પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 62: Line 62:
હરીશ મીનાશ્રુની કવિતાને અનેક દૃષ્ટાંતો વડે ચકાસતાં તરત સમજાય છે કે કવિ લાગણીની ભાષામાં રાચતા નથી, બલકે અહીં તો અસ્તિત્વમૂલક સમસ્યાઓ કવિતાના કેન્દ્રમાં રહે છે. હા, દુનિયાદારીની વાતો તથા રૂઢિ-રસમોને કવિ ભાવસંવેદનારૂપે સંવેદે છે ખરા, પણ એ એના એવા રોજિંદા કે સદાના મોહમાં કે રાગમાં લપેટાતા નથી. એમને તો માનવનિયતિ અને જીવનની વિચિત્રતાઓને સાથે મૂકીને માપી જોવી છે આ જિન્દગીને. જો કે આ કવિને મન તો ‘આમ કવિતા કરવી’ એય ‘માયાની આળપંપાળ’  જ છે. એટલે એ યુગો અને અવતારોની જીવનયાતનાઓ કે એવાં વૈફલ્યો કહેતાં નિરર્થકતાઓ વચ્ચે ‘એકમાત્ર કવિતાની છત્રી’-થી ઊગરવાનો આરો પામતો નથી. બલકે એની નિઃસહાયતા વધારે સંકુલ થતી અનુભવે છે.

દીર્ઘ કવિતા એના સ્વભાવ મુજબ જીવનની ‘હોવાપણાની પીડાની’ અને એવી અનેક વિસંગતિઓ કે વૈચિત્ર્યોની અભિવ્યક્તિ કરવાની મોકળાશ કરી આપે છે. જો કે એમાં કવિની સંવેદનાનું કેન્દ્રબળ મહત્ત્વનો આધાર છે. હરીશ મીનાશ્રુની ઘણી બધી દીર્ઘ રચનાઓ સાંપ્રતસંદર્ભે વિશિષ્ટ સંવેદનાને તથા વ્યાવહારિક વૈચારિક આંટીઘૂંટીઓને કે એના એવા બળકટ સંક્ષોભોને વ્યક્ત કરે છે. અહીં એ પ્રમુખ સમકાલીનોથી જુદા પડીને ઊપસે છે. વર્તમાન જીવનની વિભીષિકાઓ સાથે આ કવિ આદિમ અને પૌરાણિક સંદર્ભોને લઈને અસ્તિત્વમૂલક સમસ્યાઓને પૂરા બળથી કવિતામાં ઉભારી આપે છે. જીવનને નામે વૈતથ્યોને વહાલ કરતો માણસ વાચા અને વ્યવહારો અને વંશવેલાના વૈભવોમાં નિરર્થક મહાલતો રહે છે – ને છેવટે તો એનું કશું દળદર ફીટતું નથી, કવિતાથી ય નહીં અને અન્યથીય નહીં. રત્નાકરભ્રૃણપ્રબંધ એમની મહત્ત્વની દીર્ઘ રચના છે; ગુજરાતી દીર્ઘ કવિતામાં હરીશ મીનાશ્રુને નોખા કવિ તરીકે ઉપસાવી આપવામાં ઘણી મહત્ત્વની નીવડેલી આ રચના માનવનિયતિની સાથે સાંપ્રત જીવનની અલ્પતા કે અસહાયતાને પણ ચીંધે છે. દા.ત. ‘મુવીંગ ઑન માય...’ તથા ‘નાચિકેત સૂત્ર’

