ગુજરાતી અંગત નિબંધો/ખોવાઈ ગયેલો હું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩૨
ખોવાઈ ગયેલો હું – અજય સોની|}}
{{Heading|૩૨
ખોવાઈ ગયેલો હું – અજય સોની|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/b/b5/DHAIVAT_KHOVAI_GAYELO_HU.mp3

ગુજરાતી અંગત નિબંધો • ખોવાઈ ગયેલો હું – અજય સોની • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા

{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાની જાતને તાકીતાકીને જોયા કરવી એ પણ એક અનુભવ છે. કોઈ ક્ષણ કે અનુભવમાંથી જાતને પસાર થતી જોઈને એવું લાગ્યા કરે છે કે હું નહીં પણ કોઈ બીજું છે જે મને દૂરથી જોયા કરે છે. જાતથી અળગા થઈને જાતને જોવાનો આવો અનુભવ પહેલાં ક્યારેય નથી થયો. જ્યારેજ્યારે એકાંતમાં કે મારી જાતથી નજીક હોઉં છું ત્યારે એવું લાગ્યા કરે છે કે કોઈ છે જે મને, મારા અનુભવોને, ચેતનાને, વિચારોને, દશ્યાવલીને અને મારી આંખોમાંથી હમણાં જ ખરી પડ્યું એ વિસ્મયને જોઈ રહ્યું છે. ના, ફક્ત જોઈ નથી રહ્યું. બલ્કે એકીટસે તાકી રહ્યું છે. એ શા માટે મને આમ અજાણ્યાની જેમ તાકી રહ્યું છે. એ હું નથી જાણતો પણ મન મુંઝાયા કરે છે. એ ભાવ ગોરંભાની જેમ વીંટળાઈ વળ્યો છેકે કોઈ મને જોઈ રહ્યું છે. મારી દિનચર્યાને પણ અંકે કરી રહ્યું છે. મારી ભાવસૃષ્ટિને પણ નોંધી રહ્યું છે. ને ક્યારેક ક્યારેક તો મારી સામે જ આયનો લઈને ઊભેલા મારા જેવા એક જણને હું જોઉં છું. ના, એ હું નથી. પણ મારા જેવું જ કોઈ છે, જે મને સમયના પટ પરથી પસાર થતું જોઈ રહ્યું છે. વાંચતાં, લખતાં રોજિંદાં કામો કરતાં પણ એવું લાગે કે કોઈ પાસે બેઠું છે. ના, મારા વિચારો કે દિનચર્યા પર કોઈ દબાણ નથી આવતું કે નથી અવરોધ પેદા થતો. પણ વારંવાર ધ્યાન ખેંચાયા. કરે. કોઈ અજાણ્યાની હાજરીને આપણે અવગણી કેમ શકીએ...!

Navigation menu