31,397
edits
(+1) |
(+1) |
||
| Line 12: | Line 12: | ||
ત્યારે આટલી પ્રાથમિક વિચારણા પણ પુરવાર કરે છે કે શીલ અને સાહિત્ય વચ્ચે સ્વાભાવિક રીતે જ અનિવાર્ય સંબંધ હોય છે. જગતના સાહિત્યમાંથી થોડાં ઉદાહરણો પહેલાં અન્વય પદ્ધતિનાં અને પછી વ્યતિરેક પદ્ધતિનાં એમ ઉભય પ્રકારનાં લઈશું. | ત્યારે આટલી પ્રાથમિક વિચારણા પણ પુરવાર કરે છે કે શીલ અને સાહિત્ય વચ્ચે સ્વાભાવિક રીતે જ અનિવાર્ય સંબંધ હોય છે. જગતના સાહિત્યમાંથી થોડાં ઉદાહરણો પહેલાં અન્વય પદ્ધતિનાં અને પછી વ્યતિરેક પદ્ધતિનાં એમ ઉભય પ્રકારનાં લઈશું. | ||
પહેલું ઉદાહરણ ગુજરાતી સાહિત્યના મહાગ્રંથ 'સરસ્વતીચંદ્ર'નું લઈએ. એના ગુણદોષ વિષે આજની પેઢીને જે કહેવું હોય તે ભલે કહે, પણ એના અંગે અંગમાં એના કર્તાનું શીલ ધબકી રહ્યું છે એની કોઈ પણ ના પાડી શકશે? એના નાયકના ગૃહત્યાગમાં એના કર્તાનો પોતાનો જ એક જીવનપ્રસંગ નથી પ્રતિબિંબિત થયો? એનાં રજવાડી ચિત્રો તેમ ચિંતનોમાં એના કર્તાનો ભાવનગર વગેરે દેશી રાજ્યોનો સ્વાનુભવ જ નથી પ્રકટ થઈ રહ્યો? એના ત્રિવેણી સંગમના નિરૂપણમાં આજના સંક્રાંતિકાળમાં દેશ સમક્ષ ખડા થએલા પ્રશ્નો અધ્યયન મનન દ્વારા પોતાના દેશબાંધવોની યથાશક્તિ સેવા કરવાનું એના કર્તાનું જીવનવ્રત જ નથી મૂર્ત થયું? એની ભાષાશૈલી એક બાજુથી બાણભટ્ટાદિનું સંસ્કૃત સાહિત્ય તેમ બીજી બાજુથી પશ્ચિમનું સર્વોત્તમ સાહિત્ય એ બન્નેનું પરિશીલન કરનાર એના મહારસિક પંડિત કર્તાનું પદે પદે સ્મરણ નથી કરાવતી? અને સરસ્વતીચંદ્ર, કુમુદ, ચંદ્રાવલી આદિ જેવાં ચારિત્ર્ય સૌન્દર્યથી ઝગી રહેલાં એનાં અનેક પાત્રોમાં પણ એના કર્તાની અનુપમ શીલસંપત્તિ, વિરલ સાધુતા, all for others, nothing for myself એવું જીવનસૂત્ર સ્વીકારનાર Practical asceticism-એ બધું જ વ્યક્ત નથી થઈ રહ્યું? | પહેલું ઉદાહરણ ગુજરાતી સાહિત્યના મહાગ્રંથ 'સરસ્વતીચંદ્ર'નું લઈએ. એના ગુણદોષ વિષે આજની પેઢીને જે કહેવું હોય તે ભલે કહે, પણ એના અંગે અંગમાં એના કર્તાનું શીલ ધબકી રહ્યું છે એની કોઈ પણ ના પાડી શકશે? એના નાયકના ગૃહત્યાગમાં એના કર્તાનો પોતાનો જ એક જીવનપ્રસંગ નથી પ્રતિબિંબિત થયો? એનાં રજવાડી ચિત્રો તેમ ચિંતનોમાં એના કર્તાનો ભાવનગર વગેરે દેશી રાજ્યોનો સ્વાનુભવ જ નથી પ્રકટ થઈ રહ્યો? એના ત્રિવેણી સંગમના નિરૂપણમાં આજના સંક્રાંતિકાળમાં દેશ સમક્ષ ખડા થએલા પ્રશ્નો અધ્યયન મનન દ્વારા પોતાના દેશબાંધવોની યથાશક્તિ સેવા કરવાનું એના કર્તાનું જીવનવ્રત જ નથી મૂર્ત થયું? એની ભાષાશૈલી એક બાજુથી બાણભટ્ટાદિનું સંસ્કૃત સાહિત્ય તેમ બીજી બાજુથી પશ્ચિમનું સર્વોત્તમ સાહિત્ય એ બન્નેનું પરિશીલન કરનાર એના મહારસિક પંડિત કર્તાનું પદે પદે સ્મરણ નથી કરાવતી? અને સરસ્વતીચંદ્ર, કુમુદ, ચંદ્રાવલી આદિ જેવાં ચારિત્ર્ય સૌન્દર્યથી ઝગી રહેલાં એનાં અનેક પાત્રોમાં પણ એના કર્તાની અનુપમ શીલસંપત્તિ, વિરલ સાધુતા, all for others, nothing for myself એવું જીવનસૂત્ર સ્વીકારનાર Practical asceticism-એ બધું જ વ્યક્ત નથી થઈ રહ્યું? | ||
