પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
અનુ-આધુનિક કવિતાએ પોતાની પૂર્વ કાવ્યપરંપરાઓને પ્રીછી અને પ્રમાણી છે. નજીકની અને દૂરસૂદૂરની પણ, પરંપરાઓમાંથી ખોબો પાણી પીધું છે. પુરાણકથાઓ, લોક/દંતકથાઓને સાંપ્રત સાથે સંયોજીને, વર્તમાન જીવનની – પોતાના યુગની – વેદના-સંવેદનાને; આ કવિતા બરાબર વર્ણવે છે. આમાંથી પણ કેટલાંક નૂતન પરિમાણો પ્રગટી આવ્યાં છે. છંદોલય, પરંપરિત, લોકલય, મુક્તલય, લયમુક્તિ તથા અછાંદસને પ્રયોજીને પોતાની યુગચેતનાજન્ય સંવેદનાની બળકટ અને બહુપરિમાણી અભિવ્યક્તિ સાધી છે... જરૂર પડી ત્યાં નવી ભાષા ઘડી છે. નૂતન શબ્દવિન્યાસો રચતી વખતે પ્રત્યાયન-ક્ષમતાનો ખ્યાલ પણ રાખ્યો છે. તત્સમ અને તળ-નો શબ્દ પણ લેખે લગાડ્યો છે. એ જ રીતે મધ્યકાલીન પદ્યસ્વરૂપોનો નવી રીતે-ભાતે નોખો વિ-નિયોગ પણ રચ્યો છે. પદ-ભજન-પદ્યવાર્તા-આખ્યાનની પ્રકૃતિ પ્રમાણી એને વર્તમાન વર્ણવવા નવી કરીને પોતાની સંવેદનાને વધુ સ્પર્શ્ય તથા વ્યાપક બનાવી છે.

આધુનિકતાની ઉપલબ્ધિઓની સાથે એની કૃતકતાને પણ ઓળખી. ઉપલબ્ધિઓનો આદર કર્યો તથા પોતાની સાથે જોડી, આગળ વધારી, પરંપરા રચવામાં કદમ મિલાવ્યા. ભાષાકર્મ-શબ્દકર્મ તથા કાવ્યપિંડ-રચનાપુદ્‌ગલની વાત તો પાઠફેરે રા વિ પાઠક, ઉમાશંકર, સુંદરમ્‌ની કાવ્યવિવેચનામાંય આવી હતી. અનુ-આધુનિક કવિતાએ પણ શબ્દ અને રૂપની જિકર ચાલુ રાખી છે, આધુનિકોએ હાંસિયામાં ધકેલી દીધેલી સમાજકેન્દ્રી અને વર્ગવર્ણજન્ય સંવેદનાઓને અનુ-આધુુનિક કવિતા મુખ્યધારાની લગોલગ લાવી મૂકે છે. કવિતાની સામગ્રી ઘણેઅંશે બદલાઈ છે. વિષય, સંવેદના તથા વિચારની ભોંય પણ બદલાયેલી પમાય છેઃ

ગામડાં હવે શહેર પહેરીને મ્હાલે છે. અસલ અસ્તાચળે છે.
* ગામડાં હવે શહેર પહેરીને મ્હાલે છે. અસલ અસ્તાચળે છે.
શહેરોમાં યંત્રો સાથે માણસ પણ યંત્રવત્‌ અને લાગણીશૂન્ય થઈને વર્તે છે.
* શહેરોમાં યંત્રો સાથે માણસ પણ યંત્રવત્‌ અને લાગણીશૂન્ય થઈને વર્તે છે.
શિક્ષિત સ્ત્રીઓનેઆર્થિક સ્વાતંત્ર્યતા મળતાં કુટુમ્બજીવનના તથા સમાનતાના ખ્યાલો બદલાયા છે.
* શિક્ષિત સ્ત્રીઓનેઆર્થિક સ્વાતંત્ર્યતા મળતાં કુટુમ્બજીવનના તથા સમાનતાના ખ્યાલો બદલાયા છે.
શિક્ષણથી સભાન થયેલો દલિતવર્ગ સંઘર્ષ સાથે હવે વિદ્રોહ કરે છે. નોકરી તથા પદોન્નતિ સાથે એમની સમસ્યાઓ બદલાઈ છે. નિરાંતનો પડાવ હજી દૂર છે.
* શિક્ષણથી સભાન થયેલો દલિતવર્ગ સંઘર્ષ સાથે હવે વિદ્રોહ કરે છે. નોકરી તથા પદોન્નતિ સાથે એમની સમસ્યાઓ બદલાઈ છે. નિરાંતનો પડાવ હજી દૂર છે.
મૂલ્યહ્રાસ અને ‘નિયોરીચક્લાસ’ સાથે મળતાં જીવનનાં દરેક ક્ષેત્રોમાં સભ્યતા/ સંસ્કાર/ નીતિનિષ્ઠાની મૂળગામી પરંપરા છિન્નભિન્ન થતાં બર્બરતા તથા અરાજકતા વધી છે. મૂલ્યહીન રાજકારણે સ્થિતિઓ વકરાવી છે.
* મૂલ્યહ્રાસ અને ‘નિયોરીચક્લાસ’ સાથે મળતાં જીવનનાં દરેક ક્ષેત્રોમાં સભ્યતા/ સંસ્કાર/ નીતિનિષ્ઠાની મૂળગામી પરંપરા છિન્નભિન્ન થતાં બર્બરતા તથા અરાજકતા વધી છે. મૂલ્યહીન રાજકારણે સ્થિતિઓ વકરાવી છે.
ખેતી, પ્રકૃતિ તથા પર્યાવરણ પર યંત્રોના આક્રમણોએ પૃથ્વીનો ચહેરો વિ-રૂપ કરી દીધો છે.
* ખેતી, પ્રકૃતિ તથા પર્યાવરણ પર યંત્રોના આક્રમણોએ પૃથ્વીનો ચહેરો વિ-રૂપ કરી દીધો છે.
વિદેશમાં કે દેશમાં વસતો માણસ પોતાનાં મૂળકૂળની ઓળખ શોધવા-સાચવવા માટે ફાંફાં મારે છે. વર્તમાને ઝૂંટવી લીધેલી અસલ ઓળખ પાછી મળે તો જીવવું કૈંક સહ્ય બને, એમાં કળાઓ મદદ કરી શકશે એવી આશા વધુ તીવ્ર બની છે.
* વિદેશમાં કે દેશમાં વસતો માણસ પોતાનાં મૂળકૂળની ઓળખ શોધવા-સાચવવા માટે ફાંફાં મારે છે. વર્તમાને ઝૂંટવી લીધેલી અસલ ઓળખ પાછી મળે તો જીવવું કૈંક સહ્ય બને, એમાં કળાઓ મદદ કરી શકશે એવી આશા વધુ તીવ્ર બની છે.
તત્ત્વ-સત્ત્વ તથા ફિલસૂફી અને દર્શન સાથે સંકળાયેલું આપણું પરંપરાપ્રાપ્ત અધ્યાત્મ અને આધ્યાત્મિક જીવન વંઠેલા વર્તમાનના સકંજામાં છે. આપણો કવિ પેલા તત્ત્વવિચારને પુનઃ પુનઃ પ્રયોજી જુવે છે –ને એમ વર્તમાનને વિશદ ચિત્ર બતાવવા કાવ્યદર્પણ  ધરે છે.
* તત્ત્વ-સત્ત્વ તથા ફિલસૂફી અને દર્શન સાથે સંકળાયેલું આપણું પરંપરાપ્રાપ્ત અધ્યાત્મ અને આધ્યાત્મિક જીવન વંઠેલા વર્તમાનના સકંજામાં છે. આપણો કવિ પેલા તત્ત્વવિચારને પુનઃ પુનઃ પ્રયોજી જુવે છે –ને એમ વર્તમાનને વિશદ ચિત્ર બતાવવા કાવ્યદર્પણ  ધરે છે.
મનોરંજન અને માધ્યમોનાં નકરાં બજારકેન્દ્રી વલણોએ સ્ત્રી-પુરુષ સમ્બન્ધો તથા લગ્નસંસ્થા (કુટુમ્બ-સમાજ)ને આઘાતજનક મોડ પર લાવી મૂક્યાં છે.
* મનોરંજન અને માધ્યમોનાં નકરાં બજારકેન્દ્રી વલણોએ સ્ત્રી-પુરુષ સમ્બન્ધો તથા લગ્નસંસ્થા (કુટુમ્બ-સમાજ)ને આઘાતજનક મોડ પર લાવી મૂક્યાં છે.
સત્તા/ સરકારોએ જમીન-જળ અને જંગલો પર આક્રમણ/ અતિક્રમણ કર્યું છે. વિકાસને નામે સમાજ તથા પ્રકૃતિ સંતુલનને વણસાડી દીધું છે. આથી વનવાસીઓની વિષમ સમસ્યાઓ બોલવા માંડી છે.
* સત્તા/ સરકારોએ જમીન-જળ અને જંગલો પર આક્રમણ/ અતિક્રમણ કર્યું છે. વિકાસને નામે સમાજ તથા પ્રકૃતિ સંતુલનને વણસાડી દીધું છે. આથી વનવાસીઓની વિષમ સમસ્યાઓ બોલવા માંડી છે.
અનુ-આધુનિક કવિ આવા વિષયો અને તદ્‌જન્ય વેદના સંવેદનાની કવિતા પોતાની નોખી રીતે-ભાતે કરતો રહ્યો છે. એવું કહેવાની આજે તો જરા પણ જરૂર નથી કે આજની આપણી અનુ-આધુનિક કવિતા આધુનિકતાનો પડાવ છોડીને પોતાની જાુદી જાુદી કેડીઓ રચતી આગળ વધતી ને વધતી જાય છે.
અનુ-આધુનિક કવિ આવા વિષયો અને તદ્‌જન્ય વેદના સંવેદનાની કવિતા પોતાની નોખી રીતે-ભાતે કરતો રહ્યો છે. એવું કહેવાની આજે તો જરા પણ જરૂર નથી કે આજની આપણી અનુ-આધુનિક કવિતા આધુનિકતાનો પડાવ છોડીને પોતાની જુદી જુદી કેડીઓ રચતી આગળ વધતી ને વધતી જાય છે.
કવિતામાં જ્યારે વિષય-સંવેદના બદલાય ત્યારે, એને કહેવાની રીતિ પણ બદલાય છે. રજૂઆત બદલવા માટે ભાષા અને રૂપ પણ બદલાતાં આવે છે. જેમકે મધ્યકાલીન પદ્યવાર્તા – આખ્યાન તથા પદ – ભજનનાં સ્વરૂપોનો, આ ગાળાની કવિતાએ પોતાની સંવેદનાને પ્રભાવક રીતે રજૂ કરવા સારુ, નોખી ભાતે વિનિયોગ કર્યો છે. પદનો-ભજનનો, ગીતને નોખું પાડવા તથા અધ્યાત્મવિચારને નવી ભૂમિકાએ સંક્રમિત કરવા, અનુઆધુનિક કવિઓએ જાુદી ભાતે વિનિયોગ કર્યો છે. પુરોગામીઓની રચનાઓના સન્દર્ભો લઈને પોતાની સંવેદનાને વ્યાપક રીતે રજૂ કરવાનાં વલણો પણ પ્રગટ્યાં છે. હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર તથા સંજુ વાળામાં આનાં દૃષ્ટાંતો મળે છે. પુરાકથાઓ લઈને દીર્ઘરચનાઓ દ્વારા વર્તમાનની વિભિષિકાઓને ઓળખાવવાના સબળ પ્રયાસો પણ થયા છે. તળ બોલી, તળના લોકલય, છંદ, કાકૂ, મુક્તછંદ તથા અછાંદસ રીતિ અને તત્સમ પદાવલિ પ્રયોજીને સંવેદનાને પ્રભાવક અભિવ્યક્તિ આપવામાં અનુ-આધુનિકો વધુ સફળ થયા છે. ટેકનિક બોજ કે કૃતક બની ન જાય એનું ધ્યાન રાખીને, પ્રતીક-કલ્પનોનો મર્યાદિત પ્રયોગ કરીને, આ કવિઓએ કવિતાને પ્રત્યાયનક્ષમ બનાવી છે. સમકાલીન જીવનની અંતરંગ ચેતના – (જેમાં નગર, ગામ, નારી, દલિત, અરણ્યવાસીની ચેતના પણ આવે તેમ) – ને ઝીલતી, અનુ-આધુનિક કવિતાનાં આ બધાં વલણો-લક્ષણો, સદૃષ્ટાંત સમજાવી શકાય એવી વિવિધતા-વિલક્ષણતા અને વિષય સમૃદ્ધિ તથા કાવ્યસિદ્ધિ આ કવિઓમાં છે.

