અર્વાચીન કવિતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
Arvachin Kavita cover.png


અર્વાચીન કવિતા

સુન્દરમ્


પુસ્તક PDF રૂપે વાંચવા અહીં ક્લિક કરો



અનુક્રમ

નવો પ્રવાહ

સ્તબક પહેલો
પ્રાવેશિક
ખંડક ૧ : મુખ્ય કવિઓ
કવિ દલપતરામ ડાહ્યાભાઈ
કવિ નર્મદાશંકર લાલશંકર
કવિ હીરાચંદ કાનજી
હરગોવનદાસ દ્વારકાદાસ કાંટાવાળા
કવિ શિવલાલ ધનેશ્વર
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
મહેતાજી ગણપતરામ રાજારામ
શેઠ વલ્લભદાસ પોપટ
આચાર્ય વલ્લભજી હરિદત્ત
કેશવરામ હરિરામ ભટ્ટ
ભોળાનાથ સારાભાઈ દીવેટીઆ

ખંડક ૨: અન્ય કવિઓ
(૧) દલપતરીતિના કવિતાલેખકો
(૨) નર્મદરીતિના કવિતાલેખકો
(૩) પ્રાસંગિક કૃતિઓ
(૪) પારસી બોલીના કવિઓ

સ્તબક બીજો
પ્રાવેશિક
ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ
‘ક્લાન્ત કવિ’ – બાળાશંકર ઉલ્લાસરામ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
‘કલાપી’–સુરસિંહજી ગોહેલ
‘મસ્ત કવિ’–ત્રિભુવન પ્રેમશંકર
‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી

ખંડક ૨ : સંસ્કૃત જાગૃતિના કવિઓ
દોલતરામ કૃપારામ પંડ્યા
ભીમરાવ ભોળાનાથ દીવેટીઆ
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
હરિલાલ હર્ષદરાય ધ્રુવ
‘મકરન્દ’–રમણભાઈ મહીપતરામ નીલકંઠ
નરસિંહરાવ ભોળાનાથ દીવેટીઆ
‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ
‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ
‘અદલ’–અરદેશર ફરામજી ખબરદાર
‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

ખંડક ૩ : અન્ય કવિઓ
ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ
‘લલિત’–જન્મશંકર મહાશંકર બુચ
દામોદર ખુશાલદાસ બોટાદકર
કેશવ હ. શેઠ
જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર
ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ
દેશળજી પરમાર
જેહાંગીર માણેકજી દેસાઈ
ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો

સ્તબક ત્રીજો :
પ્રાવેશિક
ખંડક ૧ : મુખ્ય કવિઓ
નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી
‘જ્ઞાની’-કાજી અનવરમિયાં
અરજુન ભગત
‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી
ખંડક ૨ : અન્ય કવિઓ

પરિશિષ્ટ :
(૧) અનુવાદો
(૨) સંગ્રહો
તવારીખ :
લેખકનાં પુસ્તકોની યાદી : [પહેલી આવૃત્તિ પ્રકાશન]

અર્વાચીન કવિતા

સુન્દરમ્‌ અગ્રિમ કવિ તરીકે સ્થપાયા છે પરંતુ તેમનું કાવ્ય-વિવેચક તરીકેનું સ્થાન ઓછું નથી જ. સવા હજાર કૃતિઓ વાંચીને યથાર્થ તારવણી કરવી એ નાનુંસૂનું કામ નથી. મને બરાબર યાદ છે કે તેઓ રોજ સવારે ૮-૩૦ કલાકે શાકભાખરી અથવા પૂરીશાક એક થેલીમાં મૂકીને ગુજરાત વિદ્યાસભાના ગ્રંથાલયમાં પહોંચી જતા અને એક નિર્ણીત મેજ પર બેસી નોટબુકોમાં નોંધો લેતા. ત્યાંથી સીધા જ તેઓ જ્યોતિ સંઘ પર પહોંચતા. ઘણી વાર સાંજે ઘેર પાછા ફરતા પહેલાં પણ તેઓ આ કામ કરતા; સાઇકલ વાપરતા હતા તેથી ઠીક સરળતા થઈ હતી. ‘અર્વાચીન કવિતા’માં જે સ્તબકો પાડીને ગૂંથણી કરવાનું તેમણે વિચાર્યું તેમાં તેમની પ્રતિભાની પહોંચ વરતાઈ આવે છે. સળંગ લખાણમાં વચમાં વચમાં સમુચિત મથાળાં મૂકીને લખાણને સુસ્પષ્ટ હસ્તામલકવત્‌ કરાવી આપવાની તેમની ચીવટ પ્રશંસાપાત્ર બને છે. કોઈને તેઓ ભૂલ્યા નથી અને કોઈને મૂલવ્યા વિના રહ્યા નથી. જમશેદજી પીતીતની કવિતા વિશે તેમનું લખાણ કેટલું સહૃદય અને કેટલું સાચુકલું છે! એવું જ ગજેન્દ્ર ગુલાબરાય બુચની કવિતાનું વિવેચન છે. તેમણે ચૂંટેલી પંક્તિઓની સચોટતા કેટલી વેધક છે! વિસરાઈ ગયેલા કતિઓની સારી પંક્તિઓનું તેમણે ઉદ્ધરણ કર્યું છે તે પણ આ કૃતિના મૂલ્યમાં વધારો કરે છે.

– રામપ્રસાદ શુક્લ
‘સુન્દરમ્‌ એટલે સુન્દરમ્‌’,
—પૃ. ૩૬૪