9,286
edits
No edit summary |
No edit summary |

| Line 140: | Line 140: | ||
{{Right |સી-૨૨૨, આનંદ સોસાયટી }}
| {{Right |સી-૨૨૨, આનંદ સોસાયટી }}

{{Right |
૧૭, જૂહુ લેન
અંધેરી (૫), મુંબઈ ૪૦૦ ૦૫૮}}
| {{Right |
૧૭, જૂહુ લેન
અંધેરી (૫), મુંબઈ ૪૦૦ ૦૫૮}}

{{Poem2Close}} | |||
{{Heading| બીજી આવૃત્તિ વેળાએ | }} | |||
{{Poem2Open}} | |||
માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં આ નવલકથાની પ્રથમ આવૃત્તિની ૨૨૫૦ નકલો વેચાઈ ગઈ તેનું કારણ વાચકોએ આ નવલકથા સાથે અનુભવેલી એકાત્મતા છે. ઘરની વાત બીજાને ક્યાં કરવી? — એવું ચુસ્ત વલણ જરા હળવું પડે ત્યારે જાણવા મળે છે કે સ્ત્રીની જીવન-ઘટનાઓમાં કેટલું સામ્ય હોય છે! | |||
વાચકોએ આ નવલકથાને ક્રાંતિકારી ગણાવી છે. પણ એક બહેનનો પત્ર એમ હતો કે માત્ર લખવાથી શું વળે? તમે ગામેગામ ફરીને પ્રચાર કરો, પોતાના જીવનમાં ક્રાન્તિ કરી બતાવો તો તેનો કંઈક અર્થ કહેવાય. ખાલી શબ્દોથી કશું ન સરે. | |||
ક્રાન્તિ એમ ને એમ નથી આવતી. તેની પાછળ એક દર્શન હોય છે, વિચાર-પરિવર્તન અને મૂલ્ય-પરિવર્તન માટેની ભૂમિકા હોય છે. અહીં એ દર્શન અને ભૂમિકા રજૂ થયાં છે. શબ્દ તો માત્ર બીજ છે. તે કેવળ ઇંગિત કરે છે, કારાગારમાંથી નીકળવાના દ્વાર તરફ આંગળી ચીંધે છે. પછી એ શબ્દમાંથી સ્ફુલ્લિંગ દરેકે પોતે પ્રગટાવવાનો છે. એ દ્વાર જાતે ઉઘાડવાનું છે. સ્ત્રીઓનો હવે એ આત્મધર્મ બની રહે છે. આ શબ્દો સ્ત્રીઓના જીવનમાં સત્ય બનીને ઊગે અને જીવનમાંથી ઝમતાં ઝમતાં એનાં આંદોલનો છેક છેવટના સ્તર સુધી પહોંચી સમાજનું નવસ્થાપન કરે એવી અપેક્ષા છે. | |||
હજુ હમણાં જ વર્તમાનપત્રોમાં સમાચાર હતા કે અમુક એક જ્ઞાતિમાં, એક વિધવાના પુનઃ લગ્ન કરાવી આપવા માટે એક ભાઈ ૫૨ મહાજને નોટિસ મોકલેલી, સ્ત્રીઓના સામાજિક સ્થાન વિશે ખ્યાલ બાંધતી વેળા, ઉચ્ચ વ્યવસાય કરતી સુશિક્ષિત શહેરી મહિલાઓના ઉદાહરણની સાથે આવાં ઉદાહરણો પણ લક્ષમાં રાખવાં જોઈએ. કોઈ એકાદ સ્ત્રી પોતાના જોરે સંઘર્ષ કરીને ઇચ્છિત સ્થાન મેળવે તે પ્રશંસનીય છે, પણ આપણે સમગ્ર સમાજની મૂલ્ય-પ્રણાલી એવી બદલવાની છે કે બધી સ્ત્રીઓને પુરુષોની જેમ પોતાના સંવર્ધન માટે સહજપણે અવકાશ મળી રહે; સામાજિક વિષમતા ખાતર સ્ત્રીને ભલે સંઘર્ષ કરવો પડે, પણ માત્ર સ્ત્રી હોવા ખાતર તેને વિશેષપણે વંચિત ન થવું પડે. | |||
આ ક્રાન્તિ માટે ‘સાત પગલાં આકાશમાં’ એક મશાલ લઈને આવે છે — એમાંથી હજારો મશાલ પ્રજ્વલિત થાય એવી અપેક્ષા સાથે. | |||
નવલકથાને મળેલા સાર્વત્રિક આવકાર માટે હું વાચકોની આભારી છું. | |||
પ્રકાશકશ્રી ધનજીભાઈ (નવભારત સાહિત્ય મંદિર)નો આભાર માનવાનું પહેલી આવૃત્તિમાં સરતચૂકથી રહી ગયેલું, તે ક્ષતિ અહીં સુધારી લઉં છું. | |||
{{Right |એપ્રિલ ૧૯૮૪ }}