કવિશ્રી હરીશ મીનાશ્રુએ પોતાની અધ્યાત્મ-જીવનલક્ષી આગવી અનુભૂતિઓ ગીત, ગઝલ, પરંપરિત તથા અછાંદસમાં ઢાળી છે. ‘પ્રેયસી’ અને ‘જલ્પનની કલ્પનને દેશે, બત્તબનૈયા’-માં યંત્રચેતના-પ્રભાવિત વર્તમાન જીવનસંદર્ભોમાં જીવતા બૌદ્ધિકની સંવેદનાઓ આલેખાઈ છે. એમાં અધ્યાત્મસંદર્ભોને વણી લઈને માનવનિયતિનો અને જીવનમૂલ્યોને નામે ચાલતી લીલાઓનો તિર્યક પરિચય પણ થાય છે. ગીત/ ગઝલમાં પણ કવિનો અવાજ જુદો છે – એમાં પણ એમણે અધ્યાત્મની ભૂમિકાએ જે મંથન અને દર્દ અનુભવ્યાં છે; તથા જીવનચર્યાની નિરર્થકતાને પામીને નિર્ભ્રાન્તિની દિશામાં વળ્યા છે – એ ભાવસૃષ્ટિનું નવતર ભાષામાં સહજ છતાં સૂક્ષ્મ અને અર્થસમૃદ્ધ આલેખન એમણે કર્યું છે. એમણે પ્રમુખકવિની જેમ ભાષાને ઘડી છે અને કવિતાને ગતાનુગતિકતામાંથી ઉગારીને વીસમી સદીના અંતે ગુજરાતી  કવિતાનું ઊજળું ચિત્ર આપ્યું છે. થોડાંક દૃષ્ટાંતો આ સંદર્ભે પ્રમાણીએઃ-
કવિશ્રી હરીશ મીનાશ્રુએ પોતાની અધ્યાત્મ-જીવનલક્ષી આગવી અનુભૂતિઓ ગીત, ગઝલ, પરંપરિત તથા અછાંદસમાં ઢાળી છે. ‘પ્રેયસી’ અને ‘જલ્પનની કલ્પનને દેશે, બત્તબનૈયા’-માં યંત્રચેતના-પ્રભાવિત વર્તમાન જીવનસંદર્ભોમાં જીવતા બૌદ્ધિકની સંવેદનાઓ આલેખાઈ છે. એમાં અધ્યાત્મસંદર્ભોને વણી લઈને માનવનિયતિનો અને જીવનમૂલ્યોને નામે ચાલતી લીલાઓનો તિર્યક પરિચય પણ થાય છે. ગીત/ ગઝલમાં પણ કવિનો અવાજ જુદો છે – એમાં પણ એમણે અધ્યાત્મની ભૂમિકાએ જે મંથન અને દર્દ અનુભવ્યાં છે; તથા જીવનચર્યાની નિરર્થકતાને પામીને નિર્ભ્રાન્તિની દિશામાં વળ્યા છે – એ ભાવસૃષ્ટિનું નવતર ભાષામાં સહજ છતાં સૂક્ષ્મ અને અર્થસમૃદ્ધ આલેખન એમણે કર્યું છે. એમણે પ્રમુખકવિની જેમ ભાષાને ઘડી છે અને કવિતાને ગતાનુગતિકતામાંથી ઉગારીને વીસમી સદીના અંતે ગુજરાતી  કવિતાનું ઊજળું ચિત્ર આપ્યું છે. થોડાંક દૃષ્ટાંતો આ સંદર્ભે પ્રમાણીએઃ-{{Poem2Close}}
કાયા તે આવડીક કાચલી કથીર
<poem>કાયા તે આવડીક કાચલી કથીર
એમાં સિંહણનાં દવધોળ્યાં દૂધડાં
એમાં સિંહણનાં દવધોળ્યાં દૂધડાં
કેવાં થાનોલે એમ ચપટીક બાઝ્‌યાં
કેવાં થાનોલે એમ ચપટીક બાઝ્‌યાં
ને અધમણ દાઝ્‌યાં અબૂધડાં
ને અધમણ દાઝ્‌યાં અબૂધડાં
*
{{Center|*}}
અમે અમથાં અધીરાં અધૂરિયાં હો
અમે અમથાં અધીરાં અધૂરિયાં હો
બત્રીસે કોઠે હરિ ભડકા ઊઠેને
બત્રીસે કોઠે હરિ ભડકા ઊઠેને
ઘૂંટ જીરવ્યા તો કેસરકપૂરિયાં હો...
ઘૂંટ જીરવ્યા તો કેસરકપૂરિયાં હો...</poem>
આવી રહસ્યગર્ભ ભાવસૃષ્ટિને વર્ણવતાં ગીતો હરીશમાં ઘણાં છે ને એમાં લોકજીવન તથા સંતવાણીની સમૃદ્ધિ-સભર સૃષ્ટિ છે. સૂફીઓની ગઝલને હરીશ મીનાશ્રુ આપણી તત્ત્વચિંતનની પરંપરાના અજવાળામાં ને નિજી રીતેભાતે પ્રયોજે છે – દા.ત.,
આવી રહસ્યગર્ભ ભાવસૃષ્ટિને વર્ણવતાં ગીતો હરીશમાં ઘણાં છે ને એમાં લોકજીવન તથા સંતવાણીની સમૃદ્ધિ-સભર સૃષ્ટિ છે. સૂફીઓની ગઝલને હરીશ મીનાશ્રુ આપણી તત્ત્વચિંતનની પરંપરાના અજવાળામાં ને નિજી રીતેભાતે પ્રયોજે છે – દા.ત.,{{Poem2Close}}
તું કહે છે, કબર છે : કબીરાનું ઘર છે
<poem>તું કહે છે, કબર છે : કબીરાનું ઘર છે
પરણ જેને પરણ્યું, સ્વયં પાનખર છે
પરણ જેને પરણ્યું, સ્વયં પાનખર છે
પલીતો છે કરમાં, પ્રજળતો પ્રહર છે
પલીતો છે કરમાં, પ્રજળતો પ્રહર છે
અને અસ્થિપિંજર તો ચંદન અગર છે
અને અસ્થિપિંજર તો ચંદન અગર છે
વિહગ ભસ્મપુંજેથી પ્રગટ્યું મુખર છે
વિહગ ભસ્મપુંજેથી પ્રગટ્યું મુખર છે
ફરી વનમાં એનો વિકટ અગ્નિસ્વર છે
ફરી વનમાં એનો વિકટ અગ્નિસ્વર છે</poem>
‘પદપ્રાંજલિ’ની અનેક રચનાઓ અહીં ટાંકી શકાય એમ છે.
{{Poem2Open}} ‘પદપ્રાંજલિ’ની અનેક રચનાઓ અહીં ટાંકી શકાય એમ છે.
‘ગૃહિણી’ ગુચ્છનાં કાવ્યોમાં તથા ‘પંખીપદારથ’ અને ‘ચીતરવા વિશે’ જૂથનાં કાવ્યોમાં ગદ્યનાં વિવિધ સ્તરો તથા વિશેષણોની કાર્યસાધકતાનો અનુભવ ભાવકને ન્યાલ કરી દે છે. આપણા સમયની સમસ્યાઓ તથા ‘માનવ્ય’ માટેની મથામણો પણ હરીશ મીનાશ્રુની કવિતામાં આવે છે. દાત, ‘ગૃહસ્થ-સંહિતા’ જૂથમાં ‘છાપાવાળો છોકરો’ રચના તપાસો! આ સમર્થ કવિએ આવી અનેક ઉત્તમ રચનાઓ દ્વારા અનુઆધુનિક ગુજરાતી કવિતાને આગળ વધારવા સાથે નવી ઊંચાઈઓ આપવાના સફળ પ્રયત્નો કર્યા છે.

૦૦૦
{{Center|૦૦૦}}
જયદેવ શુક્લ ઓછું પણ ગુણવત્તાસભર કાવ્યસર્જન કરનારા કવિઓમાં પણ આગળની પંક્તિમાં આવે છે. કવિતા નિજી સંવેદન અને એને અનુરૂપ સહજ ભાષાસંયોજના વડે સિદ્ધ થાય છે, એમાં એક શબ્દ, અરે વર્ણ પણ વધારાનો ન હોય... કે આગળપાછળ ન થઈ શકે... કવિતાની આવી ચુસ્ત પરંતુ પ્રસન્નકર ઈમારત રચનાર કવિ તરીકે આપણે જયદેવ શુક્લને ઓળખાવી શકીએ. ‘પ્રાથમ્ય’નાં કાવ્યો એનાં ઉદાહરણો છે. ‘તામ્રવર્ણી હવાના અંગાંગે’, ‘ભેજલ અંધકારમાં-’ અને ‘વૈશાખ’ ‘તાલકાવ્યો’ જેવી અનેક રચનાઓ અહીં ટાંકી અને વિશ્લેષી શકાય. પ્રકૃતિ તથા આસપાસનો પરિસર આ કવિતામાં કલ્પનો બનીને વધારે સહજતાનો આસ્વાદ્ય અનુભવ કરાવે છે.

ચારે બાજુએ અરાજકતા છે, હતાશા છે, કૈંક વિષાદ ઘૂંટાતો જાય છે. આકાશના તારાઓ જેવી ચળકતી શક્યતાઓને પણ ઠંડાંગાર-બર્ફીલાં શાસકવલણોએ થીજાવી-બૂઝાવી દીધી છે. આ શારી નાખતી વ્યથાવેદનાને કવિ જયદેવ શુક્લ પૂર્ણ કાવ્યત્વથી રજૂ કરે છે, જોઈએઃ-

માગસરની અમાવસ્યા
માગસરની અમાવસ્યા
‘આકાશના/ લાખ્ખો કરોડો/ અબ્બજો કાણાં/ ચમકતા બરફથી/ પૂરાઈ ગયાં છે/ કાંટાળા અંધકારમાં/ એ/ અસંખ્ય વિકરાળ પ્રાણીઓની/ આંખો જેવાં/ ચમકે છે/ ગોટેગોટા અંધકાર છવાતો જાય છે/ કાળા કાળા ગડ્ઢા/ આમતેમ અથડાય છે/ શ્વાચ ડચૂરાય છે જો સૂરજ ઊગે તો.../ કદાચ.../ સવારે સૂરજ પણ/ બરફનું ગચ્ચું બની જાય તો?!/ કાંટાળા અંધકારમાં/ દીવા... સળી/ શોધું છું/ વાટ જડતી નથી...’
::‘આકાશના/ લાખ્ખો કરોડો/ અબ્બજો કાણાં/ ચમકતા બરફથી/ પૂરાઈ ગયાં છે/ કાંટાળા અંધકારમાં/ એ/ અસંખ્ય વિકરાળ પ્રાણીઓની/ આંખો જેવાં/ ચમકે છે/ ગોટેગોટા અંધકાર છવાતો જાય છે/ કાળા કાળા ગડ્ઢા/ આમતેમ અથડાય છે/ શ્વાચ ડચૂરાય છે જો સૂરજ ઊગે તો.../ કદાચ.../ સવારે સૂરજ પણ/ બરફનું ગચ્ચું બની જાય તો?!/ કાંટાળા અંધકારમાં/ દીવા... સળી/ શોધું છું/ વાટ જડતી નથી...’
બહુસ્તરીય અભિવ્યક્તિ કરતી આ રચનામાં કવિની વ્યથાવેદના કાંટાની જેમ આપણને ભોંકાય છે ને અંતની અસહાયતા વિહ્વળ કરી મૂકે છે.

