સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/અવલોકન: Difference between revisions

no edit summary
(+१)
 
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અવલોકન.}}
{{Heading|અવલોકન}}
{{center|(૧)}}
{{center|(૧)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 10: Line 10:
બીજી પણ એક શંકા ઉઠશે. શાસ્ત્રસિદ્ધ નિયમાનુસાર વિવેક કરવો એ અવલોનકારને સિદ્ધિપ્રદ છે કે નહિ? આ શંકાના સમાધાન પરત્વે ઐકમત્ય હોવું અશક્યવત્‌ છે. તથાપિ વિસરી જવું જોયતું નથી કે મહા લેખકોના પ્રયોગ એજ એ શાસ્ત્રના પણ કારણરૂપ છે; એટલા ઉપરથીજ ‘નિરંકુશાઃ કવયઃ’ એ સંસ્કૃત ઉક્તિ અને “લાઇસેન્સ” ઇત્યાદિને પાશ્ચાત્ય વિચાર બે ઉદ્‌ભવ્યાં છે. અર્થાત્‌ સિદ્ધ મહાશયોના પ્રયોગ આગળ શાસ્ત્ર એક સમયે, અસિદ્ધ ગણાય તોપણ બાધ નથી; તથાપિ સૂક્ષ્મ અને વિશાલ અવલોકનશક્તિના પ્રભાવે જે નિયમો અનાદિ ઇતિહાસથી સિદ્ધ માન્યા છે તેમનો અનાદર પણ બોધ્ય નથી. આરંભમાં શાસ્ત્રદૃષ્ટિએ વર્તવુંજ યોગ્ય છે, આવશ્યક છે, સંપૂર્ણ થવાયું હોય તો પછી યથારુચિ જવામાં બાધ નથી. એમાં પણ બે વાત છે. વિષય માત્ર દ્વિપ્રકારે રહેલા છે. સિદ્ધ અને કલ્પિત અથવા અનુભવ વિષય અને વિચારવિષય, જે જે સિદ્ધવિષય છે, તેમાં તો શાસ્ત્રની શૃંખલાને વળગી રહેવાથી કશો લાભ નથી, ઉલટી હાનિ છે, સિદ્ધ વિષયની શૃંખલા તોડવાથીજ કપિલ, બુદ્ધ, શંકર, ગેલીલીઓ, બેકન, કેન્ટ, આદિ અનેક મહાપુરુષો થયા છે. કલ્પિતવિષયમાં પણ તેમ નથી થયું એમ નથી, પણ તેનાં શાસ્ત્રસંપ્રદાયને વળગી રહેવાથી વધારે લાભ છે.

