ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઉમાશંકરની પૂર્વવર્તી ગુજરાતની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
સુન્દરમે પણ દલપતરામની આ “નવી શૈલીની પ્રથમ ઉપલબ્ધ કૃતિ ‘બાપાની પીંપર’ ૧૮૪૫થી અર્વાચીન ગુજરાતી કવિતાનો પ્રથમ સ્તબક પ્રારંભાયાનો નિર્દેશ કર્યો છે.૧ બ. ક. ઠાકોર૨ જેનો ‘નવીન’ તરીકે નિર્દેશ કરે છે; રા. વિ. પાઠક,૩ સુન્દરમ્ અને મનસુખલાલ ઝવેરી૪ જેનો ‘અર્વાચીન’ તરીકે નિર્દેશ કરે છે, જયંત પાઠક૫ જેનો ‘આધુનિક’ તરીકે અને ઉમાશંકર પોતે જેનો ‘અદ્યતન’૬ તરીકે નિર્દેશ કરે છે તે ગાંધીયુગની કવિતા – સુન્દરમ્-ઉમાશંકર આદિની કવિતા બ. ક. ઠાકોરની ઐતિહાસિક દૃષ્ટિ સ્વીકારીને કહીએ તો સંક્રાંતિકાલીન કવિતા જ છે. દલપત-નર્મદથી માંડીને આજ દિન સુધીની કવિતાને સંક્રાંતિકાલીન કવિતા કહેવામાં વાંધો હોઈ ન શકે. ઉમાશંકર આદિની આ સંક્રાંતિકાલીન કવિતા ‘ગાંધીયુગીન’ મટી જતી નથી એ તો દેખીતું છે.

ઉમાશંકર મુખ્યત્વે કવિ હોઈ, એમની કવિતાસૃષ્ટિના સંદર્ભમાં જે વિચાર થયો છે તે એમની સમગ્ર સર્જકતાના સંદર્ભે પણ ઉપયોગી છે. ઉમાશંકરની કવિતા – એમનું સાહિત્યસર્જન, એમનું સાહિત્યવિવેચન પણ સંક્રાન્તિકાળનું; તો એને જોવા-સમજવા માટે સંક્રાન્તિકાળની સંસ્કારભૂમિકાનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ઉપયોગ કરવો રહ્યો.

જેમ બંગાળી, મરાઠી, હિન્દી, તમિળ, મળયાળમ આદિ ભારતની પ્રાદેશિક ભાષાઓમાં તેમ ગુજરાતીમાં પણ અર્વાચીન સાહિત્યનો યુગ અંગ્રેજોના સંપર્કથી શરૂ થયો. બ. ક. ઠાકોર અંગ્રેજોના સંપર્કે જે યુગ આપણે ત્યાં શરૂ થયો તેનાં સાંસ્કૃતિક વલણો તપાસી તેને ‘સંક્રાન્તિયુગ’ (Age of Transition) અને ‘પુનર્જીવનયુગ’ (Age of Renascence or New Birth) જેવાં સૌથી ઓછાં પક્ષિલ અને સૌથી વ્યાપક નામોથી ઓળખાવવાનો પ્રયત્ન કરે છે.૭ ‘પ્રયોગયુગ’, ‘ઉદ્ધતિયુગ’, ‘બંડયુગ’, ‘ધ્વંસયુગ’, ‘ઉચ્છેદયુગ’ જેવાં નામો તેઓ નાપસંદ કરે છે. આ સંક્રાંતિ પાશ્ચાત્ય અને ભારતીય સંસ્કૃતિઓના સંઘટને જન્મેલી છે અને એ સંઘટનને પરિણામે જે ઊથલપાથલો સ્થૂલ-સૂક્ષ્મ રૂપની થઈ તેમાંથી આપણું ગુજરાતી સાહિત્ય બાકાત રહી શક્યું નથી. ‘સુધારાયુગનું સાહિત્ય’, ‘સંરક્ષક પક્ષના લેખકો અને ઉચ્છેદક પક્ષના લેખકો’, ‘સંગમયુગના દ્રષ્ટા’૮, ‘મધુદર્શી સમન્વયકાર આનંદશંકર’૯ ઇત્યાદિ સાહિત્યગત ઉક્તિપ્રયોગોની ભૂમિકા સંક્રાન્તિની જ રહી છે એ સ્પષ્ટ છે. દલપત-નર્મદથી, યથાતથ રીતે કહીએ તો અંગ્રેજોના સંપર્ક પછી જે સંક્રાન્તિની પ્રક્રિયા શરૂ થઈ તેનું સાતત્ય સાક્ષરયુગ, ગાંધીયુગમાં જ નહિ, સ્વાતંત્ર્યોત્તર યુગમાં પણ જોઈ શકાય એવી સ્થિતિમાં આપણે છીએ. ‘નર્મદજન્મસમયનો જમાનો એટલે જડતા, અજ્ઞાન, વહેમ અંધશ્રદ્ધા ને ભીરુતાનો જમાનો.’૧૦ એ જમાનાનાં કેટલાંક માર્મિક ચિત્રો વિનાયક નંદશંકરે ‘નંદશંકર જીવનચિત્ર’(પૃ. ૨૮-૨૯)માં આપેલાં છે. હીરાલાલ પારેખે ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન–૧’માં આ સમયની કેટલીક દસ્તાવેજી માહિતી આપી છે. રાજકીય ઊથલપાથલો, ટંટાફિસાદો ને પ્રજાકીય બિનસલામતીના પ્રશ્નો ઓછા નહોતા.૧૧ ‘ભરૂચ શહેરનો ઇતિહાસ’(પૃ. ૪૫૮)માંથી હીરાલાલ પારેખે જે ઘટના ટાંકી છે તે આ સમયની રાજકીય પરિસ્થિતિનું સચોટ રીતે સૂચન કરે છે. સન્ ૧૭૭૯માં વડગામ આગળ થયેલી સંધિ મુજબ ભરૂચ શહેર પાછું સિંધિયાને સોંપવાનો કરાર થયો ત્યારે “......ભરૂચી પ્રજા ઘણી દિલગીર થઈ. ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી કે અંગ્રેજી અમલ અમારા ઉપર હંમેશાં રહો. રાજ્ય અંગ્રેજોનું કાયમ રહે માટે યજ્ઞો, હોમ, બલિદાન વગેરે શરૂ થયાં. કેટલાક લોકોએ અમુક અમુક બાધાઓ પણ લીધી. આ વાતમાં ઢીલ થઈ એટલે પ્રજાએ જાણ્યું કે ઈશ્વરે સામું જોયું, તેથી લોકો ખુશી થયા.”૧૨ આવું વલણ અપનાવનારી પ્રજા દેશી શાસકોથી કેટલી ત્રાસી હશે એની તો કલ્પના જ કરવાની રહી. તે જમાનાના સંસ્કારક્ષેત્રના અગ્રણીઓ દલપતરામ, નર્મદ, મહીપતરામ વગેરેએ અંગ્રેજી શાસનને આવકાર્યું તેમાં એમની સ્વદેશ પ્રત્યેની બેવફાઈ નહિ પણ દાઝ જ કારણભૂત હતી ! ‘ઝેર ગયાં ને વેર ગયાં’નો આનંદ વ્યક્ત કરી વિક્ટોરિયાના રાજ્ય-અમલને ઈશ્વરનો ઉપકાર ગણી, સ્વીકારી ‘હરખ હવે તું હિન્દુસ્તાન’૧૩ એમ હિન્દુસ્તાન આખાને હરખાવાનું કહેવાનું થયું એમાં કેવળ દલપતરામનો જ નહિ, એમના સમગ્ર જમાનાનો અવાજ હતો. નર્મદે પણ વિક્ટોરિયાના રાજ્યઅમલને વધાવ્યો જ હતો.૧૪ અરે ! છેક ન્હાનાલાલ સુધી આ વલણ દેખાતું રહ્યું છે. ન્હાનાલાલે લખેલ ‘રાજયુવરાજને સત્કાર’૧૫માં આમ તો આર્ય રાજભાવના અને આર્યસંસ્કૃતિની ફોરમ હતી, છતાં તે હતું તો અંગ્રેજ શહેનશાહની બિરદાવલિરૂપ કાવ્ય. દલપત-નર્મદથી માંડી, ગોવર્ધનરામ ઇત્યાદિ સાક્ષરો – અરે છેક ગાંધીજી સુધી અંગ્રેજોનો ભારત સાથેનો સંબંધ એક યા બીજા કારણે અનેક મહાનુભાવોને આવકાર્ય લાગ્યો હતો. અંગ્રેજોનો સંપર્ક ગાંધીયુગને લાગ્યો તેટલો વાંધાજનક દલપત-નર્મદયુગને, પંડિતયુગને કે ગાંધીયુગ પ્રવર્તનાર ગાંધીજીને પણ એક તબક્કે લાગ્યો નહોતો !૧૬ ‘સંગમયુગના દ્રષ્ટા’ સરસ્વતીચંદ્રકારને અંગ્રેજોની શુભનિષ્ઠામાં વિશ્વાસ હતો.૧૭ બીજી બાજુ એ પણ હકીકત છે કે છેક ૧૮૪૪માં દાદોબા અને દુર્ગારામને અંગ્રેજી અમલથી પૈસેટકે દેશની ખરાબી થયાનું ભાન હતું. મહેતાજીએ તો જણાવેલું કે ‘કેટલાએક કામમાં અંગ્રેજીનું રાજ્ય સારું છે. પણ એ રાજા પરદેશનો છે, માટે એને જેટલી પ્રીતિ પોતાના દેશના લોકો પર છે તેટલી આ દેશના લોકો ઉપર નથી, માટે ઇહાંની પ્રજા દુ:ખી છે.’ આગળ ચાલતાં તેઓ જણાવે છે કે ‘એ જે થયું છે તે હિન્દુ લોકોના નિર્બળપણાથી તથા વિદ્યારહિતપણાથી થયું છે... માટે હવે તો એ જ ઉપાય છે કે વિદ્યાકલામાં જાણીતા થવું. નીતિમાન થઈને સરકાર પાસે પોતાનો ખરો હક માગવો.’ (‘દુર્ગારામચરિત’, પૃ. ૧૦૬–૧૦૭–૧૦૮)૧૮ દલપત-નર્મદયુગે, સાક્ષરયુગે વિદ્યાકલા પરત્વે, ધર્મનીતિ પરત્વે ઠીક ઊહાપોહ કર્યો અને ગાંધીયુગે એ ઊહાપોહને ખરા હકની લડતમાં ઢાળ્યો. જેમણે અંગ્રેજ સરકારનું સ્વાગત કર્યું તે દલપતરામ, નર્મદ વગેરેએ અંગ્રેજ સરકારની ટીકા પણ પ્રસંગોપાત્ત, કરી જ હતી. ‘ફાર્બસવિલાસ’માં દલપતરામે કંઈક કડકાઈથી કહેલું :
