સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/બટુભાઈનાં નાટકો – બટુભાઈ ઉમરવાડિયા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 14: Line 14:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ નાટકોનો પ્રસંગ શાંતનુપુત્ર દેવવ્રત ગાંગેયની ભીષ્મપ્રતિજ્ઞાનો છે. અર્વાચીન ખંડકાવ્યના પહેલા ઉત્તમ સર્જક ‘કાન્ત’ને ખંડકાવ્ય માટે જેમ પૌરાણિક પ્રસંગો સૂઝ્યા, તેમ આપણા એકાંકી નાટકોના પહેલા લખનારને એકાંકી નાટક માટે ‘મહાભારત’નો પ્રસંગ લેવાનું મન થયું, એ હકીકત ધ્યાન ખેંચે તેવી છે. વૃદ્ધ પિતાના નવા પ્રેમ ખાતર રાજ્ય અને લગ્નસુખનો કાયમ માટે ત્યાગ કરવાની ગાંગેયની પ્રતિજ્ઞા જાતે જ અપૂર્વ છે. પણ કર્તાએ એની અપૂર્વતા વધુ ઉપસાવવા એમ કરવામાં ગાંગેયને પોતાના પ્રેમનો પણ ત્યાગ કરવો પડે છે એમ ગોઠવ્યું છે.* આ માટે તેમણે ગાંગેયના હૈયામાં મત્સ્યગંધાનું આકર્ષણ ઉગાડ્યું છે. એના પ્રેમના સાફલ્યની ઘડીએ જ એને તે શાંતનુની નવપ્રિયા હોવાની જાણ થાય અને એ કદી ન પરણવાની પ્રતિજ્ઞા લે એવી નાટ્યોચિત અણધારી પરિસ્થિતિ સરજી નાટકને કરુણાન્ત બનાવવાના આશયથી કર્તા મત્સ્યગંધાના બે વર્ષના તપની અને તેની બે શરતોની વાત યોજે છે. આમાં મહાભારતકથા કરતાં ફરે છે, પણ તે મહાભારતકારને નામંજૂર થાય એવો નથી. ગાંગેયની ઉદાત્તશીલતા અને એની ભીષ્મપ્રતિજ્ઞાને આથી આંચ આવતી નથી. ગાંગેય અને મત્સ્યગંધાના પ્રણયની સમાન્તરે તેમનાં સખા-સખી રોહિત અને મધુરીના પરસ્પરના આકર્ષણને ગોઠવી. પેલાંનો પ્રેમ ભવ્ય કરુણતામાં વીખરાઈ જાય ત્યારે આમનો પરિણયમાં પરિણમે, એવી નાટકમાં જરૂરી સુરેખા (comic relief) આણવા કર્તાએ કરેલી વસ્તુયોજના એમનો જ ઉમેરો છે.

આ બધું ચાર જ પ્રવેશના એકાંકી નાટકમાં મવડાવવામાં બટુભાઈએ સારું કૌશલ દાખવ્યું છે. પહેલા પ્રવેશમાં રોહિત-મધુરીને પહેલી વાર મેળવી તેમના વાર્તાલાપમાંથી ગાંગેયનો પ્રણય સૂચવી, કર્તા બીજા પ્રવેશમાં ગાંગેયને મોંએ મત્સ્યગંધા સાથેના તેના પ્રથમ મિલનની અને તેની શરતોની જાણ રોહિતને અને વાચકોને કરાવે છે. પૂર્વવૃત્તકથનની ટૂંકામાં જરૂરી એવી યુક્તિનો આશ્રય લેવાને બદલે નાયક-નાયિકાના પ્રથમ મિલનનો પ્રવેશ જ બનાવ્યો હોત તો? પણ તો પહેલા બંને પ્રવેશમાં કર્તા રોહિતને જે રીતે લાવે છે તેમ કરી શકત? નાટકનું પ્રયોજન સિદ્ધ કરતી ઘટનાદ તો છેલ્લા બે પ્રવેશમાં જ બને છે. ત્રીજામાં ગાંગેયે રાજ્યત્યાગની ઢીમરની શરત પાળીને પોતાના હૃદયને ભરીને બેઠેલી અનામી સુંદરીની કશુંક અપૂર્વ કરી બતાવવાની શરત પણ પાળ્યાનો પ્રસંગ નિરૂપાય છે. શરતો પાળ્યાથી નાયિકાના હાથનો અધિકારી બન્યાના ગાંગેયના આનંદ ઉપર, નાયિકાના હાથમાંની વરમાળા તેની ડોકમાં પડવાની હોય તે, જ પળે ઢીમરે કરાવેલા તેના વજ્રપાત સમા અભિજ્ઞાને કેવો અણધાર્યો ફટકો મારી બાજી પલટી નાખી તે, નાયિકાનો પહેલી જ વાર રંગભૂમિપ્રવેશ દેખાડતા અને નાટકના સૌથી નાટ્યપૂર્ણ એવા ચોથા પ્રવેશનો નિરૂપણવિષય છે.

