33,001
edits
No edit summary |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
રામનારાયણે મધ્યકાલીન સાહિત્યની તુલનાએ અર્વાચીન સાહિત્યની અને તેમાંયે કવિતાસાહિત્યની મીમાંસા વધુ પ્રભાવક રીતે કરી છે. ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ નિમિત્તે ગ્રંથાવલોકનોનું કાર્ય એમના ફાળે આવેલું. તેમણે શરદબાબુના તથા રવીન્દ્રનાથના અનૂદિત સાહિત્યગ્રંથોની પરિચયાત્મક પ્રસ્તાવનાઓ પણ લખી. વળી ૧૯૨૯ની સાલના ગુજરાતી ગ્રંથસ્થ વાઙ્મયની નમૂનેદાર સમીક્ષાયે આપી. વળી ‘કાવ્યસમુચ્ચય’ જેવા કવિતાસંપાદનના કાર્ય નિમિત્તેય ગુજરાતી કવિતાનો વધુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનું બન્યું. આમ કેટલાંક એવાં નિમિત્તો ઊભાં થયાં કે તેને કારણે અર્વાચીન સાહિત્યનું સઘન રીતે વાચન-મનન-અવલોકન-વિવેચન કરવાનું તેમને પ્રાપ્ત થયું. | રામનારાયણે મધ્યકાલીન સાહિત્યની તુલનાએ અર્વાચીન સાહિત્યની અને તેમાંયે કવિતાસાહિત્યની મીમાંસા વધુ પ્રભાવક રીતે કરી છે. ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ નિમિત્તે ગ્રંથાવલોકનોનું કાર્ય એમના ફાળે આવેલું. તેમણે શરદબાબુના તથા રવીન્દ્રનાથના અનૂદિત સાહિત્યગ્રંથોની પરિચયાત્મક પ્રસ્તાવનાઓ પણ લખી. વળી ૧૯૨૯ની સાલના ગુજરાતી ગ્રંથસ્થ વાઙ્મયની નમૂનેદાર સમીક્ષાયે આપી. વળી ‘કાવ્યસમુચ્ચય’ જેવા કવિતાસંપાદનના કાર્ય નિમિત્તેય ગુજરાતી કવિતાનો વધુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનું બન્યું. આમ કેટલાંક એવાં નિમિત્તો ઊભાં થયાં કે તેને કારણે અર્વાચીન સાહિત્યનું સઘન રીતે વાચન-મનન-અવલોકન-વિવેચન કરવાનું તેમને પ્રાપ્ત થયું. | ||
રામનારાયણે ૧૯૩૩માં અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય પર ત્રણ વ્યાખ્યાનો આપ્યાં હતાં. એ ત્રણેય વ્યાખ્યાનો પદ્યરચનાના પ્રશ્નને અનુલક્ષીને છે. તેમણે અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં પદ્યરચનાની દૃષ્ટિએ કેવા ફેરફારો થયા છે તેનું ઐતિહાસિક બલોના પરિપ્રેક્ષ્યમાં અન્વીક્ષણ કર્યું છે. તેઓ આખ્યાનો લખાતાં બંધ થયાં તેનું એક કારણ ઊર્મિકાવ્યો કે ગીતો (લિરિકલ પોએમ્સ) તરફ આપણે વળ્યા – એવું આપે છે,૩૦ જે એક રીતે વિવાદાસ્પદ તો છે જ. તેઓ રાસ, ગરબી, ભજન આદિ સંગીત-સંલગ્ન કાવ્યપ્રકારોની સાથેનો અર્વાચીન યુગનો સંપર્ક કેવો છે તેનીયે સમીક્ષા કરે છે. તેમના મતે અર્વાચીન કાવ્યસાહિત્યનું એક મહત્ત્વનું લક્ષણ તે સંસ્કૃત વૃત્તો વાપરવાની પડેલી નવી પરંપરા છે.૩૧ તેઓ ગુજરાતી સાહિત્યની પ્રથમ લાવણી દયારામની ‘હનુમાન ગરુડ સંવાદ’ની હોવાનું જણાવે છે.૩૨ આ લાવણી નર્મદ, હ. હ. ધ્રુવ વગેરેએ જે રીતે લખી છે તેથી જુદી હોવાનુંયે દર્શાવ્યું છે. તેઓ ગઝલોનો શિષ્ટ સાહિત્યમાં જે બહોળો પ્રયોગ થયો તેનેય આધુનિક યુગનું લક્ષણ લેખે છે; અને રણપિંગળમાં ગઝલોને સ્થાન મળ્યું તે આપણા પિંગળના સ્વતંત્ર વિકાસનું દ્યોતક હોવાનું જણાવે છે.૩૩ ગુજરાતી પદ્યરચના પર બંગાળીની તુલનામાં મરાઠી સાહિત્યની અસર વહેલી થઈ હોવાનું તેમનું નિરીક્ષણ ઉલ્લેખનીય છે.