26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 358: | Line 358: | ||
ડુંગરના ઢાળ પર દોડતા છોકરા પાછળ ઊજતાં પતંગિયાં | ડુંગરના ઢાળ પર દોડતા છોકરા પાછળ ઊજતાં પતંગિયાં | ||
ઊડતાં ઊડતાં... | ઊડતાં ઊડતાં... | ||
</poem> | |||
===૭. વૃદ્ધશતકમાંથી આઠ કાવ્યો=== | |||
<poem> | |||
'''૧''' | |||
એક હતું ધંગલ | |||
ધંગલનો રાજા એક ત્સિંહ હતો | |||
ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને થાઈ ધાય... | |||
એટલું બોલતાં બોલતાંમાં તો | |||
વૃદ્ધ હાંફી જાય છે | |||
ફરી શ્વાસ ભેગો કરી બોલે છે | |||
ધંગલના બધ્ધા પ્લાનીઓએ | |||
એક સભા કલી | |||
ત્સિંહનો હુકમ રોજ એક પ્લાની દોઈએ | |||
એક સત્સલું કેય કે | |||
હું રાજાને છેતલું | |||
બધ્ધા પ્લાનીઓએ એને લોયકો | |||
પણ સત્સલું તો ગિયું ત્સિંહ પાસે | |||
અહીં | |||
વારતા અટકી ગઈ કારણ | |||
વૃદ્ધ ભૂલી જાય છે કે | |||
સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું | |||
એ ખૂબ યાદ કરવા મથે છે | |||
આંખો ચકળવકળ ઘુમાવે છે | |||
અકળાય છે | |||
પણ એને | |||
આગળનું કંઈ જ યાદ નથી આવતું | |||
અધૂરી રહી ગયલી વારતામાં | |||
જંગલનું સિંહનું | |||
અને સસલાનું | |||
અને વૃદ્ધનું હવે શું થશે... | |||
એની તોઈને ખબલ નથી. | |||
'''૨''' | |||
વૃદ્ધ થવું-ન થવું | |||
એ હાથની વાત નથી | |||
એવું સમજાઈ જાય ત્યાં સુધીમાં તો | |||
વૃદ્ધત્વ શરીરમાં ઘર કરી જાય | |||
ને ઘર એટલે વળી ઘર | |||
નિરાંત... મોકળાશ | |||
પોતાપણું અને | |||
કાયમી વાસો | |||
વૃદ્ધો | |||
પહેલાં તો ઘરફોડુને તગેડી મૂકવા મથે | |||
એમ લાગે શરીરમાં એકીસાથે બબ્બે જણા રહે છે | |||
સતત શંકાની નજરે જોયા કરે | |||
પણ છેવટે પડ્યું પાનું નભાવી લેવાનું | |||
સમાધાન કરી લઈ | |||
ધીમે ધીમે | |||
વૃદ્ધાવસ્થામાં/ ઘડપણમાં પૂરેપૂરા સમાઈ જાય | |||
હવે વૃદ્ધો પાકેપાકા વૃદ્ધો | |||
કોઈક ડાળ પર પીળું પડી ગયેલું પાંદડું ચીંધતાં | |||
કે આથમતો સૂરજ દેખાડતાં | |||
કહેતા ફરે | |||
વૃદ્ધ થવું-ન થવું | |||
એ કંઈ હાથની વાત નથી | |||
'''૩''' | |||
ડોસીની | |||
આંખ તો ક્યારનીય ગયેલી | |||
પણ એ બધું જોઈ-પામી લેતી | |||
કાન નહોતા છતાં | |||
સાંભળી-સમજી લેતી | |||
અડધી પલાંઠી વાળી | |||
ઢીંચણ પર કોણી ટેકવી | |||
દાબડી ખોલી | |||
ચપટીક બજરનો ઊંડો સડાકો લઈ | |||
ખૂણેખૂણાની ગંધ પારખી લેતી | |||
ટાઢતડકા-લીલીસૂકીમાં | |||
ઘર આખું પાલવમાં વીંટાળેલું રાખતી | |||
બોખું મોં ખોલતી ત્યારે | |||