માઘ કે ભારવિ કવિનાં કાવ્યને ભવભૂતિ કે કાલીદાસનાં કાવ્યસાથે, કે પોપ અથવા ડા્‌. યડનની રચનાને વર્ડસ્વર્થ કે શેલીના તરંગસાથે સરખાવીએ તો તુરત એમ સિદ્ધ થાય કે શાસ્ત્રશૃંખલા આવા વિષયમાં પણ લાભકારી નીવડી નથી. છતાં જ્યાં કલ્પનામાત્રજ આપણને રસ્તો બતાવવામાં સહાય છે. ત્યાં પૂર્વના અનુભવે સિદ્ધ કરેલા નિયમોનો કેવલ અનાદર ઇષ્ટ નથી. એ અનાદરથીજ ઉત્તમતા સિદ્ધ થાય છે એમ જે સમજવું છે તે સમજણનાં પરિણામ તો આપણને નિત્ય અનુભવાય છે. જે પતંગવત્‌ લેખલીલા આપણી દૃષ્ટિ મર્યાદામાં પ્રતિસૂર્યોદયે ઉદયે પામી એ અવિકૃત તેજસ્વીના નૈમિત્તિક અસ્તસમયે નિતાન્ત નાશ પામે છે તે અનુજ શોચનીય પરિણામ છે. કાવ્ય, તત્ત્વદર્શન, ઇત્યાદિ કલ્પનાપ્રભવ શાસ્ત્રોમાં પ્રાચીન અનુભવ બહુ ઉપયુક્ત થાય છે, તોપણ તેનાજ દાસ થવાની ભલામણ, હું પોતે તો, લેખક કે અવલોકનકાર કોઇને કરી શકતો નથી. એક ઉદાહરણથી વાત સ્પષ્ટ કરવા પ્રયત્ન કરૂં. લોક જાણે છે કે કાંઇ પણ કલ્પવું. ગોઠવવું, એ કલ્પના છે. ચાર પુરુષ, બે સ્ત્રી, અને બે ચાર ગીત, એટલે કલ્પિત કથા, જેને કાદંબરી એ હાસ્યજનક નામથી તેઓ ઓળખે છે, તે થઇ! આવી કથાઓનાં પાત્ર જુઓ, તેમની વૃત્તિ જુઓ, તો તમને હંમેશાં કોઇ પણ ગામના ગમે તેવા વિભાગમાં સહજમાં સોવાર નજરે પડે. આવી રચનાથી શો લાભ છે? એનાથી હૃદયમાં કયો વિસ્તાર વ્યાપવાનો છે. બુદ્ધિમાં શી શક્તિ ઉમેરાવાની છે, કે સંસારમાં ઉત્તમાધિકારી ગૃહસ્થપણું ઉદ્‌ભવવાનું છે? એ વાર્તા તે કલ્પના નથી પણ માત્ર રચના છે. તેમાંનાં પાત્ર ખરાં નથી, પણ ઉભાં કરેલાં છે, કલ્પેલાં નથી.<ref>આ સ્થલે કોઇને સહજ શંકા થાય કે સ્વભાવમાત્ર અર્થાત્‌ જેવું છે તેવું જ વર્ણન હોય તે શું નિરર્થક છે? તેમાં બુદ્ધિશક્તિની જરૂર નથી? મારૂં મત એમ નથી કે તેમાં બુદ્ધિની જરૂર નથી કે તે વ્યર્થ છે. પણ તેમાંથી પણ એકત્ર કોઇ ઉચ્ચતર ભાવ ફેલાવ્યો ન હોય તો એ પ્રયાસ કેવલ ચર્વિતચર્વણ હોઇ નિઃસાર છે. જેને અંગરેજીમાં “રીએલિસ્ટિક” પદ્ધતિ કહેછે, તે આપ્રમાણે લેખનશક્તિનો સાર નથી, તેનું એક અંગ છે, ને જ્યાં જ્યાં કોઈ ઉત્તમાભિલાષા કે ઉકૃષ્ટભાવની એકત્રરૂપે પણ સૂચક નથી, જેવી તે વારંવાર હોય છે, ત્યાં તો નિઃસાર, અધમજ છે.</ref>  કલ્પનામાં કાંઇક દિવ્ય શક્તિ છે, કાંઇક આર્દ્રતા છે, કાંઇક રસાયન છે. તેની દૃષ્ટિજ જે ઇષ્ટભાવ હોય તે ઉપજાવવાને, તેમાંજ બીજાને પીગળાવવાને સમર્થ છે. તેની અસર આજીવિત છૂટતી નથી. એવી કલ્પના કરવા માટે શાસ્ત્રાનુશીલનની આવશ્યકતા નથી, પણ જે ક્ષુદ્રલોક રચના માત્રનેજ કલ્પના ઠરાવી ખ્યાતિ પામવા મથે છે તેમને શાસ્ત્રાનુશીલનથી બહુ અપ્રતિમ લાભ છે. અવલોકનકારને તો પાછું અનુબંધચતુષ્ટ્ય ઉપર જઇ તપાસ કરવાનું છે, પણ તેણે કયાં કયાં શાસ્ત્રનેજ વળગવું, કયાં બીજાનેજ જોવું, તે આ રીતે સ્પષ્ટ થઇ શકે. તત્ત્વશાસ્ત્રમાં પણ એવુંજ છે. પ્રાચીન ઈતિહાસ અતિલાભપ્રદ છતાં, તેનેજ વળગી રહેવું એ ઇષ્ટ નથી. સર્વત્ર નૂતનતાનો ઉદ્‌ભવ શાસ્ત્રેલ્લંઘનથી થયો છે. પણ તેમ કરવાની શક્તિ શાસ્ત્રાભ્યાસથી આવી છે. આમ જ્યારે દ્વિધા નિયમ બતાવ્યો ત્યારે સિદ્ધ એકજ વાત શી છે, કે જેને અવલોકન કાર પકડે. બધામાં સિદ્ધ નિયમ અનુભવ એજ છે. આ વિશ્વની જેવી રચના છે, તેના જેવા નિયમ છે, તેમાંનાં મનુષ્ય પ્રાણી પદાર્થ ઇત્યાદિની જેવી પ્રકૃતિ છે તેનાથી વિરુદ્ધ કાંઇ પણ વાત ન હોય એજ તે વાતની યોગ્યતાની પૂર્ણ સૂચના છે. ગમે તેવા સંભવ પણ શક્ય હોય એજ તેમને યોગ્ય ગણવાની કસોટી છે. અવલોકનકારને નાના નાના લેખનું અવલોકન કરવાનું નથી, તેને આખા વિશ્વનું, જનસ્વભાવનું, ને અનેક સંભવોનું, સૂક્ષ્મ અવલોકન કરવાનું છે કે જેથી વિવિધ કલ્પનાથી ઉદ્‌ભવતાં ચિત્રની શક્યા શક્યતાનો વિવેક કરી તેમાંથી તે સાર કાઢી શકે. સિદ્ધ કે કલ્પિત શાસ્ત્રમાત્રની પ્રવૃત્તિ વિશ્વના ચમત્કાર કે સંભવનો ખુલાસો આપવામાટેજ છે. એક સરસ કાવ્યથી માંડીને તે રસાયન કે ખગોલ કે ભૂસ્તરના શોધપર્યત કે તત્ત્વજ્ઞાનનાં રહસ્યપર્યત પણ હેતુ તેનો તેજ છે. તો એ હેતુ પાર પાડવામાં જે જે સંબંબં જે જે સંભવ કે સિદ્ધ અનુભવ યોજ્યા હોય તેમને માત્ર શક્યતાના ધોરણથી તપાસવા; અને એમ કરતાં તે સંભવોની યોજનાથી ચાલતી વિશ્વરચનાને સમજવામાં એક અતિ અલક્ષિત અંશે પણ સહાય મળતી હોય, ચાલતી નિકૃષ્ટપ્રવૃત્તિને ઉત્કૃષ્ટ કરવામાં સહજ પણ માર્ગ બતાવાતો હોય, તો તે મુખ્ય રીતે સ્પષ્ટ કરી પ્રયત્નને સાર્થ ગણવો. ત્યારે શક્યતા અને ઉપયોગ એ બેજ વાત, અનુબંધ ચતુષ્ટ્ય ઉપરાંત, અવલોકનકારે લક્ષમાં લેવાની છે. દેશકાલાદિ જે જે વિચાર છે તે શક્યતામાંજ અંતર્ભૂત છે, ને એ શક્યતા તથા ઉપયોગ ઉભયને પ્રાચીન શાસ્ત્રકારો ઔચિત્ય એવું એકજ રમણીય નામ આપે છે.  