૩૪ રામનારાયણે અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં પદ્યરચનાના ફેરફારો બાબત કેટલીક ચર્ચા પ્રથમ વ્યાખ્યાનમાં કરી, તો બીજા વ્યાખ્યાનમાં વૃત્તોના વિસ્તારની અને મિશ્રણની વૈચિત્ર્યમય રચનાઓ બાબત સદૃષ્ટાંત ચર્ચા કરી. તેમણે લાવણીથી આરંભી, ‘દાદા’ બીજવાળા છંદો, હરિગીતના પ્રયોગો; શિખરિણી, વસંતતિલકા, હરિણી આદિના કાન્ત, ન્હાનાલાલ આદિ કવિઓના પ્રેયોગ તેમ જ બ. ક. ઠાકોરના ગુલબંકીપ્રયોગો તેમ જ વિવિધ વૃત્તોના મિશ્રણોના પ્રયોગો વગેરેની અનેક રસિક વીગતોની નોંધ-ચર્ચા કરી છે. રામનારાયણ પાઠકની વિવેચકદૃષ્ટિ ડાહ્યાભાઈ દેરાસરીના સાખી તથા ગઝલના સુંદર મિશ્રણની નોંધ લેવાનું ચૂકતી નથી. વળી આ વૃત્ત ચર્ચા કરતાં ‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો | રામનારાયણે ૧૯૩૩માં અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય પર ત્રણ વ્યાખ્યાનો આપ્યાં હતાં. એ ત્રણેય વ્યાખ્યાનો પદ્યરચનાના પ્રશ્નને અનુલક્ષીને છે. તેમણે અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં પદ્યરચનાની દૃષ્ટિએ કેવા ફેરફારો થયા છે તેનું ઐતિહાસિક બલોના પરિપ્રેક્ષ્યમાં અન્વીક્ષણ કર્યું છે. તેઓ આખ્યાનો લખાતાં બંધ થયાં તેનું એક કારણ ઊર્મિકાવ્યો કે ગીતો (લિરિકલ પોએમ્સ) તરફ આપણે વળ્યા – એવું આપે છે,<ref>૩૦. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, ૧૯૩૩, પૃ. ૫.</ref> જે એક રીતે વિવાદાસ્પદ તો છે જ. તેઓ રાસ, ગરબી, ભજન આદિ સંગીત-સંલગ્ન કાવ્યપ્રકારોની સાથેનો અર્વાચીન યુગનો સંપર્ક કેવો છે તેનીયે સમીક્ષા કરે છે. તેમના મતે અર્વાચીન કાવ્યસાહિત્યનું એક મહત્ત્વનું લક્ષણ તે સંસ્કૃત વૃત્તો વાપરવાની પડેલી નવી પરંપરા છે.<ref>૩૧. એજન, પૃ. ૧૨.</ref> તેઓ ગુજરાતી સાહિત્યની પ્રથમ લાવણી દયારામની ‘હનુમાન ગરુડ સંવાદ’ની હોવાનું જણાવે છે.<ref>૩૨. એજન, પૃ. ૧૭.</ref> આ લાવણી નર્મદ, હ. હ. ધ્રુવ વગેરેએ જે રીતે લખી છે તેથી જુદી હોવાનુંયે દર્શાવ્યું છે. તેઓ ગઝલોનો શિષ્ટ સાહિત્યમાં જે બહોળો પ્રયોગ થયો તેનેય આધુનિક યુગનું લક્ષણ લેખે છે; અને રણપિંગળમાં ગઝલોને સ્થાન મળ્યું તે આપણા પિંગળના સ્વતંત્ર વિકાસનું દ્યોતક હોવાનું જણાવે છે.<ref>૩૩. એજન, પૃ. ૨૧.</ref> ગુજરાતી પદ્યરચના પર બંગાળીની તુલનામાં મરાઠી સાહિત્યની અસર વહેલી થઈ હોવાનું તેમનું નિરીક્ષણ ઉલ્લેખનીય છે.<ref>૩૪. એજન, પૃ. ૨૨.</ref> રામનારાયણે અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં પદ્યરચનાના ફેરફારો બાબત કેટલીક ચર્ચા પ્રથમ વ્યાખ્યાનમાં કરી, તો બીજા વ્યાખ્યાનમાં વૃત્તોના વિસ્તારની અને મિશ્રણની વૈચિત્ર્યમય રચનાઓ બાબત સદૃષ્ટાંત ચર્ચા કરી. તેમણે લાવણીથી આરંભી, ‘દાદા’ બીજવાળા છંદો, હરિગીતના પ્રયોગો; શિખરિણી, વસંતતિલકા, હરિણી આદિના કાન્ત, ન્હાનાલાલ આદિ કવિઓના પ્રેયોગ તેમ જ બ. ક. ઠાકોરના ગુલબંકીપ્રયોગો તેમ જ વિવિધ વૃત્તોના મિશ્રણોના પ્રયોગો વગેરેની અનેક રસિક વીગતોની નોંધ-ચર્ચા કરી છે. રામનારાયણ પાઠકની વિવેચકદૃષ્ટિ ડાહ્યાભાઈ દેરાસરીના સાખી તથા ગઝલના સુંદર મિશ્રણની નોંધ લેવાનું ચૂકતી નથી. વળી આ વૃત્ત ચર્ચા કરતાં ‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’<ref>૩૫. એજન, પૃ. ૪૩.</ref> એ હકીકત તેમના ચિત્તમાં સુદૃઢ રીતે અંકિત છે. તેઓ અવનવા વૃત્તપ્રયોગોના નિમિત્તે પ્રાસ- યોજનામાંયે જે વૈચિત્ર્યો સધાતાં હોય છે તે તરફ પણ ધ્યાન દોરે છે. આ પાછળનાં અંગ્રેજી આદિ કાવ્યસાહિત્યનાં પરિબળોનોયે તેઓ ખ્યાલ આપે જ છે,<ref>૩૬. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, ૧૯૩૩, પૃ. ૪૩.