પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલની કૃતિઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(ref)
No edit summary
Line 9: Line 9:
અગાઉ આપણે નોંધી ગયા છીએ તેમ, કિશોર વયના પન્નાલાલે તે સમયના હાઈસ્કૂલના ચોથા ધોરણથી જ ભણવાનું માંડી વાળ્યું હતું, અને તરત જ તેઓ મજૂરી-ધંધામાં રોકાઈ ગયા હતા. હકીકતમાં, તેમને પૂરું માધ્યમિક શિક્ષણ પણ મળ્યું નહોતું. એટલે ભાષાસાહિત્યના ઉચ્ચ શિક્ષણની તો વાત જ ક્યાં? હકીકત તો એ કે, ’૩૬માં તેમણે વાર્તા લખવાની શરૂઆત કરી ત્યાં સુધીના ગાળામાં આપણા શિષ્ટ સાહિત્યનો યે તેમને ખાસ કંઈક પરિચય નહોતો. ૧૯૫૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતાં, પ્રત્યુત્તરમાં, લેખક તરીકે પોતાની કેફિયત રજૂ કરતાં તેમણે કહેલું :

“હા, વારતા વાંચવાનો શોખ ખરો પણ તે ય ગજરામારુ, સદેવંત સાવળીંગા કે ખૂની ખંજર, જે હાથમાં આવ્યું તે. જેને સાહિત્ય કહીએ એવું તો એ અરસામાં ‘પ્રજાબંધુ’નાં ભેટ પુસ્તકો. થોડાંક એટલે પાંચસાત ને એટલાં જ એ વખતના ઇતર લેખકોનાં વાંચવા મળેલાં. પણ તે ય લેખકમાં ચૂ. વ. શાહ છે કે શયદા એ જોવા જાણવાની તો બાધા જ. હા, આ પછી મુનશીનું નામ કાને આવી પડેલું. ને એમનું એ પુસ્તક ચાખ્યા પછી બીજાં માગી માગીને વાંચેલાં ખરાં. અહીં જ ર. વ. દેસાઈના નામનો રસ પણ હું જેમને ત્યાંથી પેલાં પુસ્તકો મેળવતો એમની પાસેથી મનેય જાગેલો. પણ તે ય જેમ મુનશીનાં તેમ એમનાંય બેપાંચ જ વાંચવા મળેલાં.”

આ નિવેદનમાંથી એમ સ્પષ્ટ થાય છે કે એ સમયે આવુંતેવું જે કંઈ સાહિત્ય તેમણે વાંચેલું, તે તો કેવળ વાર્તારસથી પ્રેરાઈને જ. એમાં જે તે લેખકની વાર્તાકળાને સમજવાનો કે તેની શૈલીનો પરિચય કરવાનો તેમનો જરીકે આશય નહોતો. ભવિષ્યમાં પોતે કથાલેખક બનવાના છે તે માટે સજ્જતા કેળવવી જોઈએ એ જાતની, કે એક સમર્થ વાર્તાસર્જકની પોતાનામાં ક્ષમતા પડી છે એવી યે, કશી સભાનતા તેમના મનમાં ત્યારે જન્મી જ નહોતી. ઉમાશંકરને એક તબક્કે એમ લાગ્યું હતું કે પોતાના એકાંકી સંગ્રહ ‘સાપના ભારા’ની રચનાઓ જોઈને પન્નાલાલમાં લેખક બનવાના કોડ જાગેલા. એ એકાંકીઓમાં તેમણે ઉત્તર ગુજરાતના ગ્રામજીવનની ભૂમિકા પર રહીને લોકજીવનનાં દુઃખોને જે રીતે વાચા આપી, જે જાતનાં પ્રાકૃત સ્તરનાં પાત્રો રચ્યાં, અને તળપદી લોક-બાનીનો જે રીતે સામર્થ્યપૂર્વક વિનિયોગ કર્યો, તે જાણ્યા પછી, આને જ જો સાહિત્ય કહેતા હોય તો તો હું ય એવું લખી શકું, એવી પન્નાલાલમાં શ્રદ્ધા બંધાઈ હશે. એમ તેમનું માનવું હતું. પણ ઉમાશંકરનાં એ એકાંકીઓ, પોતે લખવા માંડ્યું ત્યાં સુધી તેમણે જોયાં જ નહોતા એવો પન્નાલાલે પાછળથી ખુલાસો કર્યો છે.૧૦ એ રીતે એ ગ્રંથની પ્રેરણાનો મુદ્દો ય રહેતો નથી.
