31,386
edits
(+1) |
No edit summary |

| Line 9: | Line 9: | ||
અર્થવ્યંજનાની અંતર્ગત સંભાવનાઓને કારણે, ભારતીય અને યુરોપીય પુરાકથાઓનું સાંપ્રતકાલીન અનુભૂતિના વસ્તુગત-સંબંધક તરીકે કાવ્યમાં અવતરણ એ, કવિ સિતાંશુનો સર્ગવિશેષ રહ્યો છે. રામકથામાં આણવિક અંશરૂપે રહેલા જટાયુવૃત્તાંતને 'જટાયુ' રચનામાં 'બનાવ'ની કક્ષામાંથી ઊંચકીને 'કવિતા'માં એ પલટાવે છે ત્યારે પુરાકથાના મૂળ અર્થતંતુઓને એ કઈ રીતે વાળે છે એના સગડ મેળવતી વેળા, મૂળકથાના મહત્ત્વના અંશો ટૂંકમાં ટપકાવી લઈએ. | અર્થવ્યંજનાની અંતર્ગત સંભાવનાઓને કારણે, ભારતીય અને યુરોપીય પુરાકથાઓનું સાંપ્રતકાલીન અનુભૂતિના વસ્તુગત-સંબંધક તરીકે કાવ્યમાં અવતરણ એ, કવિ સિતાંશુનો સર્ગવિશેષ રહ્યો છે. રામકથામાં આણવિક અંશરૂપે રહેલા જટાયુવૃત્તાંતને 'જટાયુ' રચનામાં 'બનાવ'ની કક્ષામાંથી ઊંચકીને 'કવિતા'માં એ પલટાવે છે ત્યારે પુરાકથાના મૂળ અર્થતંતુઓને એ કઈ રીતે વાળે છે એના સગડ મેળવતી વેળા, મૂળકથાના મહત્ત્વના અંશો ટૂંકમાં ટપકાવી લઈએ. | ||
જટાયુવૃત્તાંતનું મૂળ કથાનક વાલ્મીકીય રામાયણ અંતર્ગત 'અરણ્યકાંડ’ના સર્ગ ૪૯- ૫૦-૫૧ અને સર્ગ ૬૭-૬૮માં એમ બે કકડે મળે છે. ‘પર્વતશિખર સમાન' દેહધારી આ ‘તીક્ષ્ણતુંડ-ખગોત્તમ’ દંડકારણ્યમાં સાઠ હજાર વર્ષથી રાજ્યાધિકાર ભોગવે છે. ‘પ્રાચીન ધર્મમાં સ્થિત', 'સત્યસંશ્રયી', ‘મહાબલ ગૃધરાજ' જ્યારે ઝાડ પર બેઠો હતો (પતિ) ત્યારે અપતા સીતાને લઈને રાવણ ત્યાંથી પસાર થાય છે. પોતાનું દુઃખવૃત્તાંત રામને પહોંચાડવા માટે સીતા તેને વીનવે છે. રાવણને સમજાવવાના પોતાના પ્રયાસો નિષ્ફળ જતાં, નિઃશસ્ત્ર પક્ષીરાજ તેની સામે યુદ્ધ આદરે છે. સર્ગ ૫૧ના શ્લોક ૧થી ૨૦માં જટાયુ તથા રાવણ વચ્ચેના આ ઘમસાણ દ્વંદ્વનું પ્રસ્તારી વર્ણન સાંપડે છે. શસ્ત્રહીન જટાયુ પોતાની પાંખ, ચાંચ અને નખપ્રહારથી ઘડીભર તો રાવણને પાડી દે છે. પરંતુ અંતે, વૃદ્ધાવસ્થાને કારણે થાકી ગયેલો' પક્ષીરાજ પડી જાય છે. રાવણ તલવાર દ્વારા જટાયુની બંને પાંખો, પગ તથા પીઠભાગ કાપી નાખે છે. આ 'છિન્નપક્ષ મહાગૃધ હવે 'અલ્પજીવિત' દશામાં પડયો હતો. સર્ગ ૬૭-૬૮માં, સીતાશોધ માટે ભમતા રામનો 'અતિખિન્ન', 'સ્વરવિહીન', 'વિકલવ' જટાયુ સાથે મેળાપ થાય છે. સીતાના બચાવ માટે પોતે કરેલા નિષ્ફળ પ્રયાસો અને સીતાસહિત રાવણના દક્ષિણગમનના ખબર એ 'વિકલવ વાણીથી' રામને આપે છે. 'રાઘવ, મારા પ્રાણ રૂંધાય છે અને દૃષ્ટિ ભમે છે'- એમ કહીને સીતાની પુનઃપ્રાપ્તિ માટેનો આશાવાદ ઉચ્ચારી 'નિર્ભ્રાત' જટાયુ અવસાન પામે છે. રામ, પુત્રસદૃશ પ્રેમથી, જટાયુના અંતિમસંસ્કાર તથા શ્રાદ્ધ તર્પણાદિ ઉત્તરક્રિયા કરે છે. 