32,505
edits
(+1) |
(+1) |
||
| Line 14: | Line 14: | ||
આખા ય પ્રશ્નના હાર્દમાં જઈએ તો સમજાશે કે સંનિધિમાં મૂકાયેલા ભિન્ન કોટિના વૃત્તાંતો પરસ્પર કેવી રીતે અને કયા સ્તરે સંયોજાય છે તે આપણી સામે મુખ્ય પ્રશ્ન બને છે. સંનિધિકૃત વૃત્તાંતો કઈ રીતે પરસ્પરમાં જોડાય છે, અને કઈ રીતે વિરોધ રચે છે, અને વિરોધની સાથે તણાવનાં બિંદુઓ રચાતાં હોય તો એની ભૂમિકા કેવી છે, એ પણ એની સાથોસાથ વિચારવાનું આવે છે. એક રીતે કૃતિમાં સંનિધિકૃત વૃત્તાંતોનાં semantic structures સુધી, બલકે એવાં semantic structures સાથે સંયુક્ત લાગણીઓના overtones અને associations સુધી આ મુદ્દાઓ વિસ્તરે છે. | આખા ય પ્રશ્નના હાર્દમાં જઈએ તો સમજાશે કે સંનિધિમાં મૂકાયેલા ભિન્ન કોટિના વૃત્તાંતો પરસ્પર કેવી રીતે અને કયા સ્તરે સંયોજાય છે તે આપણી સામે મુખ્ય પ્રશ્ન બને છે. સંનિધિકૃત વૃત્તાંતો કઈ રીતે પરસ્પરમાં જોડાય છે, અને કઈ રીતે વિરોધ રચે છે, અને વિરોધની સાથે તણાવનાં બિંદુઓ રચાતાં હોય તો એની ભૂમિકા કેવી છે, એ પણ એની સાથોસાથ વિચારવાનું આવે છે. એક રીતે કૃતિમાં સંનિધિકૃત વૃત્તાંતોનાં semantic structures સુધી, બલકે એવાં semantic structures સાથે સંયુક્ત લાગણીઓના overtones અને associations સુધી આ મુદ્દાઓ વિસ્તરે છે. | ||
વાર્તાલેખનના આરંભના તબક્કામાં સુરેશ જોષી ભિન્નભિન્ન વર્ણ્યવૃત્તાંતો (કે આંશિક સંદર્ભો)ને સંનિધિમાં યોજીને અવનવું રૂપ નિર્માણ કરવા પ્રવૃત્ત થયા છે. આખ્યાન પુરાણ, દંતકથા, પરીકથા કે એવા દૂરના વૃત્તાંતો કે તેના આંશિક સંદર્ભો આપણા સમયની કથાવસ્તુ સાથે ગોઠવવાનું તેમને ઘણું ગમ્યું છે. ભિન્ન કોટિનાં કથાનકો (કે તેના અંશો) એક બીજાની સામે યોજીને કૃતિની વ્યંજના વિસ્તારવા તેઓ ઉત્સુક રહ્યા છે. પણ છેક આરંભકાળના આ જાતના ઉપક્રમો કોઈક ને કોઈક રીતે વણસી ગયા છે કે ઊણા ઊતર્યા છે. પણ તરત જ તેઓ વાર્તાના વૃત્તાંતોને સાંકળવામાં આગવી સૂઝ કેળવી લેતા દેખાય છે. આપણે તેમની થોડીક કૃતિઓની આ દૃષ્ટિએ અહીં તપાસ કરવા ચાહીએ છીએ. | વાર્તાલેખનના આરંભના તબક્કામાં સુરેશ જોષી ભિન્નભિન્ન વર્ણ્યવૃત્તાંતો (કે આંશિક સંદર્ભો)ને સંનિધિમાં યોજીને અવનવું રૂપ નિર્માણ કરવા પ્રવૃત્ત થયા છે. આખ્યાન પુરાણ, દંતકથા, પરીકથા કે એવા દૂરના વૃત્તાંતો કે તેના આંશિક સંદર્ભો આપણા સમયની કથાવસ્તુ સાથે ગોઠવવાનું તેમને ઘણું ગમ્યું છે. ભિન્ન કોટિનાં કથાનકો (કે તેના અંશો) એક બીજાની સામે યોજીને કૃતિની વ્યંજના વિસ્તારવા તેઓ ઉત્સુક રહ્યા છે. પણ છેક આરંભકાળના આ જાતના ઉપક્રમો કોઈક ને કોઈક રીતે વણસી ગયા છે કે ઊણા ઊતર્યા છે. પણ તરત જ તેઓ વાર્તાના વૃત્તાંતોને સાંકળવામાં આગવી સૂઝ કેળવી લેતા દેખાય છે. આપણે તેમની થોડીક કૃતિઓની આ દૃષ્ટિએ અહીં તપાસ કરવા ચાહીએ છીએ. | ||
