ભારતીય કાવ્યસિદ્ધાંત/રસની સંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
Line 5: Line 5:
પણ ભરતમુનિ પછીના આ કાવ્યશાસ્ત્રીઓ શાંતરસનો સ્વીકાર કરે છે. એના સ્થાયી ભાવ તરીકે નિર્વેદ અથવા શમ ગણાવાય છે. આચાર્ય અભિનવગુપ્ત જેવા એને તત્ત્વજ્ઞાન, ચૈતન્ય, આત્મા તરીકે પણ ઓળખાવે છે; કેમ કે આ નિર્વેદ અથવા શમ તત્ત્વજ્ઞાનમાંથી, જીવનની સાચી સમજણમાંથી, આત્માની ઓળખમાંથી સ્ફુરતો હોય છે. કોઈને પહેલી દૃષ્ટિએ એમ લાગે કે રસચર્ચામાં વળી આવી તત્ત્વની – આત્માની ગંભીર વાતને શું સ્થાન હોય? નિર્વેદ અને શમ તો વિરાગીપણાનાં ચિહ્ન છે, રસિકતાનાં નહિ. પણ આ દલીલ બરાબર નથી. રસનું ઉપાદાન માનવમનના અનેકવિધ ભાવો છે અને શમ કે નર્વેદ કે નિવૃત્તિ એ માનવમનનો જ એક ભાવ છે. વળી એને સ્થાયી ભાવ ગણવામાં પણ કાંઈ ભૂલ થતી હોય એમ જણાતું નથી, કારણ કે આ ભાવ માનવમાત્રને સામાન્ય છે. માનવ વિચારશીલ પ્રાણી છે અને ગમે તેવો માણસ પણ જીવનના અમુક પ્રસંગે જીવન તરફ ગંભીર-તત્ત્વચિંતનની વૃત્તિ રાખી શમ કે નિર્વેદનો ભાવ અનુભવ્યા વિના રહેતો નથી. બીજાં પ્રાણીઓથી માનવનું વ્યાવર્તક લક્ષણ જ કદાચ આ છે. આમ, શમ અથવા નિર્વેદ સ્થાયી ભાવ ગણાવા યોગ્ય છે અને તેથી શાંતરસનો પણ સ્વીકાર કરવાનો રહે છે.

પણ કાવ્યનાટ્યમાં શાંતરસનું સંયોજન કેટલા પ્રમાણમાં થઈ શકે એ વિચારવા જેવું છે. કાવ્ય તો નિરાંતથી મનની અનુકૂળ અવસ્થામાં વ્યક્તિગત રીતે આસ્વાદી શકાય. ‘રઘુવંશ’ના આઠમા સર્ગમાં ‘अथ वीक्ष्य रघुः प्रतिष्ठितम्..’થી શરૂ થતા શ્લોકોમાં રઘુના શમના ભાવનું જે વર્ણન છે તેની સાથે આપણે તન્મય થઈ શકીએ છીએ. પણ નાટકમાં તો બે બાજુથી મુશ્કેલી છે. એક તો, શમના ભાવનો અભિનય નટને માટે મુશ્કેલ બનવાનો સંભવ છે; અને બીજું, એ જાતનો અભિનય બધી કક્ષાના ભાવકોના ચિતને ક્યાં સુધી જકડી રાખી શકે એ એક પ્રશ્ન છે. એટલે શાંતરસને, એના રૂઢ અર્થમાં, નાટકમાં બહુ અવકાશ નથી.

રસની સંખ્યામાં પાછળથી ઉમેરા થતા આવ્યા છે. રુદ્રટે પ્રેયાન્ રસ, ભોજે ઉદાત્ અને ઉદ્વત અને વિશ્વનાથે વત્સલ રસનો ઉમેરો કર્યો છે. એ ઉપરાંત પણ કેટલાક કાર્પણ્ય, લૌલ્ય, માધુર્ય, ભક્તિ, શ્રદ્ધા, બ્રાહ્મ આદિ રસોને ઉલ્લેખ કરે છે. રસની સંખ્યા આમ એટલી વધવા માંડી કે ‘કાવ્યાલંકાર’ના ટીકાકાર નમિસાધુને કહેવું પડ્યું કે : नास्ति काऽपि चित्तवृत्तिर्या परिपोषं गता न रसीभवति ।
રસની સંખ્યામાં પાછળથી ઉમેરા થતા આવ્યા છે. રુદ્રટે પ્રેયાન્ રસ, ભોજે ઉદાત્ત અને ઉદ્ધત અને વિશ્વનાથે વત્સલ રસનો ઉમેરો કર્યો છે. એ ઉપરાંત પણ કેટલાક કાર્પણ્ય, લૌલ્ય, માધુર્ય, ભક્તિ, શ્રદ્ધા, બ્રાહ્મ આદિ રસોને ઉલ્લેખ કરે છે. રસની સંખ્યા આમ એટલી વધવા માંડી કે ‘કાવ્યાલંકાર’ના ટીકાકાર નમિસાધુને કહેવું પડ્યું કે : नास्ति काऽपि चित्तवृत्तिर्या परिपोषं गता न रसीभवति ।
પણ ઉપરના રસોમાંથી કેટલાકનાં ઉપાદાન, આપણે જેને વ્યભિચારી ભાવ ગણાવેલ છે કે ગણાવી શકીએ તેવા ભાવો છે. લૌલ્ય, કાર્પણ્ય કે શ્રદ્ધાને આપણે ભાગ્યે જ સ્થાયી ભાવ તરીકે સ્વીકારવા તૈયાર થઈએ. ઉદાત્ત અને ઉદ્ધત રસના સ્થાયી ભાવ તરીકે ભોજ અનુક્રમે મતિ અને ગર્વને ગણાવે છે; તેને તો શાસ્ત્રીય પરંપરાએ વ્યભિચારી ભાવ જ ગણાવેલ છે. આ પ્રમાણે વ્યભિચારી ભાવોમાં સ્થાયિત્વ આરોપીને રસની સંખ્યામાં વધારો કરવા જઈએ તો એનો ક્યાંય છેડો ન આવે. વળી આમાંથી કોઈ પણ ભાવમાં એવી ઉત્કટતા નથી કે એનો સ્વતંત્ર રસ તરીકે સ્વીકાર કરી શકાય.

રુદ્રટ સ્નેહને પ્રેયાન્ રસનો સ્થાયી ભાવ ગણાવે છે. આ રસને શૃંગારથી ભાગ્યે જ જુદો પાડી શકાય. કદાચ વાત્સલ્યના ભાવને અંતર્ગત કરવા એણે આવા ભિન્ન રસની કલ્પના કરી હોય. એમ તો વિશ્વનાથ પણ જુદો વત્સલ રસ સ્વીકારે છે.

Navigation menu