33,001
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨<br>વિવેચક રા. વિ. પા.}} ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિવેચકોમાં રામનારાયણ યોગ્ય રીતે જ સ્થાન પામ્યા છે. વિપુલતા તેમ જ ગુણવત્તા – ઉભય દૃષ્ટિએ એમનું વિવેચનકાર્ય ધ્યાનાર્હ છે. તે...") |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
રામનારાયણ સાહિત્યવિવેચનને સાહિત્યસર્જન માટેના ઉપકારક પરિબળરૂપે જુએ છે. તેઓ સાહિત્ય ક્ષેત્રે નૂતન પ્રયોગ સાથે પરંપરાનુંયે મૂલ્ય પિછાણે છે. તેથી કૃતિનિષ્ઠ સાહિત્યવિવેચના સાથે પરંપરાનિષ્ઠ—ઐતિહાસિક સાહિત્યવિવેચનાનેય તેઓ ઉપયોગી માને છે. તેઓ સાહિત્યવિવેચન-ક્ષેત્રે તુલનાત્મક અભિગમની મર્યાદાઓ જાણવા સાથે જ એ અભિગમનાં જે ઇષ્ટ તત્ત્વો છે તેને આગળ કરે છે.<ref>૨. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૪.</ref> અને તેઓ પોતે પણ યથાવશ્યક વિવેચનની કૃતિનિષ્ઠ, પરંપરાનિષ્ઠ તેમ જ તુલનાત્મક આદિ પદ્ધતિઓનો આશ્રય લે છે. રામનારાયણ સાહિત્યવિવેચનમાં યોગ્ય રીતે જ સૌન્દર્યાનુભવ-રસાનુભવ-આસ્વાદકર્મને જ કેન્દ્રસ્થ લેખે છે.<ref>૩. સાહિત્યવિમર્શ’, પૃ. ૪૦; સાહિત્યાલોક, ૧૯૭૩, પૃ, ૪૨, ૪૫.</ref> વિવેચનનો પ્રાદુર્ભાવ આનંદમાંથી થયો જણાય છે અને એનું લક્ષ્ય પણ આનંદ જ છે. ‘આપણી પાસે રજૂ થયેલી કૃતિ કલાની છે કે નહિ એ એક જ પ્રશ્ન વિવેચનનો છે.’<ref>૪. સાહિત્યવિમર્શ, પૃ. ૩૩.</ref> —એમ તેઓ ભારપૂર્વક જણાવે છે. જોકે અન્યત્ર કલાકૃતિને જે ધોરણોએ કલાકૃતિ લેખવાનું જરૂરી બને છે તે ધોરણોની રજૂઆત પણ વિવેચનના ક્ષેત્રની બાબત હોવાનું નિર્દેશે છે.<ref>૫. સાહિત્યાલોક, પૃ. ૩૫.</ref> | રામનારાયણ સાહિત્યવિવેચનને સાહિત્યસર્જન માટેના ઉપકારક પરિબળરૂપે જુએ છે. તેઓ સાહિત્ય ક્ષેત્રે નૂતન પ્રયોગ સાથે પરંપરાનુંયે મૂલ્ય પિછાણે છે. તેથી કૃતિનિષ્ઠ સાહિત્યવિવેચના સાથે પરંપરાનિષ્ઠ—ઐતિહાસિક સાહિત્યવિવેચનાનેય તેઓ ઉપયોગી માને છે. તેઓ સાહિત્યવિવેચન-ક્ષેત્રે તુલનાત્મક અભિગમની મર્યાદાઓ જાણવા સાથે જ એ અભિગમનાં જે ઇષ્ટ તત્ત્વો છે તેને આગળ કરે છે.<ref>૨. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૪.</ref> અને તેઓ પોતે પણ યથાવશ્યક વિવેચનની કૃતિનિષ્ઠ, પરંપરાનિષ્ઠ તેમ જ તુલનાત્મક આદિ પદ્ધતિઓનો આશ્રય લે છે. રામનારાયણ સાહિત્યવિવેચનમાં યોગ્ય રીતે જ સૌન્દર્યાનુભવ-રસાનુભવ-આસ્વાદકર્મને જ કેન્દ્રસ્થ લેખે છે.