33,001
edits
No edit summary |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
રામનારાયણ સાહિત્યવિવેચનને સાહિત્યસર્જન માટેના ઉપકારક પરિબળરૂપે જુએ છે. તેઓ સાહિત્ય ક્ષેત્રે નૂતન પ્રયોગ સાથે પરંપરાનુંયે મૂલ્ય પિછાણે છે. તેથી કૃતિનિષ્ઠ સાહિત્યવિવેચના સાથે પરંપરાનિષ્ઠ—ઐતિહાસિક સાહિત્યવિવેચનાનેય તેઓ ઉપયોગી માને છે. તેઓ સાહિત્યવિવેચન-ક્ષેત્રે તુલનાત્મક અભિગમની મર્યાદાઓ જાણવા સાથે જ એ અભિગમનાં જે ઇષ્ટ તત્ત્વો છે તેને આગળ કરે છે.<ref>૨. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૪.</ref> અને તેઓ પોતે પણ યથાવશ્યક વિવેચનની કૃતિનિષ્ઠ, પરંપરાનિષ્ઠ તેમ જ તુલનાત્મક આદિ પદ્ધતિઓનો આશ્રય લે છે. રામનારાયણ સાહિત્યવિવેચનમાં યોગ્ય રીતે જ સૌન્દર્યાનુભવ-રસાનુભવ-આસ્વાદકર્મને જ કેન્દ્રસ્થ લેખે છે.<ref>૩. સાહિત્યવિમર્શ’, પૃ. ૪૦; સાહિત્યાલોક, ૧૯૭૩, પૃ, ૪૨, ૪૫.</ref> વિવેચનનો પ્રાદુર્ભાવ આનંદમાંથી થયો જણાય છે અને એનું લક્ષ્ય પણ આનંદ જ છે. ‘આપણી પાસે રજૂ થયેલી કૃતિ કલાની છે કે નહિ એ એક જ પ્રશ્ન વિવેચનનો છે.’<ref>૪. સાહિત્યવિમર્શ, પૃ. ૩૩.</ref> —એમ તેઓ ભારપૂર્વક જણાવે છે. જોકે અન્યત્ર કલાકૃતિને જે ધોરણોએ કલાકૃતિ લેખવાનું જરૂરી બને છે તે ધોરણોની રજૂઆત પણ વિવેચનના ક્ષેત્રની બાબત હોવાનું નિર્દેશે છે.<ref>૫. સાહિત્યાલોક, પૃ. ૩૫.</ref> | રામનારાયણ સાહિત્યવિવેચનને સાહિત્યસર્જન માટેના ઉપકારક પરિબળરૂપે જુએ છે. તેઓ સાહિત્ય ક્ષેત્રે નૂતન પ્રયોગ સાથે પરંપરાનુંયે મૂલ્ય પિછાણે છે. તેથી કૃતિનિષ્ઠ સાહિત્યવિવેચના સાથે પરંપરાનિષ્ઠ—ઐતિહાસિક સાહિત્યવિવેચનાનેય તેઓ ઉપયોગી માને છે. તેઓ સાહિત્યવિવેચન-ક્ષેત્રે તુલનાત્મક અભિગમની મર્યાદાઓ જાણવા સાથે જ એ અભિગમનાં જે ઇષ્ટ તત્ત્વો છે તેને આગળ કરે છે.<ref>૨. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૪.</ref> અને તેઓ પોતે પણ યથાવશ્યક વિવેચનની કૃતિનિષ્ઠ, પરંપરાનિષ્ઠ તેમ જ તુલનાત્મક આદિ પદ્ધતિઓનો આશ્રય લે છે. રામનારાયણ સાહિત્યવિવેચનમાં યોગ્ય રીતે જ સૌન્દર્યાનુભવ-રસાનુભવ-આસ્વાદકર્મને જ કેન્દ્રસ્થ લેખે છે.<ref>૩. સાહિત્યવિમર્શ’, પૃ. ૪૦; સાહિત્યાલોક, ૧૯૭૩, પૃ, ૪૨, ૪૫.</ref> વિવેચનનો પ્રાદુર્ભાવ આનંદમાંથી થયો જણાય છે અને એનું લક્ષ્ય પણ આનંદ જ છે. ‘આપણી પાસે રજૂ થયેલી કૃતિ કલાની છે કે નહિ એ એક જ પ્રશ્ન વિવેચનનો છે.’<ref>૪. સાહિત્યવિમર્શ, પૃ. ૩૩.</ref> —એમ તેઓ ભારપૂર્વક જણાવે છે. જોકે અન્યત્ર કલાકૃતિને જે ધોરણોએ કલાકૃતિ લેખવાનું જરૂરી બને છે તે ધોરણોની રજૂઆત પણ વિવેચનના ક્ષેત્રની બાબત હોવાનું નિર્દેશે છે.<ref>૫. સાહિત્યાલોક, પૃ. ૩૫.</ref> | ||
રામનારાયણ વિવેચનમાં સહૃદયતા સાથે સૌહાર્દ પણ ઇષ્ટ લેખે છે. વિવેચક કોઈ વાંકદેખો (‘સિનિક’) માણસ નથી; ટીકાને ખાતર જ ટીકા કરનાર જીવ નથી. તે સર્જકનો મિત્ર છે, શ્રેષ્ઠ ભાવક પણ છે. ખરા કાવ્યનું શ્રેષ્ઠત્વ સમજી શકે એવું શ્રેષ્ઠ ભાવકત્વ એનામાં હોય છે. ખરો વિવેચક એ છે જે કલાકૃતિના ગુણોને સમજી શકતો હોય. એવા વિવેચકને જ કૃતિના દોષો કહેવાનો અધિકાર હોઈ શકે, રામનારાયણ સાહિત્યવિવેચકમાં ‘કૃતની કૃતજ્ઞતા’ સાથે ‘અકૃતનો અસંતોષ’ | રામનારાયણ વિવેચનમાં સહૃદયતા સાથે સૌહાર્દ પણ ઇષ્ટ લેખે છે. વિવેચક કોઈ વાંકદેખો (‘સિનિક’) માણસ નથી; ટીકાને ખાતર જ ટીકા કરનાર જીવ નથી. તે સર્જકનો મિત્ર છે, શ્રેષ્ઠ ભાવક પણ છે. ખરા કાવ્યનું શ્રેષ્ઠત્વ સમજી શકે એવું શ્રેષ્ઠ ભાવકત્વ એનામાં હોય છે. ખરો વિવેચક એ છે જે કલાકૃતિના ગુણોને સમજી શકતો હોય. એવા વિવેચકને જ કૃતિના દોષો કહેવાનો અધિકાર હોઈ શકે, રામનારાયણ સાહિત્યવિવેચકમાં ‘કૃતની કૃતજ્ઞતા’ સાથે ‘અકૃતનો અસંતોષ’<ref>૬. અર્વાચીન કાવ્ય-સાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૨૧૭.</ref> વાંછે છે. તેઓ ‘વિવેચન કરવાના અભિમાન’ને ભાવક-વિવેચકમાં ઇષ્ટ લેખતા નથી. (દ્વિરેફની વાતો-૩, પૃ. ૧૨૨) | ||
<ref>૬. અર્વાચીન કાવ્ય-સાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૨૧૭.</ref> વાંછે છે. તેઓ ‘વિવેચન કરવાના અભિમાન’ને ભાવક-વિવેચકમાં ઇષ્ટ લેખતા નથી. (દ્વિરેફની વાતો-૩, પૃ. ૧૨૨) | |||
રામનારાયણ વિવેચકની સુરુચિ પર વિશેષભાવે ભાર મૂકે છે. સુરુચિ, એમના મતે, ‘જીવનના ઊંડાણમાંથી સ્ફુરતી<ref>૭. સાહિત્યાલોક, પૃ. ૩૯.</ref> વસ્તુ છે. તે રુચિ ‘વિવેચનનું અંતરતત્ત્વ’ છે – ઊંચામાં ઊંચા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને વિશાલમાં વિશાલ અર્થમાં.<ref>૮. સાહિત્યવિમર્શ, પૃ ૧૩૩.</ref> આવી રુચિ રામનારાયણના વિવેચનમાં સર્વત્ર અનુભવાય છે. જેમ ન્હાનાલાલે કદી કવિતામાં હીનો ભાવ ગાયો નથી એમ કહેવામાં આવે છે તેમ રામનારાયણ માટે પણ કહી શકાય કે શું સર્જનમાં કે શું વિવેચનમાં, તેમણે ક્યાંય હીના ભાવની તરફદારી કરી નથી, એની ગંધ સરખીયે એમના લખાણમાં જોવા નહિ મળે. | રામનારાયણ વિવેચકની સુરુચિ પર વિશેષભાવે ભાર મૂકે છે. સુરુચિ, એમના મતે, ‘જીવનના ઊંડાણમાંથી સ્ફુરતી<ref>૭. સાહિત્યાલોક, પૃ. ૩૯.</ref> વસ્તુ છે. તે રુચિ ‘વિવેચનનું અંતરતત્ત્વ’ છે – ઊંચામાં ઊંચા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને વિશાલમાં વિશાલ અર્થમાં.<ref>૮. સાહિત્યવિમર્શ, પૃ ૧૩૩.</ref> આવી રુચિ રામનારાયણના વિવેચનમાં સર્વત્ર અનુભવાય છે. જેમ ન્હાનાલાલે કદી કવિતામાં હીનો ભાવ ગાયો નથી એમ કહેવામાં આવે છે તેમ રામનારાયણ માટે પણ કહી શકાય કે શું સર્જનમાં કે શું વિવેચનમાં, તેમણે ક્યાંય હીના ભાવની તરફદારી કરી નથી, એની ગંધ સરખીયે એમના લખાણમાં જોવા નહિ મળે. | ||
રામનારાયણ ચિંતક પ્રકૃતિના વિવેચક છે. તેઓ વિવેચનનેય તત્ત્વચિંતનનો જ એક વ્યાપાર માનતા જણાય છે. ‘વિવેચકનો જ્ઞાનપ્રદેશ ફિલસૂફી જેટલો વિવિધ અને વ્યાપક હોવો જોઈએ’ | રામનારાયણ ચિંતક પ્રકૃતિના વિવેચક છે. તેઓ વિવેચનનેય તત્ત્વચિંતનનો જ એક વ્યાપાર માનતા જણાય છે. ‘વિવેચકનો જ્ઞાનપ્રદેશ ફિલસૂફી જેટલો વિવિધ અને વ્યાપક હોવો જોઈએ’<ref>૯. સાહિત્યાલોક, પૃ. ૪૫.</ref> એમ તેમની અપેક્ષા છે. તેઓ વિવેચનક્ષેત્રે એકદેશીયતાના પક્ષકાર નથી. રામનારાયણ સર્જન અને વિવેચનમાં પ્રથમ સ્થાન સર્જનને જ આપે છે અને સ્વાયત્તતાની પડછે વિવેચનની પરાયત્તતાયે બતાવે છે,<ref>૧૦. સાહિત્યવિમર્શ, પૃ. ૪૦.</ref> તથા એ રીતે વિવેચન સર્જન હોઈ શકે એવો વિશ્વનાથ મ. ભટ્ટનો દાવો સચોટતાથી નકારે છે; આમ છતાં રામનારાયણને વિવેચનપ્રવૃત્તિમાં નિષ્ઠા-શ્રદ્ધા ભરપૂર છે. તેઓ લખે છે : | ||
<ref>૯. સાહિત્યાલોક, પૃ. ૪૫.</ref> એમ તેમની અપેક્ષા છે. તેઓ વિવેચનક્ષેત્રે એકદેશીયતાના પક્ષકાર નથી. રામનારાયણ સર્જન અને વિવેચનમાં પ્રથમ સ્થાન સર્જનને જ આપે છે અને સ્વાયત્તતાની પડછે વિવેચનની પરાયત્તતાયે બતાવે છે,<ref>૧૦. સાહિત્યવિમર્શ, પૃ. ૪૦.</ref> તથા એ રીતે વિવેચન સર્જન હોઈ શકે એવો વિશ્વનાથ મ. ભટ્ટનો દાવો સચોટતાથી નકારે છે; આમ છતાં રામનારાયણને વિવેચનપ્રવૃત્તિમાં નિષ્ઠા-શ્રદ્ધા ભરપૂર છે. તેઓ લખે છે : | |||
“વિવેચન, દેવ આગળ ધરાવેલા દીપની પેઠે, સર્જનસાહિત્યનું અર્ચન કરે છે, તેના સૌન્દર્યને સ્ફુટ કરે છે, એટલું જ નહિ, તેને જીવતું પણ રાખે છે, વિવેચન એ સાચા જીવતા સર્જન-સાહિત્યનો વાઙ્મય ધબકાર છે. વિવેચનથી જ સર્જનસાહિત્ય નવે નવે યુગે નવતા ધારણ કરે છે, નવા યુગને અભિમુખ થાય છે, નવા યુગને ગ્રાહ્ય થાય છે, સાચું સર્જન અને સાચું વિવેચન પણ જે છે તેને રજૂ કરે છે એટલું જ નહિ, ભાવના ચિંતન અને વિચારોનો ભાવિ ઝોક પણ બતાવે છે, સર્જન અને વિવેચન બંને પોતાના જમાનાની ફિલસૂફી ઘડે છે.” (સાહિત્યાલોક, પૃ. ૩૨) | “વિવેચન, દેવ આગળ ધરાવેલા દીપની પેઠે, સર્જનસાહિત્યનું અર્ચન કરે છે, તેના સૌન્દર્યને સ્ફુટ કરે છે, એટલું જ નહિ, તેને જીવતું પણ રાખે છે, વિવેચન એ સાચા જીવતા સર્જન-સાહિત્યનો વાઙ્મય ધબકાર છે. વિવેચનથી જ સર્જનસાહિત્ય નવે નવે યુગે નવતા ધારણ કરે છે, નવા યુગને અભિમુખ થાય છે, નવા યુગને ગ્રાહ્ય થાય છે, સાચું સર્જન અને સાચું વિવેચન પણ જે છે તેને રજૂ કરે છે એટલું જ નહિ, ભાવના ચિંતન અને વિચારોનો ભાવિ ઝોક પણ બતાવે છે, સર્જન અને વિવેચન બંને પોતાના જમાનાની ફિલસૂફી ઘડે છે.” (સાહિત્યાલોક, પૃ. ૩૨) | ||
વિવેચન, એમના મતે સાહિત્યને શુદ્ધ રાખનારું બળ છે. એ અમુક રીતે સાહિત્યના આખા નિર્માણવ્યાપારમાંયે કામ કરનારી શક્તિ છે. | વિવેચન, એમના મતે સાહિત્યને શુદ્ધ રાખનારું બળ છે. એ અમુક રીતે સાહિત્યના આખા નિર્માણવ્યાપારમાંયે કામ કરનારી શક્તિ છે.<ref>૧૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૩૩.</ref> રામનારાયણ નવલરામની જેમ જનતા તેમ જ લેખકો પ્રત્યેની જવાબદારીની વૃત્તિ કેળવવાની ટીકાકારો-વિવેચકો પાસે અપેક્ષા સેવે છે.<ref>૧૨. આલોચના, પૃ. ૨૧૨.</ref> આમ તેઓ વિવેચનની પ્રવૃત્તિમાં કલાહિત સાથે, કલાહિત દ્વારા સમાજહિતનોયે ખ્યાલ રાખે છે. આમ એમનો વિવેચનધર્મ વ્યષ્ટિધર્મ સાથે સમષ્ટિધર્મરૂપેય પ્રતીત થાય છે. કોઈ એમની આવી ભૂમિકામાં ગાંધીયુગીન સંસ્કાર-સંદર્ભ જોવાયે પ્રેરાય. | ||
<ref>૧૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૩૩.</ref> રામનારાયણ નવલરામની જેમ જનતા તેમ જ લેખકો પ્રત્યેની જવાબદારીની વૃત્તિ કેળવવાની ટીકાકારો-વિવેચકો પાસે અપેક્ષા સેવે છે.<ref>૧૨. આલોચના, પૃ. ૨૧૨.</ref> આમ તેઓ વિવેચનની પ્રવૃત્તિમાં કલાહિત સાથે, કલાહિત દ્વારા સમાજહિતનોયે ખ્યાલ રાખે છે. આમ એમનો વિવેચનધર્મ વ્યષ્ટિધર્મ સાથે સમષ્ટિધર્મરૂપેય પ્રતીત થાય છે. કોઈ એમની આવી ભૂમિકામાં ગાંધીયુગીન સંસ્કાર-સંદર્ભ જોવાયે પ્રેરાય. | રામનારાયણ જેમ સર્જનને, તેમ વિવેચનનેય જીવનથી નિરપેક્ષ રીતે જોવાના મતના નથી. વિવેચનનું કાર્ય કાવ્ય જે ભાવ કથે છે તે બરાબર કૌશલથી કથે છે કે નહિ એ જોવાનું તો છે જ, તે સાથે તે ભાવ ઉચ્ચ છે કે નહિ, રહસ્યવાળો છે કે નહિ એ પણ જોવાનું છે.<ref>૧૩. કાવ્યની શક્તિ, પૃ. ૩૪.</ref> અને આમ કરવામાં—ભાવનું મૂલ્યાંકન કરવામાં ભાવની સમગ્ર જીવનદૃષ્ટિથી ચર્ચા અનિવાર્ય થઈ પડે છે.<ref>૧૪. સાહિત્યાલોક, પૃ. ૩૭.</ref> તેથી જ તેઓ સમગ્ર કાવ્યના ભાવના મૂલ્યાંકનનું ધોરણ જીવનના મૂલ્યાંકનના ધોરણથી સ્વતંત્ર હોય એ અશક્ય સમજે છે.<ref>૧૫. એજન, પૃ. ૩૮.</ref> | ||
રામનારાયણ જેમ સર્જનને, તેમ વિવેચનનેય જીવનથી નિરપેક્ષ રીતે જોવાના મતના નથી. વિવેચનનું કાર્ય કાવ્ય જે ભાવ કથે છે તે બરાબર કૌશલથી કથે છે કે નહિ એ જોવાનું તો છે જ, તે સાથે તે ભાવ ઉચ્ચ છે કે નહિ, રહસ્યવાળો છે કે નહિ એ પણ જોવાનું છે.<ref>૧૩. કાવ્યની શક્તિ, પૃ. ૩૪.</ref> અને આમ કરવામાં—ભાવનું મૂલ્યાંકન કરવામાં ભાવની સમગ્ર જીવનદૃષ્ટિથી ચર્ચા અનિવાર્ય થઈ પડે છે.<ref>૧૪. સાહિત્યાલોક, પૃ. ૩૭.</ref> તેથી જ તેઓ સમગ્ર કાવ્યના ભાવના મૂલ્યાંકનનું ધોરણ જીવનના મૂલ્યાંકનના ધોરણથી સ્વતંત્ર હોય એ અશક્ય સમજે છે. | |||
<ref>૧૫. એજન, પૃ. ૩૮.</ref> | |||