શાસ્ત્રસિદ્ધ નિયમો પણ દેશકાલ ગત ઔચિત્યને વશ છે; કેમકે શાસ્ત્રનો ઉદ્‌ભવ જે અનુભવથી થાય છે, તેના પ્રયોગ આ અઘટિતઘટના પટીયસી માયામાં નિત્ય નવા નવા ચાલતાજ છે. એવાં ઘણાં ઉદાહરણ મળી આવે કે જ્યાં અનેક પ્રાચીન નિયમ અર્વાચીન સમયે બદલાઈ ગયા હોય છે. એક નાટ્યશાસ્ત્રમાંજ લઇએ તો પ્રસ્તાવનાનો જે આવશ્યક નિયમ "નાસૂચિતં વિશેત્પાત્રમ્‌” એ ભરતમતાનુસાર હતો, તે હવેની રંગરચના જોતાં બહુ જરૂરનો નથી. એમજ નવીન રંગરચનાએ “પ્રવેશ” પાડવાનો યોગ દાખલ કરાવ્યો છે તે આવશ્યક અને યોગ્યજ છે. વળી, નાટકાદિ પરત્વે પણ નિર્વહણ સંધિમાં કરુણા ન જોઈએ અથવા અદ્‌ભૂત ન જોઇએ આવો જે શાસ્ત્ર પ્રચાર છે તે વર્તમાન સમયને ક્વચિતજ સુશ્લિષ્ટ લાગે તેવો છે. કાવ્યાદિ પરત્વે આવું છે એમ નથી પણ શાસ્ત્ર માત્રમાં એવું છે એટલે અવલોકનકારે કેવળશાસ્ત્ર બદ્ધ થવું અનેકવાર હાનીકારક છે.