<ref>૩. સાહિત્યવિમર્શ’, પૃ. ૪૦; સાહિત્યાલોક, ૧૯૭૩, પૃ, ૪૨, ૪૫.</ref> વિવેચનનો પ્રાદુર્ભાવ આનંદમાંથી થયો જણાય છે અને એનું લક્ષ્ય પણ આનંદ જ છે. ‘આપણી પાસે રજૂ થયેલી કૃતિ કલાની છે કે નહિ એ એક જ પ્રશ્ન વિવેચનનો છે.’<ref>૪. સાહિત્યવિમર્શ, પૃ. ૩૩.</ref> —એમ તેઓ ભારપૂર્વક જણાવે છે. જોકે અન્યત્ર કલાકૃતિને જે ધોરણોએ કલાકૃતિ લેખવાનું જરૂરી બને છે તે ધોરણોની રજૂઆત પણ વિવેચનના ક્ષેત્રની બાબત હોવાનું નિર્દેશે છે.<ref>૫. સાહિત્યાલોક, પૃ. ૩૫.</ref> | ||
રામનારાયણ વિવેચનમાં સહૃદયતા સાથે સૌહાર્દ પણ ઇષ્ટ લેખે છે. વિવેચક કોઈ વાંકદેખો (‘સિનિક’) માણસ નથી; ટીકાને ખાતર જ ટીકા કરનાર જીવ નથી. તે સર્જકનો મિત્ર છે, શ્રેષ્ઠ ભાવક પણ છે. ખરા કાવ્યનું શ્રેષ્ઠત્વ સમજી શકે એવું શ્રેષ્ઠ ભાવકત્વ એનામાં હોય છે. ખરો વિવેચક એ છે જે કલાકૃતિના ગુણોને સમજી શકતો હોય. એવા વિવેચકને જ કૃતિના દોષો કહેવાનો અધિકાર હોઈ શકે, રામનારાયણ સાહિત્યવિવેચકમાં ‘કૃતની કૃતજ્ઞતા’ સાથે ‘અકૃતનો | રામનારાયણ વિવેચનમાં સહૃદયતા સાથે સૌહાર્દ પણ ઇષ્ટ લેખે છે. વિવેચક કોઈ વાંકદેખો (‘સિનિક’) માણસ નથી; ટીકાને ખાતર જ ટીકા કરનાર જીવ નથી. તે સર્જકનો મિત્ર છે, શ્રેષ્ઠ ભાવક પણ છે. ખરા કાવ્યનું શ્રેષ્ઠત્વ સમજી શકે એવું શ્રેષ્ઠ ભાવકત્વ એનામાં હોય છે. ખરો વિવેચક એ છે જે કલાકૃતિના ગુણોને સમજી શકતો હોય. એવા વિવેચકને જ કૃતિના દોષો કહેવાનો અધિકાર હોઈ શકે, રામનારાયણ સાહિત્યવિવેચકમાં ‘કૃતની કૃતજ્ઞતા’ સાથે ‘અકૃતનો અસંતોષ’ | ||
રામનારાયણ વિવેચકની સુરુચિ પર વિશેષભાવે ભાર મૂકે છે. સુરુચિ, એમના મતે, ‘જીવનના ઊંડાણમાંથી | <ref>૬. અર્વાચીન કાવ્ય-સાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૨૧૭.</ref> વાંછે છે. તેઓ ‘વિવેચન કરવાના અભિમાન’ને ભાવક-વિવેચકમાં ઇષ્ટ લેખતા નથી. (દ્વિરેફની વાતો-૩, પૃ. ૧૨૨) | ||
રામનારાયણ ચિંતક પ્રકૃતિના વિવેચક છે. તેઓ વિવેચનનેય તત્ત્વચિંતનનો જ એક વ્યાપાર માનતા જણાય છે. ‘વિવેચકનો જ્ઞાનપ્રદેશ ફિલસૂફી જેટલો વિવિધ અને વ્યાપક હોવો | રામનારાયણ વિવેચકની સુરુચિ પર વિશેષભાવે ભાર મૂકે છે. સુરુચિ, એમના મતે, ‘જીવનના ઊંડાણમાંથી સ્ફુરતી<ref>૭. સાહિત્યાલોક, પૃ. ૩૯.</ref> વસ્તુ છે. તે રુચિ ‘વિવેચનનું અંતરતત્ત્વ’ છે – ઊંચામાં ઊંચા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને વિશાલમાં વિશાલ અર્થમાં.<ref>૮. સાહિત્યવિમર્શ, પૃ ૧૩૩.</ref> આવી રુચિ રામનારાયણના વિવેચનમાં સર્વત્ર અનુભવાય છે. જેમ ન્હાનાલાલે કદી કવિતામાં હીનો ભાવ ગાયો નથી એમ કહેવામાં આવે છે તેમ રામનારાયણ માટે પણ કહી શકાય કે શું સર્જનમાં કે શું વિવેચનમાં, તેમણે ક્યાંય હીના ભાવની તરફદારી કરી નથી, એની ગંધ સરખીયે એમના લખાણમાં જોવા નહિ મળે. | ||
