31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 51: | Line 51: | ||
આ રસધ્વનિ કે રસાદિધ્વનિ વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિથી જુદો પડી આવે છે એ સ્પષ્ટ છે. વસ્તુ કે અલંકારધ્વનિને આપણે શબ્દોમાં મૂકી શકતા હતા - ‘તારા અધરનું પાન કરવાની મારી અભિલાષા છે’, ‘તારું મુખ ચંદ્ર જેવું છે’ વગેરે. પણ રસધ્વનિને એ રીતે શબ્દમાં નહિ મૂકી શકાય. ‘યૌવન સાહસિક છે’ કે ‘તારા પ્રત્યે મને ખૂબ પ્રેમ છે’ એવા વાક્યોમાં, આપણે લીધેલાં ઉદાહરણોમાંથી આપણને સાહસ કે પ્રેમભાવનો જે સાક્ષાત્કાર થાય છે તેને સમાવી શકાશે નહિ. એ તો કાવ્યની સામગ્રીમાંથી - વિભાવાનુભાવાદિમાંથી સ્ફુરી રહે છે. માત્ર ‘શૃંગાર’ શબ્દ બોલવાથી શૃંગારની અનુભૂતિ થતી નથી; અને વિભાવાદિનું નિરૂપણ હોય તો, ‘શૃંગાર’ શબ્દ ન હોય તોયે શૃંગારની અનુભૂતિ થાય છે. આ રીતે વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ શબ્દવ્યાપારના સીધા વિષય બની શકે છે, વાચ્યતાને સહી શકે છે; જ્યારે રસધ્વનિ કેવળ કાવ્યવ્યાપારથી જ સંવેદ્ય બને છે અને એ વાચ્યતાને સહી શકતો નથી. આથી જ વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિને લૌકિક ધ્વનિ કહેવામાં આવે છે, જ્યારે રસધ્વનિને અલૌકિક ધ્વનિ કહેવામાં આવે છે. | આ રસધ્વનિ કે રસાદિધ્વનિ વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિથી જુદો પડી આવે છે એ સ્પષ્ટ છે. વસ્તુ કે અલંકારધ્વનિને આપણે શબ્દોમાં મૂકી શકતા હતા - ‘તારા અધરનું પાન કરવાની મારી અભિલાષા છે’, ‘તારું મુખ ચંદ્ર જેવું છે’ વગેરે. પણ રસધ્વનિને એ રીતે શબ્દમાં નહિ મૂકી શકાય. ‘યૌવન સાહસિક છે’ કે ‘તારા પ્રત્યે મને ખૂબ પ્રેમ છે’ એવા વાક્યોમાં, આપણે લીધેલાં ઉદાહરણોમાંથી આપણને સાહસ કે પ્રેમભાવનો જે સાક્ષાત્કાર થાય છે તેને સમાવી શકાશે નહિ. એ તો કાવ્યની સામગ્રીમાંથી - વિભાવાનુભાવાદિમાંથી સ્ફુરી રહે છે. માત્ર ‘શૃંગાર’ શબ્દ બોલવાથી શૃંગારની અનુભૂતિ થતી નથી; અને વિભાવાદિનું નિરૂપણ હોય તો, ‘શૃંગાર’ શબ્દ ન હોય તોયે શૃંગારની અનુભૂતિ થાય છે. આ રીતે વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ શબ્દવ્યાપારના સીધા વિષય બની શકે છે, વાચ્યતાને સહી શકે છે; જ્યારે રસધ્વનિ કેવળ કાવ્યવ્યાપારથી જ સંવેદ્ય બને છે અને એ વાચ્યતાને સહી શકતો નથી. આથી જ વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિને લૌકિક ધ્વનિ કહેવામાં આવે છે, જ્યારે રસધ્વનિને અલૌકિક ધ્વનિ કહેવામાં આવે છે. | ||
