32,222
edits
(+1) |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
“એવી જ એક બીજી વસ્તુ છે જીવનના એક જાગ્રત અને ઉચ્ચ દ્રષ્ટાની. એ તો તમે જેટલા દ્રષ્ટા બનશો તેટલું જ દર્શન તેમાં આવશે. એવી દૃષ્ટિ પણ તમારી પાસે છે. જીવનનાં ઘણાં પાણી પણ તમે પીધાં છે, પણ હજી એ વધારે પીવાનાં છે. તેમ થતાં જીવનના હજી વધારે ઊંડા પ્રવાહોને તમે પકડી શકશો અને આખા જીવનને તેના ભયાનકમાં ભયાનક અને ઉત્તમમાં ઉત્તમ રૂપે ચીતરી શકશો” વગેરે.૧૫</ref>૧૪-૧૫, ‘અવલોકના’, પૃ. ૪૯૭/૪૯૮</ref> | “એવી જ એક બીજી વસ્તુ છે જીવનના એક જાગ્રત અને ઉચ્ચ દ્રષ્ટાની. એ તો તમે જેટલા દ્રષ્ટા બનશો તેટલું જ દર્શન તેમાં આવશે. એવી દૃષ્ટિ પણ તમારી પાસે છે. જીવનનાં ઘણાં પાણી પણ તમે પીધાં છે, પણ હજી એ વધારે પીવાનાં છે. તેમ થતાં જીવનના હજી વધારે ઊંડા પ્રવાહોને તમે પકડી શકશો અને આખા જીવનને તેના ભયાનકમાં ભયાનક અને ઉત્તમમાં ઉત્તમ રૂપે ચીતરી શકશો” વગેરે.૧૫</ref>૧૪-૧૫, ‘અવલોકના’, પૃ. ૪૯૭/૪૯૮</ref> | ||
સુંદરમ્નું આ મંતવ્ય સ્વીકારવામાં, મને લાગે છે કે, ભાગ્યે જ કંઈ મુશ્કેલી હોય. પન્નાલાલની કથાસૃષ્ટિની વ્યાપક મર્યાદા તરફ આરંભના દિવસોમાં જ તેમણે આ રીતે સ્પષ્ટ ધ્યાન ખેંચ્યું હતું. પણ અહીં મારે જે મુદ્દો પ્રસ્તુત કરવો છે તે એ કે, લેખનકૃતિના મૂળમાં ‘પ્રભુપ્રસાદ’ સ્વીકારીએ, કે દિવ્ય પ્રેરણાનો સિદ્ધાંત સ્વીકારીએ, પણ એટલા માત્રથી કૃતિની કલાત્મકતાના પ્રશ્નો હલ થઈ જતા નથી. | સુંદરમ્નું આ મંતવ્ય સ્વીકારવામાં, મને લાગે છે કે, ભાગ્યે જ કંઈ મુશ્કેલી હોય. પન્નાલાલની કથાસૃષ્ટિની વ્યાપક મર્યાદા તરફ આરંભના દિવસોમાં જ તેમણે આ રીતે સ્પષ્ટ ધ્યાન ખેંચ્યું હતું. પણ અહીં મારે જે મુદ્દો પ્રસ્તુત કરવો છે તે એ કે, લેખનકૃતિના મૂળમાં ‘પ્રભુપ્રસાદ’ સ્વીકારીએ, કે દિવ્ય પ્રેરણાનો સિદ્ધાંત સ્વીકારીએ, પણ એટલા માત્રથી કૃતિની કલાત્મકતાના પ્રશ્નો હલ થઈ જતા નથી. | ||