રામનારાયણ ચિંતક પ્રકૃતિના વિવેચક છે. તેઓ વિવેચનનેય તત્ત્વચિંતનનો જ એક વ્યાપાર માનતા જણાય છે. ‘વિવેચકનો જ્ઞાનપ્રદેશ ફિલસૂફી જેટલો વિવિધ અને વ્યાપક હોવો જોઈએ’ | |||
<ref>૯. સાહિત્યાલોક, પૃ. ૪૫.</ref> એમ તેમની અપેક્ષા છે. તેઓ વિવેચનક્ષેત્રે એકદેશીયતાના પક્ષકાર નથી. રામનારાયણ સર્જન અને વિવેચનમાં પ્રથમ સ્થાન સર્જનને જ આપે છે અને સ્વાયત્તતાની પડછે વિવેચનની પરાયત્તતાયે બતાવે છે,<ref>૧૦. સાહિત્યવિમર્શ, પૃ. ૪૦.</ref> તથા એ રીતે વિવેચન સર્જન હોઈ શકે એવો વિશ્વનાથ મ. ભટ્ટનો દાવો સચોટતાથી નકારે છે; આમ છતાં રામનારાયણને વિવેચનપ્રવૃત્તિમાં નિષ્ઠા-શ્રદ્ધા ભરપૂર છે. તેઓ લખે છે : | |||
“વિવેચન, દેવ આગળ ધરાવેલા દીપની પેઠે, સર્જનસાહિત્યનું અર્ચન કરે છે, તેના સૌન્દર્યને સ્ફુટ કરે છે, એટલું જ નહિ, તેને જીવતું પણ રાખે છે, વિવેચન એ સાચા જીવતા સર્જન-સાહિત્યનો વાઙ્મય ધબકાર છે. વિવેચનથી જ સર્જનસાહિત્ય નવે નવે યુગે નવતા ધારણ કરે છે, નવા યુગને અભિમુખ થાય છે, નવા યુગને ગ્રાહ્ય થાય છે, સાચું સર્જન અને સાચું વિવેચન પણ જે છે તેને રજૂ કરે છે એટલું જ નહિ, ભાવના ચિંતન અને વિચારોનો ભાવિ ઝોક પણ બતાવે છે, સર્જન અને વિવેચન બંને પોતાના જમાનાની ફિલસૂફી ઘડે છે.” (સાહિત્યાલોક, પૃ. ૩૨) | |||
વિવેચન, એમના મતે સાહિત્યને શુદ્ધ રાખનારું બળ છે. એ અમુક રીતે સાહિત્યના આખા નિર્માણવ્યાપારમાંયે કામ કરનારી શક્તિ છે. | |||
<ref>૧૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૩૩.</ref> રામનારાયણ નવલરામની જેમ જનતા તેમ જ લેખકો પ્રત્યેની જવાબદારીની વૃત્તિ કેળવવાની ટીકાકારો-વિવેચકો પાસે અપેક્ષા સેવે છે.<ref>૧૨. આલોચના, પૃ. ૨૧૨.</ref> આમ તેઓ વિવેચનની પ્રવૃત્તિમાં કલાહિત સાથે, કલાહિત દ્વારા સમાજહિતનોયે ખ્યાલ રાખે છે. આમ એમનો વિવેચનધર્મ વ્યષ્ટિધર્મ સાથે સમષ્ટિધર્મરૂપેય પ્રતીત થાય છે. કોઈ એમની આવી ભૂમિકામાં ગાંધીયુગીન સંસ્કાર-સંદર્ભ જોવાયે પ્રેરાય. | |||
