અનુક્રમ/કલાપીના જીવનકવનનો એક વળાંક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 80: Line 80:


<center> '''૪''' </center>
<center> '''૪''' </center>
જે તારણો પર આપણે જઈએ છીએ તેનું સમર્થન કરે એવી કલાપીના જીવનને લગતી કોઈ માહિતી કે આધારો છે કે કેમ તે જોવું જોઈએ. કલાપી લગ્નના નિશ્ચયથી શોભનાને પોતાને બંગલે લાવ્યા તા. ૧૧–૭–‘૯૮ના રોજ, શોભના પણ કબૂલ થાય છે.૧૧ આ સમયની કલાપીની મનઃસ્થિતિનો ખ્યાલ તા. ૧૭-૭-૯૮ના રોજ દરબાર શ્રી. વાજસૂરવાળાને૧ર તથા તા. ૧૭-૭-૯૮ના રોજ જટિલને૧૩ પત્રમાં ટાંકેલી બે પંક્તિઓ આપી દે છે :
જે તારણો પર આપણે જઈએ છીએ તેનું સમર્થન કરે એવી કલાપીના જીવનને લગતી કોઈ માહિતી કે આધારો છે કે કેમ તે જોવું જોઈએ. કલાપી લગ્નના નિશ્ચયથી શોભનાને પોતાને બંગલે લાવ્યા તા. ૧૧–૭–‘૯૮ના રોજ, શોભના પણ કબૂલ થાય છે.<ref>‘કલાપી એક અધ્યયન’, ઇન્દ્રવદન દવે, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૧૭૩</ref> આ સમયની કલાપીની મનઃસ્થિતિનો ખ્યાલ તા. ૧૭-૭-૯૮ના રોજ દરબાર શ્રી. વાજસૂરવાળાને<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> તથા તા. ૧૭-૭-૯૮ના રોજ જટિલને<ref>‘કલાપીના ૧૪૪ પત્રો’, મુનિકુમાર ભટ્ટ, ભાવનગર, ૧૯૨૫, પૃ. ૬૫</ref> પત્રમાં ટાંકેલી બે પંક્તિઓ આપી દે છે :
“અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ,  
“અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ,  
મીરાં તો મગન ભઈ! હોનારી સો હોઈ.”
મીરાં તો મગન ભઈ! હોનારી સો હોઈ.”
તા. ૧૯–૭–૯૮ના રોજ કલાપી વાજસૂરવાળાને લખે છે૧૪ : “દુઃખ કરતાં આનંદનો ઇતિહાસ નાનો હોય છે અને તેથી દુઃખ કરતાં આનંદમાં બોલવાનું ઓછું હોય છે.
તા. ૧૯–૭–૯૮ના રોજ કલાપી વાજસૂરવાળાને લખે છે<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> : “દુઃખ કરતાં આનંદનો ઇતિહાસ નાનો હોય છે અને તેથી દુઃખ કરતાં આનંદમાં બોલવાનું ઓછું હોય છે.
હમે હમારા જલા દિયા, અગન પલીતા હાથ,  
હમે હમારા જલા દિયા, અગન પલીતા હાથ,  
તુમ તુમારા જલા દિયો! ફિર ચલો હમારી સાથ.”
તુમ તુમારા જલા દિયો! ફિર ચલો હમારી સાથ.”
લગભગ આ જ અરસામાં લખાયેલા જણાતા બીજા પત્રો પણ કલાપીના આત્મસંતોષને – જે પ્રિયતમા શોભનાની પ્રાપ્તિ, શોભનાને ઉગારીને પોતે બજાવેલું કર્તવ્ય વગેરે મિશ્ર કારણોથી હોવા સંભવ છે – સ્પષ્ટપણે પ્રગટ કરે છે :
લગભગ આ જ અરસામાં લખાયેલા જણાતા બીજા પત્રો પણ કલાપીના આત્મસંતોષને – જે પ્રિયતમા શોભનાની પ્રાપ્તિ, શોભનાને ઉગારીને પોતે બજાવેલું કર્તવ્ય વગેરે મિશ્ર કારણોથી હોવા સંભવ છે – સ્પષ્ટપણે પ્રગટ કરે છે :
૧. શોભનાને : “મારું જીવન તો હવે સર્વત્ર આનંદમય થઈ રહ્યું છે... હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ પ્રફુલ્લ દર્શન જામી રહ્યાં છે. અંતઃકરણ સંતોષનાં પ્રબળ મોજાંમાં ઝૂલી રહ્યું છે, અને સર્વના સૂત્રધાર કૃપાલુ પ્રભુના આભારમાં ઘડીએ-ઘડીએ ડૂબી જાય છે...અરે, મને લાગે છે, જાણે પરમાનંદની સીમા પર હું ઊભો છું...”૧૫
૧. શોભનાને : “મારું જીવન તો હવે સર્વત્ર આનંદમય થઈ રહ્યું છે... હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ પ્રફુલ્લ દર્શન જામી રહ્યાં છે. અંતઃકરણ સંતોષનાં પ્રબળ મોજાંમાં ઝૂલી રહ્યું છે, અને સર્વના સૂત્રધાર કૃપાલુ પ્રભુના આભારમાં ઘડીએ-ઘડીએ ડૂબી જાય છે...અરે, મને લાગે છે, જાણે પરમાનંદની સીમા પર હું ઊભો છું...”<ref>એજન, પૃ. ૭૨</ref>
૨. મણિલાલ દ્વિવેદીને : “મને જે કંઈ તૃપ્તિ પ્રાપ્ત થઈ છે તેને માટે આપને કેવી રીતે અને શું લખું?... મને હવે કશી ઇચ્છાતૃષ્ણા નથી.”૧૬
૨. મણિલાલ દ્વિવેદીને : “મને જે કંઈ તૃપ્તિ પ્રાપ્ત થઈ છે તેને માટે આપને કેવી રીતે અને શું લખું?... મને હવે કશી ઇચ્છાતૃષ્ણા નથી.”<ref>એજન, પૃ. ૬૭</ref>
“હાલનો મારો ઈતિહાસ સાવ ટૂંકો અને પૂર્ણ આનંદમય છે. વારંવાર કંઈ આભાર ગાવાની ઇચ્છા થઈ આવે છે પરન્તુ મૌન જ સેવાય છે.”૧૭
“હાલનો મારો ઈતિહાસ સાવ ટૂંકો અને પૂર્ણ આનંદમય છે. વારંવાર કંઈ આભાર ગાવાની ઇચ્છા થઈ આવે છે પરન્તુ મૌન જ સેવાય છે.”<ref>એજન, પૃ. ૬૮-૬૯ </ref>
એ નોંધપાત્ર છે કે કલાપીનાં શોભના સાથે લગ્ન થાય છે તા. ૭–૯–૯૮ના રોજ. (તા. ૧૧–૭–૯૮ને લગ્નની તારીખ માનવામાં આવે છે તે આ રીતે ખોટું છે.) તા. ૨૪–૧૧–૯૮ના રોજ કલાપી શોભના સાથે રાજકોટ જઈ રહે છે. ત્યાંથી હડાળે અને વડિયે જાય છે.૧૮ પ્રાપ્ત માહિતી પ્રમાણે ‘ઉત્સુક હૃદય’ તા. ૮–૧૨–૯૮ના રોજ લખાયું છે. (જો કે કાન્તસંપાદિત ‘કેકારવ’ની ૧૯૨૨ની આવૃત્તિમાં આ કાવ્ય નીચે કોઈ તારીખ નથી. સાગરની આવૃત્તિથી આ તારીખ જોવા મળે છે.) કાવ્ય કયા સંજોગોમાં લખાયું હશે તેની કલ્પના જ કરવાની રહે છે. લગ્ન પછી કાવ્ય લખાયું છે – કાવ્યમાં પણ પ્રભુએ એનો મધુર કર મારા કર સાથે મેળવી આપ્યો એવો ઉલ્લેખ છે જ – પણ પ્રિયામિલન જાણે પહેલી વાર થવાનું હોય એવી ઉત્સુકતા એમાં છે. પ્રસંગોપાત્ત થોડો સમય છૂટા પડવાનું આવ્યું હોય ત્યાર પછીનું આ મિલન હશે? તો પછી કલાપીનો રોમાંચ હજુ સુધી ટક્યો છે એવું આ કાવ્ય બતાવતું ન ગણાય? કે પછી આ કાવ્યની રચનાતારીખ ખોટી હશે?
એ નોંધપાત્ર છે કે કલાપીનાં શોભના સાથે લગ્ન થાય છે તા. ૭–૯–૯૮ના રોજ. (તા. ૧૧–૭–૯૮ને લગ્નની તારીખ માનવામાં આવે છે તે આ રીતે ખોટું છે.) તા. ૨૪–૧૧–૯૮ના રોજ કલાપી શોભના સાથે રાજકોટ જઈ રહે છે. ત્યાંથી હડાળે અને વડિયે જાય છે.<ref>‘કલાપી એક અધ્યયન’, પૃ. ૧૭૪</ref> પ્રાપ્ત માહિતી પ્રમાણે ‘ઉત્સુક હૃદય’ તા. ૮–૧૨–૯૮ના રોજ લખાયું છે. (જો કે કાન્તસંપાદિત ‘કેકારવ’ની ૧૯૨૨ની આવૃત્તિમાં આ કાવ્ય નીચે કોઈ તારીખ નથી. સાગરની આવૃત્તિથી આ તારીખ જોવા મળે છે.) કાવ્ય કયા સંજોગોમાં લખાયું હશે તેની કલ્પના જ કરવાની રહે છે. લગ્ન પછી કાવ્ય લખાયું છે – કાવ્યમાં પણ પ્રભુએ એનો મધુર કર મારા કર સાથે મેળવી આપ્યો એવો ઉલ્લેખ છે જ – પણ પ્રિયામિલન જાણે પહેલી વાર થવાનું હોય એવી ઉત્સુકતા એમાં છે. પ્રસંગોપાત્ત થોડો સમય છૂટા પડવાનું આવ્યું હોય ત્યાર પછીનું આ મિલન હશે? તો પછી કલાપીનો રોમાંચ હજુ સુધી ટક્યો છે એવું આ કાવ્ય બતાવતું ન ગણાય? કે પછી આ કાવ્યની રચનાતારીખ ખોટી હશે?
જે હોય તે. આ પછી પણ તા. ૬–૧–૯૮ના રોજ કલાપી લલિતને લખે છે૧૯ તે નોંધપાત્ર છે : “સંસારમાં દુઃખ કરતાં સુખ વધારે છે એ જૂની માન્યતા વધારે દૃઢ થતી જાય છે અને તેથી થોડો આનંદ રહેતો નથી. પ્રભુ બહુ કૃપાલુ છે. મારાથી ગવાય તે ગીત ગાવા મન થાય છે, પરંતુ તે લાગણી હજુ બહુ બાલક છે.” છેલ્લા વાક્યનો ભાવ તો ચાર-છ માસ પહેલાં કલાપીએ મણિલાલ સમક્ષ પ્રગટ કરેલો તે આપણે જોઈ ગયા છીએ. એટલે ૯૯ના આરંભ સુધીમાં કલાપીની લાગણીમાં ખાસ કશું પરિવર્તન આવ્યું જણાતું નથી.