રામનારાયણ વિવેચનપ્રવૃત્તિને—સાહિત્યસમીક્ષાને ચુકાદો (‘જજ-મેન્ટ’) આપવાની પ્રવૃત્તિ તરીકે જોતા નથી, પરંતુ કલાકૃતિની રસદૃષ્ટિએ જે કંઈ વિશેષતાઓ હોય તે સમજવાના પ્રયાસરૂપે એને જુએ છે.<ref>૧૬. એજન, પૃ. ૪૨.</ref> તેઓ સાહિત્યકૃતિનું મૂલ્યાંકન ઉપર નિર્દેશ્યું તેમ, જીવનથી નિરપેક્ષ રહીને કરવાના મતના નથી તો તેને અનુષંગે એય ખ્યાલમાં રાખવાનું જરૂરી છે કે સાહિત્યકૃતિગત શબ્દ અને અર્થને પૂરેપૂરા સમજવાના ઉપક્રમને જ મૂલ્યાંકનમાં તેઓ મુખ્ય બાબત માને છે. <ref>૧૭. આકલન, પૃ. ૭૩.</ref>૧૭ આમ રામનારાયણ કલાકૃતિને વ્યાપક જીવનસંદર્ભમાં જોવા-મૂલવવાના પક્ષના હોવા સાથે કલાકૃતિનું પોતીકાપણું સાચવવાના અત્યંત આગ્રહી છે જ. તેઓ સર્જનમાં તેમ જ વિવેચનમાંય કળાતત્ત્વને જ પ્રાધાન્ય આપે છે અને તેથી જ એવું માર્મિક વિધાન કરે છે કે ‘સાહિત્યની કસોટી જેમ કળા છે તેમ વિવેચકની કસોટીયે કળા જ છે.’<ref>૧૮. આકલન, પૃ. ૧૨૪.</ref> તેમણે કળા સાથે કાળનેય કળાકૃતિની કસોટી કરનાર લેખ્યો છે એ યાદ રાખવું ઘટે.<ref>૧૯. સાહિત્યવિમર્શ, પૃ. ૬૯.</ref> | રામનારાયણ વિવેચનપ્રવૃત્તિને—સાહિત્યસમીક્ષાને ચુકાદો (‘જજ-મેન્ટ’) આપવાની પ્રવૃત્તિ તરીકે જોતા નથી, પરંતુ કલાકૃતિની રસદૃષ્ટિએ જે કંઈ વિશેષતાઓ હોય તે સમજવાના પ્રયાસરૂપે એને જુએ છે.<ref>૧૬. એજન, પૃ. ૪૨.</ref> તેઓ સાહિત્યકૃતિનું મૂલ્યાંકન ઉપર નિર્દેશ્યું તેમ, જીવનથી નિરપેક્ષ રહીને કરવાના મતના નથી તો તેને અનુષંગે એય ખ્યાલમાં રાખવાનું જરૂરી છે કે સાહિત્યકૃતિગત શબ્દ અને અર્થને પૂરેપૂરા સમજવાના ઉપક્રમને જ મૂલ્યાંકનમાં તેઓ મુખ્ય બાબત માને છે. <ref>૧૭. આકલન, પૃ. ૭૩.</ref>૧૭ આમ રામનારાયણ કલાકૃતિને વ્યાપક જીવનસંદર્ભમાં જોવા-મૂલવવાના પક્ષના હોવા સાથે કલાકૃતિનું પોતીકાપણું સાચવવાના અત્યંત આગ્રહી છે જ. તેઓ સર્જનમાં તેમ જ વિવેચનમાંય કળાતત્ત્વને જ પ્રાધાન્ય આપે છે અને તેથી જ એવું માર્મિક વિધાન કરે છે કે ‘સાહિત્યની કસોટી જેમ કળા છે તેમ વિવેચકની કસોટીયે કળા જ છે.’<ref>૧૮. આકલન, પૃ. ૧૨૪.</ref> તેમણે કળા સાથે કાળનેય કળાકૃતિની કસોટી કરનાર લેખ્યો છે એ યાદ રાખવું ઘટે.<ref>૧૯. સાહિત્યવિમર્શ, પૃ. ૬૯.</ref> | ||
| Line 22: | Line 18: | ||
રામનારાયણે મધ્યકાલીન તેમ જ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અનેક કૃતિઓનું, અનેક કર્તાઓનું તેમ જ સાહિત્યપ્રકારો આદિનું વિવેચન કર્યું છે. તેમણે ‘પ્રાચીન ગુજરાતી કાવ્યસાહિત્યનું વિહંગાવલોકન’માં ૧૨મા સૈકાથી ૧૪મા સૈકા સુધીના સાહિત્યની કેટલીક પ્રસાદી આપી કવિતા સાથે તત્કાલીન ભક્તિ, દાન, શૌર્યાદિના સંસ્કારોનોયે પરિચય કરાવ્યો છે. વળી ‘વસંત-વિલાસ’ની કવિતાનો ને નરસિંહના કવિકર્મનોયે પરિચય તેમણે આપે છે. ‘નરસિંહની પ્રતિભા ઊર્મિગીતની હતી’ એમ તેમનું કહેવું છે.<ref>૨૦. નભોવિહાર, ૧૯૬૧, પૃ. ૨૨.</ref> તે સાલવારીમાં નહિ તો ભાષાની શક્તિ વ્યક્ત કરવામાં ખરેખર ગુજરાતી આદ્યકવિ છે એમ તેઓ જણાવે છે. નરસિંહે ગુજરાતી ભાષાની શક્તિ જેમ માધુર્યમાં તેમ ભવ્યતામાં, ગૌરવમાં, પ્રૌઢિમાં બતાવી હોવાનું તેમનું નિરીક્ષણ છે. તેઓ પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’નો આસ્વાદ કરાવતાં ‘શૌર્યનું, ઇતિહાસ-વસ્તુનું છેલ્લું કાવ્ય’ એ હોવાનું જણાવે છે.<ref>૨૧. એજન, પૃ. ૩૨.</ref> તેઓ આલંકારિક રીતે પદ્મનાભ-ભાલણની કવિપ્રતિભાનો ખ્યાલ આપતાં લખે છેઃ | રામનારાયણે મધ્યકાલીન તેમ જ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અનેક કૃતિઓનું, અનેક કર્તાઓનું તેમ જ સાહિત્યપ્રકારો આદિનું વિવેચન કર્યું છે. તેમણે ‘પ્રાચીન ગુજરાતી કાવ્યસાહિત્યનું વિહંગાવલોકન’માં ૧૨મા સૈકાથી ૧૪મા સૈકા સુધીના સાહિત્યની કેટલીક પ્રસાદી આપી કવિતા સાથે તત્કાલીન ભક્તિ, દાન, શૌર્યાદિના સંસ્કારોનોયે પરિચય કરાવ્યો છે. વળી ‘વસંત-વિલાસ’ની કવિતાનો ને નરસિંહના કવિકર્મનોયે પરિચય તેમણે આપે છે. ‘નરસિંહની પ્રતિભા ઊર્મિગીતની હતી’ એમ તેમનું કહેવું છે.<ref>૨૦. નભોવિહાર, ૧૯૬૧, પૃ. ૨૨.</ref> તે સાલવારીમાં નહિ તો ભાષાની શક્તિ વ્યક્ત કરવામાં ખરેખર ગુજરાતી આદ્યકવિ છે એમ તેઓ જણાવે છે. નરસિંહે ગુજરાતી ભાષાની શક્તિ જેમ માધુર્યમાં તેમ ભવ્યતામાં, ગૌરવમાં, પ્રૌઢિમાં બતાવી હોવાનું તેમનું નિરીક્ષણ છે. તેઓ પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’નો આસ્વાદ કરાવતાં ‘શૌર્યનું, ઇતિહાસ-વસ્તુનું છેલ્લું કાવ્ય’ એ હોવાનું જણાવે છે.<ref>૨૧. એજન, પૃ. ૩૨.</ref> તેઓ આલંકારિક રીતે પદ્મનાભ-ભાલણની કવિપ્રતિભાનો ખ્યાલ આપતાં લખે છેઃ | ||
“આપણી ઊડતી સહેલગાહમાં જેમ પદ્મનાભનું સમરાંગણ જોવા મળે તેમ ભાલણનું નિર્મળ સરોવર પણ જોવા મળે જ.” | “આપણી ઊડતી સહેલગાહમાં જેમ પદ્મનાભનું સમરાંગણ જોવા મળે તેમ ભાલણનું નિર્મળ સરોવર પણ જોવા મળે જ.” | ||
{{right|(નભોવિહાર, પૃ. ૪૧)}}<br> | |||
ભાલણમાં ‘ઊંડે સુધી ગુજરાતનું જીવન જ વ્યાપી ગયા’નું તેમનું નિદાન છે. | ભાલણમાં ‘ઊંડે સુધી ગુજરાતનું જીવન જ વ્યાપી ગયા’નું તેમનું નિદાન છે. | ||
રામનારાયણ મીરાંની વાત કરતાં સ્વાભાવિક રીતે જ તેની ભક્ત કવિ નરસિંહ જોડે તુલના કરવા પ્રેરાય છે. એ તુલના રસપ્રદ પણ છે. | રામનારાયણ મીરાંની વાત કરતાં સ્વાભાવિક રીતે જ તેની ભક્ત કવિ નરસિંહ જોડે તુલના કરવા પ્રેરાય છે. એ તુલના રસપ્રદ પણ છે.<ref>૨૨. નભોવિહાર, પૃ. ૪૨.</ref> તેઓ અખાને ‘વિચક્ષણ, ગંભીર, બલસંપન્ન, કટાક્ષમાં હસતા જ્ઞાની કવિ’<ref>૨૩. એજન, પૃ. ૪૭. </ref>તરીકે પરિચય કરાવે છે. તેઓ યોગ્ય રીતે એની ખરી ખૂબી છપ્પામાં હોવાનું બતાવે છે. અખામાં બુદ્ધિ, અનુભવ અને પ્રતિભાના થયેલા સમન્વયનું તેમ જ અદ્વિતીય એવી કટાક્ષશક્તિનું તેઓ દર્શન કરે છે અને તેને એ રીતે કબીરને પડછે સ્થાન આપવા પ્રેરાય છે. રામનારાયણ પ્રેમાનંદના તો પોતાને ‘રસિયા’<ref>૨૪. સાહિત્યાલોક, પૃ. ૩.</ref> તરીકે ઓળખાવે છે. પ્રેમાનંદ તેમના મતે ‘સમગ્ર ગુજરાતના જીવનના મહાન અને અદ્વિતીય કવિ’<ref>૨૫. નભોવિહાર, પૃ. ૫૬. </ref> છે. તેઓ પ્રેમાનંદની ગતિશીલ ચિત્રો આપવાની શક્તિ વિશેષભાવે બિરદાવે છે. તેને હાસ્યના અને તેથીયે વિશેષ કરુણના કવિ તરીકે ઉલ્લેખે છે. રામનારાયણે પ્રેમાનંદના હાસ્યરસને અનુષંગે ‘સુદામાચરિત્ર’, ‘મામેરું’ અને ‘નળાખ્યાન’ની તપાસ કરી છે. તેઓ પ્રેમાનંદની હાસ્યનિષ્પત્તિની ઊંચા પ્રકારની શક્તિનો સોદાહરણ પરિચય કરાવાતાં પ્રેમાનંદની માનવસ્વભાવનિરૂપણની કુશળતાનોયે સચોટ ખ્યાલ આપે છે. તેઓ ‘નળાખ્યાન’ના બધા રસો દાંપત્યની આસપાસ ગૂંથાયેલા હોવાનું જણાવે છે તે પણ એક ધ્યાનાર્હ નિરીક્ષણ તો છે જ.<ref>૨૬. કાવ્યની શક્તિ, પૃ. ૧૨૧.</ref> તેઓ પ્રેમાનંદની કવિત્વશક્તિના પ્રશંસક છતાં તેમને વ્યાસ કે કાલિદાસની કક્ષામાં મૂકતા નથી – એમાં એમનો કાવ્યવિવેક સ્પષ્ટ જોઈ શકાય. તેમણે મહાભારતના ‘નલોપાખ્યાન’ અને પ્રેમાનંદના ‘નળાખ્યાન’ વચ્ચેના વસ્તુભેદની મીમાંસા કરતાં પ્રેમાનંદના કવિકર્મ વિશેય કેટલીક નોંધપાત્ર સમીક્ષા કરી છે. રામનારાયણ પ્રેમાનંદની મર્યાદાઓને એની અંગત નહિ, પરંતુ એના સમાજની મર્યાદાઓ માને છે<ref>૨૭. એજન, પૃ. ૧૫૦.</ref> તે મુદ્દો કેટલીક રીતે ચિંત્ય છે. રામનારાયણ ગુજરાતી કથાકાવ્યોને જૈન અને જૈનેતર—એમ બે સ્રોતમાં લઈ શકાય એવી ભૂમિકા નિહાળે છે. તેઓ શામળની કવિતાનો આસ્વાદલક્ષી પરિચય કરાવતાં તેની દર્શનશક્તિ, પ્રેમાનંદની તુલનામાં ઉપરછલી હોવાનુંયે જણાવે છે. તેઓ વલ્લભ મેવાડા ઉપરની ચર્ચાને અનુષંગે ગરબી-ગરબાના કાવ્યપ્રકારનીયે વિશેષતાઓ પ્રતિ ધ્યાન દોરે છે અને એ પ્રકાર ઈસવી તેરમા શતકમાંયે જોઈ શકાય એમ તેઓ દર્શાવે છે. ધીરા, ભોજાની વાત કરતાં ભજનસાહિત્ય વિશે બે અછડતી વાતો કરી લે છે. રામનારાયણે કંઈક અંશે ઉપેક્ષિત એવા કવિ રાજેનો દયારામને યાદ કરતાં જે રીતે એની સાથે જ નિર્દેશ કર્યો તે એક મહત્ત્વની બાબત છે. એમનું વિવેચનકર્મ રાજેના કવિત્વસામર્થ્યની સહૃદયતાથી પ્રતીતિ આપવામાં સારી રીતે પ્રગટ થાય છે. ‘સ્વભાવથી ઊર્મિકવિ’ એવા દયારામ વિશે લખતાં ‘માધુર્યમાં, લાલિત્યમાં, તરંગ-લીલામાં તેને ટપી જાય તેવો કોઈ કવિ નથી’<ref>૨૮. નભોવિહાર, પૃ. ૧૪૦.</ref> એમ તેઓ કહે છે, પરંતુ તે સાથે ‘હિન્દના મહાન સંતોમાં જેમ નરસિંહ-અખાનું સ્થાન છે તેમ આપણે દયારામનું સ્થાન કલ્પી શકતા નથી’૨૯ <ref>૨૯. એજન, પૃ. ૧૪૭. </ref>એમ પણ જણાવે છે. રામનારાયણે મધ્યકાલીન ગુજરાતી કાવ્યસાહિત્યનો છંદોવિધાનની દૃષ્ટિએ જે ઐતિહાસિક પદ્ધતિએ અભ્યાસ કર્યો છે તે અપૂર્વ છે. ‘પ્રાચીન ગુજરાતી છંદો’ એ પ્રકારના અભ્યાસનો એક મહત્ત્વનો ગ્રંથ છે. | ||
<ref>૨૨. નભોવિહાર, પૃ. ૪૨.</ref> તેઓ અખાને ‘વિચક્ષણ, ગંભીર, બલસંપન્ન, કટાક્ષમાં હસતા જ્ઞાની કવિ’<ref>૨૩. એજન, પૃ. ૪૭. </ref>તરીકે પરિચય કરાવે છે. તેઓ યોગ્ય રીતે એની ખરી ખૂબી છપ્પામાં હોવાનું બતાવે છે. અખામાં બુદ્ધિ, અનુભવ અને પ્રતિભાના થયેલા સમન્વયનું તેમ જ અદ્વિતીય એવી કટાક્ષશક્તિનું તેઓ દર્શન કરે છે અને તેને એ રીતે કબીરને પડછે સ્થાન આપવા પ્રેરાય છે. રામનારાયણ પ્રેમાનંદના તો પોતાને ‘રસિયા’<ref>૨૪. સાહિત્યાલોક, પૃ. ૩.</ref> તરીકે ઓળખાવે છે. પ્રેમાનંદ તેમના મતે ‘સમગ્ર ગુજરાતના જીવનના મહાન અને અદ્વિતીય કવિ’<ref>૨૫. નભોવિહાર, પૃ. ૫૬. </ref> છે. તેઓ પ્રેમાનંદની ગતિશીલ ચિત્રો આપવાની શક્તિ વિશેષભાવે બિરદાવે છે. તેને હાસ્યના અને તેથીયે વિશેષ કરુણના કવિ તરીકે ઉલ્લેખે છે. રામનારાયણે પ્રેમાનંદના હાસ્યરસને અનુષંગે ‘સુદામાચરિત્ર’, ‘મામેરું’ અને ‘નળાખ્યાન’ની તપાસ કરી છે. તેઓ પ્રેમાનંદની હાસ્યનિષ્પત્તિની ઊંચા પ્રકારની શક્તિનો સોદાહરણ પરિચય કરાવાતાં પ્રેમાનંદની માનવસ્વભાવનિરૂપણની કુશળતાનોયે સચોટ ખ્યાલ આપે છે. તેઓ ‘નળાખ્યાન’ના બધા રસો દાંપત્યની આસપાસ ગૂંથાયેલા હોવાનું જણાવે છે તે પણ એક ધ્યાનાર્હ નિરીક્ષણ તો છે જ.<ref>૨૬. કાવ્યની શક્તિ, પૃ. ૧૨૧.</ref> તેઓ પ્રેમાનંદની કવિત્વશક્તિના પ્રશંસક છતાં તેમને વ્યાસ કે કાલિદાસની કક્ષામાં મૂકતા નથી – એમાં એમનો કાવ્યવિવેક સ્પષ્ટ જોઈ શકાય. તેમણે મહાભારતના ‘નલોપાખ્યાન’ અને પ્રેમાનંદના ‘નળાખ્યાન’ વચ્ચેના વસ્તુભેદની મીમાંસા કરતાં પ્રેમાનંદના કવિકર્મ વિશેય કેટલીક નોંધપાત્ર સમીક્ષા કરી છે. રામનારાયણ પ્રેમાનંદની મર્યાદાઓને એની અંગત નહિ, પરંતુ એના સમાજની મર્યાદાઓ માને છે<ref>૨૭. એજન, પૃ. ૧૫૦.</ref> તે મુદ્દો કેટલીક રીતે ચિંત્ય છે. રામનારાયણ ગુજરાતી કથાકાવ્યોને જૈન અને જૈનેતર—એમ બે સ્રોતમાં લઈ શકાય એવી ભૂમિકા નિહાળે છે. તેઓ શામળની કવિતાનો આસ્વાદલક્ષી પરિચય કરાવતાં તેની દર્શનશક્તિ, પ્રેમાનંદની તુલનામાં ઉપરછલી હોવાનુંયે જણાવે છે. તેઓ વલ્લભ મેવાડા ઉપરની ચર્ચાને અનુષંગે ગરબી-ગરબાના કાવ્યપ્રકારનીયે વિશેષતાઓ પ્રતિ ધ્યાન દોરે છે અને એ પ્રકાર ઈસવી તેરમા શતકમાંયે જોઈ શકાય એમ તેઓ દર્શાવે છે. ધીરા, ભોજાની વાત કરતાં ભજનસાહિત્ય વિશે બે અછડતી વાતો કરી લે છે. રામનારાયણે કંઈક અંશે ઉપેક્ષિત એવા કવિ રાજેનો દયારામને યાદ કરતાં જે રીતે એની સાથે જ નિર્દેશ કર્યો તે એક મહત્ત્વની બાબત છે. એમનું વિવેચનકર્મ રાજેના કવિત્વસામર્થ્યની સહૃદયતાથી પ્રતીતિ આપવામાં સારી રીતે પ્રગટ થાય છે. ‘સ્વભાવથી ઊર્મિકવિ’ એવા દયારામ વિશે લખતાં ‘માધુર્યમાં, લાલિત્યમાં, તરંગ-લીલામાં તેને ટપી જાય તેવો કોઈ કવિ નથી’<ref>૨૮. નભોવિહાર, પૃ. ૧૪૦.</ref> એમ તેઓ કહે છે, પરંતુ તે સાથે ‘હિન્દના મહાન સંતોમાં જેમ નરસિંહ-અખાનું સ્થાન છે તેમ આપણે દયારામનું સ્થાન કલ્પી શકતા નથી’૨૯ <ref>૨૯. એજન, પૃ. ૧૪૭. </ref>એમ પણ જણાવે છે. રામનારાયણે મધ્યકાલીન ગુજરાતી કાવ્યસાહિત્યનો છંદોવિધાનની દૃષ્ટિએ જે ઐતિહાસિક પદ્ધતિએ અભ્યાસ કર્યો છે તે અપૂર્વ છે. ‘પ્રાચીન ગુજરાતી છંદો’ એ પ્રકારના અભ્યાસનો એક મહત્ત્વનો ગ્રંથ છે. | |||
