ભારતીય કાવ્યસિદ્ધાંત/રસની સંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
મધુર અથવા માધુર્ય રસ તો વૈષ્ણવોએ શૃંગારને આપેલું નામ છે. તેમની ભક્તિ પ્રેમલક્ષણા છે અને તેનું ઉપાદાન છે દેવવિષયક રતિ. તેઓ કૃષ્ણને બાળસ્વરૂપે જુએ છે, તેમ ગોપીજનવલ્લભરૂપે પણ જુએ છે. આથી એમનો ભક્તિરસ વત્સલ કે શૃંગારને મળતો આવે. પણ શૃંગારનો રૂઢ અર્થ એમના આ ભક્તિભાવને વ્યક્ત કરવામાં કામ આવે તેમ નથી; કારણ કે સામાન્ય રીતે એને કામદેવના પ્રભાવનું ફળ માનવામાં આવે છે. આથી વૈષ્ણવોએ પોતાની પ્રેમલક્ષણા ભક્તિના ભાવને વ્યક્ત કરવા શૃંગારને બદલે મધુર અથવા માધુર્ય રસ એવો શબ્દ યોજ્યો છે.

આમ જોઈએ તો વત્સલ કે ભક્તિ પણ શૃંગારથી તત્ત્વતઃ ભિન્ન નથી. બધાનું ઉપાદાન તો સમાન છે- રતિ. ભક્તિમાં દેવવિષયક રતિ છે, તો વત્સલમાં સંતાનવિષયક રતિ છે; ભેદ માત્ર આલંબનનો છે. એટલે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેવળ દામ્પત્યવિષયક રતિ હોય તેને જ આપણે શૃંગારમાં સ્થાન આપી શકીએ કે કેમ? કાવ્યશાસ્ત્રીઓ તો દેવવિષક કે સંતાનવિષયક રતિને રસધ્વનિકાવ્ય નહિ, પણ ભાવધ્વનિકાવ્યમાં સ્થાન આપે છે; એટલે કે દામ્પત્યવિષયક, દેવવિષયક, સંતાનવિષયક આદિ રતિની સજાતીયતા તેઓ સ્વીકારે છે, પણ દેવવિષયક કે સંતાનવિષયક રતિ માત્ર ભાવરૂપે આસ્વાદ્ય બને, રસરૂપે ન પરિણમે એમ તેઓ કહે છે. આનું કારણ એવી માન્યતામાં રહેલું જણાય છે કે સંતાન, દેવ આદિ વિષયોમાં ચિત્ત એટલું દ્રવણશીલ ન બની સકે. જેટલું દામ્પત્યવિષયમાં બની શકે છે. એટલે પ્રશ્ન અંતે તો માન્યતાનો આવીને ઊભો રહે છે. આપણે જો એમ માનતા હોઈએ કે સંતાન, દેવ આદિ વિષયોમાં પણ આપણું ચિત્ત એટલું જ દ્રવણશીલ બની શકે, તો સંતાન, દેવ આદિવિષયક રતિને આપણે રસરૂપે પરિણમતી કલ્પી શકીએ. વત્સલ, ભક્તિ આદિ રસનો પાછળથી થયેલો સ્વીકાર આવા માન્યતાભેદને આભારી છે.

