9,286
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૫ | }} {{Poem2Open}} ‘સંગીત મારે મન એક મૂલ્યવાન બાબત હતી. પહેલાં હું ફક્ત કાંઠાના પાણીમાં છબછબિયાં કરતી હતી. પછી તે દિવસે મેં એનું વિશાળ ગંભી૨ રહસ્યમય રૂપ જોયું. મને એમ થયું કે મારે એ...") |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
‘પણ સતીશને એ મંજૂર નહોતું. એટલા માટે નહિ કે સુધીરની જેમ એને, હું બહાર હરુંફરું, લોકોને મળું તો મારા ૫૨ વહેમ આવે છે. સુધીરનું તો લલિતાબહેન કોઈ પુરુષ સાથે સહેજ હસે, બોલે તોય મગજ ચકરાઈ જાય છે. સતીશનું કારણ એ નથી. પણ એને હું સર્વાંગપણે જોઈએ છે. જેમ આ ઘર બધી રીતે તેનું છે, ઘરમાંથી બધી વસ્તુઓ તેની છે, તેમ ‘હું’ પણ તેની હોવી જોઈએ. મારે મારી સ્વતંત્ર કોઈ આકાંક્ષા હોય એ તેને સમજાતું નથી, કે પછી સ્વીકારવું નથી. અમારાં લગ્ન થયાં ત્યારે કબીરની પેલી પંક્તિ તે જરા ફેરવીને કહેતો : તારી આંખોમાં તું મને બંધ કરી લે. પછી તું બીજા કોઈને ન જુએ અને બીજું કોઈ તને ન જુએ. હું તો એના પર એટલી મુગ્ધ હતી કે મને સમજાયું નહિ કે એના એ કહેવા પાછળ પ્રેમ નથી, પ્રેમનો પરિહાસ છે. ઊલટાનું મેં તો માન્યું કે હું ધન્ય છું, કૃતાર્થ છું એ છે એટલે તો હું છું — એમ મને લાગતું. જતાં-આવતાં, કામ કરતાં, દાઢી કરતાં, નહાવા જતાં, નાનાં નાનાં કામો વચ્ચેની ખાલી તિરાડોમાંથી એનો સ્પર્શ વરસી રહેતો અને મને લાગતું કે હું ભીની સુગંધોથી મહોરી ઊઠી છું. અમારા દિવસો બધા સ્નેહાંકિત હતા, રાતો બધી સ્પર્ધાંકિત. ઓહ, હું કેટલી મૂરખ હતી!’ | ‘પણ સતીશને એ મંજૂર નહોતું. એટલા માટે નહિ કે સુધીરની જેમ એને, હું બહાર હરુંફરું, લોકોને મળું તો મારા ૫૨ વહેમ આવે છે. સુધીરનું તો લલિતાબહેન કોઈ પુરુષ સાથે સહેજ હસે, બોલે તોય મગજ ચકરાઈ જાય છે. સતીશનું કારણ એ નથી. પણ એને હું સર્વાંગપણે જોઈએ છે. જેમ આ ઘર બધી રીતે તેનું છે, ઘરમાંથી બધી વસ્તુઓ તેની છે, તેમ ‘હું’ પણ તેની હોવી જોઈએ. મારે મારી સ્વતંત્ર કોઈ આકાંક્ષા હોય એ તેને સમજાતું નથી, કે પછી સ્વીકારવું નથી. અમારાં લગ્ન થયાં ત્યારે કબીરની પેલી પંક્તિ તે જરા ફેરવીને કહેતો : તારી આંખોમાં તું મને બંધ કરી લે. પછી તું બીજા કોઈને ન જુએ અને બીજું કોઈ તને ન જુએ. હું તો એના પર એટલી મુગ્ધ હતી કે મને સમજાયું નહિ કે એના એ કહેવા પાછળ પ્રેમ નથી, પ્રેમનો પરિહાસ છે. ઊલટાનું મેં તો માન્યું કે હું