રામનારાયણે મધ્યકાલીન સાહિત્યની તુલનાએ અર્વાચીન સાહિત્યની અને તેમાંયે કવિતાસાહિત્યની મીમાંસા વધુ પ્રભાવક રીતે કરી છે. ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ નિમિત્તે ગ્રંથાવલોકનોનું કાર્ય એમના ફાળે આવેલું. તેમણે શરદબાબુના તથા રવીન્દ્રનાથના અનૂદિત સાહિત્યગ્રંથોની પરિચયાત્મક પ્રસ્તાવનાઓ પણ લખી. વળી ૧૯૨૯ની સાલના ગુજરાતી ગ્રંથસ્થ વાઙ્મયની નમૂનેદાર સમીક્ષાયે આપી. વળી ‘કાવ્યસમુચ્ચય’ જેવા કવિતાસંપાદનના કાર્ય નિમિત્તેય ગુજરાતી કવિતાનો વધુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનું બન્યું. આમ કેટલાંક એવાં નિમિત્તો ઊભાં થયાં કે તેને કારણે અર્વાચીન સાહિત્યનું સઘન રીતે વાચન-મનન-અવલોકન-વિવેચન કરવાનું તેમને પ્રાપ્ત થયું. | રામનારાયણે મધ્યકાલીન સાહિત્યની તુલનાએ અર્વાચીન સાહિત્યની અને તેમાંયે કવિતાસાહિત્યની મીમાંસા વધુ પ્રભાવક રીતે કરી છે. ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ નિમિત્તે ગ્રંથાવલોકનોનું કાર્ય એમના ફાળે આવેલું. તેમણે શરદબાબુના તથા રવીન્દ્રનાથના અનૂદિત સાહિત્યગ્રંથોની પરિચયાત્મક પ્રસ્તાવનાઓ પણ લખી. વળી ૧૯૨૯ની સાલના ગુજરાતી ગ્રંથસ્થ વાઙ્મયની નમૂનેદાર સમીક્ષાયે આપી. વળી ‘કાવ્યસમુચ્ચય’ જેવા કવિતાસંપાદનના કાર્ય નિમિત્તેય ગુજરાતી કવિતાનો વધુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનું બન્યું. આમ કેટલાંક એવાં નિમિત્તો ઊભાં થયાં કે તેને કારણે અર્વાચીન સાહિત્યનું સઘન રીતે વાચન-મનન-અવલોકન-વિવેચન કરવાનું તેમને પ્રાપ્ત થયું. | ||
| Line 35: | Line 30: | ||
“આ રીતે એક તરફથી ઈશ્વરાવતારને અતિ સ્થૂલ રૂપે કલ્પી અતિ પ્રાકૃત ભાવો ઈશ્વરને સમજ્યા વિના આરોપ્યાનાં કાવ્યો આપણા યુગમાં બંધ પડ્યાં તો બીજી તરફથી એ પણ નોંધવા જેવું છે કે અત્યંત નિકટનો પ્રેમ, મમત્વ, ઈશ્વરની સાથે લાડ કરવાની વૃત્તિ, લાડમાં છૂટ લેવાની વૃત્તિ, જેથી કેટલુંક ભક્તિકાવ્ય અત્યંત મધુર અને શ્રદ્ધા ઉત્પન્ન કરનારું બન્યું છે, અને જે હું કેટલેક અંશે હિન્દુ ધર્મની વિશિષ્ટતા માનું છું, તે આ ભવ્યતાના પક્ષપાતથી નીકળી ગયું. કંઈક ઈશ્વરની નિકટ જવાની ઇચ્છા જ આ જમાનામાં ઓછી થતી જાય છે, એક વાસ્તવિક વૃત્તિ તરીકે તે આપણા જમાનામાં માણસોમાં છે જ નહિ અને તેથી કાવ્યમાં પણ એ પ્રગટ થઈ નથી એમ છું માનું છું.” | “આ રીતે એક તરફથી ઈશ્વરાવતારને અતિ સ્થૂલ રૂપે કલ્પી અતિ પ્રાકૃત ભાવો ઈશ્વરને સમજ્યા વિના આરોપ્યાનાં કાવ્યો આપણા યુગમાં બંધ પડ્યાં તો બીજી તરફથી એ પણ નોંધવા જેવું છે કે અત્યંત નિકટનો પ્રેમ, મમત્વ, ઈશ્વરની સાથે લાડ કરવાની વૃત્તિ, લાડમાં છૂટ લેવાની વૃત્તિ, જેથી કેટલુંક ભક્તિકાવ્ય અત્યંત મધુર અને શ્રદ્ધા ઉત્પન્ન કરનારું બન્યું છે, અને જે હું કેટલેક અંશે હિન્દુ ધર્મની વિશિષ્ટતા માનું છું, તે આ ભવ્યતાના પક્ષપાતથી નીકળી ગયું. કંઈક ઈશ્વરની નિકટ જવાની ઇચ્છા જ આ જમાનામાં ઓછી થતી જાય છે, એક વાસ્તવિક વૃત્તિ તરીકે તે આપણા જમાનામાં માણસોમાં છે જ નહિ અને તેથી કાવ્યમાં પણ એ પ્રગટ થઈ નથી એમ છું માનું છું.” | ||
{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૧૩)}}<br> | |||
રામનારાયણ પ્રકૃતિકાવ્યોની વાત કરતાં એમાં પ્રગટ થતા આધુનિક માનસની નોંધ અવશ્ય લે છે; અને તે સાથે એક મહત્ત્વનું નિરીક્ષણ આ કરે છે : ‘પ્રકૃતિમાં માનવભાવ જોવો એ જ પ્રકૃતિનું સૌન્દર્ય એવી લઢણ પડી જતાં કાવ્યનું સ્વતંત્ર સ્ફુરણુ નષ્ટ થાય છે.’<ref>૪૮. એજન, પૃ. ૧૨૪. </ref> વળી તેઓ અર્વાચીન કવિતા ‘વધારે સાચાબેલી અને નિરાડંબર બનો’<ref>૪૯. એજન, પૃ. ૧૪૨.</ref> હોવાનું જણાવે છે. તેઓ અર્વાચીન દાંપત્યસ્નેહનાં કાવ્યોમાંથી બહુપત્નીત્વ નીકળી ગયાનો ઉલ્લેખ કરતાં એને ‘આપણા સમાજે બહુ જ શાંતિથી કરેલી મોટામાં મોટી વિચારક્રાન્તિ’<ref>૫૦. એજન, પૃ. ૧૪૭.</ref>-રૂપે ઘટાવે છે. પ્રીતિની દિવ્ય ભાવના વિશે કાવ્ય લખનાર પ્રથમ તે નરસિંહરાવ, તો પ્રેમકાવ્યોને ખૂબ લોકપ્રિય કરનાર પહેલા કવિ તે કલાપી – એવું રામનારાયણનું માનવું છે, પ્રેમના ‘શાશ્વત ત્રિકોણ’(ઈટર્નલ ટ્રાયેન્ગલ)નો પ્રથમ પ્રવેશ કલાપીની કવિતામાં તેમણે જોયો છે; અને એ પ્રણયત્રિકોણ ગુજરાતી કવિતામાં આગળ ન ચાલવા માટે તેમણે ન્હાનાલાલને જવાબદાર લેખ્યા છે<ref>૫૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૪૯. </ref> રામનારાયણ દરિદ્રનારાયણની ભાવનાને અનુલક્ષીને લખાતી થોકબંધ કવિતાની માર્મિક ટીકા કરતાં જણાવે છે : | રામનારાયણ પ્રકૃતિકાવ્યોની વાત કરતાં એમાં પ્રગટ થતા આધુનિક માનસની નોંધ અવશ્ય લે છે; અને તે સાથે એક મહત્ત્વનું નિરીક્ષણ આ કરે છે : ‘પ્રકૃતિમાં માનવભાવ જોવો એ જ પ્રકૃતિનું સૌન્દર્ય એવી લઢણ પડી જતાં કાવ્યનું સ્વતંત્ર સ્ફુરણુ નષ્ટ થાય છે.’<ref>૪૮. એજન, પૃ. ૧૨૪. </ref> વળી તેઓ અર્વાચીન કવિતા ‘વધારે સાચાબેલી અને નિરાડંબર બનો’<ref>૪૯. એજન, પૃ. ૧૪૨.</ref> હોવાનું જણાવે છે. તેઓ અર્વાચીન દાંપત્યસ્નેહનાં કાવ્યોમાંથી બહુપત્નીત્વ નીકળી ગયાનો ઉલ્લેખ કરતાં એને ‘આપણા સમાજે બહુ જ શાંતિથી કરેલી મોટામાં મોટી વિચારક્રાન્તિ’<ref>૫૦. એજન, પૃ. ૧૪૭.</ref>-રૂપે ઘટાવે છે. પ્રીતિની દિવ્ય ભાવના વિશે કાવ્ય લખનાર પ્રથમ તે નરસિંહરાવ, તો પ્રેમકાવ્યોને ખૂબ લોકપ્રિય કરનાર પહેલા કવિ તે કલાપી – એવું રામનારાયણનું માનવું છે, પ્રેમના ‘શાશ્વત ત્રિકોણ’(ઈટર્નલ ટ્રાયેન્ગલ)નો પ્રથમ પ્રવેશ કલાપીની કવિતામાં તેમણે જોયો છે; અને એ પ્રણયત્રિકોણ ગુજરાતી કવિતામાં આગળ ન ચાલવા માટે તેમણે ન્હાનાલાલને જવાબદાર લેખ્યા છે<ref>૫૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૪૯. </ref> રામનારાયણ દરિદ્રનારાયણની ભાવનાને અનુલક્ષીને લખાતી થોકબંધ કવિતાની માર્મિક ટીકા કરતાં જણાવે છે : | ||
“આવી કવિતામાં સહાનુભૂતિ મને ધણી જગાએ હઠથી આણેલી, ઘણી વાર ચાલુ ફૅશનથી દોરાઈને આણેલી, જાણે આત્મામાંથી ઊગેલી નહિ પણ બહારથી ઉછીની લીધેલી, ઘણી વાર મહેરબાનીની રાહે કરેલી એવી દેખાય છે. અને તેથી તેમાં મને સત્યનો રણકાર દેખાતો નથી.” | “આવી કવિતામાં સહાનુભૂતિ મને ધણી જગાએ હઠથી આણેલી, ઘણી વાર ચાલુ ફૅશનથી દોરાઈને આણેલી, જાણે આત્મામાંથી ઊગેલી નહિ પણ બહારથી ઉછીની લીધેલી, ઘણી વાર મહેરબાનીની રાહે કરેલી એવી દેખાય છે. અને તેથી તેમાં મને સત્યનો રણકાર દેખાતો નથી.” | ||
{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૬૫)}}<br> | |||
રામનારાયણ ‘કાન્ત’માં સૌથી પહેલાં શ્રદ્ધા અને સત્ય માટેનાં મંથન શરૂ થતાં દેખે છે.<ref>૫૨. એજન, પૃ. ૧૭૪.</ref> આપણે ત્યાં મહાકાવ્ય નથી રચાયું તેના ‘સૌથી મોટા કારણ’ તરીકે, ‘આપણામાં મહાકાવ્યો લખી શકે એવી શક્તિવાળા કવિઓ જ થોડા’<ref>૫૩. એજન, પૃ. ૧૭૭. </ref> એ હકીકત સમુચિત રીતે જ તેઓ આગળ ધરે છે. ‘મોટા વસ્તુખંડોને આમ તેમ ફેરવી ગોઠવીને મહાકાવ્યની ઇમારત ચણવામાં રસ પડે તેવો વસ્તુપરિચય આપણામાં પ્રો. ઠાકોર સિવાય બહુ ઓછામાં દેખાય છે.’<ref>૫૪. એજન, પૃ.૧૭૮. </ref> – એમ પણ તેઓ જણાવે છે. | રામનારાયણ ‘કાન્ત’માં સૌથી પહેલાં શ્રદ્ધા અને સત્ય માટેનાં મંથન શરૂ થતાં દેખે છે.<ref>૫૨. એજન, પૃ. ૧૭૪.</ref> આપણે ત્યાં મહાકાવ્ય નથી રચાયું તેના ‘સૌથી મોટા કારણ’ તરીકે, ‘આપણામાં મહાકાવ્યો લખી શકે એવી શક્તિવાળા કવિઓ જ થોડા’<ref>૫૩. એજન, પૃ. ૧૭૭. </ref> એ હકીકત સમુચિત રીતે જ તેઓ આગળ ધરે છે. ‘મોટા વસ્તુખંડોને આમ તેમ ફેરવી ગોઠવીને મહાકાવ્યની ઇમારત ચણવામાં રસ પડે તેવો વસ્તુપરિચય આપણામાં પ્રો. ઠાકોર સિવાય બહુ ઓછામાં દેખાય છે.’<ref>૫૪. એજન, પૃ.૧૭૮. </ref> – એમ પણ તેઓ જણાવે છે. | ||
ઉપરનાં નિરીક્ષણો રામનારાયણની સાહિત્યપદાર્થ વિશેની સૂક્ષ્મ ને સ્વચ્છ સમજણ તેમ જ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સાહિત્યના પરિવર્તન-વિકાસને જોવા-મૂલવવાની સ્વસ્થ-સમતોલ રીતિનાં દ્યોતક છે. જે કાવ્યવિભાવના આ વ્યાખ્યાનોમાંથી ઊપસી આવે છે તે પછીનાં લખાણોમાં સ્થિરપણે એક માનદંડની રીતે ટકેલી જોવા મળે છે. ગુજરાતી વિવેચનામાં-તેમાંયે પરંપરાનિષ્ટ અથવા ઐતિહાસિક વિવેચનામાં આ વ્યાખ્યાનો નમૂનારૂપ છે એમ કહેવું જોઈએ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવા ઇચ્છનારને માટે આ વ્યાખ્યાનો અનેકધા ઉપયોગી થાય એવાં છે. એક રીતે તો આ વ્યાખ્યાનોમાંયે ગુજરાતી કાવ્યસાહિત્યના વિકાસની ઐતિહાસિક રૂપરેખા રહેલી છે જ. | ઉપરનાં નિરીક્ષણો રામનારાયણની સાહિત્યપદાર્થ વિશેની સૂક્ષ્મ ને સ્વચ્છ સમજણ તેમ જ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સાહિત્યના પરિવર્તન-વિકાસને જોવા-મૂલવવાની સ્વસ્થ-સમતોલ રીતિનાં દ્યોતક છે. જે કાવ્યવિભાવના આ વ્યાખ્યાનોમાંથી ઊપસી આવે છે તે પછીનાં લખાણોમાં સ્થિરપણે એક માનદંડની રીતે ટકેલી જોવા મળે છે. ગુજરાતી વિવેચનામાં-તેમાંયે પરંપરાનિષ્ટ અથવા ઐતિહાસિક વિવેચનામાં આ વ્યાખ્યાનો નમૂનારૂપ છે એમ કહેવું જોઈએ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવા ઇચ્છનારને માટે આ વ્યાખ્યાનો અનેકધા ઉપયોગી થાય એવાં છે. એક રીતે તો આ વ્યાખ્યાનોમાંયે ગુજરાતી કાવ્યસાહિત્યના વિકાસની ઐતિહાસિક રૂપરેખા રહેલી છે જ. | ||
| Line 46: | Line 41: | ||
રામનારાયણે સને ૧૯૨૯ના ગુજરાતી સાહિત્યના દિગ્દર્શન-વિષયક લેખમાં ન્હાનાલાલ, મુનશી જેવા સાહિત્યકારો વિશે ધ્યાનાર્હ નિરીક્ષણો કરેલાં છે. એ લેખમાં તેઓ ન્હાનાલાલની શૈલી વિશે લખતાં આ માર્મિક વિધાન કરે છે : | રામનારાયણે સને ૧૯૨૯ના ગુજરાતી સાહિત્યના દિગ્દર્શન-વિષયક લેખમાં ન્હાનાલાલ, મુનશી જેવા સાહિત્યકારો વિશે ધ્યાનાર્હ નિરીક્ષણો કરેલાં છે. એ લેખમાં તેઓ ન્હાનાલાલની શૈલી વિશે લખતાં આ માર્મિક વિધાન કરે છે : | ||
“તેમની શૈલીમાં વસ્તુની સુગંધ આવી શકે, પણ વસ્તુનું દર્શન કે સ્પર્શ ન આવી શકે એવી તે છે.” | “તેમની શૈલીમાં વસ્તુની સુગંધ આવી શકે, પણ વસ્તુનું દર્શન કે સ્પર્શ ન આવી શકે એવી તે છે.” | ||
{{right|(સાહિત્યવિમર્શ, પૃ. ૭૬)}}<br> | |||
‘કાકાની શશી’ નાટકની નિષ્ફલતા દર્શાવતાં તેઓ લખે છે : | ‘કાકાની શશી’ નાટકની નિષ્ફલતા દર્શાવતાં તેઓ લખે છે : | ||
“વાર્તામાં સંધિઓની શિથિલતા; પાત્રના સ્વભાવમાં અસંગતિઓ; વર્તનની અસ્વાભાવિકતા; સંવાદની કૃત્રિમતા, વગેરે નાની મોટી ત્રુટિઓ છે તે જવા દઈએ; ફારસના ભાગ પૂરતી તેને દોષ પણ ન ગણીએ. પણ મનહર શેઠનું ગંભીર વૃત્તાન્ત, જે હાસ્યનું નથી; અને નાટકનું પ્રધાન સૂત્ર છે, તે જ કલાની એક મોટી અપેક્ષા પૂરી પાડી શકતું નથી.” | “વાર્તામાં સંધિઓની શિથિલતા; પાત્રના સ્વભાવમાં અસંગતિઓ; વર્તનની અસ્વાભાવિકતા; સંવાદની કૃત્રિમતા, વગેરે નાની મોટી ત્રુટિઓ છે તે જવા દઈએ; ફારસના ભાગ પૂરતી તેને દોષ પણ ન ગણીએ. પણ મનહર શેઠનું ગંભીર વૃત્તાન્ત, જે હાસ્યનું નથી; અને નાટકનું પ્રધાન સૂત્ર છે, તે જ કલાની એક મોટી અપેક્ષા પૂરી પાડી શકતું નથી.” | ||