જેમ બંગાળી, મરાઠી, હિન્દી, તમિળ, મળયાળમ આદિ ભારતની પ્રાદેશિક ભાષાઓમાં તેમ ગુજરાતીમાં પણ અર્વાચીન સાહિત્યનો યુગ અંગ્રેજોના સંપર્કથી શરૂ થયો. બ. ક. ઠાકોર અંગ્રેજોના સંપર્કે જે યુગ આપણે ત્યાં શરૂ થયો તેનાં સાંસ્કૃતિક વલણો તપાસી તેને ‘સંક્રાન્તિયુગ’ (Age of Transition) અને ‘પુનર્જીવનયુગ’ (Age of Renascence or New Birth) જેવાં સૌથી ઓછાં પક્ષિલ અને સૌથી વ્યાપક નામોથી ઓળખાવવાનો પ્રયત્ન કરે છે.૭ ‘પ્રયોગયુગ’, ‘ઉદ્ધતિયુગ’, ‘બંડયુગ’, ‘ધ્વંસયુગ’, ‘ઉચ્છેદયુગ’ જેવાં નામો તેઓ નાપસંદ કરે છે. આ સંક્રાંતિ પાશ્ચાત્ય અને ભારતીય સંસ્કૃતિઓના સંઘટને જન્મેલી છે અને એ સંઘટનને પરિણામે જે ઊથલપાથલો સ્થૂલ-સૂક્ષ્મ રૂપની થઈ તેમાંથી આપણું ગુજરાતી સાહિત્ય બાકાત રહી શક્યું નથી. ‘સુધારાયુગનું સાહિત્ય’, ‘સંરક્ષક પક્ષના લેખકો અને ઉચ્છેદક પક્ષના લેખકો’, ‘સંગમયુગના દ્રષ્ટા’૮, ‘મધુદર્શી સમન્વયકાર આનંદશંકર’૯ ઇત્યાદિ સાહિત્યગત ઉક્તિપ્રયોગોની ભૂમિકા સંક્રાન્તિની જ રહી છે એ સ્પષ્ટ છે. દલપત-નર્મદથી, યથાતથ રીતે કહીએ તો અંગ્રેજોના સંપર્ક પછી જે સંક્રાન્તિની પ્રક્રિયા શરૂ થઈ તેનું સાતત્ય સાક્ષરયુગ, ગાંધીયુગમાં જ નહિ, સ્વાતંત્ર્યોત્તર યુગમાં પણ જોઈ શકાય એવી સ્થિતિમાં આપણે છીએ. ‘નર્મદજન્મસમયનો જમાનો એટલે જડતા, અજ્ઞાન, વહેમ અંધશ્રદ્ધા ને ભીરુતાનો જમાનો.’૧૦ એ જમાનાનાં કેટલાંક માર્મિક ચિત્રો વિનાયક નંદશંકરે ‘નંદશંકર જીવનચિત્ર’(પૃ. ૨૮-૨૯)માં આપેલાં છે. હીરાલાલ પારેખે ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન–૧’માં આ સમયની કેટલીક દસ્તાવેજી માહિતી આપી છે. રાજકીય ઊથલપાથલો, ટંટાફિસાદો ને પ્રજાકીય બિનસલામતીના પ્રશ્નો ઓછા નહોતા.૧૧ ‘ભરૂચ શહેરનો ઇતિહાસ’(પૃ. ૪૫૮)માંથી હીરાલાલ પારેખે જે ઘટના ટાંકી છે તે આ સમયની રાજકીય પરિસ્થિતિનું સચોટ રીતે સૂચન કરે છે. સન્ ૧૭૭૯માં વડગામ આગળ થયેલી સંધિ મુજબ ભરૂચ શહેર પાછું સિંધિયાને સોંપવાનો કરાર થયો ત્યારે “......ભરૂચી પ્રજા ઘણી દિલગીર થઈ. ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી કે અંગ્રેજી અમલ અમારા ઉપર હંમેશાં રહો. રાજ્ય અંગ્રેજોનું કાયમ રહે માટે યજ્ઞો, હોમ, બલિદાન વગેરે શરૂ થયાં. કેટલાક લોકોએ અમુક અમુક બાધાઓ પણ લીધી. આ વાતમાં ઢીલ થઈ એટલે પ્રજાએ જાણ્યું કે ઈશ્વરે સામું જોયું, તેથી લોકો ખુશી થયા.”૧૨ આવું વલણ અપનાવનારી પ્રજા દેશી શાસકોથી કેટલી ત્રાસી હશે એની તો કલ્પના જ કરવાની રહી. તે જમાનાના સંસ્કારક્ષેત્રના અગ્રણીઓ દલપતરામ, નર્મદ, મહીપતરામ વગેરેએ અંગ્રેજી શાસનને આવકાર્યું તેમાં એમની સ્વદેશ પ્રત્યેની બેવફાઈ નહિ પણ દાઝ જ કારણભૂત હતી ! ‘ઝેર ગયાં ને વેર ગયાં’નો આનંદ વ્યક્ત કરી વિક્ટોરિયાના રાજ્ય-અમલને ઈશ્વરનો ઉપકાર ગણી, સ્વીકારી ‘હરખ હવે તું હિન્દુસ્તાન’૧૩ એમ હિન્દુસ્તાન આખાને હરખાવાનું કહેવાનું થયું એમાં કેવળ દલપતરામનો જ નહિ, એમના સમગ્ર જમાનાનો અવાજ હતો. નર્મદે પણ વિક્ટોરિયાના રાજ્યઅમલને વધાવ્યો જ હતો.૧૪ અરે ! છેક ન્હાનાલાલ સુધી આ વલણ દેખાતું રહ્યું છે. ન્હાનાલાલે લખેલ ‘રાજયુવરાજને સત્કાર’૧૫માં આમ તો આર્ય રાજભાવના અને આર્યસંસ્કૃતિની ફોરમ હતી, છતાં તે હતું તો અંગ્રેજ શહેનશાહની બિરદાવલિરૂપ કાવ્ય. દલપત-નર્મદથી માંડી, ગોવર્ધનરામ ઇત્યાદિ સાક્ષરો – અરે છેક ગાંધીજી સુધી અંગ્રેજોનો ભારત સાથેનો સંબંધ એક યા બીજા કારણે અનેક મહાનુભાવોને આવકાર્ય લાગ્યો હતો. અંગ્રેજોનો સંપર્ક ગાંધીયુગને લાગ્યો તેટલો વાંધાજનક દલપત-નર્મદયુગને, પંડિતયુગને કે ગાંધીયુગ પ્રવર્તનાર ગાંધીજીને પણ એક તબક્કે લાગ્યો નહોતો !૧૬ ‘સંગમયુગના દ્રષ્ટા’ સરસ્વતીચંદ્રકારને અંગ્રેજોની શુભનિષ્ઠામાં વિશ્વાસ હતો.૧૭ બીજી બાજુ એ પણ હકીકત છે કે છેક ૧૮૪૪માં દાદોબા અને દુર્ગારામને અંગ્રેજી અમલથી પૈસેટકે દેશની ખરાબી થયાનું ભાન હતું. મહેતાજીએ તો જણાવેલું કે ‘કેટલાએક કામમાં અંગ્રેજીનું રાજ્ય સારું છે. પણ એ રાજા પરદેશનો છે, માટે એને જેટલી પ્રીતિ પોતાના દેશના લોકો પર છે તેટલી આ દેશના લોકો ઉપર નથી, માટે ઇહાંની પ્રજા દુ:ખી છે.’ આગળ ચાલતાં તેઓ જણાવે છે કે ‘એ જે થયું છે તે હિન્દુ લોકોના નિર્બળપણાથી તથા વિદ્યારહિતપણાથી થયું છે... માટે હવે તો એ જ ઉપાય છે કે વિદ્યાકલામાં જાણીતા થવું. નીતિમાન થઈને સરકાર પાસે પોતાનો ખરો હક માગવો.’ (‘દુર્ગારામચરિત’, પૃ. ૧૦૬–૧૦૭–૧૦૮)૧૮ દલપત-નર્મદયુગે, સાક્ષરયુગે વિદ્યાકલા પરત્વે, ધર્મનીતિ પરત્વે ઠીક ઊહાપોહ કર્યો અને ગાંધીયુગે એ ઊહાપોહને ખરા હકની લડતમાં ઢાળ્યો. જેમણે અંગ્રેજ સરકારનું સ્વાગત કર્યું તે દલપતરામ, નર્મદ વગેરેએ અંગ્રેજ સરકારની ટીકા પણ પ્રસંગોપાત્ત, કરી જ હતી. ‘ફાર્બસવિલાસ’માં દલપતરામે કંઈક કડકાઈથી કહેલું :{{Poem2Close}}
<poem>
“કહે દલપત દીનાનાથ તેં આ દેશમાંથી,
“કહે દલપત દીનાનાથ તેં આ દેશમાંથી,
આંધળો અમલ કાઢ્યો તથાપિ અંધેર છે.”
આંધળો અમલ કાઢ્યો તથાપિ અંધેર છે.”
(દલપતકાવ્ય–૨, ૧૮૯૭, પૃ. ૯૫)
{{Right|(દલપતકાવ્ય–૨, ૧૮૯૭, પૃ. ૯૫)}}
</poem>
<br>
{{Poem2Open}}
મીઠા અંગેના દંગલ પછી દુર્ગારામ મહેતાજી ૧-૯-૧૮૪૪ની માનવધર્મસભાની બેઠકમાં જે બોલ્યા તે એટલું તો કડક હતું કે મહીપતરામે લખ્યું કે “આ ભાષણ૧૯ ઈ.સ. ૧૮૪૪ને બદલે ઈ.સ. ૧૮૭૮માં (એપ્રિલના દંગલ વખત) કર્યું હોત તો તેમને તેમના જીવતરનો બાકીનો ભાગ કાળે પાણીએ ચડી આંદામાન બેટમાં કાઢવો પડત...!” (આદ્ય સુધારક મહેતાજી દુર્ગારામ, ૧૯૭૦, પૃ. ૨૬)

