9,289
edits
No edit summary |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
આમ તો, આ વાર્તાની શૈલી તે વાતચીતની શૈલી છે, અને વાતચીત આકર્ષક ક્યારે બને એ વિશે લેખક સભાન છે, વાતચીતની આકર્ષકતાનું ધોરણ લેખક નવલકથામાં એક સ્થળે હળવેથી સરકાવી પણ દે છે : “વાતચીત – શબ્દેશબ્દે અર્થો-અનર્થોના ફુવારા ફૂટતા હોય, વ્યંજનાઓની વણઝાર ચાલતી હોય, અલંકારોની આતશબાજી આંખોને આંજી નાખતી હોય ત્યારે તે આકર્ષક બને.” આશ્વાસક વાત એ છે કે અર્થો-અનર્થોના ફુવારા અને અલંકારોની આતશબાજી પાસેથી લેખક પોતાની વાતને આકર્ષક બનાવવા ઉપરાંતનું પણ કામ લઈ શક્યા છે. | આમ તો, આ વાર્તાની શૈલી તે વાતચીતની શૈલી છે, અને વાતચીત આકર્ષક ક્યારે બને એ વિશે લેખક સભાન છે, વાતચીતની આકર્ષકતાનું ધોરણ લેખક નવલકથામાં એક સ્થળે હળવેથી સરકાવી પણ દે છે : “વાતચીત – શબ્દેશબ્દે અર્થો-અનર્થોના ફુવારા ફૂટતા હોય, વ્યંજનાઓની વણઝાર ચાલતી હોય, અલંકારોની આતશબાજી આંખોને આંજી નાખતી હોય ત્યારે તે આકર્ષક બને.” આશ્વાસક વાત એ છે કે અર્થો-અનર્થોના ફુવારા અને અલંકારોની આતશબાજી પાસેથી લેખક પોતાની વાતને આકર્ષક બનાવવા ઉપરાંતનું પણ કામ લઈ શક્યા છે. | ||
આખી નવલકથામાં હળવાશની હવા વ્યાપેલી છે. આ હવા જ્માવવામાં શબ્દનો નવીન સંદર્ભમાં પ્રયોગ — | આખી નવલકથામાં હળવાશની હવા વ્યાપેલી છે. આ હવા જ્માવવામાં શબ્દનો નવીન સંદર્ભમાં પ્રયોગ — | ||
• “મિસ અર્વાચીના બૂચ! અંદર છોડી મૂક.” | |||
• “જય જય” બાપુજીએ વળતો હુમલો કર્યો. | |||
અલંકારનું વૈચિત્ર્ય – | અલંકારનું વૈચિત્ર્ય – | ||
• અર્વાચીનાનો ચમકતો ચહેરો... ટેબલફેનના ચંદા જેવો તાપશામક લાગતો. | |||
• શહેર પોતે પણ શોખથી સિગારેટ પીતું હતું. | |||
• દેખાવમાં એ તેની પોતાની કેડીલેક કાર જેટલી જ મુલાયમ અને અણીશુદ્ધ હતી. | |||
અને વર્ણનની વિલક્ષણ છટા — | અને વર્ણનની વિલક્ષણ છટા — | ||
અર્વાચીનાએ પોતાની ડાયરીમાં પાછળથી નોંધ્યું તે પ્રમાણે આ સ્મિતમાં આટલા મુદ્દાઓ હતા. શરમ, આતુરતા, રમૂજ (બહુ ઓછી), લોહીનું દબાણ (ખૂબ!) અને સ્નેહ.... | અર્વાચીનાએ પોતાની ડાયરીમાં પાછળથી નોંધ્યું તે પ્રમાણે આ સ્મિતમાં આટલા મુદ્દાઓ હતા. શરમ, આતુરતા, રમૂજ (બહુ ઓછી), લોહીનું દબાણ (ખૂબ!) અને સ્નેહ.... | ||
| Line 28: | Line 28: | ||
“પણ... પણ મારે તેમની સાથે ન પરણવું હોય તો પણ...” | “પણ... પણ મારે તેમની સાથે ન પરણવું હોય તો પણ...” | ||