રામનારાયણ જેમ સર્જનને, તેમ વિવેચનનેય જીવનથી નિરપેક્ષ રીતે જોવાના મતના નથી. વિવેચનનું કાર્ય કાવ્ય જે ભાવ કથે છે તે બરાબર કૌશલથી કથે છે કે નહિ એ જોવાનું તો છે જ, તે સાથે તે ભાવ ઉચ્ચ છે કે નહિ, રહસ્યવાળો છે કે નહિ એ પણ જોવાનું છે.<ref>૧૩. કાવ્યની શક્તિ, પૃ. ૩૪.</ref> અને આમ કરવામાં—ભાવનું મૂલ્યાંકન કરવામાં ભાવની સમગ્ર જીવનદૃષ્ટિથી ચર્ચા અનિવાર્ય થઈ પડે છે.<ref>૧૪. સાહિત્યાલોક, પૃ. ૩૭.</ref> તેથી જ તેઓ સમગ્ર કાવ્યના ભાવના મૂલ્યાંકનનું ધોરણ જીવનના મૂલ્યાંકનના ધોરણથી સ્વતંત્ર હોય એ અશક્ય સમજે છે. | |||
“વિવેચન, દેવ આગળ ધરાવેલા દીપની પેઠે, સર્જનસાહિત્યનું અર્ચન કરે છે, તેના સૌન્દર્યને સ્ફુટ કરે છે, એટલું જ નહિ, તેને જીવતું પણ રાખે છે, વિવેચન એ સાચા જીવતા સર્જન-સાહિત્યનો વાઙ્મય ધબકાર છે. વિવેચનથી જ સર્જનસાહિત્ય નવે નવે યુગે નવતા ધારણ કરે છે, નવા યુગને અભિમુખ થાય છે, નવા યુગને ગ્રાહ્ય થાય છે, સાચું સર્જન અને સાચું વિવેચન પણ જે છે તેને રજૂ કરે છે એટલું જ નહિ, ભાવના ચિંતન અને વિચારોનો ભાવિ ઝોક પણ બતાવે છે, સર્જન અને વિવેચન બંને પોતાના જમાનાની ફિલસૂફી ઘડે છે.” | |||
(સાહિત્યાલોક, પૃ. ૩૨) | |||
વિવેચન, એમના મતે સાહિત્યને શુદ્ધ રાખનારું બળ છે. એ અમુક રીતે સાહિત્યના આખા નિર્માણવ્યાપારમાંયે કામ કરનારી શક્તિ છે.૧૧ રામનારાયણ નવલરામની જેમ જનતા તેમ જ લેખકો પ્રત્યેની જવાબદારીની વૃત્તિ કેળવવાની ટીકાકારો-વિવેચકો પાસે અપેક્ષા સેવે છે.૧૨ આમ તેઓ વિવેચનની પ્રવૃત્તિમાં કલાહિત સાથે, કલાહિત દ્વારા સમાજહિતનોયે ખ્યાલ રાખે છે. આમ એમનો વિવેચનધર્મ વ્યષ્ટિધર્મ સાથે સમષ્ટિધર્મરૂપેય પ્રતીત થાય છે. કોઈ એમની આવી ભૂમિકામાં ગાંધીયુગીન સંસ્કાર-સંદર્ભ જોવાયે પ્રેરાય. | |||
રામનારાયણ જેમ સર્જનને, તેમ વિવેચનનેય જીવનથી નિરપેક્ષ રીતે જોવાના મતના નથી. વિવેચનનું કાર્ય કાવ્ય જે ભાવ કથે છે તે બરાબર કૌશલથી કથે છે કે નહિ એ જોવાનું તો છે જ, તે સાથે તે ભાવ ઉચ્ચ છે કે નહિ, રહસ્યવાળો છે કે નહિ એ પણ જોવાનું છે.૧૩ અને આમ કરવામાં—ભાવનું મૂલ્યાંકન કરવામાં ભાવની સમગ્ર જીવનદૃષ્ટિથી ચર્ચા અનિવાર્ય થઈ પડે છે.૧૪ તેથી જ તેઓ સમગ્ર કાવ્યના ભાવના મૂલ્યાંકનનું ધોરણ જીવનના મૂલ્યાંકનના ધોરણથી સ્વતંત્ર હોય એ અશક્ય સમજે છે. | |||
<ref>૧૫. એજન, પૃ. ૩૮.</ref> | <ref>૧૫. એજન, પૃ. ૩૮.</ref> | ||