આમ દલપત-નર્મદથી માંડીને ગાંધીયુગપર્યંત બૌદ્ધિકોમાં અંગ્રેજ સત્તાના સંપર્ક વિશે મિશ્ર વલણ રહ્યું છે. દુર્ગારામ મહેતાજી કે મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવાને અંગ્રેજ સત્તાથી થનાર હાનિની વાત બહુ ઊંડી રીતે સ્પર્શી ગયાનાં એંધાણ જરૂર મળે છે. મણિલાલે ‘પાશ્ચાત્ય બલના આર્યબલ સાથેના સંઘટ્ટ’ના સંદર્ભમાં વાત કરતાં, એમના અત્યંત મહત્ત્વના લેખ ‘પૂર્વ અને પશ્ચિમ’માં જણાવ્યું છે કે પાશ્ચાત્ય રાજકીય સંપર્કે ‘સુખશાન્તિ અને નિર્ભયતા એ બે વાત આપણને મળી છે;૨૦ પણ પછી ઉમેરે છે : “પણ ખરેખર તેની કિંમત આપણે કોઈ મહામૂઢ ગામડિયો બજારમાં જઈને એકાદ હલકા હીરાને માટે આપી આવે તે કરતાં પણ અધિક પ્રમાણથી આપી છે. સતી, દૂધ-પીતી ઇત્યાદિ વાતો દૂર થઈ તે માટે પરમ ઉપકાર માનવા જેવું છે ખરું, પરંતુ અન્યથા પણ એવા રિવાજો બંધ ન જ પડત એમ અમારું માનવું નથી.”૨૧ અંગ્રેજોના સંપર્કે જે નવા નવા સુધારાઓ આવ્યા, સુખસગવડનાં સાધનો આવ્યાં, વિદ્યાકળાનાં નવાં ક્ષેત્રો ખૂલ્યાં અને કાયદો તથા વ્યવસ્થાએ પ્રેરેલી શાંતિ-સલામતી આવ્યાં તેનો અનુભવ દેશી જનો માટે તો અભૂતપૂર્વ જ હતો. દલપતરામે તો એમની ઠાવકાઈમાં વિસ્મય વધવા દઈને ગાયું :
આમ દલપત-નર્મદથી માંડીને ગાંધીયુગપર્યંત બૌદ્ધિકોમાં અંગ્રેજ સત્તાના સંપર્ક વિશે મિશ્ર વલણ રહ્યું છે. દુર્ગારામ મહેતાજી કે મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવાને અંગ્રેજ સત્તાથી થનાર હાનિની વાત બહુ ઊંડી રીતે સ્પર્શી ગયાનાં એંધાણ જરૂર મળે છે. મણિલાલે ‘પાશ્ચાત્ય બલના આર્યબલ સાથેના સંઘટ્ટ’ના સંદર્ભમાં વાત કરતાં, એમના અત્યંત મહત્ત્વના લેખ ‘પૂર્વ અને પશ્ચિમ’માં જણાવ્યું છે કે પાશ્ચાત્ય રાજકીય સંપર્કે ‘સુખશાન્તિ અને નિર્ભયતા એ બે વાત આપણને મળી છે;૨૦ પણ પછી ઉમેરે છે : “પણ ખરેખર તેની કિંમત આપણે કોઈ મહામૂઢ ગામડિયો બજારમાં જઈને એકાદ હલકા હીરાને માટે આપી આવે તે કરતાં પણ અધિક પ્રમાણથી આપી છે. સતી, દૂધ-પીતી ઇત્યાદિ વાતો દૂર થઈ તે માટે પરમ ઉપકાર માનવા જેવું છે ખરું, પરંતુ અન્યથા પણ એવા રિવાજો બંધ ન જ પડત એમ અમારું માનવું નથી.”૨૧ અંગ્રેજોના સંપર્કે જે નવા નવા સુધારાઓ આવ્યા, સુખસગવડનાં સાધનો આવ્યાં, વિદ્યાકળાનાં નવાં ક્ષેત્રો ખૂલ્યાં અને કાયદો તથા વ્યવસ્થાએ પ્રેરેલી શાંતિ-સલામતી આવ્યાં તેનો અનુભવ દેશી જનો માટે તો અભૂતપૂર્વ જ હતો. દલપતરામે તો એમની ઠાવકાઈમાં વિસ્મય વધવા દઈને ગાયું :{{Poem2Close}}
“દીસે આ દુનિયા નવી, નવું નવું સૌ ઠામ,
<poem>“દીસે આ દુનિયા નવી, નવું નવું સૌ ઠામ,
કોણ મને લાવ્યું અહીં, દાખે દલપતરામ.
કોણ મને લાવ્યું અહીં, દાખે દલપતરામ.
અરે આજ આંહીં મને કોણ લાવ્યું ?
અરે આજ આંહીં મને કોણ લાવ્યું ?
Line 30: Line 34:
ગયું ક્યાં હતું જેહ જૂની પ્રજાળું ?
ગયું ક્યાં હતું જેહ જૂની પ્રજાળું ?
અહો ! સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.”
અહો ! સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.”
(દલપતકાવ્ય–૨, પૃ. ૨૬૫)
{{Right|(દલપતકાવ્ય–૨, પૃ. ૨૬૫)}}</poem>
આ દર્શન મહદંશે સપાટી પરનું છે. ને ખાસ વાત તો એ કે એ દર્શન કેવળ દલપતરામનું એકલાનું નથી, એ જમાનાનું છે. ‘બુદ્ધિપ્રકાશ’ અંકમાં મુખપૃષ્ઠ પર આગગાડી સાથે જે પદ્ય આવતું તેમાં ‘સુધારાથી થઈ આ જુઓ આગગાડી’ (વીર નર્મદ, ૧૯૪૬, પૃ. ૧૪) એમ નિર્દેશ હતો. એ આગગાડીને મહીસાગર પરથી ચાલી જતી જોઈને ‘ઇંજન કહું, કે હનુમાનની મા અંજની’ એવી ઉત્પ્રેક્ષા કરી હતી. પણ એ આગગાડીએ પ્રજાજીવનમાં કેવી કેવી અસરો પેદા કરી છે તેની ચિંતા હજુ કાવ્યમાં અભિવ્યક્તિ પામી શકી નહોતી. ‘૧૩–૭ની લોકલ (‘વસુધા’, ૧૯૬૪, પૃ. ૯૯)નો એ જમાનો નહોતો. આપણા પ્રજાજીવનને અર્થ, કેળવણી, રાજ્ય આદિ વિવિધ પાસાંથી જોનાર અંબાલાલ સાકરલાલ દેસાઈ જેવા મૌલિક વિચારકો હજુ હવે આવવાના હતા. અંગ્રેજોના સંપર્ક અંગેના સાવચેતીના સૂર નીકળતા હતા, પણ શરૂઆતમાં યાહોમ કરીને પડનારાઓના હાકોટામાં, ડાંડિયાની બાંગોમાં૨૨, સુધારકો-નાં બ્યૂગલોમાં એ સંભળાય એમ નહોતા; પરંતુ જેમ જેમ વિદ્યાજ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ૨૩, મંડળીઓમાં મળી ને વધુ ને વધુ વિચારવાનું બની આવ્યું૨૪, જુદાં જુદાં ધાર્મિક અને સામાજિક આંદોલનો થતાં ગયાં૨૫ તેમ તેમ અંગ્રેજોના સંપર્કથી થઈ રહેલી સાચી હાનિનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું.૨૬ રાજા રામમોહનરાય જેવા દેશહિતેચ્છુ વિશ્વમાનવે શુભ નિષ્ઠાથી, આદર્શપરાયણતાથી જે અંગ્રેજી કેળવણીનો પક્ષ કર્યો૨૭ એ કેળવણીએ હિન્દને પારાવાર નુકસાન કર્યું.૨૮ એ વાત અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ‘ભાષણો અને લેખો’ (સંપાદક : વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર)માં આવે છે. એ વાત હવે અનેક કેળવણી ચિંતકો – સામાજિક ચિંતકો સ્વીકારતા થયા છે. એ વાત સાચી છે કે નવલરામ જેવા વિચારકોએ ‘સુધારાની જીવનશક્તિ’ તરીકે, ‘આપણા પ્રાચીન યશસ્વી પણ હાલ છેક નિર્ભાગી ભરતખંડને પુનર્જીવન આપનાર ઈશ્વરસર્જિત શક્તિ’ તરીકે અંગ્રેજી કેળવણીને જોઈ છે. અને તે કેળવણી ‘જગતનું સામાન્ય જ્ઞાન’, ‘બુદ્ધિવાદ’ (Rationalism), ‘જનસામાન્યભાવ’ (Equality of men) ‘સ્વાતંત્ર્યભાવ’, ‘રાગવૃત્તિ’ અને ‘ઉદ્યોગપ્રીતિ’ – આ છ બાબતમાં ઉપકારક થયાનું જણાવે છે.૨૯ આમ છતાં જે ઊંડી-સૂક્ષ્મ હાનિ એથી થઈ છે તેની સ્પષ્ટ પ્રતીતિ બુલંદ રૂપે ગાંધીવિચારે કરાવી આપી.
<br>
{{Poem2Open}}આ દર્શન મહદંશે સપાટી પરનું છે. ને ખાસ વાત તો એ કે એ દર્શન કેવળ દલપતરામનું એકલાનું નથી, એ જમાનાનું છે. ‘બુદ્ધિપ્રકાશ’ અંકમાં મુખપૃષ્ઠ પર આગગાડી સાથે જે પદ્ય આવતું તેમાં ‘સુધારાથી થઈ આ જુઓ આગગાડી’ (વીર નર્મદ, ૧૯૪૬, પૃ. ૧૪) એમ નિર્દેશ હતો. એ આગગાડીને મહીસાગર પરથી ચાલી જતી જોઈને ‘ઇંજન કહું, કે હનુમાનની મા અંજની’ એવી ઉત્પ્રેક્ષા કરી હતી. પણ એ આગગાડીએ પ્રજાજીવનમાં કેવી કેવી અસરો પેદા કરી છે તેની ચિંતા હજુ કાવ્યમાં અભિવ્યક્તિ પામી શકી નહોતી. ‘૧૩–૭ની લોકલ (‘વસુધા’, ૧૯૬૪, પૃ. ૯૯)નો એ જમાનો નહોતો. આપણા પ્રજાજીવનને અર્થ, કેળવણી, રાજ્ય આદિ વિવિધ પાસાંથી જોનાર અંબાલાલ સાકરલાલ દેસાઈ જેવા મૌલિક વિચારકો હજુ હવે આવવાના હતા. અંગ્રેજોના સંપર્ક અંગેના સાવચેતીના સૂર નીકળતા હતા, પણ શરૂઆતમાં યાહોમ કરીને પડનારાઓના હાકોટામાં, ડાંડિયાની બાંગોમાં૨૨, સુધારકો-નાં બ્યૂગલોમાં એ સંભળાય એમ નહોતા; પરંતુ જેમ જેમ વિદ્યાજ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ૨૩, મંડળીઓમાં મળી ને વધુ ને વધુ વિચારવાનું બની આવ્યું૨૪, જુદાં જુદાં ધાર્મિક અને સામાજિક આંદોલનો થતાં ગયાં૨૫ તેમ તેમ અંગ્રેજોના સંપર્કથી થઈ રહેલી સાચી હાનિનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું.૨૬ રાજા રામમોહનરાય જેવા દેશહિતેચ્છુ વિશ્વમાનવે શુભ નિષ્ઠાથી, આદર્શપરાયણતાથી જે અંગ્રેજી કેળવણીનો પક્ષ કર્યો૨૭ એ કેળવણીએ હિન્દને પારાવાર નુકસાન કર્યું.૨૮ એ વાત અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ‘ભાષણો અને લેખો’ (સંપાદક : વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર)માં આવે છે. એ વાત હવે અનેક કેળવણી ચિંતકો – સામાજિક ચિંતકો સ્વીકારતા થયા છે. એ વાત સાચી છે કે નવલરામ જેવા વિચારકોએ ‘સુધારાની જીવનશક્તિ’ તરીકે, ‘આપણા પ્રાચીન યશસ્વી પણ હાલ છેક નિર્ભાગી ભરતખંડને પુનર્જીવન આપનાર ઈશ્વરસર્જિત શક્તિ’ તરીકે અંગ્રેજી કેળવણીને જોઈ છે. અને તે કેળવણી ‘જગતનું સામાન્ય જ્ઞાન’, ‘બુદ્ધિવાદ’ (Rationalism), ‘જનસામાન્યભાવ’ (Equality of men) ‘સ્વાતંત્ર્યભાવ’, ‘રાગવૃત્તિ’ અને ‘ઉદ્યોગપ્રીતિ’ – આ છ બાબતમાં ઉપકારક થયાનું જણાવે છે.૨૯ આમ છતાં જે ઊંડી-સૂક્ષ્મ હાનિ એથી થઈ છે તેની સ્પષ્ટ પ્રતીતિ બુલંદ રૂપે ગાંધીવિચારે કરાવી આપી.
અંગ્રેજોનો સંપર્ક આપણી નસોમાં તેઓ જે કંઈ ઉતારી શક્યા તેને કારણે મહત્ત્વનો છે. એમ તો પોર્ટુગીઝો, વલન્દા, ફ્રેન્ચો વગેરે પણ આવેલા, પરંતુ અંગ્રેજો આપણા હિતરક્ષકોનો પાઠ ભજવતાં, આપણા હાકેમ થઈને રહ્યા. એમણે પોતાનાં આર્થિક અને અન્ય હિતોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જે સામ્રાજ્યવાદી શાસનજાળ પાથરી એમાં ઇચ્છા કે અનિચ્છાએ આપણે સીધી રીતે સંડોવાવાનું થયું. આપણી આંખો રામાયણ અને મહાભારતની, પુરાણો ને પુરાણાં ધર્મશાસ્ત્રોની રૂઢિ-આવૃત દુનિયામાં ફરતી હતી, સાંકડી શેરી કે ચાચર ચોકથી બહુ વેગળે જવાનું તેમનાથી બન્યું નહોતું. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ, “તે સમયનું (મધ્યકાલીન) પ્રજાજીવન સાંકડું હતું... આપણા આત્માના ઘણાખરા ભાગમાંથી જીવન જ જતું રહ્યું હતું : એની અવલોકનશક્તિ લુપ્ત થતી ગઈ હતી, એનો સંસારનો સ્વાદ મરી ગયો હતો, ગૃહ રાજ્ય આદિ મનુષ્યજાતિએ ઉપજાવેલી ભાવનાઓ અને સંસ્થાઓમાંથી એનો રસ ઊડી ગયો હતો. માત્ર એનો એક ભાગ કંઈક સચેત રહ્યો હતો : અને તે ધર્મ. જે સમયે આપણામાંથી બધું જીવન ગયેલું હતું તે વખતે પણ માત્ર ધર્મની નાડીમાં ચૈતન્ય ભરાઈ રહ્યું હતું.” (કાવ્યતત્ત્વવિચાર, ૧૯૩૯, પૃ. ૨૮૫) અંગ્રેજોના સંપર્કે આ પરિસ્થિતિમાં પલટો આણ્યો. તેમણે આપણી અર્થવ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા ને કેળવણીવ્યવસ્થા – આ સૌ મૂળમાંથી હચમચાવ્યાં. અર્થવ્યવસ્થામાં કેન્દ્રીકરણના બળે અને વલણે જોર પકડવા માંડ્યું, શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. શોષિત અને શોષણખોરની નવી શ્રેણિઓ ઊભી થઈ. સમાજની આર્થિક રીતે ઝડપથી બેહાલી થવા માંડી.૩૦ કાકાસાહેબે તેથી માર્મિક રીતે કહેલું કે હિન્દમાતા પારકાં પાણી ભરતી થઈ છે.૩૧ વળી બીજી બાજુ સમાજક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં બળોનો પ્રભાવ વધ્યો. જ્ઞાતિબંધનમાં, અલબત, અત્યંત ધીમે, પણ શૈથિલ્ય આવતું ગયું. સંયુક્ત કુટુંબવ્યવસ્થા ક્રમશ: ક્ષીણ થતી ચાલી. પાશ્ચાત્ય સંસ્કૃતિસંપર્કે આપણે મોહાયા, ડઘાયા, લઘુતાગ્રંથિમાં સપડાયા અને કંઈક નવું કરી નાખવા અધીરા થયા. એમ કરતાં ‘દારૂડિયા સુધારા’૩૨ સુધી ચઢી ગયા. નર્મદ જેવા, કેવળ વાક્શૂર નહિ પણ આચારશૂર એવા સુધારકોએ સુધારાના આવેશ સાથે સુધારા માટેની સમજ પણ બતાવી હતી. સ્ત્રીકેળવણીની વાત કરતાં નર્મદે કહેલું : “ ‘માણસ’ શબ્દમાં પુરુષ અને સ્ત્રી બંને છે. બંને આકાર, સ્વભાવ, લાગણી ને સમજણમાં ઘણાંખરાં સરખાં છે.” (‘સ્ત્રીકેળવણી’ નામનો નિબંધ, ‘નર્મગદ્ય’, ૧૮૮૮, પૃ. ૧૦૯) નર્મદની આ વાત મ. ન. દ્વિવેદી જેવા આમ તો ‘સંરક્ષકવાદી’ ગણાઈ ગયેલા૩૩ સંસ્કૃતિચિંતકે બુલંદ રીતે સૌને સંભળાવી. કન્યાને દૂધ પીતી કરવાનો અને સતીનો રિવાજ, વિધવા પુનર્લગ્નનો અને કન્યાકેળવણીનો પ્રશ્ન, કન્યાવિક્રય ને વરવિક્રય, બાળલગ્ન અને વૃદ્ધલગ્ન, બહુપત્નીત્વનો અને વર્ણાંતર-લગ્નનો પ્રશ્ન – આવા અનેક સામાજિક રિવાજો ને પ્રશ્નોમાં એક યા બીજી રીતે કન્યા કે સ્ત્રી સંડોવાયેલી હતી. આ દિશામાં જે ઊહાપોહ થયો, જે કંઈ સુધારાનાં પગલાં લેવાયાં તે ઇષ્ટ હતાં એમાં શંકા નથી. એ બાબતમાં રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવી વિશ્વમાનવતાવાદી વિભૂતિઓની સહાય તો હતી જ, તદુપરાંત અનેક નાનામોટા સુધારકોની૩૪ પણ એમાં એક યા બીજી રીતની સહાય હતી. વળી અંગ્રેજોની સ્ત્રીઓ પ્રત્યેની સન્માનવૃત્તિ – જે એમની અંગ્રેજિયતના એક ભાગરૂપ પણ ગણાય – પણ એમાં સહાયભૂત ખરી જ. વળી કેટલીક સામાજિક સંસ્થાઓએ (દા. ત., અમદાવાદનો સંસારસુધારા સમાજ, બંધુસમાજ, વનિતાવિશ્રામ, મુંબઈનાં ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળ, ભગિની સમાજ, વનિતાવિશ્રામ અને સેવાસદન વગેરે)૩૫ પણ સ્ત્રીઓના અભ્યુદય માટે કેટલાંક રચનાત્મક પગલાં ભર્યાં. આમ એક બાજુ આર્થિક ક્ષેત્રે કેન્દ્રીકરણનાં તો સામાજિક ક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં પરિબળો સક્રિય થતાં એક તણાવ (‘ટેન્શન’)ની વિચિત્ર પરિસ્થિતિ જન્મી.૩૬ એ તણાવમાં ધાર્મિક આંદોલનોએ પણ એક યા બીજી રીતે ઉમેરો કર્યો. (દા. ત., બ્રાહ્મો સમાજની પરિપાટીએ સ્થપાયેલ પ્રાર્થનાસમાજ, અમદાવાદની ધર્મસભા વગેરેએ.) આર્યસંસ્કૃતિની વહારે ધાનારી દયાનંદ સરસ્વતીની આર્યસમાજની અને થિયૉસૉફીની પ્રવૃત્તિઓની, શ્રીમન્નનથુરામ શર્માની અને ઉપેન્દ્રાચાર્યના શ્રેયસ્સાધક અધિકારી વર્ગની પ્રવૃત્તિ-ઓની પણ કેટલીક અસર થઈ. જોકે આ ધાર્મિક પ્રવૃત્તિઓની અસર અમુક નાના વર્તુળો પૂરતી – નાનકડા ભદ્ર સમાજ પૂરતી મર્યાદિત રહ્યાનું જોવા મળે છે. વ્યાપક જનસમાજની રૂઢિપ્રાપ્ત ધર્મભાવનામાં તે ખાસ પરિવર્તન લાવી શકી નહોતી.૩૭