{{right|(સાહિત્યવિમર્શ, પૃ. ૮૫)}}<br> | |||
ઇતિહાસલક્ષી વિવેચન કરતાં રામનારાયણની દૃષ્ટિ સાહિત્ય પર અસર કરનારાં પરિબળો ઉપરાંત સાહિત્યકૃતિગત કલાતત્ત્વો પર પણ સ્થિરપણે નોંધાયેલી રહે છે અને તેથી જ એમનું ૧૯૨૯ના ગુજરાતી સાહિત્યનું દિગ્દર્શન, આ પછી થનારાં દિગ્દર્શનો માટે એક માર્ગદર્શક સ્તંભ જાણે કે બની રહે છે રામનારાયણે ૧૯૨૯ના વર્ષના સાહિત્યપ્રવાહનું આકલન કરતાં બાલસાહિત્યના તેમ જ અનુવાદના પ્રશ્નોય ખ્યાલમાં રાખ્યા છે. ‘બાલસાહિત્યના પ્રથમ લેખકો’ તરીકે શ્રીયુત ગિજુભાઈ અને શ્રીમતી તારાબહેન મોડકને તેઓ અભિનંદન અર્પે છે. તે સાથે તેઓ મહત્ત્વની વાત આ કરે છે : | ઇતિહાસલક્ષી વિવેચન કરતાં રામનારાયણની દૃષ્ટિ સાહિત્ય પર અસર કરનારાં પરિબળો ઉપરાંત સાહિત્યકૃતિગત કલાતત્ત્વો પર પણ સ્થિરપણે નોંધાયેલી રહે છે અને તેથી જ એમનું ૧૯૨૯ના ગુજરાતી સાહિત્યનું દિગ્દર્શન, આ પછી થનારાં દિગ્દર્શનો માટે એક માર્ગદર્શક સ્તંભ જાણે કે બની રહે છે રામનારાયણે ૧૯૨૯ના વર્ષના સાહિત્યપ્રવાહનું આકલન કરતાં બાલસાહિત્યના તેમ જ અનુવાદના પ્રશ્નોય ખ્યાલમાં રાખ્યા છે. ‘બાલસાહિત્યના પ્રથમ લેખકો’ તરીકે શ્રીયુત ગિજુભાઈ અને શ્રીમતી તારાબહેન મોડકને તેઓ અભિનંદન અર્પે છે. તે સાથે તેઓ મહત્ત્વની વાત આ કરે છે : | ||
“આપણે ત્યાં હજી બાલોચિત ભાષા ખેડાઈ નથી. જ્યાં આધુનિક ગદ્યને જ પૂરી સદી થઈ નથી, ત્યાં બાલોચિત ગદ્ય હજી કેળવાયું ન હોય તો નવાઈ નથી.” | “આપણે ત્યાં હજી બાલોચિત ભાષા ખેડાઈ નથી. જ્યાં આધુનિક ગદ્યને જ પૂરી સદી થઈ નથી, ત્યાં બાલોચિત ગદ્ય હજી કેળવાયું ન હોય તો નવાઈ નથી.” | ||
{{right|(સાહિત્યવિમર્શ, પૃ. ૯૯)}}<br> | |||
આપણા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો પર એમની વિવેચનદૃષ્ટિ કઈ રીતે ફરી વળે છે ને તે જે કંઈ જુએ છે તેમાં કેવી ઝીણવટ તથા વ્યાપકતા દાખવે છે તથા જે કંઈ કથે છે તેમાં કેવી અભિપ્રાયગત સંતુલા જાળવે છે તે ઉપરના જેવાં અનેક દૃષ્ટાંતો પરથી સમજી શકાય છે. | આપણા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો પર એમની વિવેચનદૃષ્ટિ કઈ રીતે ફરી વળે છે ને તે જે કંઈ જુએ છે તેમાં કેવી ઝીણવટ તથા વ્યાપકતા દાખવે છે તથા જે કંઈ કથે છે તેમાં કેવી અભિપ્રાયગત સંતુલા જાળવે છે તે ઉપરના જેવાં અનેક દૃષ્ટાંતો પરથી સમજી શકાય છે. | ||
વળી વળીને રામનારાયણ એમના સાહિત્યકૃતિ કે સાહિત્યકાર વિશેના અભ્યાસમાં કાળબળને — સમયના પરિમાણને ખૂબ મહત્ત્વ આપે છે. બાહુક-ઋતુપર્ણ સંબંધી અનૌચિત્યનો મુદ્દો ચર્ચતાં તેઓ પ્રેમાનંદમાં મનુષ્ય સ્વભાવની ઝીણી સમજણ નહિ હોવાનો અભિપ્રાય બાંધે છે, પરંતુ એ સાથે એવી સમજણ પ્રેમાનંદના જમાનામાંયે નહિ હોવાનું જણાવ્યા વિના રહેતા નથી!૫૫<ref>૫૫. સાહિત્યવિમર્શ, પૃ. ૧૩૨.</ref> નર્મદની કવિતામાં અશ્લીલતા હોવાનાં તેમ જ તેમાં સુરુચિનો ભંગ થતો હોવાનાં ઉદાહરણોમાં તેઓ નર્મદના માનસ સાથે તેના જમાનાને પણ કારણભૂત ગણે છે.<ref>૫૬. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા, ૧૯૬૫, પૃ. ૭૮.</ref> આ રામનારાયણ દલપત-નર્મદનાં કાવ્યોને ‘કેવળ અત્યારના કાવ્યના ધોરણે જોઈ તે ઉપરથી તેમને અકવિ કહેવાને અર્થ નથી.’<ref>૫૭. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૮.</ref> —એમ જણાવી સાહિત્યના વિકાસને સમયસાપેક્ષ ધોરણે જોવાની પદ્ધતિની આવશ્યકતા દર્શાવે તેમાં નવાઈ નથી, બલકે એ જ ઉચિત છે. | વળી વળીને રામનારાયણ એમના સાહિત્યકૃતિ કે સાહિત્યકાર વિશેના અભ્યાસમાં કાળબળને — સમયના પરિમાણને ખૂબ મહત્ત્વ આપે છે. બાહુક-ઋતુપર્ણ સંબંધી અનૌચિત્યનો મુદ્દો ચર્ચતાં તેઓ પ્રેમાનંદમાં મનુષ્ય સ્વભાવની ઝીણી સમજણ નહિ હોવાનો અભિપ્રાય બાંધે છે, પરંતુ એ સાથે એવી સમજણ પ્રેમાનંદના જમાનામાંયે નહિ હોવાનું જણાવ્યા વિના રહેતા નથી!૫૫<ref>૫૫. સાહિત્યવિમર્શ, પૃ. ૧૩૨.</ref> નર્મદની કવિતામાં અશ્લીલતા હોવાનાં તેમ જ તેમાં સુરુચિનો ભંગ થતો હોવાનાં ઉદાહરણોમાં તેઓ નર્મદના માનસ સાથે તેના જમાનાને પણ કારણભૂત ગણે છે.<ref>૫૬. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા, ૧૯૬૫, પૃ. ૭૮.</ref> આ રામનારાયણ દલપત-નર્મદનાં કાવ્યોને ‘કેવળ અત્યારના કાવ્યના ધોરણે જોઈ તે ઉપરથી તેમને અકવિ કહેવાને અર્થ નથી.’<ref>૫૭. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૮.</ref> —એમ જણાવી સાહિત્યના વિકાસને સમયસાપેક્ષ ધોરણે જોવાની પદ્ધતિની આવશ્યકતા દર્શાવે તેમાં નવાઈ નથી, બલકે એ જ ઉચિત છે. | ||
| Line 65: | Line 60: | ||
“આવી વાર્તાઓ વાંચીને ગરીબ લોકો તરફ માત્ર મૃદુ લાગણીઓ કેળવવામાં જીવનનું સાર્થક્ય નથી. જેમ ખરચાળપણું એ એક વિલાસ છે, જેમ બુદ્ધિવિલાસ એ પણ એક વ્યસન થઈ જાય, તેમ લાગણીવિલાસ પણ એક ભોગવિલાસની વસ્તુ બની જાય છે; અને એવા માણસો સમાજને અને પોતાને વધારે છેતરે છે, કારણ કે લાગણીને આચાર તરફ જતી અટકાવી તેના કલ્પનામય અનુભવમાં રાચીને તેઓ અટકી જાય છે, બહારથી લાગણી બતાવી એક પ્રકારનું કૃત્રિમ જીવન ગાળે છે. આપણા કાર્યમંદ દેશમાં આટલું કહેવાની અમે અત્રે તક લઈએ છીએ.” | “આવી વાર્તાઓ વાંચીને ગરીબ લોકો તરફ માત્ર મૃદુ લાગણીઓ કેળવવામાં જીવનનું સાર્થક્ય નથી. જેમ ખરચાળપણું એ એક વિલાસ છે, જેમ બુદ્ધિવિલાસ એ પણ એક વ્યસન થઈ જાય, તેમ લાગણીવિલાસ પણ એક ભોગવિલાસની વસ્તુ બની જાય છે; અને એવા માણસો સમાજને અને પોતાને વધારે છેતરે છે, કારણ કે લાગણીને આચાર તરફ જતી અટકાવી તેના કલ્પનામય અનુભવમાં રાચીને તેઓ અટકી જાય છે, બહારથી લાગણી બતાવી એક પ્રકારનું કૃત્રિમ જીવન ગાળે છે. આપણા કાર્યમંદ દેશમાં આટલું કહેવાની અમે અત્રે તક લઈએ છીએ.” | ||
{{right|(સાહિત્યવિમર્શ, પૃ. ૨૪૮)}}<br> | |||
ઉપરના શબ્દો રામનારાયણના નરવા કલારસ – જીવનરસના દ્યોતક છે. ‘અત્યારના જુવાન વાચકની વિચારણાનું મોટામાં મોટું ભયસ્થાન અવૈશદ્ય છે’ એમ કહી, એવા પ્રકારનાં લખાણો સામે સાવચેત રહેવાની વાચકને તેમ જ લેખકને પણ તેઓ સ્પષ્ટ સલાહ આપે છે. રામનારાયણે બલવંતરાય ઠાકોર, ન્હાનાલાલ, ખબરદાર, ગાંધીજી, કનૈયાલાલ મુનશી, કાકાસાહેબ, વિજયરાય વૈદ્ય, રમણલાલ દેસાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી, નવલરામ ત્રિવેદી, કિશોરલાલ મશરૂવાલા, સુન્દરમ્, ઉમાશંકર, મનસુખલાલ ઝવેરી, કરસનદાસ માણેક, જુગતરામ દવે આદિ વિવિધરુચિ અનેક સાહિત્યકારોની કૃતિઓની સમીક્ષા કરી છે. તેમાંયે ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ વગેરેની કૃતિઓની સમીક્ષા કરતાં તેમની આસપાસ જે ખોટી ચમક યા ધુમ્મસિયું હવામાન હતું તે નિવારવાનો પણ પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. શ્રીધરાણી, સુન્દરમ્ અને ઉમાશંકર આદિની પાંગરતી શક્તિઓને વિશે તેમણે જે મદાર બાંધેલો તે કેટલો સાચો હતો તે આજે સૌ સ્પષ્ટ રીતે જોઈ શકે એમ છે. રામનારાયણ ગાંધીજી, કાકાસાહેબ, કિશોરલાલ જેવા લેખકોની વાઙ્મયસેવાને વિચાર કરતાં તેમની જીવનદૃષ્ટિનો સંદર્ભ અનિવાર્યતયા ધ્યાનમાં રાખે છે. કેટલીક વાર અનુવાદ અથવા સંક્ષેપ પામેલ કૃતિનો વિચાર કરતાં તેઓ અનુવાદપ્રક્રિયા કે સંક્ષેપ વિશેના પોતાના ખ્યાલો પણ સાદર કરી દે છે. તેમની કાવ્યભાવના-કાવ્યવિભાવના કેવી ઉદાત્ત-ગંભીર છે તેનો અંદોજ જેમ ‘કાવ્યની શક્તિ’, ‘કાવ્ય અને સત્ય’ જેવા કેટલાક લેખોથી તેમ આ વિવિધ ગ્રંથાવલોકનો પરથીયે આવી શકે. ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ જેવાની કૃતિઓની ચર્ચા કરતાં કલા અને સત્ય, કલ્પના અને વાસ્તવિકતા, ચમત્કાર અને તેની પ્રતીતિકરતા—આવા આવા અનેક, સાહિત્યિક દૃષ્ટિએ મહત્ત્વના પ્રશ્નોયે તેઓ છણી લે છે, | ઉપરના શબ્દો રામનારાયણના નરવા કલારસ – જીવનરસના દ્યોતક છે. ‘અત્યારના જુવાન વાચકની વિચારણાનું મોટામાં મોટું ભયસ્થાન અવૈશદ્ય છે’ એમ કહી, એવા પ્રકારનાં લખાણો સામે સાવચેત રહેવાની વાચકને તેમ જ લેખકને પણ તેઓ સ્પષ્ટ સલાહ આપે છે. રામનારાયણે બલવંતરાય ઠાકોર, ન્હાનાલાલ, ખબરદાર, ગાંધીજી, કનૈયાલાલ મુનશી, કાકાસાહેબ, વિજયરાય વૈદ્ય, રમણલાલ દેસાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી, નવલરામ ત્રિવેદી, કિશોરલાલ મશરૂવાલા, સુન્દરમ્, ઉમાશંકર, મનસુખલાલ ઝવેરી, કરસનદાસ માણેક, જુગતરામ દવે આદિ વિવિધરુચિ અનેક સાહિત્યકારોની કૃતિઓની સમીક્ષા કરી છે. તેમાંયે ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ વગેરેની કૃતિઓની સમીક્ષા કરતાં તેમની આસપાસ જે ખોટી ચમક યા ધુમ્મસિયું હવામાન હતું તે નિવારવાનો પણ પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. શ્રીધરાણી, સુન્દરમ્ અને ઉમાશંકર આદિની પાંગરતી શક્તિઓને વિશે તેમણે જે મદાર બાંધેલો તે કેટલો સાચો હતો તે આજે સૌ સ્પષ્ટ રીતે જોઈ શકે એમ છે. રામનારાયણ ગાંધીજી, કાકાસાહેબ, કિશોરલાલ જેવા લેખકોની વાઙ્મયસેવાને વિચાર કરતાં તેમની જીવનદૃષ્ટિનો સંદર્ભ અનિવાર્યતયા ધ્યાનમાં રાખે છે. કેટલીક વાર અનુવાદ અથવા સંક્ષેપ પામેલ કૃતિનો વિચાર કરતાં તેઓ અનુવાદપ્રક્રિયા કે સંક્ષેપ વિશેના પોતાના ખ્યાલો પણ સાદર કરી દે છે. તેમની કાવ્યભાવના-કાવ્યવિભાવના કેવી ઉદાત્ત-ગંભીર છે તેનો અંદોજ જેમ ‘કાવ્યની શક્તિ’, ‘કાવ્ય અને સત્ય’ જેવા કેટલાક લેખોથી તેમ આ વિવિધ ગ્રંથાવલોકનો પરથીયે આવી શકે. ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ જેવાની કૃતિઓની ચર્ચા કરતાં કલા અને સત્ય, કલ્પના અને વાસ્તવિકતા, ચમત્કાર અને તેની પ્રતીતિકરતા—આવા આવા અનેક, સાહિત્યિક દૃષ્ટિએ મહત્ત્વના પ્રશ્નોયે તેઓ છણી લે છે, | ||