ગાંધીયુગથી વિપરીત અનુગાંધીયુગમાં કવિતા બાબતે જેવું બનેલું તેવું અહીં આધુનિક યુગથી હઠીને અનુ-આધુનિક યુગની કવિતામાં પણ બન્યું છે. સામાજિક ભાષા-ભાવના તથા આશાઅપેક્ષાઓથી છેડો ફાડી લઈને અનુગાંધીયુગની કવિતા - (ગાંધીજીને બદલે ટાગોરને માર્ગે) – સૌન્દર્યવાદની દિશામાં વધુને વધુ ‘કવિતાકેન્દ્રી કવિતા’ બનવાની મથામણોમાં લીન બને છે. આનાં સારાં પરિણામોને ઉમાશંકરે તો તરત વધાવેલાં. મર્યાદા ચીંધીને ય કાવ્યગુણ માટે ઉમળકો દાખવીને કવિતાને એનાં નવતર વલણો બાબતે બિરદાવેલી. અનુ-આધુનિકોની કવિતાના નસીબમાં ‘એવા ઉમાશંકર’ આજદિન સુધી ન આવ્યા તે ન જ આવ્યા. જોકે કવિતા પોતાના બળે મુખ્યધારા બની રહી છે. એક આખી નવી કવિ પેઢી પ્રગટ થઈ છે.

Line 28: Line 28:
હરીશ મીનાશ્રુ ભાષાસભાન કવિ છે; માધ્યમ અને સંવેદનાને એ સરખું મહત્ત્વ આપે છે. એમની કવિતામાં ભાષા સાથે અર્થપૂર્ણ વ્યવહાર થયો છે.  એમણે અનેક નવતર અધ્યાસો જોડીને ભાષાસંયોજનાને ખાસ્સી વિદગ્ધ તથા સંકુલ બનાવી છે. આવી કવિતા જેમ ‘સ્વ-તંત્ર’ રચે છે એમ એણે એનો પોતાનો વાચક (સ્વ-વાચક) પણ શોધી લેવાનો રહે છે. અર્થપૂર્ણ કવિતાએે એથી ડગવાનું કે ડરવાનું હોય નહીં. હરીશ મીનાશ્રુએ ઘણી વાર શબ્દમાં પ્રક્ષેપણ(એકાદ વર્ણનું) કરીને કે શબ્દવિભાજન તથા વર્ણપ્રક્ષેપણ સામટું કરીને સંદર્ભબહુલતા રચી આપવાનું, ભાષાકર્મ દાખવ્યું છે. દા.ત. અકાદમયંતી, રેગન પાવડર!

માત્રામેળ, અક્ષરમેળ અને પરંપરિત છંદો, લયના અંતરાઓ તથા બોલચાલના ગદ્યના કાકુઓ અને અછાંદસને એકસરખી હથોટીથી પ્રયોજતો આ કવિ પોતાના ભાવસંવેદનને તથા તર્ક-વિચાર-ચિંતનને નવી ભાષા ઘડીને રજૂ કરે છે. એમની સૂફી-સંતો તરફની આત્મીયતા ખરેખર તો અહીં કાવ્યોપકારક બને છે. કેમકે એ આધ્યાત્મિક પરિસરમાંથી કવિ કલ્પનો અને કાવ્યપદાવલી બંને ઘડે છે.