સંક્રાન્તિકાળની પરિસ્થિતિમાં ધર્મ અને સમાજનો ગતાનુગતિક મેળ જોખમાયો ને તેમાં રાજ્યવ્યવસ્થા લગભગ અલિપ્ત જેવી રહી, પોતાની પ્રજાના ભોગે પોતાનાં હિતોની માત્ર સાવધ રખેવાળ રહી. આવી પરિસ્થિતિમાં આપણા સંસ્કારજીવનમાં અનેક અનુકૂળ-પ્રતિકૂળ આઘાત-પ્રત્યાઘાતો જન્મ્યા અને એથી સંક્રાન્તિનું એક સંકુલ ગતિચક્ર આરંભાયું. આ ચક્રમંથનને પરિણામે શું પ્રાપ્ત થશે એ કહેવાની સ્થિતિમાં હજુ આજે પણ આપણે છીએ ખરા ? – પ્રશ્ન છે !

Line 40: Line 45:
“સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક,
“સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક,
સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક.”૪૭
સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક.”૪૭
— એ અભિપ્રાયે દલપતરામ ‘કવીશ્વર’ ગણાયા. નર્મદની કવિતામાં જોસ્સાની વાતને તે સમયના બૌદ્ધિક સાહિત્યિક વર્ગનું સમર્થન હતું, પણ વ્યાપક આદર તો જનમનરંજન કરતી બોધક કવિતાનો હતો. દલપતરામે પોતાની કવિતાવિભાવના સ્પષ્ટ કરતાં લખેલું :
— એ અભિપ્રાયે દલપતરામ ‘કવીશ્વર’ ગણાયા. નર્મદની કવિતામાં જોસ્સાની વાતને તે સમયના બૌદ્ધિક સાહિત્યિક વર્ગનું સમર્થન હતું, પણ વ્યાપક આદર તો જનમનરંજન કરતી બોધક કવિતાનો હતો. દલપતરામે પોતાની કવિતાવિભાવના સ્પષ્ટ કરતાં લખેલું :{{Poem2Close}}
કવિતા કહીએ કલ્પના, જનમનરંજન જાણ,
<poem>કવિતા કહીએ કલ્પના, જનમનરંજન જાણ,
સરસ સરસ રસ શબ્દમાં, અર્થની રચના આણ.
સરસ સરસ રસ શબ્દમાં, અર્થની રચના આણ.
શબ્દની રચના સરસ તે અધિક અધિક અનુપ્રાસ;
શબ્દની રચના સરસ તે અધિક અધિક અનુપ્રાસ;
ઉપમા આદિક અર્થના અલંકાર આભાસ.
ઉપમા આદિક અર્થના અલંકાર આભાસ.
કોમળ લાગે કાનને મન ઊપજે મીઠાશ,
કોમળ લાગે કાનને મન ઊપજે મીઠાશ,
જુક્તિ સરસ જો જાણીએ કવિમાં નહિ કચાશ.
જુક્તિ સરસ જો જાણીએ કવિમાં નહિ કચાશ.</poem><br>
{{Poem2Open}}
— આ જનમનરંજન તે કયા જનનું એ મહત્ત્વનો પ્રશ્ન છે. એ જમાનામાં કવિ જનતાની વધારે નજીક હતો. અંગ્રેજી કેળવણીથી એક નવો ‘બ્રાહ્મણિયો’ વર્ગ અસ્તિત્વમાં આવ્યો. તેનું આમ જનતા(mass)થી અંતર વધતું ચાલ્યું. આ આપણા સાંસ્કૃતિક – સાહિત્યિક ઇતિહાસની એક કમનસીબ ઘટના લેખાવી જોઈએ.૪૮ આ અંતર – આ ભેદ મિટાવવાનું કાર્ય જે આગ્રહપૂર્વક સમાજના મોભીઓથી થવું જોઈતું હતું તે કમનસીબે ન થયું. સમાજના ભણેલા અને નહિ-ભણેલા વચ્ચે, બુદ્ધિજીવી અને શ્રમજીવી વચ્ચે, સાહિત્યકાર અને આમજનતા વચ્ચે આત્મઘાતક સાંસ્કૃતિક વિષમતા જોવા મળી. એ વિષમતા સામે ગાંધીજી જેવા વિચક્ષણ લોકનેતાએ જે બળાપો કાઢ્યો તેનો ઘટિતાર્થ, તેનો મર્મ સમજવામાં આપણો સંસ્કારી બુદ્ધિજીવી વર્ગ કેટલીક રીતે નિષ્ફળ ગયો.૪૯ દલપત-નર્મદ યુગનો કવિ ને વિવેચક એક અર્થમાં એકાંતપ્રિય નહોતો, તે ‘જનતાનું મુખ’ મટી ગયો નહોતો. એણે જનતા વચ્ચે રહી કવિતા લખી ને સંભળાવી અને જનતાને માટે થઈને કવિતાને મૂલવી પણ.  

(દા. ત., નવલરામ.) કવિ પર – કવિતા પર જનતાનું કંઈક પ્રભુત્વ વરતાતું હતું, પરંતુ આપણી કેન્દ્રગામી અર્થવ્યવસ્થાએ, સામ્રાજ્યહિતલક્ષી રાજ્યવ્યવસ્થાએ, કેળવણીની સ્વાર્થ-પરાયણ નીતિરીતિએ ઝડપથી આમજનતાને સાહિત્યના પ્રદેશમાંથી કલાનિષ્ઠા અને ‘બ્રાહ્મણ’ત્વની અસ્મિતાના મિષે બહિષ્કૃત કરી. આ બહિષ્કારની પ્રક્રિયા સંપ્રજ્ઞાતપણે ચાલી એમ કદાચ આપણે ન કહીએ, પણ એ પ્રક્રિયા ચાલી છે એમાં શંકા નથી. આને પરિણામે કેળવાયેલા વર્ગની સંસ્કારપ્રવૃત્તિઓ સમાનતાની પોષક થવાને બદલે વિષમતાની દ્યોતક અને અવારનવાર પોષક કે સમર્થક બનતી ચાલી. આ સંદર્ભમાં કેળવણીના માધ્યમ તરીકે માતૃભાષાનો પ્રશ્ન જોઈશું તો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. આમજનતા અને સાહિત્યકાર વચ્ચેનું અંતર વાંધાજનક રીતે દૃષ્ટિગોચર થયું સાક્ષરયુગમાં.૫૦ એ અંતર ઘટાડવાનો પ્રયત્ન ગાંધીપ્રભાવિત કેટલાક સાહિત્યકારોએ કર્યો પણ ખરો, પણ એમાં મેઘાણી જેવા જૂજ અપવાદો બાદ કરતાં ઝાઝી સફળતા મળી જણાતી નથી. આ ભદ્રવર્ગ અને આમવર્ગના ભેદે આપણા સાહિત્યના અંતરંગ અને બહિરંગ પર દૂરગામી અસરો કરી છે એટલું નક્કી. આપણી (રણજિતરામ વગેરેએ તીવ્રપણે વાંછેલી) ભાષાકીય અસ્મિતા – રાષ્ટ્રીય અસ્મિતાના અબાધિત વિકાસમાં આ ભેદ વચ્ચે નડતો જ રહ્યો છે.

Line 53: Line 59:
દલપત-નર્મદયુગનો કવિ ‘કવિ’ તરીકે સભાન છે. મધ્યકાલીન કવિમાં જે ધાર્મિક વળગણો હતાં તેનું પ્રમાણ હવે ઘટ્યું છે. જોકે નૈતિક વળગણો જરૂર છે, પરંતુ એ વળગણો સાથે કવિતા દ્વારા લોકમનોરંજન જેવું કંઈક કરવાનો ખ્યાલ પણ કવિના ચિત્તમાં બળવાન છે. તેથી કવિતાનો એક કલારૂપે સ્વતંત્ર રીતે વિકાસ થાય એવી શક્યતાઓ વધુ ને વધુ છતી થાય છે અને તેનો લાભ થોડા સમયમાં ગોવર્ધનરામ, કાન્ત, કલાપી આદિ સર્જકોને મળ્યો જણાય છે. અર્વાચીન યુગની હવામાં આત્મા-પરમાત્મા વિશેના પરંપરાગત ખ્યાલો, ઇહલોક ને પરલોક-વિષયક રૂઢ માન્યતાઓ, પુનર્જન્મ, કર્મફલ ઇત્યાદિના ગતાનુગતિક વિચારો — આ બધું પ્રત્યક્ષ વાસ્તવાનુભવના પડછે કંઈક દબાઈ ગયું. આત્માનું સ્થાન ‘હું’એ લીધું. ‘હું’ની સાથે ‘હું’નો ઐહિક અનુભવસંદર્ભ સાહિત્યમાં પ્રસ્તુત થયો. નર્મદ ‘મારી હકીકત’ આપે છે તેમાં ‘હકીકત’ જેટલું જ ‘મારી’ વિશેષણ મહત્ત્વનું છે. એવી જ રીતે નારાયણ હેમચંદ્ર ‘હું પોતે’ આપે છે તેમાંય ‘હું’ ‘પોતે’થી ઘૂંટાઈને પ્રગટ થયેલો દેખાય છે. પરલક્ષી કવિતામાં રાચનાર દલપતરામે કવિતાની પંક્તિમાંથી નીકળી જવા વિશે કંઈ વિચાર્યું જણાતું નથી. નર્મદે તો સ્પષ્ટ રીતે ‘હું’ના અનુભવો, ‘હું’નું ચિંતન કવિતામાં રજૂ કર્યું. તેની કવિતાની આત્મલક્ષિતા વસ્તુત: ‘હું-લક્ષિતા’ – ‘અહંલક્ષિતા’ છે.૫૨ એક બાજુ કવિતામાં અહંલક્ષિતાનું તત્ત્વ પ્રગટ રૂપમાં સ્વીકારાયું, ને તે સાથે પાશ્ચાત્ય ભૌતિક સંસ્કૃતિના પ્રભાવે કાવ્યમાં પણ આધ્યાત્મિકની જોડાજોડ ભૌતિક વલણો તરફનો ઝોક પણ વધ્યો. અનેક પ્રકારની ભૌતિક સાધનસંપત્તિથી સભર જગત કાવ્યમાં પરલક્ષિતા માટેનું સંગીન ઉપાદાન બની રહ્યું. આ ભૌતિક સાધનસંપન્ન સંસ્કૃતિના નિર્માણમાં મનુષ્યની શક્તિનો ફાળો અગત્યનો હતો જ અને તે અંગેની સંપ્રજ્ઞતાએ ‘હું’ને – ‘હું’ના અવાજને કાવ્યમાં અવકાશ કરી આપ્યો. યંત્ર-વિજ્ઞાનના વિકાસે મનુષ્યનું જે શક્તિરૂપ પ્રગટ થયું તેણે ઈશ્વર વિષેના પરંપરાગત ખ્યાલને આઘાત પહોંચાડ્યો, અલબત્ત, એ આઘાતની અસરો ગાંધીયુગથી સાહિત્યમાં વધુ પ્રગટ રૂપે – વધુ ઉત્કટ રૂપે દેખા દેવાની હતી. કોયા ભગતોને, સૂર્યને શિક્ષા કરનારાઓને આવવાની હજુ વાર હતી. દલપત-નર્મદયુગીન સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી તાજું જ અલગ પડતું જતું હોઈ તેમાં મધ્યકાલીન પરંપરાનો કેટલોક રંગ – પાસ રહે એ સ્વાભાવિક હતું. કવિતા-સાહિત્યમાં ધર્મનું સ્થાન વ્યવહારે લીધું, એ સાથે ઈશ્વરને બદલે મનુષ્ય કવિતા-સાહિત્યના કેન્દ્રમાં આવી ગયો, પરંતુ મનુષ્ય ઈશ્વરને પદભ્રષ્ટ કરવા સુધી ગયો નહોતો; “આસપાસ આકાશમાં છે વિશ્વપતિનો વાસ.” (– દલપતરામ) એ ઈશ્વર-સંસ્કાર-પ્રતીતિમાંથી મુક્ત થવું ભારતીય સંસ્કારના વારસદાર માટે આમેય સહેલું તો નથી જ. દલપતરામ, નર્મદાશંકર આદિ પરંપરાપ્રાપ્ત સામાજિક અને ધાર્મિક ખ્યાલોથી મુક્ત થઈ મૌલિક રીતે ધર્મનું પરીક્ષણ કરે એટલી સમર્થ ઊંડી બૌદ્ધિક ક્ષમતા, વૃત્તિ યા ધીરજ ધરાવતા નહોતા. આમેય એ યુગ જ ચંચળતાનો હતો૫૩, ધર્મનું જે ઊંડું સર્વગ્રાહી પરીક્ષણ-સમીક્ષણ થયું તે તો સાક્ષરયુગમાં. મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર, રમણભાઈ, નર્મદાશંકર મહેતા વગેરેનું આ દિશામાંનું કાર્ય સર્વવિદિત છે. આમ છતાં દલપત-નર્મદયુગ કેટલીક નૂતન વિચારસરણી વ્યક્ત કરતાં ચોપાનિયાં ને નિબંધોનો યુગ રહ્યો છે. આ નૂતન વિચારસરણી કવિ-સુધારકોના તીવ્ર મનોમંથનના પરિપાકરૂપ જેટલા પ્રમાણમાં હતી એટલા પ્રમાણમાં તે ચિરસ્થાયી થઈ. નર્મદના ‘ધર્મવિચાર’ને આ સંદર્ભમાં મૂલવવો પડે. દલપત-નર્મદયુગની કવિતામાં ચિંતન પહેલી વાર વિષય તરીકે નિરૂપણ પામ્યું, પરંતુ એ ચિંતન સાક્ષરયુગીન ચિંતન જેવું પ્રભાવક નહોતું. એ યુગના સાહિત્યમાં અંતર્મુખતા કરતાં બહિર્મુખતાનું વલણ વધારે જોરદાર લાગે છે. એથી ઊલટું, સાક્ષરયુગમાં બહિર્મુખતા કરતાં અંતર્મુખતા કવિના સર્જનકૃતિ-વિષયક અભિગમમાં વધારે જોરદાર લાગે છે. ગાંધીયુગમાં સાહિત્યક્ષેત્રે અંતર્મુખ અને બહિર્મુખ વલણોને સંતુલિત રૂપમાં જોવા-સ્વીકારવાનો પ્રયત્ન વધુ દેખાય છે. આમેય એ યુગમાં અંતર્મુખ અને બહિર્મુખ વલણોની સાહિત્યાદિ કલાક્ષેત્રે તેમ જ જીવનક્ષેત્રે એકબીજાને સંતુલિત કરવાની કે એકબીજાથી સંતુલિત થવાની પ્રવૃત્તિ વ્યક્ત રૂપે જોવાય – અનુભવાય છે.