‘માનવીની ભવાઈ’ – કથાત્રયીનું અવલોકન કરતાં રઘુવીરે પણ પન્નાલાલની દૃષ્ટિસીમાનો જે રીતે નિર્દેશ કર્યો હતો, તે ય ધ્યાનાર્હ છે : “વસ્તુસ્થિતિ જોતાં એમ કહી શકાય કે પન્નાલાલ આપણા નાના લેખકોમાં મોટા અને મોટા લેખકોમાં નાના છે. સૃષ્ટિના પરિઘને એ ત્રિજ્યાથી સ્પર્શે છે, વ્યાસથી નહિ.”૧૬< | ‘માનવીની ભવાઈ’ – કથાત્રયીનું અવલોકન કરતાં રઘુવીરે પણ પન્નાલાલની દૃષ્ટિસીમાનો જે રીતે નિર્દેશ કર્યો હતો, તે ય ધ્યાનાર્હ છે : “વસ્તુસ્થિતિ જોતાં એમ કહી શકાય કે પન્નાલાલ આપણા નાના લેખકોમાં મોટા અને મોટા લેખકોમાં નાના છે. સૃષ્ટિના પરિઘને એ ત્રિજ્યાથી સ્પર્શે છે, વ્યાસથી નહિ.”૧૬<ref>૧૬. ‘ગ્રંથ’, સપ્ટેમ્બર, ૧૯૬૯, પૃ. ૪૨</ref> | ||
હકીકતમાં, પન્નાલાલની કથાસૃષ્ટિને, વિશેષ કરીને ‘માનવીની ભવાઈ’ – કથાત્રયી – પછીની કૃતિઓને અમુક ચોક્કસ મર્યાદાઓ છે, એમાં રચનાવિધાનની શિથિલતાઓ ય પ્રવેશી ગઈ છે, અનેક કૃતિઓમાં પ્રસંગોનાં સાંધણ નબળાં રહ્યાં છે. (આ વિશે પાછળ યથાસ્થાને વિગતે ચર્ચા કરવાનો ઉપક્રમ છે.) એ રીતે એની કલાત્મક બાજુએ કેટલીક ચોક્કસ મુશ્કેલીઓ છે જ. અને એટલે, આ કે તે રચનાને માત્ર ‘અગમનિગમ’નું અવતરણ કે ‘ચમત્કાર’નું પરિણામ લેખવાથી મૂળ પ્રશ્ન ઊકલી જતો નથી. | હકીકતમાં, પન્નાલાલની કથાસૃષ્ટિને, વિશેષ કરીને ‘માનવીની ભવાઈ’ – કથાત્રયી – પછીની કૃતિઓને અમુક ચોક્કસ મર્યાદાઓ છે, એમાં રચનાવિધાનની શિથિલતાઓ ય પ્રવેશી ગઈ છે, અનેક કૃતિઓમાં પ્રસંગોનાં સાંધણ નબળાં રહ્યાં છે. (આ વિશે પાછળ યથાસ્થાને વિગતે ચર્ચા કરવાનો ઉપક્રમ છે.) એ રીતે એની કલાત્મક બાજુએ કેટલીક ચોક્કસ મુશ્કેલીઓ છે જ. અને એટલે, આ કે તે રચનાને માત્ર ‘અગમનિગમ’નું અવતરણ કે ‘ચમત્કાર’નું પરિણામ લેખવાથી મૂળ પ્રશ્ન ઊકલી જતો નથી. | ||
પન્નાલાલની આ જાતની માન્યતાને (કે તેમની આ જાતની વિચારણાને) વધુ યુક્તિપૂર્વક અને વધુ યથાર્થપણે કદાચ આ રીતે ઘટાવી શકાય કે તેમની રચનાઓમાં કશુંક ઊંડું તત્ત્વ અનવરુદ્ધ ઊતરવા મથે છે. કૃતિની રચનાના આરંભે જે એક વસ્તુ સર્જકચિત્તમાં પ્રથમ ધક્કો આપે છે, તેનો આદિ સ્રોત તો જાગ્રત મનની નીચે ક્યાંક પ્રચ્છન્ન રહ્યો હોય છે. એ ‘વસ્તુ’ પહેલવહેલી સ્ફુરી આવે છે ત્યારે સર્જકચિત્તમાં એનું પૂરું રચનાતંત્ર, અમુક વિરલ અપવાદો સિવાય, ભાગ્યે જ સ્ફુટ થયું હોય છે. એ ‘વસ્તુ’ ક્યાં તો ઝાંખીપાંખી પણ રહસ્યાવૃત્ત એવી કોઈ પરિસ્થિતિ રૂપે આવ્યું