</ref> તેઓ પ્રાસત્યાગને કાવ્યવિકાસના ઇતિહાસની દૃષ્ટિએ એક અગત્યની ઘટના લેખે છે. રામનારાયણે વૃત્તપ્રયોગોની ચર્ચાને અનુષંગે, પ્રાસચર્ચા કરી, તેનું કારણ પ્રાસને પિંગળનો તેમ જ તેના મૂળમાં સંગીત હોવાનું તેઓ માને છે એ છે.<ref>૩૭. એજન, પૃ. ૪૫.</ref> વળી રામનારાયણ સ્વાભાવિક રીતે જ વૃત્તપ્રયોગોના અનુષંગે યતિચર્ચા તરફ પ્રેરાય છે અને ‘યતિ માત્ર ગેયતાને આવશ્યક નથી’<ref>૩૮. એજન, પૃ. ૫૦.</ref> એ એક મહત્ત્વની વાત કરી યતિભંગ આદિની ચર્ચા તેઓ કરે છે. તેઓ આ બધી ચર્ચાના અંતે ગુજરાતી કવિતાના પોતાના એક શાસ્ત્રીય પિંગળ માટેની આવશ્યકતા પર ખાસ ભાર મૂકે છે. રામનારાયણે ‘બ્લૅન્ક વર્સ’ કે સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાના પ્રયત્નોની નર્મદથી આરંભીને એક સમાલોચના ત્રીજા વ્યાખ્યાનમાં આપી છે. અંગ્રેજીમાં ‘બ્લૅન્ક વર્સ’ની વિભાવના શું છે તે સમજાવી, એ સંદર્ભે સેન્ટ્સબરીનું મંતવ્ય ટાંકી તેઓ ગુજરાતીમાં દંડક, કટાવ, ઝૂલણા તેમ જ અનુષ્ટુપ, પૃથ્વી આદિ તથા તે પછી ઘનાક્ષરી, વનવેલી આદિના પ્રયોગોની તપાસ કરે છે. તેઓ યોગ્ય રીતે જ આ ચર્ચામાં ન્હાનાલાલના ડોલનશૈલીના પ્રયોગની ચર્ચાયે સમાવે છે. તેઓ એમ કરતાં ન્હાનાલાલની ડોલનશૈલીના નમૂનાઓનું તાર્કિક રીતે પૃથક્કરણ પણ કરી બતાવે છે અને તેની અન્ય એવા પ્રયોગો સાથે તુલના કરી બતાવી ડોલનશૈલીના આંતરસ્વરૂપને સ્ફુટ કરી આપવાનો—એનાં વિલક્ષણ ઘટકતત્ત્વોને તારવી આપવાનો પ્રયાસ પણ કરે છે. તેઓ ન્હાનાલાલની ડોલનશૈલીને રમણભાઈના શબ્દોમાં ‘રાગ-યુક્ત ગદ્ય’ (ઇમ્પેશન્ડ પ્રોઝ) કહેવાના અભિપ્રાયના છે એ સ્પષ્ટ છે. વળી તેઓ સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાના પ્રયોગો પાછળ અંગ્રેજી સાહિત્યનો પરિચય કારણભૂત હોવાનું માને છે તે યથાર્થ છે. | ||
રામનારાયણે આમ ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’નાં વ્યાખ્યાનોમાં જે પદ્યરસ, જે પિંગળરસ દાખવ્યો તે ‘બૃહત પિંગળ’ સુધી એકધારે ટકેલો દેખાય છે. રામનારાયણે કાવ્ય નિમિત્તે અવારનવાર છંદોરચનાની ચર્ચાવિચારણા એમના પિંગલેતર લેખોમાંયે અત્રતત્ર કરી જ છે. | રામનારાયણે આમ ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’નાં વ્યાખ્યાનોમાં જે પદ્યરસ, જે પિંગળરસ દાખવ્યો તે ‘બૃહત પિંગળ’ સુધી એકધારે ટકેલો દેખાય છે. રામનારાયણે કાવ્ય નિમિત્તે અવારનવાર છંદોરચનાની ચર્ચાવિચારણા એમના પિંગલેતર લેખોમાંયે અત્રતત્ર કરી જ છે. | ||
૧૯૩૬માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે રામનારાયણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો પર પાંચ વ્યાખ્યાનો આપ્યાં. આ વ્યાખ્યાનોમાં તેમણે સૂચવ્યું છે તે પ્રમાણે કાવ્યના બહિરંગથી આરંભી અંતરંગ સુધી પહોંચવાનો તેમનો ઉપક્રમ છે. તેઓ જણાવે છે : ‘બધી શક્ય પદ્ધતિમાં મને સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાની પદ્ધતિ સૌથી વધારે સગવડભરેલી લાગી. | ૧૯૩૬માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે રામનારાયણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો પર પાંચ વ્યાખ્યાનો આપ્યાં. આ વ્યાખ્યાનોમાં તેમણે સૂચવ્યું છે તે પ્રમાણે કાવ્યના બહિરંગથી આરંભી અંતરંગ સુધી પહોંચવાનો તેમનો ઉપક્રમ છે. તેઓ જણાવે છે : ‘બધી શક્ય પદ્ધતિમાં મને સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાની પદ્ધતિ સૌથી વધારે સગવડભરેલી લાગી.’<ref>૩૯. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૧૦૯.</ref> આ વ્યાખ્યાનોમાં ‘વ્યક્તિ ગૌણ છે, ઐતિહાસિક વહેણો જ પ્રધાન છે.’<ref>૪૦. એજન, પૃ. ૨૯.</ref> અહીં તેઓ સાંસ્કૃતિક પરિસ્થિતિના સંદર્ભમાં સાહિત્યિક વહેણોનું સૂક્ષ્મ બુદ્ધિથી આકલન કરી, કેટલાંક મનન-યોગ્ય તારણો આપે છે. એ તારણો તેમની વિવેચક-દૃષ્ટિનાં અને શક્તિનાં દ્યોતક હોઈ જોવા જેવાં છે : | ||
