે. અનુસ્વાર, કાનો-માત્રા બધું અળગું થઈને દૂર જઈ પડે છે. ફરી બધું અક્ષરહીન બની જશે, માંડ દૃશ્યજગતના વિવિધ આકારોમાંથી જુદી પાડેલી આ બારાખડી એ વિવિધ આકારોમાં અભિન્ન બનીને ખોવાઈ જશે કે શું એવું લાગે છે. ચશ્માંની દુકાને જઈને બેઠો છું. દુકાનદાર આંખ સામે એક લેન્સ ગોઠવીને પૂછે છે : ‘બોલો, શું દેખાય છે તમને?’ મને એક યહૂદી કવિ યેમીચાઇની કવિતા યાદ આવી જાય છે. એમાં ય પેલા દુકાનદાર સૂચના આપે છે; તે કહે છે સાહેબ, હજી જરા પાછળ ખસો, તમારી ડાબી આંખ બંધ કરો; હજુ પાછળ? હા, હજી જરા પાછળ ખસો. દીવાલ આગળ વધી ગઈ છે. બોલો, હવે શું જુઓ છો? આ ધૂંધળાપણામાં તમને શું વરતાય છે? મને એક મધુરું ગીત યાદ આવે છે. એની પહેલી પંક્તિ હું ગૂંજવા માંડું છું...બોલો, હવે? શું દેખાય છે? હજી? હજી નહીં, હંમેશા. મને છોડી જશો નહીં, મહેરબાની કરો. ના, તમારે જવાનું નથી. વારુ, હું જતો નથી. એક આંખ બંધ કરો. જોરથી મોટે અવાજે બોલો, હું કશું સાંભળતો નથી. એક આંખ બંધ કરો. જોરથી મોટે અવાજે બોલો, હું કશું સાંભળતો નથી. હું તો ક્યાંય દૂર નીકળી ગયો છું. બોલો, તમને વરતાય છે? તમે શું જુઓ છો? તમારી એક વિષાદભરી આંખ બંધ કરો. હા, હવે મને દેખાય છે. બસ, બીજું કશું નહીં.

Navigation menu