સાત પગલાં આકાશમાં/સ્ત્રીની યાત્રા : કારાગારથી કૈલાસ સુધી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 49: Line 49:
દહેજના દૂષણ પર તો એટલું બધું લખાય કે પુસ્તકોનાં પુસ્તકો ભરાય. ‘કન્યાદાન’માં કન્યા એ સંપત્તિ ગણાય છે, પણ કેટલાંક લગ્નોમાં એ સંપત્તિનીયે કિંમત નથી. એમાં પૈસા — ટી.વી. સેટ, ફ્રીજ, સ્કૂટ૨, કાર ઇ.નાં રૂપમાં — ઉમેરાય ત્યારે જ સ્ત્રી લગ્ન માટે સ્વીકાર્ય બને છે. આ દેશમાં હજારો સ્ત્રીઓને દહેજ માટે મારી નાખવામાં આવે છે કે મરવા ભણી ધકેલવામાં આવે છે, ફક્ત દિલ્હીમાં જ રોજનાં, નવવધૂઓનાં દાઝવાથી થતાં બે મૃત્યુ નોંધાયાં છે. વરસનાં ૬૯૦. ન નોંધાતા કિસ્સા જુદા. આખા દેશમાં કુલ કેટલા કિસ્સા બનતા હશે તેની કલ્પના કરી શકાય છે. રસોઈ કરતાં દાઝી જવાનું કારણ આગળ ધરવામાં આવે છે, તો રસોઈ કરતાં નવવધૂઓ જ કેમ દાઝી જાય છે? યુવાન નણંદ કે પ્રૌઢ સાસુ કેમ દાઝતી નથી? આમાંની કેટલીક સ્ત્રીઓ કદાચ આવેશમાં અસહિષ્ણુતાથી આપઘાત કરતી હશે, પણ એટલી હદ સુધી તેના પર ત્રાસ વર્તો છે એ કબૂલ કરવું જ પડશે. સમાજ બીજા ખૂનીઓ પ્રત્યે જે ઘૃણાથી જુએ છે તે ઘૃણા પત્નીને બાળી મૂકનાર પતિ પ્રત્યે નથી હોતી. થોડાં નારીવાદી સંગઠનો આ વિશે ઊહાપોહ કરે છે, પણ પુરુષ, દહેજ કેવળ સ્ત્રીનો જ પ્રશ્ન છે એમ માને છે. આખા સમાજની તંદુરસ્તીનો આ પ્રશ્ન છે એવું તેને લાગતું નથી.

દહેજનો આ ત્રાસ એટલો ભયંકર છે કે કોઈ પણ જાગ્રત સહૃદય માણસ એનાં મૂળ શામાં છે તે વિચાર્યા વગર રહી ન શકે. પૈસા બરાબર સત્તા બરાબર પ્રતિષ્ઠાના સમીકરણવાળા આ સમાજમાં, સ્ત્રી પોતે પૈસા ઉત્પન્ન ક૨ના૨ ઘટક નથી, તેથી તેનું મૂલ્ય ઓછું છે, તેથી તેણે બાપ પાસેથી પૈસા કે ચીજવસ્તુઓ લાવવાં જોઈએ એમ મનાય છે. પણ સ્ત્રી પોતે ન કમાતી હોય તોપણ, કમાઈ આપનારા દીકરાઓ તો ઉત્પન્ન કરે છે જ ને! પણ તે પૂરતું ગણાતું નથી. એક તરફથી સ્ત્રી દહેજ લાવે એવી પ્રથા છે, બીજી તરફ દીકરીનાં માબાપ પરણેલી દીકરીના ઘેર જમે તો નહિ, પાણી પણ ન પીએ એવો નિયમ છે.

