26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 266: | Line 266: | ||
</poem> | </poem> | ||
== વ્હાલશેરીનાં પદો : ૧ == | |||
<poem> | |||
:::આજની ઘડી તે રળિયામણી હોજી | |||
માઘ મહીં માંગી વ્હાલેશરીએ પડવાથી | |||
:::પૂનમ લગીની પ્હેરામણી હોજી | |||
પાંદડાં ખરે છે એ તો ઝાડની કટેવ, પાંચ | |||
:::પોપટા ઊડે તો કહું પાનખર | |||
હરિરસઘેલી વસંત વંન મેલીને | |||
:::બેઠી જીભલડીના પાન પર | |||
ચુંબનવિભોર હોઠ વંઠેલા દીસે છે | |||
:::કેમ કરી ગાશું વધામણી હોજી | |||
ઝાંઝર માગું તો લાવે તુલસીની માંજર શું | |||
:::મઘમઘતું હેમનું ઘરેણું | |||
અણવટ માગું તો ધરે બંશીવટ, લોળિયાની | |||
:::લ્હાયમાં વજાડી રહે વેણુ | |||
લટકાવી રાતી ચણોઠડીની લૂમ, હરિ | |||
:::લટકે ફંજેટી દિયે દામણી હોજી | |||
</poem> | |||
== વ્હાલશેરીનાં પદો : ૧૦ == | |||
<poem> | |||
કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે | |||
એકલડા વહાલેશરીને અબળાએ લૂંટી લીધા રે | |||
દહીંદૂધનાં માટ ઠાલવી ઠાલાં શિર પર ધાર્યાં રે | |||
મહી ઊભરાયાં હોય એહવાં કપટ કરી શણગાર્યાં રે | |||
કંચવાની કસ કસી, તસોતસ મદનમનોરથ ભીડી રે | |||
મહિયારણ રણઝણતી હરિનો મદ હણવાને હીંડી રે | |||
સાધે સાધે સાધે લલના લાગ લીલાનો સાધે રે | |||
ભરવાડાના ભાણેજડાને ગોરસગ્રાસ ન લાધે રે | |||
મૃગનયણી મોહનને અવળી દાણ માંગતી વળગી રે | |||
રઢ લીધી તે રઢિયાળાંથી ક્ષણુ ન રેહેતી અળગી રે | |||
વેણુસોતાં અધર વળી પદરેણુસોતાં તળિયાં રે | |||
ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે | |||
પીધા પીધા પીધા તે રસ અરસપરસના પીધા રે | |||
લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે | |||
</poem> | |||
== શબદ == | |||
<poem> | |||
:::સંતને સર્વનાં નિત્યનાં નોતરાં | |||
પૂરવના પવન પ્રગટ્યા પરોણા બની | |||
:::ગંધનાં પંથ ને ફૂલનાં ચોતરા | |||
જેણે ઝાકળ વીંટેલી અગનપામરી | |||
ઉર ધરી, પ્રિયને ઢોળી હો ચામરી | |||
:નયનનાં ભવન ત્યાં ઝળહળે સોંસરાં | |||
એહને ઉંબરે સંતની ચાખડી | |||
::તાપ જેણે તપ્યા ચીતરા ઓતરા | |||
સ્નેહ-સાકર ભળે જેમ કંસારમાં | |||
સત્તસંગત : રૂડો સ્વાદ સંસારમાં | |||
:::કોણ ફાકે કઠણ કાળના કોદરા | |||
જે અમીકોળિયે નંદ પામે અતિ | |||
:::પલકમાં પરહરિ ફંદ ને ફોતરાં | |||
નવલખાં આંસુનાં બુંદ લોહ્યાં, અરે | |||
ઓઘરાળા થકી મુખ સોહ્યા કરે | |||
::નામ પૂછી, પૂછી ગામ ને ગોંદરા | |||
શેઠનો શેઠ તે ઠેઠ આવ્યો પછી | |||
:::વેઠ શાને કરે વ્રેહવાણોતરા? | |||
</poem> | |||
== પદપ્રાંજલિ : ૧ == | |||
<poem> | |||
સાધો, આ તે સત કે ભ્રમણા | |||
એક હરિ આલો તો તરત જ કરી બતલાવે બમણા | |||
પ્રેમગલીની વચ્ચે બોલાવે | |||
કીમિયાગર કપટી | |||
હરિમાં હું ને હુંમાં હરિ | |||
ત્યાં ઊભા ચપટી ચપટી | |||
સુખની જ્યાં કોઈ મણા નહીં : સગપણનું નામ સુખમણા | |||
હું જ મને ઢાંકીને | |||
બેઠો રહું મારી પછવાડે | |||
ઢાંકપિછોડા છોડ, હરિ | |||
થઈ જાશે ખડાં રૂંવાડે | |||
હું ને ઊહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં | |||
</poem> | |||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits