9,286
edits
No edit summary |
No edit summary |
||
| Line 79: | Line 79: | ||
મારા ચિત્તમાં અવ્યાકૃત રૂપમાં પડી રહેલી બીજી એક કવિતાનો ચાવી રૂપ શબ્દ ‘ક્રોસ’(cross) છે, જેમાંથી અંકુરિત થતા ‘વિચાર’નું ધૂંધળું રૂપ એક દૃષ્ટાંત લેખે રજૂ કરું છું. તાજેતરમાં જ મારી પત્નીએ પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મ પછી જ્યારે પહેલી વાર પત્નીને મળવા નીકળ્યો, ત્યારે હું બસમાં હૉસ્પિટલ જવા નીકળ્યો. બસની ઉપલી ડેક પર બેસી શેરીઓ પસાર કરતાં બધી શેરીઓ મને એકદમ સ્વચ્છ અને રળિયામણી લાગી. અને, મારા મનમાં વિચાર આવ્યો કે અમારા બાળકના સ્વાગત અર્થે અહીં બધાં જ આતુર હતાં. ગઈ પેઢીઓએ એટલા માટે જ તો પરિશ્રમ વેઠ્યો હતો કે સાંપ્રતમાં જન્મતા હરેક બાળકને તેના સમવયસ્કોની સાથે શહેરો, શેરીઓ, સંસ્થાઓ અને સૌથી વધુ વિકસિત યંત્રસામગ્રી તેના જીવન અર્થે વારસામાં પ્રાપ્ત થાય. એ બાળક જન્મ્યું તેની પૂર્વે ઘણી અગાઉથી લોકોએ તેને માટે સુવિધાઓ તૈયાર કરી રાખી હતી. પણ એવામાં સાહજિકપણે જ મારા ચિત્તમાં જાગી ઊઠેલા વિષાદની ઘેરી છાયા ફરી વળી. કેટલી ભયંકર ગેરવ્યવસ્થા અને કેટલા વિરાટ માનવીય અપરાધો એ બાળકે વારસામાં મેળવ્યા છે તેનો મને વિચાર આવી ગયો. ત્યાં મેં એ બાળકને સમગ્ર ભૂતકાળ અને સર્વ સંભવિત ભાવિઓનો જેમાં એક ક્રોસ – cross રચાયો હોય એવી એક સાંપ્રતની ક્ષણરૂપે, વર્તમાન અસ્તિત્વના એક શિરોબિંદુ રૂપે, નિહાળ્યો. આ ‘ક્રોસ’ (cross) શબ્દે, કોણ જાણે કેમ, આ સંસારમાં જન્મેલા બાળકની સમસ્ત પરિસ્થિતિનું તેમ જ તેની પરિસ્થિતિ વિશેની કવિતાના આકારનુંય, સૂચન કરી દીધું હતું. આ ‘ક્રોસ’ શબ્દ કવિતામાં આવે ત્યારે ભૂતકાળ વિશેના ખ્યાલે ભાવિના ખ્યાલને અવકાશ આપવો જોઈએ; અને જે ‘ક્રોસ’માં વર્તમાન અને ભાવિ એક બિંદુએ મળે છે, તે જ વ્યક્તિના માનવીય અસ્તિત્વનું રહસ્ય છે, એમ એમાંથી તરી આવવું જોઈએ. અને ફરીથી અહીં ‘ક્રોસ’ શબ્દના બીજા અર્થસંકેતો સાથે સંકળાયેલી નૈતિકતાની છાયાઓ, કવિતાની પાર એવું અકથિત રહસ્ય, એક એવી ગુણસમૃદ્ધિ રૂપે પ્રજ્વલિત થવા લાગે છે, જેનું કદીયે સીધું કથન કરવાનું ન હોય, અને છતાં કવિતાના પ્રત્યેક કલ્પનમાં તે ઝળહળી રહ્યું હોવું જોઈએ. | મારા ચિત્તમાં અવ્યાકૃત રૂપમાં પડી રહેલી બીજી એક કવિતાનો ચાવી રૂપ શબ્દ ‘ક્રોસ’(cross) છે, જેમાંથી અંકુરિત થતા ‘વિચાર’નું ધૂંધળું રૂપ એક દૃષ્ટાંત લેખે રજૂ કરું છું. તાજેતરમાં જ મારી પત્નીએ પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મ પછી જ્યારે