પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
અનુ-આધુનિક કવિતાએ પોતાની પૂર્વ કાવ્યપરંપરાઓને પ્રીછી અને પ્રમાણી છે. નજીકની અને દૂરસૂદૂરની પણ, પરંપરાઓમાંથી ખોબો પાણી પીધું છે. પુરાણકથાઓ, લોક/દંતકથાઓને સાંપ્રત સાથે સંયોજીને, વર્તમાન જીવનની – પોતાના યુગની – વેદના-સંવેદનાને; આ કવિતા બરાબર વર્ણવે છે. આમાંથી પણ કેટલાંક નૂતન પરિમાણો પ્રગટી આવ્યાં છે. છંદોલય, પરંપરિત, લોકલય, મુક્તલય, લયમુક્તિ તથા અછાંદસને પ્રયોજીને પોતાની યુગચેતનાજન્ય સંવેદનાની બળકટ અને બહુપરિમાણી અભિવ્યક્તિ સાધી છે... જરૂર પડી ત્યાં નવી ભાષા ઘડી છે. નૂતન શબ્દવિન્યાસો રચતી વખતે પ્રત્યાયન-ક્ષમતાનો ખ્યાલ પણ રાખ્યો છે. તત્સમ અને તળ-નો શબ્દ પણ લેખે લગાડ્યો છે. એ જ રીતે મધ્યકાલીન પદ્યસ્વરૂપોનો નવી રીતે-ભાતે નોખો વિ-નિયોગ પણ રચ્યો છે. પદ-ભજન-પદ્યવાર્તા-આખ્યાનની પ્રકૃતિ પ્રમાણી એને વર્તમાન વર્ણવવા નવી કરીને પોતાની સંવેદનાને વધુ સ્પર્શ્ય તથા વ્યાપક બનાવી છે.

આધુનિકતાની ઉપલબ્ધિઓની સાથે એની કૃતકતાને પણ ઓળખી. ઉપલબ્ધિઓનો આદર કર્યો તથા પોતાની સાથે જોડી, આગળ વધારી, પરંપરા રચવામાં કદમ મિલાવ્યા. ભાષાકર્મ-શબ્દકર્મ તથા કાવ્યપિંડ-રચનાપુદ્‌ગલની વાત તો પાઠફેરે રા વિ પાઠક, ઉમાશંકર, સુંદરમ્‌ની કાવ્યવિવેચનામાંય આવી હતી. અનુ-આધુનિક કવિતાએ પણ શબ્દ અને રૂપની જિકર ચાલુ રાખી છે, આધુનિકોએ હાંસિયામાં ધકેલી દીધેલી સમાજકેન્દ્રી અને વર્ગવર્ણજન્ય સંવેદનાઓને અનુ-આધુુનિક કવિતા મુખ્યધારાની લગોલગ લાવી મૂકે છે. કવિતાની સામગ્રી ઘણેઅંશે બદલાઈ છે. વિષય, સંવેદના તથા વિચારની ભોંય પણ બદલાયેલી પમાય છેઃ

* ગામડાં હવે શહેર પહેરીને મ્હાલે છે. અસલ અસ્તાચળે છે.

* શહેરોમાં યંત્રો સાથે માણસ પણ યંત્રવત્‌ અને લાગણીશૂન્ય થઈને વર્તે છે.

* શિક્ષિત સ્ત્રીઓનેઆર્થિક સ્વાતંત્ર્યતા મળતાં કુટુમ્બજીવનના તથા સમાનતાના ખ્યાલો બદલાયા છે.

* શિક્ષણથી સભાન થયેલો દલિતવર્ગ સંઘર્ષ સાથે હવે વિદ્રોહ કરે છે. નોકરી તથા પદોન્નતિ સાથે એમની સમસ્યાઓ બદલાઈ છે. નિરાંતનો પડાવ હજી દૂર છે.

* મૂલ્યહ્રાસ અને ‘નિયોરીચક્લાસ’ સાથે મળતાં જીવનનાં દરેક ક્ષેત્રોમાં સભ્યતા/ સંસ્કાર/ નીતિનિષ્ઠાની મૂળગામી પરંપરા છિન્નભિન્ન થતાં બર્બરતા તથા અરાજકતા વધી છે. મૂલ્યહીન રાજકારણે સ્થિતિઓ વકરાવી છે.

* ખેતી, પ્રકૃતિ તથા પર્યાવરણ પર યંત્રોના આક્રમણોએ પૃથ્વીનો ચહેરો વિ-રૂપ કરી દીધો છે.

* વિદેશમાં કે દેશમાં વસતો માણસ પોતાનાં મૂળકૂળની ઓળખ શોધવા-સાચવવા માટે ફાંફાં મારે છે. વર્તમાને ઝૂંટવી લીધેલી અસલ ઓળખ પાછી મળે તો જીવવું કૈંક સહ્ય બને, એમાં કળાઓ મદદ કરી શકશે એવી આશા વધુ તીવ્ર બની છે.

* તત્ત્વ-સત્ત્વ તથા ફિલસૂફી અને દર્શન સાથે સંકળાયેલું આપણું પરંપરાપ્રાપ્ત અધ્યાત્મ અને આધ્યાત્મિક જીવન વંઠેલા વર્તમાનના સકંજામાં છે. આપણો કવિ પેલા તત્ત્વવિચારને પુનઃ પુનઃ પ્રયોજી જુવે છે –ને એમ વર્તમાનને વિશદ ચિત્ર બતાવવા કાવ્યદર્પણ  ધરે છે.

* મનોરંજન અને માધ્યમોનાં નકરાં બજારકેન્દ્રી વલણોએ સ્ત્રી-પુરુષ સમ્બન્ધો તથા લગ્નસંસ્થા (કુટુમ્બ-સમાજ)ને આઘાતજનક મોડ પર લાવી મૂક્યાં છે.