આ નિવેદનમાંથી એમ સ્પષ્ટ થાય છે કે એ સમયે આવુંતેવું જે કંઈ સાહિત્ય તેમણે વાંચેલું, તે તો કેવળ વાર્તારસથી પ્રેરાઈને જ. એમાં જે તે લેખકની વાર્તાકળાને સમજવાનો કે તેની શૈલીનો પરિચય કરવાનો તેમનો જરીકે આશય નહોતો. ભવિષ્યમાં પોતે કથાલેખક બનવાના છે તે માટે સજ્જતા કેળવવી જોઈએ એ જાતની, કે એક સમર્થ વાર્તાસર્જકની પોતાનામાં ક્ષમતા પડી છે એવી યે, કશી સભાનતા તેમના મનમાં ત્યારે જન્મી જ નહોતી. ઉમાશંકરને એક તબક્કે એમ લાગ્યું હતું કે પોતાના એકાંકી સંગ્રહ ‘સાપના ભારા’ની રચનાઓ જોઈને પન્નાલાલમાં લેખક બનવાના કોડ જાગેલા. એ એકાંકીઓમાં તેમણે ઉત્તર ગુજરાતના ગ્રામજીવનની ભૂમિકા પર રહીને લોકજીવનનાં દુઃખોને જે રીતે વાચા આપી, જે જાતનાં પ્રાકૃત સ્તરનાં પાત્રો રચ્યાં, અને તળપદી લોક-બાનીનો જે રીતે સામર્થ્યપૂર્વક વિનિયોગ કર્યો, તે જાણ્યા પછી, આને જ જો સાહિત્ય કહેતા હોય તો તો હું ય એવું લખી શકું, એવી પન્નાલાલમાં શ્રદ્ધા બંધાઈ હશે. એમ તેમનું માનવું હતું. પણ ઉમાશંકરનાં એ એકાંકીઓ, પોતે લખવા માંડ્યું ત્યાં સુધી તેમણે જોયાં જ નહોતા એવો પન્નાલાલે પાછળથી ખુલાસો કર્યો છે.૧૦<ref>૧૦. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૯</ref> એ રીતે એ ગ્રંથની પ્રેરણાનો મુદ્દો ય રહેતો નથી.
અને, એટલે જ, સાવ ઓછું ભણેલા પન્નાલાલમાં સર્જકશક્તિનો આવો એકાએક આવિર્ભાવ શી રીતે થયો એ વિશે. એ સમયના વાચકવર્ગમાં જ નહિ, વિદ્વાનોમાં ય કુતૂહલ જન્મ્યું દેખાય છે. પન્નાલાલના અતિ નિકટના સાહિત્યકાર મિત્ર અને માર્ગદર્શક સુંદરમે આ વિશે એમ કહ્યું હતું : “આકસ્મિક રીતે જ જેનામાં સાહિત્યસર્જક શક્તિ વાંસની ગાંઠ પેઠે ફૂટી નીકળી હોય એવા ગુજરાતના લેખકોમાં પન્નાલાલનું નામ મૂકી શકાય.”૧૧ અને, હકીકતમાં, ખુદ પન્નાલાલને પોતાની અંદરથી ફૂટી નીકળેલી સર્જકચેતના વિશે આજ સુધી વિસ્મય રહ્યા કર્યું છે! તેમણે ‘મળેલા જીવનું’ લેખન માત્ર બાવીસ-ચોવીસ દિવસમાં એકધારી ચાલતી કલમે પૂરું કરેલું. એ ઘટનાને ‘સર્જન નહીં, અવતરણ કહું’૧૨ એમ કહીને તેઓ બિરદાવતા રહ્યા છે. કોઈ દૈવી પ્રેરણાથી આખી ય કથા સીધેસીધી તેમના માનસમાં ઊતરી આવી હતી. એવી તેમની માન્યતા બંધાઈ ચૂકી છે. પાછળથી પોતાના કથાસર્જનની કેફિયત આપવાના પ્રસંગો આવ્યા ત્યારે પોતાના સાહિત્ય પાછળ એક યા બીજી રીતે-કોઈક વાર ‘અગમનિગમ’ના અવતરણરૂપે, તો કોઈક વાર ‘કરુણામયી સરસ્વતીની કૃપા’ રૂપે – કોઈક અગમ્ય શક્તિ કામ કરી રહી હોવાનો તેમણે નિર્દેશ જ કર્યો છે. છેક હમણાં, ૧૯૮૦માં, વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૦મા અધિવેશનમાં સર્જનવિભાગના પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાનમાં કહ્યું : “સર્જનપ્રક્રિયા વિષે ટૂંકમાં કહું તો – બીજા સર્જકોની તો મને ખબર નથી. પણ મારા વિષે તો ઘણી વાર એવું બનતું આવેલું છે કે અણધારી રીતે બધું પ્રગટતું ને ગોઠવાતું આવતું હોય છે. પૌરાણિક સર્જનો વખતે તો એવો એવો અનુભવ થયેલો છે કે મારે એને ચમત્કાર જ કહેવો પડે. ચમત્કાર સિવાય શિવપાર્વતીનું એટલે કે ‘પૃથ્વીની ઉત્ક્રાંતિકથા’નું સર્જન શક્ય જ ન બન્યું હોત.”૧૩<ref>૧૩. પન્નાલાલ પટેલ : પ્રવચન : ગુ. સા. પરિષદ ૩૦મું અધિવેશન, વડોદરા, પૃ. ૯</ref>
અને, એટલે જ, સાવ ઓછું ભણેલા પન્નાલાલમાં સર્જકશક્તિનો આવો એકાએક આવિર્ભાવ શી રીતે થયો એ વિશે. એ સમયના વાચકવર્ગમાં જ નહિ, વિદ્વાનોમાં ય કુતૂહલ જન્મ્યું દેખાય છે. પન્નાલાલના અતિ નિકટના સાહિત્યકાર મિત્ર અને માર્ગદર્શક સુંદરમે આ વિશે એમ કહ્યું હતું : “આકસ્મિક રીતે જ જેનામાં સાહિત્યસર્જક શક્તિ વાંસની ગાંઠ પેઠે ફૂટી નીકળી હોય એવા ગુજરાતના લેખકોમાં પન્નાલાલનું નામ મૂકી શકાય.”૧૧<ref>૧૧. ‘અવલોકના’, પૃ. ૪૧૫</ref> અને, હકીકતમાં, ખુદ પન્નાલાલને પોતાની અંદરથી ફૂટી નીકળેલી સર્જકચેતના વિશે આજ સુધી વિસ્મય રહ્યા કર્યું છે! તેમણે ‘મળેલા જીવનું’ લેખન માત્ર બાવીસ-ચોવીસ દિવસમાં એકધારી ચાલતી કલમે પૂરું કરેલું. એ ઘટનાને ‘સર્જન નહીં, અવતરણ કહું’૧૨<ref>૧૨. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૧૧</ref> એમ કહીને તેઓ બિરદાવતા રહ્યા છે. કોઈ દૈવી પ્રેરણાથી આખી ય કથા સીધેસીધી તેમના માનસમાં ઊતરી આવી હતી. એવી તેમની માન્યતા બંધાઈ ચૂકી છે. પાછળથી પોતાના કથાસર્જનની કેફિયત આપવાના પ્રસંગો આવ્યા ત્યારે પોતાના સાહિત્ય પાછળ એક યા બીજી રીતે-કોઈક વાર ‘અગમનિગમ’ના અવતરણરૂપે, તો કોઈક વાર ‘કરુણામયી સરસ્વતીની કૃપા’ રૂપે – કોઈક અગમ્ય શક્તિ કામ કરી રહી હોવાનો તેમણે નિર્દેશ જ કર્યો છે. છેક હમણાં, ૧૯૮૦માં, વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૦મા અધિવેશનમાં સર્જનવિભાગના પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાનમાં કહ્યું : “સર્જનપ્રક્રિયા વિષે ટૂંકમાં કહું તો – બીજા સર્જકોની તો મને ખબર નથી. પણ મારા વિષે તો ઘણી વાર એવું બનતું આવેલું છે કે અણધારી રીતે બધું પ્રગટતું ને ગોઠવાતું આવતું હોય છે. પૌરાણિક સર્જનો વખતે તો એવો એવો અનુભવ થયેલો છે કે મારે એને ચમત્કાર જ કહેવો પડે. ચમત્કાર સિવાય શિવપાર્વતીનું એટલે કે ‘પૃથ્વીની ઉત્ક્રાંતિકથા’નું સર્જન શક્ય જ ન બન્યું હોત.”૧૩<ref>૧૩. પન્નાલાલ પટેલ : પ્રવચન : ગુ. સા. પરિષદ ૩૦મું અધિવેશન, વડોદરા, પૃ. ૯</ref>
અલબત્ત, એ વાત સાચી છે કે મહાન સર્જનોનું નિર્માણ કંઈ બૌદ્ધિક પ્રયત્નથી થતું નથી. કેવળ સંકલ્પ કરવાથી એ શક્ય બનતું નથી. સાચી સર્જકતા બૌદ્ધિક સંપ્રજ્ઞતાથી પરની વસ્તુ છે. મહાન સાહિત્યને એ રીતે બૌદ્ધિક ખુલાસાઓથી સમજાવી શકાય પણ નહિ. એટલે, આવી કૃતિઓના સર્જકોને, સ્વાભાવિક રીતે જ, એવી લાગણી થાય છે કે કશુંક લોકોત્તર તત્ત્વ તેમને લેખનમાં પ્રેરી રહ્યું હતું. કૃતિના આવા રહસ્યમય સ્રોતને અગમનિગમની કે એવી બીજી આધ્યાત્મિક પરિભાષામાં નિર્દેશવાનું તેમનું વલણ એ રીતે સમજી શકાય તેવું છે.

પણ રચનાસ્રોત તરીકે અગમનિગમના સ્વીકાર માત્રથી, તેની કલાત્મક સિદ્ધિ-અસિદ્ધિના પ્રશ્નો કંઈ ઊકલી જતા નથી. પહેલી વાત તો એ કે, સાહિત્યકૃતિનું કોઈ દિવ્ય પ્રેરણાથી કે ચમત્કારરૂપે કર્તાના ચિત્તમાં સીધેસીધું અવતરણ થતું હોય, તો તો કર્તા એક નિષ્ક્રિય સાક્ષી માત્ર જ બની રહે ને? એટલે કે, તટસ્થભાવે કૃતિનું કેવળ વહન કરવાનું જ તેને ભાગે રહે. અને, એમ જ હોય તો તો રચનાના ગુણદોષનું કર્તૃત્વ પણ તેનું નહિ! બીજી વાત એ કે, દિવ્ય શક્તિની કૃપારૂપે જે કંઈ લખાઈ આવે તે પૂર્ણતમ સર્જન જ હોવું જોઈએ. તેમાં પછી ક્યાંય કઈ ન્યૂનતા ન રહે, ન રહેવી જોઈએ. પણ પન્નાલાલના કથાસાહિત્ય વિશેનો આપણો અનુભવ તો કંઈ જુદું જ કહે છે. એમાં અનેક કથાઓના સંદર્ભે રચનાવિધાનની ત્રુટિઓ ય છે, ક્યાંક પ્રસંગોની યોજના પ્રતીતિકર બની નથી, અને સમગ્રતયા જોતાં એમાં જીવનદર્શનની સીમા પણ સ્પષ્ટ થઈ જાય છે. આ મુદ્દાના સંદર્ભમાં સુંદરમ્‌નું એક મંતવ્ય અત્યંત ધ્યાનપાત્ર છે. ‘માનવીની ભવાઈ’ના પ્રકાશન પછી તરતના ગાળામાં પન્નાલાલને તેમણે સ્નેહાર્દ્રભાવે પણ પૂરી નિખાલસતાથી અને સચ્ચાઈથી પત્રચર્ચા રૂપે એ કૃતિ વિશે જે લખ્યું હતું, તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું :

Navigation menu