ધન્ય છું, કૃતાર્થ છું એ છે એટલે તો હું છું — એમ મને લાગતું. જતાં-આવતાં, કામ કરતાં, દાઢી કરતાં, નહાવા જતાં, નાનાં નાનાં કામો વચ્ચેની ખાલી તિરાડોમાંથી એનો સ્પર્શ વરસી રહેતો અને મને લાગતું કે હું ભીની સુગંધોથી મહોરી ઊઠી છું. અમારા દિવસો બધા સ્નેહાંકિત હતા, રાતો બધી સ્પર્ધાંકિત. ઓહ, હું કેટલી મૂરખ હતી!’ | ||
‘વાસંતી!’ | ‘વાસંતી!’ | ||
‘સાંભળ વસુધા, મને મારી વાત પૂરી કહેવા દે. એના પ્રેમના દરિયામાં નહાતી હતી અને તૃપ્ત હતી. મને લાગતું કે મને હવે કશાની જરૂર નથી. પણ મેં એ દરિયામાં ડૂબકી મારી અને મને ખબર પડી કે એમાં મોતી નથી. આપણે કેવાં આપણી જાતને છળતાં હોઈએ છીએ! ના, સતીશને મારે માટે જે છે, તેને હું પ્રેમનું નામ નહિ આપું. તેને હું — વાસંતી જોઈએ છે, પણ તે કેવળ પોતાને ખાતર. તેને ખાવાનો કેટલો શોખ! તેને ખાતર હું વાનગીની ચોપડીઓમાંથી શોધીશોધીને, કલાકો ગાળીને નવીનવી વસ્તુઓ બનાવું તો તે ખૂબ ખુશ થાય. હું ફૂલોની ગોઠવણી કરું, ઘર સજાવું, સુંદર કપડાં પહેરું, હસતી રહું તો તે ખૂબ ખુશ થાય. તેના મિત્રોને હું બે ગીત ગાઈ સંભળાવું કે સ્વાદિષ્ટ નાસ્તા વડે તેમનું આતિથ્ય કરું ત્યારે તે ફુલાય. જાણે હું તેના પોતાના જ વિસ્તારને માથે ઝૂલતું છોગું હોઉં. પણ હું કોઈ વસ્તુ માત્ર મારે માટે કરું, કરવા ઇચ્છું તો એને એ સહી ન શકે. મારા જીવનમાં કોઈ મોટી, ઊંડી બાબતનો પ્રવેશ થાય. હું એની પાછળ લાંબો સમય ગાળું, એથી ઘરનાં કામ થોડાં અવ્યવસ્થિત થઈ જાય — એ બધું તે સહી ન શકે. વસુધા, આને તું પ્રેમ કહે છે? રાતદિવસ પોતાની સાથે વળગાડી | ‘સાંભળ વસુધા, મને મારી વાત પૂરી કહેવા દે. એના પ્રેમના દરિયામાં નહાતી હતી અને તૃપ્ત હતી. મને લાગતું કે મને હવે કશાની જરૂર નથી. પણ મેં એ દરિયામાં ડૂબકી મારી અને મને ખબર પડી કે એમાં મોતી નથી. આપણે કેવાં આપણી જાતને છળતાં હોઈએ છીએ! ના, સતીશને મારે માટે જે છે, તેને હું પ્રેમનું નામ નહિ આપું. તેને હું — વાસંતી જોઈએ છે, પણ તે કેવળ પોતાને ખાતર. તેને ખાવાનો કેટલો શોખ! તેને ખાતર હું વાનગીની ચોપડીઓમાંથી શોધીશોધીને, કલાકો ગાળીને નવીનવી વસ્તુઓ બનાવું તો તે ખૂબ ખુશ થાય. હું ફૂલોની ગોઠવણી કરું, ઘર સજાવું, સુંદર કપડાં પહેરું, હસતી રહું તો તે ખૂબ ખુશ થાય. તેના મિત્રોને હું બે ગીત ગાઈ સંભળાવું કે સ્વાદિષ્ટ નાસ્તા વડે તેમનું આતિથ્ય કરું ત્યારે તે ફુલાય. જાણે હું તેના પોતાના જ વિસ્તારને