* સત્તા/ સરકારોએ જમીન-જળ અને જંગલો પર આક્રમણ/ અતિક્રમણ કર્યું છે. વિકાસને નામે સમાજ તથા પ્રકૃતિ સંતુલનને વણસાડી દીધું છે. આથી વનવાસીઓની વિષમ સમસ્યાઓ બોલવા માંડી છે.

અનુ-આધુનિક કવિ આવા વિષયો અને તદ્‌જન્ય વેદના સંવેદનાની કવિતા પોતાની નોખી રીતે-ભાતે કરતો રહ્યો છે. એવું કહેવાની આજે તો જરા પણ જરૂર નથી કે આજની આપણી અનુ-આધુનિક કવિતા આધુનિકતાનો પડાવ છોડીને પોતાની જુદી જુદી કેડીઓ રચતી આગળ વધતી ને વધતી જાય છે.

કવિતામાં જ્યારે વિષય-સંવેદના બદલાય ત્યારે, એને કહેવાની રીતિ પણ બદલાય છે. રજૂઆત બદલવા માટે ભાષા અને રૂપ પણ બદલાતાં આવે છે. જેમકે મધ્યકાલીન પદ્યવાર્તા – આખ્યાન તથા પદ – ભજનનાં સ્વરૂપોનો, આ ગાળાની કવિતાએ પોતાની સંવેદનાને પ્રભાવક રીતે રજૂ કરવા સારુ, નોખી ભાતે વિનિયોગ કર્યો છે. પદનો-ભજનનો, ગીતને નોખું પાડવા તથા અધ્યાત્મવિચારને નવી ભૂમિકાએ સંક્રમિત કરવા, અનુઆધુનિક કવિઓએ જાુદી ભાતે વિનિયોગ કર્યો છે. પુરોગામીઓની રચનાઓના સન્દર્ભો લઈને પોતાની સંવેદનાને વ્યાપક રીતે રજૂ કરવાનાં વલણો પણ પ્રગટ્યાં છે. હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર તથા સંજુ વાળામાં આનાં દૃષ્ટાંતો મળે છે. પુરાકથાઓ લઈને દીર્ઘરચનાઓ દ્વારા વર્તમાનની વિભિષિકાઓને ઓળખાવવાના સબળ પ્રયાસો પણ થયા છે. તળ બોલી, તળના લોકલય, છંદ, કાકૂ, મુક્તછંદ તથા અછાંદસ રીતિ અને તત્સમ પદાવલિ પ્રયોજીને સંવેદનાને પ્રભાવક અભિવ્યક્તિ આપવામાં અનુ-આધુનિકો વધુ સફળ થયા છે. ટેકનિક બોજ કે કૃતક બની ન જાય એનું ધ્યાન રાખીને, પ્રતીક-કલ્પનોનો મર્યાદિત પ્રયોગ કરીને, આ કવિઓએ કવિતાને પ્રત્યાયનક્ષમ બનાવી છે. સમકાલીન જીવનની અંતરંગ ચેતના – (જેમાં નગર, ગામ, નારી, દલિત, અરણ્યવાસીની ચેતના પણ આવે તેમ) – ને ઝીલતી, અનુ-આધુનિક કવિતાનાં આ બધાં વલણો-લક્ષણો, સદૃષ્ટાંત સમજાવી શકાય એવી વિવિધતા-વિલક્ષણતા અને વિષય સમૃદ્ધિ તથા કાવ્યસિદ્ધિ આ કવિઓમાં છે.

Line 119: Line 119:
વિનોદ જોશીનું ચિત્ત ‘ગીતકાવ્ય’ સિદ્ધ કરવા માટે વધુ સંનદ્ધ છે. એમની ગીત કવિતાની કેટલીક લાક્ષણિકતાઓ તારવીએઃ-  

‘ઝાલર વાગે જૂઠડી’નાં ગીતો નાયિકાકેન્દ્રી છે આ નાયિકા કન્યાકાળમાં પ્રવેશતી કિશોરી છે. કાં તો એ કુંવારકા છે, નવોઢા છે. વિરહિણી કે પ્રોષિતભર્તૃકા છે. ગોપજીવનની આ યૌવનાના પ્રણયભાવોની અનેકવિધ છબીઓ એમનાં ગીતોમાં ઝીલાય છે. પ્રેમના વિવિધ ભાવસંવેદનાનું અહીં સદ્યોેગમ્ય ચિત્રણ થયું છે. વિનોદ જોશીમાં પ્રણયકેન્દ્રી ગીતો વધારે મળે છે. એમાંય નાયિકાના મુખમાં મુકાયેલાં ગીતો વધુ છે – એટલે કોક અપવાદ સિવાય મોટેભાગે ગીતની મુગ્ધા નાયિકા પોતાના પ્રેમસંવેદનની વાત માંડે છે. ‘ઝાલર વાગે –’ કે ‘પ્રોષિત-ભર્તૃકા’ આવાં જ દૃષ્ટાંતો છે. કલ્પનો અને પ્રતીકોનો પ્રયોગ ગીતમાં મૂર્તતા માટે કે સંવેદનાને સઘન તથા સ્પર્શ્ય બનાવવામાં થાય છે. સંયોગ આદિના સંકેતો રચવા વિનોદમાં કુંજડી, ચણોઠડી, શેરડીનો સાંઠો જેવાં પ્રતીકોનો વિનિયોગ થયેલો છે. કલ્પનોમાં નવતાંને તાજપ સાથેની વિનોદની નિજી મુદ્રા ઊપસી આવી છે. દાત ઝાંખી બળે રે, શગદીવડી/ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર / ઝાલર વાગે જૂઠડી...

* ઊંબરમાં સાથિયા ને ટોડલિયે મોર/ આંગણામાં રોપાતી કેળ.

* છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં.
* છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં.
* આઘી શેરી ને આઘી ઓસરી રે / આઘે આઘે બુઝારે બેઠો મોર.