જયદેવ શુક્લની કવિતા બીજા પણ અનેક ઉન્મેષો પ્રગટાવે છે બ્રાહ્મણસંસ્કાર, સંગીત તથા ચિત્ર સાથેનો લગાવ આપણા આ કવિની કવિતાને વિશેષ પરિમાણો આપે છે. કવિતાને શુદ્ધ કવિતા/ નરી અને નકરી કવિતાની દિશામાં લઈ જવાનું તપ જયદેવના બીજા કાવ્યસંચય – ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’–માં પણ પમાય છે. ‘જનાન્તિક’ ગુચ્છની રચનાઓ, પ્રેયસી તથા મા વિશેના કાવ્યો, પૃથ્વી વિશેના ત્રણ લઘુકાવ્યો અને ‘સ્તનકાવ્યો’ જયદેવની ઉત્તમ કવિતાના નમૂના છે. એમાં સંવેદન, સહજ આવતાં કલ્પનો-પ્રતીકો, તત્સમ પદાવલિ-નું સંવાદિતાભર્યું સંયોજન આ કવિતાને આસ્વાદ્ય અને દૃષ્ટાંતરૂપ બનાવે છે. કાવ્યકળાનાં નોંધવા સરખાં ઉદાહરણોરૂપે જયદેવની કવિતા અગ્રેસર હોવાની પ્રતીતિ થાય છે.

જયદેવની કાવ્યરુચિ ચિત્ર-સંગીત-શિલ્પ-ફિલ્મ જેવી કળાઓના સતત ચાલતા આવતા અભ્યાસ અને આસ્વાદથી વધારે સંમાર્જિત અને કલા-આગ્રહી બનેલી છે. કલાના માનદંડો આ કવિ પોતાની કવિતાને પણ લાગુ પાડી જુવે છે. જયદેવ શબ્દ-વિન્યાસનું નાવિન્ય, પ્રયોગ માટે નહિ પણ સંવેદન તથા એની કાવ્યત્વપૂર્ણ અભિવ્યક્તિ માટે લાવે છે. ‘કાંટો’ અને ‘તાળું’ જેવાં કાવ્યોમાં લોકજીવન સન્દર્ભો તથા એવા લોકભાષાના પ્રયોગો અને કાકૂઓ મળે છે. બાકી મહદંશે જયદેવની ભાષા-સંરચના તત્સમ છે અને ચિત્રાત્મકતા/ દૃશ્યાત્મકતા એનો ખાસ વિશેષ છે. સંગીત અને ચિત્રશૈલીનો વિનિયોગ કરતી રચનાઓ આ રહીઃ-

જલસો
જલસો
મારા મસ્તિષ્કમાં/ સન્તુર વસે છે/ હું સન્તુરને નમું છું./ મારા શ્વાસમાં/ તાનપુરો વસે છે/ હું તાનપુરાને નમું છું/ મારા હૃદયમાં મૃદંગ વસે છે/ હું મૃદંગને નમું છું./ મારી નાભિમાં/ ષડ્‌જ વસે છે/ હું ષડ્‌જને નમું છું./ મારાં ચરણોમાં/ થાપ વસે છે/ હું થાપને નમું છું./ મારા હાથમાં/ બે તુંબડાવાળી સિતાર વસે છે/ હું સિતારને નમું છું/ ચૂમું છું/ અંગાંગ એક સાથે બજી ઊઠે છે!
::મારા મસ્તિષ્કમાં/ સન્તુર વસે છે/ હું સન્તુરને નમું છું./ મારા શ્વાસમાં/ તાનપુરો વસે છે/ હું તાનપુરાને નમું છું/ મારા હૃદયમાં મૃદંગ વસે છે/ હું મૃદંગને નમું છું./ મારી નાભિમાં/ ષડ્‌જ વસે છે/ હું ષડ્‌જને નમું છું./ મારાં ચરણોમાં/ થાપ વસે છે/ હું થાપને નમું છું./ મારા હાથમાં/ બે તુંબડાવાળી સિતાર વસે છે/ હું સિતારને નમું છું/ ચૂમું છું/ અંગાંગ એક સાથે બજી ઊઠે છે!
તામ્રવર્ણી હવાના અંગાંગે
તામ્રવર્ણી હવાના અંગાંગે
નગ્ન/ બદામડીના હાથમાં/ તરતું/ સૂર્યનું કિરમજી-લાલ પર્ણ/ હમણાં જ/ ખરી પડશે./ કલરવતું ઊડી જશે/ ઘઉંના ખેતરમાં/ રણકતી સોનાની સળીઓ/ વચ્ચે લપાઈને બેઠેલું/ તડકાનું પંખી./શાલ્મલિની રક્તિમ કાયા પર/ ચીતરાય/ કાગડાની ઊડાઊડ./આકાશમાં તરતો/ તૂટેલી પાંખવાળો હંસ/ અચાનક આવી બેઠો/મારા સ્કંધ પર./ ઝાકળની ગન્ધ/ હથેળીમાં સાચવી/ આંખો પટપટાવે લીલું ઘાસ.
::નગ્ન/ બદામડીના હાથમાં/ તરતું/ સૂર્યનું કિરમજી-લાલ પર્ણ/ હમણાં જ/ ખરી પડશે./ કલરવતું ઊડી જશે/ ઘઉંના ખેતરમાં/ રણકતી સોનાની સળીઓ/ વચ્ચે લપાઈને બેઠેલું/ તડકાનું પંખી./શાલ્મલિની રક્તિમ કાયા પર/ ચીતરાય/ કાગડાની ઊડાઊડ./આકાશમાં તરતો/ તૂટેલી પાંખવાળો હંસ/ અચાનક આવી બેઠો/મારા સ્કંધ પર./ ઝાકળની ગન્ધ/ હથેળીમાં સાચવી/ આંખો પટપટાવે લીલું ઘાસ.