[
<center> * </center>
ઘરકામ કરતી સ્ત્રીઓ ઘણી વાર તનતોડ મહેનત કરતી હોય છે, પુરુષ ઑફિસમાં કરે એથી વધુ અને વિવિધ કામ ઘરમાં કરતી હોય છે, પણ એના કામનું પૈસામાં મૂલ્ય અંકાતું નથી. પુરુષ કમાય છે તેથી તે જ ‘ઘરનો અધિપતિ’ — ‘હેડ ઑફ ધ ફૅમિલી’ હોય છે, છતાં સ્ત્રીના ઘરકામનું આર્થિક વળતર આપવું જોઈએ એવી વિચારણા થાય તો હાહાકાર મચી જાય છે કે આ ભવ્ય ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમી, પરસ્પર સ્નેહ વિશ્વાસ સહકારના સંબંધ ૫૨ રચાયેલી કુટુંબવ્યવસ્થામાં પૈસા જેવી વ્યાપારી વિચારણા વચ્ચે કેમ લાવી શકાય?

તો દહેજ એ વ્યાપારી વિચારણા નથી? દહેજની પ્રથા ન હોય ત્યાં પણ પિયરથી વહુ કેટલાં કપડાં ને દાગીના લાવી, બે વહુમાં કોણ વધુ વસ્તુઓ લઈ આવ્યું — એવી ગણતરી થતી નથી? આ ગણતરી શું વ્યાપારી નથી? વળી ઘણાં કુટુંબોમાં સ્ત્રી બહાર કમાવા જાય એથી કુટુંબની આબરૂને ક્ષતિ પહોંચતી હોવાનું મનાય છે. આમ કમાવાના રસ્તા એને માટે બંધ કરવામાં આવે છે અને પછી ‘તે કમાતી નથી’. — કહીને આર્થિક એકમ તરીકે કુટુંબમાં તેની કિંમત થતી નથી. આ બધી સ્ત્રીને મર્યાદામાં પૂરી રાખવાની તરકીબો નહિ તો બીજું શું છે? ઘરકામનું વળતર તો મળતું નથી. સ્ત્રી પગાર વગરના નોકરની જેમ ઘરમાં કામ કરે છે, અને પૈસાને લગતી બધી વ્યવસ્થા, બધા નિર્ણયો પુરુષના હાથમાં રહે છે. પત્નીને તે ‘પોતાને’ યોગ્ય લાગે તેટલા પૈસા વાપરવા આપે છે. પત્નીને તેનાં મુશ્કેલીમાં આવી પડેલાં સ્વજનો-મિત્રોને આર્થિક સહાય કરવી હોય તો ભાગ્યે જ કરી શકે. આ નવલકથામાં એક સ્થળે એવી પરિસ્થિતિનું આલેખન છે, તે વાંચીને એક વાચકે લખેલું કે સ્ત્રીના હાથમાં પૈસા સોંપાય જ નહિ, સ્ત્રી ઊર્મિલ અને અસમતોલ હોય છે, તેને પૈસાનો વહીવટ ન આવડે.

Line 77: Line 77:
રશિયામાં ૧૯૧૭માં માર્ચની ૮મીએ મિલકામદાર-સ્ત્રીઓ હડતાળ પર ઊતરી તે પછી ક્રાન્તિનું બ્યૂગલ ફૂંકાયું હતું. ઝારના સમયમાં સ્ત્રીઓને બુરખા પહેરવા પડતા. વાંચવા-લખવાનો તેને અધિકાર નહોતો અને પુરુષને સ્ત્રીને મારઝૂડ કરવાનો કાયદાથી હક હતો. ફ્રેડરિક એન્જલ્સે કહેલું કે ‘જીવનની પરિસ્થિતિ બદલવા માટે આપણે તેને સ્ત્રીની આંખોથી જોતાં શીખવવું જોઈશે.’ અને ટ્રોટ્સ્કીનું કથન હતું : ‘સ્ત્રીને મુક્ત કરવી એટલે લોકોને અંધારા વહેમી ભૂતકાળ સાથે જોડતી નાળ કાપી નાખવી.’