રામનારાયણ નોંધે છે કે પશ્ચિમના સાહિત્યસંપર્ક ગુજરાતી સાહિત્યમાં વિવેચન અસ્તિત્વમાં આવવા લાગે છે અને તે સાથે લગભગ દરેક કવિતા-લેખક વિવેચક હોય એવુંયે જણાય છે.૪૧ કાવ્યશાસ્ત્રની ચર્ચા અંગ્રેજી શિક્ષણમાંથી એટલે કે પશ્ચિમમાંથી જે લીધી તેનો પ્રારંભ રમણભાઈ નીલકંઠથી થયો છે.૪૨ સૃષ્ટિસૌન્દર્ય અને ચિંતનનાં કાવ્યોનો પ્રારંભ નર્મદથી થાય છે.૪૩ રામનારાયણ નવીન કાવ્યસ્વરૂપઘટક બળનાં ચાર લક્ષણો નિર્દેશે છે : ૧. તેમાં આત્મલક્ષી કાવ્ય ઉત્તમ ગણાય છે; ૨. તેમાં સ્વરૂપનો આગ્રહ છે; ૩. તેમાં સંયમનો આગ્રહ છે; ૪. તેમાં મહાન અથવા ભવ્ય વિષયનો આગ્રહ છે.૪૪ આ નવીન કાવ્યસ્વરૂપઘટક બળના પ્રવર્તક તરીકે કાવ્યમાં રૂપ અને સંયમના આગ્રહી તથા ભવ્ય વિષયોના પુરસ્કર્તા નરસિંહરાવનો તેઓ ખાસ નિર્દેશ કરે છે. વળી ગુજરાતી કવિતાના વિકાસ-ક્રમની ગતિદિશાનું આકલન કરતાં, કાવ્ય સંબંધી મતમતાંતરોના ચક્રની ગોળાકાર પણ ઊર્ધ્વગામી ગતિનો દલપતનર્મદયુગ અને ગાંધીયુગના સંદર્ભે ખ્યાલ આપે છે.૪૫ આ વ્યાખ્યાનોમાં અર્વાચીન કવિતાના સંકોચભેદક બળ તરીકે ન્હાનાલાલ અને બલવંતરાયની સાહિત્યસેવાની સારી ચર્ચા થઈ છે. ‘અલંકારો આપવામાં જૂના સર્વ ગુજરાતી કવિઓની આગળ ગયેલા’ ન્હાનાલાલનું ‘અલંકારબાહુલ્ય અપદ્યાગદ્યમાં છે તેટલું શ્લોકબદ્ધ કાવ્યોમાં નથી.૪૬ — એ એમનું ન્હાનાલાલ-વિષયક એક ધ્યાનપાત્ર નિરીક્ષણ છે. નર્મદની જોસ્સાની વાત તેઓ કલાપી સુધી લઈ જાય છે.૪૭ અર્વાચીન ભક્તિકાવ્યોની ચર્ચા કરતાં સુંદરમ્ના ‘ત્રણ પાડોશી’ કાવ્યનું દૃષ્ટાંત ટાંકી જે વિધાન કરે છે તે વ્યાપક જીવનસંદર્ભમાં સાહિત્યપદાર્થને જોનારી એમની તીક્ષ્ણ વિવેચનદૃષ્ટિનો સંકેત આપે છે. તેઓ લખે છે : | રામનારાયણ નોંધે છે કે પશ્ચિમના સાહિત્યસંપર્ક ગુજરાતી સાહિત્યમાં વિવેચન અસ્તિત્વમાં આવવા લાગે છે અને તે સાથે લગભગ દરેક કવિતા-લેખક વિવેચક હોય એવુંયે જણાય છે.<ref>૪૧. એજન, પૃ. ૧૧.</ref> કાવ્યશાસ્ત્રની ચર્ચા અંગ્રેજી શિક્ષણમાંથી એટલે કે પશ્ચિમમાંથી જે લીધી તેનો પ્રારંભ રમણભાઈ નીલકંઠથી થયો છે.<ref>૪૨. એજન, પૃ. ૧૨-૧૩.</ref> સૃષ્ટિસૌન્દર્ય અને ચિંતનનાં કાવ્યોનો પ્રારંભ નર્મદથી થાય છે.<ref>૪૩. એજન, પૃ. ૧૦.</ref> રામનારાયણ નવીન કાવ્યસ્વરૂપઘટક બળનાં ચાર લક્ષણો નિર્દેશે છે : ૧. તેમાં આત્મલક્ષી કાવ્ય ઉત્તમ ગણાય છે; ૨. તેમાં સ્વરૂપનો આગ્રહ છે; ૩. તેમાં સંયમનો આગ્રહ છે; ૪. તેમાં મહાન અથવા ભવ્ય વિષયનો આગ્રહ છે.<ref>૪૪. એજન, પૃ. ૧૭.</ref> આ નવીન કાવ્યસ્વરૂપઘટક બળના પ્રવર્તક તરીકે કાવ્યમાં રૂપ અને સંયમના આગ્રહી તથા ભવ્ય વિષયોના પુરસ્કર્તા નરસિંહરાવનો તેઓ ખાસ નિર્દેશ કરે છે. વળી ગુજરાતી કવિતાના વિકાસ-ક્રમની ગતિદિશાનું આકલન કરતાં, કાવ્ય સંબંધી મતમતાંતરોના ચક્રની ગોળાકાર પણ ઊર્ધ્વગામી ગતિનો દલપતનર્મદયુગ અને ગાંધીયુગના સંદર્ભે ખ્યાલ આપે છે.