આજે/ તામ્રવર્ણી હવાના અંગાંગે/ કૂંપળો રણઝણે!
::આજે/ તામ્રવર્ણી હવાના અંગાંગે/ કૂંપળો રણઝણે!
‘જલસો’-માં શરીરનાં અંગો સાથે સંગીતના સંકેતો તથા વાદ્યોનું સાદૃશ્ય રચી રતિભાવને વ્યક્ત કર્યો છે. બીજી રચનામાં પ્રકૃતિ-વસંત પરિસરને ઇન્દ્રિયસંવેદ્ય નૂતન કલ્પનોમાં મઢીને રજૂ કરવામાં કવિની સિદ્ધિ પણ પમાયા વિના રહેતી નથી. ક્યાંક પુનરાવર્તન પામતાં કલ્પનો, ક્રિયારૂપો જેવી મર્યાદા કરતાં ઉત્તમ અ-પૂર્વ કલ્પનો પણ મળી જાય છે. દા.ત.  

‘સક્કરખોર ઊડ્યું.../ ઘર ઊંચકાયું/ પતંગની દોર પર/ ડોલતા ફાનસની જેમ/ ડોલતું ડોલતું/ ઘર/ જઈ બેઠું/ સરગવાની ડાળ પર!’  
::‘સક્કરખોર ઊડ્યું.../ ઘર ઊંચકાયું/ પતંગની દોર પર/ ડોલતા ફાનસની જેમ/ ડોલતું ડોલતું/ ઘર/ જઈ બેઠું/ સરગવાની ડાળ પર!’  
– જયદેવની કવિતા નિજી અને કાવ્યત્વના વિશેષોથી વિ-શિષ્ટ બની છે.
– જયદેવની કવિતા નિજી અને કાવ્યત્વના વિશેષોથી વિ-શિષ્ટ બની છે.
૦૦૦
{{Center|૦૦૦}}
યજ્ઞેશ દવેની કવિતામાં સાંપ્રત નગરચેતના અને નાગરી મનોરુગ્ણતાનું વિવિધ છટાઓમાં આલેખન થતું રહ્યું છે. વસ્તુજગત અને ઇતિહાસ પરંપરાને સાંકળી લેતાં એમનાં ‘જળની આંખે’-નાં દીર્ઘકાવ્યો અનુ-આધુનિકતાની ભોંય રચવામાં અગ્રેસર હતાં. પછી તો વર્તમાન જીવનની અનેક વિભીષિકાઓ આ કવિએ અછાંદસમાં, તળબોલી-લયમાં પુરાકથાનાં રૂપો લઈને વર્ણવી છે. ‘આદિમાતા’ બહુ પરિમાણી મહત્ત્વાકાંક્ષી રચના છે – જે આદિમાતાથી વર્તમાન સુધીની જીવનચેતના-(જેના કેન્દ્રમાં સ્ત્રીચેતના છે) ને ઊંડળમાં લે છે. ‘હેલો...’ની જેમ ગરીબ મજૂર વના જેતા સાથેની વાતચીતની કવિતા કે વ્યસન-બંધાણની કવિતા યજ્ઞેશ દવેની કવિતાનો વ્યાપ અને સ્થિત્યંતરો પણ બતાવે છે.

આપણી કહેવાતી લોકશાહી અને એવો જ આપણો દાંભિકતા ભરેલો સમાજવાદ ગરીબોની વલે કરે છે... આ કવિ એવાં અમાનુષી વલણો વિશે આક્રમકતાથી લખે છે.

યંત્રયુગે ભૌતિક સગવડો ને કહેવાતી સમૃદ્ધિ આપ્યાં ખરાં, પણ અસલ જીવન, શાંતિ અને પ્રેમભાવ છીનવી લીધાં છે. જે વરવું શહેરીકરણ થયું છે તેનો ચહેરો કેવોક છે? એનો વિડંબનાપૂર્વક પરિચય આપે છે કવિશ્રી યજ્ઞેશ દવે! ‘મારી શેરી’ કાવ્યના થોડાક અંશો જુઓઃ
યંત્રયુગે ભૌતિક સગવડો ને કહેવાતી સમૃદ્ધિ આપ્યાં ખરાં, પણ અસલ જીવન, શાંતિ અને પ્રેમભાવ છીનવી લીધાં છે. જે વરવું શહેરીકરણ થયું છે તેનો ચહેરો કેવોક છે? એનો વિડંબનાપૂર્વક પરિચય આપે છે કવિશ્રી યજ્ઞેશ દવે! ‘મારી શેરી’ કાવ્યના થોડાક અંશો જુઓઃ{{Poem2Close}}
જ્યાં બાળક ભાષાની પહેલાં ગાળ શીખે છે,
<poem>જ્યાં બાળક ભાષાની પહેલાં ગાળ શીખે છે,
જ્યાં દિવસે અંધારી નવેળીમાં પ્રૌઢ સ્ત્રીઓ