{{Right |કુન્દનિકા કાપડીઆ }}

{{Poem2Close}} | |||
{{Heading| ત્રીજી આવૃત્તિ વેળાએ | }} | |||
{{Poem2Open}} | |||
દોઢ વર્ષના ગાળામાં આ નવલકથાની ત્રીજી આવૃત્તિ થઈ રહી છે, તે તેને મળેલા વ્યાપક આવકારનું સૂચક છે. આ દોઢ વર્ષમાં મુંબઈ, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર ઇ. અનેક મોટાં-નાનાં શહેરોમાં વિવિધ સંસ્થાઓ, મહિલા-સંગઠનો, સાહિત્યિક મંડળોએ એક અથવા બીજા રૂપે આ નવલકથા ૫૨ જાહેર ચર્ચા ગોઠવી છે. ’૮૪ની ઉત્તમ સાહિત્યકૃતિ તરીકે તેને સુવર્ણચંદ્રક મળ્યો છે. શિક્ષિત કહેવાતાં બહુ ઓછાં એવાં ગુજરાતી કુટુંબો હશે, જ્યાં આ પુસ્તક ચર્ચાયું કે વંચાયું ન હોય. | |||
આનું શ્રેય સંપૂર્ણપણે વાચકોને છે, જેઓ મૂલ્ય-પરિવર્તનની સામાજિક-પ્રક્રિયા માટે તૈયાર થયેલાં છે, એને નવલકથામાં વ્યક્ત થયેલી વિચારધારાને જેમણે ઉમળકાથી આવકારી છે; અન્યાય અને અસમાનતા પ્રત્યે વ્યક્ત થયેલો આ આક્રોશ જેમને પોતાના સુપ્ત કે દબાઈ રહેલા ભાવોના શંખધ્વનિ સમો લાગ્યો છે. | |||
નવલકથાના અનુસંધાનમાં મારા પર એટલા બધા પત્રો આવ્યા છે અને હજુ આવે છે કે બધાંનો હું વ્યક્તિગત જવાબ આપી શકી નથી. સૌથી વધારે આનંદ મને એવા યુવાનોના પત્ર વાંચીને થાય છે, જેઓ લખે છે કે આ પુસ્તક વાંચ્યા પછી લગ્નજીવનમાં સ્ત્રીની અસ્મિતાનો આદર કરીને કેમ જીવવું તે અમને સમજાયું છે. પ્રશાન્ત નામના એક ભાઈએ સ્વરૂપ-ઈશાનો, પૂર્ણ સ્વાતંત્ર્યના નામમાં ઊગેલા ચંદ્ર જેવો ઉજ્જ્વલ – શીતલ પ્રેમ પોતાના જીવનમાં પણ ઊગેલો હોવાનું જણાવ્યું છે. આ બધાને મારા ધન્યવાદ છે. | |||
નવલકથાના આકરા ટીકાકારો પણ છે, કોઈકે સ્ત્રીઓની સ્વચ્છંદતા, ઉદ્ધતાઈ કે બેજવાબદારીવાળા વર્તાવનો દોષ નવલકથાના માથે ઢોળ્યો છે. કોઈકે કહ્યું કે આ નવલકથા લખીને મેં બહુ મોટી કુસેવા કરી છે. કોઈએ લડવાના મિજાજમાં ઘેર આવીને કહ્યું : ‘સ્ત્રીઓ સમજ વગરની, મૂર્ખ, “સ્ટુપિડ” હોય છે.’ | |||
વારુ, પુરુષો સમજ વગરના, મૂર્ખ, ‘સ્ટુપિડ’ નથી હોતા? તેઓ સ્વચ્છંદી, ઉદ્ધત, બેજવાબદાર નથી હોતા? અત્યારની દેશ ને દુનિયાની જે પરિસ્થિતિ છે તે પુરુષોએ કરેલી સેવાને આભારી છે કે કુસેવાને? | |||
આ નવલકથા પ્રગટ થયા પહેલાં પણ, પુરુષ કે સ્ત્રીના દોષે ઘણાં ઘર ભાગ્યાં છે, કોઈ પણ વ્યક્તિ — સ્ત્રી કે પુરુષ — કેટલી મૂર્ખ કે દૃષ્ટિવાન છે તે તેની વિકાસયાત્રાનો સવાલ છે. આ નવલકથામાં ભાર એ બાબત પર છે કે સમાજની પ્રથા-પરંપરા-રિવાજો એવાં ન હોવાં જોઈએ કે કોઈ એક વર્ગ કે એક સમૂહને બીજા વર્ગ કે સમૂહ પર આધિપત્ય જમાવવાનો અધિકાર મળે. એમ કરવું એ માનવના ગૌરવનો પાયામાં ભંગ છે. સમાજજીવન અને કુટુંબજીવન શાંતિ ને સુખથી ભરેલું રાખવું હશે તો સ્ત્રીને પરાધીન રાખીને એ સિદ્ધ થવાનું નથી. સ્ત્રી ને પુરુષ — બન્નેએ સમજદાર બનવું પડશે, પ્રેમ-વિશ્વાસ-આદર વડે જીવન સંવાદી બનાવવા બન્નેએ જાગૃત થવું પડશે, મહેનત કરવી પડશે. માત્ર સ્ત્રીની અધિનતાના પાયા પર ચણેલું ઘર કદી સાચી શાંતિનું સ્થાન નહિ બની શકે. આ નવલકથા માત્ર વિદ્રોહ માટે નથી, નવસર્જન માટે પણ છે : આમાં માત્ર વસુધા, એના, વાસંતી, લલિતા જ નથી, અહીં ઈશા – સ્વરૂપ, આભા – ગગનેન્દ્ર, આદિત્ય, અગ્નિવેશ પણ છે. જેઓ આ બધું જોઈ શકશે તે જોશે, સમજી શકશે તેઓ સમજશે. | |||