{{Poem2Close}}
<poem>
વસ્તુમાંથી વૃક્ષ ઊપસ્યું વક્ષસ્થળે જઈ ઝૂલ્યું

ખરવું તે કાયમ છે એવું તથ્ય સર્વદા ભૂલ્યું

Line 34: Line 36:
લોપ કરી આકાર નિજનો
લોપ કરી આકાર નિજનો
ડાબી બાજુ અલોપ જે છે તે ફેરવશે પાસું
ડાબી બાજુ અલોપ જે છે તે ફેરવશે પાસું
તો તત્સમ પદાવલિ માટે જુઓ આ પંક્તિઓ (એમાં સંકુલ સંકેતો પણ જોશો) :
</poem>
{{Poem2Open}}
તો તત્સમ પદાવલિ માટે જુઓ આ પંક્તિઓ (એમાં સંકુલ સંકેતો પણ જોશો) :{{Poem2Close}}
<poem>
વ્રણ અને ચુંબનથી
વ્રણ અને ચુંબનથી
રળિયાત હતું મારું રુધિર
રળિયાત હતું મારું રુધિર
Line 41: Line 46:
કસ્તૂરીવધૂ! તારી અપેક્ષાનું આધિપત્ય –
કસ્તૂરીવધૂ! તારી અપેક્ષાનું આધિપત્ય –
એક પ્રબળ ઘ્રાણસત્ય
એક પ્રબળ ઘ્રાણસત્ય
ઝરી ચૂક્યું હતું મારાં અસ્થિની શિલાઓ પર.
ઝરી ચૂક્યું હતું મારાં અસ્થિની શિલાઓ પર.</poem>
બીજું એક દૃષ્ટાંત પણ ‘ભાષારચના’ સંદર્ભે પ્રસ્તુત છેઃ
 
કલ્પ અલ્પ છે પૃચ્છા કરવા, સત્વર મને કહે તું
{{Poem2Open}} બીજું એક દૃષ્ટાંત પણ ‘ભાષારચના’ સંદર્ભે પ્રસ્તુત છેઃ{{Poem2Close}}
<poem>કલ્પ અલ્પ છે પૃચ્છા કરવા, સત્વર મને કહે તું
હે જીવનના રાહી રાહુ, મૃત્યુંજય નચિકેતુ
હે જીવનના રાહી રાહુ, મૃત્યુંજય નચિકેતુ
હોરમોન્સનાં હલ્લેસાં તી હંકારે તા જાંઈ
હોરમોન્સનાં હલ્લેસાં તી હંકારે તા જાંઈ
Line 49: Line 55:
ને અમારાં ચિરપ્રવાસી ખાહડાં
ને અમારાં ચિરપ્રવાસી ખાહડાં
ક્રોમોઝમ્સની કલાવતી નદીમાં છિન્ન એક્સ ને વાઈ