જે હોય તે. આ પછી પણ તા. ૬–૧–૯૮ના રોજ કલાપી લલિતને લખે છે<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૪૦૨-૦૩</ref> તે નોંધપાત્ર છે : “સંસારમાં દુઃખ કરતાં સુખ વધારે છે એ જૂની માન્યતા વધારે દૃઢ થતી જાય છે અને તેથી થોડો આનંદ રહેતો નથી. પ્રભુ બહુ કૃપાલુ છે. મારાથી ગવાય તે ગીત ગાવા મન થાય છે, પરંતુ તે લાગણી હજુ બહુ બાલક છે.” છેલ્લા વાક્યનો ભાવ તો ચાર-છ માસ પહેલાં કલાપીએ મણિલાલ સમક્ષ પ્રગટ કરેલો તે આપણે જોઈ ગયા છીએ. એટલે ૯૯ના આરંભ સુધીમાં કલાપીની લાગણીમાં ખાસ કશું પરિવર્તન આવ્યું જણાતું નથી.
૯૯ના અરસામાં કલાપીએ વાજસૂરવાળા પાસે ‘ભાઈ મેં ભૂલ કરી’ એવું કહ્યું હોવાનો ઉલ્લેખ મળે છે,૨૦ પરંતુ એ લાગણી શોભનાને કારણે નહિ પણ શોભના સાથેનાં લગ્નને પરિણામે એમના ગૃહજીવન અને અન્ય માનવસંબંધોમાં જે વિષમતા ઊભી થઈ તેને કારણે થઈ હશે, કેમ કે શોભના સાથેનાં લગ્નના અરસામાં તેમણે જટિલને લખેલુંર૧ “સોબત – એ લાગણી રમાના ફેરફાર પછી માનવી પરથી છેક – બની શકે તેટલી – ઉઠાવી લઈ પુસ્તકો પર મૂકવાની ઇચ્છા દિવસે-દિવસે વધારે દૃઢ થતી જાય છે.” તા. ૨૨–૩–૯૯ના રોજ કાન્તને પણ લખે છેરર :“સ્વભાવને ધક્કા લાગે એવાં માનવી ઘણાં હોવાને લીધે હૃદય કાંઈક સુક્કું થઈ જતું હોય એમ લાગે છે. ઉપાય તો માથેરાન જઈ આવીને તુર્ત છે એટલે રાજ્ય અને હૃદયની આશા દૂર લાગતી નથી.”
૯૯ના અરસામાં કલાપીએ વાજસૂરવાળા પાસે ‘ભાઈ મેં ભૂલ કરી’ એવું કહ્યું હોવાનો ઉલ્લેખ મળે છે,<ref>‘કલાપી એક અધ્યયન’, પૃ ૧૭૭.</ref> પરંતુ એ લાગણી શોભનાને કારણે નહિ પણ શોભના સાથેનાં લગ્નને પરિણામે એમના ગૃહજીવન અને અન્ય માનવસંબંધોમાં જે વિષમતા ઊભી થઈ તેને કારણે થઈ હશે, કેમ કે શોભના સાથેનાં લગ્નના અરસામાં તેમણે જટિલને લખેલું<ref>‘કલાપીના ૧૪૪ પત્રો’, પૃ. ૬૬.</ref> “સોબત – એ લાગણી રમાના ફેરફાર પછી માનવી પરથી છેક – બની શકે તેટલી – ઉઠાવી લઈ પુસ્તકો પર મૂકવાની ઇચ્છા દિવસે-દિવસે વધારે દૃઢ થતી જાય છે.” તા. ૨૨–૩–૯૯ના રોજ કાન્તને પણ લખે છે<ref>એજન, પૃ. ૪૫</ref> :“સ્વભાવને ધક્કા લાગે એવાં માનવી ઘણાં હોવાને લીધે હૃદય કાંઈક સુક્કું થઈ જતું હોય એમ લાગે છે. ઉપાય તો માથેરાન જઈ આવીને તુર્ત છે એટલે રાજ્ય અને હૃદયની આશા દૂર લાગતી નથી.”
આ પછી ૯૯ની ૧૮ એપ્રિલથી ૧૫ જૂન સુધીનો સમય કલાપી શોભના સાથે માથેરાન ગાળે જ છે.૨૩ શોભનાને ઘોડેસ્વારી કરાવવી, એની પાસે કવિતા વાંચવી વગેરે ચાલે છે. સ્વીડનબોર્ગનું વાચન પણ ત્યાં કેટલુંક થયું જણાય છે. માથેરાને કલાપીને ઘણી સ્વસ્થતા અને શાંતિ આપી જણાય છે, કેમ કે તા. ૧૭–૮–૯૯ ના રોજ તાત્યાસાહેબ પરના પત્રમાં તેઓ ઉલ્લેખ કરે છે૨૪ કે “પ્રભુ પરની શ્રદ્ધા માથેરાનથી જે કાંઈ નવી જ મારા હૃદયમાં આવી છે તે માટે પ્રભુના હજારો ઉપકાર ગાવાનું મન થાય છે.” એ પત્રમાં નિર્દેશ છે તે પ્રમાણે બીજે દિવસે રહેવાની વ્યવસ્થા કંઈક બદલાઈ રહી છે, ‘કેવો સ્નેહ! કેવો, અંત!’ (રમા સાથેના સ્નેહનો અંત?) એવી લાગણી થઈ રહી છે ત્યારે પ્રભુ પરની આ શ્રદ્ધા એમને ટકાવી રાખે છે.