માથે ઝૂલતું છોગું હોઉં. પણ હું કોઈ વસ્તુ માત્ર મારે માટે કરું, કરવા ઇચ્છું તો એને એ સહી ન શકે. મારા જીવનમાં કોઈ મોટી, ઊંડી બાબતનો પ્રવેશ થાય. હું એની પાછળ લાંબો સમય ગાળું, એથી ઘરનાં કામ થોડાં અવ્યવસ્થિત થઈ જાય — એ બધું તે સહી ન શકે. વસુધા, આને તું પ્રેમ કહે છે? રાતદિવસ પોતાની સાથે વળગાડી રાખવા માગતા, આપણને આપણા માટે જરા સરખોય અવકાશ ન આપતા અનુરાગને તું પ્રેમ કહે છે?’ | ||
‘વાસંતી પ્લીઝ…’ | ‘વાસંતી પ્લીઝ…’ | ||
‘પહેલાં એ મારી સુંદરતાની પ્રશંસા કરતો ને હું હરખાઈ રહેતી. હવે મને ગુસ્સો આવે છે. તે માત્ર મારું શરીર જ જુએ છે? આવતી કાલે હું સુંદર ન પણ રહું. નહિ જ રહું. કોઈ સ્ત્રીની સુંદરતાની, તેની રસોઈની બહુ પ્રશંસા ક૨વી એનો અર્થ એ થાય કે તેને કહેવું, તું ૨સોઈ કર્યા કર અને સુંદર બની રહે. તું દાળ-ચોખા-હળદર-મસાલાથી અને લિપસ્ટિક-મેકઅપથી વીંટળાયેલી રહે. પ્રેમ… પ્રેમ… કવિઓએ પ્રેમનાં ગીત ગાયાં છે તે તો એક મોટું જૂઠાણું છે. વ્યક્તિ મળી ન હોય ત્યાં સુધી એ પ્રેમ રહે છે. એક વાર વ્યક્તિ પ્રાપ્ત થઈ જાય પછી એને આપણને, બધી સ્ત્રીઓને, પછી રાતના અંધારામાં ઓળખવામાં આવે છે ને રાતના અંધારામાં વિસારે પાડી દેવાય છે.’ તેણે શ્વાસ લીધો, જરા અટકીને ફરી બોલી : ‘અને આપણે એક દિવસ થોડોક જીવવાનો પ્રયત્ન કરી લઈએ, એક સાંજ થોડોક દરિયો શ્વાસમાં ભરી લેવા બહાર નીકળીએ તો મન ફફડી ઊઠે છે : ઘેર જઈશું ત્યારે શું થશે?’ | ‘પહેલાં એ મારી સુંદરતાની પ્રશંસા કરતો ને હું હરખાઈ રહેતી. હવે મને ગુસ્સો આવે છે. તે માત્ર મારું શરીર જ જુએ છે? આવતી કાલે હું સુંદર ન પણ રહું. નહિ જ રહું. કોઈ સ્ત્રીની સુંદરતાની, તેની રસોઈની બહુ પ્રશંસા ક૨વી એનો અર્થ એ થાય કે તેને કહેવું, તું ૨સોઈ કર્યા કર અને સુંદર બની રહે. તું દાળ-ચોખા-હળદર-મસાલાથી અને લિપસ્ટિક-મેકઅપથી વીંટળાયેલી રહે. પ્રેમ… પ્રેમ… કવિઓએ પ્રેમનાં ગીત ગાયાં છે તે તો એક મોટું જૂઠાણું છે. વ્યક્તિ મળી ન હોય ત્યાં સુધી એ પ્રેમ રહે છે. એક વાર વ્યક્તિ પ્રાપ્ત થઈ જાય પછી એને આપણને, બધી સ્ત્રીઓને, પછી રાતના અંધારામાં ઓળખવામાં આવે છે ને રાતના અંધારામાં વિસારે પાડી દેવાય છે.’ તેણે શ્વાસ લીધો, જરા અટકીને ફરી બોલી : ‘અને આપણે એક દિવસ થોડોક જીવવાનો પ્રયત્ન કરી લઈએ, એક સાંજ થોડોક દરિયો શ્વાસમાં ભરી લેવા બહાર નીકળીએ તો મન ફફડી ઊઠે છે : ઘેર જઈશું ત્યારે શું થશે?’ | ||