ધૂળમાંની પગલીઓ/કૃતિ-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| કૃતિ-પરિચય |ધૂળમાંની પગલીઓ}} {{Poem2Open}} '''ધૂળમાંની પગલીઓ''' : આત્મકથાત્મક શૈલીમાં લખાયેલાં સ્મૃતિચિત્રોનું ગુજરાતી પુસ્તક. લેખક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ. આ પુસ્તકને ભારતીય સાહિત્ય અક...")
 
No edit summary
Line 14: Line 14:
આ પુસ્તકમાં આલેખાયેલાં બધાં જ પાત્રોમાં શિરમોર સમું પાત્ર છે ગૌરીનું. ગૌરીનું પાત્ર માળાના મેરુના સ્થાને છે. જીવનરસથી ભરીભરી ગૌરીનું પાત્ર વાચકના ચિત્તમાં કાયમ માટે અંકિત થઈ જાય તેવું છે. ગૌરી એટલે લેખકની બાલસખી. લેખક માટે ગૌરીના હૃદયમાં અનહદ ભાવ. વિધાતાની કોઈ અકળ લીલાથી ગૌરીનું જીવન પાંગરે એ પહેલાં સંકેલાઈ ગયું. ગૌરીના મૃત્યુથી લેખકના હૃદયમાં વિષાદની જે ઘેરી છાયા પડી એ એમના અસ્તિત્વનો અવિનાભાવી હિસ્સો બની રહી. લેખકની સમગ્ર ચેતનામાં, લેખકના અસ્તિત્વના કણકણમાં, લેખકના લોહીના બિંદુ બિંદુમાં ગૌરી વ્યાપી ગઈ છે. લેખકના લોહીના લયમાં ગૌરીનું સૂક્ષ્મ અસ્તિત્વ ભળી ગયું છે. ગૌરી વિશે લખતાં લેખકનું હૃદય ભરપૂર દ્રવે છે, પણ આલેખનમાં ક્યાંય લાગણીવેડા નથી. હૃદયનો શોક અહીં શ્લોકત્વના સૌંદર્યમાં પરિવર્તિત થયો છે.

‘ધૂળમાંની પગલીઓ’ની ભાષા એની મોંઘી મિરાત છે. સર્જનાત્મકતાને ઘણો ઓછો અવકાશ રહેતો હોવાને કારણે આત્મકથાનક સર્જનાત્મક સાહિત્યપ્રકાર નથી ગણાતું. પણ અહીં સર્જનાત્મક ભાષાનો કલાત્મક વિનિયોગ થવાને કારણે કૃતિ રમણીય રૂપવતી બની છે. વિગતો અહીં ઝાઝી નથી. વિગતોમાં એવી કશી અપૂર્વતા પણ નથી પણ આ વિગતો પ્રાસાદિક અને મધુર ભાષાના પારસસ્પર્શે સજીવન થઈ ઊઠી છે. આ કૃતિને હાસ્યનો પુટ આપીને સર્જકે પોતાની બાજી જીતી લીધી છે. હાસ્ય એમને માટે સહજ છે. કવિ તરીકે સુખ્યાત આ સર્જકે હાસ્યના પ્રદેશમાં પણ પૂરા અધિકારથી પોતાનું આસન જમાવ્યું છે. સર્જકમાં રહેલો હાસ્યકાર અહીં પૂરો ખૂલ્યો ને ખીલ્યો છે. હાસ્યનિષ્પત્તિ માટે અહીં સંસ્કૃત શબ્દાવલિનો પૂરા સામર્થ્યથી ઉપયોગ થયો છે. આ કારણે વાચકને પરિષ્કૃત હાસ્યનો નિર્મળ આનંદ સતત મળતો રહે છે. કૃતિનું આખું પોત હાસ્યના સબળ તાણાવાણાથી ગૂંથાયું છે, પણ ગૌરીના મૃત્યુ પછીની  વિરહ વેદનાનું અત્યંત સંયમિત રીતે પણ પૂરી સઘનતાથી સર્જકે જે નિરૂપણ કર્યું છે તેનાથી સ્મિત અને આંસુ એકબીજાંમાં ભળી જાય છે અને ભાવક પક્ષે કલાના અદભુત સૌંદર્યનો ઉઘાડ થયેલો અનુભવાય છે.

{{Right | '''– રતિલાલ બોરીસાગર'''<br>([+https://gujarativishwakosh.org/ધૂળમાંની-પગલીઓ/ ‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર])}} <br>
{{Right | '''– રતિલાલ બોરીસાગર'''<br>([https://gujarativishwakosh.org/ધૂળમાંની-પગલીઓ/ ‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર])}} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu