પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 24: Line 24:
અનુ-આધુનિક યુગને પણ, પોતપોતાની-નોખી-રીતેભાતે કવિતા કરનારા મહત્ત્વના તથા ધ્યાનપાત્ર કવિઓ સાંપડ્યા છે. આવા કવિ અવાજોમાં હરીશ મીનાશ્રુ, (સ્વ. નીતિન મહેતા), જયદેવ શુક્લ, મનોહર ત્રિવેદી, યજ્ઞેશ દવે, મણિલાલ હ. પટેલ – કાનજી પટેલ, દલપત પઢિયાર, નીરવ પટેલ, બાબુ સુથાર, ભરત નાયક – કમલ વોરા, વિનોદ જોશી, સંજુ વાળા, ઉદયન ઠક્કર, રાજેશ પંડ્યા, મનીષા જોષી, ઇત્યાદિ ઉપરાંત જયેન્દ્ર શેખડીવાળા, યોગેશ જોષી, હર્ષદ ત્રિવેદી, રાજેન્દ્ર પટેલ, અદમ ટંકારવી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, રમણીક સોમેશ્વર, રમણીક અગ્રાવત, સરુપ ધ્રુવ, મંગળ રાઠોડ, મુકુલ ચોક્સી તથા કિસન સોસા, પવનકુમાર જૈન વગેરે નામો ઉમેરી શકાય.

ઉપરોક્ત કવિઓની – ખાસ તો એમાંથી સોળસત્તર કવિઓની કવિતાનો પરિચય, એમની પ્રતિનિધિ રચનાઓને આધારે, મેળવીએ. આ કવિઓનું કવિકર્મ તથા એમની કવિતાના કાવ્યવિશેષો વિશે સદૃષ્ટાંત વાત કરીશું.

અનુ-આધુનિકોમાં હરીશ મીનાશ્રુનો કવિ-અવાજ પ્રબળ અને પ્રમુખ પણ રહ્યો છે. વિવિધ કાવ્યસ્વરૂપોમાં સહજ રીતે પ્રવર્તતો આ કવિ, કવિતાપદાર્થને કવિતામાં પ્રતીતિપૂર્વક રમતો મૂકવાનું ધ્યેય રાખે છે. સંવેદનાઓના કોઈ અડાબીડ વનમાંથી આવતી એમની કવિતા કાવ્યભાષાની નવતર મુદ્રાઓ રચીને કાવ્યની વિવિધ છટાઓથી ભાવકને ન્યાલ કરી દે છે. આધુનિક અને અનુ-આધુનિક કવિતા વચ્ચે સેતુ-રૂપ બનતી હરીશ મીનાશ્રુની કવિતા અનેક વિશેષો ધરાવે છે.
{{Center|૦૦૦}}
અનુ-આધુનિકોમાં '''હરીશ મીનાશ્રુ'''નો કવિ-અવાજ પ્રબળ અને પ્રમુખ પણ રહ્યો છે. વિવિધ કાવ્યસ્વરૂપોમાં સહજ રીતે પ્રવર્તતો આ કવિ, કવિતાપદાર્થને કવિતામાં પ્રતીતિપૂર્વક રમતો મૂકવાનું ધ્યેય રાખે છે. સંવેદનાઓના કોઈ અડાબીડ વનમાંથી આવતી એમની કવિતા કાવ્યભાષાની નવતર મુદ્રાઓ રચીને કાવ્યની વિવિધ છટાઓથી ભાવકને ન્યાલ કરી દે છે. આધુનિક અને અનુ-આધુનિક કવિતા વચ્ચે સેતુ-રૂપ બનતી હરીશ મીનાશ્રુની કવિતા અનેક વિશેષો ધરાવે છે.
યંત્રજન્ય ભૌતિકતાવાદી વલણોનો ભોગ બનેલા સમકાલીન માનવજીવનની સંવેદનાને આધુનિકકાળની અછાંદસ અને મુક્તલયની દીર્ઘ કવિતા વર્ણવતી હતી. હરીશ મીનાશ્રુની કવિપ્રતિભા આટલી વાતે પરોવાઈ રહે એવી નથી. એમણે તો અસ્તિત્વની ખરેખરી સમસ્યાઓને ભારતીય દર્શનશાસ્ત્રોની ભૂમિકાએ ચકાસીને રજૂ કરવાનો નવતર પ્રયોગ કર્યો છે. એમનાં દીર્ઘકાવ્યો ઉપરાંત ‘દામ્પત્ય’ અને ‘પ્રેયસી’ જેવી રચનાઓમાં પણ અર્થસંકુલ પ્રદેશો મળે છે. ‘માયા’ અને ‘કવિતા’ આ કવિને મન સરખાં છે – સંમૂઢ અને વિવશ કરનારાં!

હરીશ મીનાશ્રુ ભાષાસભાન કવિ છે; માધ્યમ અને સંવેદનાને એ સરખું મહત્ત્વ આપે છે. એમની કવિતામાં ભાષા સાથે અર્થપૂર્ણ વ્યવહાર થયો છે.  એમણે અનેક નવતર અધ્યાસો જોડીને ભાષાસંયોજનાને ખાસ્સી વિદગ્ધ તથા સંકુલ બનાવી છે. આવી કવિતા જેમ ‘સ્વ-તંત્ર’ રચે છે એમ એણે એનો પોતાનો વાચક (સ્વ-વાચક) પણ શોધી લેવાનો રહે છે. અર્થપૂર્ણ કવિતાએે એથી ડગવાનું કે ડરવાનું હોય નહીં. હરીશ મીનાશ્રુએ ઘણી વાર શબ્દમાં પ્રક્ષેપણ(એકાદ વર્ણનું) કરીને કે શબ્દવિભાજન તથા વર્ણપ્રક્ષેપણ સામટું કરીને સંદર્ભબહુલતા રચી આપવાનું, ભાષાકર્મ દાખવ્યું છે. દા.ત. અકાદમયંતી, રેગન પાવડર!

Line 81: Line 82:
‘ગૃહિણી’ ગુચ્છનાં કાવ્યોમાં તથા ‘પંખીપદારથ’ અને ‘ચીતરવા વિશે’ જૂથનાં કાવ્યોમાં ગદ્યનાં વિવિધ સ્તરો તથા વિશેષણોની કાર્યસાધકતાનો અનુભવ ભાવકને ન્યાલ કરી દે છે. આપણા સમયની સમસ્યાઓ તથા ‘માનવ્ય’ માટેની મથામણો પણ હરીશ મીનાશ્રુની કવિતામાં આવે છે. દાત, ‘ગૃહસ્થ-સંહિતા’ જૂથમાં ‘છાપાવાળો છોકરો’ રચના તપાસો! આ સમર્થ કવિએ આવી અનેક ઉત્તમ રચનાઓ દ્વારા અનુઆધુનિક ગુજરાતી કવિતાને આગળ વધારવા સાથે નવી ઊંચાઈઓ આપવાના સફળ પ્રયત્નો કર્યા છે.

જયદેવ શુક્લ ઓછું પણ ગુણવત્તાસભર કાવ્યસર્જન કરનારા કવિઓમાં પણ આગળની પંક્તિમાં આવે છે. કવિતા નિજી સંવેદન અને એને અનુરૂપ સહજ ભાષાસંયોજના વડે સિદ્ધ થાય છે, એમાં એક શબ્દ, અરે વર્ણ પણ વધારાનો ન હોય... કે આગળપાછળ ન થઈ શકે... કવિતાની આવી ચુસ્ત પરંતુ પ્રસન્નકર ઈમારત રચનાર કવિ તરીકે આપણે જયદેવ શુક્લને ઓળખાવી શકીએ. ‘પ્રાથમ્ય’નાં કાવ્યો એનાં ઉદાહરણો છે. ‘તામ્રવર્ણી હવાના અંગાંગે’, ‘ભેજલ અંધકારમાં-’ અને ‘વૈશાખ’ ‘તાલકાવ્યો’ જેવી અનેક રચનાઓ અહીં ટાંકી અને વિશ્લેષી શકાય. પ્રકૃતિ તથા આસપાસનો પરિસર આ કવિતામાં કલ્પનો બનીને વધારે સહજતાનો આસ્વાદ્ય અનુભવ કરાવે છે.
'''જયદેવ શુક્લ''' ઓછું પણ ગુણવત્તાસભર કાવ્યસર્જન કરનારા કવિઓમાં પણ આગળની પંક્તિમાં આવે છે. કવિતા નિજી સંવેદન અને એને અનુરૂપ સહજ ભાષાસંયોજના વડે સિદ્ધ થાય છે, એમાં એક શબ્દ, અરે વર્ણ પણ વધારાનો ન હોય... કે આગળપાછળ ન થઈ શકે... કવિતાની આવી ચુસ્ત પરંતુ પ્રસન્નકર ઈમારત રચનાર કવિ તરીકે આપણે જયદેવ શુક્લને ઓળખાવી શકીએ. ‘પ્રાથમ્ય’નાં કાવ્યો એનાં ઉદાહરણો છે. ‘તામ્રવર્ણી હવાના અંગાંગે’, ‘ભેજલ અંધકારમાં-’ અને ‘વૈશાખ’ ‘તાલકાવ્યો’ જેવી અનેક રચનાઓ અહીં ટાંકી અને વિશ્લેષી શકાય. પ્રકૃતિ તથા આસપાસનો પરિસર આ કવિતામાં કલ્પનો બનીને વધારે સહજતાનો આસ્વાદ્ય અનુભવ કરાવે છે.
ચારે બાજુએ અરાજકતા છે, હતાશા છે, કૈંક વિષાદ ઘૂંટાતો જાય છે. આકાશના તારાઓ જેવી ચળકતી શક્યતાઓને પણ ઠંડાંગાર-બર્ફીલાં શાસકવલણોએ થીજાવી-બૂઝાવી દીધી છે. આ શારી નાખતી વ્યથાવેદનાને કવિ જયદેવ શુક્લ પૂર્ણ કાવ્યત્વથી રજૂ કરે છે, જોઈએઃ-