ભીંતોય બેવડ હસીને હસતી | |||
થોડી વાર આડે પડખે થતી ત્યારેય | |||
મારું ઘર મારું ઘર-ના રટણથી | |||
ઘરની ચોકી કરતી | |||
ઉંબરબહારની | |||
ડોસીને નિસબત નહોતી | |||
ભીતરનું | |||
છાતીએ વળગાડીને રાખતી | |||
અંધારું થાય તે અગાઉ | |||
ગોખલાઓમાં દીવા પેટાવી | |||
ઘરને છાને ખૂણે અંધારિયું થઈને પડી રહેતી | |||
ત્યારે ઝટ કોઈની નજરે ન ચડતી | |||
'''૪''' | |||
જમ ઘર ભાળતો નહીં અને | |||
ડોસી મરતી નહીં | |||
અને ડોસી મરતી નહીં એટલે જીવતી | |||
ખાટલામાં ટૂંટિયું વાળીને પડી રહેતી | |||
ચાદરની બહાર પગ ન ફેલાવતી | |||
જરઠ કાયા ચીંથરે વીંટાળેલી રાખતી | |||
ક્યારેક મોં સહેજ બહાર કાઢી | |||
આજુબાજુનું જોવાનો પ્રયત્ન કરતી | |||
પણ ઝાઝું વરતી ન શકતી | |||
ઊંહકારો કર્યા વિના | |||
ડોકી અંદર સેરવી લઈ | |||
સાવ ખાલીખમ્મ ખાટલો હોય એમ પડી રહેતી | |||
પડ્યા પડ્યા | |||
ક્યારે જાગતી અને ક્યારે ઊંઘતી | |||
એની એનેય ખબર ન રહેતી | |||
એક તરફ | |||
આખું આયખું ભુલાઈ ગયેલું અને | |||
આ તરફ ઘર આખું ડોસીને વીસરી ગયેલું | |||
ખાંસી ખાતી ત્યારે | |||
જીવતી હોય એમ લાગતું | |||
પણ જમ ઘર ન ભાળી જાય એટલે | |||
ડોસી મરતી નહીં | |||
'''૫''' | |||
ડોસી બજરની બંધાણી | |||
બજર પાછી જે તે તો નહીં જ | |||
શેરીના નાકે આવેલી કિસનાની દુકાનની | |||
થડા પાછળની અભેરાઈમાં | |||
ઉપરથી ત્રીજી હરોળમાં ડાબેથી બીજી | |||
તમાકુની જોડેની જાડા કાચની | |||
જેનું કટાયેલા રાતા રંગનું ઢાંકણું વારંવાર દોઢે ચડી જતું | |||
એ બરણીની બજર | |||
અવેજીની કોઈ પણ ડોસી માટે પાતક | |||
ભૂલેચૂકે બજર ખલાસ થઈ તો | |||
પ્યાલો ફાટતો જ | |||
દીકરાને બબ્બે મોંઢે ગાળો ભંડાતી | |||
વહુઘેલો મુવો પીટિયો | |||
માની બજરમાં જ જીવ ઘાલે છે | |||
પણ ડાબી હથેળીમાં ભરેલી બજરઢગલીમાં ઝબોળાઈને | |||
બોખાં પેઢાં પર દાતણ ફરતું ત્યારે | |||
જગત આખું એને કુર્નિશ બજાવી રહ્યું હોય | |||
એવું દૃઢપણું માનતી | |||
દીકરાને | |||
સોનાના પતરે આખું રાજપાટ લખી આપ્યું હોય | |||
એવી નીતરતી નજરે જોઈ રહેતી | |||
સૃષ્ટિ આખીને છાતીમાં ભરી લેતી હોય | |||
એમ ઊંડો સડાકો ળઈ | |||
દીકરાના નાનકાના માથે ચૌદ ભુવનને વરસાવતી | |||
હથેળીમાં બાઝી રહેતી રહીસહી બજર ખંખેરતાં | |||
ઊભી થતી ત્યારે | |||
જીવતરને હાશકારો કહેતી અને | |||
મરણ અબ ઘડી આવી ચડે તો | |||
પોંખવા તત્પર હોય એવા ભાવે | |||
છલકાઈ ઊઠતી | |||
'''૬''' | |||
ડોસી કહેતી | |||
એ સમજણી થઈ ત્યારથી | |||
કાળો સાડલો પહેરતી, | |||