'શૂર' અને 'શરેણ્ય’ જટાયુ કૃતાર્થતા અનુભવી, 'શુભપુણ્ય આત્મગતિને પ્રાપ્ત કરે છે.' તુલસીકૃત 'રામચરિતમાનસ'ના જટાયુવૃત્તાંતમાં દાસ્યભાવ અને પ્રભુ રામ પ્રત્યેની શ્રદ્ધાપૂત ભક્તિ વિશેષ વ્યક્ત થાય છે. અહીં પણ અંતે, 'અખિલ ભગતિ'નું વરદાન પામી, શ્રીહરિના પરધામમાં એને ગતિ સાંપડે છે. | જટાયુવૃત્તાંતનું મૂળ કથાનક વાલ્મીકીય રામાયણ અંતર્ગત 'અરણ્યકાંડ’ના સર્ગ ૪૯- ૫૦-૫૧ અને સર્ગ ૬૭-૬૮માં એમ બે કકડે મળે છે. ‘પર્વતશિખર સમાન' દેહધારી આ ‘તીક્ષ્ણતુંડ-ખગોત્તમ’ દંડકારણ્યમાં સાઠ હજાર વર્ષથી રાજ્યાધિકાર ભોગવે છે. ‘પ્રાચીન ધર્મમાં સ્થિત', 'સત્યસંશ્રયી', ‘મહાબલ ગૃધરાજ' જ્યારે ઝાડ પર બેઠો હતો (પતિ) ત્યારે અપતા સીતાને લઈને રાવણ ત્યાંથી પસાર થાય છે. પોતાનું દુઃખવૃત્તાંત રામને પહોંચાડવા માટે સીતા તેને વીનવે છે. રાવણને સમજાવવાના પોતાના પ્રયાસો નિષ્ફળ જતાં, નિઃશસ્ત્ર પક્ષીરાજ તેની સામે યુદ્ધ આદરે છે. સર્ગ ૫૧ના શ્લોક ૧થી ૨૦માં જટાયુ તથા રાવણ વચ્ચેના આ ઘમસાણ દ્વંદ્વનું પ્રસ્તારી વર્ણન સાંપડે છે. શસ્ત્રહીન જટાયુ પોતાની પાંખ, ચાંચ અને નખપ્રહારથી ઘડીભર તો રાવણને પાડી દે છે. પરંતુ અંતે, વૃદ્ધાવસ્થાને કારણે થાકી ગયેલો' પક્ષીરાજ પડી જાય છે. રાવણ તલવાર દ્વારા જટાયુની બંને પાંખો, પગ તથા પીઠભાગ કાપી નાખે છે. આ 'છિન્નપક્ષ મહાગૃધ હવે 'અલ્પજીવિત' દશામાં પડયો હતો. સર્ગ ૬૭-૬૮માં, સીતાશોધ માટે ભમતા રામનો 'અતિખિન્ન', 'સ્વરવિહીન', 'વિકલવ' જટાયુ સાથે મેળાપ થાય છે. સીતાના બચાવ માટે પોતે કરેલા નિષ્ફળ પ્રયાસો અને સીતાસહિત રાવણના દક્ષિણગમનના ખબર એ 'વિકલવ વાણીથી' રામને આપે છે. 'રાઘવ, મારા પ્રાણ રૂંધાય છે અને દૃષ્ટિ ભમે છે'- એમ કહીને સીતાની પુનઃપ્રાપ્તિ માટેનો આશાવાદ ઉચ્ચારી 'નિર્ભ્રાત' જટાયુ અવસાન પામે છે. રામ, પુત્રસદૃશ પ્રેમથી, જટાયુના અંતિમસંસ્કાર તથા શ્રાદ્ધ તર્પણાદિ ઉત્તરક્રિયા કરે છે. 'શૂર' અને 'શરેણ્ય’ જટાયુ કૃતાર્થતા અનુભવી, 'શુભપુણ્ય આત્મગતિને પ્રાપ્ત કરે છે.' તુલસીકૃત 'રામચરિતમાનસ'ના જટાયુવૃત્તાંતમાં દાસ્યભાવ અને પ્રભુ રામ પ્રત્યેની શ્રદ્ધાપૂત ભક્તિ વિશેષ વ્યક્ત થાય છે. અહીં પણ અંતે, 'અખિલ ભગતિ'નું વરદાન પામી, શ્રીહરિના પરધામમાં એને ગતિ સાંપડે છે. | ||
‘જટાયુ' કૃતિની કથાસંઘટનામાં પુરાકથાનું મૂળવૃત્ત તો માત્ર કીલક (fulcrum) તરીકે પ્રયોજાયું છે. રામકથાગત સર્ગ ૪૯-૫૦-૫૧ના ૭૯ શ્લોકોમાં પથરાયેલા જટાયુવૃત્તાંતની ઘટનાને તો અહીં ટૂંકમાં જ આટોપી લીધી છે. જ્યારે સર્ગ ૬૭-૬૮માંના ૫૮શ્લોકમાં વિસ્તરતું ઉત્તરવૃત્તાંત (રામ-જટાયુ-મિલન અને જટાયુ-અવસાન)ને તો એ સમૂળગું છોડી દે છે; કેમ કે, ઇષ્ટાર્થને વ્યક્ત કરવામાં એ કાંઈ ખપમાં આવે એમ નથી, પણ અવરોધક બને તેમ છે. | |||