* અટકળનાં ઝળઝળિયા ઝીલી ભર્યા નજરના કૂપા રે.

* ઘરવખરીમાં પડતર પીછું અને પવન કદરૂપા રે

* સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં
* સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં
* સપનાનું સાંબેલું લઈને ઉજાગરાને ખાંડું
* સપનાનું સાંબેલું લઈને ઉજાગરાને ખાંડું
* ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી
* ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી
* મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો...

ઉક્ત કલ્પનોની યાદી જોતાં બે વસ્તુ તરત સામે આવે છે. એક તો સોરઠી ગોપજીવન – ગ્રામજીવનનો પરિવેશ. ને બીજું કે એ પરિવેશને સચોટ વ્યક્ત કરતાં તળપદા કે લોકબોલીના ખાસ સંદર્ભમાં બોલાતા-વપરાતા શબ્દો. વિનોદનાં ગીતોની નાયિકા કોક સોરઠી ગામડામાં વસે છે વળી એની સંવેદનાને વ્યક્ત કરવા ‘મોર’ અને ‘પારેવડાં’ જેવાં શબ્દો પ્રતીકરૂપે ઘણીવાર આવ્યા છે. મોર તો માણિગરનું પ્રતીક છે ને પારેવડાં નાયિકાના સ્તનદ્વયને સૂચવે છે એથી રાગાવેગના સંકેતો મળતા રહે છે. ઇન્દ્રિયસંતર્પકતા આ ગીતોનો ગુણ વિશેષ છે. ઇન્દ્રિયરાગી કલ્પનોથી આ વાતની પ્રતીતિ થાય છે પ્રસ્તુત વડે જે અભિપ્રેત છે તેનો સંકેત આપતાં કલ્પનો પ્રતીકો ગૂંથવામાં આ કવિ માહેર છે. વળી કાવ્યના મુખ્ય ભાવતંતુ સાથે એ સંવાદપૂર્ણ બનીને આવે છે.

ગ્રામ પરિવેશની સાથે નાયિકાના વયાનુસંધાને આ ગીતોમાં વિવાહ-લગ્ન-સંવનન-વિરહ-સંયોગને સૂચવતાં કલ્પનો કે એવા શબ્દસંકેતો પણ ધ્યાન ખેંચે છે. દાત મીંઢળ, નાડાછડી, માંડવો, કરેણ, આંગણ, કેળ, તોરણ, પાંપણ, કેસરિયા, પરદેશી, કૂવાકાંઠો, વહુવારુ, ગોરાંદે, સૈયર, સાસુ, પાનેતર, મોતી ટાંક્યાં, આસોપાલવ, આંબલો, અત્તરની શીશી, શ્રીફળ, વેલડું, મૈયર, રામણદીવો, મશરુનાં ચીર, જોબન, કેડ્ય પાતળી, હસીને ખણે ચૂંટિયું, પેડુએ પાતળી, પરણ્યો ઊભો વાંસ, સેંથી, નાવલો, કોલ, હૈયાડાબલી, સોહાગનાં સિંદૂર, ઝાંઝર, દામણી, અંજળ, વહાલમજી, કંકોતરી, લવિંગડીનું પાન, મોજલ્લડી, સોપારીનો કટ્ટકો, અલ્લડ, સાથિયા, ઝરૂખડા, ઉજાગરા, શેરી, ઓસરી, નીંદરનો ચોર, માથાબોળ, ટહુકા, તોફાન, શણગાર, તંબોળી પાન, અણસાર, રૂમઝૂમ થાતી, આંસુ, લાપસી, કુલેર... કૈં કેટલાય શબ્દો મુગ્ધા-નવોઢા-વિરહી યૌવનાના મનોભાવોને વ્યક્ત કરી રહે છે.

Line 142: Line 142:

વાટું  અરડૂસી બે વાર / ચાટું ઓસડ બીજાં બાર

બાઈજીનો બેટો (ઘણી ખમ્મા!) મુંને થઈ બેઠો વળગાડ...<poem>
બાઈજીનો બેટો (ઘણી ખમ્મા!) મુંને થઈ બેઠો વળગાડ...<?poem>

{{Poem2Open}} ઝાલર વાગે જૂઠડી{{Poem2Close}}

Line 151: Line 151:
આવી આવીને ઊડ્યા કાગડા/ પડ્યાં સૂનાં મોભારા સૂના મ્હોલ

:::::ઝાલર વાગે જૂઠડી.</poem>
:::::ઝાલર વાગે જૂઠડી.</poem>
‘શિખંડી’ દીર્ઘ (ખંડ) કાવ્ય ઉપરાંત સર્જનક્ષણને – એ તોફાનને – રતિ આવેશ શા વાવાઝોડાને – વર્ણવતાં, પૃથ્વી છંદમાં તથા તત્સમશૈલીમાં રચાયેલાં વિનોદ જોશીનાં સૉનેટો પણ ધ્યાનપાત્ર છે. દોહરો-સોરઠો તથા ગઝલનો પ્રયોગ પણ આ કવિ સફળ રીતે કરી બતાવે છે.
{{Poem2Open}} ‘શિખંડી’ દીર્ઘ (ખંડ) કાવ્ય ઉપરાંત સર્જનક્ષણને – એ તોફાનને – રતિ આવેશ શા વાવાઝોડાને – વર્ણવતાં, પૃથ્વી છંદમાં તથા તત્સમશૈલીમાં રચાયેલાં વિનોદ જોશીનાં સૉનેટો પણ ધ્યાનપાત્ર છે. દોહરો-સોરઠો તથા ગઝલનો પ્રયોગ પણ આ કવિ સફળ રીતે કરી બતાવે છે.
૦૦૦
{{Center|૦૦૦}}
દલપત પઢિયારની કવિતા અછાંદસ અને ગીતનાં રૂપો પસંદ કરે છે. ‘ભોંય બદલો’નું અછાંદસ અને ‘સામે કાંઠે તેડાં’-ની ગીત કવિતા, બે સાવ ભિન્ન જીવનસંદર્ભોને વર્ણવે છે. જોઈએઃ-