માગસરની અમાવસ્યા
માગસરની અમાવસ્યા
Line 97: Line 98:
– જયદેવની કવિતા નિજી અને કાવ્યત્વના વિશેષોથી વિ-શિષ્ટ બની છે.
– જયદેવની કવિતા નિજી અને કાવ્યત્વના વિશેષોથી વિ-શિષ્ટ બની છે.
{{Center|૦૦૦}}
{{Center|૦૦૦}}
યજ્ઞેશ દવેની કવિતામાં સાંપ્રત નગરચેતના અને નાગરી મનોરુગ્ણતાનું વિવિધ છટાઓમાં આલેખન થતું રહ્યું છે. વસ્તુજગત અને ઇતિહાસ પરંપરાને સાંકળી લેતાં એમનાં ‘જળની આંખે’-નાં દીર્ઘકાવ્યો અનુ-આધુનિકતાની ભોંય રચવામાં અગ્રેસર હતાં. પછી તો વર્તમાન જીવનની અનેક વિભીષિકાઓ આ કવિએ અછાંદસમાં, તળબોલી-લયમાં પુરાકથાનાં રૂપો લઈને વર્ણવી છે. ‘આદિમાતા’ બહુ પરિમાણી મહત્ત્વાકાંક્ષી રચના છે – જે આદિમાતાથી વર્તમાન સુધીની જીવનચેતના-(જેના કેન્દ્રમાં સ્ત્રીચેતના છે) ને ઊંડળમાં લે છે. ‘હેલો...’ની જેમ ગરીબ મજૂર વના જેતા સાથેની વાતચીતની કવિતા કે વ્યસન-બંધાણની કવિતા યજ્ઞેશ દવેની કવિતાનો વ્યાપ અને સ્થિત્યંતરો પણ બતાવે છે.
'''યજ્ઞેશ દવે'''ની કવિતામાં સાંપ્રત નગરચેતના અને નાગરી મનોરુગ્ણતાનું વિવિધ છટાઓમાં આલેખન થતું રહ્યું છે. વસ્તુજગત અને ઇતિહાસ પરંપરાને સાંકળી લેતાં એમનાં ‘જળની આંખે’-નાં દીર્ઘકાવ્યો અનુ-આધુનિકતાની ભોંય રચવામાં અગ્રેસર હતાં. પછી તો વર્તમાન જીવનની અનેક વિભીષિકાઓ આ કવિએ અછાંદસમાં, તળબોલી-લયમાં પુરાકથાનાં રૂપો લઈને વર્ણવી છે. ‘આદિમાતા’ બહુ પરિમાણી મહત્ત્વાકાંક્ષી રચના છે – જે આદિમાતાથી વર્તમાન સુધીની જીવનચેતના-(જેના કેન્દ્રમાં સ્ત્રીચેતના છે) ને ઊંડળમાં લે છે. ‘હેલો...’ની જેમ ગરીબ મજૂર વના જેતા સાથેની વાતચીતની કવિતા કે વ્યસન-બંધાણની કવિતા યજ્ઞેશ દવેની કવિતાનો વ્યાપ અને સ્થિત્યંતરો પણ બતાવે છે.
આપણી કહેવાતી લોકશાહી અને એવો જ આપણો દાંભિકતા ભરેલો સમાજવાદ ગરીબોની વલે કરે છે... આ કવિ એવાં અમાનુષી વલણો વિશે આક્રમકતાથી લખે છે.

યંત્રયુગે ભૌતિક સગવડો ને કહેવાતી સમૃદ્ધિ આપ્યાં ખરાં, પણ અસલ જીવન, શાંતિ અને પ્રેમભાવ છીનવી લીધાં છે. જે વરવું શહેરીકરણ થયું છે તેનો ચહેરો કેવોક છે? એનો વિડંબનાપૂર્વક પરિચય આપે છે કવિશ્રી યજ્ઞેશ દવે! ‘મારી શેરી’ કાવ્યના થોડાક અંશો જુઓઃ{{Poem2Close}}

Line 115: Line 116:
કવિતા અને કમીટમેન્ટ બંનેનું રસાર્દ્ર પ્રત્યાયન કરતો આ કવિ પણ અનોખો છે.
કવિતા અને કમીટમેન્ટ બંનેનું રસાર્દ્ર પ્રત્યાયન કરતો આ કવિ પણ અનોખો છે.
{{Center|૦૦૦}}
{{Center|૦૦૦}}
વિનોદ જોશી માટે કહી શકાય કે તેઓ સિદ્ધહસ્ત કવિ છે અને કવિ તરીકે ગુજરાત બ્હાર પણ ખાસ્સા પ્રસિદ્ધ છે. સંસ્કૃતવૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટ, પ્રલંબ પદ્યવાર્તા વડે પોતાનું કવિત્વ સરાણે ચઢાવીને સફળ કવિ તરીકે જાણીતા કવિ વિનોદ જોશીએ લોકભાવો-લોકલયો-લોકભાષાને એકસાથે સંયોજીને લાલિત્યપૂર્ણ ગીતકાવ્યો આપ્યાં છે.
'''વિનોદ જોશી''' માટે કહી શકાય કે તેઓ સિદ્ધહસ્ત કવિ છે અને કવિ તરીકે ગુજરાત બ્હાર પણ ખાસ્સા પ્રસિદ્ધ છે. સંસ્કૃતવૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટ, પ્રલંબ પદ્યવાર્તા વડે પોતાનું કવિત્વ સરાણે ચઢાવીને સફળ કવિ તરીકે જાણીતા કવિ વિનોદ જોશીએ લોકભાવો-લોકલયો-લોકભાષાને એકસાથે સંયોજીને લાલિત્યપૂર્ણ ગીતકાવ્યો આપ્યાં છે.
વિનોદ જોશીનું ચિત્ત ‘ગીતકાવ્ય’ સિદ્ધ કરવા માટે વધુ સંનદ્ધ છે. એમની ગીત કવિતાની કેટલીક લાક્ષણિકતાઓ તારવીએઃ-  

‘ઝાલર વાગે જૂઠડી’નાં ગીતો નાયિકાકેન્દ્રી છે આ નાયિકા કન્યાકાળમાં પ્રવેશતી કિશોરી છે. કાં તો એ કુંવારકા છે, નવોઢા છે. વિરહિણી કે પ્રોષિતભર્તૃકા છે. ગોપજીવનની આ યૌવનાના પ્રણયભાવોની અનેકવિધ છબીઓ એમનાં ગીતોમાં ઝીલાય છે. પ્રેમના વિવિધ ભાવસંવેદનાનું અહીં સદ્યોેગમ્ય ચિત્રણ થયું છે. વિનોદ જોશીમાં પ્રણયકેન્દ્રી ગીતો વધારે મળે છે. એમાંય નાયિકાના મુખમાં મુકાયેલાં ગીતો વધુ છે – એટલે કોક અપવાદ સિવાય મોટેભાગે ગીતની મુગ્ધા નાયિકા પોતાના પ્રેમસંવેદનની વાત માંડે છે. ‘ઝાલર વાગે –’ કે ‘પ્રોષિત-ભર્તૃકા’ આવાં જ દૃષ્ટાંતો છે. કલ્પનો અને પ્રતીકોનો પ્રયોગ ગીતમાં મૂર્તતા માટે કે સંવેદનાને સઘન તથા સ્પર્શ્ય બનાવવામાં થાય છે. સંયોગ આદિના સંકેતો રચવા વિનોદમાં કુંજડી, ચણોઠડી, શેરડીનો સાંઠો જેવાં પ્રતીકોનો વિનિયોગ થયેલો છે. કલ્પનોમાં નવતાંને તાજપ સાથેની વિનોદની નિજી મુદ્રા ઊપસી આવી છે. દાત ઝાંખી બળે રે, શગદીવડી/ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર / ઝાલર વાગે જૂઠડી...

Line 152: Line 153:
{{Poem2Open}} ‘શિખંડી’ દીર્ઘ (ખંડ) કાવ્ય ઉપરાંત સર્જનક્ષણને – એ તોફાનને – રતિ આવેશ શા વાવાઝોડાને – વર્ણવતાં, પૃથ્વી છંદમાં તથા તત્સમશૈલીમાં રચાયેલાં વિનોદ જોશીનાં સૉનેટો પણ ધ્યાનપાત્ર છે. દોહરો-સોરઠો તથા ગઝલનો પ્રયોગ પણ આ કવિ સફળ રીતે કરી બતાવે છે.

દલપત પઢિયારની કવિતા અછાંદસ અને ગીતનાં રૂપો પસંદ કરે છે. ‘ભોંય બદલો’નું અછાંદસ અને ‘સામે કાંઠે તેડાં’-ની ગીત કવિતા, બે સાવ ભિન્ન જીવનસંદર્ભોને વર્ણવે છે. જોઈએઃ-
'''દલપત પઢિયાર'''ની કવિતા અછાંદસ અને ગીતનાં રૂપો પસંદ કરે છે. ‘ભોંય બદલો’નું અછાંદસ અને ‘સામે કાંઠે તેડાં’-ની ગીત કવિતા, બે સાવ ભિન્ન જીવનસંદર્ભોને વર્ણવે છે. જોઈએઃ-
આ કવિ સભાન છે કે પોતાનો અવાજ તો ચોખ્ખો અને નક્કર હતો – નદીને આ કાંઠેથી બૂમ પાડતો હતો ને સામી ભેખડોમાં એના પડઘા પડીને કવિ પાસે એ અવાજ પાછો વળતો હતો. ક્યાં ગયો એ અવાજ? ગામ છૂટતાં એ ‘તાકાત’ પણ ગઈ? કે પછી ‘સભ્યતાનો કૃતક પાસ’ બેઠો છે?! કવિ પૂછે છે – ‘આટલી બધી આંતરીઓ કેમ પડી ગઈ અવાજમાં?’ – ‘આંતરી’ પડવી એ રૂઢિપ્રયોગનો અહીં કવિએ વિલક્ષણ ઉપયોગ કર્યો છે. તળ બોલી કેવી તો મદદે આવે છે! કવિ યાદ કરે છે આખો ગ્રામીણ પરિવેશ, થાપાવાળી ભીંતો, રેતની ઓકળિયો – બધું જ કવિ હવે ભૂલી રહ્યો છે... ને હવે એ એના વશમાં નથી! રક્તમાં એક જુદો જ ફાંટો આગળ વધી રહ્યાની વેદના પીડે છે. અરે, જે સરકારી મુસદ્દાઓ અર્થહીન છે – બનતાં પહેલાં જ વસૂકી ગયેલા છે – એને માટે કવિએ પોતાના શબ્દો વેડફવા પડે છે!! કેવા કરુણ વિપર્યાસ છે... કવિનો શબ્દ ક્યાં મરી રહ્યો છે! – ને શબ્દનું મૃત્યુ તે કવિનું જ મૃત્યુ છે. વળી શબ્દો તો કેવા? રાવજી પટેલના મલકનો (કાનવાડી ગામ, જિલ્લો આણંદ, તા. આંકલાવઃ દલપતનું વતન છે – મહીસાગર કાંઠે જ...) કવિ તદ્દન નવી વાત કરે છે – ‘જીંડવામાંથી તડકાસોતી ફૂટીને/ ભોંય ઉપર પડતી દીવેલી જેવા મારા શબ્દો – ‘કેવા નકરા, નવા’ને અર્થઘન શબ્દને કવિ આવા કલ્પનથી રજૂ કરે છે. ને આવા શબ્દોનાં ‘નાકાં કોઈકે તોડી નાખ્યાં છે!’ – નાકું તૂટી જાય તો પછી બીજ ઊગતું નથી... શબ્દનું પણ એવું જ! રાવજીથી નોખા પડીને આ કવિ નિજી તાકાતથી ગ્રામજીવનના અસલને વર્ણવે છે – બીજા એક કાવ્યમાં છૂટી ગયેલા ગામમાં પાછો ગયેલો કાવ્યનાયક જે સંવેદના અનુભવે છે તે કવિ આલેખે છે. પોતાની નદી મહીમાતા. એની ભેખડો પણ હવે તૂટીને વહી ગઈ છે... આ અનુભવ કવિના શબ્દોમાં આમ મૂકાયો છેઃ

::આખા પટ ઉપર/ છીપલીઓ બાળકની કોરી, ઉત્સુક આંખો જેવી/ પથરાયેલી હતી! / જળની ઓકળીઓ જેવી રેતીની ઝૂલ / વાળીને ઉપાડી લેવાનું મન થયું. / માનો પાલવ આંખે. મોઢે અને આખે ડીલે વીંટ્યાના દિવસો યાદ આવી ગયા. / કરકરિયા પથ્થરની ઢગલી જેવું / હું ભેગું થવા મથ્યો. / મેં ઉઘાડા પગે ચાલવા માંડ્યું / અને રેતી ‘નદી લઈને ઊતરી પડી અંદર!

Line 173: Line 174:
– આવાં અનેક ગીતો આખેઆખાં નોંધીને એના કાવ્યગુણો સમેત દર્શાવી-વર્ણવી શકાય એમ છે. ગુજરાતી કવિતામાં આવાં સંતવાણી કક્ષાના ગીતો દલપત પઢિયારનો નિજી વિશેષ છે. સ્વકંઠે ઊંડી આરત સાથે પોતીકી પ્રતીતિને ગાતો આ કવિ માર્મિકતા અને અર્થપૂર્ણતાનો સોબતી છે.

[કવિશ્રી મણિલાલ હ. પટેલની કવિતા વિશે શ્રી રાજેન્દ્ર પટેલે (‘અવગત’ પૃ ૮૫ થી ૯૭) લખેલા લેખનો અંશ, લેખકના સૌજન્ય-સ્વીકાર સાથે, પુસ્તક અને લેખની જરૂરિયાત મુજબ ઔચિત્ય જાળવવા અહીં મૂક્યો છે, જે મણિલાલની કવિતાના વિશેષો દર્શાવે છે.]
[કવિશ્રી '''મણિલાલ હ. પટેલ'''ની કવિતા વિશે શ્રી રાજેન્દ્ર પટેલે (‘અવગત’ પૃ ૮૫ થી ૯૭) લખેલા લેખનો અંશ, લેખકના સૌજન્ય-સ્વીકાર સાથે, પુસ્તક અને લેખની જરૂરિયાત મુજબ ઔચિત્ય જાળવવા અહીં મૂક્યો છે, જે મણિલાલની કવિતાના વિશેષો દર્શાવે છે.]
મણિલાલ હ. પટેલ એવા એક કવિ છે, જે પેલી ઝાંખી થતી સંસ્કૃતિ અને વેરાન પ્રકૃતિની આસપાસ વ્યક્તિચેતનાને મૂકી અત્યારની સમય સંવેદનાને વધુ પ્રસ્તુત બનાવે છે. આ કવિ ઘણું બધું જુએ છે. વ્યાપક ને ઝીણું જુએ છે. આપણી આસપાસ જે જગત છે તે, જુદી રીતે જુએ છે. શેલી કે બાયરન કહેતા તેમ, ‘ધ વર્ડ ઈઝ ટૂ મચ વિથ અસ.’ જગતનું અપાર સૌંદર્ય આપણી આસપાસ વિલસે છે. આ કવિ તે જુએ છે અને અત્યારના સમયની વેદનાને અભિવ્યક્ત કરે છે. કવિ, આ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વ્યક્તિવિચ્છેદની વેદનાની અભિવ્યક્તિ દ્વારા પુનઃસંવાદ વાંછે છે. એક કાવ્યમાં એ કહે છે.{{Poem2Close}}

<poem>બાની સાથે ગયું બાળપણ, ગામ જવાની હઠ છોડી દે,

Line 192: Line 193:
{{Poem2Open}} બર્નાર્ડ રસેલે મનુષ્યજાતિના ત્રણ મૂળ પ્રશ્નો તરફ ધ્યાન આપ્યું છે. ત્રણ પ્રશ્નો આપણાં અસ્તિત્વના પ્રાણપ્રશ્નો છે. ત્રણ પ્રશ્નોમાં બધા જ પ્રશ્નો સમાવિષ્ટ થાય છે. ૧. મેન વિથ ધ નેચર (મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના પ્રશ્નો), ૨. મેન વિથ ધ ફેલો મેન (મનુષ્ય મનુષ્ય સાથેના પ્રશ્નો), ૩. મેન વિધ હિમસેલ્ફ (જાત સાથેના પ્રશ્નો) – આ ત્રણેય પ્રશ્નો જુદી જુદી રીતે મણિલાલ પટેલની કાવ્યસૃષ્ટિમાં અભિવ્યક્ત થાય છે. એ કાવ્યનાં જુદાં-જુદાં સ્વરૂપોનાં માધ્યમથી કાવ્યતત્ત્વને પકડવા મથે છે અને તેથી આ મૂળ પ્રશ્નો પત્યે ભાવકનું ધ્યાન જાય છે. વિચ્છેદની વેદનાની અભિવ્યક્તિનો પ્રત્યેક શબ્દ નવતર ભાવચેતનાની આશા જન્માવે છે. એ માટે કવિ સૉનેટ, ગીત, ગઝલ, ચોપાઈ, દોહરા કે અછાંદસ સ્વરૂપો દ્વારા બદલાતી સૃષ્ટિને metaphor ચિત્રો; ભાવચિત્રો અને કલ્પન-પ્રતીકો યોજીને અનોખી રીતે દર્શાવે છે.

મનોહર ત્રિવેદી ગ્રામચેતનાની ગીત કવિતાનો પ્રમુખ અને બળૂકો અવાજ લઈને આવ્યા છે. કોઈ સીમવગડાનો ખેડૂત કે નિત્યનો ફરંદો માણસ જે રીતેભાતે વગડાને-ખેતરવાડીને જાણે એ રીતે મનોહરને આ વગડાઉ પરિવેશ આત્મસાત્‌ થયેલો છે. વળી ગામડાંની નસેનસનો તથા યુવાહૈયાંની પ્રેમસંવેદનાનો પણ એ માહેર છે. એ બોલી-લય-પરિસર લઈને મનોહર ગીત, સૉનેટ, છાંદસ-અછાંદસ અને ગઝલ સરખી હથોટીથી સર્જી આપે છે. આ સૌમાં એમનો કાવ્યવિશેષ ગીતોમાં તો શિરમોેડ સમાન છે. જોઈએઃ{{Poem2Close}}
'''મનોહર ત્રિવેદી''' ગ્રામચેતનાની ગીત કવિતાનો પ્રમુખ અને બળૂકો અવાજ લઈને આવ્યા છે. કોઈ સીમવગડાનો ખેડૂત કે નિત્યનો ફરંદો માણસ જે રીતેભાતે વગડાને-ખેતરવાડીને જાણે એ રીતે મનોહરને આ વગડાઉ પરિવેશ આત્મસાત્‌ થયેલો છે. વળી ગામડાંની નસેનસનો તથા યુવાહૈયાંની પ્રેમસંવેદનાનો પણ એ માહેર છે. એ બોલી-લય-પરિસર લઈને મનોહર ગીત, સૉનેટ, છાંદસ-અછાંદસ અને ગઝલ સરખી હથોટીથી સર્જી આપે છે. આ સૌમાં એમનો કાવ્યવિશેષ ગીતોમાં તો શિરમોેડ સમાન છે. જોઈએઃ{{Poem2Close}}

{{Center|ધોમધખ્યા બપ્પોર }}
{{Center|ધોમધખ્યા બપ્પોર }}
Line 260: Line 261:
ઝાઝું શું સમજાવું મીતને...</poem>
ઝાઝું શું સમજાવું મીતને...</poem>
{{ParagraphOpen}} આ ભાવાલેખનમાં નવતા-તાજપ ને રસાળતાનો નોખો મેળાપ છે.

મનોહર ત્રિવેદીનાં ગીતકાવ્યોમાં ઝીણું નકશીકામ કરેલાં કલ્પનો પણ ઘણાં મળે છે. તડકો-બપ્પોર ને સીમવગડાનો બધો જ અસબાબ મનોહરને હાથવગો ને હૈયાવગો છે જાણે! દાત{{Poem2Close}}
મનોહર ત્રિવેદીનાં ગીતકાવ્યોમાં ઝીણું નકશીકામ કરેલાં કલ્પનો પણ ઘણાં મળે છે. તડકો-બપ્પોર ને સીમવગડાનો બધો જ અસબાબ મનોહરને હાથવગો ને હૈયાવગો છે જાણે! દાત
<poem>
‘ભાઈ એટલે આંબા ડાળે લચી પડેલી સાખ’
‘ભાઈ એટલે આંબા ડાળે લચી પડેલી સાખ’
‘ટીપે ટીપે પાંદડાં ચૂવે સૂરના મીઠા કૂપ...’

Line 283: Line 284:
ધૂળવછોયા પગને જાણે બચપણસોતું ગામ મળે છે’

‘કલવર ઊઠે-શમેઃ ઝાડ તો તીરે ઊભાં યથા-
‘કલવર ઊઠે-શમેઃ ઝાડ તો તીરે ઊભાં યથા-
સ્મરણો  તારાં ઉમેરાઈને  વહેવા લાગે કથા’
સ્મરણો  તારાં ઉમેરાઈને  વહેવા લાગે કથા’</poem>
આવી અનેક અભિવ્યક્તિઓમાં ભાવ-ભાષાની સંવાદિતાને વળી લયના મરોડ સાંપડે છે. મનોહરની આવી ગીત રચનાઓ આપણી હૈયાડાબલીમાં હાંફતાં કૉલને જગાડે છે ને એથી આપણી આંખોમાં નમી (ભાવાર્દ્રતા) પ્રગટે છે. ગીતોની આ જ તો નોંધપાત્ર સિદ્ધિ છે. આ કવિતા ભાવકને બરોબર સંડોવે છે.’
{{Poem2Open}} આવી અનેક અભિવ્યક્તિઓમાં ભાવ-ભાષાની સંવાદિતાને વળી લયના મરોડ સાંપડે છે. મનોહરની આવી ગીત રચનાઓ આપણી હૈયાડાબલીમાં હાંફતાં કૉલને જગાડે છે ને એથી આપણી આંખોમાં નમી (ભાવાર્દ્રતા) પ્રગટે છે. ગીતોની આ જ તો નોંધપાત્ર સિદ્ધિ છે. આ કવિતા ભાવકને બરોબર સંડોવે છે.’
૦૦૦
{{Center|૦૦૦}}
કમલવોરા ‘અરવ’ તથા ‘અનેકએક’ સંચયો દ્વારા કવિતાનું તથા કવિતામાં પ્રગટતાં સંવેદનો અને વિચારનું નિસ્યંદિત રૂપ રજૂ કરવા તાકે છે. ભીંત, પગ, પતંગિયાં – એમ અનેક વિષયો લઈને ગુચ્છોમાં રચના કરતો આ આપણો ઓછા-બોલો કવિ જે બોલે છે તે છેક ઊંડેથી બોલે છે. પરિચિત વસ્તુ – જગતનાં અપરિચિત રૂપો રજૂ કરતી કમલની કવિતામાં ભાષા પણ જાણે નહિવત્‌ અને અ-રવ પગલે પ્રવર્તતી દેખાશે. ભાવજગતનું ને વસ્તુજગતનું સાયુજ્ય રચવા ચાહતો આ કવિ ‘Abstraction’-નો વારેવારે આશ્રય લે છે. વસ્તુઓમાં નિહિત સૂક્ષ્મ સ્તરો કે એ દિશાના ઝીણા જીવનસંદર્ભોને તાકતો આ કવિ પ્રચ્છન્ન રીતે જાણે કે તત્ત્વદર્શનનો આસ્વાદ્ય અનુભવ કરાવે છે. ‘પગ’ કાવ્યની સંકુલતા આસ્વાદ્ય છેઃ
'''કમલ વોરા''' ‘અરવ’ તથા ‘અનેકએક’ સંચયો દ્વારા કવિતાનું તથા કવિતામાં પ્રગટતાં સંવેદનો અને વિચારનું નિસ્યંદિત રૂપ રજૂ કરવા તાકે છે. ભીંત, પગ, પતંગિયાં – એમ અનેક વિષયો લઈને ગુચ્છોમાં રચના કરતો આ આપણો ઓછા-બોલો કવિ જે બોલે છે તે છેક ઊંડેથી બોલે છે. પરિચિત વસ્તુ – જગતનાં અપરિચિત રૂપો રજૂ કરતી કમલની કવિતામાં ભાષા પણ જાણે નહિવત્‌ અને અ-રવ પગલે પ્રવર્તતી દેખાશે. ભાવજગતનું ને વસ્તુજગતનું સાયુજ્ય રચવા ચાહતો આ કવિ ‘Abstraction’-નો વારેવારે આશ્રય લે છે. વસ્તુઓમાં નિહિત સૂક્ષ્મ સ્તરો કે એ દિશાના ઝીણા જીવનસંદર્ભોને તાકતો આ કવિ પ્રચ્છન્ન રીતે જાણે કે તત્ત્વદર્શનનો આસ્વાદ્ય અનુભવ કરાવે છે. ‘પગ’ કાવ્યની સંકુલતા આસ્વાદ્ય છેઃ
સશક્ત/ ભરાવદાર કાળા/ કોઈ કોઈ રેશમી સુંવાળા/ રતુંબડા કદલિ સ્નિગ્ધગંધા/ ખંધા/ હમણાં કોઈ બોલી ઊઠશે/ એવા તત્પર/ ચૂપ/ ચાપ ચાલે જોડાજોડ/ દોડાદોડ/ ઘોડા/ ઘરડા ખૂંસટ ખાટ/ ખખડધજ  ખૂંટા/ પગ/ હાથીપગા/ ભારેપગા/ માટીપગા/ પગ/ મૂકાય લુછાય પૂજાય/ ચંપાય મંડાય ઢંકાય લંબાય/ વળી જાય કરી જાય પડી જાય / અડાય રખાય દબાય મરાય ઘસાય/ જકડાય ઢસડાય ફસડાય કચડાય/ આવે ઊભા રહી જાય/ છોલાય ધોવાય/ તૂટે દુઃખે ભાંગે ભાગે/ હલે ટકે ઠરે  લંગડાય ખોડંગાય/ પગે/ કીડી ચડે પાણી ઊતરે/ લગાવ જવાય થવાય/ પગમાંથી પગમાંથી પગ/ નીકળી નીકળતા જાય/ પ્હોળા થાય પ્હોળો થાય/ ડાબો થાય/ જમણો થાય/ હાંફે થાકે/ પાકે/ ડંખ પડે/ ખરજવું થાય/ લકવો થાય/ વાળ ઝૂમખા બણબણે/ પડી જવાય ગબડી પડાય/ ઊડતી ધૂળમાં વિખરાય/ પછડાતાં પાણીમાં ભળી જાય/ માથે જવાય/ અંગૂઠે/ અગ્નિ ચંપાય.

કમલની બોર વિશેની રચનાઓ થોડી વધુ ગર્ભિત રહીને પણ આકરા વ્યંગ કરવામાં સફળ રહી છે. ‘બજારમાં’ રચનામાં બોર લઈને બેઠેલો માણસ કોઈપણ ક્ષેત્રનો હોઈ શકે છે – હા, અને કવિ પણ છે અને કલાકાર પણ છે. વૈશ્વીકરણ અને બજારીકરણના સન્દર્ભે આ રચના ઠંડી તાકાતથી ભાવકોને શારી નાખે છે. ‘તોલ તાજગીમાં ગોલમાલથી/ બજાર ઊભરાય  છે.’ અહીં પ્રામાણિકતાનું કામ નથી. પણ કવિ અનેક ઘોંઘાટો વચ્ચે – ‘હુંય મારાં બોર લઈ આવ્યો છું ને/ ચાખી ચાખી / એકેક બોર અલગ કરતો જતો/ બેઠો છું બજારમાં/ ચૂપચાપ’ – કહે તો પરિસ્થિતિને મૂક રહી પડકારે છે. ‘વૃદ્ધશતક’-માં કમલનો જુદો ચહેરો ને વિ-શિષ્ટ અવાજ પરખાઈ આવે છે. જીવનની બધી ગલી કૂંચીઓ અને ભાવ-અભાવોની વાતો વૃદ્ધોની ભૂમિકાએથી રજૂ થઈ છે. મિતભાષી કવિ અહીં ખાસ્સું ખોંખારીને બોલે છે. ભાષા અહીં માધ્યમ રહીને ય ઉત્તમ રૂપો પ્રગટાવે છે. આવી કવિતા અને આવો કવિ ભાષાનું સદ્‌ભાગ્ય ગણાય.