<ref>૪૫. એજન, પૃ. ૨૮. </ref> આ વ્યાખ્યાનોમાં અર્વાચીન કવિતાના સંકોચભેદક બળ તરીકે ન્હાનાલાલ અને બલવંતરાયની સાહિત્યસેવાની સારી ચર્ચા થઈ છે. ‘અલંકારો આપવામાં જૂના સર્વ ગુજરાતી કવિઓની આગળ ગયેલા’ ન્હાનાલાલનું ‘અલંકારબાહુલ્ય અપદ્યાગદ્યમાં છે તેટલું શ્લોકબદ્ધ કાવ્યોમાં નથી.<ref>૪૬. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૭૪.</ref> — એ એમનું ન્હાનાલાલ-વિષયક એક ધ્યાનપાત્ર નિરીક્ષણ છે. નર્મદની જોસ્સાની વાત તેઓ કલાપી સુધી લઈ જાય છે.<ref>૪૭. એજન, પૃ. ૧૦૧.</ref> અર્વાચીન ભક્તિકાવ્યોની ચર્ચા કરતાં સુંદરમ્ના ‘ત્રણ પાડોશી’ કાવ્યનું દૃષ્ટાંત ટાંકી જે વિધાન કરે છે તે વ્યાપક જીવનસંદર્ભમાં સાહિત્યપદાર્થને જોનારી એમની તીક્ષ્ણ વિવેચનદૃષ્ટિનો સંકેત આપે છે. તેઓ લખે છે : | ||
“આ રીતે એક તરફથી ઈશ્વરાવતારને અતિ સ્થૂલ રૂપે કલ્પી અતિ પ્રાકૃત ભાવો ઈશ્વરને સમજ્યા વિના આરોપ્યાનાં કાવ્યો આપણા યુગમાં બંધ પડ્યાં તો બીજી તરફથી એ પણ નોંધવા જેવું છે કે અત્યંત નિકટનો પ્રેમ, મમત્વ, ઈશ્વરની સાથે લાડ કરવાની વૃત્તિ, લાડમાં છૂટ લેવાની વૃત્તિ, જેથી કેટલુંક ભક્તિકાવ્ય અત્યંત મધુર અને શ્રદ્ધા ઉત્પન્ન કરનારું બન્યું છે, અને જે હું કેટલેક અંશે હિન્દુ ધર્મની વિશિષ્ટતા માનું છું, તે આ ભવ્યતાના પક્ષપાતથી નીકળી ગયું. કંઈક ઈશ્વરની નિકટ જવાની ઇચ્છા જ આ જમાનામાં ઓછી થતી જાય છે, એક વાસ્તવિક વૃત્તિ તરીકે તે આપણા જમાનામાં માણસોમાં છે જ નહિ અને તેથી કાવ્યમાં પણ એ પ્રગટ થઈ નથી એમ છું માનું છું.” | “આ રીતે એક તરફથી ઈશ્વરાવતારને અતિ સ્થૂલ રૂપે કલ્પી અતિ પ્રાકૃત ભાવો ઈશ્વરને સમજ્યા વિના આરોપ્યાનાં કાવ્યો આપણા યુગમાં બંધ પડ્યાં તો બીજી તરફથી એ પણ નોંધવા જેવું છે કે અત્યંત નિકટનો પ્રેમ, મમત્વ, ઈશ્વરની સાથે લાડ કરવાની વૃત્તિ, લાડમાં છૂટ લેવાની વૃત્તિ, જેથી કેટલુંક ભક્તિકાવ્ય અત્યંત મધુર અને શ્રદ્ધા ઉત્પન્ન કરનારું બન્યું છે, અને જે હું કેટલેક અંશે હિન્દુ ધર્મની વિશિષ્ટતા માનું છું, તે આ ભવ્યતાના પક્ષપાતથી નીકળી ગયું. કંઈક ઈશ્વરની નિકટ જવાની ઇચ્છા જ આ જમાનામાં ઓછી થતી જાય છે, એક વાસ્તવિક વૃત્તિ તરીકે તે આપણા જમાનામાં માણસોમાં છે જ નહિ અને તેથી કાવ્યમાં પણ એ પ્રગટ થઈ નથી એમ છું માનું છું.” | ||
(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૧૩) | (અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૧૩) | ||
રામનારાયણ પ્રકૃતિકાવ્યોની વાત કરતાં એમાં પ્રગટ થતા આધુનિક માનસની નોંધ અવશ્ય લે છે; અને તે સાથે એક મહત્ત્વનું નિરીક્ષણ આ કરે છે : ‘પ્રકૃતિમાં માનવભાવ જોવો એ જ પ્રકૃતિનું સૌન્દર્ય એવી લઢણ પડી જતાં કાવ્યનું સ્વતંત્ર સ્ફુરણુ નષ્ટ થાય છે. | રામનારાયણ પ્રકૃતિકાવ્યોની વાત કરતાં એમાં પ્રગટ થતા આધુનિક માનસની નોંધ અવશ્ય લે છે; અને તે સાથે એક મહત્ત્વનું નિરીક્ષણ આ કરે છે : ‘પ્રકૃતિમાં માનવભાવ જોવો એ જ પ્રકૃતિનું સૌન્દર્ય એવી લઢણ પડી જતાં કાવ્યનું સ્વતંત્ર સ્ફુરણુ નષ્ટ થાય છે.’<ref>૪૮. એજન, પૃ. ૧૨૪. </ref> વળી તેઓ અર્વાચીન કવિતા ‘વધારે સાચાબેલી અને નિરાડંબર બનો’<ref>૪૯. એજન, પૃ. ૧૪૨.</ref> હોવાનું જણાવે છે. તેઓ અર્વાચીન દાંપત્યસ્નેહનાં કાવ્યોમાંથી બહુપત્નીત્વ નીકળી ગયાનો ઉલ્લેખ કરતાં એને ‘આપણા સમાજે બહુ જ શાંતિથી કરેલી મોટામાં મોટી વિચારક્રાન્તિ’<ref>૫૦. એજન, પૃ. ૧૪૭.</ref>-રૂપે ઘટાવે છે. પ્રીતિની દિવ્ય ભાવના વિશે કાવ્ય લખનાર પ્રથમ તે નરસિંહરાવ, તો પ્રેમકાવ્યોને ખૂબ લોકપ્રિય કરનાર પહેલા કવિ તે કલાપી – એવું રામનારાયણનું માનવું છે, પ્રેમના ‘શાશ્વત ત્રિકોણ’(ઈટર્નલ ટ્રાયેન્ગલ)નો પ્રથમ પ્રવેશ કલાપીની કવિતામાં તેમણે જોયો છે; અને એ પ્રણયત્રિકોણ ગુજરાતી કવિતામાં આગળ ન ચાલવા માટે તેમણે ન્હાનાલાલને જવાબદાર લેખ્યા છે<ref>૫૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૪૯. </ref> રામનારાયણ દરિદ્રનારાયણની ભાવનાને અનુલક્ષીને લખાતી થોકબંધ કવિતાની માર્મિક ટીકા કરતાં જણાવે છે : | ||
<ref>૫૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૪૯. </ref> | |||
“આવી કવિતામાં સહાનુભૂતિ મને ધણી જગાએ હઠથી આણેલી, ઘણી વાર ચાલુ ફૅશનથી દોરાઈને આણેલી, જાણે આત્મામાંથી ઊગેલી નહિ પણ બહારથી ઉછીની લીધેલી, ઘણી વાર મહેરબાનીની રાહે કરેલી એવી દેખાય છે. અને તેથી તેમાં મને સત્યનો રણકાર દેખાતો નથી.” | “આવી કવિતામાં સહાનુભૂતિ મને ધણી જગાએ હઠથી આણેલી, ઘણી વાર ચાલુ ફૅશનથી દોરાઈને આણેલી, જાણે આત્મામાંથી ઊગેલી નહિ પણ બહારથી ઉછીની લીધેલી, ઘણી વાર મહેરબાનીની રાહે કરેલી એવી દેખાય છે. અને તેથી તેમાં મને સત્યનો રણકાર દેખાતો નથી.” | ||
(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૬૫) | (અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૬૫) | ||
રામનારાયણ ‘કાન્ત’માં સૌથી પહેલાં શ્રદ્ધા અને સત્ય માટેનાં મંથન શરૂ થતાં દેખે છે.૫૨ આપણે ત્યાં મહાકાવ્ય નથી રચાયું તેના ‘સૌથી મોટા કારણ’ તરીકે, ‘આપણામાં મહાકાવ્યો લખી શકે એવી શક્તિવાળા કવિઓ જ | રામનારાયણ ‘કાન્ત’માં સૌથી પહેલાં શ્રદ્ધા અને સત્ય માટેનાં મંથન શરૂ થતાં દેખે છે.<ref>૫૨. એજન, પૃ. ૧૭૪.</ref> આપણે ત્યાં મહાકાવ્ય નથી રચાયું તેના ‘સૌથી મોટા કારણ’ તરીકે, ‘આપણામાં મહાકાવ્યો લખી શકે એવી શક્તિવાળા કવિઓ જ થોડા’<ref>૫૩. એજન, પૃ. ૧૭૭. </ref> એ હકીકત સમુચિત રીતે જ તેઓ આગળ ધરે છે. ‘મોટા વસ્તુખંડોને આમ તેમ ફેરવી ગોઠવીને મહાકાવ્યની ઇમારત ચણવામાં રસ પડે તેવો વસ્તુપરિચય આપણામાં પ્રો. ઠાકોર સિવાય બહુ ઓછામાં દેખાય છે.’<ref>૫૪. એજન, પૃ.૧૭૮. </ref> – એમ પણ તેઓ જણાવે છે. | ||
ઉપરનાં નિરીક્ષણો રામનારાયણની સાહિત્યપદાર્થ વિશેની સૂક્ષ્મ ને સ્વચ્છ સમજણ તેમ જ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સાહિત્યના પરિવર્તન-વિકાસને જોવા-મૂલવવાની સ્વસ્થ-સમતોલ રીતિનાં દ્યોતક છે. જે કાવ્યવિભાવના આ વ્યાખ્યાનોમાંથી ઊપસી આવે છે તે પછીનાં લખાણોમાં સ્થિરપણે એક માનદંડની રીતે ટકેલી જોવા મળે છે. ગુજરાતી વિવેચનામાં-તેમાંયે પરંપરાનિષ્ટ અથવા ઐતિહાસિક વિવેચનામાં આ વ્યાખ્યાનો નમૂનારૂપ છે એમ કહેવું જોઈએ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવા ઇચ્છનારને માટે આ વ્યાખ્યાનો અનેકધા ઉપયોગી થાય એવાં છે. એક રીતે તો આ વ્યાખ્યાનોમાંયે ગુજરાતી કાવ્યસાહિત્યના વિકાસની ઐતિહાસિક રૂપરેખા રહેલી છે જ. | ઉપરનાં નિરીક્ષણો રામનારાયણની સાહિત્યપદાર્થ વિશેની સૂક્ષ્મ ને સ્વચ્છ સમજણ તેમ જ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સાહિત્યના પરિવર્તન-વિકાસને જોવા-મૂલવવાની સ્વસ્થ-સમતોલ રીતિનાં દ્યોતક છે. જે કાવ્યવિભાવના આ વ્યાખ્યાનોમાંથી ઊપસી આવે છે તે પછીનાં લખાણોમાં સ્થિરપણે એક માનદંડની રીતે ટકેલી જોવા મળે છે. ગુજરાતી વિવેચનામાં-તેમાંયે પરંપરાનિષ્ટ અથવા ઐતિહાસિક વિવેચનામાં આ વ્યાખ્યાનો નમૂનારૂપ છે એમ કહેવું જોઈએ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવા ઇચ્છનારને માટે આ વ્યાખ્યાનો અનેકધા ઉપયોગી થાય એવાં છે. એક રીતે તો આ વ્યાખ્યાનોમાંયે ગુજરાતી કાવ્યસાહિત્યના વિકાસની ઐતિહાસિક રૂપરેખા રહેલી છે જ. | ||
રામનારાયણે સને ૧૯૨૯ના ગુજરાતી સાહિત્યના દિગ્દર્શન-વિષયક લેખમાં ન્હાનાલાલ, મુનશી જેવા સાહિત્યકારો વિશે ધ્યાનાર્હ નિરીક્ષણો કરેલાં છે. એ લેખમાં તેઓ ન્હાનાલાલની શૈલી વિશે લખતાં આ માર્મિક વિધાન કરે છે : | રામનારાયણે સને ૧૯૨૯ના ગુજરાતી સાહિત્યના દિગ્દર્શન-વિષયક લેખમાં ન્હાનાલાલ, મુનશી જેવા સાહિત્યકારો વિશે ધ્યાનાર્હ નિરીક્ષણો કરેલાં છે. એ લેખમાં તેઓ ન્હાનાલાલની શૈલી વિશે લખતાં આ માર્મિક વિધાન કરે છે : | ||
| Line 86: | Line 54: | ||
(સાહિત્યવિમર્શ, પૃ. ૯૯) | (સાહિત્યવિમર્શ, પૃ. ૯૯) | ||
આપણા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો પર એમની વિવેચનદૃષ્ટિ કઈ રીતે ફરી વળે છે ને તે જે કંઈ જુએ છે તેમાં કેવી ઝીણવટ તથા વ્યાપકતા દાખવે છે તથા જે કંઈ કથે છે તેમાં કેવી અભિપ્રાયગત સંતુલા જાળવે છે તે ઉપરના જેવાં અનેક દૃષ્ટાંતો પરથી સમજી શકાય છે. | આપણા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો પર એમની વિવેચનદૃષ્ટિ કઈ રીતે ફરી વળે છે ને તે જે કંઈ જુએ છે તેમાં કેવી ઝીણવટ તથા વ્યાપકતા દાખવે છે તથા જે કંઈ કથે છે તેમાં કેવી અભિપ્રાયગત સંતુલા જાળવે છે તે ઉપરના જેવાં અનેક દૃષ્ટાંતો પરથી સમજી શકાય છે. | ||
વળી વળીને રામનારાયણ એમના સાહિત્યકૃતિ કે સાહિત્યકાર વિશેના અભ્યાસમાં કાળબળને — સમયના પરિમાણને ખૂબ મહત્ત્વ આપે છે. બાહુક-ઋતુપર્ણ સંબંધી અનૌચિત્યનો મુદ્દો ચર્ચતાં તેઓ પ્રેમાનંદમાં મનુષ્ય સ્વભાવની ઝીણી સમજણ નહિ હોવાનો અભિપ્રાય બાંધે છે, પરંતુ એ સાથે એવી સમજણ પ્રેમાનંદના જમાનામાંયે નહિ હોવાનું જણાવ્યા વિના રહેતા નથી!૫૫ નર્મદની કવિતામાં અશ્લીલતા હોવાનાં તેમ જ તેમાં સુરુચિનો ભંગ થતો હોવાનાં ઉદાહરણોમાં તેઓ નર્મદના માનસ સાથે તેના જમાનાને પણ કારણભૂત ગણે છે.૫૬ આ રામનારાયણ દલપત-નર્મદનાં કાવ્યોને ‘કેવળ અત્યારના કાવ્યના ધોરણે જોઈ તે ઉપરથી તેમને અકવિ કહેવાને અર્થ નથી. | વળી વળીને રામનારાયણ એમના સાહિત્યકૃતિ કે સાહિત્યકાર વિશેના અભ્યાસમાં કાળબળને — સમયના પરિમાણને ખૂબ મહત્ત્વ આપે છે. બાહુક-ઋતુપર્ણ સંબંધી અનૌચિત્યનો મુદ્દો ચર્ચતાં તેઓ પ્રેમાનંદમાં મનુષ્ય સ્વભાવની ઝીણી સમજણ નહિ હોવાનો અભિપ્રાય બાંધે છે, પરંતુ એ સાથે એવી સમજણ પ્રેમાનંદના જમાનામાંયે નહિ હોવાનું જણાવ્યા વિના રહેતા નથી!૫૫<ref>૫૫. સાહિત્યવિમર્શ, પૃ. ૧૩૨.</ref> નર્મદની કવિતામાં અશ્લીલતા હોવાનાં તેમ જ તેમાં સુરુચિનો ભંગ થતો હોવાનાં ઉદાહરણોમાં તેઓ નર્મદના માનસ સાથે તેના જમાનાને પણ કારણભૂત ગણે છે.<ref>૫૬. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા, ૧૯૬૫, પૃ. ૭૮.</ref> આ રામનારાયણ દલપત-નર્મદનાં કાવ્યોને ‘કેવળ અત્યારના કાવ્યના ધોરણે જોઈ તે ઉપરથી તેમને અકવિ કહેવાને અર્થ નથી.’<ref>૫૭. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૮.</ref> —એમ જણાવી સાહિત્યના વિકાસને સમયસાપેક્ષ ધોરણે જોવાની પદ્ધતિની આવશ્યકતા દર્શાવે તેમાં નવાઈ નથી, બલકે એ જ ઉચિત છે. | ||
રામનારાયણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો વિશેના ચોથા વ્યાખ્યાનમાં ‘કાવ્યને કાવ્યને બનવું છે તે સિવાયની બીજી કશી દરકાર તેને હોવી ન | રામનારાયણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો વિશેના ચોથા વ્યાખ્યાનમાં ‘કાવ્યને કાવ્યને બનવું છે તે સિવાયની બીજી કશી દરકાર તેને હોવી ન જોઈએ’<ref>૫૮. એજન, પૃ. ૧૩૮. </ref> – એમ જે વિધાન કરેલું તે તેમની વિવેકપૂત કલાદૃષ્ટિનું દ્યોતક છે જ. રામનારાયણ કાવ્યને ‘જીવનના સૌથી વધારે જીવન્ત સ્ફૂર્તિમય સૂક્ષ્મ ‘વ્યાપાર’<ref>૫૯. એજન, પૃ. ૨૦૬.</ref> તરીકે વર્ણવે છે તે સાથે તેની સ્વાયત્તતાનો સમાદર કરે છે. રામનારાયણ આમ તો ગાંધીસંસ્કારથી રંગાયેલા હતા, જીવનમાં કલાને અને કલામાં જીવનનો મહિમા કરનાર પણ હતા, પરંતુ તેથી કંઈ એમની કલાભાવનાને-કાવ્યવિભાવનાને વેઠવું પડ્યું હોય એમ જણાતું નથી. ઊલટું, તેમની જીવન વિશેની સ્વસ્થ સમજે કલાતત્ત્વોના સમુચિત આકલન-દર્શન-મૂલ્યાંકનમાં ઘણી સહાય કરી હોય એમ જણાય છે. રામનારાયણને જીવન અને કલા વચ્ચે કોઈ વિસંવાદ જણાતો નથી; બલકે જીવનની વિકાસગતિનું જ એક ઊર્ધ્વીકૃત રૂપ કલામાં-કલાસ્વરૂપે એમને દૃગ્ગોચર થાય છે. રામનારાયણની આવી દૃષ્ટિ-ભૂમિકાને કારણે સ્પષ્ટ લાભ એમની વિવેચનાને એ થયો કે તે એકાંગી થતી બચી. | ||
રામનારાયણે સાહિત્યવિવેચનમાં આસ્વાદધર્મને અને તેથી કૃતિનિષ્ઠ વિવેચનને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. એમના ‘કાવ્યની શક્તિ’ જેવા સૈદ્ધાંતિક સાહિત્ય-લેખોયે આસ્વાદકર્મનો પ્રભાવ તો દાખવીને જ રહે છે. રામનારાયણની ગ્રંથાવલોકન-પદ્ધતિમાં ગ્રંથપરીક્ષક નવલરામની પરંપરાનું અનુસંધાન – અલબત્ત, વિકાસના ક્રમમાં – જોઈ શકાય. તેમના પ્રગટ વિવેચનસંગ્રહોમાં સવાસો ઉપરાંત ગ્રંથો વિશે અવલોકનો-વિવેચનો મળે છે. એમનાં ગ્રંથાવલોકનોનો મોટો ભાગ ‘કાવ્યની શક્તિ’ તથા ‘સાહિત્યવિમર્શ’માં સમાવિષ્ટ છે. ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ માટે તેઓ અવલોકનો લખતા તેમાં સામયિકના પ્રયોજને-સંદર્ભે આવી જતી મર્યાદાઓ જોવા મળે એ સમજી શકાય એમ છે. લેખક પોતે જ જણાવે છે તેમ એ ગ્રંથાવલોકનના લેખો ચાલુ માસિકોને માટે લખેલ અને તેથી તેમાં કંઈક તાત્કાલીન પ્રશ્નો, દૃષ્ટિઓ અને વાતાવરણ, જ્ઞાન અને અજ્ઞાત રીતે, વિચારની ભૂમિકામાં કે ચણતરમાં આવી જાય એ સ્વાભાવિક છે.૬૦ | રામનારાયણે સાહિત્યવિવેચનમાં આસ્વાદધર્મને અને તેથી કૃતિનિષ્ઠ વિવેચનને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. એમના ‘કાવ્યની શક્તિ’ જેવા સૈદ્ધાંતિક સાહિત્ય-લેખોયે આસ્વાદકર્મનો પ્રભાવ તો દાખવીને જ રહે છે. રામનારાયણની ગ્રંથાવલોકન-પદ્ધતિમાં ગ્રંથપરીક્ષક નવલરામની પરંપરાનું અનુસંધાન – અલબત્ત, વિકાસના ક્રમમાં – જોઈ શકાય. તેમના પ્રગટ વિવેચનસંગ્રહોમાં સવાસો ઉપરાંત ગ્રંથો વિશે અવલોકનો-વિવેચનો મળે છે. એમનાં ગ્રંથાવલોકનોનો મોટો ભાગ ‘કાવ્યની શક્તિ’ તથા ‘સાહિત્યવિમર્શ’માં સમાવિષ્ટ છે. ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ માટે તેઓ અવલોકનો લખતા તેમાં સામયિકના પ્રયોજને-સંદર્ભે આવી જતી મર્યાદાઓ જોવા મળે એ સમજી શકાય એમ છે. લેખક પોતે જ જણાવે છે તેમ એ ગ્રંથાવલોકનના લેખો ચાલુ માસિકોને માટે લખેલ અને તેથી તેમાં કંઈક તાત્કાલીન પ્રશ્નો, દૃષ્ટિઓ અને વાતાવરણ, જ્ઞાન અને અજ્ઞાત રીતે, વિચારની ભૂમિકામાં કે ચણતરમાં આવી જાય એ સ્વાભાવિક છે.૬૦ | ||