સાત પગલાં આકાશમાં/૩૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૩૫ | }} {{Poem2Open}} બહુ ઊંચાઈએથી ધબાક કરીને નીચે પડતાં પહેલાં તો મૂર્છા જ આવી ગઈ. પછી પીડા ને રોષની જ્વાળાઓમાં મન સળગી ઊઠ્યું. બદલો લેવાનું મન થયું. આટલાં વર્ષ પછી આમ જાકારો? આગળપાછળ...")
 
No edit summary
 
Line 63: Line 63:
‘એનું એક રહસ્ય છે.’ વસુધા સ્મિત કરતાં બોલી.

મને કહી શકાય તેમ હોય તો કહે. હું જાણવા આતુર છું.’ વિનોદે કહ્યું.

વસુધા સહેજ વાર શાંત રહી. પછી બોલી : ‘તે ૨ાતે વ્યોમેશે વાત કરી ત્યારે થોડીક વાર તો મને મારું જીવન અંધા૨ા કૂવામાં ગરક થઈ જતું લાગ્યું. આવું બને જ શી રીતે? મેં વારંવાર પ્રશ્ન ઘૂંટ્યા કર્યો. મારા રૂમમાં એકલી જઈને હું બેઠી ત્યારે મને થયું કે આજે રાતે હું ઊંઘી જાઉં ને સવારે મારી આંખ જ ન ઊઘડે તો કેવું સારું! હું શી રીતે પરિસ્થિતિનો સામનો કરીશ? કયા મોંએ બધાંની સામે ઊભી રહીશ?’
વસુધા સહેજ વાર શાંત રહી. પછી બોલી : ‘તે રાતે વ્યોમેશે વાત કરી ત્યારે થોડીક વાર તો મને મારું જીવન અંધારા કૂવામાં ગરક થઈ જતું લાગ્યું. આવું બને જ શી રીતે? મેં વારંવાર પ્રશ્ન ઘૂંટ્યા કર્યો. મારા રૂમમાં એકલી જઈને હું બેઠી ત્યારે મને થયું કે આજે રાતે હું ઊંઘી જાઉં ને સવારે મારી આંખ જ ન ઊઘડે તો કેવું સારું! હું શી રીતે પરિસ્થિતિનો સામનો કરીશ? કયા મોંએ બધાંની સામે ઊભી રહીશ?’
‘મારું મન તરફડાટ કરવા લાગ્યું. આટલાં બધાં વર્ષ સુખદુઃખમાં મેં સાથ આપ્યો તેનો આ બદલો? મન ચીસ પાડી ઊઠ્યું. વિદ્રોહ ને કડવાશથી ભરાઈ ગયું, વેર વાળવાનાયે વિચાર આવ્યા.’

‘ઊંઘ તો આવે જ ક્યાંથી? મારી નાનકડી રૂમમાં આંટા માર્યા. પાણી પીધું, બારી પાસે ઊભી રહી. બારીની બહાર જોયું. તેં મારો એ રૂમ જોયો છે, ભાઈ? એને મોટી બારી છે. આખી બારી ઉઘાડી નાખી. અંદર ધસમસાટ કરતું ચાંદનીનું પૂર ફેલાઈ આવ્યું. આકાશમાં જોયું. ચંદ્ર હસતો હોય એમ લાગ્યું. મેં જોયા કર્યું. ચંદ્ર ધીમે ધીમે ખસતો હતો. બારીમાં પહેલાં દેખાતા હતા તે તારા પશ્ચિમ તરફ સરી ગયા હતા ને હવે બીજા તારાઓ મધ્યાકાશમાં આવ્યા હતા. મેં જોયા જ કર્યું. ધીમે ધીમે મારો આવેગ શમી જવા લાગ્યો. ઉશ્કેરાટ ઓછો થયો. વિચારો શાંત થયા. વેરની ભાવના મનમાંથી સરી ગઈ. મન વિચાર વગરનું થવા લાગ્યું. ચંદ્રનો સૌમ્ય મોહક તેજપિંડ, પારદર્શક સફેદ રંગના વાદળ, તારાઓનો શ્વેત ચમકા૨, એ બધાંને સમાવી રહેલું ગહન શ્યામ આકાશ, બધું જોતાં જોતાં મન સાવ વિચારહીન થઈ ગયું. અંદર કોઈ વિક્ષેપ રહ્યો નહીં, કોઈ ઘર્ષણ રહ્યું નહીં. મારી ને આકાશની વચ્ચે, અફાટ અગાધ સુંદરતા ને મારી વચ્ચે કોઈ ભેદ રહ્યો નહીં. હું જ આકાશ બની ગઈ હોઉં એવું લાગ્યું. એક નિસ્તરંગ, નિઃશબ્દ સંપૂર્ણ સુંદર આકાશ. અને તે જ મારું મન. તે જ ચંદ્ર અને તે જ તેનો મધુર શીળો પ્રકાશ.

Navigation menu