તો હવે આપણે ધ્વનિનું વર્ગીકરણ આ રીતે દર્શાવી શકીએ: | તો હવે આપણે ધ્વનિનું વર્ગીકરણ આ રીતે દર્શાવી શકીએ: | ||
[[File:Bharatiya Kavya Sidhant Table 1.jpg|300px|center]] | |||
છેલ્લે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આનંદવર્ધન અને અભિનવગુપ્તના મતે, અંતે તો, કાવ્યમાં રસધ્વનિ જ મુખ્ય છે, આત્મારૂપ છે. આનંદવર્ધન વારંવાર કહે છે કે રસાદિમય ધ્વનિને માટે કવિએ મથવાનું છે. વસ્તુ અને અલંકારધ્વનિનું પણ પર્યવસાન રસધ્વનિમાં થતું હોય છે અને એ રીતે જ એમનું મૂલ્ય છે. ‘गच्छ गच्छ’ વાળો શ્લોક જુઓ. એમાંથી ‘તું જઈશ તો હું મૃત્યુ પામીશ’ એવો વિચાર વ્યંજિત થાય છે, પણ એ વિચારમાંથીયે એના વિરહપ્રેમનું ઉત્કટ સંવેદન આપણી સમક્ષ સ્ફુરી રહે છે. આ રસધ્વનિ છે. ‘लावण्यकान्ति’ વાળા શ્લોકમાં પણ ‘તારું મુખ ચંદ્ર જેવું છે’ એવા વ્યંગ્યાર્થ આગળ સમાપ્તિ નથી થતી, નાયકના સૌંદર્યાનુરાગનું એ ચિત્ર બની જાય છે, જે રસધ્વનિ છે. એક વ્યંગ્યાર્થમાંથી બીજો વ્યંગ્યાર્થ અને એમાંથી ત્રીજો સ્ફુરી શકે છે એ તો આપણે જાણીએ છીએ. તો પછી વસ્તુ અને અલંકારધ્વનિ રસધ્વનિમાં પર્યવસાન પામે અને આપણે કાવ્યમાંથી કોઈ સંવેદનનો સાક્ષાત્કાર અનુભવી રહીએ એ જ કાવ્યવ્યાપારનું સાચું પૃથક્કરણ જણાય છે. | છેલ્લે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આનંદવર્ધન અને અભિનવગુપ્તના મતે, અંતે તો, કાવ્યમાં રસધ્વનિ જ મુખ્ય છે, આત્મારૂપ છે. આનંદવર્ધન વારંવાર કહે છે કે રસાદિમય ધ્વનિને માટે કવિએ મથવાનું છે. વસ્તુ અને અલંકારધ્વનિનું પણ પર્યવસાન રસધ્વનિમાં થતું હોય છે અને એ રીતે જ એમનું મૂલ્ય છે. ‘गच्छ गच्छ’ વાળો શ્લોક જુઓ. એમાંથી ‘તું જઈશ તો હું મૃત્યુ પામીશ’ એવો વિચાર વ્યંજિત થાય છે, પણ એ વિચારમાંથીયે એના વિરહપ્રેમનું ઉત્કટ સંવેદન આપણી સમક્ષ સ્ફુરી રહે છે. આ રસધ્વનિ છે. ‘लावण्यकान्ति’ વાળા શ્લોકમાં પણ ‘તારું મુખ ચંદ્ર જેવું છે’ એવા વ્યંગ્યાર્થ આગળ સમાપ્તિ નથી થતી, નાયકના સૌંદર્યાનુરાગનું એ ચિત્ર બની જાય છે, જે રસધ્વનિ છે. એક વ્યંગ્યાર્થમાંથી બીજો વ્યંગ્યાર્થ અને એમાંથી ત્રીજો સ્ફુરી શકે છે એ તો આપણે જાણીએ છીએ. તો પછી વસ્તુ અને અલંકારધ્વનિ રસધ્વનિમાં પર્યવસાન પામે અને આપણે કાવ્યમાંથી કોઈ સંવેદનનો સાક્ષાત્કાર અનુભવી રહીએ એ જ કાવ્યવ્યાપારનું સાચું પૃથક્કરણ જણાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||