આ પછી ૯૯ની ૧૮ એપ્રિલથી ૧૫ જૂન સુધીનો સમય કલાપી શોભના સાથે માથેરાન ગાળે જ છે.<ref>‘કલાપી એક અધ્યયન’, પૃ. ૧૭૪-૭૫</ref> શોભનાને ઘોડેસ્વારી કરાવવી, એની પાસે કવિતા વાંચવી વગેરે ચાલે છે. સ્વીડનબોર્ગનું વાચન પણ ત્યાં કેટલુંક થયું જણાય છે. માથેરાને કલાપીને ઘણી સ્વસ્થતા અને શાંતિ આપી જણાય છે, કેમ કે તા. ૧૭–૮–૯૯ ના રોજ તાત્યાસાહેબ પરના પત્રમાં તેઓ ઉલ્લેખ કરે છે<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૪૩૫.</ref> કે “પ્રભુ પરની શ્રદ્ધા માથેરાનથી જે કાંઈ નવી જ મારા હૃદયમાં આવી છે તે માટે પ્રભુના હજારો ઉપકાર ગાવાનું મન થાય છે.” એ પત્રમાં નિર્દેશ છે તે પ્રમાણે બીજે દિવસે રહેવાની વ્યવસ્થા કંઈક બદલાઈ રહી છે, ‘કેવો સ્નેહ! કેવો, અંત!’ (રમા સાથેના સ્નેહનો અંત?) એવી લાગણી થઈ રહી છે ત્યારે પ્રભુ પરની આ શ્રદ્ધા એમને ટકાવી રાખે છે.
છેક તા. ૨૪–૧૧–૯૯ના રોજ કલાપી હરિસિંહજી પરના પત્રમાં૨પ આ ઉદ્‌ગારો કરે છે તે નોંધવા જેવું છે : “હું જેને ચાહતો હતો, તેને મેળવી શક્યો છું અને મને પૂર્ણ સંતોષ છે. એ માનવી પણ હું જ્યાં હોઉં! ત્યાં રહેવા, હું વિચારું તે વિચારવા ઇચ્છે છે, એથી વિશેષ શું જોઈએ? ...થોડા કાળથી તું, માણસ હોઈ શકે તેટલો સુખી છું.”
છેક તા. ૨૪–૧૧–૯૯ના રોજ કલાપી હરિસિંહજી પરના પત્રમાં<ref>‘કલાપીના ૧૪૪ પત્રો’, પૃ. ૭-૮.</ref> આ ઉદ્‌ગારો કરે છે તે નોંધવા જેવું છે : “હું જેને ચાહતો હતો, તેને મેળવી શક્યો છું અને મને પૂર્ણ સંતોષ છે. એ માનવી પણ હું જ્યાં હોઉં! ત્યાં રહેવા, હું વિચારું તે વિચારવા ઇચ્છે છે, એથી વિશેષ શું જોઈએ? ...થોડા કાળથી તું, માણસ હોઈ શકે તેટલો સુખી છું.”
આ પહેલાં આપણે નોંધ્યું છે એ પ્રમાણે પોતાની ગઝલો વિષે ખુલાસો કરતી વખતે (છેક ૧૦–૪–૧૯૦૦ના રોજ) કલાપી સ્વીકારે છે કે “શોભના સાથે બહુ આનંદ આવે છે તેમાં તો કાંઈ જ શંકા નહીં.”
આ પહેલાં આપણે નોંધ્યું છે એ પ્રમાણે પોતાની ગઝલો વિષે ખુલાસો કરતી વખતે (છેક ૧૦–૪–૧૯૦૦ના રોજ) કલાપી સ્વીકારે છે કે “શોભના સાથે બહુ આનંદ આવે છે તેમાં તો કાંઈ જ શંકા નહીં.”
તા. ૧૦–૬–૧૯૦૦ના રોજ તો કલાપીનું અવસાન થયું, એટલે એમ કહી શકાય કે લગભગ છેક સુધી કલાપીને શોભના સાથેનાં પોતાનાં લગ્નથી, પોતાની સ્થિતિથી એકંદરે સંતોષ જ રહ્યો છે. એમની પ્રેમની લાગણીમાં કશી ઓટ આવી હોય એમ માનવાને ખાસ કશું કારણ જણાતું નથી.
તા. ૧૦–૬–૧૯૦૦ના રોજ તો કલાપીનું અવસાન થયું, એટલે એમ કહી શકાય કે લગભગ છેક સુધી કલાપીને શોભના સાથેનાં પોતાનાં લગ્નથી, પોતાની સ્થિતિથી એકંદરે સંતોષ જ રહ્યો છે. એમની પ્રેમની લાગણીમાં કશી ઓટ આવી હોય એમ માનવાને ખાસ કશું કારણ જણાતું નથી.
Line 100: Line 100:
<center> '''૫''' </center>
<center> '''૫''' </center>
કોઈ એમ કહે કે કલાપીનું ચિત્ત તો બાળપણથી માંડીને અવારનવાર વૈરાગ્યના આવેગો અનુભવતું હતું – રાજપાટ છોડીને જંગલમાં જતા રહેવાના વિચાર એમને અનેક વખત આવ્યા કરતા હતા તેનું શું? શોભના સાથે લગ્ન પછીયે એમની ત્યાગની વૃત્તિ બળવત્તર નહોતી બની? તો પછી રાગ અને ત્યાગની વચ્ચે એમનું હૈયું ઝૂલતું હતું એમ ન કહેવાય?