અને વસ્તુના તંતુને બેહદ ખેંચી જઈ કરેલી અત્યુકિત — | અને વસ્તુના તંતુને બેહદ ખેંચી જઈ કરેલી અત્યુકિત — | ||
• સુધરાઈએ મુંબઈથી આગળ જવાની આતુરતા ન બતાવી ત્યારે રણધીરરાયે પોતે સુધરાઈને પોતાની સામે લડવા પૈસા આપવાની ‘ચેલેન્જ’ આપી... | |||
• “વિમળાબહેન જ આવતાં લાગે છે.” વિનાયકે જાહેર કર્યું...તેનો અણિયાળો ચહેરો પળેપળે સુકાતો ચાલ્યો હતો. અને પ્રોફેસર ધૂર્જટિ! | |||
“ઓ બા! ચંદ્રાબા!” એણે પોતાનાં પચ્ચીસેય વર્ષ અને સર્વે ઉપાધિઓ બાજુ પર મૂકી દીધાં : “ઓ બા!!” | “ઓ બા! ચંદ્રાબા!” એણે પોતાનાં પચ્ચીસેય વર્ષ અને સર્વે ઉપાધિઓ બાજુ પર મૂકી દીધાં : “ઓ બા!!” | ||
જ્યાં સડકોએ લોરેન્સ વાંચેલો હોય, પટાવાળો રાજકારણ અને સર્વોદયની અસરો ઝીલતો હોય, ત્યાં બુદ્ધિલક્ષી વિનોદ કે વિનોદી બુદ્ધિવ્યાપાર, ચબરાકિયાં, માર્મિક હળવી ટકોર આપણી ‘મનની આંખે’ ટકરાયા કરે જ — | જ્યાં સડકોએ લોરેન્સ વાંચેલો હોય, પટાવાળો રાજકારણ અને સર્વોદયની અસરો ઝીલતો હોય, ત્યાં બુદ્ધિલક્ષી વિનોદ કે વિનોદી બુદ્ધિવ્યાપાર, ચબરાકિયાં, માર્મિક હળવી ટકોર આપણી ‘મનની આંખે’ ટકરાયા કરે જ — | ||
• હું મૃત્યુ પહેલાંની જિંદગીમાં માનું છું. | |||
• તેમાં અનિવાર્ય રીતે જ પ્રેમ વિશે કંઈક હતું, કેમ કે તે કવિતા હતી. | |||
સ્થૂળ શબ્દચમત્કારનો સહારો હાસ્ય નિપજાવવામાં લેખક ભાગ્યે જ લે છે – “રેડિયો, રિક્ષાઓ, રમખાણો – એ તેમના જીવનના ચઢતા-ઊતરતા સૂરો છે. સિનેમા એ તેમની સમાધિ છે...” ‘વિષય’ શબ્દ પર લેખકે કરેલો સસ્તો શ્લેષ પણ આ કૃતિમાં વિરલ છે. પણ શૈલીના ઉપર-કથ્યા વિલક્ષણ અંશો આ નવલકથામાં ડગલેપગલે એટલા તો અથડાયા કરે છે કે પહેલી દૃષ્ટિએ તો આપણે સાહિત્યના કોઈ અજાયબ-ઘરમાં આવી પડ્યા હોઈએ એવો ભાવ થાય છે, નવલકથા અવાસ્તવિકતાની આબોહવામાં જ ઊછરતી હોય એવું લાગે છે, અને ઝીણવટથી જોતાં કથાના અને શૈલીના લાક્ષણિક અંશોની રચનામાં રહેલી કૃત્રિમતા અને સભાનપૂર્વકતા અછતી રહેતી નથી. અવારનવાર આવતી અનર્થલીલા ચાતુર્યના ચકલા સિવાય બીજું કોઈ નિશાન તાકતી લાગે છે ખરી? | સ્થૂળ શબ્દચમત્કારનો સહારો હાસ્ય નિપજાવવામાં લેખક ભાગ્યે જ લે છે – “રેડિયો, રિક્ષાઓ, રમખાણો – એ તેમના જીવનના ચઢતા-ઊતરતા સૂરો છે. સિનેમા એ તેમની સમાધિ છે...” ‘વિષય’ શબ્દ પર લેખકે કરેલો સસ્તો શ્લેષ પણ આ કૃતિમાં વિરલ છે. પણ શૈલીના ઉપર-કથ્યા વિલક્ષણ અંશો આ નવલકથામાં ડગલેપગલે એટલા તો અથડાયા કરે છે કે પહેલી દૃષ્ટિએ તો આપણે સાહિત્યના કોઈ અજાયબ-ઘરમાં આવી પડ્યા હોઈએ એવો ભાવ થાય છે, નવલકથા અવાસ્તવિકતાની આબોહવામાં જ ઊછરતી હોય એવું લાગે છે, અને ઝીણવટથી જોતાં કથાના અને શૈલીના લાક્ષણિક અંશોની રચનામાં રહેલી કૃત્રિમતા અને સભાનપૂર્વકતા અછતી રહેતી નથી. અવારનવાર આવતી અનર્થલીલા ચાતુર્યના ચકલા સિવાય બીજું કોઈ નિશાન તાકતી લાગે છે ખરી? | ||
આટલું જ હોત તો તો લેખકની શૈલીને એક જાતનો ‘વાગ્વિલાસ’ અને એમની કથાને રમૂજી ટૂચકાઓનો સંગ્રહ સહેલાઈથી ગણી શકાત, પરંતુ આશ્ચર્ય અને આકર્ષકતાની સીમા ઓળંગીને લેખકની શૈલી અવારનવાર કંઈક ઊંચાં નવાં નિશાન તાકે છે અને વીંધે છે પણ ખરી; બહુધા પાત્રોના મનોભાવોને અને વ્યક્તિત્વને વ્યંજિત કરવા માટે, પદાર્થો અને પરિસ્થિતિઓ પર નવીન પ્રકાશ ફેંકવા માટે, કોઈ જીવનમર્મનું ઉદ્ઘાટન કરવા માટે શૈલીના વિલક્ષણ અંશોને લેખક પ્રયોજે છે. થોડાં ઉદાહરણો — | આટલું જ હોત તો તો લેખકની શૈલીને એક જાતનો ‘વાગ્વિલાસ’ અને એમની કથાને રમૂજી ટૂચકાઓનો સંગ્રહ સહેલાઈથી ગણી શકાત, પરંતુ આશ્ચર્ય અને આકર્ષકતાની સીમા ઓળંગીને લેખકની શૈલી અવારનવાર કંઈક ઊંચાં નવાં નિશાન તાકે છે અને વીંધે છે પણ ખરી; બહુધા પાત્રોના મનોભાવોને અને વ્યક્તિત્વને વ્યંજિત કરવા માટે, પદાર્થો અને પરિસ્થિતિઓ પર નવીન પ્રકાશ ફેંકવા માટે, કોઈ જીવનમર્મનું ઉદ્ઘાટન કરવા માટે શૈલીના વિલક્ષણ અંશોને લેખક પ્રયોજે છે. થોડાં ઉદાહરણો — | ||
• “બાપુજી! પ્રોફેસર!” અર્વાચીનાનો સાદ ઊઘડી ગયો. | |||
અહીં અર્વાચીનાનું મન પ્રોફેસરને મળવા ઉલ્લસી રહ્યું છે તેનું સૂચન થઈ જાય છે. | અહીં અર્વાચીનાનું મન પ્રોફેસરને મળવા ઉલ્લસી રહ્યું છે તેનું સૂચન થઈ જાય છે. | ||
• “આપ માફી આપો છો?” ભરતરામે ઉઘરાણી કરી. | |||
માફીનું ‘દિવ્ય રહસ્ય’ ન સમજનાર અને એને એક વ્યવહારુ આપ-લેની વસ્તુ ગણનાર જીવનદૃષ્ટિ, નકામું કામ માથે પડ્યાનો કંટાળો અને કામ પતાવવાની ઉતાવળ — આ બધું અહીં વ્યક્ત થઈ ઊઠે છે. | માફીનું ‘દિવ્ય રહસ્ય’ ન સમજનાર અને એને એક વ્યવહારુ આપ-લેની વસ્તુ ગણનાર જીવનદૃષ્ટિ, નકામું કામ માથે પડ્યાનો કંટાળો અને કામ પતાવવાની ઉતાવળ — આ બધું અહીં વ્યક્ત થઈ ઊઠે છે. | ||
આ ચન્દ્રના મનનો એક ખૂણો કંઈક અંશે ટેક્સી સ્ટેન્ડ જેવો હતો. કોઈ ને કોઈ છોકરીની માનસિક પ્રતિમા ત્યાં પડી જ રહેતી. | આ ચન્દ્રના મનનો એક ખૂણો કંઈક અંશે ટેક્સી સ્ટેન્ડ જેવો હતો. કોઈ ને કોઈ છોકરીની માનસિક પ્રતિમા ત્યાં પડી જ રહેતી. | ||
| Line 50: | Line 50: | ||
અહીં ફર્નિચરના આક્રમક, પ્રદર્શનશીલ, અહમહમિકાખોર વ્યક્તિત્વને લેખકે ઠીક ઉપસાવ્યું છે, પણ એને સાહેબના મનના ફર્નિચર જેટલું જ ‘અભિજાત’ કહેવાનો શો અર્થ? ફર્નિચરના જે વ્યક્તિત્વનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે તે ‘અભિજાત’ તો નથી જ અને ‘અભિજાત’ શબ્દ વક્રતાથી પ્રયોજાયેલો માનીએ તો પણ ધૂર્જટિનું વ્યક્તિત્વ ફર્નિચરના અહીં વર્ણવેલા વ્યક્તિત્વ સાથે કંઈ મેળ ધરાવતું હોય એવું લાગતું નથી. | અહીં ફર્નિચરના આક્રમક, પ્રદર્શનશીલ, અહમહમિકાખોર વ્યક્તિત્વને લેખકે ઠીક ઉપસાવ્યું છે, પણ એને સાહેબના મનના ફર્નિચર જેટલું જ ‘અભિજાત’ કહેવાનો શો અર્થ? ફર્નિચરના જે વ્યક્તિત્વનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે તે ‘અભિજાત’ તો નથી જ અને ‘અભિજાત’ શબ્દ વક્રતાથી પ્રયોજાયેલો માનીએ તો પણ ધૂર્જટિનું વ્યક્તિત્વ ફર્નિચરના અહીં વર્ણવેલા વ્યક્તિત્વ સાથે કંઈ મેળ ધરાવતું હોય એવું લાગતું નથી. | ||
પણ લેખકની શૈલીની પરિપક્વતા અનુભવો અને અવસ્થાઓનાં એમણે કરેલાં કેટલાંક લાક્ષણિક વર્ણનોમાં દેખાય છે. પાત્રના માનસમાં ચાલતા ગૂઢ વ્યાપારોને મૂર્ત કરતી એમની આ આગવી વર્ણનપદ્ધતિ છે : | પણ લેખકની શૈલીની પરિપક્વતા અનુભવો અને અવસ્થાઓનાં એમણે કરેલાં કેટલાંક લાક્ષણિક વર્ણનોમાં દેખાય છે. પાત્રના માનસમાં ચાલતા ગૂઢ વ્યાપારોને મૂર્ત કરતી એમની આ આગવી વર્ણનપદ્ધતિ છે : | ||
• આ સમય ધૂર્જટિ માટે આંતરિક રીતે ખૂબખૂબ મહત્ત્વનો રોમાંચક બની બેઠો. કોઈ વાર ધૂર્જટિને એમ થઈ આવતું કે જાણે અંદરથી તેને કોઈએ ચાકડે ચડાવ્યો છે અને વહાલભર્યા હાથથી તેને ઘડ્યે જ જાય છે, જ્યારે બીજી કોઈ વાર તેને એવું થઈ આવતું કે તેનું મન જાણે એક ગેસ ભરેલો ફુગ્ગો છે, જે ઊંચે ને ઊંચે ચડ્યા કરે છે. ઘણી વાર તેને એમ લાગ્યા કરતું કે જાણે તે પોતે પોલ-વોલ્ટ જ કર્યા કરતો હોય – અલબત્ત, આંતરિક પોલ-વોલ્ટ. | |||
• ત્રણેય જણા સહેજ આગળ ચાલી, રાત જ્યાં વધુ ઘૂંટાયેલી હતી તેવો ચોગાનનો એક કાળો કટકો પસંદ કરી ગોઠવાયા. ઉપર ઘટ્ટ ભૂરું આકાશ ઘેરાઈને પડયું હતું. તેમાં ઝબકતા અને ઝળકતા તારાઓનાં ટોળેટોળાં પળેપળે ઊમટતાં જતાં હતાં. ઊંચે જોયું તો ત્રણેયને એમ લાગ્યું કે પોતપોતાની નાજુક, નાનકડી દુનિયાના ચૂરેચૂરા થઈ જતા હતા. સમય તો રાતના આકાશની આ છીની પરં છિનાઈ છિનાઈને કણકણ થઈ જતો હતો. | |||
<center> '''૩''' </center> | <center> '''૩''' </center> | ||
આ શૈલીમાં વસ્તુનું કાઠું કેવું ઘડાયું છે? | આ શૈલીમાં વસ્તુનું કાઠું કેવું ઘડાયું છે? | ||