સાત પગલાં આકાશમાં/૧૮: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૮ | }} {{Poem2Open}} સુમિત્રાની વાત તમને યાદ છે? મશાલ પેટાવવાની તમન્ના રાખતી એ છોકરી હવામાં ઓગળી નહોતી ગઈ. તે બીજા કોઈક દેશમાં જન્મી હોય, પુરુષ તરીકે જન્મી હોત તો ક્રાન્તિકાર કે ગેરી...")
 
No edit summary
 
Line 6: Line 6:
સુમિત્રાની વાત તમને યાદ છે? મશાલ પેટાવવાની તમન્ના રાખતી એ છોકરી હવામાં ઓગળી નહોતી ગઈ. તે બીજા કોઈક દેશમાં જન્મી હોય, પુરુષ તરીકે જન્મી હોત તો ક્રાન્તિકાર કે ગેરીલા નેતા બની હોત? ખબર નથી. તેણે અત્યંત મૌલિક રીતે, નિર્ભય અને લડાયક રીતે પોતાના પ્રશ્નનો મુકાબલો કર્યો હતો. એમાં તેને એક ક્રાંતિકારી યુવા-સંસ્થાનો પૂરો સાથ મળ્યો હતો એ ખરું, પણ આ અદ્ભુત યોજનાની કલ્પના માત્ર તેની પોતાની હતી. કોઈને એ બાલિશ લાગે, પણ તેની દૃષ્ટિએ કારગત હતી.

વસુધાને ઘેરથી નીકળી તે બૅગ લઈને બસ-સ્ટૉપ પર ઊભી રહી હતી. હવે શું કરવું? તેને માઠું નહોતું લાગ્યું, વસુધા પર દયા આવી હતી. એ કેમ જરા જોરપૂર્વક વ્યોમેશને ન કહી શકી કે આ ઘર જેટલું તમારું છે, એટલું મારું પણ છે; અને એટલે મારી સખીને થોડા દિવસ અહીં રહેવા બોલાવવાનો મને હક છે?

ભય. પતિની ઇચ્છા વિરુદ્ધ કંઈ પણ કરતાં સ્ત્રીને ભય લાગતો હોય છે. પણ એ ખરેખર કઈ બાબત છે, જેનો ભય લાગતો હોય છે? તે ગુસ્સો ક૨શે, ગમે તેમ બોલશે — એનો? સારું. એ જે બોલે તેને સાંભળ્યું ન સાંભળ્યું ન કરી શકાય? નીચું માથું રાખીને હાજી હા કરીને રહ્યાં હોઈએ તોયે મહેણાંટોણા સાંભળવા નથી પડતાં? એમાં થોડોક વધા૨ો થાય, એટલું જ ને?
ભય. પતિની ઇચ્છા વિરુદ્ધ કંઈ પણ કરતાં સ્ત્રીને ભય લાગતો હોય છે. પણ એ ખરેખર કઈ બાબત છે, જેનો ભય લાગતો હોય છે? તે ગુસ્સો ક૨શે, ગમે તેમ બોલશે — એનો? સારું. એ જે બોલે તેને સાંભળ્યું ન સાંભળ્યું ન કરી શકાય? નીચું માથું રાખીને હાજી હા કરીને રહ્યાં હોઈએ તોયે મહેણાંટોણા સાંભળવા નથી પડતાં? એમાં થોડોક વધારો થાય, એટલું જ ને?
અથવા એક મૂંગી ઉપેક્ષાનો ભય હોય. ગુસ્સો કદાચ સહન કરી લેવાય, પણ ઠંડી ક્રૂર ઉપેક્ષા વડે હડસેલવાથી વધુ માનભંગ થાય. પોતાની બધી મહેનત, બધી સેવા, પોતાનું શરીર નૈવેદ્યમાં ધરીને બદલામાં આ ટાઢોહિમ વ્યવહાર વેઠવાનો આવે, તો એ ખમાય શી રીતે?

ભય લાગે છે એ હકીકત છે. કદાચ તેને ડર લાગે છે — એક તોપગોળો ફૂટશે : ‘તો ચાલી જા તારા બાપને ઘે૨, મારે તારું કામ નથી.’

Line 13: Line 13:
તો એ શું કરે? હાથ પકડીને કાઢી મૂકે? ઘણાં એવું કરે જ છે.

મારપીટ કરવાનો પણ એક રસ્તો છે. સુશિક્ષિત માણસો એવું કરે ખરા? પણ કરે છે. સુમિત્રાને એવાં ઘણાં ઘરોની ખબર છે જ્યાં પતિ શિક્ષક હોય, કંપનીમાં એક્ઝિક્યુટિવ હોય. ડૉક્ટર હોય, વકીલ હોય, મૅનેજર હોય પણ તે પત્નીને મારતો હોય છે, એના કાન આમળતો હોય છે. અમેરિકામાં તો મારપીટ — બેટરિંગ — બહુ જ વ્યાપક છે. સુમિત્રાને એનાં દાદીમા યાદ આવ્યાં. દાદા શિક્ષણના ક્ષેત્રમાં હતા, આગેવાન વ્યક્તિ ગણાતા. પણ દાદીમાને તે લાકડીએ ને લાકડીએ એટલું મારતા કે જોનારને ત્રાસ થઈ જતો. કોઈ કહેતું : ડોસા, રહેવા દો, મરી જશે. ડોસા બમણા ઝનૂનથી મારતા. કહેતા : મરી જશે તો બીજી આવશે. બૈરાનો ક્યાં તોટો છે? દાદીમા રડતાં, કૂવે પડવા જતાં, છોકરાંઓ તેમને વીંટળાઈ વળતાં અને છોકરાં ખાતર તે પાછાં આવતાં. રોજ રોજ આમ થતું. સુમિત્રાને કોઈ કોઈ વાર થતું કે આના કરતાં દાદાને જ એક દિવસ ધક્કો મારી કૂવામાં પાડી દીધા હોય તો?