રામનારાયણને જેમ ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ આદિ સામયિકોને નિમિત્તે તેમ તેમના ભાષાસાહિત્યના અધ્યાપન નિમિત્તે પણ કેટલુંક લખવાનું પ્રાપ્ત થયું. ગુજરાતી ભાષા-સાહિત્યના એક સંનિષ્ઠ અધ્યાપક તરીકે કામ કરતાં વિદ્યાર્થીઓને નજરમાં રાખીનેય કેટલુંક કાર્ય સંપાદન-વિવેચન-અનુવાદ તેમ સર્જનાદિ ક્ષેત્રે એમણે કર્યું. વિદ્યાર્થીઓને માટે ‘પ્રસ્થાન’ કાર્યાલયવાળા રણછોડજી મિસ્ત્રીએ ‘કિશોર’ માસિક, નગીનદાસને તેની જવાબદારી સોંપીને શરૂ કર્યું, એમાં રામનારાયણે જે બે લેખમાળાઓ આપવાની શરૂ કરી તેમાંની એક હતી ‘કાવ્યપરિશીલન’ની. એ લેખમાળા તેમ જ બીજી ‘નિત્યનો આચાર’ બંને ૧૯૩૫માં મુંબઈ જવાનું થતાં અધૂરી રહેલી. બીજી લેખમાળા ‘નિત્યને આચાર’ તો તેમણે પૂરી કરીને પુસ્તકરૂપે પણ ૧૯૪૫માં પ્રગટ કરી, પરંતુ પહેલી ‘કાવ્યપરિશીલન’વાળી લેખમાળા તેમનાં યોજના-પ્રયત્ન છતાં પૂરી ન થઈ શકી ને છેવટે તે લેખમાળાના લેખો અને નગીનદાસના કાવ્યાસ્વાદના લેખોનું સંયુક્તપણે પ્રકાશન એમના અવસાન બાદ ૧૯૬૫માં થયું. આ આસ્વાદલેખોમાં રામનારાયણના ‘અસલનેરનાં નૂર’ વિશેના આસ્વાદલેખ સિવાય બાકીના બધા જ મધ્યકાલીન સાહિત્યને અનુલક્ષે છે. આ આસ્વાદલેખમાંથી રામનારાયણ સાહિત્યના કેવા સત્ત્વશીલ ને સજાગ અધ્યાપક હતા તેની પૂરતી પ્રતીતિ મળી રહે છે. કાવ્યનાં છંદોલય, પ્રાસ, ભાષા, સ્વરૂપ, વસ્તુ આદિ વિવિધ અંગોપાંગો તરફ ભાવકનું ધ્યાન દોરવાની તેમની પદ્ધતિ કેવી સરળ ને સાથે રસદૃષ્ટિએ કેટલી સાચી છે તેનુંયે સ્પષ્ટ પ્રમાણ એમાંથી મળી રહે છે. આ આસ્વાદલેખો રામનારાયણની સુરુચિ-રસિકતાના, એમની વિદ્યાનિષ્ઠા ને વિદ્યાર્થીનિષ્ઠાનાયે ઉમદા ઉદાહરણરૂપ છે. લોકસાહિત્ય ને અપભ્રંશ સાહિત્યની પ્રસાદી; નરસિંહ, ભાલણ, મીરાં, અખો, પ્રેમાનંદ આદિની કાવ્યસામગ્રી – તેની પસંદગીમાંયે તેમનો ઊંડા-વિશાળ સાહિત્યરસ કારણભૂત જણાય છે. | રામનારાયણને જેમ ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ આદિ સામયિકોને નિમિત્તે તેમ તેમના ભાષાસાહિત્યના અધ્યાપન નિમિત્તે પણ કેટલુંક લખવાનું પ્રાપ્ત થયું. ગુજરાતી ભાષા-સાહિત્યના એક સંનિષ્ઠ અધ્યાપક તરીકે કામ કરતાં વિદ્યાર્થીઓને નજરમાં રાખીનેય કેટલુંક કાર્ય સંપાદન-વિવેચન-અનુવાદ તેમ સર્જનાદિ ક્ષેત્રે એમણે કર્યું. વિદ્યાર્થીઓને માટે ‘પ્રસ્થાન’ કાર્યાલયવાળા રણછોડજી મિસ્ત્રીએ ‘કિશોર’ માસિક, નગીનદાસને તેની જવાબદારી સોંપીને શરૂ કર્યું, એમાં રામનારાયણે જે બે લેખમાળાઓ આપવાની શરૂ કરી તેમાંની એક હતી ‘કાવ્યપરિશીલન’ની. એ લેખમાળા તેમ જ બીજી ‘નિત્યનો આચાર’ બંને ૧૯૩૫માં મુંબઈ જવાનું થતાં અધૂરી રહેલી. બીજી લેખમાળા ‘નિત્યને આચાર’ તો તેમણે પૂરી કરીને પુસ્તકરૂપે પણ ૧૯૪૫માં પ્રગટ કરી, પરંતુ પહેલી ‘કાવ્યપરિશીલન’વાળી લેખમાળા તેમનાં યોજના-પ્રયત્ન છતાં પૂરી ન થઈ શકી ને છેવટે તે લેખમાળાના લેખો અને નગીનદાસના કાવ્યાસ્વાદના લેખોનું સંયુક્તપણે પ્રકાશન એમના અવસાન બાદ ૧૯૬૫માં થયું. આ આસ્વાદલેખોમાં રામનારાયણના ‘અસલનેરનાં નૂર’ વિશેના આસ્વાદલેખ સિવાય બાકીના બધા જ મધ્યકાલીન સાહિત્યને અનુલક્ષે છે. આ આસ્વાદલેખમાંથી રામનારાયણ સાહિત્યના કેવા સત્ત્વશીલ ને સજાગ અધ્યાપક હતા તેની પૂરતી પ્રતીતિ મળી રહે છે. કાવ્યનાં છંદોલય, પ્રાસ, ભાષા, સ્વરૂપ, વસ્તુ આદિ વિવિધ અંગોપાંગો તરફ ભાવકનું ધ્યાન દોરવાની તેમની પદ્ધતિ કેવી સરળ ને સાથે રસદૃષ્ટિએ કેટલી સાચી છે તેનુંયે સ્પષ્ટ પ્રમાણ એમાંથી મળી રહે છે. આ આસ્વાદલેખો રામનારાયણની સુરુચિ-રસિકતાના, એમની વિદ્યાનિષ્ઠા ને વિદ્યાર્થીનિષ્ઠાનાયે ઉમદા ઉદાહરણરૂપ છે. લોકસાહિત્ય ને અપભ્રંશ સાહિત્યની પ્રસાદી; નરસિંહ, ભાલણ, મીરાં, અખો, પ્રેમાનંદ આદિની કાવ્યસામગ્રી – તેની પસંદગીમાંયે તેમનો ઊંડા-વિશાળ સાહિત્યરસ કારણભૂત જણાય છે. | ||
| Line 72: | Line 67: | ||
રામનારાયણે ગુજરાતી સાહિત્યના પ્રવાહોનું કૃતિઓ કે કર્તાઓનું અવલોકન-મૂલ્યાંકન કરતાં કાવ્યની શક્તિ; જીવન અને સાહિત્યનો તેમ જ સત્ય અને કાવ્યનો સંબંધ; કાવ્યમાં ભવ્યતા, અત્યુક્તિ આદિનું સ્થાન; વિવેચનના વિવિધ પ્રશ્નો – આ સર્વના સંદર્ભે પણ ઠીક ઠીક વિચાર્યું છે. રામનારાયણે ૧૧-૧-૧૯૫૪ના રોજ એક દૈનિકમાં લખેલું : | રામનારાયણે ગુજરાતી સાહિત્યના પ્રવાહોનું કૃતિઓ કે કર્તાઓનું અવલોકન-મૂલ્યાંકન કરતાં કાવ્યની શક્તિ; જીવન અને સાહિત્યનો તેમ જ સત્ય અને કાવ્યનો સંબંધ; કાવ્યમાં ભવ્યતા, અત્યુક્તિ આદિનું સ્થાન; વિવેચનના વિવિધ પ્રશ્નો – આ સર્વના સંદર્ભે પણ ઠીક ઠીક વિચાર્યું છે. રામનારાયણે ૧૧-૧-૧૯૫૪ના રોજ એક દૈનિકમાં લખેલું : | ||
“સર્જનકળાનું સત્ય એ છે કે માણસે માણસ રહીને કાવ્ય કરવું જોઈએ. કવિ એ માણસ છે, એ સામાજિક પ્રાણી છે, અને એ હકીકતથી એ ચ્યુત થઈ શકે નહિ, જો થાય તો એ કૃતિને બગાડે છે.” | “સર્જનકળાનું સત્ય એ છે કે માણસે માણસ રહીને કાવ્ય કરવું જોઈએ. કવિ એ માણસ છે, એ સામાજિક પ્રાણી છે, અને એ હકીકતથી એ ચ્યુત થઈ શકે નહિ, જો થાય તો એ કૃતિને બગાડે છે.” | ||
{{right|(આકલન, પૃ. ૨૦૪)}}<br> | |||
રામનારાયણની સમગ્ર કલાવિચારણા–કાવ્યવિચારણાની આ ભૂમિકા છે. તેઓ કાવ્યકલાનો એક ઉમદા મનુષ્યપ્રવૃત્તિ તરીકે જ વિચાર કરે છે. ‘કલા એ જીવનનું પ્રકટીકરણ છે.’<ref>૭૭. કાવ્યની શક્તિ, પૃ. ૪૪.</ref> એમ તેઓ કહે છે તો કલાનો — કાવ્યનો જીવન સાથે ‘સર્વતોભદ્ર સંબંધ’<ref>૭૮. સાહિત્યવિમર્શ. પૃ. ૫-૬.</ref> હોવાનું પણ તેઓ કહે છે. કલા જીવનનું એક ઉચ્ચ પ્રકારનું ઇષ્ટ છે એમ પણ તેઓ જણાવે છે.<ref>૭૯. એજન, પૃ. ૧૧.</ref> કલાની આસ્વાદ્યતા તે કેટલે અંશે સમગ્ર જીવનનું રહસ્ય વ્યંજિત કરે છે તે પર નિર્ભર હોવાનું તેમનું મંતવ્ય છે, અને આ બાબતને આત્મલક્ષી કાવ્યમાંયે તેઓ મહત્ત્વની લેખે છે. તેઓ જીવનની ખરી રહસ્યભૂત વૃત્તિનો જ કલામાં વિવિધ રૂપે આવિષ્કાર જુએ છે અને એ રીતે વૈવિધ્યમાં એકત્વનો આનંદાનુભવ લઈ શકાય છે એમ માને છે.<ref>૮૦. કાવ્યની શક્તિ, પૃ. ૨૩.</ref> તેઓ આ રહસ્યને ‘જીવનના અમુક વસ્તુ તરફના લાગણીમય — ભાવાત્મક સંબંધ’<ref>૮૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૬.</ref>-રૂપે વર્ણવે છે. આ ‘રહસ્ય’ જયંત કોઠારી કહે છે તેમ ‘રામનારાયણનો પ્રિય અને એમની વિવેચનાનો ચાવીરૂપ શબ્દ’<ref>૮૨. જ્ઞાનેગંગોત્રી ગ્રંથ-શ્રેણી - ૧૦ : ગુજરાત દર્શન (સાહિત્ય), ૧૯૭૨, પૃ. ૧૭૭.</ref> છે. તેઓ કાવ્યમાંના રસતત્ત્વના મૂળમાંયે આ ‘રહસ્ય’ને જ જુએ છે. તેઓ લખે છે : | રામનારાયણની સમગ્ર કલાવિચારણા–કાવ્યવિચારણાની આ ભૂમિકા છે. તેઓ કાવ્યકલાનો એક ઉમદા મનુષ્યપ્રવૃત્તિ તરીકે જ વિચાર કરે છે. ‘કલા એ જીવનનું પ્રકટીકરણ છે.’<ref>૭૭. કાવ્યની શક્તિ, પૃ. ૪૪.</ref> એમ તેઓ કહે છે તો કલાનો — કાવ્યનો જીવન સાથે ‘સર્વતોભદ્ર સંબંધ’<ref>૭૮. સાહિત્યવિમર્શ. પૃ. ૫-૬.</ref> હોવાનું પણ તેઓ કહે છે. કલા જીવનનું એક ઉચ્ચ પ્રકારનું ઇષ્ટ છે એમ પણ તેઓ જણાવે છે.<ref>૭૯. એજન, પૃ. ૧૧.</ref> કલાની આસ્વાદ્યતા તે કેટલે અંશે સમગ્ર જીવનનું રહસ્ય વ્યંજિત કરે છે તે પર નિર્ભર હોવાનું તેમનું મંતવ્ય છે, અને આ બાબતને આત્મલક્ષી કાવ્યમાંયે તેઓ મહત્ત્વની લેખે છે. તેઓ જીવનની ખરી રહસ્યભૂત વૃત્તિનો જ કલામાં વિવિધ રૂપે આવિષ્કાર જુએ છે અને એ રીતે વૈવિધ્યમાં એકત્વનો આનંદાનુભવ લઈ શકાય છે એમ માને છે.<ref>૮૦. કાવ્યની શક્તિ, પૃ. ૨૩.</ref> તેઓ આ રહસ્યને ‘જીવનના અમુક વસ્તુ તરફના લાગણીમય — ભાવાત્મક સંબંધ’<ref>૮૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૬.</ref>-રૂપે વર્ણવે છે. આ ‘રહસ્ય’ જયંત કોઠારી કહે છે તેમ ‘રામનારાયણનો પ્રિય અને એમની વિવેચનાનો ચાવીરૂપ શબ્દ’<ref>૮૨. જ્ઞાનેગંગોત્રી ગ્રંથ-શ્રેણી - ૧૦ : ગુજરાત દર્શન (સાહિત્ય), ૧૯૭૨, પૃ. ૧૭૭.</ref> છે. તેઓ કાવ્યમાંના રસતત્ત્વના મૂળમાંયે આ ‘રહસ્ય’ને જ જુએ છે. તેઓ લખે છે : | ||
“કાવ્યમાં મને રસ આવે છે તે જીવનના નિરવધિ અતલ આનંદમાંથી જ આવે છે. જે વસ્તુમાં જેટલું જીવનરહસ્ય તેટલો રસ. એ જીવનરહસ્યને બુદ્ધિથી ઓળખવું એ શાસ્ત્રવ્યાપાર અને તેનો હૃદયથી આસ્વાદ કરવો એ કાવ્યવ્યાપાર.” | “કાવ્યમાં મને રસ આવે છે તે જીવનના નિરવધિ અતલ આનંદમાંથી જ આવે છે. જે વસ્તુમાં જેટલું જીવનરહસ્ય તેટલો રસ. એ જીવનરહસ્યને બુદ્ધિથી ઓળખવું એ શાસ્ત્રવ્યાપાર અને તેનો હૃદયથી આસ્વાદ કરવો એ કાવ્યવ્યાપાર.” | ||
{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૧)}}<br> | |||
ઉપરના સંદર્ભમાં રહસ્યનો કંઈક અર્થવિસ્તાર થયો પણ પ્રતીત થાય છે. આ ‘રહસ્ય’ શબ્દને તેથી જ ‘સંકુલ અર્થસભર અનુભૂતિ’<ref>૮૩. એજન, પૃ. ૧૭૮.</ref> રૂપે સમજવાથી રામનારાયણને ન્યાય થઈ શકે. કાન્તિલાલ કાલાણી રામનારાયણની ‘રહસ્ય’-વિષયક વિચારણાની સાથે રસ્કિન અને ઑલબ્રાઈટની વિચારણાયે યાદ કરે છે – એ ઉલ્લેખવું જોઈએ. | ઉપરના સંદર્ભમાં રહસ્યનો કંઈક અર્થવિસ્તાર થયો પણ પ્રતીત થાય છે. આ ‘રહસ્ય’ શબ્દને તેથી જ ‘સંકુલ અર્થસભર અનુભૂતિ’<ref>૮૩. એજન, પૃ. ૧૭૮.</ref> રૂપે સમજવાથી રામનારાયણને ન્યાય થઈ શકે. કાન્તિલાલ કાલાણી રામનારાયણની ‘રહસ્ય’-વિષયક વિચારણાની સાથે રસ્કિન અને ઑલબ્રાઈટની વિચારણાયે યાદ કરે છે – એ ઉલ્લેખવું જોઈએ. | ||
| Line 85: | Line 80: | ||
“બધી કલા તરફથી એકલું સંગીત જ સંપૂર્ણ જવાબ આપે છે કે કલા એ અનુકરણ નથી, સર્જન છે, અનુકરણને સાધન તરીકે તે વાપરવું હોય તો વાપરે.” | “બધી કલા તરફથી એકલું સંગીત જ સંપૂર્ણ જવાબ આપે છે કે કલા એ અનુકરણ નથી, સર્જન છે, અનુકરણને સાધન તરીકે તે વાપરવું હોય તો વાપરે.” | ||
{{right|(કાવ્યની શક્તિ, પૃ. ૨૨૬)}}<br> | |||
તેઓ નૃત્યમાં કલાકાર સ્થૂળતાને ગાળી નાખવાની જે ખાસ સંભાળ રાખે છે તેની બરાબર નોંધ લે છે. રામનારાયણ કલાક્ષેત્રે ઉપાદાનને યોગ્ય રીતે જ મહત્ત્વ આપે છે. એમને મન તો કલાકારનું પ્રભુત્વ એટલે ઉપાદાનનો જુદી જુદી રીતે ઉપયોગ કરવાની શક્તિ.’<ref>૯૫. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૧. </ref> તેઓ કલાની વ્યાખ્યા કરવામાંયે ઉપાદાનનો આધાર લે છે. તેઓ લખે છે : ‘કલા એટલે કલાવિધાયકના હૃદ્ગત ભાવને અમુક બાહ્યેન્દ્રિયગ્રાહ્ય ઉપાદાનમાં વ્યક્ત કરવો તે...’<ref>૯૬. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૭.</ref> તેઓ કલાવ્યાપારમાં પ્રત્યક્ષતા, મૂર્તતા, ઘનીકરણ જેવી બાબતોનો યોગ્ય રીતે જ મહિમા કરે છે. એમના મતે ‘પ્રત્યક્ષ જ રસનિષ્પાદક છે’<ref>૯૭. આકલન, પૃ. ૭. </ref> અને જે મૂર્ત હોય તે જ પ્રત્યક્ષ થઈ શકે. આમ મૂર્તતાના સબબે દેખીતી રીતે કલાકારને સ્થૂલતા સાથેય અમુક હદ સુધી અવિચ્છેદ્ય સંબંધ રહેવાનો એમ તેમનું કહેવું છે.<ref>૯૮. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૫૧.</ref> આમ છતાં સ્થૂલતા છોડવાની ચીવટમાં જે સુરુચિ છે તેનો ત્યાગ પણ તેમને ઇષ્ટ નથી. તેઓ એ સુરુચિ સાથેની મૂર્તતાના હિમાયતી છે. રામનારાયણનો ઘનીકરણનો વ્યાપાર પણ લાગણી થયા પછીનો— તદ્નુવર્તી અભિવ્યક્તિગત મૂર્તતા-સાધક વ્યાપાર જ સમજાય છે.<ref>૯૯. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૬.</ref> રામનારાયણ કલામાં અમુક હદ સુધીની કૃત્રિમતાને અનિવાર્ય માનતા લાગે છે.<ref>૧૦૦. આકલન, પૃ. ૯૮.</ref> જોકે કલાનું સ્વાભાવિકતા સાથેનું અનુસંધાન તેઓ અવિચ્છેદ્ય માને છે. | તેઓ નૃત્યમાં કલાકાર સ્થૂળતાને ગાળી નાખવાની જે ખાસ સંભાળ રાખે છે તેની બરાબર નોંધ લે છે. રામનારાયણ કલાક્ષેત્રે ઉપાદાનને યોગ્ય રીતે જ મહત્ત્વ આપે છે. એમને મન તો કલાકારનું પ્રભુત્વ એટલે ઉપાદાનનો જુદી જુદી રીતે ઉપયોગ કરવાની શક્તિ.’<ref>૯૫. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૧. </ref> તેઓ કલાની વ્યાખ્યા કરવામાંયે ઉપાદાનનો આધાર લે છે. તેઓ લખે છે : ‘કલા એટલે કલાવિધાયકના હૃદ્ગત ભાવને અમુક બાહ્યેન્દ્રિયગ્રાહ્ય ઉપાદાનમાં વ્યક્ત કરવો તે...’<ref>૯૬. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૭.</ref> તેઓ કલાવ્યાપારમાં પ્રત્યક્ષતા, મૂર્તતા, ઘનીકરણ જેવી બાબતોનો યોગ્ય રીતે જ મહિમા કરે છે. એમના મતે ‘પ્રત્યક્ષ જ રસનિષ્પાદક છે’<ref>૯૭. આકલન, પૃ. ૭. </ref> અને જે મૂર્ત હોય તે જ પ્રત્યક્ષ થઈ શકે. આમ મૂર્તતાના સબબે દેખીતી રીતે કલાકારને સ્થૂલતા સાથેય અમુક હદ સુધી અવિચ્છેદ્ય સંબંધ રહેવાનો એમ તેમનું કહેવું છે.<ref>૯૮. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૫૧.</ref> આમ છતાં સ્થૂલતા છોડવાની ચીવટમાં જે સુરુચિ છે તેનો ત્યાગ પણ તેમને ઇષ્ટ નથી. તેઓ એ સુરુચિ સાથેની મૂર્તતાના હિમાયતી છે. રામનારાયણનો ઘનીકરણનો વ્યાપાર પણ લાગણી થયા પછીનો— તદ્નુવર્તી અભિવ્યક્તિગત મૂર્તતા-સાધક વ્યાપાર જ સમજાય છે.<ref>૯૯. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૬.</ref> રામનારાયણ કલામાં અમુક હદ સુધીની કૃત્રિમતાને અનિવાર્ય માનતા લાગે છે.<ref>૧૦૦. આકલન, પૃ. ૯૮.</ref> જોકે કલાનું સ્વાભાવિકતા સાથેનું અનુસંધાન તેઓ અવિચ્છેદ્ય માને છે. | ||
રામનારાયણ કલાની સચ્ચાઈ માટેની કસોટી વિશે લખતાં આત્મ-પ્રતીતિને—અંતઃકરણપ્રવૃત્તિને જ અગત્યની લેખે છે. જોકે એ પ્રવૃત્તિ પાછળ સમસ્ત જગતના અનુભવનું પીઠબળ એમને જણાય છે. તેઓ લખે છે : | રામનારાયણ કલાની સચ્ચાઈ માટેની કસોટી વિશે લખતાં આત્મ-પ્રતીતિને—અંતઃકરણપ્રવૃત્તિને જ અગત્યની લેખે છે. જોકે એ પ્રવૃત્તિ પાછળ સમસ્ત જગતના અનુભવનું પીઠબળ એમને જણાય છે. તેઓ લખે છે : | ||
“કલા સાચી હોવાની કસોટી, કૃતિમાં વર્ણવેલું બરાબર બહારની દુનિયામાં બને છે કે નહિ એ નથી, પણ જગતના અનુભવોથી ઘડાયેલું આપણું માનસ – આખું ચિતંત્ર – તેને અત્યંત અનુકૂળતાથી સ્વીકારી શકે છે કે નહિ એ છે.” | “કલા સાચી હોવાની કસોટી, કૃતિમાં વર્ણવેલું બરાબર બહારની દુનિયામાં બને છે કે નહિ એ નથી, પણ જગતના અનુભવોથી ઘડાયેલું આપણું માનસ – આખું ચિતંત્ર – તેને અત્યંત અનુકૂળતાથી સ્વીકારી શકે છે કે નહિ એ છે.” | ||
{{right|(સાહિત્યવિમર્શ, પૃ. ૨૩)}} | |||
રામનારાયણ ‘કલામાં વિશિષ્ટનું જ મહત્ત્વ છે, સામાન્યનું નહીં’ એમ કહે છે ખરા, પરંતુ વસ્તુતઃ તો એમને નૈયાયિકની પેઠે બંનેયનો સમન્વય ઇષ્ટ છે; કેમ કે જે ‘કલાનું વક્તવ્ય સામાન્ય ન હોય, કલાનો અંતર્ગત અનુભવ સાધારણીકૃત ન હોય, તો તે સર્વગ્રાહ્ય થાય કેવી રીતે? પણ વળી તે અનુભવને અત્યંત વિશિષ્ટ મૂર્ત રૂપ ન મળ્યું હોય તો તે પ્રત્યક્ષ અને આસ્વાદ્ય કેવી રીતે બને?’<ref>૧૦૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૪.</ref> — આ એમના બુનિયાદી પ્રશ્નો છે. | રામનારાયણ ‘કલામાં વિશિષ્ટનું જ મહત્ત્વ છે, સામાન્યનું નહીં’ એમ કહે છે ખરા, પરંતુ વસ્તુતઃ તો એમને નૈયાયિકની પેઠે બંનેયનો સમન્વય ઇષ્ટ છે; કેમ કે જે ‘કલાનું વક્તવ્ય સામાન્ય ન હોય, કલાનો અંતર્ગત અનુભવ સાધારણીકૃત ન હોય, તો તે સર્વગ્રાહ્ય થાય કેવી રીતે? પણ વળી તે અનુભવને અત્યંત વિશિષ્ટ મૂર્ત રૂપ ન મળ્યું હોય તો તે પ્રત્યક્ષ અને આસ્વાદ્ય કેવી રીતે બને?’<ref>૧૦૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૪.</ref> — આ એમના બુનિયાદી પ્રશ્નો છે. | ||
રામનારાયણની સમન્વયદૃષ્ટિ કલા એ અનુકરણ છે અને કલા એ નવસર્જન છે — એ બંને મતોનું સમાધાન કરી શકે છે.<ref>૧૦૨. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૬.</ref> તેઓ ભારતીય કાવ્યમીમાંસા ને પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના સિદ્ધાંતો વચ્ચે રહેલો મેળ બતાવવામાંયે ઠીક ઠીક વિચક્ષણતા દાખવે છે. ઉદાહરણ તરીકે, ‘કાવ્ય રસનિષ્પત્તિ માટે છે’ એમાં જ તેઓ કલાને ખાતર કલાનો સિદ્ધાન્ત જુએ છે.<ref>૧૦૩. સાહિત્યવિમર્શ, પૃ. ૨૦.</ref> વળી તેઓ બોસાંકેના ‘આર્ટ ઇઝ ઇલ્યુઝન’ના સિદ્ધાન્તનો શંકુકના ચિત્રતુરગન્યાયની સાથે મેળ જુએ છે.<ref>૧૦૪. આકલન, ૫. ૧૦.</ref> વળી કાવ્યજગતના અનુભવને ભાવનાત્મક કહેવામાં તેઓ બોસાંકેના ‘આર્ટ ઇઝ કૉન્ટેમ્પ્લેટિવ’ના ખ્યાલનું અને કાવ્યજગતનો અનુભવ સાધારણીકૃત છે તેમાં ‘ઑલ આર્ટ ઇઝ યુનિવર્સલ’ના ખ્યાલનું પ્રવર્તન જુએ છે.<ref>૧૦૫. એજન, પૃ. ૧૨.</ref> તેઓ ‘કલા એ જીવનનું આવિષ્કરણ છે’ (‘આર્ટ ઇઝ એક્સ્પ્રેશન ઑફ લાઇફ’) એ સૂત્રનો બધો અર્થ ‘આત્મા એ જ સ્થાયી છે’ એમાં આવી ગયેલો જુએ છે.<ref>૧૦૬. એજન, પૃ. ૨૨-૨૩.</ref> | રામનારાયણની સમન્વયદૃષ્ટિ કલા એ અનુકરણ છે અને કલા એ નવસર્જન છે — એ બંને મતોનું સમાધાન કરી શકે છે.<ref>૧૦૨. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૬.</ref> તેઓ ભારતીય કાવ્યમીમાંસા ને પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના સિદ્ધાંતો વચ્ચે રહેલો મેળ બતાવવામાંયે ઠીક ઠીક વિચક્ષણતા દાખવે છે. ઉદાહરણ તરીકે, ‘કાવ્ય રસનિષ્પત્તિ માટે છે’ એમાં જ તેઓ કલાને ખાતર કલાનો સિદ્ધાન્ત જુએ છે.<ref>૧૦૩. સાહિત્યવિમર્શ, પૃ. ૨૦.</ref> વળી તેઓ બોસાંકેના ‘આર્ટ ઇઝ ઇલ્યુઝન’ના સિદ્ધાન્તનો શંકુકના ચિત્રતુરગન્યાયની સાથે મેળ જુએ છે.<ref>૧૦૪. આકલન, ૫. ૧૦.</ref> વળી કાવ્યજગતના અનુભવને ભાવનાત્મક કહેવામાં તેઓ બોસાંકેના ‘આર્ટ ઇઝ કૉન્ટેમ્પ્લેટિવ’ના ખ્યાલનું અને કાવ્યજગતનો અનુભવ સાધારણીકૃત છે તેમાં ‘ઑલ આર્ટ ઇઝ યુનિવર્સલ’ના ખ્યાલનું પ્રવર્તન જુએ છે.<ref>૧૦૫. એજન, પૃ. ૧૨.</ref> તેઓ ‘કલા એ જીવનનું આવિષ્કરણ છે’ (‘આર્ટ ઇઝ એક્સ્પ્રેશન ઑફ લાઇફ’) એ સૂત્રનો બધો અર્થ ‘આત્મા એ જ સ્થાયી છે’ એમાં આવી ગયેલો જુએ છે.<ref>૧૦૬. એજન, પૃ. ૨૨-૨૩.</ref> | ||
| Line 98: | Line 93: | ||
રામનારાયણે હિન્દીના ખ્યાતનામ કવિઓને સાર્વજનિક સન્માન આપવાના પ્રસંગે વ્યાખ્યાન આપતાં કવિ પાસેથી આ અપેક્ષા રાખી હતી : | રામનારાયણે હિન્દીના ખ્યાતનામ કવિઓને સાર્વજનિક સન્માન આપવાના પ્રસંગે વ્યાખ્યાન આપતાં કવિ પાસેથી આ અપેક્ષા રાખી હતી : | ||
“હમારા કવિવર્ગ ભાવના ઔર રાત્ય પર પૈર સ્થિર રખ કર શબ્દ- સંધાનસે સૌન્દર્યમત્સ્યકા વેધ કરને મેં સફલતા પ્રાપ્ત કરે વહી મેરી પ્રાર્થના હૈ.” | “હમારા કવિવર્ગ ભાવના ઔર રાત્ય પર પૈર સ્થિર રખ કર શબ્દ- સંધાનસે સૌન્દર્યમત્સ્યકા વેધ કરને મેં સફલતા પ્રાપ્ત કરે વહી મેરી પ્રાર્થના હૈ.” | ||
{{right|(આકલન, પૃ. ૨૦૪)}}<br> | |||
રામનારાયણ કલાનું–કાવ્યનું લક્ષ્ય સૌન્દર્ય છે એમ તો માને છે, તેનું ગુરુત્વમધ્યબિંદુયે એને જ માને છે. સૌન્દર્ય સાથેનો કલા-કાવ્યનો એવો સંકુલ-ઊંડો સંબંધ છે. આ કલાગત-કાવ્યગત સૌન્દર્ય તે સત્ય, શિવ, જ્ઞાન ઇત્યાદિથી વિભિન્ન કે વિરુદ્ધ નથી; બલકે ઉત્તમ કાવ્યકૃતિમાં તો ‘ટ્રુથ ઇઝ બ્યુટી ઍન્ડ બ્યુટી ટ્રુથ’ એવું સમીકરણ સિદ્ધ થઈને રહે છે. તેમના મતે કાવ્યનું શુદ્ધ સ્વરૂપ જ કવિની સત્યનિષ્ઠાને આભારી છે. તેઓ લખે છે : ‘કાવ્યમાં સત્યનું સૂક્ષ્મ સ્વરૂપ જીવંત થઈ કવિના હૃદયમાં સુંદર રૂપ લઈ પ્રગટ થાય છે.’<ref>૧૦૮. કાવ્યની શક્તિ, પૃ. ૨૫૪.</ref> તેઓ અન્યત્ર આ વસ્તુ વિશેષ રીતે સમજાવતાં લખે છે : | રામનારાયણ કલાનું–કાવ્યનું લક્ષ્ય સૌન્દર્ય છે એમ તો માને છે, તેનું ગુરુત્વમધ્યબિંદુયે એને જ માને છે. સૌન્દર્ય સાથેનો કલા-કાવ્યનો એવો સંકુલ-ઊંડો સંબંધ છે. આ કલાગત-કાવ્યગત સૌન્દર્ય તે સત્ય, શિવ, જ્ઞાન ઇત્યાદિથી વિભિન્ન કે વિરુદ્ધ નથી; બલકે ઉત્તમ કાવ્યકૃતિમાં તો ‘ટ્રુથ ઇઝ બ્યુટી ઍન્ડ બ્યુટી ટ્રુથ’ એવું સમીકરણ સિદ્ધ થઈને રહે છે. તેમના મતે કાવ્યનું શુદ્ધ સ્વરૂપ જ કવિની સત્યનિષ્ઠાને આભારી છે. તેઓ લખે છે : ‘કાવ્યમાં સત્યનું સૂક્ષ્મ સ્વરૂપ જીવંત થઈ કવિના હૃદયમાં સુંદર રૂપ લઈ પ્રગટ થાય છે.’<ref>૧૦૮. કાવ્યની શક્તિ, પૃ. ૨૫૪.</ref> તેઓ અન્યત્ર આ વસ્તુ વિશેષ રીતે સમજાવતાં લખે છે : | ||
“સાહિત્યને સત્ય સાથે હમેશાં જીવંત સંબંધ રહે જ એમ હું માનું છું. એ સંબંધ શબ્દ દ્વારા રહે, તેમ જ ગમે તેટલું કલ્પનોત્પાદ્ય વસ્તુ પણ વાસ્તવિક જગતના સત્યને વફાદાર રહે જ, એ રીતે પણ રહે. પણ સર્વથી વિશેષ તો એ કે જે ભાવને એ વ્યક્ત કરે તે તો ચિત્તનો પૂર્ણ શુદ્ધ સ્વભાવાંશ હોવો જોઈએ, સત્ય સાથેનો સંબંધ એ રીતે તો હંમેશાં રહે જ અને રહેવો પણ જોઈએ. ખરું તો ચેતનના એ સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર એ જ સર્જન અને સાહિત્યપરિશીલનનો એક સમાન પ્રાણ અને પ્રેરણા છે.” | “સાહિત્યને સત્ય સાથે હમેશાં જીવંત સંબંધ રહે જ એમ હું માનું છું. એ સંબંધ શબ્દ દ્વારા રહે, તેમ જ ગમે તેટલું કલ્પનોત્પાદ્ય વસ્તુ પણ વાસ્તવિક જગતના સત્યને વફાદાર રહે જ, એ રીતે પણ રહે. પણ સર્વથી વિશેષ તો એ કે જે ભાવને એ વ્યક્ત કરે તે તો ચિત્તનો પૂર્ણ શુદ્ધ સ્વભાવાંશ હોવો જોઈએ, સત્ય સાથેનો સંબંધ એ રીતે તો હંમેશાં રહે જ અને રહેવો પણ જોઈએ. ખરું તો ચેતનના એ સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર એ જ સર્જન અને સાહિત્યપરિશીલનનો એક સમાન પ્રાણ અને પ્રેરણા છે.” | ||
{{right|(સાહિત્યાલોક, પૃ. ૩૧)}}<br> | |||
રામનારાયણની કલાપક્ષે સત્યની આવી ભૂમિકાની અપેક્ષા હોવાથી કલા-કવિતાનું સમસ્ત માનવજીવનમાં તેઓ ઊંચું મૂલ્ય આંકે છે. તેઓ એક અર્થમાં ‘નીતિનિષ્ટ’ છતાં પ્લેટોની જેમ કાવ્ય-વિરોધ સુધી જવાની જરૂર તેમને જણાઈ નથી. ઊલટું, ‘મહાન સત્ય તો એક પરિપૂર્ણતાની શ્રદ્ધા છે.’<ref>૧૦૯. આકલન, પૃ. ૩૮.</ref> એમ દર્શાવી એ સત્ય સાથેનો કલાનો અંતરતમ સંબંધ હોવાનું તેઓ પ્રતિપાદિત કરે છે. સચ્ચાઈ જ જેનો ‘ખરો પ્રાણ’<ref>૧૧૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨૫.</ref> છે એવું ‘સાહિત્ય તેના સર્જક કરતાં પણ વધારે સાચાબોલું’<ref>૧૧૧. સાહિત્યવિમર્શ, પૃ. ૨૮.</ref> હોવાનું તેઓ જણાવે છે. તેઓ કાવ્યમાં આવતા કલ્પનાના તત્ત્વને પણ સત્ય અને તેથી જ તેને ‘આરોગ્યાવહ અને ભાવનાને બલપ્રદ’ લેખે છે. સાહિત્યકલાની પ્રતિષ્ઠા કરતાં સવિવેક તેઓ લખે છે : | રામનારાયણની કલાપક્ષે સત્યની આવી ભૂમિકાની અપેક્ષા હોવાથી કલા-કવિતાનું સમસ્ત માનવજીવનમાં તેઓ ઊંચું મૂલ્ય આંકે છે. તેઓ એક અર્થમાં ‘નીતિનિષ્ટ’ છતાં પ્લેટોની જેમ કાવ્ય-વિરોધ સુધી જવાની જરૂર તેમને જણાઈ નથી. ઊલટું, ‘મહાન સત્ય તો એક પરિપૂર્ણતાની શ્રદ્ધા છે.’<ref>૧૦૯. આકલન, પૃ. ૩૮.</ref> એમ દર્શાવી એ સત્ય સાથેનો કલાનો અંતરતમ સંબંધ હોવાનું તેઓ પ્રતિપાદિત કરે છે. સચ્ચાઈ જ જેનો ‘ખરો પ્રાણ’<ref>૧૧૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨૫.</ref> છે એવું ‘સાહિત્ય તેના સર્જક કરતાં પણ વધારે સાચાબોલું’<ref>૧૧૧. સાહિત્યવિમર્શ, પૃ. ૨૮.</ref> હોવાનું તેઓ જણાવે છે. તેઓ કાવ્યમાં આવતા કલ્પનાના તત્ત્વને પણ સત્ય અને તેથી જ તેને ‘આરોગ્યાવહ અને ભાવનાને બલપ્રદ’ લેખે છે. સાહિત્યકલાની પ્રતિષ્ઠા કરતાં સવિવેક તેઓ લખે છે : | ||
“સાહિત્ય જેવું, જીવનને શુદ્ધ અને ઉદાત્ત આનંદ આપનાર, જીવનને સમૃદ્ધ કરનાર, સત્યની ઝાંખી કરાવનાર અને માનવની દૃષ્ટિએ દૂરગામી, ગહન અને વિશાલતર બનાવનાર બીજું કશું નથી. જીવનમાં એનું સ્થાન, વાસ્તવિક દુનિયાના સાધુ અને ઉદાત્ત જીવનથી જ માત્ર ઊતરતું છે. અને એવા જીવનના સંસર્ગના અભાવે એવા જીવનનો પ્રત્યક્ષ પરિચય આપવાને એના જેવું બીજું સમર્થ સાધન નથી.” | “સાહિત્ય જેવું, જીવનને શુદ્ધ અને ઉદાત્ત આનંદ આપનાર, જીવનને સમૃદ્ધ કરનાર, સત્યની ઝાંખી કરાવનાર અને માનવની દૃષ્ટિએ દૂરગામી, ગહન અને વિશાલતર બનાવનાર બીજું કશું નથી. જીવનમાં એનું સ્થાન, વાસ્તવિક દુનિયાના સાધુ અને ઉદાત્ત જીવનથી જ માત્ર ઊતરતું છે. અને એવા જીવનના સંસર્ગના અભાવે એવા જીવનનો પ્રત્યક્ષ પરિચય આપવાને એના જેવું બીજું સમર્થ સાધન નથી.” | ||
{{right|(સાહિત્યાલોક, પૃ. ૨)}}<br> | |||