પહેલી બે આવૃત્તિ વેળા પુસ્તકની કિંમત રૂ. ૬૦ હતી. ઘણાનું સૂચન હતું કે કિંમત થોડી ઓછી હોય તો પુસ્તક વધુ લોકોના હાથમાં પહોંચે. આ હેતુથી પુસ્તક ટૂંકાવવા કાપકૂપ કરી છે અને થોડુંક જોડ્યું પણ છે. પણ આ ગૌણ સ્વરૂપનું છે. જોકે આ દરમ્યાન કાગળ-છપાઈના ભાવ વધવાથી પુસ્તકનાં પાનાં ઓછાં થવા છતાં કિંમત ઓછી કરી શકાઈ નથી. (વધી નથી એટલું સદ્દભાગ્ય.) | |||
{{Right |અંધેરી, ઑક્ટોબર ૧૯૮૫ }}

{{Right |કુન્દનિકા કાપડીઆ }}

{{Poem2Close}} | |||
{{Heading| ચોથી આવૃત્તિ વેળાએ | }} | |||
{{Poem2Open}} | |||
ત્રણ વર્ષમાં આ નવલકથાની ૪થી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે, તે એક આશ્ચર્યભરી ઘટના છે. કોઈ એક પુસ્તકને છ-છ પારિતોષિક મળ્યાં હોય એવું ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રથમ વાર જ બન્યું હશે. આ બધાનું શ્રેય વાચકોને છે, સ્ત્રીઓને છે, જેમણે આ પુસ્તકને કલ્પનાતીત પ્રતિસાદ આપ્યો છે. ક્રાંતિની એક ચિનગારી પેટાવવાનો નવલકથાનો ઉદ્દેશ હતો; તે સિદ્ધ થયો છે તેનો મને આનંદ છે. | |||
આ ચોથી આવૃત્તિમાં થોડા સુધારાવધારા કરેલા છે. દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી ભારતની બધી ભાષાઓમાં આ નવલકથાનો અનુવાદ પ્રગટ ક૨વાનું નક્કી થયું છે, તે આ ચિનગારીને વધુ પ્રજ્વલિત ક૨શે એવી આશા રાખું છું. | |||
{{Right |કુન્દનિકા કાપડીઆ }}

{{Right |નંદિગ્રામ,
પોસ્ટ વાંકલ
જિ. વલસાડ ૩૯૬ ૦૦૭ }}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||