32,301
edits
No edit summary |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧:૧ અંગ્રેજી સાહિત્યમીમાંસામાં મેથ્યુ આર્નલ્ડનું સ્થાન મહત્ત્વનું છે. સ્વભાવે અને વ્યવસાયે શિક્ષક એવા આ કવિ-વિવેચક-વિચારકનાં કાવ્યસર્જન અને વિવેચનમાં શિક્ષણવિચારક અને ધર્મચિંતક તરીકેનો સમાજલક્ષી અવાજ ક્યારેક તારસ્વરે પણ સંભળાય છે. કારકિર્દીનો ઘણો ભાગ શાળાઓના નિરીક્ષક અને કવિતાના પ્રાધ્યાપક તરીકે વીત્યો હોવાને કારણે, એમના વિવેચનમાં, સર્જન પરત્વે સામાજિક સંદર્ભ, સદાચાર-મૂલક નૈતિકતાનો પુરસ્કાર ને પ્રયોજનલક્ષિતાનો આગ્રહ તથા અભિવ્યક્તિમાં સરળતા અને સુગમતાના ગુણો ઝટ નજરે ચડે છે. | ૧:૧ અંગ્રેજી સાહિત્યમીમાંસામાં મેથ્યુ આર્નલ્ડનું સ્થાન મહત્ત્વનું છે. સ્વભાવે અને વ્યવસાયે શિક્ષક એવા આ કવિ-વિવેચક-વિચારકનાં કાવ્યસર્જન અને વિવેચનમાં શિક્ષણવિચારક અને ધર્મચિંતક તરીકેનો સમાજલક્ષી અવાજ ક્યારેક તારસ્વરે પણ સંભળાય છે. કારકિર્દીનો ઘણો ભાગ શાળાઓના નિરીક્ષક અને કવિતાના પ્રાધ્યાપક તરીકે વીત્યો હોવાને કારણે, એમના વિવેચનમાં, સર્જન પરત્વે સામાજિક સંદર્ભ, સદાચાર-મૂલક નૈતિકતાનો પુરસ્કાર ને પ્રયોજનલક્ષિતાનો આગ્રહ તથા અભિવ્યક્તિમાં સરળતા અને સુગમતાના ગુણો ઝટ નજરે ચડે છે. | ||
૧:૨ સંસ્કૃતિ, સમાજ, શિક્ષણ, ધર્મ અને સાહિત્ય : વિવેચક- વિચારક આર્નલ્ડનાં આ પ્રધાન વિચારક્ષેત્રો છે. ભૂતકાળની સમૃદ્ધિ અને સંકુલતાથી સભાન સર્જક-વિવેચક પોતાની સમકાલીન પરિસ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી નિરૂપ્યમાણ વિષયનો પ્રમાણભૂત તોલ આપે-આ પ્રકારનો એનો વિવેચન અભિગમ રહ્યો છે. એ માટે આવશ્યક છે તીવ્ર નિરીક્ષણશક્તિ, ઉત્તમ કૌશલ, વાળી વળી શકે તેવી કૂણી કલ્પના અને સમગ્ર વિવેચનકાર્યમાં પ્રવર્તી રહે એ પ્રકારની નિરપેક્ષ જિજ્ઞાસા. આ પ્રકારની સંપત ધરાવતા, ‘વિવેચકનું સૌથી પ્રથમ કર્તવ્ય તો છે કૃતિમાં જે કંઈ સારું છે તેને-ખરાબ અંશો પ્રત્યે આંગળી ચીંધવાનીય પહેલાં – ઉમળકાભેર આવકારવાનું.’<ref>‘...it is the critic's first duty - prior even to his duty of stigmatiz ing what is bad-to welcome everything that is good.’</ref>આમ, આર્નલ્ડની દૃષ્ટિએ, કૃતિમાંના સુંદર અને ભાવાત્મક અંશોને ઉષ્માપૂર્વક આવકાર આપવાનું વલણ, વિવેચકનો પ્રથમ અને પરમ ધર્મ બની રહે છે. મૂલ્યાંકનનાં સાચાં અને બિનંગત ધોરણોનો સાહિત્યના ક્ષેત્રમાં વિશેષ સ્વીકાર ને સમાદર થાય એ એમની વિવેચનાનું લક્ષ્ય રહ્યું છે. | ૧:૨ સંસ્કૃતિ, સમાજ, શિક્ષણ, ધર્મ અને સાહિત્ય : વિવેચક- વિચારક આર્નલ્ડનાં આ પ્રધાન વિચારક્ષેત્રો છે. ભૂતકાળની સમૃદ્ધિ અને સંકુલતાથી સભાન સર્જક-વિવેચક પોતાની સમકાલીન પરિસ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી નિરૂપ્યમાણ વિષયનો પ્રમાણભૂત તોલ આપે-આ પ્રકારનો એનો વિવેચન અભિગમ રહ્યો છે. એ માટે આવશ્યક છે તીવ્ર નિરીક્ષણશક્તિ, ઉત્તમ કૌશલ, વાળી વળી શકે તેવી કૂણી કલ્પના અને સમગ્ર વિવેચનકાર્યમાં પ્રવર્તી રહે એ પ્રકારની નિરપેક્ષ જિજ્ઞાસા. આ પ્રકારની સંપત ધરાવતા, ‘વિવેચકનું સૌથી પ્રથમ કર્તવ્ય તો છે કૃતિમાં જે કંઈ સારું છે તેને-ખરાબ અંશો પ્રત્યે આંગળી ચીંધવાનીય પહેલાં – ઉમળકાભેર આવકારવાનું.’<ref>‘...it is the critic's first duty - prior even to his duty of stigmatiz ing what is bad-to welcome everything that is good.’</ref>આમ, આર્નલ્ડની દૃષ્ટિએ, કૃતિમાંના સુંદર અને ભાવાત્મક અંશોને ઉષ્માપૂર્વક આવકાર આપવાનું વલણ, વિવેચકનો પ્રથમ અને પરમ ધર્મ બની રહે છે. મૂલ્યાંકનનાં સાચાં અને બિનંગત ધોરણોનો સાહિત્યના ક્ષેત્રમાં વિશેષ સ્વીકાર ને સમાદર થાય એ એમની વિવેચનાનું લક્ષ્ય રહ્યું છે. | ||