આજે બસ-સ્ટૉપ પર ઊભાં ઊભાં બધું યાદ આવ્યું. દાદા શિક્ષિત હતા, સંસ્કાર-પ્રદાનનું કામ કરતા હતા, છતાં પોતાની પત્ની સાથે તે કેમ આવો વ્યવહાર કરતા હતા? બીજા ઘણા લોકો, જેઓ બહાર સમાજમાં સારા ભદ્ર માણસો ત૨ીકે ઓળખાય છે, બીજાઓને ઉપયોગી થતા હોય છે, તેઓ ઘરમાં સ્ત્રી સાથે આવો નઠોર વ્યવહાર કેમ કરતા હોય છે?
આજે બસ-સ્ટૉપ પર ઊભાં ઊભાં બધું યાદ આવ્યું. દાદા શિક્ષિત હતા, સંસ્કાર-પ્રદાનનું કામ કરતા હતા, છતાં પોતાની પત્ની સાથે તે કેમ આવો વ્યવહાર કરતા હતા? બીજા ઘણા લોકો, જેઓ બહાર સમાજમાં સારા ભદ્ર માણસો તરીકે ઓળખાય છે, બીજાઓને ઉપયોગી થતા હોય છે, તેઓ ઘરમાં સ્ત્રી સાથે આવો નઠોર વ્યવહાર કેમ કરતા હોય છે?
કદાચ એટલા માટે કે સ્ત્રી-પુરુષનો સંબંધ સમાનતા અને સ્વતંત્રતાની ભૂમિમાં ઊગેલો ગુલાબનો છોડ નથી; એ શોષક અને શોષિતની રસહીન ધરતીમાં ઊગેલું કાંટાળું પુષ્પ છે. સ્ત્રીએ કેમ જીવવું અને કોને માટે જીવવું — તે પાંચસો, હજાર, બે હજાર પેઢીઓથી પુરુષોએ નક્કી કરી આપેલું છે અને તે સ્ત્રીના લોહીમાં ઊતરી ગયું છે. તેના પ્રાણમાં વણાઈ ગયું છે. પોતે જેમાં જીવે છે તે દુનિયા વિશેના અજ્ઞાનને લીધે, વાસ્તવિકતા વિશેના પૌરાણિક, વિકૃત ખ્યાલને લીધે તે પોતાની યાતનાઓને પ્રારબ્ધ ગણી લે છે, ઈશ્વરની મરજીના નામે ચડાવી દે છે. સ્વતંત્રતાનો તેને ભય લાગે છે અને એ સ્વતંત્રતા માટે લડવાની તો તેની ભાગ્યે જ તૈયારી હોય છે. સતત શોધવાને લીધે તે અમાનવીય બની જાય છે. પુરુષો પણ બહાર ઘણા શાલીન, ભદ્ર, પ્રબુદ્ધ હોવા છતાં સ્ત્રીઓ પ્રત્યેના વ્યવહારમાં અમાનવીય હોય છે; સ્ત્રીઓને તેઓ પૂર્ણ વિકસિત મનુષ્ય ગણતા જ નથી.

પુરુષનો, કોઈ પણ શોષકનો મૂળ ભાવ માલિકીનો ભાવ છે. એ ભાવના આધારે તેઓ પોતાની ઇચ્છા, પોતાનાં મૂલ્યો, પોતે ઘડેલી આદર્શની છબી પોતાના આશ્રિતને આપે છે. અને ક્યાંક એ માલિકીનું પોત પાંખું-પાતળું પડવા લાગે તો તે પણ ભય પામે છે, વધુ જોરથી પોતાની સત્તા ચલાવવા પ્રયત્ન કરે છે. સ્ત્રીઓને પૂર્ણ મનુષ્ય ન ગણતા પુરુષો પોતે પણ પછી પૂરા મનુષ્ય રહેતા નથી; તેથી જ છે આ ક્લેશ, આ વિસંવાદ, આ સ્ત્રીઓનું મધરાતે ઘરમાંથી હાંકી કઢાવું, તેમનું આ અગ્નિસ્નાન, તેમનું આંતર-સ્તરે હણાવું, અડધોઅડધ માનવજાતને આમ રૂંધી નાખવાને લીધે જ દુનિયા અનેક શક્યતાઓથી વંચિત થઈ ગઈ છે.

Navigation menu