પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 337: Line 337:
ઊકા! મન તો તારે મોટું જ રાખવું પડશે,/ રાજા રાંમની જેમ./ એટલે વારે વારે ના મેળવી જો મગલાના ચહેરાને/ તારા કે તારા વડવાઓના ચાડા હાથે./ ને બચારી બાયડીને મારીને અધમૂઈ ના કર./ ઊકા! મર્યા ઢોરના આંચળ યે મેઠા લાગે.../ રે’વા દે, બાયડીને બચારાં બચ બચ ધાવશે છોરાં./ ને અડે કાંઈ અભડાઈ જવાય, ઊકા?/ બાપડી બાયડીને આડી વાટે આંતરે/ તે કાંઈ એનો વાંક-ગનો?/ ને વાતના વાવડ તો વખતે વેરાઈ જાય.../ ઊકા! સૂરજનાં છોકરાં ય સૂરજ જેવાં દીઠાં છે કદી?/ જો ને આ ધરતી –/ સૂરજના પહેલા ખોળાની પોરી!/ કેવી ખાબડખૂબડ,/ કેવી કાબરચીતરી,/ કેવી અંધારી ને અધકચરી!/

ઊકા! એ કણબીના મોઢા ને મગલાના મોઢામાં/ ઝાઝો ફેર નથી એ વાત હાચી;... /

*
{{Center|*}}
ઊકા! મન તો તારે મોટું જ રાખવું પડશે/ રાજા રાંમની જેમ./ કાં તો તાકીને મારવું પડશે તીર/ કે ઘચ્ચ... દઈને ઘોંચવી પડશે આર/ ને વીંધવો પડશે વાંકી પૂંછડીનો એ વસ્તાર.

કવિનો સંકેત તો છે વિદ્રોહ કરવા તરફનો.
કવિનો સંકેત તો છે વિદ્રોહ કરવા તરફનો.
Line 344: Line 344:
એ તો બાપડો વખાનો માર્યો/ બધી ભૂંજરવાડનાં ભોલ ભરવા/ કણબીની વાડીએ કેડતોડ વૈતરું કરી ખાય./ તને કૂખમાં શૂળની જેમ કળતા./ એ કણબીના કણાને ધવરાવતાં જોઈ/ ધરપત ખૂટે કે ધણી ધૂંધવાય/ ને વખતે ધોલધપાટે ય કરી બેસે.../ નથી કીધું કે દૂબળો માટી બાયડી પર શૂરો?/

પણ કણબીની વાડી/ કે કાળુભાનો કૂવો/ કે કોળીનો કૂબો –/ ને એમ મોટાંની મહેરથી બધી એંડાળ ઊછરે/ તે બધુંય ગળી જવું પડેઃ/ રાતી નજર/ને કાળી દાનત ય./ પણ મેઠી!/ ઢેડ ઢેફા જેવો ધૂળિયો તો ય ધણી એ ધણી/ ને આમ તો આખલાને ય પૂંછડું આંમળી/ ઊભો રાખે એવો એ તો.../ એના આદમીની આમન્યા તો નંદવાઈ ને?

નીરવની કવિતામાં સંયમ છે, માનવતાનું સન્માન છે. આક્રમકતા છે ત્યાં સ્વસ્થ અવાજ અને વાસ્તવનું કઠોરરૂપ વર્ણવાય છે. ‘પટેલલાડુ’ તથા ‘મુંબાઈ વિદ્યાપીઠના કુલપતિને–’ કાવ્યો એના નમૂના છે.

આ બધી રચનાઓ સમાજનું શોષણખોર માનસ તથા માળખું સૂચવવા સાથે પીડા-વિડંબના-નિઃસહાયતાનો સંકેત કરે છે. આ ભૂમિકાએથી કવિ વિદ્રોહ માટે ઘણાં કાવ્યોમાં આહ્‌વાન કરે છે. એમની ‘હું નં ડોશી’ તથા ‘મારો શામળિયો!’ ‘મા, મેં ભલા કે મેરા ભાઈ’ – જેવી રચનાઓ પણ ભાવકને વિહ્‌વળ કરી દે છે. નીરવનો હેતુ પણ કવિતા દ્વારા પીડાને પરખાવવી અને માનવતા/ સહૃદયતા જગાવવી – એવો છે. આ કવિ સમભાવથી આગળ સમાનાનુભૂતિ દ્વારા સમતામૂલક સમાજ રચવા કવિતાને શસ્ત્ર તરીકે    પ્રયોજે છે.

Line 356: Line 356:
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે...
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે...
એક ઊંચી દીવાલ અને આપણે.
એક ઊંચી દીવાલ અને આપણે.
*
{{Center|*}}
હઠાગ્રહી ‘હોવું’ શું છે – એની ગતિ શી છે – એ એક પંક્તિમાં નિર્દેશીને કવિ બીજી પંક્તિમાં એકસામટાં ચાર ચાર ક્રિયાપદો ગોઠવીને માયારૂપને-જીવનના લીલારૂપને વર્ણવે છે, ને જેને ઓળખી લીધું છે એનાથી હવે અળગા થવા ઝંખે છે. વૃક્ષ લીલા રચનાર અલખને એ વીનવે છે કે હવે અડધાપડધા નહિ ઉથાપો... સામટા જ ઉથાપો ને જન્માન્તરોમાંથી ય ઉન્મૂલિત કરી દ્યો. તમારે અમને થાપવા જ હોય તો છેક તળિયાની(મૂળ સત્ત્વ-તત્ત્વની) થાપણ રૂપે સ્થાપી દેજો... ઊંચી દીવાલો બહુ બહુ રોકીને રંજાડતી ઊભી છે! આ રંજાડ બાહ્યાભ્યંતર છે –

ટેકરીની ટોચ પર બાંધ્યા મુકામ
ટેકરીની ટોચ પર બાંધ્યા મુકામ
Line 404: Line 404:
મંદિરની ધજા ભાંગી પડી
મંદિરની ધજા ભાંગી પડી
હવાને લીરેલીરા કરતી રજોટાઈ ગઈ...
હવાને લીરેલીરા કરતી રજોટાઈ ગઈ...
*
{{Center|*}}
પણ મૂકો ત્યાં ગોખરું
પણ મૂકો ત્યાં ગોખરું
આવળ બાવળ ઝાડ-ઝાંખરાં
આવળ બાવળ ઝાડ-ઝાંખરાં
Line 470: Line 470:
કોણ કરશે રખેવાળી
કોણ કરશે રખેવાળી
આપણા શયનખંડની?  
આપણા શયનખંડની?  
*
{{Center|*}}
આ કાવ્યમાં માંસલ આલેખન છે – સર્જકની એ ‘બોલ્ડનેસ’ કાવ્યનો દૃઢબંધ બને છે. સ્ત્રીની કાયાગત વિલક્ષણતા હવે એની આગવી ઓળખ છે – એ એના વડે સ્તો પુરુષોથી નોખી છે – ને સવાઈ પણ! આવા ‘ગાયનેક-ક્રિટિસિઝમ’નો સંદર્ભ લઈને મનીષાની કવિતાને મૂલવી શકાશે. ‘કંદમૂળ’ સંચયમાં પૂર્વેનો પુરુષ પ્રત્યેનો નકારાત્મક કે તિરસ્કૃત ભાવ હવે ઠરીને, પરિપક્વતા ધારીને સ્વસ્થ અનુભવ કરાવે છે. સ્ત્રી-પુરુષનું દ્વૈત અને એમનું સાયુજ્ય જુદી જુદી ભૂમિકાએથી આલેખતાં કવયિત્રી લેખે મનીષા જોષીનો અવાજ ખાસ્સો નોખો પડે છે.

{{Center|૦૦૦}}
{{Center|૦૦૦}}

Navigation menu