<ref>૧૬. એજન, પૃ. ૪૨.</ref> | રામનારાયણ વિવેચનપ્રવૃત્તિને—સાહિત્યસમીક્ષાને ચુકાદો (‘જજ-મેન્ટ’) આપવાની પ્રવૃત્તિ તરીકે જોતા નથી, પરંતુ કલાકૃતિની રસદૃષ્ટિએ જે કંઈ વિશેષતાઓ હોય તે સમજવાના પ્રયાસરૂપે એને જુએ છે.<ref>૧૬. એજન, પૃ. ૪૨.</ref> તેઓ સાહિત્યકૃતિનું મૂલ્યાંકન ઉપર નિર્દેશ્યું તેમ, જીવનથી નિરપેક્ષ રહીને કરવાના મતના નથી તો તેને અનુષંગે એય ખ્યાલમાં રાખવાનું જરૂરી છે કે સાહિત્યકૃતિગત શબ્દ અને અર્થને પૂરેપૂરા સમજવાના ઉપક્રમને જ મૂલ્યાંકનમાં તેઓ મુખ્ય બાબત માને છે. <ref>૧૭. આકલન, પૃ. ૭૩.</ref>૧૭ આમ રામનારાયણ કલાકૃતિને વ્યાપક જીવનસંદર્ભમાં જોવા-મૂલવવાના પક્ષના હોવા સાથે કલાકૃતિનું પોતીકાપણું સાચવવાના અત્યંત આગ્રહી છે જ. તેઓ સર્જનમાં તેમ જ વિવેચનમાંય કળાતત્ત્વને જ પ્રાધાન્ય આપે છે અને તેથી જ એવું માર્મિક વિધાન કરે છે કે ‘સાહિત્યની કસોટી જેમ કળા છે તેમ વિવેચકની કસોટીયે કળા જ છે.’<ref>૧૮. આકલન, પૃ. ૧૨૪.</ref> તેમણે કળા સાથે કાળનેય કળાકૃતિની કસોટી કરનાર લેખ્યો છે એ યાદ રાખવું ઘટે.<ref>૧૯. સાહિત્યવિમર્શ, પૃ. ૬૯.</ref> | ||
<ref>૧૭. આકલન, પૃ. ૭૩.</ref> | |||
<ref>૧૮. આકલન, પૃ. ૧૨૪.</ref> | |||
<ref>૧૯. સાહિત્યવિમર્શ, પૃ. ૬૯.</ref> | |||
રામનારાયણે આ રીતે વિવેચનપ્રવૃત્તિમાં ઝંપલાવતાં એ ક્ષેત્રની શક્તિ, એની મર્યાદાઓ, એ ક્ષેત્રનાં ઓજારો, એ ક્ષેત્ર ખેડવા પાછળનાં પ્રેયોજનો – આવી આવી અનેક બાબતોનો વિશદ-સુરેખ વિચાર કરી લીધો જણાય છે. એમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિ કલાદૃષ્ટિએ સ્વચ્છ, સંગીન અને સંતર્પક જણાય છે, એમાં તે એક મહત્ત્વનું કારણ છે. | રામનારાયણે આ રીતે વિવેચનપ્રવૃત્તિમાં ઝંપલાવતાં એ ક્ષેત્રની શક્તિ, એની મર્યાદાઓ, એ ક્ષેત્રનાં ઓજારો, એ ક્ષેત્ર ખેડવા પાછળનાં પ્રેયોજનો – આવી આવી અનેક બાબતોનો વિશદ-સુરેખ વિચાર કરી લીધો જણાય છે. એમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિ કલાદૃષ્ટિએ સ્વચ્છ, સંગીન અને સંતર્પક જણાય છે, એમાં તે એક મહત્ત્વનું કારણ છે. | ||
રામનારાયણે મધ્યકાલીન તેમ જ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અનેક કૃતિઓનું, અનેક કર્તાઓનું તેમ જ સાહિત્યપ્રકારો આદિનું વિવેચન કર્યું છે. તેમણે ‘પ્રાચીન ગુજરાતી કાવ્યસાહિત્યનું વિહંગાવલોકન’માં ૧૨મા સૈકાથી ૧૪મા સૈકા સુધીના સાહિત્યની કેટલીક પ્રસાદી આપી કવિતા સાથે તત્કાલીન ભક્તિ, દાન, શૌર્યાદિના સંસ્કારોનોયે પરિચય કરાવ્યો છે. વળી ‘વસંત-વિલાસ’ની કવિતાનો ને નરસિંહના કવિકર્મનોયે પરિચય તેમણે આપે છે. ‘નરસિંહની પ્રતિભા ઊર્મિગીતની હતી’ એમ તેમનું કહેવું છે.