નજર ચૂકાવી/ પેશાબ કરવા જાય છે ઝટપટ
નજર ચૂકાવી/ પેશાબ કરવા જાય છે ઝટપટ
Line 108: Line 108:
જ્યાં આછા કણસાટથી બબડતું શરીર
જ્યાં આછા કણસાટથી બબડતું શરીર
ઊંઘ ઘેરાયેલી આંખે
ઊંઘ ઘેરાયેલી આંખે
આવતી કાલના સૂર્યની રાહ જુએ છે – વરસોવરસથી!
આવતી કાલના સૂર્યની રાહ જુએ છે – વરસોવરસથી!</poem>
વાસ્તવની આવી તીક્ષ્ણ અભિવ્યક્તિ આધુનિકો પાસે ભાગ્યે જ ન હતી! વાસ્તવવાદી બન્યા વગર વાસ્તવનાં વરવાં રૂપોને નકરી ચિત્રાત્મકતાથી રજૂ કરતાં આ કવિ વ્યંગનો આશ્રય લઈને વર્તમાન રાજકારણની સેતાનિયતને તીખા કોરડાથી જાણે કે ફટકારે છેઃ
{{Poem2Open}} વાસ્તવની આવી તીક્ષ્ણ અભિવ્યક્તિ આધુનિકો પાસે ભાગ્યે જ ન હતી! વાસ્તવવાદી બન્યા વગર વાસ્તવનાં વરવાં રૂપોને નકરી ચિત્રાત્મકતાથી રજૂ કરતાં આ કવિ વ્યંગનો આશ્રય લઈને વર્તમાન રાજકારણની સેતાનિયતને તીખા કોરડાથી જાણે કે ફટકારે છેઃ{{Poem2Close}}
નળિયાં પર પહોળા પગ કરી બેઠેલો તડકો/ ને/ નવેળીની ગંદી ગટરમાં પોતાનું મોં જોતો સૂર્ય/ મસ્જિદના બે સફેદ મિનારા આકાશની છાતીને -તાકે છે શૂળની જેમ...
<poem>નળિયાં પર પહોળા પગ કરી બેઠેલો તડકો/ ને/ નવેળીની ગંદી ગટરમાં પોતાનું મોં જોતો સૂર્ય/ મસ્જિદના બે સફેદ મિનારા આકાશની છાતીને -તાકે છે શૂળની જેમ...
*
{{Center|*}}
આ શેરીનો એક છેડો ખૂલે શિકાગોના સબર્બમાં ને બીજો છેડો ખૂલે કલકત્તાની બસ્તીમાં/ સામ્યવાદનું હળ શેરીસોંસરું ચાલે ખચ્ચ-ખચકાતું ખચકાતું...
આ શેરીનો એક છેડો ખૂલે શિકાગોના સબર્બમાં ને બીજો છેડો ખૂલે કલકત્તાની બસ્તીમાં/ સામ્યવાદનું હળ શેરીસોંસરું ચાલે ખચ્ચ-ખચકાતું ખચકાતું...</poem>
સમાજવાદનો પોપટ કાઢ્યા કરે ઢમ ઢમ ઢંઢેરામાં/ શેરીનો કૂતરો જો મત પત્રક પર સિક્કો મારી શકતો હોત! તો! તેને પણ કાપડનો તાકો મળ્યો હોત – તે પણ પાંચ મીટર પૂરો, હૉ!’  
{{Poem2Open}}સમાજવાદનો પોપટ કાઢ્યા કરે ઢમ ઢમ ઢંઢેરામાં/ શેરીનો કૂતરો જો મત પત્રક પર સિક્કો મારી શકતો હોત! તો! તેને પણ કાપડનો તાકો મળ્યો હોત – તે પણ પાંચ મીટર પૂરો, હૉ!’  
કવિતા અને કમીટમેન્ટ બંનેનું રસાર્દ્ર પ્રત્યાયન કરતો આ કવિ પણ અનોખો છે.
કવિતા અને કમીટમેન્ટ બંનેનું રસાર્દ્ર પ્રત્યાયન કરતો આ કવિ પણ અનોખો છે.
૦૦૦
{{Center|૦૦૦}}
વિનોદ જોશી માટે કહી શકાય કે તેઓ સિદ્ધહસ્ત કવિ છે અને કવિ તરીકે ગુજરાત બ્હાર પણ ખાસ્સા પ્રસિદ્ધ છે. સંસ્કૃતવૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટ, પ્રલંબ પદ્યવાર્તા વડે પોતાનું કવિત્વ સરાણે ચઢાવીને સફળ કવિ તરીકે જાણીતા કવિ વિનોદ જોશીએ લોકભાવો-લોકલયો-લોકભાષાને એકસાથે સંયોજીને લાલિત્યપૂર્ણ ગીતકાવ્યો આપ્યાં છે.