હોય, ક્યાં તો એકાદબે મુખ્ય પાત્રોના સંબંધો રૂપે આવ્યું હોય, ક્યાં તો ક્રિયાશીલ માનવીના કોઈ રહસ્યભર્યા આકારરૂપે આવ્યું હોય. પણ સર્જકે પછીથી એની ક્ષમતાનો પૂરો તાગ લેવાનો રહે છે. નવલકથા લઘુનવલ અને ટૂંકી વાર્તા જેવાં સ્વરૂપો કથાવસ્તુ પર નિર્ભર હોવાથી તેમાં વસ્તુવિકાસ સંકલના આયોજન આદિના પ્રશ્નો ઘણા મહત્ત્વના બની રહે છે. લેખકમાં રંજકવૃત્તિ કામ કરી રહી હશે તો એ પોતાનાં પાત્રો કે પ્રસંગોને અમુક જન રુચિવૃત્તિ અનુસાર વળાંક આપવાનું વલણ બતાવશે. અને જ્યાં એવી રંજકવૃત્તિ ન હોય ત્યાં ય સુરેખ સ્વચ્છ અને સૌષ્ઠવપૂર્ણ આકૃતિ કંડારવાના પ્રશ્નો ઊભા હોય જ છે. સુંદરમ્ એ રીતે પન્નાલાલમાં ‘જાગ્રત કળાકાર’ની હાજરી ચાહે છે તેનો મર્મ સમજવા જેવો છે. | પન્નાલાલની આ જાતની માન્યતાને (કે તેમની આ જાતની વિચારણાને) વધુ યુક્તિપૂર્વક અને વધુ યથાર્થપણે કદાચ આ રીતે ઘટાવી શકાય કે તેમની રચનાઓમાં કશુંક ઊંડું તત્ત્વ અનવરુદ્ધ ઊતરવા મથે છે. કૃતિની રચનાના આરંભે જે એક વસ્તુ સર્જકચિત્તમાં પ્રથમ ધક્કો આપે છે, તેનો આદિ સ્રોત તો જાગ્રત મનની નીચે ક્યાંક પ્રચ્છન્ન રહ્યો હોય છે. એ ‘વસ્તુ’ પહેલવહેલી સ્ફુરી આવે છે ત્યારે સર્જકચિત્તમાં એનું પૂરું રચનાતંત્ર, અમુક વિરલ અપવાદો સિવાય, ભાગ્યે જ સ્ફુટ થયું હોય છે. એ ‘વસ્તુ’ ક્યાં તો ઝાંખીપાંખી પણ રહસ્યાવૃત્ત એવી કોઈ પરિસ્થિતિ રૂપે આવ્યું હોય, ક્યાં તો એકાદબે મુખ્ય પાત્રોના સંબંધો રૂપે આવ્યું હોય, ક્યાં તો ક્રિયાશીલ માનવીના કોઈ રહસ્યભર્યા આકારરૂપે આવ્યું હોય. પણ સર્જકે પછીથી એની ક્ષમતાનો પૂરો તાગ લેવાનો રહે છે. નવલકથા લઘુનવલ અને ટૂંકી વાર્તા જેવાં સ્વરૂપો કથાવસ્તુ પર નિર્ભર હોવાથી તેમાં વસ્તુવિકાસ સંકલના આયોજન આદિના પ્રશ્નો ઘણા મહત્ત્વના બની રહે છે. લેખકમાં રંજકવૃત્તિ કામ કરી રહી હશે તો એ પોતાનાં પાત્રો કે પ્રસંગોને અમુક જન રુચિવૃત્તિ અનુસાર વળાંક આપવાનું વલણ બતાવશે. અને જ્યાં એવી રંજકવૃત્તિ ન હોય ત્યાં ય સુરેખ સ્વચ્છ અને સૌષ્ઠવપૂર્ણ આકૃતિ કંડારવાના પ્રશ્નો ઊભા હોય જ છે. સુંદરમ્ એ રીતે પન્નાલાલમાં ‘જાગ્રત કળાકાર’ની હાજરી ચાહે છે તેનો મર્મ સમજવા જેવો છે. | ||