* * * | {{Poem2Close}} | ||
{{center|<nowiki>* * *</nowiki>}} | |||
{{Poem2Open}} | |||
‘ગૃહપ્રવેશ’ સંગ્રહની પ્રથમ વાર્તા ‘જન્મોત્સવ’, આમ જુઓ તો, સુરેશ જોષી જેવા કળાવાદી સર્જકમાં સામાજિક નિસ્બત છતી કરી આપતી રચના છે. પણ એ રીતે એનું મહત્ત્વ થયું જણાતું નથી. એમાં ધ્યાન ખેંચે એવી વસ્તુ તે તો તેમાં પ્રયોજાયેલી સંનિધિકરણની તેમની પ્રિય પ્રયુક્તિ છે. અહીં ભિન્ન સ્વરૂપનાં ભિન્ન વૃત્તાંતોનું સંનિધિકરણ કરવાનો તેમનો ઉપક્રમ બારીક અવલોકન માગે છે. કેમ કે રૂપરચનાની દૃષ્ટિએ એ વાર્તા જો શિથિલ કે વ્યસ્ત લાગે છે તો તેના મૂળમાં એ પ્રયુક્તિની નિષ્ફળતા છે. | ‘ગૃહપ્રવેશ’ સંગ્રહની પ્રથમ વાર્તા ‘જન્મોત્સવ’, આમ જુઓ તો, સુરેશ જોષી જેવા કળાવાદી સર્જકમાં સામાજિક નિસ્બત છતી કરી આપતી રચના છે. પણ એ રીતે એનું મહત્ત્વ થયું જણાતું નથી. એમાં ધ્યાન ખેંચે એવી વસ્તુ તે તો તેમાં પ્રયોજાયેલી સંનિધિકરણની તેમની પ્રિય પ્રયુક્તિ છે. અહીં ભિન્ન સ્વરૂપનાં ભિન્ન વૃત્તાંતોનું સંનિધિકરણ કરવાનો તેમનો ઉપક્રમ બારીક અવલોકન માગે છે. કેમ કે રૂપરચનાની દૃષ્ટિએ એ વાર્તા જો શિથિલ કે વ્યસ્ત લાગે છે તો તેના મૂળમાં એ પ્રયુક્તિની નિષ્ફળતા છે. | ||
અહીં બે અલગ વૃત્તાંતો સમાંતરે યોજાયાં છે. એ પૈકી એક વૃત્તાંત છે શહેરના ધનિક કુટુંબનો, બીજો છે એ શહેરના ગંદી વસાહતમાં જીવતા બેહાલ ગરીબોનો. દેખીતી રીતે એ બંને વૃત્તાંતો એકબીજાની સામે હોવાથી સમાજજીવનની વિષમતા કે અસમાનતા લેખકને અભિમત હોવાનું સમજાય. પણ કૃતિના અંતનું નિર્વાહણ જુદો જ રણકો જગાડે છે. પ્રશ્ન એ રીતે એમાં સ્થાન લેતાં ભિન્ન વૃત્તાંતોના અર્થો અને તેનાં સંયોજનનો છે. | અહીં બે અલગ વૃત્તાંતો સમાંતરે યોજાયાં છે. એ પૈકી એક વૃત્તાંત છે શહેરના ધનિક કુટુંબનો, બીજો છે એ શહેરના ગંદી વસાહતમાં જીવતા બેહાલ ગરીબોનો. દેખીતી રીતે એ બંને વૃત્તાંતો એકબીજાની સામે હોવાથી સમાજજીવનની વિષમતા કે અસમાનતા લેખકને અભિમત હોવાનું સમજાય. પણ કૃતિના અંતનું નિર્વાહણ જુદો જ રણકો જગાડે છે. પ્રશ્ન એ રીતે એમાં સ્થાન લેતાં ભિન્ન વૃત્તાંતોના અર્થો અને તેનાં સંયોજનનો છે. | ||