કોઈ એમ કહે કે કલાપીનું ચિત્ત તો બાળપણથી માંડીને અવારનવાર વૈરાગ્યના આવેગો અનુભવતું હતું – રાજપાટ છોડીને જંગલમાં જતા રહેવાના વિચાર એમને અનેક વખત આવ્યા કરતા હતા તેનું શું? શોભના સાથે લગ્ન પછીયે એમની ત્યાગની વૃત્તિ બળવત્તર નહોતી બની? તો પછી રાગ અને ત્યાગની વચ્ચે એમનું હૈયું ઝૂલતું હતું એમ ન કહેવાય?
અહીં પણ થોડી સ્પષ્ટતાને અવકાશ છે એમ લાગે છે. કલાપીને વિદ્યાર્થી અવસ્થાથી જ ફિલસૂફીનો રસ લાગેલો દેખાય છે. જગતનું અને જગન્નિયંતાનું રહસ્ય પામવાની એક સાચી આકાંક્ષા પણ એમનામાં રહેલી જણાય છે, કશીયે ખટપટ વિનાના સરળ પ્રભુમય જીવનનું આકર્ષણ એમને છે, થિયોસોફી, સ્વીડનબોર્ગ, વગેરેના અભ્યાસથી એમની આ ધર્મવૃત્તિ પ્રૌઢ અને પરિપક્વ બની છે. આમ છતાં ત્યાગવૈરાગ્યની આ લાગણીઓ કે આ ધર્મવૃત્તિ એવી નહોતી કે જે માનવસંબંધો પરત્વે એમને ઉદાસીન કે વિરક્ત બનાવે, પંદર વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં ત્યારે પહેલાં તો એ લગ્ન એમને અભ્યાસને હાનિકારક લાગેલાં પરન્તુ પછી રમા પ્રત્યે અસાધારણ સ્નેહઘેલછા અનુભવતા આપણે એમને જોઈએ છીએ. શોભનાને માટે પોતે તલસાટ અનુભવે છે ત્યારે આ જાતની આસક્તિ જ ખોટી અને એમાંથી પોતે મુક્ત થવું જોઈએ એવું ‘બિલ્વમંગળ આદિ કાવ્યો દ્વારા એ પોતાની જાતને સમજાવવા મથે છે, પરંતુ એમનું હૃદય આ વાત સ્વીકારી શક્યું જણાતું નથી. સ્ત્રીસુખ પરત્વે એમનાથી અનાસક્ત બની શકાયું નથી. રમા પ્રત્યેના પોતાના પ્રેમ અંગે કલાપી કહે છે કે “અમારા પ્રેમમાં સ્થૂલ ક્યાં છે અને સૂક્ષ્મ ક્યાં છે તે હું બરાબર કોઈપણ યત્ને જાણી શક્યો નથી.”૨૬ “આત્માને સ્થૂલથી જુદો હું પાડી શકતો નથી...”૨૭ “...ચુવાને ખાઈ તૃપ્ત થયેલી બિલાડી જ ખરી યાત્રાએ જઈ શકે છે. તૃપ્તિ વિના મારાથી ત્યાં પહોંચાતું નથી.”૨૮
અહીં પણ થોડી સ્પષ્ટતાને અવકાશ છે એમ લાગે છે. કલાપીને વિદ્યાર્થી અવસ્થાથી જ ફિલસૂફીનો રસ લાગેલો દેખાય છે. જગતનું અને જગન્નિયંતાનું રહસ્ય પામવાની એક સાચી આકાંક્ષા પણ એમનામાં રહેલી જણાય છે, કશીયે ખટપટ વિનાના સરળ પ્રભુમય જીવનનું આકર્ષણ એમને છે, થિયોસોફી, સ્વીડનબોર્ગ, વગેરેના અભ્યાસથી એમની આ ધર્મવૃત્તિ પ્રૌઢ અને પરિપક્વ બની છે. આમ છતાં ત્યાગવૈરાગ્યની આ લાગણીઓ કે આ ધર્મવૃત્તિ એવી નહોતી કે જે માનવસંબંધો પરત્વે એમને ઉદાસીન કે વિરક્ત બનાવે, પંદર વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં ત્યારે પહેલાં તો એ લગ્ન એમને અભ્યાસને હાનિકારક લાગેલાં પરન્તુ પછી રમા પ્રત્યે અસાધારણ સ્નેહઘેલછા અનુભવતા આપણે એમને જોઈએ છીએ. શોભનાને માટે પોતે તલસાટ અનુભવે છે ત્યારે આ જાતની આસક્તિ જ ખોટી અને એમાંથી પોતે મુક્ત થવું જોઈએ એવું ‘બિલ્વમંગળ આદિ કાવ્યો દ્વારા એ પોતાની જાતને સમજાવવા મથે છે, પરંતુ એમનું હૃદય આ વાત સ્વીકારી શક્યું જણાતું નથી. સ્ત્રીસુખ પરત્વે એમનાથી અનાસક્ત બની શકાયું નથી. રમા પ્રત્યેના પોતાના પ્રેમ અંગે કલાપી કહે છે કે “અમારા પ્રેમમાં સ્થૂલ ક્યાં છે અને સૂક્ષ્મ ક્યાં છે તે હું બરાબર કોઈપણ યત્ને જાણી શક્યો નથી.”<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૫૪ </ref> “આત્માને સ્થૂલથી જુદો હું પાડી શકતો નથી...”<ref>એજન, પૃ. ૫૬</ref> “...ચુવાને ખાઈ તૃપ્ત થયેલી બિલાડી જ ખરી યાત્રાએ જઈ શકે છે. તૃપ્તિ વિના મારાથી ત્યાં પહોંચાતું નથી.”<ref>એજન, પૃ. ૧૯૫</ref>
ખરેખર ‘રાગ’નો ત્યાગ કલાપીને અશક્ય લાગે છે. રાગનો ત્યાગ જેમાં આવશ્યક ન હોય એવી ફિલસૂફી તરફ પણ એ ખેંચાય છે. ૧૮૯૪માં એમણે લખેલું : “પ્રવૃત્તિહીન મોક્ષને હું નથી માનતો. પ્રેમહીન હોય તો પ્રવૃત્તિહીન હોય. પ્રેમહીન મોક્ષ હોય જ નહિ.”૨૯ ‘રાગ’નો નહિ પણ ‘રાજ્ય’નો ત્યાગ એ ઝંખે છે. શોભના સાથેનાં લગ્ન પછી ૧૯૦૦માં કલાપીનો રાજ્યત્યાગનો વિચાર જોર પકડે છે ત્યારે એ લખે છે : “હું રાજ્ય છોડીને બુદ્ધ જેવો નથી બની શકવાનો તેમ હું રાજ્યમાં રહીને જનક જેવો નહિ બની શકું.”૩૦ આનો અર્થ એ કે બુદ્ધની પેઠે સંસારી જીવનનો આત્યંતિક ત્યાગ એ એમનું લક્ષ્ય નથી. રાજ્યનો ત્યાગ કરીને એકાંતમાં રહી વાંચવા-લખવાનો, પ્રભુનો વિચાર કરવાનો, તનનાં-મનનાં દર્દીઓમાં ભળવાનો એમને ખ્યાલ છે, પણ પત્નીઓમાંથી જે સાથે રહેવા તૈયાર થાય તેને સાથે રાખવા ઇચ્છે છે, પંચગની કે નીલગિરિમાં રહેવા વિચારે છે, કૉલેજમાં દર માસે મળતી તે તેરસોની રકમમાં પોતાનો નિર્વાહ ચાલશે એમ માને છે૩૧ તે પરથી કલાપીના ‘ત્યાગ’નું સ્વરૂપ સ્પષ્ટ થઈ જશે. તાત્યાસાહેબને એ લખે જ છે કે “સુખદુઃખ મને સમાન છે – એ મારો દાવો નથી. હું સત્તા ખોઈશ, રાજ્યપદ ખોઈશ, કેટલાક વૈભવ ખોઈશ – તેને માટે દયાની ખાતર કેટલાક મને કહેવા આવશે. સત્તા, કીર્તિ, રાજ્યપદ, વૈભવ, એમાં મને રસ નથી અને ઊલટો બોજો છે. એ બધું હું ખોતો નથી પણ મને ગમતું નથી એટલે ફેંકી દઉં છું.”૩૨
ખરેખર ‘રાગ’નો ત્યાગ કલાપીને અશક્ય લાગે છે. રાગનો ત્યાગ જેમાં આવશ્યક ન હોય એવી ફિલસૂફી તરફ પણ એ ખેંચાય છે. ૧૮૯૪માં એમણે લખેલું : “પ્રવૃત્તિહીન મોક્ષને હું નથી માનતો. પ્રેમહીન હોય તો પ્રવૃત્તિહીન હોય. પ્રેમહીન મોક્ષ હોય જ નહિ.”<ref>એજન, પૃ. ૧૩૩</ref> ‘રાગ’નો નહિ પણ ‘રાજ્ય’નો ત્યાગ એ ઝંખે છે. શોભના સાથેનાં લગ્ન પછી ૧૯૦૦માં કલાપીનો રાજ્યત્યાગનો વિચાર જોર પકડે છે ત્યારે એ લખે છે : “હું રાજ્ય છોડીને બુદ્ધ જેવો નથી બની શકવાનો તેમ હું રાજ્યમાં રહીને જનક જેવો નહિ બની શકું.”<ref>એજન, પૃ. ૪૨૫</ref> આનો અર્થ એ કે બુદ્ધની પેઠે સંસારી જીવનનો આત્યંતિક ત્યાગ એ એમનું લક્ષ્ય નથી. રાજ્યનો ત્યાગ કરીને એકાંતમાં રહી વાંચવા-લખવાનો, પ્રભુનો વિચાર કરવાનો, તનનાં-મનનાં દર્દીઓમાં ભળવાનો એમને ખ્યાલ છે, પણ પત્નીઓમાંથી જે સાથે રહેવા તૈયાર થાય તેને સાથે રાખવા ઇચ્છે છે, પંચગની કે નીલગિરિમાં રહેવા વિચારે છે, કૉલેજમાં દર માસે મળતી તે તેરસોની રકમમાં પોતાનો નિર્વાહ ચાલશે એમ માને છે<ref>એજન, પૃ. ૪૨૬-૨૭</ref> તે પરથી કલાપીના ‘ત્યાગ’નું સ્વરૂપ સ્પષ્ટ થઈ જશે. તાત્યાસાહેબને એ લખે જ છે કે “સુખદુઃખ મને સમાન છે – એ મારો દાવો નથી. હું સત્તા ખોઈશ, રાજ્યપદ ખોઈશ, કેટલાક વૈભવ ખોઈશ – તેને માટે દયાની ખાતર કેટલાક મને કહેવા આવશે. સત્તા, કીર્તિ, રાજ્યપદ, વૈભવ, એમાં મને રસ નથી અને ઊલટો બોજો છે. એ બધું હું ખોતો નથી પણ મને ગમતું નથી એટલે ફેંકી દઉં છું.”<ref>એજન, પૃ. ૪૪૧</ref>
સ્નેહીઓ કે સ્નેહનો ત્યાગ કરવાની વાત આમાં ક્યાંયે આવતી નથી. સ્નેહીઓની ઇચ્છાને વશ વર્તીને તો એ ત્યાગનું પગલું લેતાં અટકે છે. જગતપ્રીતિ – જેમાં મિત્રસ્નેહ, વિદ્યાપ્રીતિ, નારીપ્રેમ સઘળું આવી જાય છે – કલાપીના વ્યક્તિત્વનો અવિભાજ્ય અંશ હતો – કાન્તની પેઠે, એનો પ્રભુપ્રીતિ સાથે કશોક અભેદ પણ કલાપીના મનમાં રચાયેલો લાગે છે.
સ્નેહીઓ કે સ્નેહનો ત્યાગ કરવાની વાત આમાં ક્યાંયે આવતી નથી. સ્નેહીઓની ઇચ્છાને વશ વર્તીને તો એ ત્યાગનું પગલું લેતાં અટકે છે. જગતપ્રીતિ – જેમાં મિત્રસ્નેહ, વિદ્યાપ્રીતિ, નારીપ્રેમ સઘળું આવી જાય છે – કલાપીના વ્યક્તિત્વનો અવિભાજ્ય અંશ હતો – કાન્તની પેઠે, એનો પ્રભુપ્રીતિ સાથે કશોક અભેદ પણ કલાપીના મનમાં રચાયેલો લાગે છે.
સ્નેહીઓ વિના, પત્ની વિના – કદાચ શોભના વિના – કલાપી રાજ્યત્યાગ કરવા તૈયાર થયા હોત ખરા? એ રીતે રાજ્યત્યાગ કર્યો હોત તો એ ટકી શકત ખરો? કાન્તના જેવું કંઈક ન થાત? પણ “નિર્વાણનું સુખ છોડી દઈ સંસારીને મદદ આપવા સંસારમાં રહેતા મહાત્માઓ”૩૩ ને ઉદ્દેશીને લખાયેલી ‘શરાબનો ઇન્કાર’ એ ગઝલમાં કલાપી કહે છે કે “આવું, કહો! ક્યાં એકલો! આશક જહાં થાતી નથી.” એ આપણા પ્રશ્નનો જવાબ હોવા પૂરતો સંભવ છે.
સ્નેહીઓ વિના, પત્ની વિના – કદાચ શોભના વિના – કલાપી રાજ્યત્યાગ કરવા તૈયાર થયા હોત ખરા? એ રીતે રાજ્યત્યાગ કર્યો હોત તો એ ટકી શકત ખરો? કાન્તના જેવું કંઈક ન થાત? પણ “નિર્વાણનું સુખ છોડી દઈ સંસારીને મદદ આપવા સંસારમાં રહેતા મહાત્માઓ”<ref>કલાપીએ આપેલી સમજૂતી, જુઓ સાગરસંપાદિત ‘કેકારવ’ ની આવૃત્તિ ત્રીજી, પૃ. ૫૦૯-૧૦</ref> ને ઉદ્દેશીને લખાયેલી ‘શરાબનો ઇન્કાર’ એ ગઝલમાં કલાપી કહે છે કે “આવું, કહો! ક્યાં એકલો! આશક જહાં થાતી નથી.” એ આપણા પ્રશ્નનો જવાબ હોવા પૂરતો સંભવ છે.


<center> '''૬''' </center>
<center> '''૬''' </center>
છેવટે એક પ્રશ્ન રહે છે – દિલદારને નશો ન ચડ્યાનું કલાપી કહે છે તે શું? શોભનાના પ્રેમમાં કલાપીને ઉત્કટતાનો અનુભવ ન થયાનું એમાંથી ન સૂચવાય?
છેવટે એક પ્રશ્ન રહે છે – દિલદારને નશો ન ચડ્યાનું કલાપી કહે છે તે શું? શોભનાના પ્રેમમાં કલાપીને ઉત્કટતાનો અનુભવ ન થયાનું એમાંથી ન સૂચવાય?
વસ્તુસ્થિતિ તપાસતાં કંઈક જુદું નીકળે છે. કેટલાંક વ્યાવહારિક કારણોથી તેમ કલાપીના સ્વભાવે ધારણ કરેલી ગંભીરતાને લીધે શોભનાને કલાપીના પ્રેમમાં ઓટ આવી હોવાની શંકા થઈ છે અને કલાપી એને સમજાવે છે.૩૪
વસ્તુસ્થિતિ તપાસતાં કંઈક જુદું નીકળે છે. કેટલાંક વ્યાવહારિક કારણોથી તેમ કલાપીના સ્વભાવે ધારણ કરેલી ગંભીરતાને લીધે શોભનાને કલાપીના પ્રેમમાં ઓટ આવી હોવાની શંકા થઈ છે અને કલાપી એને સમજાવે છે.<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૭૫</ref>
“હવે જરા નાટક? –
“હવે જરા નાટક? –
‘અરે પ્રાણપ્યારી! તારા મુખારવિન્દ વિનાનો ચંદ્ર પણ ઝાંખો લાગે છે.’ કહે – એવું-એવું લખું તો તું ખુશી થાય ખરી કે?
‘અરે પ્રાણપ્યારી! તારા મુખારવિન્દ વિનાનો ચંદ્ર પણ ઝાંખો લાગે છે.’ કહે – એવું-એવું લખું તો તું ખુશી થાય ખરી કે?
હું દિલગીર છું કે પ્રેમને બોલવાનો મારો કાળ ગયો છે નહિ તો કદાચ તને શંકા કાંઈ ન આવે એવું ઘણું લખી શક્યો હોત.”
હું દિલગીર છું કે પ્રેમને બોલવાનો મારો કાળ ગયો છે નહિ તો કદાચ તને શંકા કાંઈ ન આવે એવું ઘણું લખી શક્યો હોત.”
કલાપીએ શોભનાને ભણાવેલી, માથેરાન ગયા હતા ત્યારે એની સાથે કવિતાઓ વાંચેલી. આમ છતાં શોભનાને સાહિત્યનો કેટલો ઉત્કટ રસ હતો એ આપણે જાણતા નથી. ન હોય તો પણ એ વસ્તુ કલાપીના ધ્યાનબહાર ન હોય. ઉપરાંત આ બાબતમાં કલાપીની દૃષ્ટિ સ્પષ્ટ છે : “આપણી જ – આ લખનારની પણ સ્ત્રીઓને આપણે ચાહીએ છીએ શા માટે? તેઓ આપણને ચાહે છે માટે જ. બીજી કઈ રીતે તેઓ ચાહવાને યોગ્ય છે? વિદ્વાન છે? હુશિયાર છે? આપણા શોખમાં ભાગી થઈ શકે એવી છે?”૩૫ એટલે આ જાતની સ્થિતિ કલાપીના મનમાં નિરાશાનો કોઈ તીવ્ર પ્રત્યાઘાત જન્માવી ન શકે.
કલાપીએ શોભનાને ભણાવેલી, માથેરાન ગયા હતા ત્યારે એની સાથે કવિતાઓ વાંચેલી. આમ છતાં શોભનાને સાહિત્યનો કેટલો ઉત્કટ રસ હતો એ આપણે જાણતા નથી. ન હોય તો પણ એ વસ્તુ કલાપીના ધ્યાનબહાર ન હોય. ઉપરાંત આ બાબતમાં કલાપીની દૃષ્ટિ સ્પષ્ટ છે : “આપણી જ – આ લખનારની પણ સ્ત્રીઓને આપણે ચાહીએ છીએ શા માટે? તેઓ આપણને ચાહે છે માટે જ. બીજી કઈ રીતે તેઓ ચાહવાને યોગ્ય છે? વિદ્વાન છે? હુશિયાર છે? આપણા શોખમાં ભાગી થઈ શકે એવી છે?”<ref>એજન, પૃ. ૩૩૮</ref> એટલે આ જાતની સ્થિતિ કલાપીના મનમાં નિરાશાનો કોઈ તીવ્ર પ્રત્યાઘાત જન્માવી ન શકે.
પણ જીવનનો જે માર્ગ પોતે લેવા ચાહતા હતા તેમાં સાથ ન મળવાથી કલાપીને નિરાશા થઈ હોય. રમા પ્રત્યે ગાઢ પ્રેમમાં હતા ત્યારે પણ કલાપીને થયેલું – “એક જ વિચાર, એક જ મત, એક જ માર્ગ, તે બની શકે તેવું નથી. એકને રાજ્ય, વૈભવ, લક્ષ્મી, સત્તા વગેરેમાં લોભ તો બીજાને તેમાંનું કશું નહિ!”૩૬ શોભના તો, આપણે આગળ નોંધ્યું છે તે પ્રમાણે, કલાપી રહે ત્યાં રહેવા, વિચારે તે વિચારવા તૈયાર છે એમ કલાપીએ લખ્યું છે. આમ છતાં, વાસ્તવિક નિર્ણયની પળે શોભનાના મનમાં કંઈ અચકાટ હોય પણ ખરો. વળી કલાપી, ‘શરાબનો ઇન્કાર’માં જરા વ્યાપક સંદર્ભમાં કહે છે તેમ, એના ખરેખરા મન વિના એને ખેંચી જવા ચાહે પણ નહિ :
પણ જીવનનો જે માર્ગ પોતે લેવા ચાહતા હતા તેમાં સાથ ન મળવાથી કલાપીને નિરાશા થઈ હોય. રમા પ્રત્યે ગાઢ પ્રેમમાં હતા ત્યારે પણ કલાપીને થયેલું – “એક જ વિચાર, એક જ મત, એક જ માર્ગ, તે બની શકે તેવું નથી. એકને રાજ્ય, વૈભવ, લક્ષ્મી, સત્તા વગેરેમાં લોભ તો બીજાને તેમાંનું કશું નહિ!”<ref>એજન, પૃ. ૫-૬</ref> શોભના તો, આપણે આગળ નોંધ્યું છે તે પ્રમાણે, કલાપી રહે ત્યાં રહેવા, વિચારે તે વિચારવા તૈયાર છે એમ કલાપીએ લખ્યું છે. આમ છતાં, વાસ્તવિક નિર્ણયની પળે શોભનાના મનમાં કંઈ અચકાટ હોય પણ ખરો. વળી કલાપી, ‘શરાબનો ઇન્કાર’માં જરા વ્યાપક સંદર્ભમાં કહે છે તેમ, એના ખરેખરા મન વિના એને ખેંચી જવા ચાહે પણ નહિ :
તાઝિમોથી, ઇશ્કથી, લાખો ખુશામદથી અગર –  
તાઝિમોથી, ઇશ્કથી, લાખો ખુશામદથી અગર –  
જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.
જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.