It is a poor centre of man's action, himself એ બેકનના મહાવાક્યને પણ એક ડગલું આગળ વધી It is a poisonous centre of man's action himself એવા રૂપમાં સુધારનાર સાચા નિષ્કામ કર્મયોગી અને ધર્મરાયના ખરેખરા પાર્ષદની જ આ સઘળી સૃષ્ટિ નથી લાગતી? સરસ્વતીચંદ્રમાં જે રસવૈભવ ભર્યો છે, સાહિત્યની દૃષ્ટિએ એમાં જે ચારુતા અને ઉત્કૃષ્ટતા રહેલી છે તે સઘળું એ સર્જકના શીલનો જ સીધે સીધો વારસો નથી લાગતું? ગોવર્ધનરામના મહા ઉદાત્ત શીલ સિવાય બીજું કોઈ જ એ ગ્રંથમણિ સર્જી ન શકે એમ શું એનું અંગેઅંગ અસંદિગ્ધ રીતે પુરવાર નથી કરી રહ્યું? | |||
બીજું ઉદાહરણ કાર્લાઇલ જેને Moral king of English Literature એવું બિરુદ આપે છે એ મિલ્ટનનું લઈએ. ગોવર્ધનરામ અને મિલ્ટન વચ્ચે અનેક રીતે એટલું બધું સામ્ય છે કે એકના નામ પછી બીજાનું યાદ આવ્યા વિના રહે જ નહિ. આ વિષયમાં મિલ્ટનનું નામ લઈએ કે તરત જ એના જીવન સર્જનથી પરિચિત સાહિત્યરસિકો તો પોતાની મેળે જ બોલી ઊઠશે કે શીલ એવું સાહિત્ય એ સત્યનું એના જેવું સચોટ ઉદાહરણ બીજું ભાગ્યે જ મળશે. કેમકે એણે જે કંઈ લખ્યું છે તે ઘણે અંશે આત્મકથાત્મક-પોતાના જીવનપ્રસંગો, અનુભવો, આપવીતિઓ, વિચારો મંતવ્યો આદિથી રંગાએલું છે એટલું જ નહિ, પણ એ રસ, રુચિ, ભાવના આદિરૂપ એના શીલથી અનેકધા અંકિત થએલું છે. સર્જકના શીલની એની રચનાઓ પર ઊંડી અસર થાય છે . સિદ્ધાન્તનું એને પોતાને ભાન પણ થએલું, અને તે બહુ નાની વયે, એટલે એણે પોતાના શીલની રક્ષા પણ બહુ જતનપૂર્વક કરેલી, The life of one aspiring to write great poetry must be a true poem એ એનું ઊગતી અવસ્થાનું વાક્ય બહુ જાણીતું છે. અને એ પોતે તો પહેલેથી જ Great poetry લખવાની મહત્ત્વાકાંક્ષા રાખતો જ હતો, તેથી એણે પોતે તો પોતાનું જીવન સાચા કાવ્યના જેવું સુન્દર બનાવવાનો પહેલેથી જ આદર્શ રાખ્યો હતો અને પોતાનો આખો જીવનક્રમ તદનુસાર જ યોજ્યો હતો. વિદ્યાર્થી દશામાંથી જ, સતી જેટલી ચીવટ પોતાના શિયળ રક્ષાને માટે રાખે એટલી ચીવટ એ પોતાની આચારશુદ્ધિને માટે રાખતો હતો. આથી તેમ એના સુકુમાર સૌન્દર્યને લીધે એ કૉલેજમાં હતો ત્યારે સૌએ એનું નામ Lady પાડયું હતું. કૉલેજ છોડ્યા પછી પણ આપણી ભાષામાં જેને આપણે ગદ્ધાપચીસી કહીએ છીએ એ કપરા કાળમાં પણ એ અત્યંત સંયમપૂર્વક એનું જીવન ગાળતો હતો અને ઉદાત્ત કાવ્યરચનાને અર્થે પોતાના શીલને બને તેટલું ઉદાત્ત કરવાને સતત રીતે મથતો હતો. એના એ દિવસોનું