કવિલોકમાં/કૃષ્ણભક્તિની કવિતાની એક મહત્ત્વની કડી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|  કૃષ્ણભક્તિની કવિતાની એક મહત્ત્વની કડી |  }}

{{Poem2Open}}
 
{{Block center|'''<poem> '''મધ્યકાલીન ભક્તકવિ રાજેકૃત કાવ્યસંગ્રહ, સંપા.ડૉ. રમેશ'''

&nbsp;&nbsp;'''જાની, પ્રકા. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૯૧'''

</poem>'''}}
</poem>'''}}
 
{{Poem2Open}}
ભક્તકવિ રાજેનું ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન છે - એકાધિક દૃષ્ટિએ. એક તો, એ મુસ્લિમ કવિ છે. મુસ્લિમ, ખોજા વગેરે કવિઓનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેટલુંક અર્પણ છે, પણ એ આપણા વ્યવસ્થિત અભ્યાસનો વિષય બન્યું નથી. આપણે મુખ્યત્વે બ્રાહ્મણધારાના સાહિત્યને જ લક્ષમાં લીધું છે અને તેથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું આપણું દર્શન એકાંગી રહી ગયું છે. એ સ્થિતિ હવે સુધારી લેવાની તાતી જરૂરિયાત છે. ‘ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન)'એ એ માટેનાં દ્વાર ઉઘાડી આપ્યાં છે.

રાજે મુસ્લિમ કવિ, પણ કૃષ્ણભક્ત કવિ. આ ઘટના ઘણી વિલક્ષણ ગણાય. રાજે ભરૂચ જિલ્લાની આમોદ તાલુકાના કેરવાડા ગામના વતની અને મોલેસલામ ગરાસિયા. આ કોમમાં ઘણા હિંદુ સંસ્કારો સચવાયા છે એમ ડૉ. જાની બતાવે છે. તેથી રાજેની કૃષ્ણભક્તિ પહેલી દૃષ્ટિએ જેટલી વિલક્ષણ લાગે છે એટલી પછી રહેતી નથી. પરંતુ રાજેમાં ઇસ્લામી સંસ્કારો સાથે કૃષ્ણભક્તિનું મિશ્રણ નથી. એ શુદ્ધ કૃષ્ણભક્ત, કહો કે બ્રાહ્મણધર્મી કવિ છે. ‘અલ્લા, દેજો રે દેદાર, મૌલા, દેજો રે દેદાર' એ પદમાં મુસ્લિમ બાનીનો વિનિયોગ થયો છે પણ આ પંક્તિ પૂરતો જ, બાકીનું આખું પદ તો જ્ઞાનભક્તિની બ્રાહ્મણધારામાં જ ગોઠવાય એવું છે. મધ્યકાળના જનજીવનમાં નાતજાત અને ધર્મસંપ્રદાયના ભેદો કેવા અપ્રસ્તુત થઈ જતા હતા તેમજ પરસ્પર કેવું આદાનપ્રદાન ચાલતું હતું એનું આ જ્વલંત ઉદાહરણ છે. દક્ષિણ ગુજરાતના જ અભરામ ભગત વગેરે મુસ્લિમ કવિઓ પણ હિંદુ જ્ઞાનભક્તિધારાનો પ્રબળ પ્રભાવ ઝીલે છે એ અહીં નોંધી શકાય. અલબત્ત, આ કવિઓ પ્રભાવ જ ઝીલે છે. રાજે તો, કહેવામાં ન આવે તો, મુસ્લિમ કવિ છે એનો અણસારોયે આપણને થતો નથી.

Line 19: Line 19:
સંપાદનની આ પદ્ધતિ યોગ્ય હતી કે કેમ એ પ્રશ્ન જરૂર થાય. પણ લહિયાના ઉચ્ચારો-જોડણીઓમાં ફેરફાર કરવાનું કામ પણ ઘણી સૂઝ ને ઘણો વિવેક માગે. ડૉ. જાનીના અવસાન પછી એ કોણ કરે? એવી સજ્જતાવાળા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓ દીવો લઈને શોધવા જવા પડે એવી આપણી સ્થિતિ છે. એવો લોભ રાખવા જઈએ તો રાજેની આ કાવ્યસમૃદ્ધિથી વંચિત રહેવાની જ સ્થિતિ આવે. માટે જે થયું તે જ ગનીમત. પણ રાજેનો નાનકડો લોકભોગ્ય કાવ્યસંચય થાય ત્યારે આ ઉચ્ચાર-જોડણીવ્યવસ્થા સુધારી લેવાની રહે. (અહીં હવે પછી ઉદ્ધૃત કરેલી કાવ્યપંક્તિઓમાં થોડુંક એવું કર્યું છે.)