વળી અંગ્રેજોનું શાસન સ્થિર થવા સાથે અંગ્રેજી કેળવણી દ્વારા એક શાંત સાંસ્કૃતિક આક્રમણ મંડાયું. એ આક્રમણથી જેમ અનિષ્ટ તેમ કેટલાંક ઇષ્ટ વલણો પણ પેદા થયાં. એ કેળવણીએ જ્ઞાનવિજ્ઞાનની અનેક શાખાઓ પ્રત્યે આપણને સજાગ કર્યા. અંગ્રેજી કેળવણી સાથે, યુનિવર્સિટી શરૂ થતાં, સંસ્કૃત અને ફારસીનું શિક્ષણ પણ ઉમેરાતાં, સાહિત્યસર્જન અને વિવેચન પ્રત્યેનો અભિગમ વધુ સમજવાળો, વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ બન્યો.૫૪ જહાંગીર એરચ સંજાણાએ ‘આધુનિક ગુજરાતી સાહિત્ય’ના સંદર્ભમાં આ અસરની તપાસ કરી છે અને તેમણે નરસિંહરાવની “સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રમાં અંગ્રેજી સાહિત્યરૂપી ખાતર નાંખવાથી આધુનિક ગુજરાતી સાહિત્યનો છોડ ઊગી નીકળ્યા”ની વાતનો સદલીલ પ્રતિકાર પણ કર્યો છે.૫૫ વિશ્વનાથે ‘પંડિતયુગ’ની૫૬ સમીક્ષા કરતાં આ યુનિવર્સિટીઓ(અંગ્રેજી કેળવણીની ઉચ્ચ સંસ્થાઓ)–પ્રેરિત સંસ્કૃત જાગૃતિએ જે મહત્ત્વનું કામ કર્યું તેનો ઠીક ચિતાર આપ્યો છે. તેઓ લખે છે :

“આ પંડિતયુગ તે આપણી પ્રજાનો પુન:પ્રબોધકાળ હતો... આ પંડિતયુગમાં આપણે પશ્ચિમની સાથે પૂર્વના સાહિત્યના પણ સંપર્કમાં આવ્યા અને એની પ્રાચીન સંસ્કૃતિનું રહસ્ય સમજવાની પણ આપણને તક મળી, એટલે આપણે છેક બાલક મટીને યુવાવસ્થામાં પ્રવેશ કર્યો અને આગલા યુગમાં ‘પરપ્રત્યયનેયબુદ્ધિ’ જેવી આપણી સ્થિતિ હતી તેને સ્થાને પૂર્વ અને પશ્ચિમ ઉભયની પરીક્ષા કરી એમાંથી જે યોગ્ય હોય તેનો સ્વીકાર કરવા જેટલું સ્વાતંત્ર્ય આપણામાં આવ્યું.”
:“આ પંડિતયુગ તે આપણી પ્રજાનો પુન:પ્રબોધકાળ હતો... આ પંડિતયુગમાં આપણે પશ્ચિમની સાથે પૂર્વના સાહિત્યના પણ સંપર્કમાં આવ્યા અને એની પ્રાચીન સંસ્કૃતિનું રહસ્ય સમજવાની પણ આપણને તક મળી, એટલે આપણે છેક બાલક મટીને યુવાવસ્થામાં પ્રવેશ કર્યો અને આગલા યુગમાં ‘પરપ્રત્યયનેયબુદ્ધિ’ જેવી આપણી સ્થિતિ હતી તેને સ્થાને પૂર્વ અને પશ્ચિમ ઉભયની પરીક્ષા કરી એમાંથી જે યોગ્ય હોય તેનો સ્વીકાર કરવા જેટલું સ્વાતંત્ર્ય આપણામાં આવ્યું.”
(પૂજા અને પરીક્ષા, પૃ. ૧૩૯–૧૪૦)
{{Right|(પૂજા અને પરીક્ષા, પૃ. ૧૩૯–૧૪૦)}}
<br>
શાસક અંગ્રેજોની ગુરુતા-ગ્રંથિએ જ આંતરિક રીતે તેજસ્વી, પણ પરિસ્થિતિવશાત્, દીનહીન જનતામાં સ્વમાનની જે ભાવના સુષુપ્ત હતી તેને સંકોરી સ્વતંત્રતા, સમાનતા ને બંધુતાની દિશામાં તેને પ્રેરી. એ પ્રયત્નોને કૉંગ્રેસની સ્થાપના, બંગભંગની ચળવળ જેવી ઘટનાઓએ પ્રેરણા, બળ અને માર્ગદર્શન પ્રેર્યાં. સ્વામી રામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ વગેરેએ ભારતીય સંસ્કારોના નવોત્થાનમાં, ભારતીય અસ્મિતાના ભાનમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહાય કરી જ હતી. પરિણામે રાજકીય કક્ષાથી માંડી આધ્યાત્મિક કક્ષા સુધીના સ્વાતંત્ર્યની આવશ્યકતા – અનિવાર્યતા યંત્ર-વિજ્ઞાનના ઉત્તરોત્તર વિકાસ-આક્રમણકાળે નૂતન સાંસ્કૃતિક સંદર્ભમાં – વાસ્તવિક યુગસંદર્ભમાં પ્રબળ રીતે પ્રતીત થઈ. વિભિન્ન સંસ્કૃતિઓના સંઘટ્ટનથી આપણી મૂલ્યપરંપરામાં જે વિક્ષોભ પેદા થયો તેથી હવે નવેસરથી પરંપરાપ્રાપ્ત મૂલ્યો જોવા-ચકાસવાનો ઉપક્રમ યોજાયો. વર્તમાન યુગસંદર્ભમાં આપણાં જીવનમૂલ્યોનાં સંશોધન, વિશોધન અને પ્રતિષ્ઠાપન કરવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો. આ પ્રક્રિયામાં આપણે ત્યાં જીવનધર્મી સંસ્કૃતિચિંતક – ધર્મચિંતક સાહિત્ય-સર્જકો – સાક્ષરો અગ્રેસર થયા. ‘સરસ્વતીચંદ્ર’ ને ‘આપણો ધર્મ’ જેવા ગ્રંથો આ સાક્ષરયુગની સારસ્વત સિદ્ધિરૂપ બની રહ્યા.

સાક્ષરયુગમાં જ ચિંતન-મનનના પરિપાકરૂપે સાંસ્કૃતિક સમન્વયની દિશામાં સમાજ અને ધર્મસુધારણાના પ્રયત્નો ચાલ્યા. જે ટકાવવા જેવું હતું તેને સમુદ્ધારી, નૂતનને વિચારવિવેકપૂર્વક સ્વીકારી લેવાના વલણનો સાહિત્યકારો અને સમાજ-ચિંતકોએ આદર કર્યો. સાક્ષરયુગ વિચારના ગૌરવનો યુગ હતો. જીવનના સર્વગ્રાહી દર્શન-પરિચયને પોષણ અને અનુમોદન મળતાં રહ્યાં. સાહિત્યમાં મનોરંજનને મુકાબલે મનોમંથન મહત્ત્વનું થતું ગયું. આ યુગમાં સર્જાતું સાહિત્ય ભદ્રવર્ગનું સાહિત્ય – class-literature બનતું રહ્યું. સર્જન અને ચિંતન, જીવન અને કલા, સાહિત્ય અને નીતિ-ધર્મ — આવી આવી અનેક સંબંધ-સમસ્યાઓની ચર્ચા અને તેના ઉકેલ-ખુલાસા વિશેની ચિંતા આ કાળના સાહિત્યજગતની એક લાક્ષણિકતા બની રહી. કાવ્ય-સાહિત્યમાં વ્યાપકતાને મુકાબલે ઊંડાણ વધુ પ્રતીત થવા લાગ્યું. જીવનના કેટલાક ગંભીર વિષયો તરફનો કવિઓનો જવાબદારીના ભારવાળો અભિગમ ખાસ ધ્યાન ખેંચે છે. મણિલાલ કે આનંદશંકર, ગોવર્ધનરામ કે ન્હાનાલાલ, નરસિંહરાવ કે રમણભાઈ, કેશવ હર્ષદ ધ્રુવ કે નર્મદાશંકર મહેતા — આ બધા સાક્ષરોનું સર્જન-વિવેચન આ સંદર્ભમાં જોવા જેવું છે. આ સમયની કવિતાનું વિશ્વ પણ મનુષ્ય, પ્રકૃતિ અને પરમતત્ત્વ – આ ત્રણ બિન્દુઓથી સીમિત થાય છે. અલબત્ત, આ મહાવિષયો જીવન-મૃત્યુના ગહન-વ્યાપક સંદર્ભોને આવરી લેનારા હતા એ સ્પષ્ટ છે. એક તરફ દલપત-નર્મદયુગ અને સાક્ષરયુગ વચ્ચે નરસિંહરાવ તો બીજી તરફ બ. ક. ઠાકોર સાક્ષરયુગ અને ગાંધીયુગ વચ્ચે કડીરૂપ લાગે છે. આ બ. ક. ઠાકોરને રા. વિ. પાઠકે ઉચિત રીતે ‘એક સંકોચભેદક બળ’ તરીકે વર્ણવ્યા છે.૫૭

Line 60: Line 67:
સાક્ષરયુગીન સાહિત્યકલામાં વાસ્તવને મુકાબલે ચિંતન-ભાવનાનું પ્રાબલ્ય વિશેષ વરતાય છે; કેમ કે, સર્જકોમાં પણ ગોવર્ધનરામ, ન્હાનાલાલ, બ. ક. ઠાકોર જેવા કોઈ ને કોઈ ભાવનાથી પ્રતિબદ્ધ (‘કમિટેડ’) હતા. કોઈક રીતની પ્રતિબદ્ધતા (commitment) – એ આ સમયના સાહિત્યનું એક મહત્ત્વનું લક્ષણ બની રહે છે. આ ગાળાના સાહિત્યમાં ઉન્નત અને ભવ્યનું, રમ્ય સાથે જ ઊર્જિતનું આકર્ષણ વધેલું જોવા મળે છે. આ સમયમાં ‘આરોહણ’ની વાત પ્રસ્તુત છે. આપણી સર્જનકૃતિઓ સાથે જગત્કાદંબરીઓની ચર્ચાઓને સાંકળવાનો રસ વિશેષ છે. કલ્પના, ઊર્મિ અને વિચારના સમન્વયના સભાન પ્રયત્નો ચાલે છે. કોઈ કલાપી અંગત ઊર્મિને બૃહદ વિશ્વના સંદર્ભમાં ફેલાવવામાં ભલે થોડો, પણ સફળ થાય છે. કોઈ ઠાકોર વિચારપ્રધાન કવિતાનો ઝંડો લહેરાવે છે. કોઈ ન્હાનાલાલ વિરાટને હિંડોળે કલ્પનાને ચગાવતાં ગગનવિહાર આદરે છે. કોઈ કાન્ત કલ્પના-વિચાર ને ઊર્મિના સમન્વય દ્વારા અનુભૂતિનું સૌષ્ઠવપૂર્ણ રૂપ આકારવા મથે છે. આ સમયના સર્જકો – સાહિત્યવિવેચકો – ચિંતકો જીવનનાં મૂળભૂત સત્યોનો વિચાર કરે છે અને સ્વાનુભવે તેમની ખોજ આરંભે છે. આવા સર્જકોમાં કલાપી ને કાન્ત તુરત યાદ આવે છે. કલાપી ને કાન્તની કવિતામાં અપૂર્વતાની જે પ્રતીતિ છે તેમાં તેમની સાચી આંતરખોજ જ મુખ્યત્વે કારણભૂત લાગે છે.

વૈચારિક વલણોના પ્રભાવને કારણે સાક્ષરયુગીન સાહિત્યમાં અર્થપ્રાધાન્ય – અર્થલક્ષિતા-અર્થઘનતા-અર્થભાર વધતાં જોવા મળે છે. શબ્દ પ્રત્યેની સભાનતાનું પણ તે એક કારણ બની રહે છે. આ વૈચારિક સભાનતાને કારણે ભાષાશૈલીમાં, નિરૂપણપદ્ધતિમાં અને નિરૂપ્ય વિષય પ્રત્યેના દૃષ્ટિકોણમાં કૃતકતાનો ભય – આડંબરનો ભય ઊભો થાય છે; સાહિત્યની આકૃતિ ગાણિતિક યા જડ બની જવાની દહેશત પણ રહે છે, સાહિત્યની સ્વાયત્તતા જોખમાતી દેખાય છે, સાહિત્ય શૈલીવેડા યા વાગાડંબરનો ભોગ બનતું વરતાય છે. આમ છતાં એકંદરે આ વલણે ભાષાને સારી રીતે પલોટી ભવિષ્યની કોઈ મહાકૂચ માટે તેને તૈયાર કરી છે, અનેક નવી શક્યતાઓના માર્ગ ખોલ્યા છે અને સાહિત્યના ગૌરવને એકંદરે ઊંચું આણ્યું છે. એ વાત ખરી છે કે જીવન પ્રત્યેના અભિગ્રહે, નીતિ-સંયમના પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ આક્રમણે કવિતાની રમતિયાળ ગતિને જાણે કુંઠિત કરી દીધી છે, પરંતુ આ ઘટના તત્કાલીન પરિબળોની મર્યાદાને કારણે થઈ છે, એમાં સાહિત્યકારનો ફાળો હોય તોપણ ક્ષંતવ્ય છે, કેમ કે એનો આશય સાહિત્યની અવમાનનાનો નહિ પણ આદરનો – કદાચ અત્યાદરનો હોવાનો સંભવ છે ! આ સમયના સાહિત્યમાં કેટલાક પુણ્ય અપવાદો બાદ કરતાં કવિતા-સાહિત્યમાં ઝરણા કરતાં નહેરની ચાલ વધારે વરતાય છે. કવિના મનોજગતમાં તેમ કાવ્યજગતમાં ભદ્રિકતાના કેટલાક ખ્યાલોનો પ્રવેશ થયો ને પરિણામે તેનું જીવનદર્શન – સાહિત્યદર્શન અમુકતમુક મર્યાદાઓથી સીમિત થયું. જીવનધર્મ અને કવિધર્મની સંપ્રજ્ઞતાએ સાહિત્યની સ્વાભાવિક લીલાગતિમાં સૂક્ષમાતિસૂક્ષ્મ વિક્ષેપો – ક્ષોભ પેદા કર્યા ને તેથી કોક રીતની ભારેખમતા કવિના શબ્દમાં વરતાવા લાગી. કવિતાનું – સાહિત્યનું ગૌરવ આ સમયગાળામાં વધ્યું, પરંતુ તેને સ્વાધીનતા-સ્વાયત્તતા ન સાંપડી. કવિતાએ કલાશિષ્ટ થવાનો – રહેવાનો પ્રયત્ન કર્યો પણ કલાશૈષ્ટ્ય સાથે જેટલા પ્રમાણમાં ને જેવું કલાવૈશિષ્ટ્ય સિદ્ધ થવું જોઈતું હતું તે ન થયું. એ તો કેટલીક રીતે – કેટલેક અંશે, આ પછીના સમયમાં વધારે બનવાનું હતું !