વિનોદ જોશીનું ચિત્ત ‘ગીતકાવ્ય’ સિદ્ધ કરવા માટે વધુ સંનદ્ધ છે. એમની ગીત કવિતાની કેટલીક લાક્ષણિકતાઓ તારવીએઃ-  

‘ઝાલર વાગે જૂઠડી’નાં ગીતો નાયિકાકેન્દ્રી છે આ નાયિકા કન્યાકાળમાં પ્રવેશતી કિશોરી છે. કાં તો એ કુંવારકા છે, નવોઢા છે. વિરહિણી કે પ્રોષિતભર્તૃકા છે. ગોપજીવનની આ યૌવનાના પ્રણયભાવોની અનેકવિધ છબીઓ એમનાં ગીતોમાં ઝીલાય છે. પ્રેમના વિવિધ ભાવસંવેદનાનું અહીં સદ્યોેગમ્ય ચિત્રણ થયું છે. વિનોદ જોશીમાં પ્રણયકેન્દ્રી ગીતો વધારે મળે છે. એમાંય નાયિકાના મુખમાં મુકાયેલાં ગીતો વધુ છે – એટલે કોક અપવાદ સિવાય મોટેભાગે ગીતની મુગ્ધા નાયિકા પોતાના પ્રેમસંવેદનની વાત માંડે છે. ‘ઝાલર વાગે –’ કે ‘પ્રોષિત-ભર્તૃકા’ આવાં જ દૃષ્ટાંતો છે. કલ્પનો અને પ્રતીકોનો પ્રયોગ ગીતમાં મૂર્તતા માટે કે સંવેદનાને સઘન તથા સ્પર્શ્ય બનાવવામાં થાય છે. સંયોગ આદિના સંકેતો રચવા વિનોદમાં કુંજડી, ચણોઠડી, શેરડીનો સાંઠો જેવાં પ્રતીકોનો વિનિયોગ થયેલો છે. કલ્પનોમાં નવતાંને તાજપ સાથેની વિનોદની નિજી મુદ્રા ઊપસી આવી છે. દાત ઝાંખી બળે રે, શગદીવડી/ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર / ઝાલર વાગે જૂઠડી...

ઊંબરમાં સાથિયા ને ટોડલિયે મોર/ આંગણામાં રોપાતી કેળ.
* ઊંબરમાં સાથિયા ને ટોડલિયે મોર/ આંગણામાં રોપાતી કેળ.
છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં.
* છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં.
આઘી શેરી ને આઘી ઓસરી રે / આઘે આઘે બુઝારે બેઠો મોર.
* આઘી શેરી ને આઘી ઓસરી રે / આઘે આઘે બુઝારે બેઠો મોર.
અટકળનાં ઝળઝળિયા ઝીલી ભર્યા નજરના કૂપા રે.
* અટકળનાં ઝળઝળિયા ઝીલી ભર્યા નજરના કૂપા રે.
ઘરવખરીમાં પડતર પીછું અને પવન કદરૂપા રે
* ઘરવખરીમાં પડતર પીછું અને પવન કદરૂપા રે
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં
* સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં
સપનાનું સાંબેલું લઈને ઉજાગરાને ખાંડું
* સપનાનું સાંબેલું લઈને ઉજાગરાને ખાંડું
ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી
* ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી
મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો...
* મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો...
ઉક્ત કલ્પનોની યાદી જોતાં બે વસ્તુ તરત સામે આવે છે. એક તો સોરઠી ગોપજીવન – ગ્રામજીવનનો પરિવેશ. ને બીજું કે એ પરિવેશને સચોટ વ્યક્ત કરતાં તળપદા કે લોકબોલીના ખાસ સંદર્ભમાં બોલાતા-વપરાતા શબ્દો. વિનોદનાં ગીતોની નાયિકા કોક સોરઠી ગામડામાં વસે છે વળી એની સંવેદનાને વ્યક્ત કરવા ‘મોર’ અને ‘પારેવડાં’ જેવાં શબ્દો પ્રતીકરૂપે ઘણીવાર આવ્યા છે. મોર તો માણિગરનું પ્રતીક છે ને પારેવડાં નાયિકાના સ્તનદ્વયને સૂચવે છે એથી રાગાવેગના સંકેતો મળતા રહે છે. ઇન્દ્રિયસંતર્પકતા આ ગીતોનો ગુણ વિશેષ છે. ઇન્દ્રિયરાગી કલ્પનોથી આ વાતની પ્રતીતિ થાય છે પ્રસ્તુત વડે જે અભિપ્રેત છે તેનો સંકેત આપતાં કલ્પનો પ્રતીકો ગૂંથવામાં આ કવિ માહેર છે. વળી કાવ્યના મુખ્ય ભાવતંતુ સાથે એ સંવાદપૂર્ણ બનીને આવે છે.

ગ્રામ પરિવેશની સાથે નાયિકાના વયાનુસંધાને આ ગીતોમાં વિવાહ-લગ્ન-સંવનન-વિરહ-સંયોગને સૂચવતાં કલ્પનો કે એવા શબ્દસંકેતો પણ ધ્યાન ખેંચે છે. દાત મીંઢળ, નાડાછડી, માંડવો, કરેણ, આંગણ, કેળ, તોરણ, પાંપણ, કેસરિયા, પરદેશી, કૂવાકાંઠો, વહુવારુ, ગોરાંદે, સૈયર, સાસુ, પાનેતર, મોતી ટાંક્યાં, આસોપાલવ, આંબલો, અત્તરની શીશી, શ્રીફળ, વેલડું, મૈયર, રામણદીવો, મશરુનાં ચીર, જોબન, કેડ્ય પાતળી, હસીને ખણે ચૂંટિયું, પેડુએ પાતળી, પરણ્યો ઊભો વાંસ, સેંથી, નાવલો, કોલ, હૈયાડાબલી, સોહાગનાં સિંદૂર, ઝાંઝર, દામણી, અંજળ, વહાલમજી, કંકોતરી, લવિંગડીનું પાન, મોજલ્લડી, સોપારીનો કટ્ટકો, અલ્લડ, સાથિયા, ઝરૂખડા, ઉજાગરા, શેરી, ઓસરી, નીંદરનો ચોર, માથાબોળ, ટહુકા, તોફાન, શણગાર, તંબોળી પાન, અણસાર, રૂમઝૂમ થાતી, આંસુ, લાપસી, કુલેર... કૈં કેટલાય શબ્દો મુગ્ધા-નવોઢા-વિરહી યૌવનાના મનોભાવોને વ્યક્ત કરી રહે છે.

Line 134: Line 134:
ભાવનિરૂપણ અને શબ્દસંયોજનાઃ બેઉનું સામંજસ્ય રચવા તરફની કાળજી પણ આ ગીતકવિમાં દેખાઈ આવે છે. ગીતોમાં લય-વૈવિધ્ય ઘણું છે. મુખડા અને અંતરાઓની રચનામાં એ વૈવિધ્ય આણે છે. ક્યાંક એક, બે કે ત્રણ પંક્તિના મુખડો આવે... એમાં ધ્રુવપંક્તિ રૂપે મુખડો અંતરા પછી પુનરાવૃત્તિ પામે ત્યારે એક કે અડધી પંક્તિનો જ પ્રયોગ કરવામાં આવ્યાનાં દૃષ્ટાંતો છે. પંક્તિ યુગ્મના પ્રાસથી ચાલતી ગીતરચના પણ મળે છે. ઝીંગોરા હપ્પા/ પટેલ પટલાણીમાં મુખડા પછી ત્રણ ત્રણ દોહરા/ સોરઠા પ્રયોજીને રૂપવૈવિધ્ય સાધવામાં આવેલું છે. ક્યાંક અંતરા બબ્બે કે ચચ્ચાર પંક્તિનાય લેવાયા છે. દીર્ઘલયની સામે કવિએ ટૂંકા લયની પંક્તિઓ લીધી છે. પ્રાસયોજના સહજ અને સાર્થ હોય એ પણ જોવાયું છે. લયની આવી ભાતો સિદ્ધ કરવામાં લોકગીતોના લયનો લાભ લેવામાં આવ્યો છે.

વિનોદ જોશીનાં ગીતોમાં રતિનું, સંયોગ-શૃંગારનું આલેખન વધારે છે. ઊર્મિગીત સ્વાભાવિક જ રંગદર્શિતાવાળું હોય. વિનોદ જોશીમાં એવી રંગદર્શિતા રતિ-આલેખન વેળાએ આક્રમક બનતી લાગવા છતાં એ સંયમની સીમા લોપતી નથી. સ્વસ્થ રીતે કવિ રતિરાગનું નિરૂપણ કરે છે, એમનાં બે ગીતોના અંશો જોઈએ તો જણાશે કે આપણે આગળ જે કાવ્ય-વિશેષો ગણાવ્યા તે બધા અહીં હાજર છે.

પ્રોષિતભર્તૃકા
પ્રોષિતભર્તૃકા{{Poem2Close}}
આછાં આછાં રે તળાવ,/ એની ઘાટી રે કાંઈ પાળ,
<poem>આછાં આછાં રે તળાવ,/ એની ઘાટી રે કાંઈ પાળ,
પાળે  ઊગી  ચણોઠડી  એના  વેલાને નહીં વાડ...
પાળે  ઊગી  ચણોઠડી  એના  વેલાને નહીં વાડ...

Line 142: Line 142:

વાટું  અરડૂસી બે વાર / ચાટું ઓસડ બીજાં બાર

બાઈજીનો બેટો (ઘણી ખમ્મા!) મુંને થઈ બેઠો વળગાડ...
બાઈજીનો બેટો (ઘણી ખમ્મા!) મુંને થઈ બેઠો વળગાડ...<poem>

ઝાલર વાગે જૂઠડી
{{Poem2Open}} ઝાલર વાગે જૂઠડી{{Poem2Close}}
ઊભાં ગોરાંદે અધવચ ઊંબરે/જોતાં આણી પા જોતાં ઓલી કોર
<poem>ઊભાં ગોરાંદે અધવચ ઊંબરે/જોતાં આણી પા જોતાં ઓલી કોર
ઝાલર વાગે જૂઠડી.
:::::ઝાલર વાગે જૂઠડી.
ઝાંખી  બળે  રે શગ દીવડી/ ઘેરી  ઊભાં  અંધારાં ઘનઘોર

આવી આવીને ઊડ્યા કાગડા/ પડ્યાં સૂનાં મોભારા સૂના મ્હોલ

:::::ઝાલર વાગે જૂઠડી.</poem>
‘શિખંડી’ દીર્ઘ (ખંડ) કાવ્ય ઉપરાંત સર્જનક્ષણને – એ તોફાનને – રતિ આવેશ શા વાવાઝોડાને – વર્ણવતાં, પૃથ્વી છંદમાં તથા તત્સમશૈલીમાં રચાયેલાં વિનોદ જોશીનાં સૉનેટો પણ ધ્યાનપાત્ર છે. દોહરો-સોરઠો તથા ગઝલનો પ્રયોગ પણ આ કવિ સફળ રીતે કરી બતાવે છે.