૨૦ તે સાલવારીમાં નહિ તો ભાષાની શક્તિ વ્યક્ત કરવામાં ખરેખર ગુજરાતી આદ્યકવિ છે એમ તેઓ જણાવે છે. નરસિંહે ગુજરાતી ભાષાની શક્તિ જેમ માધુર્યમાં તેમ ભવ્યતામાં, ગૌરવમાં, પ્રૌઢિમાં બતાવી હોવાનું તેમનું નિરીક્ષણ છે. તેઓ પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’નો આસ્વાદ કરાવતાં ‘શૌર્યનું, ઇતિહાસ-વસ્તુનું છેલ્લું કાવ્ય’ એ હોવાનું જણાવે છે.૨૧ તેઓ આલંકારિક રીતે પદ્મનાભ-ભાલણની કવિપ્રતિભાનો ખ્યાલ આપતાં લખે છેઃ | રામનારાયણે મધ્યકાલીન તેમ જ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અનેક કૃતિઓનું, અનેક કર્તાઓનું તેમ જ સાહિત્યપ્રકારો આદિનું વિવેચન કર્યું છે. તેમણે ‘પ્રાચીન ગુજરાતી કાવ્યસાહિત્યનું વિહંગાવલોકન’માં ૧૨મા સૈકાથી ૧૪મા સૈકા સુધીના સાહિત્યની કેટલીક પ્રસાદી આપી કવિતા સાથે તત્કાલીન ભક્તિ, દાન, શૌર્યાદિના સંસ્કારોનોયે પરિચય કરાવ્યો છે. વળી ‘વસંત-વિલાસ’ની કવિતાનો ને નરસિંહના કવિકર્મનોયે પરિચય તેમણે આપે છે. ‘નરસિંહની પ્રતિભા ઊર્મિગીતની હતી’ એમ તેમનું કહેવું છે.<ref>૨૦. નભોવિહાર, ૧૯૬૧, પૃ. ૨૨.</ref> તે સાલવારીમાં નહિ તો ભાષાની શક્તિ વ્યક્ત કરવામાં ખરેખર ગુજરાતી આદ્યકવિ છે એમ તેઓ જણાવે છે. નરસિંહે ગુજરાતી ભાષાની શક્તિ જેમ માધુર્યમાં તેમ ભવ્યતામાં, ગૌરવમાં, પ્રૌઢિમાં બતાવી હોવાનું તેમનું નિરીક્ષણ છે. તેઓ પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’નો આસ્વાદ કરાવતાં ‘શૌર્યનું, ઇતિહાસ-વસ્તુનું છેલ્લું કાવ્ય’ એ હોવાનું જણાવે છે.<ref>૨૧. એજન, પૃ. ૩૨.</ref> તેઓ આલંકારિક રીતે પદ્મનાભ-ભાલણની કવિપ્રતિભાનો ખ્યાલ આપતાં લખે છેઃ | ||
“આપણી ઊડતી સહેલગાહમાં જેમ પદ્મનાભનું સમરાંગણ જોવા મળે તેમ ભાલણનું નિર્મળ સરોવર પણ જોવા મળે જ.” | “આપણી ઊડતી સહેલગાહમાં જેમ પદ્મનાભનું સમરાંગણ જોવા મળે તેમ ભાલણનું નિર્મળ સરોવર પણ જોવા મળે જ.” | ||
(નભોવિહાર, પૃ. ૪૧) | (નભોવિહાર, પૃ. ૪૧) | ||
ભાલણમાં ‘ઊંડે સુધી ગુજરાતનું જીવન જ વ્યાપી ગયા’નું તેમનું નિદાન છે. | ભાલણમાં ‘ઊંડે સુધી ગુજરાતનું જીવન જ વ્યાપી ગયા’નું તેમનું નિદાન છે. | ||
રામનારાયણ મીરાંની વાત કરતાં સ્વાભાવિક રીતે જ તેની ભક્ત કવિ નરસિંહ જોડે તુલના કરવા પ્રેરાય છે. એ તુલના રસપ્રદ પણ છે. | રામનારાયણ મીરાંની વાત કરતાં સ્વાભાવિક રીતે જ તેની ભક્ત કવિ નરસિંહ જોડે તુલના કરવા પ્રેરાય છે. એ તુલના રસપ્રદ પણ છે. | ||
<ref>૨૨. નભોવિહાર, પૃ. ૪૨.</ref> તેઓ અખાને ‘વિચક્ષણ, ગંભીર, બલસંપન્ન, કટાક્ષમાં હસતા જ્ઞાની કવિ’<ref>૨૩. એજન, પૃ. ૪૭. </ref>તરીકે પરિચય કરાવે છે. તેઓ યોગ્ય રીતે એની ખરી ખૂબી છપ્પામાં હોવાનું બતાવે છે. અખામાં બુદ્ધિ, અનુભવ અને પ્રતિભાના થયેલા સમન્વયનું તેમ જ અદ્વિતીય એવી કટાક્ષશક્તિનું તેઓ દર્શન કરે છે અને તેને એ રીતે કબીરને પડછે સ્થાન આપવા પ્રેરાય છે. રામનારાયણ પ્રેમાનંદના તો પોતાને ‘રસિયા’<ref>૨૪. સાહિત્યાલોક, પૃ. ૩.</ref> તરીકે ઓળખાવે છે. પ્રેમાનંદ તેમના મતે ‘સમગ્ર ગુજરાતના જીવનના મહાન અને અદ્વિતીય કવિ’<ref>૨૫. નભોવિહાર, પૃ. ૫૬. </ref> છે. તેઓ પ્રેમાનંદની ગતિશીલ ચિત્રો આપવાની શક્તિ વિશેષભાવે બિરદાવે છે. તેને હાસ્યના અને તેથીયે વિશેષ કરુણના કવિ તરીકે ઉલ્લેખે છે. રામનારાયણે પ્રેમાનંદના હાસ્યરસને અનુષંગે ‘સુદામાચરિત્ર’, ‘મામેરું’ અને ‘નળાખ્યાન’ની તપાસ કરી છે. તેઓ પ્રેમાનંદની હાસ્યનિષ્પત્તિની ઊંચા પ્રકારની શક્તિનો સોદાહરણ પરિચય કરાવાતાં પ્રેમાનંદની માનવસ્વભાવનિરૂપણની કુશળતાનોયે સચોટ ખ્યાલ આપે છે. તેઓ ‘નળાખ્યાન’ના બધા રસો દાંપત્યની આસપાસ ગૂંથાયેલા હોવાનું જણાવે છે તે પણ એક ધ્યાનાર્હ નિરીક્ષણ તો છે જ.<ref>૨૬. કાવ્યની શક્તિ, પૃ. ૧૨૧.</ref> તેઓ પ્રેમાનંદની કવિત્વશક્તિના પ્રશંસક છતાં તેમને વ્યાસ કે કાલિદાસની કક્ષામાં મૂકતા નથી – એમાં એમનો કાવ્યવિવેક સ્પષ્ટ જોઈ શકાય. તેમણે મહાભારતના ‘નલોપાખ્યાન’ અને પ્રેમાનંદના ‘નળાખ્યાન’ વચ્ચેના વસ્તુભેદની મીમાંસા કરતાં પ્રેમાનંદના કવિકર્મ વિશેય કેટલીક નોંધપાત્ર સમીક્ષા કરી છે. રામનારાયણ પ્રેમાનંદની મર્યાદાઓને એની અંગત નહિ, પરંતુ એના સમાજની મર્યાદાઓ માને છે<ref>૨૭. એજન, પૃ. ૧૫૦.</ref> તે મુદ્દો કેટલીક રીતે ચિંત્ય છે. રામનારાયણ ગુજરાતી કથાકાવ્યોને જૈન અને જૈનેતર—એમ બે સ્રોતમાં લઈ શકાય એવી ભૂમિકા નિહાળે છે. તેઓ શામળની કવિતાનો આસ્વાદલક્ષી પરિચય કરાવતાં તેની દર્શનશક્તિ, પ્રેમાનંદની તુલનામાં ઉપરછલી હોવાનુંયે જણાવે છે. તેઓ વલ્લભ મેવાડા ઉપરની ચર્ચાને અનુષંગે ગરબી-ગરબાના કાવ્યપ્રકારનીયે વિશેષતાઓ પ્રતિ ધ્યાન દોરે છે અને એ પ્રકાર ઈસવી તેરમા શતકમાંયે જોઈ શકાય એમ તેઓ દર્શાવે છે. ધીરા, ભોજાની વાત કરતાં ભજનસાહિત્ય વિશે બે અછડતી વાતો કરી લે છે. રામનારાયણે કંઈક