સાત પગલાં આકાશમાં/૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
વ્યોમેશ ગુસ્સામાં જ બીજા રૂમમાં ચાલ્યો ગયો. વસુધા ઘણી વાર સુધી બેઠી હતી તેમ જ બેસી રહી. પછી સાંજ થતાં ઊઠીને અગાસીમાં ગઈ. તેના મનમાં એક જ વાત ઘુમરાતી હતી : આ ફૈબાના મૃત્યુનો તાર હતો. કોઈક દિવસ એ પોતાના મૃત્યુનો પણ હોઈ શકે. તે દિવસે પણ કદાચ વ્યોમેશ પાર્ટીમાં હશે. ત્યારે પણ તાર વાંચી તેની ગડી વાળી એ ખિસ્સામાં મૂકશે અને ફરી મિત્રના પ્યાલા સાથે પ્યાલો ટકરાવી પીવા લાગશે… આનંદોત્સવમાં જરા સ૨ખીયે તિરાડ પડવા દીધા વિના… પોતે ક્યાંક દૂર વ્યોમેશની નિકટતાની ઝંખના કરતી અંતિમ શ્વાસ લેશે… અને એ જાણ્યા પછી વ્યોમેશ કહેશે — તો એમાં હું શું કરું?

પોતાના જીવનનાં સર્વોત્તમ વર્ષો અર્પી દીધાં, તે આ સંબંધનું અંતે શું આ જ મૂલ્ય ૨હેવાનું હતું?

છતાં વ્યોમેશની એક વાત સાચી પણ હતી. પોતે તો હૃદયની લાગણી પ્રમાણે ક્યારેય વર્તી નહોતી. હંમેશા બીજાઓ શું કહેશે, તેમને કેવું લાગશે તેનો જ વિચાર કર્યો હતો. તે તો પોતાના હૃદયને ઉવેખીને જ જીવી હતી. આ ઘર, આ સંસાર. એના હજારો વ્યવહારોની રોજેરોજ થયા કરતી ગૂંથણી… એ બધાંમાં એના હૃદયે કંઈક જુદું જ ઇછ્યું હતું, અને એણે કંઈક જુદું જ કર્યું હતું. એને કરવું પડ્યું હતું. કોણે પાડી હતી એ ફ૨જ? કયા અદીઠા રાજદંડે? અને શા માટે પોતે એ રાજદંડની આમન્યા જાળવી હતી?
છતાં વ્યોમેશની એક વાત સાચી પણ હતી. પોતે તો હૃદયની લાગણી પ્રમાણે ક્યારેય વર્તી નહોતી. હંમેશા બીજાઓ શું કહેશે, તેમને કેવું લાગશે તેનો જ વિચાર કર્યો હતો. તે તો પોતાના હૃદયને ઉવેખીને જ જીવી હતી. આ ઘર, આ સંસાર. એના હજારો વ્યવહારોની રોજેરોજ થયા કરતી ગૂંથણી… એ બધાંમાં એના હૃદયે કંઈક જુદું જ ઇચ્છ્યું હતું, અને એણે કંઈક જુદું જ કર્યું હતું. એને કરવું પડ્યું હતું. કોણે પાડી હતી એ ફ૨જ? કયા અદીઠા રાજદંડે? અને શા માટે પોતે એ રાજદંડની આમન્યા જાળવી હતી?
સૂરજ ડૂબવા લાગ્યો હતો. પશ્ચિમ બાજુનું આકાશ લાલ રંગમાં ખીલી ઊઠ્યું હતું. જોતજોતામાં સંધ્યાએ આખા વાતાવરણને પોતાની મધુરતામાં લપેટી લીધું.

વસુધા આંખ માંડીને જોઈ રહી. તેને આવી હજારો સાંજ યાદ આવી, જ્યારે બીજું કશું જ ક૨વાની ઇચ્છા ન હોય, માત્ર અગાસીમાં બેસી આકાશ જોયા ક૨વાનું મન હોય, એકાંતમાં વિચાર વગરનાં થઈને બેસી રહેવાનું મન હોય!

Navigation menu