પહેલા બે પ્રવેશ ત્રીજા-ચોથા પ્રવેશ માટે જરૂરી પૂર્વકથન કરી ભૂમિકા બાંધી જાય, પછી ખાસાં બે વર્ષનો પડદો પડે અને પછી નાટકનો ખરો પ્રસંગ છેલ્લા બે પ્રવેશમાં જ નિરૂપાય, એવી આ નાટકના બે સ્પષ્ટ ભાગ પાડી નાખતી વસ્તુસંકલન કર્તાની નાટ્યલેખનના પ્રારંભકાળની કચાશ તો નથી બતાવતી? પશ્ચિમનાં એકાંકી નાટકોમાં તો નાટકોનો ઉપાડ નાટ્યવસ્તુની અંતિમ પરિસ્થિતિની તરત જ પહેલાં તેની સ્ફોટક પળથી જ થતો હોય છે. પણ અહીં આપણે કર્તાની મુશ્કેલીનો પણ વિચાર કરવો જોઈએ. એમને રોહિતના પાત્રને ઉઠાવ આપવો હતો, તેનું અને મધુરીનું એક જોડું સરજવું હતું અને ખાસ તો નાયિકાના બે વરસના તપના ગાળાની જોગવાઈ કરવી હતી.

નાટકમાં આમ પહેલા બે પ્રવેશમાં કર્તાએ સંવાદો પાસે કામ લીધું છે અને પછીના બે પ્રવેશ ઉત્તરોઉત્તર વધુ પ્રસંગપ્રધાન બન્યા છે. એમાં બીજો પ્રવેશ આખો સંવાદમાં જ ગયો અને તેમાં બનતું કશું નથી, છતાં હસમુખા ચતુર રોહિતના ઉદ્‌ગારો દ્વારા જે વિનોદલહરો અંતે કરુણ સૂર વગાડનાર આ નાટકમાં કર્તાએ ફરકતી કરી છે. સ્ત્રીહરણ અંગેના સુવિચારોથી ગાંગેયની જે સંસ્કારિતા અને ભાવનાશીલતા એમાં એમણે સૂચવી છે, અને ગાંગેયા મત્સ્યગંધા સાથેના મિલનપ્રસંગનું ગાંગેયના આનંદસંવેદનને ઝીલતું વૃત્તાંતકથન નાયિકાના અદ્‌ભુત સૌંદર્ય અને તેજસ્વિતાનું પણ જે સૂચિત ચિત્ર એમાં ઊભું કરે છે, તેને લીધે તે જરાય થકવતો નથી. સફાઈદાર ચમકતો સંવાદ બટુભાઈની એક મોટી સિદ્ધિ છે, તે અહીં દેખાય છે. જેમ બીજા પ્રવેશનો સંવાદ નાયક, નાયિકા અને રોહિતનાં પાત્રોનું અમુક પ્રમાણમાં વ્યક્તિત્વદર્શન કરાવે છે, તેમ ત્રીજામાંનો સંવાદ ઢીમરનું. ઢીમરની ભાષા કોઈ પહોંચેલા અને શિષ્ટ સમાજના આદમીની ભાષા લાગે છે, પણ ‘સાવ અસંસ્કારી નથી લાગતો, મુખમુદ્રા પણ ગૌરવશાળી છે’ એવા શબ્દો રોહિતના મોંમાં મૂકી કર્તાએ તેનો ખુલાસો કરી દીધો છે.

Navigation menu