આ કવિ સભાન છે કે પોતાનો અવાજ તો ચોખ્ખો અને નક્કર હતો – નદીને આ કાંઠેથી બૂમ પાડતો હતો ને સામી ભેખડોમાં એના પડઘા પડીને કવિ પાસે એ અવાજ પાછો વળતો હતો. ક્યાં ગયો એ અવાજ? ગામ છૂટતાં એ ‘તાકાત’ પણ ગઈ? કે પછી ‘સભ્યતાનો કૃતક પાસ’ બેઠો છે?! કવિ પૂછે છે – ‘આટલી બધી આંતરીઓ કેમ પડી ગઈ અવાજમાં?’ – ‘આંતરી’ પડવી એ રૂઢિપ્રયોગનો અહીં કવિએ વિલક્ષણ ઉપયોગ કર્યો છે. તળ બોલી કેવી તો મદદે આવે છે! કવિ યાદ કરે છે આખો ગ્રામીણ પરિવેશ, થાપાવાળી ભીંતો, રેતની ઓકળિયો – બધું જ કવિ હવે ભૂલી રહ્યો છે... ને હવે એ એના વશમાં નથી! રક્તમાં એક જુદો જ ફાંટો આગળ વધી રહ્યાની વેદના પીડે છે. અરે, જે સરકારી મુસદ્દાઓ અર્થહીન છે – બનતાં પહેલાં જ વસૂકી ગયેલા છે – એને માટે કવિએ પોતાના શબ્દો વેડફવા પડે છે!! કેવા કરુણ વિપર્યાસ છે... કવિનો શબ્દ ક્યાં મરી રહ્યો છે! – ને શબ્દનું મૃત્યુ તે કવિનું જ મૃત્યુ છે. વળી શબ્દો તો કેવા? રાવજી પટેલના મલકનો (કાનવાડી ગામ, જિલ્લો આણંદ, તા. આંકલાવઃ દલપતનું વતન છે – મહીસાગર કાંઠે જ...) કવિ તદ્દન નવી વાત કરે છે – ‘જીંડવામાંથી તડકાસોતી ફૂટીને/ ભોંય ઉપર પડતી દીવેલી જેવા મારા શબ્દો – ‘કેવા નકરા, નવા’ને અર્થઘન શબ્દને કવિ આવા કલ્પનથી રજૂ કરે છે. ને આવા શબ્દોનાં ‘નાકાં કોઈકે તોડી નાખ્યાં છે!’ – નાકું તૂટી જાય તો પછી બીજ ઊગતું નથી... શબ્દનું પણ એવું જ! રાવજીથી નોખા પડીને આ કવિ નિજી તાકાતથી ગ્રામજીવનના અસલને વર્ણવે છે – બીજા એક કાવ્યમાં છૂટી ગયેલા ગામમાં પાછો ગયેલો કાવ્યનાયક જે સંવેદના અનુભવે છે તે કવિ આલેખે છે. પોતાની નદી મહીમાતા. એની ભેખડો પણ હવે તૂટીને વહી ગઈ છે... આ અનુભવ કવિના શબ્દોમાં આમ મૂકાયો છેઃ

આખા પટ ઉપર/ છીપલીઓ બાળકની કોરી, ઉત્સુક આંખો જેવી/ પથરાયેલી હતી! / જળની ઓકળીઓ જેવી રેતીની ઝૂલ / વાળીને ઉપાડી લેવાનું મન થયું. / માનો પાલવ આંખે. મોઢે અને આખે ડીલે વીંટ્યાના દિવસો યાદ આવી ગયા. / કરકરિયા પથ્થરની ઢગલી જેવું / હું ભેગું થવા મથ્યો. / મેં ઉઘાડા પગે ચાલવા માંડ્યું / અને રેતી ‘નદી લઈને ઊતરી પડી અંદર!
::આખા પટ ઉપર/ છીપલીઓ બાળકની કોરી, ઉત્સુક આંખો જેવી/ પથરાયેલી હતી! / જળની ઓકળીઓ જેવી રેતીની ઝૂલ / વાળીને ઉપાડી લેવાનું મન થયું. / માનો પાલવ આંખે. મોઢે અને આખે ડીલે વીંટ્યાના દિવસો યાદ આવી ગયા. / કરકરિયા પથ્થરની ઢગલી જેવું / હું ભેગું થવા મથ્યો. / મેં ઉઘાડા પગે ચાલવા માંડ્યું / અને રેતી ‘નદી લઈને ઊતરી પડી અંદર!
જે ગયું તે તો ગયું જ, પણ એની પીડાભરી કે પ્રસન્નકર યાદો ઝટ છૂટતી નથી; ખૂટતીય નથી. આ કવિ તો ગામડું છોડીને હવે શહેરમાં (પહેલાં અમદાવાદ, હવે ગાંધીનગરમાં) સ્થાયી થયો છે. પણ ઘર-ગામ-ખેતર-વાડ-ચણોઠી-ઝાડવાં અહીં પણ પીછો કરે છે. કવિ કૂંડામાં ચણોઠી વાવી બેઠો છે ને એ તો હવે ખૂબ ફાલી છે એની સીંગો અને નવી ડૂંખોય તે લીલી સાપણો જેવી બારી ઉપર હલ્યા કરે છે.

આ સીંગો વ્હેંચીને કવિદંપતિ પ્રસન્ન હતું. પણ ઘર મોટું કરવાની લ્હાયમાં કવિના હાથે વૃક્ષ – સરગવો કાપવાનો અપરાધ થઈ ગયો છે. એ વૃક્ષ ફસડાઈ પડ્યાની ક્ષણોનો વલવલાટ હજી કવિને જંપવા દેતો નથી. કવિ કહે છે કે ઘરનો ડ્રોઈંગ રૂમ બરાબર ગોઠવાઈ ગયો છે. પણ કવિને પજવે છે પેલી નાનકડી ક્યારીઓ – જે ડ્રોઈંગ રૂમ બનતાં પહેલાં નાનકડા ખેતરરૂપે હતી. જેમાં તુવેર-પાપડી-ભીંડા-ગુવારની હારો થતી હતી. આ કાવ્યો તો પ્રતીકાત્મક છે. આપણે યંત્રસંસ્કૃતિ અને ભૌતિકવાદની દોડમાં સમૂળગાં ખેતરો જ વધેરી બેઠા છીએ.

Line 161: Line 161:
અહીં ઊગેલા માણસો રહેતા નથીઃ/ આવેલા માણસો રહે છે!/ મૂળ ઉઘાડાં થઈ જાય ત્યાં સુધીની/ માટી કાઢી લીધી છે એમણે!

વૃક્ષોને લાગે છે (માણસોને ભલે ના લાગે) કે ‘એમનામાં રોજ કોઈ/ સિમેન્ટ પૂરી રહ્યું છે!/ વર્ષોવર્ષ ‘વનમહોત્સવ’ ઊજવતાં સરકારી તંત્રો અને ખૂટલ માણસોની મજાક કરતાં કવિ લખે છેઃ

જુઓ જુઓ/ લીલાં ઝાડનો દેવતા પાડનારા આ લોકો/ વરસાદની ઝાડીમાં ના’તાં વૃક્ષોનાં / પૉસ્ટરો લઈને નીકળ્યા છે / તેઓ થોડા નારા કરશે / માટી વિનાના ખાડાઓમાં થોડાં ઝાડ રોપશે / ઝારી વડે ઉપર ઉપરથી પાણી રેડશે / પછી ઘરે જઈ / આખું વન અંગૂઠે ઠેલી દેશે!
::જુઓ જુઓ/ લીલાં ઝાડનો દેવતા પાડનારા આ લોકો/ વરસાદની ઝાડીમાં ના’તાં વૃક્ષોનાં / પૉસ્ટરો લઈને નીકળ્યા છે / તેઓ થોડા નારા કરશે / માટી વિનાના ખાડાઓમાં થોડાં ઝાડ રોપશે / ઝારી વડે ઉપર ઉપરથી પાણી રેડશે / પછી ઘરે જઈ / આખું વન અંગૂઠે ઠેલી દેશે!
આ વ્યંગોક્તિને કશા ટિપ્પણની જરૂર છે ખરી? દલપત પઢિયારમાંના કવિને આવા લોકોની વચ્ચે રહેવાનું આવેલું છે. ને કવિ હોય તે ક્યાં સુધી ચૂપ રહેવાનો હતો ભલા! નગર અને જનપદ બંનેને કવિતામાં આમ સાથલગાં (સહોપસ્થિતિએ) મૂકીને કવિ બાકીની બધી વાતો વ્યંજિત કરી દે છે. સરળ લાગતી ઉક્તિઓ કાવ્યાત્મક ગર્ભોક્તિઓ બની રહે છે એમાં અછાંદસના કવિની સિદ્ધિ છે.

દલપત પઢિયારનો બીજો મુકામ તે ગીતકવિતા છે. જોકે ગીતકવિતા એમની પહેલી નિસબત અને અંતરની આરત છે એમ કહેવું વધુ ઉચિત લાગે છે. દલપત પઢિયાર અચ્છા ભજનિક છે – લોકસાહિત્ય પરંપરામાં આવતા સંતસંપ્રદાયના સાહિત્યના તેઓ મર્મી છે. તળ ગામડેથી આવે છે – એમની વાણીમાં માટીની મહેક છે અને તળજીવનના રંગો છે. હોદ્દે સંયુક્ત માહિતી નિયામક રહેલા આ માણસનું ખરું સ્થાન તો એમની ભજનવાણીમાં આસ્થા રાખતાં એમનાં ભક્તોમાં રહેલું છે. ભક્તો માટે એ રવિભાણ સંપ્રદાયની પરંપરાપ્રાપ્ત પીઠના ‘ગાદીપતિ’ છે. પણ નિર્દંભ અને નિર્દોષ એવા આ કવિવ્યક્તિત્વને માનવપ્રેમમાં જ પારાવાર શ્રદ્ધા છે.

મધ્યકાલીન સંત પંરપરાની પદ/ ભજન રીતિની કાવ્ય-સૃષ્ટિને દલપત પઢિયાર આપણા ઊર્મિગીતમાં ઢાળે છે. અધ્યાત્મ, તત્ત્વવિચાર, સંતવાણી તથા આત્મવિમર્શને આ કવિ ગીતકવિતામાં અવતારે છે. એમાં ય લોકલય તથા લોકભાષાનો વિનિયોગ કરવાથી ગીતો સહજ હલકવાળાં અને ભાવાભિવ્યક્તિ બાબતે રણકાદાર બન્યાં છે. પાટ, દીવો, વાયક-જેવાં લોકતત્ત્વોનો પ્રયોગ પણ ઉપકારક બન્યો છે.