S   S   S
<center>૦૦૦
ગાંધીયુગનો સમય એટલે વીસમી સદીનો પૂર્વાર્ધ. આ સમયનો ઇતિહાસ અનેક રીતે રોમાંચક છે. દેશ અને દુનિયામાં જે બનાવો બન્યા છે તે સમગ્ર માનવજાતની દૃષ્ટિએ ખૂબ અગત્યના છે એમાં શંકા નથી. એક બાજુ યંત્રવિજ્ઞાનની મર્યાદાને અને ભોગપ્રધાન સંસ્કૃતિની મર્યાદાને સ્પષ્ટ કરતા યુદ્ધાદિના બનાવો અને બીજી બાજુ અહિંસાની – માનવ્યની શક્તિના સનાતન વિજયનાં એંધાણ આપનારી વિશ્વની આધ્યાત્મિક ઉત્ક્રાંતિના પ્રેરક અને સમર્થક ગાંધીજી જેવી વિભૂતિઓ દ્વારા ચાલેલી સત્યાગ્રહની ચળવળો૬૧ – આ ઉભયવિધ પરિબળોની ગતિવિધિ જોવા-માપવાનો આ સમય હતો. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં વિદેશી સત્તાએ હિન્દી પ્રજાને ગુલામ કરી, પરંતુ એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની વૃત્તિ અને પ્રવૃત્તિ પ્રમાણમાં ખૂબ ઓછા ગાળામાં શરૂ થયેલી જોવા મળે છે. પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય સંસ્કૃતિના સંઘટ્ટનને પરિણામે સંક્રાંતિનાં જે પરિબળો ઉદ્ભવ્યાં તે શરૂઆતમાં સમાજ અને ધર્મમાં અને તે પછી રાજકારણમાં વ્યાપે છે. ગાંધીજી આમ તો સાક્ષરયુગનું ફરજંદ, એમનો જમાનો સાક્ષરયુગનો વિરોધી રહ્યો નથી; ઊલટું એ યુગના સાતત્યરૂપ — નૂતન આવિષ્કારરૂપ રહ્યો છે. આમ છતાં ગાંધીયુગનું સાક્ષરયુગથી વૈશિષ્ટ્ય સ્પષ્ટ છે. તેથી તો કાકાસાહેબ ગાંધીજીનો જમાનો સાક્ષરયુગથી ઘેરાયેલો હોવાનું માનવા સાથે, એ જમાનો ગાંધીજી દ્વારા કરાયેલા શાંત પરિવર્તનના પરિપાકરૂપ હોવાનું કહે છે.૬૨ ગાંધીજીની નેતાગીરી હેઠળ સાંસ્કૃતિક સમન્વયનું,૬૩ માનવીય ગૌરવની પ્રતિષ્ઠાનું કાર્ય ચાલ્યું, અને તે પણ એની પૂર્વેના જમાનાના કરતાં વધારે વિશોધિત અને વિકસિત રૂપમાં. વીસમી સદીમાં એક બાજુ રાષ્ટ્રીય ભૂમિકા તેમ બીજી બાજુ આંતરરાષ્ટ્રીય ભૂમિકા પર એવાં પરિબળો જન્મ્યાં કે જેના સ્વાભાવિક પરિણામરૂપ, આવિષ્કારરૂપ ગાંધીજીના કાર્યને અવલોકી શકાય. ગાંધીજીનો સમય આ સૌ પરિબળોની સર્વોત્તમ સિદ્ધિનો સમય બની રહે છે.૬૪ વિશ્વયુદ્ધ સામે વિશ્વશાંતિ, શાહીવાદ સામે લોકશાહી, મૂડીવાદ સામે સમાજવાદ ને સામ્યવાદનાં બળો તોલાય છે. ગાંધીજીનું સત્યાગ્રહી તરીકેનું કાર્ય આ વિશિષ્ટ પરિસ્થિતિમાં નવો અર્થસંદર્ભ, નવો અર્થવિસ્તાર સાધે છે. ગાંધીજીની કાર્યપદ્ધતિ ‘સ્વદેશી’ હતી, પરંતુ એ દ્વારા એમનું લક્ષ્ય મનુષ્યને વૈશ્વિક સંદર્ભમાંથી પોતાની જ મર્યાદાઓને કારણે ગૌરવભ્રષ્ટ થતો બચાવી, સમુત્ક્રાંતિ તરફ પ્રેરવાનું હતું. ગાંધીજીનો સત્યાગ્રહ ભારતની મુક્તિનું જ નહિ, મનુષ્યસમસ્તની આધ્યાત્મિક મુક્તિનું – વિશ્વશાંતિનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે હતો. એ સત્યાગ્રહનો આરંભ વિદેશની ધરતી પર, સૌ કાળા બંધુઓને ન્યાય અપાવવા ગોરી સત્તા સામે કર્યો, એનો વ્યાપક પ્રયોગ પછી હિન્દના વિશાળ સેવાક્ષેત્રમાં શક્ય બન્યો.

આ સત્યાગ્રહ કેવળ અસતનો નાશ કરનારી જ નહિ, સતનો વિકાસ કરનારી શક્તિ છે. એ શક્તિના પ્રયોગે નિર્માણનું પણ કામ કર્યું. ગાંધીજીએ સાક્ષરયુગના સત્યવિચારને સત્યાગ્રહ દ્વારા આચાર ભૂમિકાએ સ્થાપી, ભારતને એની નબળાઈ-ઓમાંથી છોડાવી સાચા અર્થમાં મુક્ત ને આબાદ બનાવવાનો પુરુષાર્થ આદર્યો. એ પુરુષાર્થ ૧૯૧૫માં સત્યાગ્રહ આશ્રમની સ્થાપનામાં, ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં, બિહારના નીલવરો અને અમદાવાદના મિલમજૂરોના પક્ષે રહીને ઉપાડેલી સત્યાગ્રહચળવળો વગેરે દ્વારા મૂર્ત થતો જણાય છે. ગાંધીજીએ તેઓ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારથી, સત્યાગ્રહને અનુષંગે અનેક રચનાત્મક પ્રયોગો કરેલા. એ પ્રયોગો કરતાં જે જીવનદૃષ્ટિ એમને લાધી હતી તે હિન્દની ૧૯૧૫ના સમયની રેઢિયાળ સ્થિતિને બરદાસ્ત ન કરી શકી. તેમનામાં રહેલી સત્યાગ્રહવૃત્તિ તેમને હિન્દ જેવા વિશાળ સેવાક્ષેત્રથી દૂર ન જ રાખી શકે એ સ્પષ્ટ છે. તેમણે દરિદ્રમાં નારાયણનું દર્શન કર્યું.૬૫ આ દર્શનમાં એક ઊંડી ધાર્મિક – સામાજિક ક્રાંતિ નિહિત હતી. તેમણે એક બાજુ સક્રિય રીતે સત્યાગ્રહમાં ઝંપલાવ્યું, બીજી બાજુ ૧૯૧૯માં ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’નું તંત્રીપદ લઈ વૈચારિક ભૂમિકાએ પણ સત્યલક્ષી આંદોલન શરૂ કર્યું, અને સત્યાગ્રહ આશ્રમ, ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ દ્વારા આ સત્યાગ્રહના વિચાર-આચારનાં તાલીમકેન્દ્રો – પ્રયોગકેન્દ્રો પણ શરૂ કરી દીધાં. આ બધાંને પરિણામે આખા દેશમાં સ્વતંત્રતા માટેનો નવો પવન ફૂંકાવા લાગ્યો. તેમાં વળી રૉલેટ એક્ટનું બિલ, જલિયાંવાલા બાગનો હત્યાકાંડ વગેરેએ પરોક્ષ રીતે – નકારાત્મક રીતે આ આંદોલનને સહાય જ કરી ! આખા દેશમાં રાષ્ટ્રીય અસ્મિતા, માનવીય ગૌરવની સભાનતા વરતાવા લાગી. ફ્રેન્ચ વિપ્લવ-દીધાં સ્વતંત્રતા, બંધુતા ને સમાનતાનાં સૂત્રો નવા જ રૂપમાં, વધુ સૂક્ષ્મ રીતે – અસરકારક રીતે જીવનમાં સ્થિર કરવાના પ્રયોગો આરંભાયા.૬૬ આમ ૯-૧-૧૯૧૫ના રોજ દક્ષિણ આફ્રિકાના સફળ સત્યાગ્રહી તરીકે મુંબઈ બંદરે ઊતરેલા ગાંધીજીએ જોતજોતાંમાં ભારતીય જનતાનું હૃદય જીતી લીધું, ૧૯૧૫થી ૧૯૨૦ સુધીમાં તો ગાંધીજીએ હિન્દની એક મહાન સંસ્થા દ્વારા લોકનેતૃત્વનો અધિકાર મેળવી લીધો અને ગાંધીજીએ લોકોમાંના જ એક બની એમને સ્વરાજ્યને પંથે દોરવાનું પ્રાપ્ત કર્તવ્ય પૂરી નિષ્ઠાથી અને જવાબદારીથી અદા કર્યું.

Line 68: Line 75:
જીવનને ખાતર કલાનો મહિમા આમ તો આપણા પરંપરાગત મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં ગાંધીજીપૂર્વે પણ થતો જ રહ્યો છે. સાક્ષરયુગનાં આનંદશંકરાદિનાં કલાની જીવનલક્ષિતા અંગેનાં મંતવ્યો ગાંધીજીને પ્રતિકૂળ નથી. ગાંધીજીએ તો કહ્યું જ છે : “આપણામાં જે સારી ભાવના સૂતેલી છે તેને જાગ્રત કરવાની જે શક્તિ ધરાવે તે કવિ છે.” ગાંધીજીએ કલાને ઉતારી પાડવાનો નહિ, કલાને જીવનમાં ઉચિત સ્થાને પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કર્યો. એમની કલાભક્તિ જીવનભક્તિના એક અંશરૂપ હતી. આ કાળના વિવેચનમાં પણ આ ગાંધીસંમત અભિગમ સ્પષ્ટ રૂપમાં જોઈ શકાશે. ઉમાશંકર ભારપૂર્વક કહે છે કે “કાવ્ય કે કોઈ પણ કલા મનુષ્યના જીવનથી અલિપ્ત રહીને સંભવી શકતી નથી.” (સમસંવેદન, ૧૯૬૫, પૃ. ૧૯) આમ આ સમયમાં પણ સુધારાયુગ અને સાક્ષરયુગમાં હતું તેમ, સાહિત્યનું મૂલ્ય એની સામાજિક–સાંસ્કૃતિક ઉપયોગિતાથી વધારે અંકાતું થયું છે. આમ છતાં સુન્દરમ્ કહે છે તેમ, “૧૯૨૨થી નવીન રીતે જીવન તરફ અભિમુખ થવા લાગેલી, અનેક વિષયોને વિવિધ શૈલીઓ અને ભાષાભંગીઓથી આલેખતી, લોકબાનીથી માંડી શિષ્ટ સંસ્કૃત શૈલી સુધીના બધા વાણીપ્રકારોને પ્રયોજતી, ઊંડી આદર્શપરાયણતા, ગહન ગંભીરતા અને છતાં બાલસહજ સરલતા ધારણ કરતી, જીવનની વાસ્તવિકતા અને સૂક્ષ્મ રહસ્યમયતા બંનેને બાથમાં લેવા મથતી નવીન કવિતાએ આ દસેક વરસમાં પ્રશસ્ય એવા વિવિધ આવિર્ભાવો સાધ્યા હતા...” (અર્વાચીન કવિતા, ૧૯૫૩, પૃ. ૪૬૮) કવિતા ઉપરાંત અન્ય સાહિત્યપ્રકારોમાં કેટલુંક નૂતન – આકર્ષક આ સમયગાળામાં પ્રગટ થયું. સાક્ષરયુગમાં નિબંધ ને કવિતા, વિવેચન અને સંશોધનનો સારો પ્રભાવ હતો, ગાંધીયુગમાં નિબંધ, કવિતા, વિવેચન અને સંશોધન સાથે નવલકથા, નવલિકા, એકાંકી વગેરેમાં કેટલીક નૂતન સિદ્ધિઓ જોવા મળી. પત્રસાહિત્ય, ડાયરીસાહિત્ય, ચરિત્રસાહિત્ય વગેરેનું ખેડાણ ખાસ ઉલ્લેખનીય છે. વળી નિબંધસાહિત્યમાં પણ માનવવિદ્યાઓના અભ્યાસે નૂતન પરિમાણો પ્રવેશી શક્યાં ને તેથી ભાષાસાહિત્યનું ક્ષેત્ર નવી રોનક, નવો મિજાજ દાખવતું થયું. નવા વિષયો ને નવાં સ્વરૂપો, નવી શૈલીઓ અને નવા આદર્શોને લઈને સાહિત્યનું ક્ષેત્ર વધુ મોકળું, વધુ વૈવિધ્યભર્યું, વધુ રંગીન અને આકર્ષક બની રહ્યું.

ગાંધીજીના જીવનકાર્યે, એમનાં વિચારવાણીએ સાહિત્ય પર અનેક રીતે અસર કરી છે.૭૩ ગાંધીજી ‘મંગળ પ્રભાત’ના સ્વપ્નદ્રષ્ટા હતા. એ સ્વપ્નની સિદ્ધિ અર્થે એકાદશ વ્રતનો કઠિન છતાં સચોટ અને સુસંક્ષિપ્ત માર્ગ ચીંધ્યો. એ માર્ગ જીવનસાક્ષાત્કારનો – આત્મસાક્ષાત્કારનો માર્ગ થઈ શકે એવી એમાં ગુંજાશ રહેલી જ છે. એ માર્ગ માનવતાનો – મનુષ્ય માટે મનુષ્ય રહેવાનો – બનવાનો માર્ગ છે. ‘હું માનવી માનવ થાઉં તો ઘણું૭૪..... કહેનાર કે ‘વ્યક્તિ’ મટીને ‘વિશ્વમાનવી’૭૫ થવાની અભીપ્સા રાખનારને એ માર્ગ જીવનસાધનામાં અને તદનુષંગે સાહિત્ય-સાધનામાં અનુકૂળ થઈ જાય એ સ્વાભાવિક છે. આ ગાંધીમાર્ગ કેટલાકે સમજપૂર્વક, કેટલાકે આંતરિક અનિવાર્યતાથી સ્વીકાર્યો, તો કેટલાકે ક્ષણિક આવેશમાં આવી જઈને કે દેખાદેખીથી એ સ્વીકાર્યો. આને પરિણામે સાહિત્યક્ષેત્રે ‘સમાજલક્ષી’ લેબલને પાત્ર એવું થોકબંધ સાહિત્ય સર્જાતું ગયું. ગાંધીજીના પ્રભાવ તળે આવવા છતાં કલાની અદબ એકંદરે જાળવી શકે એવા સુન્દરમ્, ઉમાશંકર, કૃષ્ણલાલ શ્રીધરાણી, રા. વિ. પાઠક જેવા સર્જકો-વિવેચકો તો ઓછા જ રહ્યા. રમણલાલ દેસાઈ જેવા નવલકથાકારોએ ગાંધીજીની આદર્શસૃષ્ટિને શબ્દોમાં ઉતારી; ગાંધીજી સાહિત્યના વિષય તરીકે, નવલકથા, કવિતા આદિમાં પાત્ર તરીકે નિરૂપાયા, જે દીનદલિત વર્ગના – ગ્રામીણ વર્ગના સમુદ્ધારની ગાંધીજી વાત કરતા હતા તેને સાહિત્યમાં ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું. સાહિત્યનું વસ્તુફલક વિસ્તૃત થયું. સ્થૂલ રીતે વસ્તુ, ભાવના આદિનું વૈવિધ્ય પણ વરતાયું. શબ્દને વિહરવાનો અવકાશ વધ્યો અને છતાં ગાંધીયુગને પ્રત્યક્ષ કરે, ગાંધીચરિત્રને રસપૂર્ણ રીતે સાકાર કરે એવું મહાકાવ્યની કોટિનું કશુંયે લખાયેલું ન મળ્યું ! કારણ સ્પષ્ટ હતું : રવીન્દ્રનાથ જેવો સૌન્દર્યસત્યનો વિવેક કરનાર પ્રખર પ્રતિભાવંત કવિકંઠ નહોતો. ઉમાશંકર લખે છે :

“ગાંધીજીની પ્રથમ ઉપરછલ્લી અસર થઈ, ‘હાલો ગામડે જયીં’ ગામડાનાં ખુશનુમા આસમાની રંગબેરંગી ચિત્રણો થવા માંડ્યાં, પદ્ય કરતાં ગદ્યમાં વિશેષ તો. બીજી એની અસર થઈ પોચટ માનવતાવાદ (હ્યુમેનિઝમ)ની. તેના નિદર્શનરૂપ કાવ્યોદ્ગારો અમારામાંના કેટલાકમાંથી મળી રહે છે.”
:“ગાંધીજીની પ્રથમ ઉપરછલ્લી અસર થઈ, ‘હાલો ગામડે જયીં’ ગામડાનાં ખુશનુમા આસમાની રંગબેરંગી ચિત્રણો થવા માંડ્યાં, પદ્ય કરતાં ગદ્યમાં વિશેષ તો. બીજી એની અસર થઈ પોચટ માનવતાવાદ (હ્યુમેનિઝમ)ની. તેના નિદર્શનરૂપ કાવ્યોદ્ગારો અમારામાંના કેટલાકમાંથી મળી રહે છે.”
(‘સમસંવેદન’, ૧૯૬૫, પૃ. ૨૮)
(‘સમસંવેદન’, ૧૯૬૫, પૃ. ૨૮)
ગાંધીજીએ દરિદ્રનારાયણની ઉપાસનાનો યુગધર્મ ચીંધ્યો, એમના રાજકીય આંદોલન પાછળ પણ સર્વોદયની ભાવના જ હતી. જીવનસૌન્દર્યના ઉપાસક કલાકારો એમની શિવલક્ષી પ્રવૃત્તિ તરફ આકર્ષાયા, યથાર્થદર્શન અને ભાવનાદર્શન વચ્ચે મેળ મેળવવામાં પડ્યા અને પરિણામે એમના કલાતપમાં જાણ્યેઅજાણ્યે ક્યાંક તપોભંગ થતો કે વિક્ષેપ પડતો. અસુંદરને ચાહવાનો ને તુચ્છને પણ આદર આપવાનો ધર્મ કવિ સભાનપણે અદા કરવા બેઠો૭૬ અને તેના ફલસ્વરૂપે કવિતા ભાવનાનાં સૂત્રો ઉચ્ચારતી કોઈ સેવિકા જેવી બની ગઈ. સાહિત્યમાં પ્રચારકો ઘૂસી ગયા અને અનેક કવિઓ – કેટલેક અંશે મેઘાણી જેવા પણ –એનો ભોગ બન્યા. અસુંદરતામાં સુંદરતા શોધવાનો તથા તુચ્છમાં પણ મહિમા જોવાનો ઉપક્રમ કૃતકતા-નાં વલણોને સાહિત્યમાં સ્થાન આપી બેઠો. આથી આ યુગના સાહિત્યમાં વાસ્તવ અને ભાવનાનું, તેમ સ્વાભાવિકતા અને કૃતકતાનું વિચિત્ર મિલન જોવા મળે છે. આવું અન્ય યુગોમાં પણ બને છે; પરંતુ આ યુગની વિશિષ્ટ પરિસ્થિતિમાં એ જે રીતે બન્યું તે મહત્ત્વનું છે.

આ યુગમાં સાહિત્યકારોની નજર જાજરૂની માખીથી ધૂમકેતુ૭૭ સુધી ફરી વળતી જોવા મળે છે. વિજયરાયની રીતે “વાતચીતની ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે નર્મદયુગે મુખ્યત્વે ફરતું જોયું; ગોવર્ધનયુગે ફરતું તેમ ઊંચું ને પાછું જોયું; મોહનયુગે સૌથી વધારે ફરતું જોયું, સીધું પણ જોયું, પાછું તો આ બંને નજરોને સંસ્કારવા જ જોયું અને ઊંચું જોયું, ને આ ત્રણેના અવિરોધે જોવાય તેટલું જ જોયું. અર્વાચીન સાહિત્યના આ યુગો વચ્ચેની આ ભેદરેખા કંઈક શિથિલપણે દોરાયેલી સમજાવી જોઈએ એ તો દેખીતું છે.” (‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા’, ૧૯૪૯, પૃ. ૩૧૫.) આ ગાળાના સાહિત્યમાં અંતર્મુખ અને બહિર્મુખ – ઉભયવિધ બળો સારી પેઠે જોરમાં છે. જોકે ક્યારેક બહિર્મુખતાનું વલણ વિશેષ હોય એવી લાગણી થાય છે ખરી. આ ગાળાની કવિતામાં પણ આત્મલક્ષી અને પરલક્ષી વલણો પરસ્પર જાણે સ્પર્ધા કરતાં વરતાય છે. આત્મલક્ષી વલણમાં પરલક્ષિતાનો પર્યાય રચવા માટેનાં તત્ત્વો ઠીક ઠીક હાજર હોય છે, તો પરલક્ષી વલણમાં આત્મલક્ષી ગતિવિધિ જોવાનું મુશ્કેલ નથી. કવિ સામાજિક અભિજ્ઞતાથી પ્રેરાઈને ચાલે છે અને તેથી તેની ચાલમાં કોઈ દ્વિધા વ્યક્તિ અને સમાજ, સૌન્દર્ય અને સત્ય, શ્રેય અને પ્રેય – આવાં આવાં દ્વંદ્વો વચ્ચેની એના મનની દોલાયમાન સ્થિતિની સૂચક લાગે છે. વર્તમાનનું પ્રબળ આક્રમણ એની કલમને મુક્ત રીતે વિહરતાં અવારનવાર ક્ષુબ્ધ કરે છે. કોઈ સૂક્ષ્મ વિક્ષોભ એની કલાસાધનાને કલાસમાધિ સુધી પહોંચવા દેતો નથી.

આ યુગના, ખાસ કરીને કવિઓમાં, તુચ્છ તેમ જ ભવ્ય વિષયો તરફનું આકર્ષણ જોવા મળે છે. વિશ્વશાંતિ, મનુજપ્રણય જેવા મસમોટા વિષયો તરફ કવિ ખેંચાય છે. ગોવર્ધનરામ, ન્હાનાલાલ જેવા સર્જકોને પણ સંસ્કૃતિના મહાન વિષયવસ્તુ તરફ આકર્ષણ હતું, પરંતુ આ યુગમાં એ આકર્ષણનું સીધું પ્રેરક તત્ત્વ તે ગાંધીજીની માનવતાલક્ષી વિચારધારા હોય એમ લાગે છે. “નિશાનચૂક માફ થાય, ન કદીય નીચૂં નિશાન્.” (‘પંચોતેરમે, ૧૯૪૬, પૃ. ૪) એ બ. ક. ઠા.ના સમયનો – સાક્ષર-યુગનો ધ્યેયમંત્ર હતો, એ ઊંચું નિશાન ગાંધીયુગમાં પણ રહ્યું છે જ. જો એમ ન હોત તો સુન્દરમ્ પૃથ્વીમૈયાને આવી પ્રાર્થના કરત ?
આ યુગના, ખાસ કરીને કવિઓમાં, તુચ્છ તેમ જ ભવ્ય વિષયો તરફનું આકર્ષણ જોવા મળે છે. વિશ્વશાંતિ, મનુજપ્રણય જેવા મસમોટા વિષયો તરફ કવિ ખેંચાય છે. ગોવર્ધનરામ, ન્હાનાલાલ જેવા સર્જકોને પણ સંસ્કૃતિના મહાન વિષયવસ્તુ તરફ આકર્ષણ હતું, પરંતુ આ યુગમાં એ આકર્ષણનું સીધું પ્રેરક તત્ત્વ તે ગાંધીજીની માનવતાલક્ષી વિચારધારા હોય એમ લાગે છે. “નિશાનચૂક માફ થાય, ન કદીય નીચૂં નિશાન્.” (‘પંચોતેરમે, ૧૯૪૬, પૃ. ૪) એ બ. ક. ઠા.ના સમયનો – સાક્ષર-યુગનો ધ્યેયમંત્ર હતો, એ ઊંચું નિશાન ગાંધીયુગમાં પણ રહ્યું છે જ. જો એમ ન હોત તો સુન્દરમ્ પૃથ્વીમૈયાને આવી પ્રાર્થના કરત ?{{Poem2Close}}
“અહો પૃથ્વીમૈયા ! તમ ચરણ સંગીત ગમતું
<poem>“અહો પૃથ્વીમૈયા ! તમ ચરણ સંગીત ગમતું
મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી તે ગમ તમે
મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી તે ગમ તમે
અમારાં વાળી દ્યો તૃષિત મુખનેત્રો, ભરી દિયો

દિગન્તી વિદ્યુતને અમ બટુક યાત્રાળુચરણે.”