એક અંગ્રેજ વિવેચકે વર્ણન કર્યું છે કે Milton at Horton made up his mind to be a great poet; neither more nor less, and with that end in view he toiled unceasingly. A more solemn dedication of a man by himself to the poetical office cannot be imagined. Everything about him became, as it were, pontificial, almost sacramental, A poet's soul must contain the perfect shape of all things good, wise, and just, His body must be spotless and without blemish, his life pure, his thoughts high, his studies intense. There was no drinking at the 'Mermaid' for John Milton. આવી કઠોર શીલસાધનાનું મહાફળ તે જ Paradise Lost. વર્ષોની સાધનાને પરિણામે જે વિશિષ્ટ ચારિત્ર્યસૌન્દર્ય મિલ્ટને સિદ્ધ કરેલું તેનો જ અક્ષરાવતાર તે Pardise Lost, Samson Agonistes, Comus આદિ સાહિત્યકૃતિઓ. મિલ્ટનનું શીલ આટલું અભિજાત ન હોત તો આવી ઉચ્ચ સાહિત્યકૃતિઓ એ રચી જ ન શક્યો હોય અને સાહિત્યમાં એનું જે મહાગૌરવવંતુ સ્થાન છે તે એ પ્રાપ્ત પણ કરી ન શક્યો હોત એમાં લેશ માત્ર શંકા નથી. | બીજું ઉદાહરણ કાર્લાઇલ જેને Moral king of English Literature એવું બિરુદ આપે છે એ મિલ્ટનનું લઈએ. ગોવર્ધનરામ અને મિલ્ટન વચ્ચે અનેક રીતે એટલું બધું સામ્ય છે કે એકના નામ પછી બીજાનું યાદ આવ્યા વિના રહે જ નહિ. આ વિષયમાં મિલ્ટનનું નામ લઈએ કે તરત જ એના જીવન સર્જનથી પરિચિત સાહિત્યરસિકો તો પોતાની મેળે જ બોલી ઊઠશે કે શીલ એવું સાહિત્ય એ સત્યનું એના જેવું સચોટ ઉદાહરણ બીજું ભાગ્યે જ મળશે. કેમકે એણે જે કંઈ લખ્યું છે તે ઘણે અંશે આત્મકથાત્મક-પોતાના જીવનપ્રસંગો, અનુભવો, આપવીતિઓ, વિચારો મંતવ્યો આદિથી રંગાએલું છે એટલું જ નહિ, પણ એ રસ, રુચિ, ભાવના આદિરૂપ એના શીલથી અનેકધા અંકિત થએલું છે. સર્જકના શીલની એની રચનાઓ પર ઊંડી અસર થાય છે . સિદ્ધાન્તનું એને પોતાને ભાન પણ થએલું, અને તે બહુ નાની વયે, એટલે એણે પોતાના શીલની રક્ષા પણ બહુ જતનપૂર્વક કરેલી, The life of one aspiring to write great poetry must be a true poem એ એનું ઊગતી અવસ્થાનું વાક્ય બહુ જાણીતું છે. અને એ પોતે તો પહેલેથી જ Great poetry લખવાની મહત્ત્વાકાંક્ષા રાખતો જ હતો, તેથી એણે પોતે તો પોતાનું જીવન સાચા કાવ્યના જેવું સુન્દર બનાવવાનો પહેલેથી જ આદર્શ રાખ્યો હતો અને પોતાનો આખો જીવનક્રમ તદનુસાર જ યોજ્યો હતો. વિદ્યાર્થી દશામાંથી જ, સતી જેટલી ચીવટ પોતાના શિયળ રક્ષાને માટે રાખે એટલી ચીવટ એ પોતાની આચારશુદ્ધિને માટે રાખતો હતો. આથી તેમ એના સુકુમાર સૌન્દર્યને લીધે એ કૉલેજમાં હતો ત્યારે સૌએ એનું નામ Lady પાડયું હતું. કૉલેજ છોડ્યા પછી પણ આપણી ભાષામાં જેને આપણે ગદ્ધાપચીસી કહીએ છીએ એ કપરા કાળમાં પણ એ અત્યંત સંયમપૂર્વક એનું જીવન ગાળતો હતો અને ઉદાત્ત કાવ્યરચનાને અર્થે પોતાના શીલને બને તેટલું ઉદાત્ત કરવાને સતત રીતે મથતો હતો. એના એ દિવસોનું એક અંગ્રેજ વિવેચકે વર્ણન કર્યું છે કે Milton at Horton made up his mind to be a great poet; neither more nor less, and with that end in view he toiled unceasingly. A more solemn dedication of a man by himself to the poetical office cannot be imagined. Everything about him became, as it were, pontificial, almost sacramental, A poet's soul must contain the perfect shape of all things good, wise, and just, His body must be spotless and without blemish, his life pure, his thoughts high, his studies intense. There was no drinking at the 'Mermaid' for John Milton. આવી કઠોર શીલસાધનાનું મહાફળ તે જ Paradise Lost. વર્ષોની સાધનાને પરિણામે જે વિશિષ્ટ ચારિત્ર્યસૌન્દર્ય મિલ્ટને સિદ્ધ કરેલું તેનો જ અક્ષરાવતાર તે Pardise Lost, Samson Agonistes, Comus આદિ સાહિત્યકૃતિઓ. મિલ્ટનનું શીલ આટલું અભિજાત ન હોત તો આવી ઉચ્ચ સાહિત્યકૃતિઓ એ રચી જ ન શક્યો હોય અને સાહિત્યમાં એનું જે મહાગૌરવવંતુ સ્થાન છે તે એ પ્રાપ્ત પણ કરી ન શક્યો હોત એમાં લેશ માત્ર શંકા નથી. | ||
ત્રીજું નાનકડું ઉદાહરણ સ્વ. રમણભાઈના 'રાઈનો પર્વત' નું લઈએ. એમાં ગોવર્ધનરામ કે મિલ્ટનની કૃતિઓના જેટલું ગૌરવ તો નથી જ, છતાં શીલ તેવું સાહિત્ય એ સત્યનું એ નાનું છતાં સચોટ દૃષ્ટાંત છે. 'રાઈનો પર્વત' એટલે સ્વ. રમણભાઈના જીવન અને શીલની આબેહૂબ લઘુમૂર્તિ. સ્વ. રમણભાઈના જીવન તેમ પ્રકૃતિનાં સઘળાં મુખ્ય મુખ્ય પાસાં એમાં સુસ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયાં છે. સ્વ. રમણભાઈ એટલે કર્તવ્યપરાયણ, નીતિપ્રેમી, ઈશ્વરનિષ્ઠ, સ્ત્રીદાક્ષિણ્યવાદી, સંસારસુધારક સજ્જન પુરુષ. એમના શીલના આ સઘળા અંશોનું સાહિત્યીકરણ એ જ 'રાઈનો પર્વત' કે બીજું કંઈ? | ત્રીજું નાનકડું ઉદાહરણ સ્વ. રમણભાઈના 'રાઈનો પર્વત' નું લઈએ. એમાં ગોવર્ધનરામ કે મિલ્ટનની કૃતિઓના જેટલું ગૌરવ તો નથી જ, છતાં શીલ તેવું સાહિત્ય એ સત્યનું એ નાનું છતાં સચોટ દૃષ્ટાંત છે. 'રાઈનો પર્વત' એટલે સ્વ. રમણભાઈના જીવન અને શીલની આબેહૂબ લઘુમૂર્તિ. સ્વ. રમણભાઈના જીવન તેમ પ્રકૃતિનાં સઘળાં મુખ્ય મુખ્ય પાસાં એમાં સુસ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયાં છે. સ્વ. રમણભાઈ એટલે કર્તવ્યપરાયણ, નીતિપ્રેમી, ઈશ્વરનિષ્ઠ, સ્ત્રીદાક્ષિણ્યવાદી, સંસારસુધારક સજ્જન પુરુષ. એમના શીલના આ સઘળા અંશોનું સાહિત્યીકરણ એ જ 'રાઈનો પર્વત' કે બીજું કંઈ? | ||