  તરતાં ટળવળતાં જાંઈ
:::::   તરતાં ટળવળતાં જાંઈ
તો ગૂંસાઈજી
તો ગૂંસાઈજી
આંઈ અમારું ગાડું પડ્યું છે ઘાંચમાં
આંઈ અમારું ગાડું પડ્યું છે ઘાંચમાં
ને ચન્દ્રનાં રજકણ ન આવે ચાંચમાં.
ને ચન્દ્રનાં રજકણ ન આવે ચાંચમાં.</poem>
અહીં સાંપ્રત જીવન અને જન્માન્તરો વચ્ચેનો તનાવ વર્ણવાયો છે. માનવજાત જે ‘બાત’ બનાવવા માગે છે તે એટલી જલદી ક્યાં બને છે? –ને આ કવિ તો માનવજાતની નિયતિની માથે બેઠેલા એના ‘સાહિબ’ને; એની ‘સત્તા’ને જાણે છે; એટલે સ્તો એ સાંપ્રતને પ્રમાણતો જીવનની અને પ્રવૃત્તિની વિડંબના કરે છે. વ્યંગ કરે છે, પીડા પામે છે ને તો ય નિઃસહાયતાને જાણતો હોવાથી હસે છે.
{{Poem2Open}} અહીં સાંપ્રત જીવન અને જન્માન્તરો વચ્ચેનો તનાવ વર્ણવાયો છે. માનવજાત જે ‘બાત’ બનાવવા માગે છે તે એટલી જલદી ક્યાં બને છે? –ને આ કવિ તો માનવજાતની નિયતિની માથે બેઠેલા એના ‘સાહિબ’ને; એની ‘સત્તા’ને જાણે છે; એટલે સ્તો એ સાંપ્રતને પ્રમાણતો જીવનની અને પ્રવૃત્તિની વિડંબના કરે છે. વ્યંગ કરે છે, પીડા પામે છે ને તો ય નિઃસહાયતાને જાણતો હોવાથી હસે છે.
હરીશ મીનાશ્રુની કવિતાને અનેક દૃષ્ટાંતો વડે ચકાસતાં તરત સમજાય છે કે કવિ લાગણીની ભાષામાં રાચતા નથી, બલકે અહીં તો અસ્તિત્વમૂલક સમસ્યાઓ કવિતાના કેન્દ્રમાં રહે છે. હા, દુનિયાદારીની વાતો તથા રૂઢિ-રસમોને કવિ ભાવસંવેદનારૂપે સંવેદે છે ખરા, પણ એ એના એવા રોજિંદા કે સદાના મોહમાં કે રાગમાં લપેટાતા નથી. એમને તો માનવનિયતિ અને જીવનની વિચિત્રતાઓને સાથે મૂકીને માપી જોવી છે આ જિન્દગીને. જો કે આ કવિને મન તો ‘આમ કવિતા કરવી’ એય ‘માયાની આળપંપાળ’  જ છે. એટલે એ યુગો અને અવતારોની જીવનયાતનાઓ કે એવાં વૈફલ્યો કહેતાં નિરર્થકતાઓ વચ્ચે ‘એકમાત્ર કવિતાની છત્રી’-થી ઊગરવાનો આરો પામતો નથી. બલકે એની નિઃસહાયતા વધારે સંકુલ થતી અનુભવે છે.

દીર્ઘ કવિતા એના સ્વભાવ મુજબ જીવનની ‘હોવાપણાની પીડાની’ અને એવી અનેક વિસંગતિઓ કે વૈચિત્ર્યોની અભિવ્યક્તિ કરવાની મોકળાશ કરી આપે છે. જો કે એમાં કવિની સંવેદનાનું કેન્દ્રબળ મહત્ત્વનો આધાર છે. હરીશ મીનાશ્રુની ઘણી બધી દીર્ઘ રચનાઓ સાંપ્રતસંદર્ભે વિશિષ્ટ સંવેદનાને તથા વ્યાવહારિક વૈચારિક આંટીઘૂંટીઓને કે એના એવા બળકટ સંક્ષોભોને વ્યક્ત કરે છે. અહીં એ પ્રમુખ સમકાલીનોથી જુદા પડીને ઊપસે છે. વર્તમાન જીવનની વિભીષિકાઓ સાથે આ કવિ આદિમ અને પૌરાણિક સંદર્ભોને લઈને અસ્તિત્વમૂલક સમસ્યાઓને પૂરા બળથી કવિતામાં ઉભારી આપે છે. જીવનને નામે વૈતથ્યોને વહાલ કરતો માણસ વાચા અને વ્યવહારો અને વંશવેલાના વૈભવોમાં નિરર્થક મહાલતો રહે છે – ને છેવટે તો એનું કશું દળદર ફીટતું નથી, કવિતાથી ય નહીં અને અન્યથીય નહીં. રત્નાકરભ્રૃણપ્રબંધ એમની મહત્ત્વની દીર્ઘ રચના છે; ગુજરાતી દીર્ઘ કવિતામાં હરીશ મીનાશ્રુને નોખા કવિ તરીકે ઉપસાવી આપવામાં ઘણી મહત્ત્વની નીવડેલી આ રચના માનવનિયતિની સાથે સાંપ્રત જીવનની અલ્પતા કે અસહાયતાને પણ ચીંધે છે. દા.ત. ‘મુવીંગ ઑન માય...’ તથા ‘નાચિકેત સૂત્ર’