4,481
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 25: | Line 25: | ||
વ્યોમેશ ગુસ્સામાં જ બીજા રૂમમાં ચાલ્યો ગયો. વસુધા ઘણી વાર સુધી બેઠી હતી તેમ જ બેસી રહી. પછી સાંજ થતાં ઊઠીને અગાસીમાં ગઈ. તેના મનમાં એક જ વાત ઘુમરાતી હતી : આ ફૈબાના મૃત્યુનો તાર હતો. કોઈક દિવસ એ પોતાના મૃત્યુનો પણ હોઈ શકે. તે દિવસે પણ કદાચ વ્યોમેશ પાર્ટીમાં હશે. ત્યારે પણ તાર વાંચી તેની ગડી વાળી એ ખિસ્સામાં મૂકશે અને ફરી મિત્રના પ્યાલા સાથે પ્યાલો ટકરાવી પીવા લાગશે… આનંદોત્સવમાં જરા સ૨ખીયે તિરાડ પડવા દીધા વિના… પોતે ક્યાંક દૂર વ્યોમેશની નિકટતાની ઝંખના કરતી અંતિમ શ્વાસ લેશે… અને એ જાણ્યા પછી વ્યોમેશ કહેશે — તો એમાં હું શું કરું? | વ્યોમેશ ગુસ્સામાં જ બીજા રૂમમાં ચાલ્યો ગયો. વસુધા ઘણી વાર સુધી બેઠી હતી તેમ જ બેસી રહી. પછી સાંજ થતાં ઊઠીને અગાસીમાં ગઈ. તેના મનમાં એક જ વાત ઘુમરાતી હતી : આ ફૈબાના મૃત્યુનો તાર હતો. કોઈક દિવસ એ પોતાના મૃત્યુનો પણ હોઈ શકે. તે દિવસે પણ કદાચ વ્યોમેશ પાર્ટીમાં હશે. ત્યારે પણ તાર વાંચી તેની ગડી વાળી એ ખિસ્સામાં મૂકશે અને ફરી મિત્રના પ્યાલા સાથે પ્યાલો ટકરાવી પીવા લાગશે… આનંદોત્સવમાં જરા સ૨ખીયે તિરાડ પડવા દીધા વિના… પોતે ક્યાંક દૂર વ્યોમેશની નિકટતાની ઝંખના કરતી અંતિમ શ્વાસ લેશે… અને એ જાણ્યા પછી વ્યોમેશ કહેશે — તો એમાં હું શું કરું? | ||
પોતાના જીવનનાં સર્વોત્તમ વર્ષો અર્પી દીધાં, તે આ સંબંધનું અંતે શું આ જ મૂલ્ય ૨હેવાનું હતું? | પોતાના જીવનનાં સર્વોત્તમ વર્ષો અર્પી દીધાં, તે આ સંબંધનું અંતે શું આ જ મૂલ્ય ૨હેવાનું હતું? | ||
છતાં વ્યોમેશની એક વાત સાચી પણ હતી. પોતે તો હૃદયની લાગણી પ્રમાણે ક્યારેય વર્તી નહોતી. હંમેશા બીજાઓ શું કહેશે, તેમને કેવું લાગશે તેનો જ વિચાર કર્યો હતો. તે તો પોતાના હૃદયને ઉવેખીને જ જીવી હતી. આ ઘર, આ સંસાર. એના હજારો વ્યવહારોની રોજેરોજ થયા કરતી ગૂંથણી… એ બધાંમાં એના હૃદયે કંઈક જુદું જ | છતાં વ્યોમેશની એક વાત સાચી પણ હતી. પોતે તો હૃદયની લાગણી પ્રમાણે ક્યારેય વર્તી નહોતી. હંમેશા બીજાઓ શું કહેશે, તેમને કેવું લાગશે તેનો જ વિચાર કર્યો હતો. તે તો પોતાના હૃદયને ઉવેખીને જ જીવી હતી. આ ઘર, આ સંસાર. એના હજારો વ્યવહારોની રોજેરોજ થયા કરતી ગૂંથણી… એ બધાંમાં એના હૃદયે કંઈક જુદું જ ઇચ્છ્યું હતું, અને એણે કંઈક જુદું જ કર્યું હતું. એને કરવું પડ્યું હતું. કોણે પાડી હતી એ ફ૨જ? કયા અદીઠા રાજદંડે? અને શા માટે પોતે એ રાજદંડની આમન્યા જાળવી હતી? | ||
સૂરજ ડૂબવા લાગ્યો હતો. પશ્ચિમ બાજુનું આકાશ લાલ રંગમાં ખીલી ઊઠ્યું હતું. જોતજોતામાં સંધ્યાએ આખા વાતાવરણને પોતાની મધુરતામાં લપેટી લીધું. | સૂરજ ડૂબવા લાગ્યો હતો. પશ્ચિમ બાજુનું આકાશ લાલ રંગમાં ખીલી ઊઠ્યું હતું. જોતજોતામાં સંધ્યાએ આખા વાતાવરણને પોતાની મધુરતામાં લપેટી લીધું. | ||
વસુધા આંખ માંડીને જોઈ રહી. તેને આવી હજારો સાંજ યાદ આવી, જ્યારે બીજું કશું જ ક૨વાની ઇચ્છા ન હોય, માત્ર અગાસીમાં બેસી આકાશ જોયા ક૨વાનું મન હોય, એકાંતમાં વિચાર વગરનાં થઈને બેસી રહેવાનું મન હોય! | વસુધા આંખ માંડીને જોઈ રહી. તેને આવી હજારો સાંજ યાદ આવી, જ્યારે બીજું કશું જ ક૨વાની ઇચ્છા ન હોય, માત્ર અગાસીમાં બેસી આકાશ જોયા ક૨વાનું મન હોય, એકાંતમાં વિચાર વગરનાં થઈને બેસી રહેવાનું મન હોય! | ||