અમને કોની રે સગાયું આજ સાંભરે
:* અમને કોની રે સગાયું આજ સાંભરે
ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો
:* ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો
કિયા તમારા દેશ દલુભા કિયાં તમારાં કૂળ?
:* કિયા તમારા દેશ દલુભા કિયાં તમારાં કૂળ?
કોઈ રે ઉતારો મારો અંચળો
:* કોઈ રે ઉતારો મારો અંચળો
સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ ગ્યાં’તાં જમુનાજીને તીર, ઝીલણ ઝીલવાને...
:* સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ ગ્યાં’તાં જમુનાજીને તીર, ઝીલણ ઝીલવાને...
મેં તો ઉંબર પર દીવડો મેલ્યો...
:* મેં તો ઉંબર પર દીવડો મેલ્યો...
કોઈ અંધારાને કાપો, અમને ઝળહળ દીવડા આપો...
:* કોઈ અંધારાને કાપો, અમને ઝળહળ દીવડા આપો...
– આવાં અનેક ગીતો આખેઆખાં નોંધીને એના કાવ્યગુણો સમેત દર્શાવી-વર્ણવી શકાય એમ છે. ગુજરાતી કવિતામાં આવાં સંતવાણી કક્ષાના ગીતો દલપત પઢિયારનો નિજી વિશેષ છે. સ્વકંઠે ઊંડી આરત સાથે પોતીકી પ્રતીતિને ગાતો આ કવિ માર્મિકતા અને અર્થપૂર્ણતાનો સોબતી છે.

[કવિશ્રી મણિલાલ હ. પટેલની કવિતા વિશે શ્રી રાજેન્દ્ર પટેલે (‘અવગત’ પૃ ૮૫ થી ૯૭) લખેલા લેખનો અંશ, લેખકના સૌજન્ય-સ્વીકાર સાથે, પુસ્તક અને લેખની જરૂરિયાત મુજબ ઔચિત્ય જાળવવા અહીં મૂક્યો છે, જે મણિલાલની કવિતાના વિશેષો દર્શાવે છે.]

મણિલાલ હ. પટેલ એવા એક કવિ છે, જે પેલી ઝાંખી થતી સંસ્કૃતિ અને વેરાન પ્રકૃતિની આસપાસ વ્યક્તિચેતનાને મૂકી અત્યારની સમય સંવેદનાને વધુ પ્રસ્તુત બનાવે છે. આ કવિ ઘણું બધું જુએ છે. વ્યાપક ને ઝીણું જુએ છે. આપણી આસપાસ જે જગત છે તે, જુદી રીતે જુએ છે. શેલી કે બાયરન કહેતા તેમ, ‘ધ વર્ડ ઈઝ ટૂ મચ વિથ અસ.’ જગતનું અપાર સૌંદર્ય આપણી આસપાસ વિલસે છે. આ કવિ તે જુએ છે અને અત્યારના સમયની વેદનાને અભિવ્યક્ત કરે છે. કવિ, આ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વ્યક્તિવિચ્છેદની વેદનાની અભિવ્યક્તિ દ્વારા પુનઃસંવાદ વાંછે છે. એક કાવ્યમાં એ કહે છે.
મણિલાલ હ. પટેલ એવા એક કવિ છે, જે પેલી ઝાંખી થતી સંસ્કૃતિ અને વેરાન પ્રકૃતિની આસપાસ વ્યક્તિચેતનાને મૂકી અત્યારની સમય સંવેદનાને વધુ પ્રસ્તુત બનાવે છે. આ કવિ ઘણું બધું જુએ છે. વ્યાપક ને ઝીણું જુએ છે. આપણી આસપાસ જે જગત છે તે, જુદી રીતે જુએ છે. શેલી કે બાયરન કહેતા તેમ, ‘ધ વર્ડ ઈઝ ટૂ મચ વિથ અસ.’ જગતનું અપાર સૌંદર્ય આપણી આસપાસ વિલસે છે. આ કવિ તે જુએ છે અને અત્યારના સમયની વેદનાને અભિવ્યક્ત કરે છે. કવિ, આ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વ્યક્તિવિચ્છેદની વેદનાની અભિવ્યક્તિ દ્વારા પુનઃસંવાદ વાંછે છે. એક કાવ્યમાં એ કહે છે.{{Poem2Close}}
બાની સાથે ગયું બાળપણ, ગામ જવાની હઠ છોડી દે,
<poem>બાની સાથે ગયું બાળપણ, ગામ જવાની હઠ છોડી દે,
વસતિ વચ્ચે વિસ્તરતું રણ, ગામ જવાની હઠ છોડી દે
વસતિ વચ્ચે વિસ્તરતું રણ, ગામ જવાની હઠ છોડી દે</poem>
બા કહેતાં જનેતા તો ખરી જ, પણ સાથે-સાથે જગતજનેતા પણ ખરી. બાળપણ કહેતાં શૈશવ તો ખરું જ, પણ પ્રાકૃતિક અવસ્થા પણ ખરી, કારણ કે, બીજી જ પંક્તિમાં કહે છે, ‘વસતિ વચ્ચે વિસ્તરતું રણ’ – ભર્યાભર્યા જીવન વચ્ચે રણ તો જ વિસ્તરે, જ્યારે આપણે પર્યાવરણની ક્રૂર દશા કરી હોય, માનવીય સંવેદનાને કૃતક બનાવી હોય. સંવેદનહીનતા અને પ્રકૃતિવિચ્છેદનાં કારણો આપણને મૂળ વિચ્છેદનો અનુભવ કરાવે છે.
{{Poem2Open}} બા કહેતાં જનેતા તો ખરી જ, પણ સાથે-સાથે જગતજનેતા પણ ખરી. બાળપણ કહેતાં શૈશવ તો ખરું જ, પણ પ્રાકૃતિક અવસ્થા પણ ખરી, કારણ કે, બીજી જ પંક્તિમાં કહે છે, ‘વસતિ વચ્ચે વિસ્તરતું રણ’ – ભર્યાભર્યા જીવન વચ્ચે રણ તો જ વિસ્તરે, જ્યારે આપણે પર્યાવરણની ક્રૂર દશા કરી હોય, માનવીય સંવેદનાને કૃતક બનાવી હોય. સંવેદનહીનતા અને પ્રકૃતિવિચ્છેદનાં કારણો આપણને મૂળ વિચ્છેદનો અનુભવ કરાવે છે.
મણિલાલ પટેલની આ નિજી મુદ્રા છે. સરળ બાનીમાંં, બદલાતા સમયમાં ભોગ બનતી આપણી અણમોલ સૃષ્ટિ અને અમૂલ્ય જીવનને વિમુખ થતું દર્શાવે છે. કવિ કૃષિસંસ્કૃતિ અને ગ્રામચેતનાની વચ્ચે આજના મનુષ્યને મૂકે છે, ત્યારે કેવી હૃદયદ્રાવક વાત બને છે, એની સહજ અભિવ્યક્તિ કરે છે. કેવળ પર્યાવરણની ખેવના નહીં, પણ એની પાછળ મનુષ્યચેતનાને સતત જાગતી રાખવાનો પ્રયાસ કવિ કરતા રહે છે.
મણિલાલ પટેલની આ નિજી મુદ્રા છે. સરળ બાનીમાંં, બદલાતા સમયમાં ભોગ બનતી આપણી અણમોલ સૃષ્ટિ અને અમૂલ્ય જીવનને વિમુખ થતું દર્શાવે છે. કવિ કૃષિસંસ્કૃતિ અને ગ્રામચેતનાની વચ્ચે આજના મનુષ્યને મૂકે છે, ત્યારે કેવી હૃદયદ્રાવક વાત બને છે, એની સહજ અભિવ્યક્તિ કરે છે. કેવળ પર્યાવરણની ખેવના નહીં, પણ એની પાછળ મનુષ્યચેતનાને સતત જાગતી રાખવાનો પ્રયાસ કવિ કરતા રહે છે.{{Poem2Close}}
પાછો આવી ગયો છું,/ મારાં સીમવગડામાં,/ બહુ ઊંડા ચાસ પડી ગયા છે મારામાં, તે –/ ખેતરો પૂછે છે કે, કોતરો ક્યાંથી લાવ્યો? હેં?/ ભલા માણસ!/ બહુ દૂર નીકળી ગયો હતો?/ ઊષર માટીમાં કશું ઊગતું નથી, જાણે છે ને!!
::પાછો આવી ગયો છું,/ મારાં સીમવગડામાં,/ બહુ ઊંડા ચાસ પડી ગયા છે મારામાં, તે –/ ખેતરો પૂછે છે કે, કોતરો ક્યાંથી લાવ્યો? હેં?/ ભલા માણસ!/ બહુ દૂર નીકળી ગયો હતો?/ ઊષર માટીમાં કશું ઊગતું નથી, જાણે છે ને!!
આ કવિનું માનવું છે ‘આસું છે માટે જીવન છે. વળી માટીથી કોઈ મોટી મા નથી ને વૃક્ષથી કોઈ મોટો દેવ નથી.’

આપણી અંદર મસમોટાં કોતરો કોતરાઈ ચૂક્યાં છે. એવું તો પેલી પ્રકૃતિ જ ચીંધે છે. પોતાની કવિતામાં આ બદલાતાં જીવન તરફ પ્રકૃતિના માધ્યમથી સહજ ધ્યાન દોરવું એ આ કવિની વિશેષતા છે.

રિલ્કેએ એક કાવ્ય રચવા માટે કવિએ શું શું કરવું જોઈએ, એટલે કવિએ કેટકેટલા અનુભવજગતમાંથી પસાર થવું જોઈએ, એની વાત કરી છે. ‘કાવ્ય લોકો કલ્પે છે, એમ કેવળ લાગણીની અભિવ્યક્તિ નથી. એ નક્કર અનુભવ હોય છે. એક કવિતા માટે કવિએ ઘણાં બધાં નગરો, માણસોને, વસ્તુઓને જોવાં પડે. પ્રાણીજગત વિશે જાણવું પડે. પક્ષી કેવી રીતે ઊડે છે, એ જાણવું પડે, સવારે ઊગતું ફૂલ, કેવી છટા દાખવે છે. એ જોવું પડે. વિચારોના અજાણ્યા પ્રદેશમાં પાછા પ્રવેશવું પડે. અણાધાર્યા સાહસો કરવાં પડે અને રૂઢ થઈ ગયેલાં દર્શનનો વિચ્છેદ સર્જવો પડે. શૈશવની ધૂંધળી ક્ષણોમાં પાછું ફરવું પડે. પ્રેમની પ્રગાઢ રાત્રીઓનો અનુભવ કરવો પડે. સ્ત્રીની પ્રસૂતિની પીડાની વેદના અનુભવવી જોઈએ, બાળક સાથે સ્ત્રીને સૂતી, જાગતી, એકાકાર થતી જોવી પડે.’

મણિલાલ પટેલની કાવ્યસૃષ્ટિમાં આપણને પ્રકૃતિનું દર્શન, શૈશવનું વિશદ ચિત્ર, પશુ-પંખી, વન, વનસ્પતિ, ફૂલ-ઝાડની સૃષ્ટિ જોવા મળે છે. એમની રચનાઓમાં ‘ભૂંસાતાં ગ્રામ-ચિત્રો’ ઊતરી આવ્યાં છે. વતન-ઝુરાપો, ઘર-ઝુરાપો, અતીતરાગ અન્વયે એ પુનઃ પુનઃ પેલી ભૂંસાતી મનુષ્ય-ચેતનાને પ્રદીપ્ત કરે છે.