પહેલી વાર પત્નીને મળવા નીકળ્યો, ત્યારે હું બસમાં હૉસ્પિટલ જવા નીકળ્યો. બસની ઉપલી ડેક પર બેસી શેરીઓ પસાર કરતાં બધી શેરીઓ મને એકદમ સ્વચ્છ અને રળિયામણી લાગી. અને, મારા મનમાં વિચાર આવ્યો કે અમારા બાળકના સ્વાગત અર્થે અહીં બધાં જ આતુર હતાં. ગઈ પેઢીઓએ એટલા માટે જ તો પરિશ્રમ વેઠ્યો હતો કે સાંપ્રતમાં જન્મતા હરેક બાળકને તેના સમવયસ્કોની સાથે શહેરો, શેરીઓ, સંસ્થાઓ અને સૌથી વધુ વિકસિત યંત્રસામગ્રી તેના જીવન અર્થે વારસામાં પ્રાપ્ત થાય. એ બાળક જન્મ્યું તેની પૂર્વે ઘણી અગાઉથી લોકોએ તેને માટે સુવિધાઓ તૈયાર કરી રાખી હતી. પણ એવામાં સાહજિકપણે જ મારા ચિત્તમાં જાગી ઊઠેલા વિષાદની ઘેરી છાયા ફરી વળી. કેટલી ભયંકર ગેરવ્યવસ્થા અને કેટલા વિરાટ માનવીય અપરાધો એ બાળકે વારસામાં મેળવ્યા છે તેનો મને વિચાર આવી ગયો. ત્યાં મેં એ બાળકને સમગ્ર ભૂતકાળ અને સર્વ સંભવિત ભાવિઓનો જેમાં એક ક્રોસ – cross રચાયો હોય એવી એક સાંપ્રતની ક્ષણરૂપે, વર્તમાન અસ્તિત્વના એક શિરોબિંદુ રૂપે, નિહાળ્યો. આ ‘ક્રોસ’ (cross) શબ્દે, કોણ જાણે કેમ, આ સંસારમાં જન્મેલા બાળકની સમસ્ત પરિસ્થિતિનું તેમ જ તેની પરિસ્થિતિ વિશેની કવિતાના આકારનુંય, સૂચન કરી દીધું હતું. આ ‘ક્રોસ’ શબ્દ કવિતામાં આવે ત્યારે ભૂતકાળ વિશેના ખ્યાલે ભાવિના ખ્યાલને અવકાશ આપવો જોઈએ; અને જે ‘ક્રોસ’માં વર્તમાન અને ભાવિ એક બિંદુએ મળે છે, તે જ વ્યક્તિના માનવીય અસ્તિત્વનું રહસ્ય છે, એમ એમાંથી તરી આવવું જોઈએ. અને ફરીથી અહીં ‘ક્રોસ’ શબ્દના બીજા અર્થસંકેતો સાથે સંકળાયેલી નૈતિકતાની છાયાઓ, કવિતાની પાર એવું અકથિત રહસ્ય, એક એવી ગુણસમૃદ્ધિ રૂપે પ્રજ્વલિત થવા લાગે છે, જેનું કદીયે સીધું કથન કરવાનું ન હોય, અને છતાં કવિતાના પ્રત્યેક કલ્પનમાં તે ઝળહળી રહ્યું હોવું જોઈએ. | ||
બીજા કવિઓ ‘અંતઃપ્રેરણા’ વિશે જે જાતના અહેવાલો આપે તેની સરખામણીમાં આ બયાન સંભવતઃ નિસ્તેજ લાગશે. મારા જ પોતાના અનુભવને પ્રમાણીને હું આ નોંધું છું; અને બીજા કવિઓ વિશે હું જે ખ્યાલ કરી શકું, તેમનાથી નિરાળી વાસ્તવિક્તાના સ્વરૂપને ભેદવા ચાહતી અંતર્દૃષ્ટિની ઝાંખી જેવી મારી અંતઃપ્રેરણાની જ અહીં આ વાત કરું છું અને છતાં આલ્દસ હક્ઝલીએ પોતાની નવલકથા, ‘ટાઇમ મસ્ટ હેવ એ સ્ટોપ’માં તરુણ કવિ કાવ્ય શી રીતે લખે છે તે વિશે જે બયાન આપ્યું છે, તેની તુલનામાં અહીં મેં વર્ણવેલો પ્રેરણાનુભવ ગમે તેટલો આછોપાતળો હોય તોયે, વાસ્તવિક કાવ્યાનુભૂતિનો વધુ સચ્ચાઈભર્યો ખ્યાલ એમાં રહેલો છે. હક્ઝલીએ આ વિશે રજૂ કરેલા અહેવાલ કરતાં વધુ આત્મસભાન અને વધુ અકાવ્યાત્મક બીજું કંઈ કલ્પી શકાતું નથી. | બીજા કવિઓ ‘અંતઃપ્રેરણા’ વિશે જે જાતના અહેવાલો આપે તેની સરખામણીમાં આ બયાન સંભવતઃ નિસ્તેજ લાગશે. મારા જ પોતાના અનુભવને પ્રમાણીને હું આ નોંધું છું; અને બીજા કવિઓ વિશે હું જે ખ્યાલ કરી શકું, તેમનાથી નિરાળી વાસ્તવિક્તાના સ્વરૂપને ભેદવા ચાહતી અંતર્દૃષ્ટિની ઝાંખી જેવી મારી અંતઃપ્રેરણાની જ અહીં આ વાત કરું છું અને છતાં આલ્દસ હક્ઝલીએ પોતાની નવલકથા, ‘ટાઇમ મસ્ટ હેવ એ સ્ટોપ’માં તરુણ કવિ કાવ્ય શી રીતે લખે છે તે વિશે જે બયાન આપ્યું છે, તેની તુલનામાં અહીં મેં વર્ણવેલો પ્રેરણાનુભવ ગમે તેટલો આછોપાતળો હોય તોયે, વાસ્તવિક કાવ્યાનુભૂતિનો વધુ સચ્ચાઈભર્યો ખ્યાલ એમાં રહેલો છે. હક્ઝલીએ આ વિશે રજૂ કરેલા અહેવાલ કરતાં વધુ આત્મસભાન અને વધુ અકાવ્યાત્મક બીજું કંઈ કલ્પી શકાતું નથી. | ||
સ્મૃતિ : | '''સ્મૃતિ :''' | ||
વિલક્ષણ રીતે ધ્યાનમગ્ન બનવાની કળા એ જો કવિતાને પોતાને પ્રગટ થવાને અનિવાર્ય એવી શિસ્ત હોય તો એવી જ કોઈ વિલક્ષણ રીતે સ્મૃતિનું અનુસંધાન એ પ્રતિભાની નૈસર્ગિક બક્ષિસ છે. કવિ, બીજું કંઈ પણ હોય, વિશેષે તે એક એવી વ્યક્તિ છે, જે પોતાના અનુભવમાં આવેલા ઐન્દ્રિયિક સંસ્કારોને કદીયે ભૂલી શકતી નથી, અને જે, એ અનુભવોને એની સર્વ આદિમ તાજગી સાથે ફરી ફરીને જીવી શકતી હોય છે. | વિલક્ષણ રીતે ધ્યાનમગ્ન બનવાની કળા એ જો કવિતાને પોતાને પ્રગટ થવાને અનિવાર્ય એવી શિસ્ત હોય તો એવી જ કોઈ વિલક્ષણ રીતે સ્મૃતિનું અનુસંધાન એ પ્રતિભાની નૈસર્ગિક બક્ષિસ છે. કવિ, બીજું કંઈ પણ હોય, વિશેષે તે એક એવી વ્યક્તિ છે, જે પોતાના અનુભવમાં આવેલા ઐન્દ્રિયિક સંસ્કારોને કદીયે ભૂલી શકતી નથી, અને જે, એ અનુભવોને એની સર્વ આદિમ તાજગી સાથે ફરી ફરીને જીવી શકતી હોય છે. | ||
બધા જ કવિઓ પાસે સ્મૃતિશક્તિનું આવું એક અત્યંત કેળવાયેલું વેદનશીલ તંત્ર છે; અને જે અનુભવો તેમને છેક બાળપણમાં થઈ ચૂક્યા હોય અને જીવનભર જે પોતાનું આદિમ રહસ્ય જાળવીને ટકી રહેતા હોય તેવા અનુભવો વિશે સામાન્ય રીતે તે સભાન હોય છે. મહાકવિ દાન્તે ફક્ત નવ વર્ષનો હતો ત્યારે બિએટ્રીસને મળવાનો તેને જે પ્રસંગ મળ્યો, તેનો અનુભવ તેના ચિત્તમાં એક પ્રતીકરૂપ વસ્તુ બની રહ્યો, જે પછીથી તેની કૃતિ ‘ડિવાઈન કૉમેડી’રૂપે ઘનીભૂત થવા પામ્યો. વડ્ર્ઝવર્થની કવિતામાં પ્રકૃતિનો અનુભવ જે રીતે વર્ણ્યવિષય બનીને આવે છે, તેય ખરેખર તો બાળક વડ્ર્ઝવર્થની આસપાસ વીંટળાઈ રહેલાં ‘નિસર્ગનાં સત્ત્વો’ વિશેનો તેના શૈશવકાલીન દર્શનનો જ વિસ્તાર માત્ર છે, અને ઉત્તરવયમાં તેમણે લેઈક ડિસ્ટ્રીક્ટમાં જઈ વસવાનો જે સંકલ્પ કરેલો તે પણ, તેની કવિતામાં તેના જે જે અનુભવ સૌથી વધુ મૂલ્યવાન બની રહ્યા હતા, તેના સ્રોત સમી શૈશવની સ્મૃતિઓના વિશ્વમાં પાછા ફરવાનો એ સંકલ્પ હતો. બધી જ સર્જનાત્મક કળાઓ માટે આ પ્રકારની સ્મૃતિનું મહત્ત્વ બતાવી શકાય તેમ છે; અને જે સર્જનાત્મક ગદ્ય છે, તેનેય આ વિચારણા એટલી જ નિશ્ચિતપણે લાગુ પડે છે. સર ઑસ્બર્ત સીટવેલે મને એક વાર એમ કહ્યું હતું કે, ‘બિફોર ધ બોમ્બાર્ડમેન્ડ’ નામના પોતાના પુસ્તકમાં છેલ્લા મહાયુદ્ધ પૂર્વના અને એ યુદ્ધ સમયના સ્કારબરો પ્રદેશના સમાજજીવનનું જે અત્યંત સુરુચિપૂર્ણ અને વ્યંગઉપહાસભર્યું ચિત્ર તેમણે આલેખ્યું હતું, તે તેઓ પોતે બાર વર્ષના થયા તે પૂર્વે એ પ્રદેશના જીવનનાં તેમણે જે અવલોકનો કરેલાં તેના પર આધારિત હતું. | બધા જ કવિઓ પાસે સ્મૃતિશક્તિનું આવું એક અત્યંત કેળવાયેલું વેદનશીલ તંત્ર છે; અને જે અનુભવો તેમને છેક બાળપણમાં થઈ ચૂક્યા હોય અને જીવનભર જે પોતાનું આદિમ રહસ્ય જાળવીને ટકી રહેતા હોય તેવા અનુભવો વિશે સામાન્ય રીતે તે સભાન હોય છે. મહાકવિ દાન્તે ફક્ત નવ વર્ષનો હતો ત્યારે બિએટ્રીસને મળવાનો તેને જે પ્રસંગ મળ્યો, તેનો અનુભવ તેના ચિત્તમાં એક પ્રતીકરૂપ વસ્તુ બની રહ્યો, જે પછીથી તેની કૃતિ ‘ડિવાઈન કૉમેડી’રૂપે ઘનીભૂત થવા પામ્યો. વડ્ર્ઝવર્થની કવિતામાં પ્રકૃતિનો અનુભવ જે રીતે વર્ણ્યવિષય બનીને આવે છે, તેય ખરેખર તો બાળક વડ્ર્ઝવર્થની આસપાસ વીંટળાઈ રહેલાં ‘નિસર્ગનાં સત્ત્વો’ વિશેનો તેના શૈશવકાલીન દર્શનનો જ વિસ્તાર માત્ર છે, અને ઉત્તરવયમાં તેમણે લેઈક ડિસ્ટ્રીક્ટમાં જઈ વસવાનો જે સંકલ્પ કરેલો તે પણ, તેની કવિતામાં તેના જે જે અનુભવ સૌથી વધુ મૂલ્યવાન બની રહ્યા હતા, તેના સ્રોત સમી શૈશવની સ્મૃતિઓના વિશ્વમાં પાછા ફરવાનો એ સંકલ્પ હતો. બધી જ સર્જનાત્મક કળાઓ માટે આ પ્રકારની સ્મૃતિનું મહત્ત્વ બતાવી શકાય તેમ છે; અને જે સર્જનાત્મક ગદ્ય છે, તેનેય આ વિચારણા એટલી જ નિશ્ચિતપણે લાગુ પડે છે. સર ઑસ્બર્ત સીટવેલે મને એક વાર એમ કહ્યું હતું કે, ‘બિફોર ધ બોમ્બાર્ડમેન્ડ’ નામના પોતાના પુસ્તકમાં છેલ્લા મહાયુદ્ધ પૂર્વના અને એ યુદ્ધ સમયના સ્કારબરો પ્રદેશના સમાજજીવનનું જે અત્યંત સુરુચિપૂર્ણ અને વ્યંગઉપહાસભર્યું ચિત્ર તેમણે આલેખ્યું હતું, તે તેઓ પોતે બાર વર્ષના થયા તે પૂર્વે એ પ્રદેશના જીવનનાં તેમણે જે અવલોકનો કરેલાં તેના પર આધારિત હતું. | ||