Line 18: Line 16:
આ બધા નિયમો સામાન્ય રીતે સર્વના જાણવામાં છે, પણ થોડાજ તેને પાલે છે. લોકપ્રીતિ, કીર્તિ, માન એ એવી અદ્‌ભુત વસ્તુ છે કે જ્યાં તેનો આપણે ઘણામાં ઘણો અસંભવ ધારતા હોઇએ ત્યાંજ તે હાજર હોય છે. ઉદાર નિઃસ્વાર્થના ઉજ્વલપ્રકાશથી માંડીને તે કેવલ સ્વાર્થમગ્નપાતક ગૃહના અંધકારસુધી પણ તેની મર્યાદા સર્વોપરિ વર્તે છે. જેમ અસંખ્ય ગ્રંથકારપતંગ એ દીપમાં ઝંપલાવે છે, તેમ તે પતંગને ભક્ષણ કરવાનું સામર્થ્ય જણાવવામાંજ શક્તિની સિદ્ધતા દાખવનારા તે દીપ પાછળ અસંખ્ય ભમે છે. ઉભયનાં ઉત્પત્તિ ને લય સાથેજ થાય છે; પણ ક્ષુદ્રમગજને આ લિપ્સા સહજમાં થાય છે કે અન્યના દોષ દેખાડવાથી તે મારાથી નિકૃષ્ટ ગણાશે ને એમ હું ઉત્કૃષ્ટ થઇશ, મિથ્યા આશા! એમાંનું કાંઇ થતું નથી. ને નિકૃષ્ટનું ફલ નિકૃષ્ટજ આવે છે. કેટલાક એવા પણ હોય છે કે પ્રકાશમાન મહાજીવની પીઠે વળગી પ્રસિદ્ધિ શોધે છે, પણ તેમનો વિનાશ તે પ્રકાશના અનાદરરૂપ અગ્નિમાંજ સહજે થાય છે એ આગળ કહેલુંજ છે. આવાં ફાંફાં મારવા છતાં લોકપ્રીતિ શું છે? કેવલ ધૂમનો બાચકો લોકમત છે તે મેઘધનુષ જેટલા રંગનું બનેલું છે, ને તેટલું જ ક્ષણિક છે. તેને ધોરણે વર્તનારનું વર્તન અને તે વર્તનમાં ફલ પણ તેવાંજ અનિયમિત અને ક્ષણિક થાય છે. કિંબહુના આજના માનિત પુરુષો કાલના અવમાનિતમાં ૫ડે છે, ને લોકપ્રીતિના અભિષેકનું જલ સુકાતા પૂર્વેજ તે પદભ્રષ્ટ થાય છે. લોકમતને અનુસરનાર એમ પરિતાપ, પશ્ચાતાપ ને નિષ્ફલતા ભોગવે છે. પોતાનું હૃદય અને અસ્ખલિત અનાદિ સિદ્ધ વિશ્વનિયમ એજ ઉચ્ચાભિલાષીનાં પ્રવૃત્તિ નિમિત્ત છે ને અવલોકનકારે કે ગ્રંથકારે સર્વેએ તેનેજ વળગવામાં સ્વાર્થ માનવાનો છે. વળી, જે ન્યાય કરવાની ઇચ્છા રાખે છે, જે અવલોકન કરવાનું અભિમાન ધારે છે, તેણે તો “હું અને મારૂં" એ વાત અત્યંત વિસરી જવી જોઇએ, અર્થાત્‌ દોષદૃષ્ટિમાં સંતોષ ન માનવો જોઇએ, ગુણનિરૂપણમાંજ પ્રીતિ રાખવી જોઇએ. કોની પ્રવૃત્તિ લક્ષમાં લેવી? એક ક્ષણ માત્રમાં જ ઉત્પત્તિ સ્થિતિ લય ત્રણે અનુભવનાર પતંગની? તેમાં પણ સમાનજાતીય પતંગે પતંગનું તો ઠીકજ છે, પણ અવલોકન કરનાર કરાવનાર સૂર્યે તેના ઉપર દૃષ્ટિ કરવા નીચા નમવું? એમ કરનારા અવલોકનકાર ગણાયજ નહિં.

આપણી ભાષામાં આજકાલ અનંત લેખકોની પ્રવૃત્તિ જાગી છે, તેમાંની જે જે નિકૃષ્ટપ્રવૃત્તિ છે તેથી ઉત્કૃષ્ટને પણ લોકો ઓળખી શકતા નથી. માટે કોઇ અવલોકનકરનારની આવશ્યકતા છે એવું સામાન્ય લોકમત છે. આ વાત બહુ ઉચિત છે, ને એમ થયાની આવશ્યક્તા છે. પરંતુ આ સ્થલે જે અલ્પવિવેક કર્યો છે તેથી સિદ્ધ જણાશે કે અવલોકન શું છે, ને તે કેમ અને કોણે કરવું. એ વાત જો યથાર્થરીતે ન સમજાય તો જેટલા લખનારા છે તેટલા અવલોકન કરનારા પણ ભલે ઉભરાય; એથી કશો લાભ થવાનો નથી. હાનિ તો સ્પષ્ટજ છે.

મે–જુલાઇ–અગષ્ટ–૧૮૯૦
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|મે–૧૮૮૯ }}
{{right|મે–જુલાઇ–અગષ્ટ–૧૮૯૦}}<br>
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગૂજરાતી ભાષાની ઉન્નતિ
|next = અવલોકન
|next = ગૂજરાતના લેખકો
}}
}}