ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ/સુરેશ જોષીની ટૂંકી વાર્તાઓમાં સંનિધિકરણની પ્રયુક્તિ: Difference between revisions

+1
(+1)
(+1)
Line 2: Line 2:

{{Heading|સુરેશ જોષીની ટૂંકી વાર્તાઓમાં સંનિધિકરણની પ્રયુક્તિ}}

{{Poem2Open}}
{{Poem2Close}}
સુરેશ જોષીની ટૂંકી વાર્તાઓમાં સંનિધિકરણ (juxtaposition)ની રચનાપ્રયુક્તિનો સભાનપણે ઉપયોગ થયેલો છે, એ વિશે આપણા વિવેચકોએ નોંધ લીધી છે ખરી; પણ શબ્દની કળાના સંદર્ભે એ પ્રયુક્તિનું સ્વરૂપ કેવું સંભવે છે, અને સુરેશ જોષીની ભિન્ન રીતિની વાર્તાઓમાં તે ક્યાં અને કેવી રીતે પ્રયોજાઈ છે, અને ખાસ તો જે તે વાર્તાની રૂપનિર્મિતિમાં તે કેટલે અંશે સમર્પક બની છે કે સમર્પક બની નથી, વગેરે પ્રશ્નોની હજી જોઈએ તેવી ઝીણવટભરી તપાસ થઈ નથી. જો કે અહીં એ વિશે વિસ્તૃત અધ્યયન રજૂ કરવાને અવકાશ નથી, પણ એ દિશામાં કામ કરવાનો આ એક નાનકડો ઉપક્રમ માત્ર છે.

એ વાત, અલબત્ત, આપણને સૌને વિદિત છે કે, સુરેશ જોષીની સર્જકપ્રતિભા તેમણે જે જે સ્વરૂપો ખેડ્યાં તેમાં આરંભથી જ અવનવાં રૂપો રચવા ઉત્સુક રહી હતી. કળાનિર્માણ અને સર્જકતા વિશેના તેમણે કેળવેલા આગવા વિચારો એમાં પ્રેરક બની રહ્યા હતા, એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. અને ટૂંકી વાર્તા જેવા કથામૂલક સ્વરૂપમાં ય તેઓ આરંભથી જ અવનવા આકારો સર્જવા સક્રિય બન્યા. નાના ફલકના આ સ્વરૂપમાં વિષયવસ્તુના રૂપાંતરની અપારવિધ ક્ષમતા રહી છે; બલકે સર્વથા ભિન્ન રચનારીતિના પ્રયોગોને એમાં મોટો અવકાશ છે તે તેમણે બારીક નજરે જોઈ લીધું હતું. હકીકતમાં, પરંપરાગત રીતિની ટૂંકી વાર્તાના ઢાંચાથી મુક્ત થઈ લીલયા નવીન રૂપો રચવા તરફ તેઓ વળ્યા. પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ (ઈ. સ. ૧૯૫૭)ની ‘કિંચિત્‌’ શીર્ષકની પ્રસ્તાવનામાં ટૂંકી વાર્તાની સર્જનપ્રવૃત્તિ અંગે તેમણે જે કેફિયત રજૂ કરી છે તે આ સંદર્ભે ઘણી સૂચક બની રહે છે. એમાંથી એક વાત એ ઊપસે છે કે આ વાર્તાઓના સર્જન પૂર્વે આ સ્વરૂપ અંગે તેમણે કોઈ ચુસ્ત અને દૃઢ નિશ્ચિત વિભાવના બાંધી લીધી નહોતી. બીજી વાત એ કે ટૂંકી વાર્તાનાં નવાં રૂપો નિપજાવવાના પ્રયત્નોમાં, ખાસ કરીને આરંભના તબક્કામાં તેઓ ‘સંનિધિકરણ’ની રચનાપ્રયુક્તિનો ફરી ફરીને સ્વીકાર કરતા રહ્યા છે.