રામનારાયણ ‘ખરેખરાં મહાન સાહિત્યો એ જગતના જેવાં જ’ હોવાનું માને છે. એ સાહિત્યો ‘આપણા જગતનો એક ભાગ છે, અને તે પણ ઉત્તમ ચેતનવંતો ભાગ, તેનું ઉત્તમાંગ છે.’ આ સાહિત્યો જ ‘જગતના સંસ્કારોનો કઈ રીતે અર્થ કરવો એ આપણને શીખવે છે.’ ‘જગતની શાંતિ માટે જગતના ઉત્તમ સાહિત્ય જેવો બીજો ઉપાય નથી.’—એમ તેઓ જણાવે છે. તેઓ મેથ્યુ આર્નોલ્ડની રીતે કાવ્યને સમસ્ત જીવનની સમીક્ષારૂપે તેમ ‘જીવનના પ્રકટીકરણ’૧૧૨<ref>૧૧૨. કાવ્યની શક્તિ, પૃ. ૪૪.</ref> રૂપે પણ જુએ છે. કાવ્યકલાને ‘જીવનની એક પુણ્યપ્રવૃત્તિ’ - ‘આત્માની એક ઉત્તમોત્તમ પ્રવૃત્તિ’૧૧૩<ref>૧૧૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨૬.</ref> રૂપે પણ તેઓ વર્ણવે છે. રામનારાયણ કાવ્ય જીવન જેવું અવ્યાખ્યેય હોવાનું સ્વીકારીને જ એના શાસ્ત્રવ્યાપારમાં ગતિ કરે છે. | રામનારાયણ ‘ખરેખરાં મહાન સાહિત્યો એ જગતના જેવાં જ’ હોવાનું માને છે. એ સાહિત્યો ‘આપણા જગતનો એક ભાગ છે, અને તે પણ ઉત્તમ ચેતનવંતો ભાગ, તેનું ઉત્તમાંગ છે.’ આ સાહિત્યો જ ‘જગતના સંસ્કારોનો કઈ રીતે અર્થ કરવો એ આપણને શીખવે છે.’ ‘જગતની શાંતિ માટે જગતના ઉત્તમ સાહિત્ય જેવો બીજો ઉપાય નથી.’—એમ તેઓ જણાવે છે. તેઓ મેથ્યુ આર્નોલ્ડની રીતે કાવ્યને સમસ્ત જીવનની સમીક્ષારૂપે તેમ ‘જીવનના પ્રકટીકરણ’૧૧૨<ref>૧૧૨. કાવ્યની શક્તિ, પૃ. ૪૪.</ref> રૂપે પણ જુએ છે. કાવ્યકલાને ‘જીવનની એક પુણ્યપ્રવૃત્તિ’ - ‘આત્માની એક ઉત્તમોત્તમ પ્રવૃત્તિ’૧૧૩<ref>૧૧૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨૬.</ref> રૂપે પણ તેઓ વર્ણવે છે. રામનારાયણ કાવ્ય જીવન જેવું અવ્યાખ્યેય હોવાનું સ્વીકારીને જ એના શાસ્ત્રવ્યાપારમાં ગતિ કરે છે. | ||
| Line 117: | Line 112: | ||
રામનારાયણ જીવનના અને કલાના અનુભવમાં પણ કોઈ તાત્ત્વિક ભેદ જોતા નથી; ભેદ છે તે માત્ર શુદ્ધતાના સંબંધમાં છે. તેઓ કાવ્યાનુભવનું –કલાલાનુભવનું સ્વરૂપ કલાકારની ભૂમિકા લઈને સમજાવતાં લખે છે : | રામનારાયણ જીવનના અને કલાના અનુભવમાં પણ કોઈ તાત્ત્વિક ભેદ જોતા નથી; ભેદ છે તે માત્ર શુદ્ધતાના સંબંધમાં છે. તેઓ કાવ્યાનુભવનું –કલાલાનુભવનું સ્વરૂપ કલાકારની ભૂમિકા લઈને સમજાવતાં લખે છે : | ||
“આ કલાકારનો અનુભવ એક દૃષ્ટિએ જોતાં કલાકારના વ્યક્તિત્વ ઉપર અત્યંત આધાર રાખતો, તેના વ્યક્તિત્વના ભાગરૂપ, અત્યંત વિશિષ્ટ પ્રકારનો હોય છે તે અનુભવ પોતાના કે સમાજના કોઈ પણ વ્યાવહારિક પ્રયોજનથી અબાધિત હોય છે, તેથી તે વધારે શુદ્ધ સ્વરૂપનો હોય છે અને તેથી જીવનયોજનામાં તેનું મહત્ત્વ, તેનું રહસ્ય સવિશેષ રીતે તેના અનુભવમાં આવેલું હોય છે.” | “આ કલાકારનો અનુભવ એક દૃષ્ટિએ જોતાં કલાકારના વ્યક્તિત્વ ઉપર અત્યંત આધાર રાખતો, તેના વ્યક્તિત્વના ભાગરૂપ, અત્યંત વિશિષ્ટ પ્રકારનો હોય છે તે અનુભવ પોતાના કે સમાજના કોઈ પણ વ્યાવહારિક પ્રયોજનથી અબાધિત હોય છે, તેથી તે વધારે શુદ્ધ સ્વરૂપનો હોય છે અને તેથી જીવનયોજનામાં તેનું મહત્ત્વ, તેનું રહસ્ય સવિશેષ રીતે તેના અનુભવમાં આવેલું હોય છે.” | ||
{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે, પૃ. ૩-૪)}}<br> | |||
આવો કાવ્યમાં છે તેવો શુદ્ધ અનુભવ વ્યવહારજીવનમાં શક્ય જ નથી એવું તો રમનારાયણ માનતા નથી, કાવ્યાનુભવ ને વ્યવહારાનુભવ વચ્ચેનું વ્યાવર્તક લક્ષણ તે અહંકારવિગલનનું છે. વ્યવહારાનુભવમાંથી અહંકાર વિગલિત થાય તો એ અનુભવ કાવ્યાનુભવ બની રહે છે અને એવા કાવ્યાનુભવને વ્યાપક અર્થમાં સૌન્દર્યાનુભવમાં ઘટાવવામાં આવે તો એ રામનારાયણને વાંધાજનક નહિ, બલકે ઇષ્ટ જ હોવાનું સમજાય છે.<ref>૧૨૮. આ સંદર્ભમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીની ચર્ચા પણ જિજ્ઞાસુઓએ જોવા જેવી છે, જુઓ કાવ્યનું સંવેદન, ૧૯૭૬. પૃ. ૩-૧૫.</ref> | આવો કાવ્યમાં છે તેવો શુદ્ધ અનુભવ વ્યવહારજીવનમાં શક્ય જ નથી એવું તો રમનારાયણ માનતા નથી, કાવ્યાનુભવ ને વ્યવહારાનુભવ વચ્ચેનું વ્યાવર્તક લક્ષણ તે અહંકારવિગલનનું છે. વ્યવહારાનુભવમાંથી અહંકાર વિગલિત થાય તો એ અનુભવ કાવ્યાનુભવ બની રહે છે અને એવા કાવ્યાનુભવને વ્યાપક અર્થમાં સૌન્દર્યાનુભવમાં ઘટાવવામાં આવે તો એ રામનારાયણને વાંધાજનક નહિ, બલકે ઇષ્ટ જ હોવાનું સમજાય છે.<ref>૧૨૮. આ સંદર્ભમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીની ચર્ચા પણ જિજ્ઞાસુઓએ જોવા જેવી છે, જુઓ કાવ્યનું સંવેદન, ૧૯૭૬. પૃ. ૩-૧૫.</ref> | ||
| Line 124: | Line 119: | ||
કાવ્યાનુભવથી માણસનું ચિત્ત સાત્ત્વિક બને છે, ભાવકનો ચેતોવિસ્તાર થાય છે. રામનારાયણ ભાવકને કાવ્યાનુભવને ભાવવાને – કાવ્યાનુભવને ભાવનાગત કરવાનો, કાવ્યાનુભવ સાથે તન્મય થવાનો જે વ્યાપાર છે તેને ખૂબ મહત્ત્વનો ગણે છે. એ વ્યાપાર જે પ્રાચીન કાવ્યમીમાંસકોના અનુસાર ‘ભાવનાવ્યાપાર’ — ભાવકત્વવ્યાપાર છે તેમાં તેઓ ભાવકના કલ્પના-વ્યાપારનેય સમાવી લેતા જણાય છે અને કલ્પના કરતાં ‘ભાવકત્વવ્યાપાર’ —એ સારો શબ્દ છે એમ પણ તેઓ જણાવે છે.<ref>૧૩૨. આકલન, પૃ. ૧૧.</ref> તેઓ કાવ્ય કાવ્ય બને છે – કલા બને છે એની પ્રતીતિના પાયામાં જ ‘કલાકારના ચિત્તમાંથી ભાવકના ચિત્તમાં થતું ભાવનું અશેષ સંક્રમણ’<ref>૧૩૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૩. </ref> રહેલું છે એમ માનતા જણાય છે. તેઓ આ ભાવ વિશેની પોતાની વિભાવના સ્પષ્ટ કરતાં લખે છે : | કાવ્યાનુભવથી માણસનું ચિત્ત સાત્ત્વિક બને છે, ભાવકનો ચેતોવિસ્તાર થાય છે. રામનારાયણ ભાવકને કાવ્યાનુભવને ભાવવાને – કાવ્યાનુભવને ભાવનાગત કરવાનો, કાવ્યાનુભવ સાથે તન્મય થવાનો જે વ્યાપાર છે તેને ખૂબ મહત્ત્વનો ગણે છે. એ વ્યાપાર જે પ્રાચીન કાવ્યમીમાંસકોના અનુસાર ‘ભાવનાવ્યાપાર’ — ભાવકત્વવ્યાપાર છે તેમાં તેઓ ભાવકના કલ્પના-વ્યાપારનેય સમાવી લેતા જણાય છે અને કલ્પના કરતાં ‘ભાવકત્વવ્યાપાર’ —એ સારો શબ્દ છે એમ પણ તેઓ જણાવે છે.<ref>૧૩૨. આકલન, પૃ. ૧૧.</ref> તેઓ કાવ્ય કાવ્ય બને છે – કલા બને છે એની પ્રતીતિના પાયામાં જ ‘કલાકારના ચિત્તમાંથી ભાવકના ચિત્તમાં થતું ભાવનું અશેષ સંક્રમણ’<ref>૧૩૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૩. </ref> રહેલું છે એમ માનતા જણાય છે. તેઓ આ ભાવ વિશેની પોતાની વિભાવના સ્પષ્ટ કરતાં લખે છે : | ||
“કાવ્યમાં ચિત્ત સમગ્રરૂપે અમુક પરિસ્થિતિને અભિમુખ થઈ પોતાના સ્વભાવને અનુકૂળ, પોતાના કોઈ આંતર પ્રયોજનને અનુકૂળ રીતે અમુક વૃત્તિ ધારણ કરે છે તેને માટે ભાવ શબ્દ હું વધારે યોગ્ય ગણું છું.” | “કાવ્યમાં ચિત્ત સમગ્રરૂપે અમુક પરિસ્થિતિને અભિમુખ થઈ પોતાના સ્વભાવને અનુકૂળ, પોતાના કોઈ આંતર પ્રયોજનને અનુકૂળ રીતે અમુક વૃત્તિ ધારણ કરે છે તેને માટે ભાવ શબ્દ હું વધારે યોગ્ય ગણું છું.” | ||
{{right|(સાહિત્યાલોક, પૃ. ૧૬)}}<br> | |||
તેઓ ભાવકમાં તન્મયતાની શક્તિ સાથે જ તાટસ્થ્યની શક્તિયે ઇષ્ટ માને છે; અને સર્જકમાંયે એ ઉભય શક્તિઓનો સવિવેક સંચાર તેઓ અનિવાર્ય લેખે છે. તેઓ લાગણીના અનુભવની અને સર્જનની ક્ષણની પૃથક્તાયે દર્શાવે છે. તેઓ લખે છે : | તેઓ ભાવકમાં તન્મયતાની શક્તિ સાથે જ તાટસ્થ્યની શક્તિયે ઇષ્ટ માને છે; અને સર્જકમાંયે એ ઉભય શક્તિઓનો સવિવેક સંચાર તેઓ અનિવાર્ય લેખે છે. તેઓ લાગણીના અનુભવની અને સર્જનની ક્ષણની પૃથક્તાયે દર્શાવે છે. તેઓ લખે છે : | ||
“જેટલે અંશે કવિ પોતે એ લાગણીમાં તણાય છે તેટલે અંશે તે લાગણીનો સર્જક મટી કેવળ જડ કાર્યાધાન કરનારો બને છે... લાગણીના અનુભવનો સમય એ જ સર્જનનો સમય નથી હોતો... મૂળ લાગણીના અનુભવની ક્ષણ અને સર્જનની ક્ષણ એ કવિના માનસ ઇતિહાસમાં જુદી જુદી ક્ષણો છે.” | “જેટલે અંશે કવિ પોતે એ લાગણીમાં તણાય છે તેટલે અંશે તે લાગણીનો સર્જક મટી કેવળ જડ કાર્યાધાન કરનારો બને છે... લાગણીના અનુભવનો સમય એ જ સર્જનનો સમય નથી હોતો... મૂળ લાગણીના અનુભવની ક્ષણ અને સર્જનની ક્ષણ એ કવિના માનસ ઇતિહાસમાં જુદી જુદી ક્ષણો છે.” | ||
{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૦૧-૧૦૨)}}<br> | |||
જોકે આ આખી પરિસ્થિતિ ઘણી સંકુલ હોઈ વધુ સ્પષ્ટતા-વિશદતાની અપેક્ષા રાખે છે. ઉપર્યુક્ત વાત કરતાં જ તેઓ પ્રેમ, ભક્તિ આદિના ભાવોની કવિતામાં કવિ લાગણીમાં તણાય તો હાનિ ન પહોંચે એમ પણ જણાવે છે!<ref>૧૩૪. એજન, પૃ. ૧૦૨.</ref> | જોકે આ આખી પરિસ્થિતિ ઘણી સંકુલ હોઈ વધુ સ્પષ્ટતા-વિશદતાની અપેક્ષા રાખે છે. ઉપર્યુક્ત વાત કરતાં જ તેઓ પ્રેમ, ભક્તિ આદિના ભાવોની કવિતામાં કવિ લાગણીમાં તણાય તો હાનિ ન પહોંચે એમ પણ જણાવે છે!<ref>૧૩૪. એજન, પૃ. ૧૦૨.</ref> | ||
રામનારાયણ કાવ્યના રસાસ્વાદમાં લાગણી સાથે બુદ્ધિનો સમુચિત સમન્વય અનિવાર્ય લેખે છે. તેઓ આ બાબત સ્પષ્ટતા કરતાં જણાવે છે : | રામનારાયણ કાવ્યના રસાસ્વાદમાં લાગણી સાથે બુદ્ધિનો સમુચિત સમન્વય અનિવાર્ય લેખે છે. તેઓ આ બાબત સ્પષ્ટતા કરતાં જણાવે છે : | ||
“ખરી રીતે કાવ્યના રસાવાદમાં આખું ચિત્તંત્ર વ્યાપારવાન થાય છે, પણ તે વ્યાપાર સમસ્ત તંત્રને સંપૂર્ણ અનુકૂળ હોવાથી તેમાંથી રસનિષ્પત્તિ થાય છે. બુદ્ધિ રસાસ્વાદને પ્રતિકૂળ છે કે રસાસ્વાદ સાથે સંબંધ ધરાવતી નથી, એ મત હું ખોટો માનું છું. વિશાળ ગ્રહણશક્તિને માટે વિશાળ બુદ્ધિની પણ જરૂર હોય છે, અને મહાકાવ્યો માટે એવી વિશાળ ગ્રહણશક્તિ જોઈએ છે – જેમ કાવ્યમાં તેમ ભાવકમાં પણ.” | “ખરી રીતે કાવ્યના રસાવાદમાં આખું ચિત્તંત્ર વ્યાપારવાન થાય છે, પણ તે વ્યાપાર સમસ્ત તંત્રને સંપૂર્ણ અનુકૂળ હોવાથી તેમાંથી રસનિષ્પત્તિ થાય છે. બુદ્ધિ રસાસ્વાદને પ્રતિકૂળ છે કે રસાસ્વાદ સાથે સંબંધ ધરાવતી નથી, એ મત હું ખોટો માનું છું. વિશાળ ગ્રહણશક્તિને માટે વિશાળ બુદ્ધિની પણ જરૂર હોય છે, અને મહાકાવ્યો માટે એવી વિશાળ ગ્રહણશક્તિ જોઈએ છે – જેમ કાવ્યમાં તેમ ભાવકમાં પણ.” | ||
{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨)}}<br> | |||
રામનારાયણ કાવ્યમાં સંયમને ખાતર સંયમમાં માનતા નથી.<ref>૧૩૫. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૦૨.</ref> લાગણીના આવેશમાં બેફામ બનીને કવિ વર્તે તે તેમને અભિમત નથી. તેઓ તો કાવ્યશક્તિનું જે મૂળભૂત પ્રેરક-નિયામક બળ-પ્રતિભા, તેના વ્યાપારમાં જ સંયમ અનુસ્યૂત હોવાનું જણાવે છે.<ref>૧૩૬. એજન, પૃ. ૧૦૪.</ref>રામનારાયણ તો સર્જનવ્યાપારને જ એવો ગણાવે છે કે એમાં કવિમાનસનું લાગણીમાં અતંત્ર અપવહન ન થઈ શકે.<ref>૧૩૭. એજન, પૃ. ૧૦૩.</ref> વળી કાવ્યમાં આસ્વાદ્ય છે તે લાગણી છે, લાગણીને સંયમ નહિ. | રામનારાયણ કાવ્યમાં સંયમને ખાતર સંયમમાં માનતા નથી.<ref>૧૩૫. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૦૨.</ref> લાગણીના આવેશમાં બેફામ બનીને કવિ વર્તે તે તેમને અભિમત નથી. તેઓ તો કાવ્યશક્તિનું જે મૂળભૂત પ્રેરક-નિયામક બળ-પ્રતિભા, તેના વ્યાપારમાં જ સંયમ અનુસ્યૂત હોવાનું જણાવે છે.<ref>૧૩૬. એજન, પૃ. ૧૦૪.</ref>રામનારાયણ તો સર્જનવ્યાપારને જ એવો ગણાવે છે કે એમાં કવિમાનસનું લાગણીમાં અતંત્ર અપવહન ન થઈ શકે.<ref>૧૩૭. એજન, પૃ. ૧૦૩.</ref> વળી કાવ્યમાં આસ્વાદ્ય છે તે લાગણી છે, લાગણીને સંયમ નહિ. | ||