એક ત્રીજી મહત્ત્વની વાત આ કવિની એ છે કે, ઘણાં કાવ્યોમાં આખેઆખો મલક, કાવ્ય-નાયક તરીકે વ્યક્ત થાય છે, એ કહે છે ‘મલકે મને આપ્યું, તો મલકને હું શું આપું?’ એમણે શબ્દ પ્રત્યે નિસબત અને નિષ્ઠા આપી. એક કાવ્યમાં એ કહે છે.
એક ત્રીજી મહત્ત્વની વાત આ કવિની એ છે કે, ઘણાં કાવ્યોમાં આખેઆખો મલક, કાવ્ય-નાયક તરીકે વ્યક્ત થાય છે, એ કહે છે ‘મલકે મને આપ્યું, તો મલકને હું શું આપું?’ એમણે શબ્દ પ્રત્યે નિસબત અને નિષ્ઠા આપી. એક કાવ્યમાં એ કહે છે.{{Poem2Close}}
માણસ નહીં હું મલક છું. થાય અનુભવ એવો
<poem>માણસ નહીં હું મલક છું. થાય અનુભવ એવો
ભીતરથી ખોદો મને મોહન-જો-દડો જેવો.
ભીતરથી ખોદો મને મોહન-જો-દડો જેવો.</poem>
વૃક્ષને વ્હાલ કરતો આ કવિ એટલે જ કહે છે કેઃ-
{{Poem2Open}} વૃક્ષને વ્હાલ કરતો આ કવિ એટલે જ કહે છે કેઃ-{{Poem2Close}}
કૂંપળ પત્રો ડાળી થડ ને મૂળ માટીમાં ભળવું
<poem>કૂંપળ પત્રો ડાળી થડ ને મૂળ માટીમાં ભળવું
મારે સાચું વૃક્ષ બનીને દુઃખ એનું સાંભળવું.
મારે સાચું વૃક્ષ બનીને દુઃખ એનું સાંભળવું.</poem>
બર્નાર્ડ રસેલે મનુષ્યજાતિના ત્રણ મૂળ પ્રશ્નો તરફ ધ્યાન આપ્યું છે. ત્રણ પ્રશ્નો આપણાં અસ્તિત્વના પ્રાણપ્રશ્નો છે. ત્રણ પ્રશ્નોમાં બધા જ પ્રશ્નો સમાવિષ્ટ થાય છે. ૧. મેન વિથ ધ નેચર (મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના પ્રશ્નો), ૨. મેન વિથ ધ ફેલો મેન (મનુષ્ય મનુષ્ય સાથેના પ્રશ્નો), ૩. મેન વિધ હિમસેલ્ફ (જાત સાથેના પ્રશ્નો) – આ ત્રણેય પ્રશ્નો જુદી જુદી રીતે મણિલાલ પટેલની કાવ્યસૃષ્ટિમાં અભિવ્યક્ત થાય છે. એ કાવ્યનાં જુદાં-જુદાં સ્વરૂપોનાં માધ્યમથી કાવ્યતત્ત્વને પકડવા મથે છે અને તેથી આ મૂળ પ્રશ્નો પત્યે ભાવકનું ધ્યાન જાય છે. વિચ્છેદની વેદનાની અભિવ્યક્તિનો પ્રત્યેક શબ્દ નવતર ભાવચેતનાની આશા જન્માવે છે. એ માટે કવિ સૉનેટ, ગીત, ગઝલ, ચોપાઈ, દોહરા કે અછાંદસ સ્વરૂપો દ્વારા બદલાતી સૃષ્ટિને metaphor ચિત્રો; ભાવચિત્રો અને કલ્પન-પ્રતીકો યોજીને અનોખી રીતે દર્શાવે છે.
{{Poem2Open}} બર્નાર્ડ રસેલે મનુષ્યજાતિના ત્રણ મૂળ પ્રશ્નો તરફ ધ્યાન આપ્યું છે. ત્રણ પ્રશ્નો આપણાં અસ્તિત્વના પ્રાણપ્રશ્નો છે. ત્રણ પ્રશ્નોમાં બધા જ પ્રશ્નો સમાવિષ્ટ થાય છે. ૧. મેન વિથ ધ નેચર (મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના પ્રશ્નો), ૨. મેન વિથ ધ ફેલો મેન (મનુષ્ય મનુષ્ય સાથેના પ્રશ્નો), ૩. મેન વિધ હિમસેલ્ફ (જાત સાથેના પ્રશ્નો) – આ ત્રણેય પ્રશ્નો જુદી જુદી રીતે મણિલાલ પટેલની કાવ્યસૃષ્ટિમાં અભિવ્યક્ત થાય છે. એ કાવ્યનાં જુદાં-જુદાં સ્વરૂપોનાં માધ્યમથી કાવ્યતત્ત્વને પકડવા મથે છે અને તેથી આ મૂળ પ્રશ્નો પત્યે ભાવકનું ધ્યાન જાય છે. વિચ્છેદની વેદનાની અભિવ્યક્તિનો પ્રત્યેક શબ્દ નવતર ભાવચેતનાની આશા જન્માવે છે. એ માટે કવિ સૉનેટ, ગીત, ગઝલ, ચોપાઈ, દોહરા કે અછાંદસ સ્વરૂપો દ્વારા બદલાતી સૃષ્ટિને metaphor ચિત્રો; ભાવચિત્રો અને કલ્પન-પ્રતીકો યોજીને અનોખી રીતે દર્શાવે છે.
૦૦૦
{{Center|૦૦૦}}
મનોહર ત્રિવેદી ગ્રામચેતનાની ગીત કવિતાનો પ્રમુખ અને બળૂકો અવાજ લઈને આવ્યા છે. કોઈ સીમવગડાનો ખેડૂત કે નિત્યનો ફરંદો માણસ જે રીતેભાતે વગડાને-ખેતરવાડીને જાણે એ રીતે મનોહરને આ વગડાઉ પરિવેશ આત્મસાત્‌ થયેલો છે. વળી ગામડાંની નસેનસનો તથા યુવાહૈયાંની પ્રેમસંવેદનાનો પણ એ માહેર છે. એ બોલી-લય-પરિસર લઈને મનોહર ગીત, સૉનેટ, છાંદસ-અછાંદસ અને ગઝલ સરખી હથોટીથી સર્જી આપે છે. આ સૌમાં એમનો કાવ્યવિશેષ ગીતોમાં તો શિરમોેડ સમાન છે. જોઈએઃ