અંશે ઉપેક્ષિત એવા કવિ રાજેનો દયારામને યાદ કરતાં જે રીતે એની સાથે જ નિર્દેશ કર્યો તે એક મહત્ત્વની બાબત છે. એમનું વિવેચનકર્મ રાજેના કવિત્વસામર્થ્યની સહૃદયતાથી પ્રતીતિ આપવામાં સારી રીતે પ્રગટ થાય છે. ‘સ્વભાવથી ઊર્મિકવિ’ એવા દયારામ વિશે લખતાં ‘માધુર્યમાં, લાલિત્યમાં, તરંગ-લીલામાં તેને ટપી જાય તેવો કોઈ કવિ નથી’<ref>૨૮. નભોવિહાર, પૃ. ૧૪૦.</ref> એમ તેઓ કહે છે, પરંતુ તે સાથે ‘હિન્દના મહાન સંતોમાં જેમ નરસિંહ-અખાનું સ્થાન છે તેમ આપણે દયારામનું સ્થાન કલ્પી શકતા નથી’૨૯ <ref>૨૯. એજન, પૃ. ૧૪૭. </ref>એમ પણ જણાવે છે. રામનારાયણે મધ્યકાલીન ગુજરાતી કાવ્યસાહિત્યનો છંદોવિધાનની દૃષ્ટિએ જે ઐતિહાસિક પદ્ધતિએ અભ્યાસ કર્યો છે તે અપૂર્વ છે. ‘પ્રાચીન ગુજરાતી છંદો’ એ પ્રકારના અભ્યાસનો એક મહત્ત્વનો ગ્રંથ છે. | |||
રામનારાયણે મધ્યકાલીન સાહિત્યની તુલનાએ અર્વાચીન સાહિત્યની અને તેમાંયે કવિતાસાહિત્યની મીમાંસા વધુ પ્રભાવક રીતે કરી છે. ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ નિમિત્તે ગ્રંથાવલોકનોનું કાર્ય એમના ફાળે આવેલું. તેમણે શરદબાબુના તથા રવીન્દ્રનાથના અનૂદિત સાહિત્યગ્રંથોની પરિચયાત્મક પ્રસ્તાવનાઓ પણ લખી. વળી ૧૯૨૯ની સાલના ગુજરાતી ગ્રંથસ્થ વાઙ્મયની નમૂનેદાર સમીક્ષાયે આપી. વળી ‘કાવ્યસમુચ્ચય’ જેવા કવિતાસંપાદનના કાર્ય નિમિત્તેય ગુજરાતી કવિતાનો વધુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનું બન્યું. આમ કેટલાંક એવાં નિમિત્તો ઊભાં થયાં કે તેને કારણે અર્વાચીન સાહિત્યનું સઘન રીતે વાચન-મનન-અવલોકન-વિવેચન કરવાનું તેમને પ્રાપ્ત થયું. | રામનારાયણે મધ્યકાલીન સાહિત્યની તુલનાએ અર્વાચીન સાહિત્યની અને તેમાંયે કવિતાસાહિત્યની મીમાંસા વધુ પ્રભાવક રીતે કરી છે. ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ નિમિત્તે ગ્રંથાવલોકનોનું કાર્ય એમના ફાળે આવેલું. તેમણે શરદબાબુના તથા રવીન્દ્રનાથના અનૂદિત સાહિત્યગ્રંથોની પરિચયાત્મક પ્રસ્તાવનાઓ પણ લખી. વળી ૧૯૨૯ની સાલના ગુજરાતી ગ્રંથસ્થ વાઙ્મયની નમૂનેદાર સમીક્ષાયે આપી. વળી ‘કાવ્યસમુચ્ચય’ જેવા કવિતાસંપાદનના કાર્ય નિમિત્તેય ગુજરાતી કવિતાનો વધુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનું બન્યું. આમ કેટલાંક એવાં નિમિત્તો ઊભાં થયાં કે તેને કારણે અર્વાચીન સાહિત્યનું સઘન રીતે વાચન-મનન-અવલોકન-વિવેચન કરવાનું તેમને પ્રાપ્ત થયું. | ||