ભરત નાયક ‘અવતરણ’ અને ‘પગરણ’ સંચયોમાં દૃશ્યો અને વસ્તુ રહસ્યોની કવિતા લઈને આવ્યા હતા. હવે એમનો ‘વિચરણ’ સંચય આવવામાં છે. છબિકળાનો ખૂબ શોખ કવિની કવિતામાં પણ વિવિધ એંગલ, વિસ્તાર, કેન્દ્ર, દૃશ્યોની રચના સન્દર્ભે દેખાઈ આવે છે. એમનાં ‘ડુંગળી’ કાવ્યોમાં તથા ‘ટાપુ’ જેથી રચનામાં પ્રચ્છન્નને તાગવાની મથામણ જ કવિતા બની છે. એમની અછાંદસ-ઉપાસનામાં ભાષામાં આંતર્‌લયોને પામવાની જિદ્દ પકડી શકાય છે. વનવગડો, પ્રકૃતિનાં રૂપો એમ ઘર-ગામ-નગર-ગલીની દૃશ્યાવલિઓ રચવામાં ભરત નાયકની મથામણો હજી અડધે રસ્તે ઊભેલી પામી શકાય છે. કલ્પન-પ્રતીકોની શોધ કરવામાં નહિ થાકતા આ કવિને એવાં પાસાદાર કલ્પન  મળી જાય છે ત્યારે કવિતા રણકી ઊઠે છે. રાત્રિ અને વનનાં આવાં વિલક્ષણ રૂપો આપણને તરત યાદ આવે છે. ભરત નાયકમાંનો કવિ કશીક આદિમ વાતને, કશાક મૂળને તથા એવા રહસ્યને પામવા મથે છે. દરેક વખતે એ બધું હાથ લાગતું નથી. કવિ છેંકભૂંસ કરતો રહે છે ને ક્યારેક કવિતાને કાંઠે હોડી નાંગરીને ભાવકને તેમાં બેસવા બોલાવે છે.
'''ભરત નાયક''' ‘અવતરણ’ અને ‘પગરણ’ સંચયોમાં દૃશ્યો અને વસ્તુ રહસ્યોની કવિતા લઈને આવ્યા હતા. હવે એમનો ‘વિચરણ’ સંચય આવવામાં છે. છબિકળાનો ખૂબ શોખ કવિની કવિતામાં પણ વિવિધ એંગલ, વિસ્તાર, કેન્દ્ર, દૃશ્યોની રચના સન્દર્ભે દેખાઈ આવે છે. એમનાં ‘ડુંગળી’ કાવ્યોમાં તથા ‘ટાપુ’ જેથી રચનામાં પ્રચ્છન્નને તાગવાની મથામણ જ કવિતા બની છે. એમની અછાંદસ-ઉપાસનામાં ભાષામાં આંતર્‌લયોને પામવાની જિદ્દ પકડી શકાય છે. વનવગડો, પ્રકૃતિનાં રૂપો એમ ઘર-ગામ-નગર-ગલીની દૃશ્યાવલિઓ રચવામાં ભરત નાયકની મથામણો હજી અડધે રસ્તે ઊભેલી પામી શકાય છે. કલ્પન-પ્રતીકોની શોધ કરવામાં નહિ થાકતા આ કવિને એવાં પાસાદાર કલ્પન  મળી જાય છે ત્યારે કવિતા રણકી ઊઠે છે. રાત્રિ અને વનનાં આવાં વિલક્ષણ રૂપો આપણને તરત યાદ આવે છે. ભરત નાયકમાંનો કવિ કશીક આદિમ વાતને, કશાક મૂળને તથા એવા રહસ્યને પામવા મથે છે. દરેક વખતે એ બધું હાથ લાગતું નથી. કવિ છેંકભૂંસ કરતો રહે છે ને ક્યારેક કવિતાને કાંઠે હોડી નાંગરીને ભાવકને તેમાં બેસવા બોલાવે છે.
ભરત નાયકની કવિતા ઘરમાં ઊંડાણે જઈને પુરાણી વસ્તુઓમાં સ્પર્શ-ગંધ-સ્વાદ શોધે છે તો વળી દૂર વન-જંગલ-પહાડોમાં જઈને ત્યાંની નીરવ-નિભૃત સૃષ્ટિનાં રહસ્યો પામવા પણ મથે છે. ‘પ્રાણોગણ’ કવિતામાં ડાઘિયો, ભૂંડ, હરણ, નોળિયો, કાચિંડો, પાટલાઘો, કૂકડો, આગિયો, ગીધ, અને ઘૂવડ વિશેનાં વિલક્ષણ નિરીક્ષણો છે. આ કવિની ઘ્રાણેન્દ્રિય સતેજ અને ઘેલી પણ છે. એ સોડમ-ની કવિતા કરે છે. ચોમાસુ, ઉનાળો, મુંબાઈની કવિતામાં પણ ભૌતિક જગતનાં રૂપોનું ચિત્રણ થયું છે. સ્વાભાવોક્તિ, સજીવારોપણ, રૂપકથી લઈને આ કવિ કલ્પન/ પ્રતીક સુધી વિહરે છે. દા.ત. ‘રાત’નું રૂપ જુવોઃ  

સઘળું જંપી જવામાં છે/ સમડીને હથેળી પર તેડી લેતો પવન/ વડની બખોલમાં પાછો ફર્યો છે/ ગેડી સાથે અથડાયેલો દડો ગબડી ખૂણામાં પડ્યો છે/... વળગણી પર કપડાંની જગાએ માખીઓ ઠરીઠામ થઈ ગઈ છે/ ચંપાતા પગલે રાત ઘરના પોલાણમાં પથરાય છે.

એક તરફ ‘જાતરા’ જેવી લાંબી કવિતામાં ઘર-સંસાર-નગર-વનો-નક્ષત્રો-ઋતુઓને ઊંડળમાં લેવાની મથામણ છે તો બીજી બાજુ લઘુકાવ્યોની ચિત્રાત્મકતા પણ પ્રભાવક બને છે. નવાં ક્રિયારૂપો ઘડતો આ કવિ મેડમ ક્યૂરી, જેમ્સ વૉટ અને ન્યૂટન જેવા વિજ્ઞાનીઓ વિશેની કવિતા સાંપ્રત જીવનમાં એ સૌને વ્યાપ્તરૂપે બતાવે છે. ભરત નાયક રોજ નોખી કવિતા કરવા મથનારા કવિ છે.

કાનજી પટેલની કવિચેતના મુખ્યત્વે તળની જનચેતના સાથે, આરણ્યકોની અસલ ભૂતલ ચેતના સાથે જોડાયેલી છે, જે કવિતામાં જીવ અને જીવનચેતનાને સોંસરી તાકે છે. અહીં માટી માતા છે ને પથ્થર દેવ છે તો ડુંગર પૂર્વજ છે – પાણી પ્રાણ અને તેજતિમિર જીવ-જીવનની ગતિ છે. મતિ છે આ કવિની પણ એમાં સમ્‌મતિ છે. ધરતી, પ્રકૃતિ સાથે આકાશને સંબોધે છે. મૂળના લોકોની અને એ અસલ કાળની રસમ બની ગયેલી રીતિઓની વાતો આ કવિતાનો મૂળાધાર છે. પૃથ્વી અને પૂર્વજ વતી કવિ વીતેલી કથાનાં કથન કરે છે ને વર્તમાનની વ્યથાવેદનાની વાત માંડે છે. વનવાસીના વનવગડા પડાવી લેવાની રાજ્યની પેરવીઓથી વ્યથિત તળનો મલક અને માણસ વ્યગ્ર થયાં છે – એની કવિતા ગુજરાતીમાં કાનજી દ્વારા પહેલવારકી થઈ રહી છે. જમીન-જંગલ ને જળ ઉપર આધુનિક સંસ્કૃતિનું વરવું ને વિકૃત આક્રમણ થયું છે... પ્રકૃતિ વેરાન અને ધરતી વિધવા શી ભાસે છે. ત્યારે અસલનો, તળનો, પ્રકૃતિનો પોકાર ઊઠ્યો છે એ બાપોકાર-ની આ કવિતા છે.
'''કાનજી પટેલ'''ની કવિચેતના મુખ્યત્વે તળની જનચેતના સાથે, આરણ્યકોની અસલ ભૂતલ ચેતના સાથે જોડાયેલી છે, જે કવિતામાં જીવ અને જીવનચેતનાને સોંસરી તાકે છે. અહીં માટી માતા છે ને પથ્થર દેવ છે તો ડુંગર પૂર્વજ છે – પાણી પ્રાણ અને તેજતિમિર જીવ-જીવનની ગતિ છે. મતિ છે આ કવિની પણ એમાં સમ્‌મતિ છે. ધરતી, પ્રકૃતિ સાથે આકાશને સંબોધે છે. મૂળના લોકોની અને એ અસલ કાળની રસમ બની ગયેલી રીતિઓની વાતો આ કવિતાનો મૂળાધાર છે. પૃથ્વી અને પૂર્વજ વતી કવિ વીતેલી કથાનાં કથન કરે છે ને વર્તમાનની વ્યથાવેદનાની વાત માંડે છે. વનવાસીના વનવગડા પડાવી લેવાની રાજ્યની પેરવીઓથી વ્યથિત તળનો મલક અને માણસ વ્યગ્ર થયાં છે – એની કવિતા ગુજરાતીમાં કાનજી દ્વારા પહેલવારકી થઈ રહી છે. જમીન-જંગલ ને જળ ઉપર આધુનિક સંસ્કૃતિનું વરવું ને વિકૃત આક્રમણ થયું છે... પ્રકૃતિ વેરાન અને ધરતી વિધવા શી ભાસે છે. ત્યારે અસલનો, તળનો, પ્રકૃતિનો પોકાર ઊઠ્યો છે એ બાપોકાર-ની આ કવિતા છે.
મૂળ વાત છે વનવાસીની પોતાની અસલ સંસ્કૃતિ અને નિજી પરંપરાઓની. વિકાસને નામે પૃથ્વીની લાજ લૂંટનારી આ દુઃશાશનીય રાજનીતિએ કાળો કેર વર્તાવ્યો છે. આદિવાસીઓનું જીવન પ્રકૃતિમય છે. જળ-જંગલ-જમીન પર આક્રમણ કરનારી, લોકશાહીને નામે સંવર્ધિત થતી જતી અને અસલને ભરખી જવા બેઠેલી આજની યંત્રસંસ્કૃતિએ જીવન સાથે વિચારધારાઓને પણ પ્રદૂષિત કરી છે. કાનજીની કવિતા આ વિપથગામી વલણો સામે અવાજ ઉઠાવે છે... એમાં આદિમજનોનો અવસાદ છે. વનવાસીઓની પરંપરા અને વર્તમાન પીડાઓને કવિ એમની જ ભાષારીતિ અને એમના સન્દર્ભોમાં આલેખે છે...

આદિજન-પરંપરાની દંતકથાઓ, લોકવાયકાઓ તથા એમનાં વિધિવિધાનોને વણી લેતી કાનજીની રચનાઓને પંચતત્ત્વોના સંદર્ભમાં પણ ઉકેલી જોવી પડે એમ છે. સંસ્કૃતિ-વિકાસના ક્રમને કવિ આ રીતે મૂકે છેઃ  

Line 304: Line 305:
લાખેણાં વરસોનો થાપ્યો ડુંગરો/ ચોમાસે મોળે વાદળ ફર્યાં/ પૂરણ પાણી પીધાં/ ને મ્હાણાય બોલવા લાગ્યા/ ઝાડ ઊડવા લાગ્યાં/ ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને/ પંખી અલકમલક ઊડી ગયાં/ વાટ વાઘડાંથી ભરાઈ ગઈ/ લોઢિયા તળેટી હળલાકડે ભરાઈ/ તળાઈ થઈ/ જીવડાંને ખાવા જીવડાં મળ્યાં/ તો કોઈને દાણા/ સૂવાના મ્હાણા જડ્યા/ ખીણોમાં ગીત મંડાયાં/ ટોચ રણકી ઊઠી/ મલક અલ્લાટા કરે/ પવન ઠર્યો કે/ વાદળ ઊભાં/ મૂંગા ડુંગરે...

કાનજીના ‘જનપદ’ સંચયમાં સરરિયલનો પ્રવેશ ઘણીવાર પ્રત્યાયનને અવરોધતો હતો. તળજીવનના ભીલીસન્દર્ભો ‘ડુંગરદેવ’માં પણ દુર્બોધ બનતા હતા. ‘ધરતીનાં વચન’-માં આરણ્કોની સમસ્યાઓ / પીડાઓ પ્રત્યાયનક્ષમ બનીને પ્રગટી છે. આ વાત કવિની કવિતાનું વિકસન સૂચવે છે.

બાબુ સુથારની કવિતામાં બેત્રણ ધારાઓ ક્યારેક નોખી નોખી તો ક્યારેક એકબીજીમાં ગૂંથાઈને વહે છે. ‘ગુરુજાપ અને માંલ્લુ’-માં લોકતત્ત્વોનો તળ ભૂમિકાએથી વિનિયોગ રચાયો છે. ‘સાપફેરા’ – વગેરેમાં ગામડાંનો પરિસર યંત્રચેતના – નગરચેતના સંદર્ભે નિરૂપણ પામે છે. ‘ઘરઝુરાપો’-માં ડાયાસ્પોરિક સંવેદના પ્રભાવકતાથી પ્રગટી છે. એમનાં ઈયળ તથા ડોશી (મા) ગુચ્છનાં કાવ્યો પણ ધ્યાનપાત્ર છે.  
'''બાબુ સુથાર'''ની કવિતામાં બેત્રણ ધારાઓ ક્યારેક નોખી નોખી તો ક્યારેક એકબીજીમાં ગૂંથાઈને વહે છે. ‘ગુરુજાપ અને માંલ્લુ’-માં લોકતત્ત્વોનો તળ ભૂમિકાએથી વિનિયોગ રચાયો છે. ‘સાપફેરા’ – વગેરેમાં ગામડાંનો પરિસર યંત્રચેતના – નગરચેતના સંદર્ભે નિરૂપણ પામે છે. ‘ઘરઝુરાપો’-માં ડાયાસ્પોરિક સંવેદના પ્રભાવકતાથી પ્રગટી છે. એમનાં ઈયળ તથા ડોશી (મા) ગુચ્છનાં કાવ્યો પણ ધ્યાનપાત્ર છે.  
આ કવિ વ્યતીતને વિવિધ રીતિઓમાં, પરંપરાગત વિધિનિષેધોના વ્યાપક સંદર્ભોમાં, એ સમયોની ભાષાભાતોમાં મૂકવામાં સફળ રહ્યા છે. વળી આ રચનાઓ રચાઈ છે અમેરિકાની ભૂમિ પરથી, એનો રચનાકાર અનેક સમયસંદર્ભોની વચ્ચે ઊભેલો છે. વતનનો વ્યતીત અને પારકા દેશનો સાંપ્રત-કવિ થોડાક લસરકાઓમાં આપણી સામે juxtapose(સામસામે ને સાથે) કરી આપે છે. આમ, કવિનું કાવ્યવિશ્વ સંકુલ બન્યું છે.

‘ઘરઝુરાપો’ની કવિતા સુંવાળી છતાં બાવળની શૂળ સમી અણિયાળી છે. કવિની સંવેદના પ્રત્યાયનક્ષમ સંરચનામાં ઝિલાઈ છે. બધું સંક્રમિત થાય એવું છે છતાં કવિએ એમાં સંદિગ્ધતાઓ તથા સંકુલ સન્દર્ભો સહજપણે આવવા દીધાં છે. ઘરઝુરાપોની એક રચના ફિલાડેલ્ફિયા નગરની વર્તમાન ક્ષણોના આલેખનથી પ્રારંભાઈને કવિના ગુજરાત સ્થિત વતનગામ ભરોડીના વ્યતીતમાં જઈને વિરમે છે.

Line 330: Line 331:
કાવ્યનાયક પોતાના પસાયતા(ખેતર)માં મકાઈનો છોડ બનીને ઊગી જાય છે... પછી તો એ સીમ-વગડો-ધરતી-આકાશ-બળદ-રેંલ્લા-ઘર-ફળિયાં-ચકલી-કાકાકૌઆ-જામફળો-વિક્રમરાજાની ઉજેણી નગરી-કથાવારતાઓ-વણઝારો-વાવ-ભક્ત-બોડાણો-મહીસાગર-તોરણ ચઢતી ગાયો-ઃ આખું જગત કાવ્યનાયકને ઘેરી વળે છે...

આમ, ડાયાસ્પૉરા, વ્યતીતરાગ તથા તળગ્રામચેતનાનું નોખું નિરૂપણ બાબુ સુથારની કવિતાને મહત્ત્વની બનાવે છે.
આમ, ડાયાસ્પૉરા, વ્યતીતરાગ તથા તળગ્રામચેતનાનું નોખું નિરૂપણ બાબુ સુથારની કવિતાને મહત્ત્વની બનાવે છે.
૦૦૦
{{Center|૦૦૦}}
૧૯૭૫ની આસપાસથી શરૂ થયેલી ગુજરાતી દલિત કવિતાની પ્રથમ ભોંય ભાગનાર તથા વિલક્ષણ અને પ્રતિબદ્ધ કવિતા દ્વારા ધ્યાન ખેંચનાર નીરવ પટેલ આજે પણ એવો જ આક્રમક છતાં સંયત અને દલિતોની ભીતરી પીડાઓને વાચા આપનાર – કવિતાની શરતે કવિતા રચનાર – નોખો અને એકમાત્ર બળૂકો અવાજ છે. નીરવને મન કવિતા આનંદ માટે નહિ પણ જીવતરની પીડાઓને પરખીને પરખાવવા માટે લખાય છે.
૧૯૭૫ની આસપાસથી શરૂ થયેલી ગુજરાતી દલિત કવિતાની પ્રથમ ભોંય ભાગનાર તથા વિલક્ષણ અને પ્રતિબદ્ધ કવિતા દ્વારા ધ્યાન ખેંચનાર '''નીરવ પટેલ''' આજે પણ એવો જ આક્રમક છતાં સંયત અને દલિતોની ભીતરી પીડાઓને વાચા આપનાર – કવિતાની શરતે કવિતા રચનાર – નોખો અને એકમાત્ર બળૂકો અવાજ છે. નીરવને મન કવિતા આનંદ માટે નહિ પણ જીવતરની પીડાઓને પરખીને પરખાવવા માટે લખાય છે.
નીરવ પટેલનો ‘બહિષ્કૃત ફૂલો’ (૨૦૦૬) કાવ્યગ્રંથ ગુજરાતી દલિત કવિતાનું એકમાત્ર ઉત્તુંગ શિખર છે. એ પછી બિનદલિત કવિ પ્રવીણ ગઢવીના હાથે રચાયેલી દલિત કવિતા માગ મૂકાવે છે. નીરવની કવિતામાં, દલિત નારીના જાતીય શોષણથી બાળક જન્મે છે એ પછી એ દલિત દંપતીની જે બળબળતી પીડા છે – એનું ભાવકને શારી નાખતું આલેખન છે. જુવોઃ

દલિત દંપતીને ઠાલો દિલાસો
દલિત દંપતીને ઠાલો દિલાસો
Line 346: Line 347:
નીરવની કવિતામાં સંયમ છે, માનવતાનું સન્માન છે. આક્રમકતા છે ત્યાં સ્વસ્થ અવાજ અને વાસ્તવનું કઠોરરૂપ વર્ણવાય છે. ‘પટેલલાડુ’ તથા ‘મુંબાઈ વિદ્યાપીઠના કુલપતિને–’ કાવ્યો એના નમૂના છે.

આ બધી રચનાઓ સમાજનું શોષણખોર માનસ તથા માળખું સૂચવવા સાથે પીડા-વિડંબના-નિઃસહાયતાનો સંકેત કરે છે. આ ભૂમિકાએથી કવિ વિદ્રોહ માટે ઘણાં કાવ્યોમાં આહ્‌વાન કરે છે. એમની ‘હું નં ડોશી’ તથા ‘મારો શામળિયો!’ ‘મા, મેં ભલા કે મેરા ભાઈ’ – જેવી રચનાઓ પણ ભાવકને વિહ્‌વળ કરી દે છે. નીરવનો હેતુ પણ કવિતા દ્વારા પીડાને પરખાવવી અને માનવતા/ સહૃદયતા જગાવવી – એવો છે. આ કવિ સમભાવથી આગળ સમાનાનુભૂતિ દ્વારા સમતામૂલક સમાજ રચવા કવિતાને શસ્ત્ર તરીકે    પ્રયોજે છે.

સંજુ વાળા ઉત્તર અનુ-આધુનિક કવિ પેઢીના મહત્ત્વના કવિ છે. ગીત, ગઝલમાં ‘ટોળાંવાદી રચનાઓ’થી હઠીને સંજુ પોતાની મુદ્રા, પોતાનો અવાજ પ્રગટાવી શક્યા છે. એમણે અછાંદસમાં પણ પોતાની અભિવ્યક્તિને ચકાસી જોઈ છે. મુખ્યત્વે ગીત અને ગઝલમાં સંજુનો કવિતાવિશેષ ઊઘડ્યો છે. જોઈએઃ
'''સંજુ વાળા''' ઉત્તર અનુ-આધુનિક કવિ પેઢીના મહત્ત્વના કવિ છે. ગીત, ગઝલમાં ‘ટોળાંવાદી રચનાઓ’થી હઠીને સંજુ પોતાની મુદ્રા, પોતાનો અવાજ પ્રગટાવી શક્યા છે. એમણે અછાંદસમાં પણ પોતાની અભિવ્યક્તિને ચકાસી જોઈ છે. મુખ્યત્વે ગીત અને ગઝલમાં સંજુનો કવિતાવિશેષ ઊઘડ્યો છે. જોઈએઃ
મૂળ રે વિનાનું કાયા ઝાડવું/ એને પડતાં ન લાગે વાર જી રે.

આવા ભજન-રચયિતા પૂર્વજનો જાણતલ ગીતો લખે ત્યારે એ નોખાં ના ઊતરે તો જ નવાઈ! માણસને ઝાડ સાથે સરખાવનાર મર્મી અંદરની ઓળખ ધરાવતો હોય છે. વૃક્ષને જાણવું, એની ઋતુ-ઋતુની લીલાને જાણવી, એના મર્મોને ઓળખવા અને જીવતર સન્દર્ભે એ મર્મોને પ્ર-માણવા એ એટલું સરળ નથી... સંતો એ જાણતા હતા ને જીવન સારુ જોગવતા હતા. ‘ઝાડના સાંનિધ્યમાં શીખવું’ – એ તો ભારતીય જ્ઞાન પરંપરાના મૂળમાં છે. એક વૃક્ષ જેટલું ને જેવું શીખવે છે એવું ને એટલું તો કોક પંડિત પણ ભાગ્યે જ શીખવી શકે! કવિ સંજુ વાળા પણ વારેવારે વૃક્ષના સંદર્ભો પ્રયોજે છે ને એ રીતે પોતાની ચિંતનશીલ સંવેદનાને કાવ્યમય બનાવીને ઉજાગર કરે છે. નિજત્વ અહીંથી મુદ્રા ધારે છે ને નવતા તથા તાજપ અનાયાસ પ્રગટી આવતાં    પમાય છેઃ

Line 383: Line 384:
પરંપરાનું જતન એ ગીત અને ભજન(પદ) બેઉનો સ્વ-ભાવ છે. સમગ્ર પ્રકૃતિ સાથે જોડાઈને પ્રગટતી કુટુંબજીવનની ભાવનાઓનાં આવાં સહજ સરળ છતાં કાવ્યત્વસભર ગીતો હવે તો વિરલ થતાં જાય છે.

લોકભાવ, લોકભાષા (બોલચાલ) અને લોકલય ત્રણેનો સુમેળ પ્રેમગીતમાં રચી આપવાનું કપરું કામ પણ અહીં સુપેરે પાર પાડ્યું પમાશે.
લોકભાવ, લોકભાષા (બોલચાલ) અને લોકલય ત્રણેનો સુમેળ પ્રેમગીતમાં રચી આપવાનું કપરું કામ પણ અહીં સુપેરે પાર પાડ્યું પમાશે.
૦૦૦
{{Center|૦૦૦}}
રાજેશ પંડ્યા પણ ઉત્તર અનુ-આધુનિક પેઢીના ધ્યાનપાત્ર કવિ છે. રાજેશે ગીતો પણ લખ્યાં છે. પણ ‘પૃથ્વીને આ છેડે’-નાં અછાંદસ કાવ્યો એમની ઓળખ બની રહ્યાં. સાંપ્રત જીવનનો ખાલીપો, એમાં રહેલી છિન્નતા, એકલતા કવિ પ્રાકૃતિક સન્દર્ભો લઈને વર્ણવે છે. રાજેશની આ કવિતામાં આધુનિકતાનો દાબ હતો. એમાં ગોઠવેલુંં અર્થવિલંબન પકડાઈ જતું હતું. હવે આ કવિ નવી કવિતા-નવી ઓળખ લઈને આવ્યો છે. હમણાંથી એમની રચનાઓમાં પ્રત્યક્ષ જીવનનું પ્રતિબદ્ધ આલેખન કાવ્ય બનીને પ્રગટી રહ્યું છે. ‘વૃક્ષો’ વગેરે સંદર્ભોવાળી રચનાઓ વધુ ધ્યાનપાત્ર બની છે.
'''રાજેશ પંડ્યા''' પણ ઉત્તર અનુ-આધુનિક પેઢીના ધ્યાનપાત્ર કવિ છે. રાજેશે ગીતો પણ લખ્યાં છે. પણ ‘પૃથ્વીને આ છેડે’-નાં અછાંદસ કાવ્યો એમની ઓળખ બની રહ્યાં. સાંપ્રત જીવનનો ખાલીપો, એમાં રહેલી છિન્નતા, એકલતા કવિ પ્રાકૃતિક સન્દર્ભો લઈને વર્ણવે છે. રાજેશની આ કવિતામાં આધુનિકતાનો દાબ હતો. એમાં ગોઠવેલું અર્થવિલંબન પકડાઈ જતું હતું. હવે આ કવિ નવી કવિતા-નવી ઓળખ લઈને આવ્યો છે. હમણાંથી એમની રચનાઓમાં પ્રત્યક્ષ જીવનનું પ્રતિબદ્ધ આલેખન કાવ્ય બનીને પ્રગટી રહ્યું છે. ‘વૃક્ષો’ વગેરે સંદર્ભોવાળી રચનાઓ વધુ ધ્યાનપાત્ર બની છે.
રાજેશ પંડ્યાની કવિતામાં આ દાયકાની સાંપ્રત પરિસ્થિતિઓ ઝિલાઈ છે. એમણે વર્તમાનના જખમોને વિષાદ તથા કરુણાથી વર્ણવવા તાક્યું છે. ‘નિર્જન’ રચનામાં એ પમાય છે. એમની ઘણી અછાંદસ રચનાઓમાં સમકાલીન જીવન સંદર્ભો પ્રત્યાયનક્ષમ રીતે અભિવ્યક્તિ પામ્યા છે. અહીં એમની ‘નિર્જન’ રચનાના થોડા અંશો જોઈશુંઃ

કોઈ આવતું જતું નથી
કોઈ આવતું જતું નથી
Line 416: Line 417:
આ છેડાથી પેલા છેડા સુધી
આ છેડાથી પેલા છેડા સુધી
‘સુવર્ણ મૃગ’ જેવી લયબદ્ધ દીર્ઘરચના એમની કવિતાનું નવું સ્થિત્યંતર સૂચવે છે. એ નિસબત તથા ઉત્સાહથી અને નોખું લખનારા કવિ વર્તાયા છે. રાજેશ મીથ લઈને વર્તમાનના અર્થસંદર્ભોમાં એને પ્રયોજે છે. આથી એની સંકુલતા વધુ આસ્વાદ્ય બને છે. ‘ધરતીકંપ’, વૃક્ષો તથા ન્યૂન થતી આવતી માણસાઈ અને સંકુચિત થતાં જીવનમૂલ્યો વચ્ચે માંડ જીવતા માણસની કવિતા આ કવિનું આકર્ષક સ્થિત્યંતર બને છે.

મનીષા જોષી ‘કંસારા બજાર’ કાવ્યમાં વાસણ અને સ્ત્રીની સ્થિતિને સાથોસાથ મૂકીને નારીજીવનની નિયતિને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપે છે.  
'''મનીષા જોષી''' ‘કંસારા બજાર’ કાવ્યમાં વાસણ અને સ્ત્રીની સ્થિતિને સાથોસાથ મૂકીને નારીજીવનની નિયતિને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપે છે.  
હું ચૂપચાપ પસાર થતી હોઉં છું/ આ બજારમાં ચિરકાલીન અવાજો વચ્ચેથી/ ત્યારે/ સતત એમ લાગ્યા કરે છે કે/ હું અને આ અવાજ /ક્યારેય મરતાં નથી.

ટિપાતાં વાસણોના અવાજો, એ દૃશ્યો-સ્મૃતિઓ બધું નારી-અસ્તિત્વ સાથે એકાકાર વર્તાય છે. તો ‘ગોઝારી વાવ’નું રૂપક પણ નારીજીવનની સ્થિતિઓ ચીંધે છે. પુરુષઝંખા અને તિરસ્કારની ચિનગારી સ્ત્રીને અજંપ અને હિંસક પણ કરતાં રહે છે. સ્ત્રીનું આક્રમક પ્રતિક્રમણ અહીં પહેલીવાર દઝાડતી આગ બનીને પ્રગટે છે. આ ભૂમિકાએથી જોતાં સમજાશે કે – સ્ત્રી સર્જક તરીકે મનીષા જોષીની કવિતા વધારે બળવાન સંકેતો ધરાવે છે. ‘કંદરા’ અને ‘કંસારા બજાર’ સંચયોની એમની કવિતા ૧૯૮૫ પછીના નારીસંવેદનના આલેખન સંદર્ભે ટટ્ટાર ઊભી રહી છે. આ કવયિત્રી ‘પ્રદક્ષિણા’ કાવ્યમાં આપણા સામાજિક કલ્ચરમાં નારીની જે દશા-અવદશા છે તેની વાત કરે છે...    વાંચોઃ

Line 471: Line 472:
*
*
આ કાવ્યમાં માંસલ આલેખન છે – સર્જકની એ ‘બોલ્ડનેસ’ કાવ્યનો દૃઢબંધ બને છે. સ્ત્રીની કાયાગત વિલક્ષણતા હવે એની આગવી ઓળખ છે – એ એના વડે સ્તો પુરુષોથી નોખી છે – ને સવાઈ પણ! આવા ‘ગાયનેક-ક્રિટિસિઝમ’નો સંદર્ભ લઈને મનીષાની કવિતાને મૂલવી શકાશે. ‘કંદમૂળ’ સંચયમાં પૂર્વેનો પુરુષ પ્રત્યેનો નકારાત્મક કે તિરસ્કૃત ભાવ હવે ઠરીને, પરિપક્વતા ધારીને સ્વસ્થ અનુભવ કરાવે છે. સ્ત્રી-પુરુષનું દ્વૈત અને એમનું સાયુજ્ય જુદી જુદી ભૂમિકાએથી આલેખતાં કવયિત્રી લેખે મનીષા જોષીનો અવાજ ખાસ્સો નોખો પડે છે.

ઉદયન ઠક્કરની કવિતા નર્મ-મર્મ તથા વ્યંજના દ્વારા સાંપ્રત જીવનની છબીને તિર્યકતાથી રજૂ કરવા ચાહે છે. મહાનગરમાં વસતો માણસ એની રોજિંદી ટેવો સાથે અહીં રમૂજ, વ્યંગ દ્વારા જેવો છે તેવો પ્રત્યક્ષ થાય છે. એની નાની નાની આશા એષણાઓ, અભાવોની પીડાઓ, થોડીક મૂર્ખામીઓ સાથે ભીતરની સચ્ચાઈઓ દર્શાવતી આ કવિતા સામાન્ય માણસને સમભાવ અને કરુણાથી પણ વર્ણવે છે. આ માટે ઉદયન ગઝલ, અછાંદસ, પરંપરિત લય કે ગદ્યની તરાહોને પ્રયોજીને રૂપવૈવિધ્ય પણ સાધે છે. બોલચાલની ભાષામાં, હિસાબો અને પ્રશ્નોત્તરની ‘ચાર્ટર્ડ એકાઉન્ટટી’ રીતિમાં પણ સંવેદનોને વ્યક્ત કરવામાં ઉદયન માહેર છે. જરાક વધુ તિર્યક લખવું, જે છે તેની સામે જરાક એંગલ બદલીને દર્પણ ધરવું, પીડાને ગાવા કરતાં હસી નાખવી – ઉદયનને એમ કરવામાં મજા આવે છે. રાવજીમાં જોવા મળેલી વ્યંગોક્તિ કરવાની રીતિઓ પાછી નિજી ભાતે ઉદયનમાં જોવા મળે છે.
'''ઉદયન ઠક્કર'''ની કવિતા નર્મ-મર્મ તથા વ્યંજના દ્વારા સાંપ્રત જીવનની છબીને તિર્યકતાથી રજૂ કરવા ચાહે છે. મહાનગરમાં વસતો માણસ એની રોજિંદી ટેવો સાથે અહીં રમૂજ, વ્યંગ દ્વારા જેવો છે તેવો પ્રત્યક્ષ થાય છે. એની નાની નાની આશા એષણાઓ, અભાવોની પીડાઓ, થોડીક મૂર્ખામીઓ સાથે ભીતરની સચ્ચાઈઓ દર્શાવતી આ કવિતા સામાન્ય માણસને સમભાવ અને કરુણાથી પણ વર્ણવે છે. આ માટે ઉદયન ગઝલ, અછાંદસ, પરંપરિત લય કે ગદ્યની તરાહોને પ્રયોજીને રૂપવૈવિધ્ય પણ સાધે છે. બોલચાલની ભાષામાં, હિસાબો અને પ્રશ્નોત્તરની ‘ચાર્ટર્ડ એકાઉન્ટટી’ રીતિમાં પણ સંવેદનોને વ્યક્ત કરવામાં ઉદયન માહેર છે. જરાક વધુ તિર્યક લખવું, જે છે તેની સામે જરાક એંગલ બદલીને દર્પણ ધરવું, પીડાને ગાવા કરતાં હસી નાખવી – ઉદયનને એમ કરવામાં મજા આવે છે. રાવજીમાં જોવા મળેલી વ્યંગોક્તિ કરવાની રીતિઓ પાછી નિજી ભાતે ઉદયનમાં જોવા મળે છે.
ઉદયન ઠક્કરની પાત્રોક્તિઓ કે પાત્ર/ ચરિત્રને વર્ણવતી કાવ્યરચનાઓ વર્તમાન જીવનનું કરુણ તથા કરુણાર્દ્ર ચિત્ર રજૂ કરે છે. એ પછી મોચી હોય કે મસ્જિદ બંદરનો મરઘો કહેતા મણિલાલ હોય, મથુરદાસ (કે એ રૂપમાં પિતાજી) હોય ઉદયન એ પાત્રોમાં આપણને આપણું ય થોડું રૂપ દેખાડે છે. આ અર્થમાં ઉદયન વિલક્ષણ છે. એ ઘડી ઘડીમાં પ્રયોગશીલ અભિવ્યક્તિ કરતો રહે છે. કવિતામાં જ ઉદયન કથાકથન કરે છે. બહુ ભારેખમ, કઠોર તથા કડવી વખ વાસ્તવિકતાઓને બહુ હળવાશથી ઉદયન કવિતામાં મૂકી આપે છે. ત્યારે ભાવકને પેલી છૂપી વેદનાનો અંગારો ચંપાય છે. ધાર્મિક/ રાજકીય દંભાચારોને સબોડતો કવિ પ્રેમીઓની સૃષ્ટિનું વ્યંગ્ય નિરૂપણ કરવા માટે પણ હળવી તરકીબો રચે છે, નખરાંને વર્ણવે છે. ‘ગરૂડપુરાણ’ ઉદયનની દીર્ઘ અર્થપૂર્ણ અને વિલક્ષણ તરેહની રચના છે.

જયેન્દ્ર શેખડીવાળાના દીર્ઘલયનાં તથા ફૅન્ટસીપ્રધાન ગીતો તથા તિલ્લી કાવ્યો ખાસ્સાં ધ્યાનપાત્ર છે. ગઝલમાં પણ ભીતરી ભોંયની અગોચર ભાવસૃષ્ટિને પ્રગટાવવાની મથામણ નોંધપાત્ર છે. ‘કલ્કિ’ની કવિતાનાં ગીતોમાં પણ પ્રયોગશીલતા છે. દીર્ઘલય તથા ભાવોર્મિનું ઉચિત કલ્પનો દ્વારા રચાતું કાવ્યરૂપ ધ્યાનપાત્ર છે. આ કવિમાં વારેવારે મા વિશેના, જનમ, નાભિનાળ વિશેના સરરિયલ સન્દર્ભો આવે છે. આ બ્રહ્માંડનું રહસ્ય આ કવિને તળે ઉપર કરે છે. એની ગઝલોમાં પણ રહસ્યલોક અને માયાવી સૃષ્ટિને તાકતાં કલ્પનો આવે છે. તોડફોડ કરીને અસ્તિત્વની છીપમાંથી મોતી શોધવા મથતો કવિ અશ્રુમોતી પામે છે. એ જ તો ખરી મૂડી છે. આ કવિના બીજા બે સંચયો – કર્દમપલ્લી/ ક્વિંદંતી, એટલા ધ્યાનપાત્ર નથી બન્યા. કવિતા સાતત્યપૂર્વકનો અનુનય માગે છે. સંવેદનપટુ અને સન્નધ ચિત્ત માગે છે. જયેન્દ્ર પાસે એ છે. પણ લઈ આવે ત્યારે વાત.
'''જયેન્દ્ર શેખડીવાળા'''ના દીર્ઘલયનાં તથા ફૅન્ટસીપ્રધાન ગીતો તથા તિલ્લી કાવ્યો ખાસ્સાં ધ્યાનપાત્ર છે. ગઝલમાં પણ ભીતરી ભોંયની અગોચર ભાવસૃષ્ટિને પ્રગટાવવાની મથામણ નોંધપાત્ર છે. ‘કલ્કિ’ની કવિતાનાં ગીતોમાં પણ પ્રયોગશીલતા છે. દીર્ઘલય તથા ભાવોર્મિનું ઉચિત કલ્પનો દ્વારા રચાતું કાવ્યરૂપ ધ્યાનપાત્ર છે. આ કવિમાં વારેવારે મા વિશેના, જનમ, નાભિનાળ વિશેના સરરિયલ સન્દર્ભો આવે છે. આ બ્રહ્માંડનું રહસ્ય આ કવિને તળે ઉપર કરે છે. એની ગઝલોમાં પણ રહસ્યલોક અને માયાવી સૃષ્ટિને તાકતાં કલ્પનો આવે છે. તોડફોડ કરીને અસ્તિત્વની છીપમાંથી મોતી શોધવા મથતો કવિ અશ્રુમોતી પામે છે. એ જ તો ખરી મૂડી છે. આ કવિના બીજા બે સંચયો – કર્દમપલ્લી/ ક્વિંદંતી, એટલા ધ્યાનપાત્ર નથી બન્યા. કવિતા સાતત્યપૂર્વકનો અનુનય માગે છે. સંવેદનપટુ અને સન્નધ ચિત્ત માગે છે. જયેન્દ્ર પાસે એ છે. પણ લઈ આવે ત્યારે વાત.
૦૦૦
{{Center|૦૦૦}}
‘અનુ-આધુનિક’ યુગના કેટલાંક મહત્ત્વના કવિઓની કવિતા વિશે આપણે વાત કરી. આપણે જોયું કે આ પ્રત્યેક કવિએ પોતાની મુદ્રા, પોતાનો અવાજ સફળતાપૂર્વક પ્રગટાવ્યો છે. આ કવિઓ આધુનિકતાની મર્યાદાઓને સભાનપણે ચાતરવા અને પોતાની કેડી રચવા મથતા રહ્યા છે. આપણે એ સૌની કવિતામાં જોયું કે એમાં કશેય પરસ્પરનો પડઘો પણ નથી. સૌ પોતાની કવિતામાં સ્થિત્યંતર રચવા માટે તથા વિવિધ રૂપ-સ્વરૂપ ને પોતાની રીતિએ અપનાવવા ઉત્સુક રહ્યા છે. આ કવિતામાં વિષય, સંવેદનનું તથા સ્વરૂપનું ખાસ્સું વૈવિધ્ય છે. પોતાના સમયની વ્યથાઓ, પીડાઓ, સમસ્યાઓ તથા વિપથગામી રસમોને કવિતામાં વણી લીધી છે. આ કવિઓમાં કાવ્યનિષ્ઠા અને સામાજિક નિસબત બરાબર પરખાય છે. અહીં પૂર્વે જે હાંસિયામાં હતાં તે મુખ્યધારામાં આવ્યાં છે. કવિતા કવિત્વ સાથે પરોક્ષ રીતિએ સામાજિક દાયિત્વને નીભાવે છે. પોતાની મૂળ પરંપરાઓમાં જવું ને એ સમયને સાંપ્રત સન્દર્ભે નવેસર પ્રયોજી જોવાની વાત પણ અહીં ધ્યાનપાત્ર છે, ભાષારચના, છંદોલય, કવિકર્મની સભાનતા સાથે મૂળનું જતન તથા સંવર્ધન કરવામાં સફળ રહેલી આ કવિતા આપણી પોતાની ભૂમિકાએ અનુ-આધુનિક છે.

{{Poem2Close}}
{{Poem2Close}}