(‘અહો પૃથ્વીમૈયા’, વસુધા, ૧૯૬૪, પૃ. ૧)
{{Right|(‘અહો પૃથ્વીમૈયા’, વસુધા, ૧૯૬૪, પૃ. ૧)}}</poem>
ઉમાશંકરે પણ વ્યક્તિ મટીને વિશ્વમાનવી બનવાની જે અભીપ્સા પ્રગટ કરી છે તેમાં ઊંચું નિશાન જ છે. આ ઊંચું નિશાન એમને કવિતાપથથી ભ્રષ્ટ કરનારું નહિ, પણ એ પથે દૃઢ કરનારું છે. સુન્દરમે પોતાની ભોળી શિશુક કવિતાનું ધ્રુવપદ મેળવવાનો પુરુષાર્થ કર્યો છે એ જાણીતી વાત છે.૭૮ ઉમાશંકરે પણ ઉરઝરણ આપમેળે ગાય એવી સ્થિતિ સર્જવા સૌન્દર્યપાન કરવાની હિમાયત કરી છે.૭૯ આ સમયના કવિઓ ઉન્નત ભાવનાઓ અને સર્જકતાનો ઠીક ઠીક ઉત્સાહ દાખવતા રહ્યા છે. મહાન વિષયોને ઊંડળમાં લેવાનો એમનો ઉત્સાહ ભારે છે; પરંતુ એમની એમ કરવાની શક્તિ પર્યાપ્ત હોવા વિશે શંકા છે. આ સમયના કવિઓમાં કશુંક ઉન્નત કરી નાખવાનો જેટલો ઉત્સાહ છે એટલા પ્રમાણમાં એમનો અનુભવ નથી. ગાંધીજીના મુખમાં સત્યની વાત જેવી અસરકારક લાગે તેવી સૌના મુખમાં ન જ લાગે. મોટા ભાગના ગાંધીયુગના લેખકો ગાંધીપ્રશસ્તિ કે ગાંધીપૂજાથી આગળ જતા નથી. આ ગાળાના સાહિત્યમાં સત્યની સ્તુતિ છે, પરંતુ સત્યદર્શનની અનુભૂતિ પ્રગટ કરતી સાહિત્યકૃતિઓ ઝાઝી નથી. સત્યદેવની પૂજા છે, એનો સાક્ષાત્કાર વિરલ છે. આ દૃષ્ટિએ વિચારીએ તો આપણા સર્જકોએ તેમના કીમતી શબ્દને ગાંધીજીની પૂજામાં – વ્યક્તિપૂજામાં કે ગાંધીજીની વાતોના રૂઢ રીતે પડઘા જ માત્ર પાડવામાં વિશેષ રોકી રાખ્યો છે. ગાંધીયુગ ન તો ‘સરસ્વતીચંદ્ર’ના બરની કે ન તો ‘ગોરા’ના બરની કોઈ કૃતિ આપી શક્યો. કાકાસાહેબ, સુન્દરમ્, ઉમાશંકર વગેરે દ્વારા નિબંધ-કાવ્ય-વાર્તાદિનું કેટલુંક લલિતસાહિત્ય મળ્યું. બાકી નામ દેવા પૂરતો એક જ યુગલક્ષી ગ્રંથ મળ્યો અને તે ‘સત્યના પ્રયોગો’ અથવા આત્મકથા.’૮૦ જોકે કલાદૃષ્ટિએ એની પણ કેટલીક મર્યાદાઓ છે. આ ગાળાના મોટા ભાગના સાહિત્યકારોના અવાજમાં ગાંધીજીના અવાજનો આછો-ઘેરો પડઘો સંભળાયા કરે છે, અથવા ગાંધીના અવાજની આગળ એમનો અવાજ ઝાઝો પ્રભાવક લાગતો નથી.
<br>
{{Poem2Open}}ઉમાશંકરે પણ વ્યક્તિ મટીને વિશ્વમાનવી બનવાની જે અભીપ્સા પ્રગટ કરી છે તેમાં ઊંચું નિશાન જ છે. આ ઊંચું નિશાન એમને કવિતાપથથી ભ્રષ્ટ કરનારું નહિ, પણ એ પથે દૃઢ કરનારું છે. સુન્દરમે પોતાની ભોળી શિશુક કવિતાનું ધ્રુવપદ મેળવવાનો પુરુષાર્થ કર્યો છે એ જાણીતી વાત છે.૭૮ ઉમાશંકરે પણ ઉરઝરણ આપમેળે ગાય એવી સ્થિતિ સર્જવા સૌન્દર્યપાન કરવાની હિમાયત કરી છે.૭૯ આ સમયના કવિઓ ઉન્નત ભાવનાઓ અને સર્જકતાનો ઠીક ઠીક ઉત્સાહ દાખવતા રહ્યા છે. મહાન વિષયોને ઊંડળમાં લેવાનો એમનો ઉત્સાહ ભારે છે; પરંતુ એમની એમ કરવાની શક્તિ પર્યાપ્ત હોવા વિશે શંકા છે. આ સમયના કવિઓમાં કશુંક ઉન્નત કરી નાખવાનો જેટલો ઉત્સાહ છે એટલા પ્રમાણમાં એમનો અનુભવ નથી. ગાંધીજીના મુખમાં સત્યની વાત જેવી અસરકારક લાગે તેવી સૌના મુખમાં ન જ લાગે. મોટા ભાગના ગાંધીયુગના લેખકો ગાંધીપ્રશસ્તિ કે ગાંધીપૂજાથી આગળ જતા નથી. આ ગાળાના સાહિત્યમાં સત્યની સ્તુતિ છે, પરંતુ સત્યદર્શનની અનુભૂતિ પ્રગટ કરતી સાહિત્યકૃતિઓ ઝાઝી નથી. સત્યદેવની પૂજા છે, એનો સાક્ષાત્કાર વિરલ છે. આ દૃષ્ટિએ વિચારીએ તો આપણા સર્જકોએ તેમના કીમતી શબ્દને ગાંધીજીની પૂજામાં – વ્યક્તિપૂજામાં કે ગાંધીજીની વાતોના રૂઢ રીતે પડઘા જ માત્ર પાડવામાં વિશેષ રોકી રાખ્યો છે. ગાંધીયુગ ન તો ‘સરસ્વતીચંદ્ર’ના બરની કે ન તો ‘ગોરા’ના બરની કોઈ કૃતિ આપી શક્યો. કાકાસાહેબ, સુન્દરમ્, ઉમાશંકર વગેરે દ્વારા નિબંધ-કાવ્ય-વાર્તાદિનું કેટલુંક લલિતસાહિત્ય મળ્યું. બાકી નામ દેવા પૂરતો એક જ યુગલક્ષી ગ્રંથ મળ્યો અને તે ‘સત્યના પ્રયોગો’ અથવા આત્મકથા.’૮૦ જોકે કલાદૃષ્ટિએ એની પણ કેટલીક મર્યાદાઓ છે. આ ગાળાના મોટા ભાગના સાહિત્યકારોના અવાજમાં ગાંધીજીના અવાજનો આછો-ઘેરો પડઘો સંભળાયા કરે છે, અથવા ગાંધીના અવાજની આગળ એમનો અવાજ ઝાઝો પ્રભાવક લાગતો નથી.
આમ છતાં ગાંધીયુગે પંડિતયુગની કલાસાધનાને થોડાંક કદમ આગળ વધારી છે એ સ્પષ્ટ છે. ગુજરાતી ગદ્યના ઘડતરમાં; નિબંધ, પત્ર, જીવનચરિત્ર, આત્મચરિત્ર, ડાયરી વગેરે સાહિત્યપ્રકારોમાં; ટૂંકી વાર્તા, નાટક અને કવિતામાં કેટલાંક નવાં સોપાનો સર થયાં છે.

ગાંધીજીનો પ્રભાવ વ્યક્તિવાદી વલણ પર કેટલીક રીતે અંકુશરૂપ બની રહ્યો હતો, તેમ છતાં તે વ્યક્તિસ્વાતંત્ર્યને ડામનાર બન્યો નથી. ‘ખોલકી’ના લેખક સુન્દરમ્ અથવા ‘સમૂળી ક્રાન્તિ’ના લેખક કિશોરલાલ મશરૂવાળા એનાં સુંદર ઉદાહરણો છે. ૧૯૨૦થી ૧૯૫૦ના ગાળા દરમ્યાન જે કંઈ બન્યું તેમાં કેવળ ગાંધીજીને જ કારણભૂત ગણવા ઉચિત ન પણ લાગે. શૈલીમાં સાદાઈ માટે ગાંધીજીના સાદાઈના વ્રતને કે એમની લોકાભિમુખ વૃત્તિને કારણભૂત લેખવામાં જોખમો છે, છતાં એમ જરૂર કહી શકાય કે એમની સાદાઈની વૃત્તિથી કવિઓ પ્રભાવિત થયા હોય કે નહિ, કોઈએ એમની સાદાઈનો વિરોધ કર્યો નથી. જે સમયબળે એ કવિઓને આમ કરવા પ્રેર્યા તે સમયબળને તે જ સમયના પ્ર-મુખ અને તે સાથે જ તેના ઘડનાર ‘ગાંધી’ના નામ-પ્રતીકથી વર્ણવવું અનુકૂળ પડે. સ્વાતંત્ર્યોત્તર કવિતામાં જે બંડખોર વલણો પ્રગટ થાય છે, જાતીયતાના જે સંદર્ભો રજૂ થાય છે તેમાં ગાંધીયુગની અપેક્ષાઓનું ચિત્ર નથી; પરંતુ એ અપેક્ષાઓ ન સંતોષાયાથી પડેલા પ્રત્યાઘાતોનું કંઈક ઘેરું અને ઉતાવળું આલેખન છે. સંક્રાન્તિની જે પ્રક્રિયા દલપત-નર્મદથી ચાલી તેનો જ એક નૂતન તબક્કો સ્વાતંત્ર્ય પછી આરંભાય છે. ગાંધીયુગીન સાહિત્યમાં સત્યતા, ધાર્મિકતા, ન્યાયવૃત્તિ વગેરેને રૂંધનારાં પરિબળોને તોડવા ઘણ ઉઠાવવાની વાત હતી૮૧ તોપોને ગાળી ‘સુઈ-મોચીના સંચ’ અને ‘રેંટુડાની આરો’ બનાવવાની વાત હતી૮૨; એમની સામે અસ્તિત્વની નિરર્થકતાનો પ્રશ્ન નહોતો, અસ્તિત્વને સાર્થક કેમ કરવું એ પ્રશ્ન હતો.૮૩ કેટલાક કવિઓની (જેમ કે, ‘આત્માનાં ખંડેર’ લખનાર ઉમાશંકર, ‘ધ્રુવપદ’ના ખોજનાર સુન્દરમ્, ‘કોડિયાં’ પેટાવનાર શ્રીધરાણી વગેરે.) આંતરખોજ આ પ્રશ્નને અનુષંગે ચાલે પણ છે. વિષમ પરિસ્થિતિ વચ્ચેય સત્યના જયની શ્રદ્ધાથી ઊજળો આશાવાદ આ ગાળાના કવિઓ–લેખકોને પ્રોત્સાહક – આકર્ષક લાગતો હતો. સ્વાતંત્રતા અને આબાદી એમના સ્વપ્નમાં એકરૂપ થઈ ગયાં હતાં અને ગાંધીજીએ પણ કેવળ રાજકીય સ્વતંત્રતાનું જ નહિ, સર્વોદયનું – મંગળ પ્રભાતનું ચિત્ર એમની સામે ધર્યું હતું. એ સ્વપ્નના કેફમાં સ્વપ્નદ્રષ્ટા મુનશી, વિશ્વશાંતિના ગાયક ઉમાશંકર, ગ્રામલક્ષ્મીના ઉપાસક ર. વ. દેસાઈ જેવા કેટલાય ચકચૂર બન્યા, પરંતુ આ કેફની મસ્તી ઝાઝી ટકી નથી. વિશ્વશાંતિના ગાયક, સંવાદિતાના સાધક સ્વાતંત્ર્યોત્તર સમયમાં ‘છિન્નભિન્ન છું’૮૪ની વાત કહ્યા વિના રહી શક્યા નહિ. સંવાદિતામાં શ્રદ્ધા છતાં અસંવાદિતાનાં રૂપ કવિ સમક્ષ પ્રગટ્યા કરે તો કવિ શું કરે ?

Line 84: Line 92:
ગાંધીજી ગુજરાતનાં સંસ્કાર-સંસ્કૃતિ પ્રત્યેની આપણી આદરની લાગણીને પોષવામાં પણ નિમિત્ત બન્યા, જોકે પ્રદેશાભિમાન માનવપ્રેમને રૂંધે એ એમને કોઈ રીતે ઇષ્ટ નહોતું. ગુજરાતપ્રેમ અને વિશ્વપ્રેમનાં ગાણાં સાથે સાથે ચાલ્યાં. વર્તમાનનું દુર્નિર્વાર આક્રમણ છતાં ભૂતકાળની ભવ્ય પરંપરાનો સાર્થક ઉપયોગ કરવાની વૃત્તિને પણ ઠીક ઠીક પોષણ મળ્યું. આંતરપ્રાંતીય વાગ્વ્યવહારને ઉત્તેજન મળ્યું ને તેથી અનુવાદપ્રવૃત્તિને પણ વેગ મળ્યો. ગાંધી-શાળાએ બીજી ભાષાઓના સત્ત્વપૂર્ણ સાહિત્યને ગુજરાતીમાં ઉતારવાનો પુરુષાર્થ આદર્યો. એમાં મહાદેવભાઈ, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાળા, મગનભાઈ વગેરેનાં નામો સહેલાઈથી દઈ શકાય. ગાંધીજીનો પોતાનો ફાળો પણ આમાં ઓછો નહોતો. ગાંધી-શાળાએ ગુજરાતી ગદ્યના ઘડતરમાં – સાહિત્યના ગંભીર (ખાસ કરીને લલિતેતર) વિષયોના ખેડાણમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. ગાંધીજીની પત્રકાર તરીકેની સેવાઓ પણ ગુજરાતી ભાષાને ઉપકારક જ થઈ છે. તેમના આધિપત્ય હેઠળ ચાલતાં પત્રોએ લોકમાનસને ઘડવામાં અગત્યનો ભાગ ભજવ્યો જ હતો.૮૭ વળી ગૂજરાત વિદ્યાપીઠ ને નવજીવન પ્રકાશન મંદિર જેવી સંસ્થાઓ તેમ જ રાષ્ટ્રીય કેળવણી અંગેનાં અન્ય મંડળો, સંસ્થાઓ વગેરે દ્વારા તેમણે કેળવણી માટેની મૂલ્યવાન પાઠ્યસામગ્રી, વાચનસામગ્રી, ભાષા-સાહિત્યસામગ્રી વધારવાને પણ પ્રોત્સાહન આપ્યું. કોશપ્રવૃત્તિ, સંપાદનપ્રવૃત્તિ આદિ વિદ્યા-કેળવણીને ઉપકારક પ્રવૃત્તિઓને વેગ મળ્યો. વિદ્યા-વિચારનાં નવાં નવાં ક્ષેત્રો ઊઘડતાં ભાષાનો બહુમુખી વિકાસ શક્ય બન્યો. આમ ગાંધીજીની રાષ્ટ્રીય કેળવણીની પ્રવૃત્તિની ભાષાસાહિત્ય પર દૂરગામી ને ઊંડી અસર થઈ છે.

૧૯૦૫થી ૧૯૫૦ સુધીના સમયમાં પણ અનેક ઉત્તેજનકારી ઘટનાઓ ભારત અને ભારત બહાર બની છે. શ્રી અરવિંદ; લાલ, બાલ અને પાલની રાજકીય પ્રવૃત્તિઓ, સત્યાગ્રહ આશ્રમની સ્થાપના, ડૉ. એની બેસન્ટ દ્વારા હોમરૂલ લીગની સ્થાપના, પ્રથમ વિશ્વયુદ્ધની ૧૯૧૮માં પૂર્ણાહુતિ, બૉલ્શેવિક ક્રાંતિ ને સામ્યવાદની સ્થાપના, ૧૯૧૯નો જલિયાંવાલા બાગનો હત્યાકાંડ, ૧૯૨૦નું અસહકારનું આંદોલન, બોરસદ – બારડોલીના સત્યાગ્રહો, ૧૯૩૦ની દાંડીકૂચ, ૧૯૩૭માં કૉંગ્રેસનું કેટલાક પ્રાંતોમાં સત્તા પર આવવું, બીજા વિશ્વયુદ્ધની અણુવિસ્ફોટાદિ ઘટનાઓ અને તેનાં અકારાં પરિણામ, ‘ક્વિટ ઇંડિયા’ના આદેશ સાથે સ્વતંત્રતાની આખરી લડત, ૧૯૪૭માં સ્વરાજ્યપ્રાપ્તિ અને ૧૯૪૮માં ગાંધીજીનું ખૂન – આ બધા બનાવોએ લોકોને સતત ઉત્તેજનામાં રાખ્યા છે. પ્રજાની ચેતના અનેક આઘાતપ્રત્યાઘાતો સહેતી કોઈ અપૂર્વ ઘાટ ધારણ કરવા મથી રહી છે. એ ઘાટ કેવો હશે તે તો કોણ કહી શકે ? સાહિત્ય પણ પ્રજાકીય ચેતનાનો જ આવિષ્કાર છે. તેના વિશે પણ ભાવિ ભાખવું મુશ્કેલ તો છે જ.

પાદટીપ
પાદટીપ
૧. અર્વાચીન કવિતા, ૧૯૫૩, પૃ. ૨.
૧. અર્વાચીન કવિતા, ૧૯૫૩, પૃ. ૨.