32,256
edits
(+1) |
No edit summary |
||
| Line 49: | Line 49: | ||
{{center|૫}} | {{center|૫}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રત્યક્ષદર્શી તોળાનાં સર્વદ્રર્શી ભવેન્નર । – આ વ્યાસસૂત્રને, જાણે કે, અનુસરતા હોય તેમ કબીર સાધક તરીકે – અને સિદ્ધ પુરુષ તરીકે પણ - લોકોની વચ્ચે ઊભા છે. કશાયે અવરોધ કે આડશ વગરની આ પ્રત્યક્ષદર્શિતાએ જ એને સર્વદર્શી સમજ અને શબ્દ સંપડાવ્યાં. પોતે કહે છે તેમ ‘લિખા લિખીકી હૈ નહીં, દિખા દિખીકી બાત' છે. પ્રત્યક્ષતાનો પરિહાર તો એમને મુદલ ઇષ્ટ નથી; ઊલટું, એમની પ્ર-મુખતા ને પારમાર્થિકતાના ઉઘાડા પટમાં જ એની આત્મસાધના, ઉપદેશ, શીખ, કવિતા- જે નામે ઓળખો તે સૌને, અવકાશ મળ્યો છે. નઠોર અને કઠોર વ્યવહારનું સળગતું ઉંબાડિયું લઈને, 'કબીરા ખડા બાજાર મેં - લલકારવામાં, નફકરાં વ્યક્તિગત સાહસની પ્રગલ્ભતા તો છે જ; ‘જો ઝારૈ ઘર આપના, ચલે હમારી | પ્રત્યક્ષદર્શી તોળાનાં સર્વદ્રર્શી ભવેન્નર । – આ વ્યાસસૂત્રને, જાણે કે, અનુસરતા હોય તેમ કબીર સાધક તરીકે – અને સિદ્ધ પુરુષ તરીકે પણ - લોકોની વચ્ચે ઊભા છે. કશાયે અવરોધ કે આડશ વગરની આ પ્રત્યક્ષદર્શિતાએ જ એને સર્વદર્શી સમજ અને શબ્દ સંપડાવ્યાં. પોતે કહે છે તેમ ‘લિખા લિખીકી હૈ નહીં, દિખા દિખીકી બાત' છે. પ્રત્યક્ષતાનો પરિહાર તો એમને મુદલ ઇષ્ટ નથી; ઊલટું, એમની પ્ર-મુખતા ને પારમાર્થિકતાના ઉઘાડા પટમાં જ એની આત્મસાધના, ઉપદેશ, શીખ, કવિતા- જે નામે ઓળખો તે સૌને, અવકાશ મળ્યો છે. નઠોર અને કઠોર વ્યવહારનું સળગતું ઉંબાડિયું લઈને, 'કબીરા ખડા બાજાર મેં - લલકારવામાં, નફકરાં વ્યક્તિગત સાહસની પ્રગલ્ભતા તો છે જ; ‘જો ઝારૈ ઘર આપના, ચલે હમારી સાથ” – ની જાહેર ઉદ્ઘોષણામાં, સમજણ, સમર્પણ અને સંવેદનામાં શરીક થઈ શકનારા સૌને ઈજન અને આહ્વાન પણ છે. સંવેદ્યતાની સમાંતર સપાટીએ ચાલતા લોકસમુદાયને, સક્રિય સામેલગીરી માટેનું આવું ઉઘાડું આમંત્રણ, કબીરને અળગા ને અલગારી ઓલિયા તરીકેની માન્યતા આપનારી ઘટના છે. અધ્યાત્મની વૈયક્તિક અંગતતાની અદબમાં ચાલતું તત્કાલીન સંપ્રદાય મંડલ, આચાર્ય/ અધિપતિ અને અનુયાયી સમુદાય વચ્ચેની કશીયે ભેદરેખાને ન જાળવતા આવા ધર્મબોધને કેમ કરીને સાંખી શકે? કબીરની સ્વસ્થ વ્યક્તિચેતનામાં રસાયેલી અખંડ ને અનવરત આ લોકમધ્યસ્થતાએ, એના વ્યવહાર, વિચાર અને વાણીને, સાર્વજનીન ને સર્વસાધારણતાનાં વસાણાં થકી અરૂઢ આકાર અને આસ્વાદ આપ્યા. કબીરનો વ્યવહાર સંસારી અને શ્રમજીવિકાનિર્ભર છે. વણકરનો વ્યવસાય, રામ અને રોટી : બન્ને ક્ષેત્રોમાં એને સંપૂર્ણ સ્વાયત્તતા