દોઢાવેલી એક કડી સહિત ૪૧ કડીમાં મળીને સાત ખંડકોમાં વિસ્તરતી ‘જટાયુ' રચનામાં નાયકસંબદ્ધ મૂળ પુરાવૃત્ત તો એકંદરે ૮૩ પંક્તિઓમાંથી રોકડી ચાર પંક્તિમાં જ ઘટાવાયું છે. સીતા-રાવણ-જટાયુ-ઘટનાના વૃત્તને ખંડક ૬ની પાંચમી કડીના ઉત્તરાર્ધ અને દોઢાવેલી છઠ્ઠી કડીના ત્રણ પંક્તિઓમાં ઘનીકૃત કરીને સમાવી લે છે : | દોઢાવેલી એક કડી સહિત ૪૧ કડીમાં મળીને સાત ખંડકોમાં વિસ્તરતી ‘જટાયુ' રચનામાં નાયકસંબદ્ધ મૂળ પુરાવૃત્ત તો એકંદરે ૮૩ પંક્તિઓમાંથી રોકડી ચાર પંક્તિમાં જ ઘટાવાયું છે. સીતા-રાવણ-જટાયુ-ઘટનાના વૃત્તને ખંડક ૬ની પાંચમી કડીના ઉત્તરાર્ધ અને દોઢાવેલી છઠ્ઠી કડીના ત્રણ પંક્તિઓમાં ઘનીકૃત કરીને સમાવી લે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 22: | Line 22: | ||
‘જટાયુ' રચનામાં કૃતિનો ૬-૭ ભાગ જે કથાપરિવર્તે રોક્યો છે તે ખંડક ૧થી ૬ પર્યન્તનું પૂર્વ-વિચલન, નિરૂપણગત વિચાર, ભાવ, કલ્પન અને ક્યાંક તો ઉક્તિની લઢણોની બાબતમાં પણ, ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ' સાથે કેટલું મળતું આવે છે તે, બંને કૃતિમાંના તદ્વિષયક નિરૂપણ-અંશોને સરખાવતાં સ્પષ્ટ થશે : | ‘જટાયુ' રચનામાં કૃતિનો ૬-૭ ભાગ જે કથાપરિવર્તે રોક્યો છે તે ખંડક ૧થી ૬ પર્યન્તનું પૂર્વ-વિચલન, નિરૂપણગત વિચાર, ભાવ, કલ્પન અને ક્યાંક તો ઉક્તિની લઢણોની બાબતમાં પણ, ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ' સાથે કેટલું મળતું આવે છે તે, બંને કૃતિમાંના તદ્વિષયક નિરૂપણ-અંશોને સરખાવતાં સ્પષ્ટ થશે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
૧. ‘ધવલ ધર્મજ્યોતિ’ અધર્મનો જ્યોતિ રાતોચોળ | <poem>૧. ‘ધવલ ધર્મજ્યોતિ’ અધર્મનો જ્યોતિ રાતોચોળ | ||
{{gap|1.5em}}વનમાં લીલો અંધકાર,...... | {{gap|1.5em}}વનમાં લીલો અંધકાર,...... | ||
{{gap|1.5em}}“....on a totally different seashore-trees down to the wa- ter's edge, Twin yellow suns turning overhead.” ૮૧ | {{gap|1.5em}}“....on a totally different seashore-trees down to the wa- ter's edge, Twin yellow suns turning overhead.” ૮૧ | ||
| Line 31: | Line 31: | ||
{{gap|1.5em}}જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક’ | {{gap|1.5em}}જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક’ | ||
{{gap|1.5em}}i. "till a crowd of thousand sea-gulls came to dodge and fight for bits of food." (p. 11) | {{gap|1.5em}}i. "till a crowd of thousand sea-gulls came to dodge and fight for bits of food." (p. 11) | ||
{{gap|1.5em}}ii." Most gulls don't bother to learn more than the simplest facts of flight-how to get from shore to food and back again. For most gulls, it is not flying that matters, but eating." (p.11) | {{gap|1.5em}}ii." Most gulls don't bother to learn more than the simplest facts of flight-how to get from shore to food and back again. For most gulls, it is not flying that {{gap|1.5em}}matters, but eating." (p.11) | ||
iii....."to behave like the other gulls, screeching and fighting with the flock around.... diving on scraps of fish and bread" (p. 14) | iii....."to behave like the other gulls, screeching and fighting with the flock around.... diving on scraps of fish and bread" (p. 14) | ||
૩. ‘દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ; | ૩. ‘દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ; | ||
| Line 46: | Line 46: | ||
{{gap|1.5em}}'For this gull, though, it was not eating that mattered, but flight. More than anything else Jonathan Livingston Seagull loved to fly. (p. 12) | {{gap|1.5em}}'For this gull, though, it was not eating that mattered, but flight. More than anything else Jonathan Livingston Seagull loved to fly. (p. 12) | ||
૭. ‘પહોર ચડયો ના ચડ્યો જટાયુ ચડયો જુઓ તતખેવ.’ | ૭. ‘પહોર ચડયો ના ચડ્યો જટાયુ ચડયો જુઓ તતખેવ.’ | ||
{{gap|1.5em}} | {{gap|1.5em}}‘By sunup, Jonathan Gull was practicing again." (p. 27) | ||
૮. ‘ઊંચે ઊંચે જાય ને આઘેઆઘે જુએ વનમાં’ | ૮. ‘ઊંચે ઊંચે જાય ને આઘેઆઘે જુએ વનમાં’ | ||
{{gap|1.5em}}i. 'The Gull sees farthest; who flies highest' (p. 85) | {{gap|1.5em}}i. 'The Gull sees farthest; who flies highest' (p. 85) | ||
| Line 96: | Line 96: | ||
{{gap|1.5em}}'The dozen gulls by The Seashore came to meet him, none saying a word' (p. 59) | {{gap|1.5em}}'The dozen gulls by The Seashore came to meet him, none saying a word' (p. 59) | ||
૨૬. ‘પણ હું શું બોલું છું તે એમને નથી સમજાતું કંઈ’ | ૨૬. ‘પણ હું શું બોલું છું તે એમને નથી સમજાતું કંઈ’ | ||
{{gap|1.5em}}'....in time they listened more closely to Jonathan. He had some crazy ideas that they couldn't understand. (p.111) | {{gap|1.5em}}'....in time they listened more closely to Jonathan. He had some crazy ideas that they couldn't understand. (p.111)</poem> | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 103: | Line 103: | ||
