26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 319: | Line 319: | ||
બેઠો છું બજારમાં | બેઠો છું બજારમાં | ||
ચૂપચાપ | ચૂપચાપ | ||
</poem> | |||
===૬. પતંગિયા પાછળ દોડતો છોકરો=== | |||
<poem> | |||
પતંગિયા પાછળ દોડતો છોકરો | |||
દોડતાં દોડતાં ઊડવા લાગ્યો | |||
પવને | |||
એને તેડી લીધો | |||
ઝાડવાં મેદાન મકાન રસ્તા | |||
નદી ઝરણાં ડુંગરા... આઘે આઘે વહેતાં ગયાં | |||
આકાશ ઓરું ને ઓરું આવતું ગયું | |||
છોકરાએ હાથ પસાર્યાં... ઉગમણાં અજવાળાં ઊંચકાયાં | |||
આથમણાં અંધારાં ઢોળાયાં | |||
વીંઝ્યા.. હેઠળ વનોનાં વન... રણ થયાં ફૂંકાયાં | |||
રણ દરિયા... દરિયા સપાટાબંધ પાર | |||
આરો ઓવારો નહિ | |||
વીંટાળ્યા તો બથમાંથી સૂરજ સરી ગયો | |||
મુઠ્ઠી ભીડી મુઠ્ઠીમાં ચાંદો | |||
ખોલી કે હથેળીમાંથી નક્ષત્રો વેરાયાં | |||
ઊડતો છોકરો | |||
ઊડતાં ઊડતાં વાદળમાં પેસી ગયો | |||
ઢગના ઢગમાં ન દોડવું ન ઊડવું | |||
સરકવું લસરવું હળવા હળવા થતા જવું | |||
ભીનીભીની વાછંટમાં ફરફર ફોરાં થવું | |||
ઘડીકમાં આખું અંગ ધોળુંધફ્ફ | |||
ઘડીકમાં કાળું રાતું ગુલાબી પીળું | |||
ઝીણાં ટીપાંમાં બંધાવું-વેરાવું | |||
વીજળીને રણઝણાવી આખેઆખું આકાશ ગજવવું | |||
એકાદ સૂર્યકિરણને ઝાલી ઝૂલવું | |||
ઝૂલતો છોકરો | |||
ઝૂલતાં ઝૂલતાં મેઘધનુષ પર કૂદી ગયો | |||
લસરી ગયો એક છેડેથી બીજે | |||
બીજેથી પહેલે | |||
સાતરંગી ધુમ્મસ ઓઢી જોઈ રહ્યો ઝરમર પૃથ્વી | |||
જોઈ રહ્યો ઝબૂક ઝબૂક તારા | |||
જોતાં જોતાં છોકરો ગબડી પડ્યો પવનની ખાઈઓમાં | |||
ગબડતો ગબડતો છેક ડુંગરની ટોચે ઊતરી આવ્યો | |||
ડુંગરના ઢાળ પર દોડતા છોકરા પાછળ ઊજતાં પતંગિયાં | |||
ઊડતાં ઊડતાં... | |||
</poem> | </poem> |
edits