તેઓ લાગણીના સર્જનમાં લાગણીનું મૂલ્યાંકન અને એ મૂલ્યાંકનમાં લાગણી વિશેની સાદ્યંત સમજ-આકલન આવશ્યક હોવાનું લેખે છે. લાગણીને સમજવામાં લાગણીને અનુષંગે જે કંઈ જીવનરહસ્ય, તે બધું જ સમસ્તભાવે સમજવાની આવશ્યકતા ઊભી થાય છે. આમ લાગણીનું કાવ્યમાં ભાવરૂપે સર્જન થતાં જ એમાં અખિલાઈભર્યા જીવનદર્શનનો અનુપ્રવેશ સ્વાભાવિક બની રહે છે. | તેઓ લાગણીના સર્જનમાં લાગણીનું મૂલ્યાંકન અને એ મૂલ્યાંકનમાં લાગણી વિશેની સાદ્યંત સમજ-આકલન આવશ્યક હોવાનું લેખે છે. લાગણીને સમજવામાં લાગણીને અનુષંગે જે કંઈ જીવનરહસ્ય, તે બધું જ સમસ્તભાવે સમજવાની આવશ્યકતા ઊભી થાય છે. આમ લાગણીનું કાવ્યમાં ભાવરૂપે સર્જન થતાં જ એમાં અખિલાઈભર્યા જીવનદર્શનનો અનુપ્રવેશ સ્વાભાવિક બની રહે છે. | ||
| Line 160: | Line 155: | ||
<ref>૧૭૩. આકલન, પૃ. ૩૪.</ref> રામનારાયણ કલામાં કશુંયે દુર્બોધ કે શિથિલ હોય તેના વિરોધી છે. તેઓ કલાકારની – સાહિત્યકારની ઉપાદાનગત – ભાષાગત સજ્જતા જરાય ઓછી હોય તો તેને ક્ષંતવ્ય લેખતા નથી. તેઓ લખે છે : | <ref>૧૭૩. આકલન, પૃ. ૩૪.</ref> રામનારાયણ કલામાં કશુંયે દુર્બોધ કે શિથિલ હોય તેના વિરોધી છે. તેઓ કલાકારની – સાહિત્યકારની ઉપાદાનગત – ભાષાગત સજ્જતા જરાય ઓછી હોય તો તેને ક્ષંતવ્ય લેખતા નથી. તેઓ લખે છે : | ||
“દરેક કવિતાલેખનના ઉમેદવારે પોતા પર ભાષાશુદ્ધિની કસોટીની એ (નરસિંહરાવ-ચીંધી) કડકાઈ રાખવી જ જોઈએ, દરેક શબ્દનો અર્થ થેવો જોઈએ, દરેક વાક્યનો અર્થ થવો જોઈએ, અને પછી એ અર્થમાંથી વ્યંગ્યાર્થ નીકળી શકે એટલી તેની કાવ્યશક્તિ.” | “દરેક કવિતાલેખનના ઉમેદવારે પોતા પર ભાષાશુદ્ધિની કસોટીની એ (નરસિંહરાવ-ચીંધી) કડકાઈ રાખવી જ જોઈએ, દરેક શબ્દનો અર્થ થેવો જોઈએ, દરેક વાક્યનો અર્થ થવો જોઈએ, અને પછી એ અર્થમાંથી વ્યંગ્યાર્થ નીકળી શકે એટલી તેની કાવ્યશક્તિ.” | ||
{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૪૭)}}<br> | |||
તેઓ એ પણ જાણે છે કે ‘ભાષા ગમે તેટલી નિયમબદ્ધ હોય તોપણ તેને વિકાસવ્યાપાર અનંત છે, અને કાવ્યશક્તિ તેનું એક જબરું વિકાસબલ છે.’<ref>૧૭૪. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૪૮-૪૯.</ref> ગદ્ય સામાન્ય રીતે પ્રાકૃત વ્યવહારની ભાષા છે<ref>૧૭૫. સાહિત્યાલોક, પૃ. ૧૬૨</ref>, પરંતુ અમુક તબક્કે તે પ્રાકૃત વ્યવહારથી વ્યાવૃત્ત થયેલું જોવા મળે છે અને ત્યારે તેમાં તેના મૂળભૂત કારણરૂપ વિશિષ્ટ ગદ્યલય પણ પ્રતીત થાય છે. રામનારાયણ કોઈ પણ સાચા ગદ્યલેખકના લખાણમાં ગદ્યલય(પ્રેાઝ-રિધમ)નું હોવું અનિવાર્ય લેખે છે.<ref>૧૭૬. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા, ૧૯૬૫, પૃ. ૧૨૫. </ref> તેમની દૃષ્ટિએ ‘ઉત્તમ ગદ્ય ભાષાના બાહ્ય સ્વરૂપ પર આધાર રાખે છે તેટલું જ કે તેથી પણ વિશેષ, વિચારની સુશ્લિષ્ટતા, વિષયજન્ય કે વિષેયોચિત ક્રમ, નિરૂપણને બઢાવતો, વિકસાવતો પુષ્ટ કરતો, વિચારોને લક્ષ તરફ કૂચ કરાવતો ઉપાડ, એ ઉપર આધાર રાખે છે.’<ref>૧૭૭. સાહિત્યવિમર્શ, પૃ. ૫૯-૬૦.</ref> તેઓ ગુજરાતીમાં બાલોચિત ગદ્ય નહિ લખાયાની નોંધ લે છે અને પદ્ય કરતાં ગદ્યસિદ્ધિ કઠિનતર હોવાનુંયે પ્રાચીનોને અનુસરીને જણાવે છે. | તેઓ એ પણ જાણે છે કે ‘ભાષા ગમે તેટલી નિયમબદ્ધ હોય તોપણ તેને વિકાસવ્યાપાર અનંત છે, અને કાવ્યશક્તિ તેનું એક જબરું વિકાસબલ છે.’<ref>૧૭૪. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૪૮-૪૯.</ref> ગદ્ય સામાન્ય રીતે પ્રાકૃત વ્યવહારની ભાષા છે<ref>૧૭૫. સાહિત્યાલોક, પૃ. ૧૬૨</ref>, પરંતુ અમુક તબક્કે તે પ્રાકૃત વ્યવહારથી વ્યાવૃત્ત થયેલું જોવા મળે છે અને ત્યારે તેમાં તેના મૂળભૂત કારણરૂપ વિશિષ્ટ ગદ્યલય પણ પ્રતીત થાય છે. રામનારાયણ કોઈ પણ સાચા ગદ્યલેખકના લખાણમાં ગદ્યલય(પ્રેાઝ-રિધમ)નું હોવું અનિવાર્ય લેખે છે.<ref>૧૭૬. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા, ૧૯૬૫, પૃ. ૧૨૫. </ref> તેમની દૃષ્ટિએ ‘ઉત્તમ ગદ્ય ભાષાના બાહ્ય સ્વરૂપ પર આધાર રાખે છે તેટલું જ કે તેથી પણ વિશેષ, વિચારની સુશ્લિષ્ટતા, વિષયજન્ય કે વિષેયોચિત ક્રમ, નિરૂપણને બઢાવતો, વિકસાવતો પુષ્ટ કરતો, વિચારોને લક્ષ તરફ કૂચ કરાવતો ઉપાડ, એ ઉપર આધાર રાખે છે.’<ref>૧૭૭. સાહિત્યવિમર્શ, પૃ. ૫૯-૬૦.</ref> તેઓ ગુજરાતીમાં બાલોચિત ગદ્ય નહિ લખાયાની નોંધ લે છે અને પદ્ય કરતાં ગદ્યસિદ્ધિ કઠિનતર હોવાનુંયે પ્રાચીનોને અનુસરીને જણાવે છે. | ||
| Line 173: | Line 168: | ||
રામનારાયણ કાવ્યમાં પદ્યને અનિવાર્ય લેખતા નથી પણ ઇષ્ટ તો લેખે જ છે. તેઓ પદ્યની શક્તિ બરોબર જાણે છે. તેઓ લખે છે : | રામનારાયણ કાવ્યમાં પદ્યને અનિવાર્ય લેખતા નથી પણ ઇષ્ટ તો લેખે જ છે. તેઓ પદ્યની શક્તિ બરોબર જાણે છે. તેઓ લખે છે : | ||
“વાઙ્મય ઉપાદાનની વધારેમાં વધારે શક્તિ આપણે છંદોબદ્ધ કાવ્યમાં જ જોઈએ છીએ. જનતાએ તેની ઉન્નતમાં ઉન્નત લાગણીઓ ઘણે ભાગે પદ્યોમાં જ સંઘરી છે. પદ્યરચના આખા કાવ્યને કોઈ ગૂઢ રીતે એકત્વ અર્પે છે, આંતર અર્થથી એકત્વ પામેલ કૃતિને બાહ્યધ્વનિથી—અવાજથી એકત્વ આપે છે, અને કાવ્યના એક ભાગમાં આખાની આકાંક્ષા જાગ્રત કરે છે, તીવ્રતર કરે છે. એટલે પદ્યરચના કાવ્યને અનેક રીતે ઉપકારક થાય છે તેમાં મતભેદ નથી.” | “વાઙ્મય ઉપાદાનની વધારેમાં વધારે શક્તિ આપણે છંદોબદ્ધ કાવ્યમાં જ જોઈએ છીએ. જનતાએ તેની ઉન્નતમાં ઉન્નત લાગણીઓ ઘણે ભાગે પદ્યોમાં જ સંઘરી છે. પદ્યરચના આખા કાવ્યને કોઈ ગૂઢ રીતે એકત્વ અર્પે છે, આંતર અર્થથી એકત્વ પામેલ કૃતિને બાહ્યધ્વનિથી—અવાજથી એકત્વ આપે છે, અને કાવ્યના એક ભાગમાં આખાની આકાંક્ષા જાગ્રત કરે છે, તીવ્રતર કરે છે. એટલે પદ્યરચના કાવ્યને અનેક રીતે ઉપકારક થાય છે તેમાં મતભેદ નથી.” | ||
{{right|(કાવ્યની શક્તિ, પૃ. ૧૨)}}<br> | |||
રામનારાયણ છંદોને પદ્યની વિશિષ્ટ આકૃતિઓ કે આકારોરૂપે વર્ણવે છે અને વાણીમાં તે કાવ્યનું પ્રયોજન સિદ્ધ કરવા આવે છે તેમ જણાવે છે.<ref>૧૮૭. બૃહત પિંગલ, ઉપોદ્ઘાત, પૃ. ૬-૭.</ref> તેઓ માર્મિક રીતે કાવ્યમાંના છંદનો તેના અર્થ સાથેનો સંબંધ પણ સૂચવે છે.<ref>૧૮૮. બૃહત પિંગલ, ઉપોદ્ઘાત, પૃ. ૬.</ref> વળી તેઓ છંદોવિધાનનો વિચાર કરતાં ધ્વનિશૂન્ય કાલનોય મહિમા બતાવે છે અને છંદના પઠનમાં વચ્ચે આવતા ધ્વનિશૂન્ય અવકાશને છંદના જ ભાગ તરીકે તેઓ જે રીતે સ્વીકારે છે<ref>૧૮૯. બૃહત પિંગલ, ઉપોદ્ઘાત, પૃ. ૧૫.</ref> એમાં એમની પિંગળશાસ્ત્રી તરીકેની તેમ કાવ્યજ્ઞ તરીકેની સૂક્ષ્મતા જ પ્રગટ થાય છે. | રામનારાયણ છંદોને પદ્યની વિશિષ્ટ આકૃતિઓ કે આકારોરૂપે વર્ણવે છે અને વાણીમાં તે કાવ્યનું પ્રયોજન સિદ્ધ કરવા આવે છે તેમ જણાવે છે.<ref>૧૮૭. બૃહત પિંગલ, ઉપોદ્ઘાત, પૃ. ૬-૭.</ref> તેઓ માર્મિક રીતે કાવ્યમાંના છંદનો તેના અર્થ સાથેનો સંબંધ પણ સૂચવે છે.<ref>૧૮૮. બૃહત પિંગલ, ઉપોદ્ઘાત, પૃ. ૬.</ref> વળી તેઓ છંદોવિધાનનો વિચાર કરતાં ધ્વનિશૂન્ય કાલનોય મહિમા બતાવે છે અને છંદના પઠનમાં વચ્ચે આવતા ધ્વનિશૂન્ય અવકાશને છંદના જ ભાગ તરીકે તેઓ જે રીતે સ્વીકારે છે<ref>૧૮૯. બૃહત પિંગલ, ઉપોદ્ઘાત, પૃ. ૧૫.</ref> એમાં એમની પિંગળશાસ્ત્રી તરીકેની તેમ કાવ્યજ્ઞ તરીકેની સૂક્ષ્મતા જ પ્રગટ થાય છે. | ||
| Line 185: | Line 180: | ||
“મહાકાવ્યથી નાના કદના પણ એ જ પ્રકારના કાવ્યને હું આખ્યાન કાવ્ય કહું છું... તેમાં મહાકાવ્યની પેઠે બૃહત્ સમાજ કે વંશ મુખ્ય ન હોતાં વ્યક્તિજીવન મુખ્ય હોય છે, પણ તે ઠીક ઠીક લાંબું. હવે વ્યક્તિના આખા જીવનને બદલે જેમાં તેના જીવનનું અમુક વૃત્તાન્ત હોય તેને હું ખંડકાવ્ય કહેવા ઇચ્છું છું. મહાકાવ્ય કરતાં આખ્યાનકાવ્ય, અને આખ્યાનકાવ્ય કરતાં ખંડકાવ્ય વધારે સુશ્લિષ્ટ જોઈએ.” | “મહાકાવ્યથી નાના કદના પણ એ જ પ્રકારના કાવ્યને હું આખ્યાન કાવ્ય કહું છું... તેમાં મહાકાવ્યની પેઠે બૃહત્ સમાજ કે વંશ મુખ્ય ન હોતાં વ્યક્તિજીવન મુખ્ય હોય છે, પણ તે ઠીક ઠીક લાંબું. હવે વ્યક્તિના આખા જીવનને બદલે જેમાં તેના જીવનનું અમુક વૃત્તાન્ત હોય તેને હું ખંડકાવ્ય કહેવા ઇચ્છું છું. મહાકાવ્ય કરતાં આખ્યાનકાવ્ય, અને આખ્યાનકાવ્ય કરતાં ખંડકાવ્ય વધારે સુશ્લિષ્ટ જોઈએ.” | ||
{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૩)}}<br> | |||
રામનારાયણ આ રીતે કાવ્યમાં નિરૂપિત જીવનવસ્તુને આધારે મહાકાવ્યથી ખંડકાવ્યની અને એ પછી ઊર્મિકાવ્યની <ref>૨૦૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૫.</ref> પ્રકારશ્રેણી દર્શાવે છે. તેઓ ઊર્મિકાવ્યના છન્દોના સ્વરૂપ ઉપરથી વિભાગો કરતાં સંસ્કૃત છંદોનાં ઊર્મિકાવ્યો, સૉનેટો, ગરબીઓ, ભજનો, ગઝલો અને સંગીતપ્રધાન પદોના વિભાગો આપે છે.<ref>૨૦૧. એજન, પૃ. ૧૮૯.</ref> તેઓ વર્ણનાત્મક અને નાટ્યાત્મક ઊર્મિકાવ્યની ચર્ચા કરતાં આપણે ત્યાં નાટ્યાત્મક ઊર્મિકાવ્યો ઓછાં લખાયાની ખાસ નોંધ લે છે. તેઓ ટૂંકાં અને લાંબાં—એવા, ટૂંકી અને લાંબી વાર્તાની રીતે ઊર્મિકાવ્યના બે ભાગ પણ પાડે છે.<ref>૨૦૨. એજન, પૃ. ૨૦૮.</ref>રામનારાયણે ખંડકાવ્યથી ઊર્મિકાવ્યની વ્યાવર્તકતા દર્શાવતાં જણાવ્યું છે કે ‘લાગણીને વહાવવી એ લિરિક ઊર્મિકાવ્યનું લક્ષણ છે, ખંડકાવ્યમાં, લાગણી પ્રસંગ સાથે એકપિંડ એક પાસાદાર ઘનરૂપ પામે છે.<ref>૨૦૩. નભોવિહાર, પૃ. ૨૧૬.</ref> તેઓ ચિંતનપ્રધાન—વિચારપ્રધાન પ્રસંગકાવ્યોથીયે ખંડકાવ્યનું જુદાપણું દર્શાવે છે.<ref>૨૦૪. એજન, પૃ. રર૦.</ref> તેઓ ખંડકાવ્યના વસ્તુ પર વધારે ભાર મૂકે છે. વાક્યભંગીને અનુકૂલ એવી છંદ-શૈલી પર નહીં.<ref>૨૦૫. એજન, ૧. ૨૨૨.</ref> રામનારાયણ ન્હાનાલાલનાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ જેવાં કાવ્યોને ‘ઊર્મિકાવ્યાત્મક વાર્તા’ જેવા કોઈક વર્ગમાં મૂકવાના મતના છે.<ref>૨૦૬. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૧. </ref> | રામનારાયણ આ રીતે કાવ્યમાં નિરૂપિત જીવનવસ્તુને આધારે મહાકાવ્યથી ખંડકાવ્યની અને એ પછી ઊર્મિકાવ્યની <ref>૨૦૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૫.</ref> પ્રકારશ્રેણી દર્શાવે છે. તેઓ ઊર્મિકાવ્યના છન્દોના સ્વરૂપ ઉપરથી વિભાગો કરતાં સંસ્કૃત છંદોનાં ઊર્મિકાવ્યો, સૉનેટો, ગરબીઓ, ભજનો, ગઝલો અને સંગીતપ્રધાન પદોના વિભાગો આપે છે.<ref>૨૦૧. એજન, પૃ. ૧૮૯.</ref> તેઓ વર્ણનાત્મક અને નાટ્યાત્મક ઊર્મિકાવ્યની ચર્ચા કરતાં આપણે ત્યાં નાટ્યાત્મક ઊર્મિકાવ્યો ઓછાં લખાયાની ખાસ નોંધ લે છે. તેઓ ટૂંકાં અને લાંબાં—એવા, ટૂંકી અને લાંબી વાર્તાની રીતે ઊર્મિકાવ્યના બે ભાગ પણ પાડે છે.<ref>૨૦૨. એજન, પૃ. ૨૦૮.</ref>રામનારાયણે ખંડકાવ્યથી ઊર્મિકાવ્યની વ્યાવર્તકતા દર્શાવતાં જણાવ્યું છે કે ‘લાગણીને વહાવવી એ લિરિક ઊર્મિકાવ્યનું લક્ષણ છે, ખંડકાવ્યમાં, લાગણી પ્રસંગ સાથે એકપિંડ એક પાસાદાર ઘનરૂપ પામે છે.<ref>૨૦૩. નભોવિહાર, પૃ. ૨૧૬.</ref> તેઓ ચિંતનપ્રધાન—વિચારપ્રધાન પ્રસંગકાવ્યોથીયે ખંડકાવ્યનું જુદાપણું દર્શાવે છે.<ref>૨૦૪. એજન, પૃ. રર૦.</ref> તેઓ ખંડકાવ્યના વસ્તુ પર વધારે ભાર મૂકે છે. વાક્યભંગીને અનુકૂલ એવી છંદ-શૈલી પર નહીં.<ref>૨૦૫. એજન, ૧. ૨૨૨.</ref> રામનારાયણ ન્હાનાલાલનાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ જેવાં કાવ્યોને ‘ઊર્મિકાવ્યાત્મક વાર્તા’ જેવા કોઈક વર્ગમાં મૂકવાના મતના છે.<ref>૨૦૬. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૧. </ref> | ||