પુસ્તકમાં રજૂ થયેલી કાવ્યસામગ્રીનો સૌથી મોટો અને મહત્ત્વનો અંશ તે ૩૭૩ પદો છે. એ બધાં પદો કૃષ્ણભક્તિનાં છે. આઠદશ પદો કૃષ્ણના ઉદ્ગાર રૂપે મળે છે, કોઈક પદ દાણલીલા જેવા પ્રસંગવર્ણનનું છે, કોઈક પદ ભક્તિબોધનું છે, બાકીનાં સર્વ પદો ગોપીમુખે મુકાયેલાં છે અને એની કૃષ્ણ પ્રત્યેની પ્રેમભક્તિ વ્યક્ત કરે છે. આ પદોની ઊડીને આંખે વળગે એવી એક લાક્ષણિકતા એ છે કે એમાં નરસિંહ જેવામાં પ્રચુરપણે જોવા મળતું સ્થૂળ શૃંગારચેષ્ટાવર્ણન ક્યાંય નથી. એમાં હરિના આગમને થયેલા ઉમળકા અને આનંદની અભિવ્યક્તિ છે, પણ 'તનનાં તાપ સમા સરવે'થી વાત આગળ વધતી નથી. 'સૂશું આપણ એકાંતે, રંગ રમશું રળિયાત' એવી અભિલાષા છે, ને ‘ગોવિંદજી સાથે ગેલ' 'ભૂદર શું ભેલાભેલ' ને 'રંગની રેલ'ની વાત છે તથા 'મોહન-મધુકર તેમ માણે, જેમ કામની કંચન-વેલ' એવું સંયોગશૃંગારનું સૂચક આલંકારિક ચિત્ર છે, પણ રતિસુખનું ઉઘાડું વર્ણન - કામચેષ્ટાઓનું ચિત્રણ તો લગભગ નથી. રાજેનો ભક્તિશૃંગાર મધુર મર્યાદારસે ઓપતો ભક્તિશૃંગાર છે. ઝાઝેરાં પદો તો કૃષ્ણવિરહના વિવિધ મનોભાવોનાં છે તેને લઈને પણ ભક્તિશૃંગારના આ સ્વરૂપને ઉઠાવ મળ્યો છે. કોઈ પદો દાણપ્રસંગની વડછડનાં છે, કોઈ કુબ્જાપ્રસંગને અનુલક્ષી કરેલા કટાક્ષનાં છે, કોઈ અન્યત્ર રમી આવેલા કૃષ્ણ પ્રત્યેના ઉપાલંભનાં છે. – પણ કોઈક પદો જ. સર્વવ્યાપ્ત ભાવ તો નિર્મળ, નરવી પ્રેમભક્તિનો જ છે. વિરહદુઃખ અને સ્મરણસુખ, આસક્તિ અને અપરાધભાવ વગેરેના માર્મિક સંદર્ભોથી એ પુષ્ટ થયો છે. આ ભાવસૃષ્ટિ કંઈ કવિની મૌલિક નથી. પરંપરાપ્રાપ્ત છે. પણ આપણા મનમાં વસી જાય એવી ઘણી ઉક્તિઓ એમાં જરૂર સાંપડે છે. જુઓ :

<poem>
{{Poem2Close}}
{{Block center|<poem>
* વાહાલપણું જે વાટ તણું હાવે તે કેમ વીસરી જાએ?

* હાવે નગરનિવાસી કાહાવે, ગોવિંદ ગામડે નહીં આવે.

Line 40: Line 41:
* રંગરંગીલુ છેલછબીલુ મીટે લીધા માગી રે.
* રંગરંગીલુ છેલછબીલુ મીટે લીધા માગી રે.
* રાજેના પ્રભુ અંતરજામી, જ્યારે ત્યારે તમથી તરવું.

</poem>
</poem>}}
{{Poem2Open}}
પરિશિષ્ટમાં મુકાયેલ ચાર પદો સંતવાણીની લાક્ષણિક અભિવ્યક્તિતરાહો ધરાવતાં હોઈ જુદાં તરી આવે છે. એ. આમ, પરિશિષ્ટમાં શા માટે મૂક્યાં છે એનો કશો ખુલાસો પ્રાપ્ત થતો નથી. એમાંની થોડી પંક્તિઓ જોવા જેવી છે :
પરિશિષ્ટમાં મુકાયેલ ચાર પદો સંતવાણીની લાક્ષણિક અભિવ્યક્તિતરાહો ધરાવતાં હોઈ જુદાં તરી આવે છે. એ. આમ, પરિશિષ્ટમાં શા માટે મૂક્યાં છે એનો કશો ખુલાસો પ્રાપ્ત થતો નથી. એમાંની થોડી પંક્તિઓ જોવા જેવી છે :
<poem>
{{Poem2Close}}
{{Block center|<poem>
* સાહેબ, આ રે અંધારી એક ઓરડી,  
* સાહેબ, આ રે અંધારી એક ઓરડી,  
લોઢે જડીઆં કમાડ, રતને જડીઆં કમાડ,  
લોઢે જડીઆં કમાડ, રતને જડીઆં કમાડ,  
Line 57: Line 60:
કાળકાગડો અધર ભમે છે, હરખી જુએ છે તે,  
કાળકાગડો અધર ભમે છે, હરખી જુએ છે તે,  
દિનદિન આયુષ્ય ઓછું થાય છે, તાકી રહ્યો એક ચિત્તે.
દિનદિન આયુષ્ય ઓછું થાય છે, તાકી રહ્યો એક ચિત્તે.
</poem>
</poem>}}
 
'દાક્તર' જેવા અર્વાચીન શબ્દ, તળપદા વાણીપ્રયોગો ને રૂપકાત્મકતા જ્ઞાનવિચારને સચોટ રીતે મૂર્તિમંત કરે છે.

કવિની અન્ય કૃતિઓમાં ‘વ્રેહે-ગીતા' ૪૪ કડવાંની કૃતિ છે અને ભાગવતના ઉદ્ધવપ્રસંગને રસાળતાથી આલેખે છે. એમાં જશોદાના અને ખૂબ વિસ્તારથી ગોપીઓના મનોભાવો આલેખાયા છે. એમાં અપૂર્વતા નથી પણ આસ્વાદ્યતા તો છે જ. થોડાં ઉદાહરણ જોઈએ:

19,010

edits