'જટાયુ'માં પુરાકથાનું પૂર્વ-વિચલન પ્રેરિત કે પ્રભાવિત હોય વા ન હોય એનાથી, જોકે, કૃતિના કલાનિબંધનને કશી અસર થતી નથી. મૂળ પુરાકથામાંથી કેવળ આછોતરું કથાબીજ ઉપાડી એની આજુબાજુ અર્થસંકેતોની અ-પૂર્વ સૃષ્ટિ કવિએ રચી આપી છે. વિવિધમૂળના કૃતિપુદ્ગલોનું સૌંદર્યસિદ્ધ રૂપાયન અહીં એણે સાધ્યું છે, અને એ દ્વારા કથાગત તત્કાલીનતામાંથી સંવેદનાગત સમકાલીનતાનો અર્થારોપ સિદ્ધ કરવામાં એમની કવિપ્રતિભાનો ચમકાર -ને ચમત્કાર પણ - અનુભવી શકાય છે. 'દૃષ્ટપૂર્વ અર્થો' પણ કાવ્યના શબ્દલોકમાં પ્રવેશે ત્યારે રસપરિગ્રહને કારણે, મધુમાસના નવપલ્લવિત વૃક્ષની જેમ સર્વથા નૂતનરૂપે જ ભાસિત થાય છે, એવા આનન્દવર્ધન-અભિપ્રાયની સુખદ પ્રતીતિ આ રચના કરાવી રહે છે. | 'જટાયુ'માં પુરાકથાનું પૂર્વ-વિચલન પ્રેરિત કે પ્રભાવિત હોય વા ન હોય એનાથી, જોકે, કૃતિના કલાનિબંધનને કશી અસર થતી નથી. મૂળ પુરાકથામાંથી કેવળ આછોતરું કથાબીજ ઉપાડી એની આજુબાજુ અર્થસંકેતોની અ-પૂર્વ સૃષ્ટિ કવિએ રચી આપી છે. વિવિધમૂળના કૃતિપુદ્ગલોનું સૌંદર્યસિદ્ધ રૂપાયન અહીં એણે સાધ્યું છે, અને એ દ્વારા કથાગત તત્કાલીનતામાંથી સંવેદનાગત સમકાલીનતાનો અર્થારોપ સિદ્ધ કરવામાં એમની કવિપ્રતિભાનો ચમકાર -ને ચમત્કાર પણ - અનુભવી શકાય છે. 'દૃષ્ટપૂર્વ અર્થો' પણ કાવ્યના શબ્દલોકમાં પ્રવેશે ત્યારે રસપરિગ્રહને કારણે, મધુમાસના નવપલ્લવિત વૃક્ષની જેમ સર્વથા નૂતનરૂપે જ ભાસિત થાય છે, એવા આનન્દવર્ધન-અભિપ્રાયની સુખદ પ્રતીતિ આ રચના કરાવી રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''સન્દર્ભ''' | <poem>'''સન્દર્ભ''' | ||
૧. 'જટાયુ' : સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રકાશન, આર.આર.શેઠ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૬ | ૧. 'જટાયુ' : સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રકાશન, આર.આર.શેઠ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૬ | ||
૨. 'Jonathan Livingston Seagull'
- Richard Bach
Avon Books, 1973, 959, Eighth Avenue, New York | ૨. 'Jonathan Livingston Seagull'
- Richard Bach
Avon Books, 1973, 959, Eighth Avenue, New York | ||
૩. 'Birds of the World'.
Oliver Austen (jr.)
Optimum Books Western first - Pub.Co. 1983 | ૩. 'Birds of the World'.
Oliver Austen (jr.)
Optimum Books Western first - Pub.Co. 1983 | ||
૪. 'The Birds of Gujarat'
Dr.Salim Ali
Gujarat Reasearch Society, First Edition, 1956 | ૪. 'The Birds of Gujarat'
Dr.Salim Ali
Gujarat Reasearch Society, First Edition, 1956 | ||
૫ : 'આપણાં સામાન્ય પક્ષીઓ' સલીમઅલી અને લાઈકઅલી, અનુ: વિજયગુપ્ત મૌર્ય નેશનલ બુક ટ્રસ્ટ પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯
તાદર્થ્ય : માર્ચ, ૧૯૮૮ | ૫ : 'આપણાં સામાન્ય પક્ષીઓ' સલીમઅલી અને લાઈકઅલી, અનુ: વિજયગુપ્ત મૌર્ય નેશનલ બુક ટ્રસ્ટ પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯
તાદર્થ્ય : માર્ચ, ૧૯૮૮</poem> | ||
'''પત્રચર્ચા''' | '''પત્રચર્ચા''' | ||