આ પ્રમાણે દેવસંતાનાદિવિષયક રતિને આપણે રસરૂપે પરિણમતી કલ્પીએ, છતાં એના ભિન્ન રસો કલ્પવા બરોબર છે? શૃંગારની અંદર એમને સમાવિષ્ટ ન કરી શકાય? શૃંગાર અને રતિની, ભરતમુનિએ આપેલી ‘यत् किञ्चित् लोके शुचि मेध्यम् उज्जवलं दर्शनीयं वा तत् शृङ्गारेण उपमीयते ।’૧<ref>૧. જગતમાં જે કાંઈ પવિત્ર, કલ્યાણકારી, ઉજ્જવળ અને દર્શનીય છે, તેને શૃંગારની ઉપમા આપવામાં આવે છે.</ref> અને ‘रतिर्मनोनुकूलेऽर्थे मनसः प्रवणायितम् ।’૨
આ પ્રમાણે દેવસંતાનાદિવિષયક રતિને આપણે રસરૂપે પરિણમતી કલ્પીએ, છતાં એના ભિન્ન રસો કલ્પવા બરોબર છે? શૃંગારની અંદર એમને સમાવિષ્ટ ન કરી શકાય? શૃંગાર અને રતિની, ભરતમુનિએ આપેલી ‘यत् किञ्चित् लोके शुचि मेध्यम् उज्जवलं दर्शनीयं वा तत् शृङ्गारेण उपमीयते ।’૧<ref>૧. જગતમાં જે કાંઈ પવિત્ર, કલ્યાણકારી, ઉજ્જવળ અને દર્શનીય છે, તેને શૃંગારની ઉપમા આપવામાં આવે છે.</ref> અને ‘रतिर्मनोनुकूलेऽर्थे मनसः प्रवणायितम् ।’૨<ref>૨. મનને અનુકૂલ એવા અર્થ - પદાર્થ કે વસ્તુ પ્રત્યે મન ઉન્મુખ કે દ્રવણશીલ બને એનું નામ રતિ.</ref> એવી વ્યાપક વ્યાખ્યાઓ સ્વીકારીએ તો દેવસંતાનાદિવિષયક રતિને શૃંગારરસરૂપે પરિણમતી કલ્પી શકાય. પણ શૃંગાર શબ્દનો જે રૂઢ અર્થ છે તે દામ્પત્યવિષયક રતિને જ અનુલક્ષે છે અને ભારતીય કાવ્યશાસ્ત્રીઓ પણ સામાન્ય રીતે એ જ અર્થમાં એને પ્રયોજે છે. આથી જ તો જેમણે દામ્પત્ય સિવાયની રતિને રસરૂપે પરિણમતી કલ્પી, તેમણે એને માટે જુદાં જ નામો યોજ્યાં.
<ref>૨. મનની અનુકૂલ એવા અર્થ - પદાર્થ કે વસ્તુ પ્રત્યે મન ઉન્મુખ કે દ્રવણશીલ બને એનું નામ રતિ.</ref> એવી વ્યાપક વ્યાખ્યાઓ સ્વીકારીએ તો દેવસંતાનાદિવિષયક રતિને શૃંગારરસરૂપે પરિણમતી કલ્પી શકાય. પણ શૃંગાર શબ્દનો જે રૂઢ અર્થ છે તે દામ્પત્યવિષયક રતિને જ અનુલક્ષે છે અને ભારતીય કાવ્યશાસ્ત્રીઓ પણ સામાન્ય રીતે એ જ અર્થમાં એને પ્રયોજે છે. આથી જ તો જેમણે દામ્પત્ય સિવાયની રતિને રસરૂપે પરિણમતી કલ્પી, તેમણે એને માટે જુદાં જ નામો યોજ્યાં.
ભક્તિને ભરતમુનિએ શાંતરસની અંતર્ગત માનેલ છે. એમ કહી શકાય કે ભક્તિ જ્યારે તત્ત્વચિંતનથી પ્રેરાયેલી હોય ત્યારે એનો શાંતમાં સમાવેશ કરીએ; જેમ કે અખાની ભક્તિ. પણ એ જ્યારે પ્રેમલક્ષણ હોય ત્યારે એને કાં તો શૃંગારની અંતર્ગત માનવી પડે કે એને માટે વૈષ્ણવોની જેમ માધુર્ય રસ અથવા તો ભક્તિરસની યોજના કરવી પડે.

આપણે આરંભમાં જ જોયું કે રસનું ઉપાદાન માનવમનના અનેકવિધ ભાવો છે. પ્રજાજીવનનો લાંબો ગાળો લઈએ તો કેટલાક ભાવો ઓછા ઉત્કટ થતા જાય, કેટલાક વધારે ઉત્કટ થતા જાય, કેટલાક નવા ભાવો પણ જાગે. આને લીધે રસની સંખ્યામાં પણ ફેરફાર કરવાનો પ્રસંગ આવે. ઉદાહરણ તરીકે, આજે આપણા જીવનમાં દેશભક્તિનો જે ભાવ જાગ્યો છે તે નવો છે. એ ભાવ સ્વતંત્ર રીતે આસ્વાદ્ય પણ છે. એટલે એને માટે જુદો રસ કલ્પવો જોઈએ.૧<ref>૧. જુઓ પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો ‘રસપરામર્શશક્તિની વિકાસક્ષમતા ને સામાજિકની તટસ્થતા’ એ લેખ : ‘ઉપાયન’ : પૃ.૧૩૯-૧૪૨</ref> સંસ્કૃત કવિતામાં પ્રકૃતિવર્ણન આવતું, પણ કાવ્યશાસ્ત્રીઓએ પ્રકૃતિને ભાવના આલંબન તરીકે નથી જોઈ. એને માત્ર ઉદ્દીપનવિભાવ જ ગણી છે. આજે કવિઓ પ્રકૃતિને માત્ર પ્રકૃતિરૂપે જોઈ એની રમણીયતાનું વર્ણન કરે છે. આવાં શુદ્ધ પ્રકૃતિવર્ણનના કાવ્યોમાં કોઈક જુદો રસ કલ્પવો પડશે. (જોકે પ્રકૃતિ ઘણી વાર અદ્ભુત કે ભયાનક રસનો આલંબનવિભાવ બને છે.) પ્રકૃતિનું રમણીય દર્શનીય તત્ત્વરૂપે વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે ભાવ તો જાગે છે રતિનો; તેથી એને કાં તો શૃંગારમાં સમાવિષ્ટ કરવો પડે, અથવા ભક્તિની જેમ કોઈ જુદો રસ સ્વીકારવો પડે.

Navigation menu