ક્રાન્તિ પછી સ્ત્રીઓની મુક્તિ માટે, તેનાં બે મોટાં કામ — ઘરકામ અને બાળસંભાળ — માં તેને રાહત આપવા સામૂહિક રસોડાં અને બાળસંભાળનાં અનેક કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં. લગ્નમાં બન્ને પક્ષ એકબીજાનું નામ ધારણ કરી શકે કે પોતાનું મૂળ નામ રાખી શકે એવો કાયદો પસાર થયો. ટૉટ્સ્કીએ પોતાના નામમાં પત્નીનું નામ રાખ્યું હતું.

પણ સ્ટેલિનના સમયમાં પ્રતિક્રાન્તિની પ્રક્રિયા ચાલી. સ્ત્રી ફરી ઘરકામની સીમાઓમાં બંધાઈ. ૧૯૪૩માં સહશિક્ષણ પણ કાઢી નખાયું. આજે સોવિયેટ ના૨ી તેના પાશ્ચાત્ય બહેન કરતાં બહુ આગળ નથી. તે બધાં ક્ષેત્રોમાં કામ કરે છે, પણ ઊતરતાં સ્થાનો પર માત્ર ડૉક્ટરોમાં ૭૯ ટકા સ્ત્રીઓ છે, પણ તેમને કુશળ કારીગર — સ્કિલ્ડ વર્કર — કરતાં ૨/૩ પગાર મળે છે. ‘સોવિયેટ એકૅડમી ઑફ સાયન્ટિસ્ટ’માં ૨૦૪ સભ્યોમાં સ્ત્રીઓ ફક્ત ૨૪ છે. સામ્યવાદી પક્ષની સેન્ટ્રલ કમિટીના ૧૯૫ સભ્યોમાં ફક્ત ૩.
પણ સ્ટેલિનના સમયમાં પ્રતિક્રાન્તિની પ્રક્રિયા ચાલી. સ્ત્રી ફરી ઘરકામની સીમાઓમાં બંધાઈ. ૧૯૪૩માં સહશિક્ષણ પણ કાઢી નખાયું. આજે સોવિયેટ નારી તેના પાશ્ચાત્ય બહેન કરતાં બહુ આગળ નથી. તે બધાં ક્ષેત્રોમાં કામ કરે છે, પણ ઊતરતાં સ્થાનો પર માત્ર ડૉક્ટરોમાં ૭૯ ટકા સ્ત્રીઓ છે, પણ તેમને કુશળ કારીગર — સ્કિલ્ડ વર્કર — કરતાં ૨/૩ પગાર મળે છે. ‘સોવિયેટ એકૅડમી ઑફ સાયન્ટિસ્ટ’માં ૨૦૪ સભ્યોમાં સ્ત્રીઓ ફક્ત ૨૪ છે. સામ્યવાદી પક્ષની સેન્ટ્રલ કમિટીના ૧૯૫ સભ્યોમાં ફક્ત ૩.
ગૃહકાર્ય સ્ત્રીના દરજ્જાને મર્યાદિત બનાવે છે તેમ જ તેને કારણે સમાજમાં તેનું સ્થાન નીચું ઊતરે છે, અને સ્ત્રીઓને સમાજમાં આર્થિક સ્તરે સમાવિષ્ટ કરવી જોઈએ — એવી માર્ક્સ, એન્જલ્સની વિચારણા સામ્યવાદી ચીને અપનાવી હોવા છતાં ઘરમાં તેમ જ જાહેર ક્ષેત્રોમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા હજી ત્યાં નિવારી શકાઈ નથી. મૂડીવાદી સમાજ જેટલું જ સ્ત્રીનું શોષણ સામ્યવાદી સમાજમાં પણ થાય છે તેવું જ્યુડિથ સ્ટેસીનું વિશ્લેષણ કહે છે. એલિઝાબેથ કોલે રશિયા, ચીન, ક્યુબા અને તાંઝાનિયા આ ચાર સમાજવાદી સમાજોનો અભ્યાસ કરીને લખ્યું હતું કે સમાનતાનો સિદ્ધાંત અને સ્ત્રીઓનો એ વિશેનો અનુભવ બે વચ્ચે ઘણી મોટી ખાઈ છે. સ્ત્રીઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં કામ કરે છે એ વાત ખરી છે. ચીનમાં સ્ત્રી વિમાનચાલક છે, સર્જક છે, ટરબાઈન જનરેટ૨ ઑપરેટર છે, તે લેથ ફેરવે છે, કૂવા ખોદે છે, ગામડામાં તે કૃષિ-ઇજનેર છે અને ટ્રૅક્ટર ચલાવે છે. ચીનમાં નીતિની મૂળ આચારસંહિતા ઘડનાર કૉન્ફ્યૂશિયસે તો સ્ત્રીઓને ‘ગુલામ’ની કક્ષામાં મૂકી ‘ઘરની અંદરની મનુષ્ય’ (નેઈ રેન) ગણી હતી. દસમી સદીથી એક ભયંકર પ્રથા શરૂ થયેલી, જેમાં સ્ત્રી ‘ચાહવાને વધુ યોગ્ય પાત્ર’ બની ૨હે તે માટે, જન્મ પછી પાંચમા દિવસથી જ છોકરીના અંગૂઠા પગમાં વાળી ઉપર પાટા બાંધી, લોહીનું પરિભ્રમણ અટકાવી પગને નાના, સુંદર, શક્તિ વગરના બનાવી દેવાતા. સ્ત્રી પરના આ ને આવા બીજા અન્યાયો-અત્યાચારો સામે ૧૮૨૫માં લી રૂઝેન નામની લેખિકાએ ‘દર્પણમાં ફૂલો’ નામની નવલકથા લખી હતી, જેમાં તેણે સ્ત્રી અને પુરુષની ભૂમિકાઓ ઉલટાવી નાખીને સ્ત્રીની અસમાનતા અને સમાજનાં નીતિનાં બેવડાં ધોરણો સામે પડકાર ફેંકેલો. સામ્યવાદી સરકાર આવ્યા પછી, માઓ ત્સે તુંગે સમાજને બદલવાની સ્ત્રીની શક્તિ પ્રત્યે સ્ત્રી પોતે જાગ્રત થાય તે માટે સરકારી ધોરણે નીતિઓ ઘડી. ઘરની અંદર ચાલતી પિતૃસત્તાક વિચારધારાવાળી વ્યવસ્થા બદલવાનું કામ બીજા કોઈ પણ દેશ કરતાં વધુ ચીને કર્યું છે. આજે ત્યાં ઘરમાં પતિ-પત્નીની સમાન સત્તા છે, કુટુંબની સંપત્તિ અને આવકની વ્યવસ્થામાં બંનેનો સમાન અવાજ છે, લગ્ન પછી સ્ત્રી પોતાનું મૂળ નામ ૨ાખે તે પ્રચલિત વ્યવહાર છે. સામૂહિક વસવાટ-આયોજનમાં સ્ત્રીના ઘર અને કામના સ્થળે જ દુકાનો, પ્રાથમિક શાળા, આરોગ્ય-કેન્દ્ર, બાળસંભાળકેન્દ્રો ઊભાં કરાયાં છે.

આમ છતાં પૂર્ણ મુક્તિ અને સમાનતા હજુ દૂરનું સપનું છે. હજુ ત્યાં પુત્રી કરતાં પુત્રનું મહત્ત્વ ઘણું વિશેષ છે, અને પુત્રીઓને મારી નાખવાના બનાવો છાપાંમાં ચમકે છે. યુનિવર્સિટી-પ્રોફેસર જેવાં ઊંચાં પદોએ પુરુષો જ છે, અને હજુ પણ ઘરકામ ને બહારના કામનો ઘણો મોટો બોજો સ્ત્રીને માથે છે. સ્ત્રી-મુક્તિ માટે પુરુષોનું વલણ બદલાવું જોઈએ, જે કાર્ય ત્યાં હજી પૂરેપૂરું સિદ્ધ થયું નથી.

Navigation menu