ઘોડિયાંલગ્ન લીધેલો વર | |||
મૂછનો દોરો ફૂટે તે અગાઉ | |||
મરકીમાં ખપી ગયો હતો એ કારણે. | |||
એને સાત રંગોનો સરવાળો | |||
હંમેશ કાળો. | |||
ન એણે કદી આરસીનું મોં જોયું | |||
કે ન તો બારી બહાર. | |||
બસ, દિવસ આખો | |||
ઘરમાં અંધારિયા ધાબા જેવું ફરતી અને | |||
રાતે તો લગભગ ઓગળી જ જતી | |||
ક્યારેક થાકી જતી કે પરસેવો વળતો ત્યારે | |||
સાડલાની કોરથી મોં લૂછી | |||
ઊંડો શ્વાસ લઈ | |||
સહેજ પોરો ખાઈ પાછી કામે વળગતી. | |||
કોઈક વાર | |||
આયખાની ગઠરી ખોલવા કહેવાતું | |||
ત્યારે ડોસી હળવેથી બોલતી | |||
સિવાય વૈધવ્ય અને વાર્ધક્ય | |||
એને ત્રીજો અનુભવ જ ક્યાં હતો! | |||
'''૭''' | |||
જીવતેજીવત | |||
બોધ તો થઈ ગયેલોઃ જીવવું અઘરું છે | |||
પણ મરવું એથીય અઘરું છે | |||
એની ખબર તો છેક | |||
જીવ તાળવે ટીંગાયો ત્યારે પડી | |||
એણે ધારી રાખેલું | |||
એક વસ્ત્ર ઉતારવાનું અને બીજું પહેરવાનું | |||
પણ સાવ સામે ઊભા રહી ડાકલાં વગાડતું | |||
એકધારું ઘોંચપરોણા કરતું | |||
છાતી પર ચડી જઈ છાણાં થાપતું | |||
શ્વાસમાં ફૂંફાડાભેર ઊતરી જતું | |||
હાડનાં પોલાણોમાં ધમપછાડા કરી આવતું | |||
મરવું | |||
આમ થકાવી હંફાવી હરાવી દેશે | |||
એવું સપનેય નહોતું વિચાર્યું | |||
એ અઢળક કાકલૂદી કરતો | |||
ક્યારેક વહેમ થતોઃ | |||
આને તો મારવા કરતાં રંજાડવું વધારે | |||
ને નિરાધાર એ તત્પર પણ રહેતો | |||
પણ સાંભળવું ક્યારનુંય ગયેલું છતાં જ્યારે | |||
કોઈ વાર | |||
– કોણ જાણે ડોસાનો જીવ શેમાં અટવાયો છે | |||
તે મરવાનું નામ નથી લેતો – શબ્દો કાને પડી જતા | |||
સમજાઈ પણ જતા | |||
ત્યારે મરવાની અણી પર બોધ થઈ જતોઃ | |||
ન મરી શકવું સહુથી અઘરું... | |||
'''૮''' | |||
એને ખબર પડતી નહોતી | |||
એ ઘરડો થઈ ગયો હતો | |||
એટલે એકલો પડી ગયો હતો | |||
કે એકલો પડી રહ્યો હતો | |||
એટલે ઘરડો થઈ રહ્યો હતો | |||
એને ખબર પડતી નહોતી | |||
આમને આમ ક્યાં સુધી એ ઘરડો થશે | |||
આમને આમ એકલો | |||
એને ખબર પડતી નહોતી | |||
એ ઘરડો વધારે હતો | |||
કે વધારે એકલો | |||
એને ખબર પડતી નહોતી | |||
ઘડપણ સારું | |||
કે એકલતા | |||
એને ખબર પડતી નહોતી | |||
એને હતો-ન હતો ઘડપણે કરી દીધો હતો | |||
કે એકલતાએ | |||
બીજમાં વૃક્ષ કે વૃક્ષમાં બીજની જેમ | |||
એને ખબર પડતી નહોતી | |||
એને ખબર પડી નહોતી | |||
એને ખબર પડવાની નહોતી | |||
પણ | |||
એને ખબર પડતી હતી | |||
એ ઘરડો થઈ ગયો હતો | |||
અને | |||
એ એકલો પડી ગયો હતા | |||
</poem> | </poem> |
edits