બક્ષે છે. એટલેસ્તો એ અધ્યાત્મને આકાશમાં નહીં, આંગણામાં જ વિલસતું વિકસતું રાખે છે. કબીરના ધર્મવિચારને પ્રાચીન શાસ્ત્રોની લિખિત પરિપાટી સામે, કોઈ સૈદ્ધાંતિક તકરાર નથી; પણ ‘કાગદકી લેખી’ને મુકાબલે, ‘આંખોકી દેખી’નો મહિમા, એની લોકગમ્યતાને કારણે, વધુ વસે છે. તર્ક/અનુમાનની અટપટી નિસરણી કરતાં અનુભવ અને આત્મપ્રતીતિની સરણિ વધુ ટૂંકડી દેખાય છે. એની વિચારણા તર્કચ્છલની સંદિગ્ધતાને સ્થાને તરલ સ્નિગ્ધતા; વિકટતા નહીં પણ વિશદતા; પરિભાષાના પ્રપંચને મુકાબલે પદાર્થની પારદર્શી પ્રવાહિતા; અને વિશેષાધિકારભોગ્યતાની જગ્યાએ સર્વજનયોગ્યતાની નિરૂપણસપાટી પર ગતિ કરતી રહે છે. એટલે જ એ લોકાભિરામ રૂપે ઠરે છે. કબીરવાણીની ભાષિક સપાટી તો એમાંનાં પારાવાર લોકદ્રવ્યના ચમકારને લીધે, 'સબસે ન્યારી' ભાસે! કબીરવાણી લિપિબદ્ધ અને ગ્રંથરૂપ પામતાં પહેલાં લોકસમુદાયનું કંઠાભરણ બનીને, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત પર્યન્ત પદયાત્રા કરતી કરતી વિચરતી રહે છે. એટલે સ્તો એમાં ખડી બોલી, પંજાબી, મારવાડી, માળવીનાં વાચિક રસાયણો ઉમેરાતાં રહે એ સ્વાભાવિક છે. આ બધાં મેળવણમાં નહોતી કશી સભાનતા કે નહોતી સહેતુક સંકલ્પબદ્ધતા. કહો કે શબ્દનો એ સહજ(પ્ર)યોગ હતો ! સ્વાતંત્ર્યોત્તર સંવિધાનમાન્ય રાષ્ટ્રભાષા કરતાં, આ લોકમાન્ય 'સર્વભાષા સરસ્વતી'નો દરજ્જો, શિષ્ટોની નજરે, બીજા વર્ગની નાગરિકતાનો, કદાચ, હશે; પણ એની વ્યંજના ને વેધકતાનો ઠસ્સો તો તમામ સપ્તકોને ભોંઠો પાડી દેનારો લાગે ! માન્ય વ્યાકરણને ન ગાંઠતી ઉક્તિલઢણો, વાચિક સ્તરે જ વપરાતાં શબ્દરૂપો ને ઉચ્ચારણો, લોકમિજાજને ધારદાર ઘાટ આપતાં અડબંગ શબ્દદ્રવ્યો, નામિક/આખ્યાતિક રચનાઓનાં અજબગજબનાં સંકરણો; 'અવધૂ', 'સાધો', 'કબીરા' વગેરે સંબોધનો તળેના ઉક્તિપ્રપંચોમાં ઊઠતા તારસ્વરનાં તીખાં/તીરછાં કંપનો, અત્રતત્રથી ભળી ગયેલા (ને હવે સંસૃષ્ટ થઈ ચૂકેલા) આંચલિક શબ્દપ્રયોગો : આ બધી સામગ્રીનો ઉપચયાત્મક અવતાર એટલે કબીરવાણી. વ્યવહાર, વિચાર ને વાણીની પ્ર-સ્થાનત્રયીની પાબંદીનો પૂર્ણયોગ એ કબીરની સહજ સમાધિની ઉપાસના ગણો તો ઉપાસના, ને ઉપલબ્ધિ ગણો તો ઉપલબ્ધિ છે. | ||
બહુપરિમાણી વ્યક્તિમત્તાના આસામી કબીર અનુકાલીન પંથપરંપરાઓમાં તો આદમી મટી, અવતાર તરીકે થપાયા, 'સત્-સાહેબ'ના પર્યાયપુરુષ તરીકે પણ પૂજાતા થયા. પાંચેક સદી દરમ્યાન પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર અને બંગાળના દૂરવર્તી લોકસમુદાયપર્યન્ત એના વાણીવાહનમાં એ વિચરતા/વિસ્તરતા રહ્યા. તો બીજી બાજુ, જનસાધારણમાંના કબીર વ્યાપનો શબ્દસ્પંદ, વીસમી સદીના આરંભિક દાયકાઓમાં જિજ્ઞાસુ અને વિચારશીલ અભિજાત શિષ્ટ વર્ગોમાં પણ ઝિલાયો. કબીરનાં પદોની સકલ કાવ્યરિદ્ધિથી, અતિશિક્ષિત રસેપ્સુ વર્ગ પણ અંજાયો ને આકર્ષાયો. દેશવિદેશમાં કબીરની 'પદ-યાત્રા'એ એમને મરમી કવિની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા આપી. 'પીર', 'ઓલિયા', ‘અવતાર’ની સાથે ‘ક્રાંતિપુરુષ', 'સમાજસુધારક', 'સમન્વયપુરુષ' : આવાં આવાં બિરદ પણ કબીરસંજ્ઞાના પૂર્વ-અપ૨પદે સંકેતાયાં. કબીરની વ્યક્તિતા ને વિભૂતિમત્તાનું અધિષ્ઠાન તો છે એનો શબ્દ - શબદ. અનુભૂતિ અને આત્મપ્રતીતિનું પ્રામાણ્ય એમના શબ્દમાં જે આકાર-પ્રકારમાં પ્રકટ થયું; એમની અધ્યાત્મચેતનાના સકલ આવિષ્કારો જે મિજાજથી શબ્દમાં ઠેરાયા એથી મધ્યકાળની સંતપરંપરામાં, પ્રચંડ મનોઘટનાશાળી સકલ પુરુષ (phenomenon)ના અભિધાનના પણ એ અધિકારી લાગે છે.*<ref>* કૈલાસ ગુરુકુળ, મહુવામાં ‘અસ્મિતાપર્વ’ના ઉપક્રમે, આપેલા તત્કાલ-સ્ફુર્ત (extempore) વક્તવ્યનો લેખિત પાઠ (શોધન/વર્ધન સાથે).</ref> | બહુપરિમાણી વ્યક્તિમત્તાના આસામી કબીર અનુકાલીન પંથપરંપરાઓમાં તો આદમી મટી, અવતાર તરીકે થપાયા, 'સત્-સાહેબ'ના પર્યાયપુરુષ તરીકે પણ પૂજાતા થયા. પાંચેક સદી દરમ્યાન પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર અને બંગાળના દૂરવર્તી લોકસમુદાયપર્યન્ત એના વાણીવાહનમાં એ વિચરતા/વિસ્તરતા રહ્યા. તો બીજી બાજુ, જનસાધારણમાંના કબીર વ્યાપનો શબ્દસ્પંદ, વીસમી સદીના આરંભિક દાયકાઓમાં જિજ્ઞાસુ અને વિચારશીલ અભિજાત શિષ્ટ વર્ગોમાં પણ ઝિલાયો. કબીરનાં પદોની સકલ કાવ્યરિદ્ધિથી, અતિશિક્ષિત રસેપ્સુ વર્ગ પણ અંજાયો ને આકર્ષાયો. દેશવિદેશમાં કબીરની 'પદ-યાત્રા'એ એમને મરમી કવિની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા આપી. 'પીર', 'ઓલિયા', ‘અવતાર’ની સાથે ‘ક્રાંતિપુરુષ', 'સમાજસુધારક', 'સમન્વયપુરુષ' : આવાં આવાં બિરદ પણ કબીરસંજ્ઞાના પૂર્વ-અપ૨પદે સંકેતાયાં. કબીરની વ્યક્તિતા ને વિભૂતિમત્તાનું અધિષ્ઠાન તો છે એનો શબ્દ - શબદ. અનુભૂતિ અને આત્મપ્રતીતિનું પ્રામાણ્ય એમના શબ્દમાં જે આકાર-પ્રકારમાં પ્રકટ થયું; એમની અધ્યાત્મચેતનાના સકલ આવિષ્કારો જે મિજાજથી શબ્દમાં ઠેરાયા એથી મધ્યકાળની સંતપરંપરામાં, પ્રચંડ મનોઘટનાશાળી સકલ પુરુષ (phenomenon)ના અભિધાનના પણ એ અધિકારી લાગે છે.*<ref>* કૈલાસ ગુરુકુળ, મહુવામાં ‘અસ્મિતાપર્વ’ના ઉપક્રમે, આપેલા તત્કાલ-સ્ફુર્ત (extempore) વક્તવ્યનો લેખિત પાઠ (શોધન/વર્ધન સાથે).</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||