અનુક્રમ/(કૃતિનું) શીલ અને શૈલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
ઊંચી સાચી સાહિત્યકૃતિમાં શીલ અને શૈલીનું અદ્વૈત હોય છે. શીલ શૈલીરૂપે જ મૂર્ત થતું હોય છે. તેથી બને છે એવું કે શીલને શૈલીની ભાષામાં સમજાવવું પડે છે તથા શૈલીને શીલની ભાષામાં સમજાવવી પડે છે; અને વસ્તુ કે વસ્તુનાં શીલ અને શૈલીને જુદાં પાડી સાહિત્યકૃતિનું વિવેચન કરવું મુશ્કેલ બની જાય છે. ચર્ચાની સગવડ ખાતર આપણે એમ કરીએ છીએ ખરા, પણ એમાં કેટલીક વાર કઢંગાપણું આવી જાય છે; અને જ્યારે કોઈ કૃતિનું “શૈલી સારી છે, પણ વસ્તુ બરોબર નથી” એવું વિવેચન કરવામાં આવે છે ત્યારે તો વિવેચક કોથળામાં પાંચશેરી રાખીને ઘા તો નથી કરી રહ્યોને – આ સાહિત્યિક ગાળ તો નથીને, એવો સંશય પણ ઊપજે છે, અને સડેલા ધાનમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવનાર કોઈ ફરસાણિયાની યાદ આવી જાય છે.

થોડા સમય પહેલાં પ્રસિદ્ધ થયેલ શ્રી દિગીશ મહેતાની નવલકથા ‘આપણો ઘડીક સંગ’નો રંગ માણનાર કેટલાક મિત્રો પણ એને અંગે થોડી દ્વિધામાં પડેલા જણાય છે. એની શૈલીનો સ્વાદ સૌને દાઢે રહી ગયો છે, પણ વસ્તુતત્ત્વના સત્ત્વ વિષે કેટલાક સાશંક રહે છે. આ નવલકથામાં દેખાતા ભાષા અને શૈલીના વિલક્ષણ આવિર્ભાવને અભિનંદવાનું મન થાય છે, પરંતુ મુખ્ય વસ્તુના અતિસામાન્યપણાને લીધે, આડપ્રસંગો અને ચિત્રોનો મુખ્ય વસ્તુમાં શો હેતુ છે તે સ્પષ્ટ ન થવાને લીધે, સમગ્ર વાર્તામાંથી શબ્દોમાં બાંધી શકાય એવું રહસ્ય કે વક્તવ્ય હાથ નહિ આવવાને લીધે લેખકે જાણે વસ્તુની ખોટ શૈલીથી પૂરવાનો પ્રયત્ન કર્યો હોય એવી છાપ પડે છે, અને આને નવલકથા – લઘુનવલ પણ – કહેવી કે કેમ એવો પ્રશ્ન ઊઠે છે. આથી વાર્તાવસ્તુના સ્વરૂપ કે શીલ અને શૈલીના સંબંધની સાર્થકતાનો સવાલ આ કૃતિના સંદર્ભમાં ચર્ચવા જેવો બની જાય છે.

<center> ૨ </center>
<center> '''''' </center>
આમ તો, આ વાર્તાની શૈલી તે વાતચીતની શૈલી છે, અને વાતચીત આકર્ષક ક્યારે બને એ વિશે લેખક સભાન છે, વાતચીતની આકર્ષકતાનું ધોરણ લેખક નવલકથામાં એક સ્થળે હળવેથી સરકાવી પણ દે છે : “વાતચીત – શબ્દેશબ્દે અર્થો-અનર્થોના ફુવારા ફૂટતા હોય, વ્યંજનાઓની વણઝાર ચાલતી હોય, અલંકારોની આતશબાજી આંખોને આંજી નાખતી હોય ત્યારે તે આકર્ષક બને.” આશ્વાસક વાત એ છે કે અર્થો-અનર્થોના ફુવારા અને અલંકારોની આતશબાજી પાસેથી લેખક પોતાની વાતને આકર્ષક બનાવવા ઉપરાંતનું પણ કામ લઈ શક્યા છે.

આખી નવલકથામાં હળવાશની હવા વ્યાપેલી છે. આ હવા જ્માવવામાં શબ્દનો નવીન સંદર્ભમાં પ્રયોગ —

Line 52: Line 52:
* આ સમય ધૂર્જટિ માટે આંતરિક રીતે ખૂબખૂબ મહત્ત્વનો રોમાંચક બની બેઠો. કોઈ વાર ધૂર્જટિને એમ થઈ આવતું કે જાણે અંદરથી તેને કોઈએ ચાકડે ચડાવ્યો છે અને વહાલભર્યા હાથથી તેને ઘડ્યે જ જાય છે, જ્યારે બીજી કોઈ વાર તેને એવું થઈ આવતું કે તેનું મન જાણે એક ગેસ ભરેલો ફુગ્ગો છે, જે ઊંચે ને ઊંચે ચડ્યા કરે છે. ઘણી વાર તેને એમ લાગ્યા કરતું કે જાણે તે પોતે પોલ-વોલ્ટ જ કર્યા કરતો હોય – અલબત્ત, આંતરિક પોલ-વોલ્ટ.

* ત્રણેય જણા સહેજ આગળ ચાલી, રાત જ્યાં વધુ ઘૂંટાયેલી હતી તેવો ચોગાનનો એક કાળો કટકો પસંદ કરી ગોઠવાયા. ઉપર ઘટ્ટ ભૂરું આકાશ ઘેરાઈને પડયું હતું. તેમાં ઝબકતા અને ઝળકતા તારાઓનાં ટોળેટોળાં પળેપળે ઊમટતાં જતાં હતાં. ઊંચે જોયું તો ત્રણેયને એમ લાગ્યું કે પોતપોતાની નાજુક, નાનકડી દુનિયાના ચૂરેચૂરા થઈ જતા હતા. સમય તો રાતના આકાશની આ છીની પરં છિનાઈ છિનાઈને કણકણ થઈ જતો હતો.

<center> ૩ </center>
<center> '''''' </center>
આ શૈલીમાં વસ્તુનું કાઠું કેવું ઘડાયું છે?

વાર્તાનું મુખ્ય વસ્તુ પાંખું છે. અર્વાચીના અને ધૂર્જટિની પ્રણયકથા કેટલી સાદીસીધી છે? હળ્યાં, મળ્યાં, પ્રેમ થયો, પરણી ગયાં. તદ્દન સીધી લીટીનું શિલ્પ, ન ત્રિકોણ, ન વળાંક, ન વિક્ષેપ. આડવાતો અનેક આવે છે. એમાંની કેટલીક ‘ચમત્કાર’રૂપ વ્યક્તિઓનાં રેખાચિત્રો દોરી જાય છે, કેટલીક અર્વાચીના-ધૂર્જટિની બદલાતી જતી પરિચય ભૂમિકાના વિવિધ રંગો પ્રગટ કરે છે, પણ કેટલીયે વાતોનો કથાના સંદર્ભમાં બહુ હેતુ દેખાતો નથી. અત્યંત ધ્યાન ખેંચતી વિમળાબહેનની અને અતુલતરંગિણીની આડકથાઓ પણ મૂળ કથાને કંઈ ઉપકારક હોય એવું ભાગ્યે જ લાગે છે. આથી સમગ્ર કૃતિની આકૃતિ તો અત્યંત શિથિલ બની જાય છે. કથાના અંતને આઘો ઠેલવા માટે પ્રસંગો ઉમેરાતા હોય એવો ભાસ પણ કોઈકોઈ વખતે થાય છે; પીઠઝબકાર — flash-back પદ્ધતિનો અતિરેક પણ આવી જ આશંકા જન્માવે છે.

Line 60: Line 60:
લેખક પોતાના પાત્રાલેખનના આ પ્રકારથી અજાણ નથી. તેથી જ કદીક-કદીક તેઓ માતુશ્રીઓ, વિમળાબહેનો, અર્વાચીનાઓ, ધૂર્જટિઓ એવા બહુવચનના પ્રયોગો કરે છે. આ દ્વારા તેઓ પાત્રોમાં રહેલા સર્વસામાન્યતાના અંશ ઉપર ભાર મૂકે છે.

ગંભીર રહસ્ય કે જીવનદર્શન શોધનારને તો અહીં કદાચ નિરાશા સાંપડે હળવું ગંભીર ચિંતન છૂટુંછવાયું અવારનવાર અહીં ચાલ્યા કરે છે. પણ કૃતિસમગ્રમાંથી ધ્વનિત થતો કોઈ નક્કર વિચાર ભાગ્યે જ તારવી શકાય, એટલે આ કસોટીએ કથાને માપનારને તો આ બધું ‘much ado about nothing’ જેવું લાગ્યા કરે.

<center> ૪ </center>
<center> '''''' </center>
કથાવસ્તુનું આ સ્વરૂપ કૃતિનું મર્યાદાસૂચક છે? એથી કૃતિનું મૂલ્ય કંઈ ઘટે છે? એમાં લેખકની વસ્તુનિરૂપણની શૈલીનો કંઈ દોષ છે ખરો?

એ વાત ખરી છે કે આ નવલકથાની વસ્તુનિરૂપણની શૈલી તે અંગત નિબંધ (personal essay)ની – વાતચીતની શૈલી છે. અંગત નિબંધમાં પ્રસંગ, વર્ણન, ચિંતન જેમ કોઈ એક આછાપાતળા કેન્દ્રની આસપાસ પણ ચાલી શકે છે, તેમ અહીં પણ બનતું લાગે છે. આ શૈલીમાં વાતચીતની નિર્બંધતા, અને નિર્બંધતામાંથી જન્મતી સ્વાભાવિકતા દેખાય છે, પણ એથી અપ્રસ્તુત પ્રસંગવર્ણન – હાસ્યમજાકમાં સરી પડવાનો ભય પણ સારી પેઠે રહે છે અને આ લેખક એ ભયને નિરર્થક ઠરાવી શક્યા નથી. નિબંધની શૈલી નવલકથામાં કેટલે અંશે સફળ બને તે તો આ જાતના વધારે પ્રયોગો થયા પછી જ નક્કી કરી શકાય, પરંતુ લેખકે આપણે ત્યાં આ દિશા ખોલી આપીને એક મહત્ત્વનું કાર્ય બજાવ્યું છે એમ તો કહી શકાય.  

Navigation menu