26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 536: | Line 536: | ||
{{Space}}હે આદિત્ય! | {{Space}}હે આદિત્ય! | ||
{{Space}}હું તારી તર્જની સાહીને તરી રહ્યો છું. | {{Space}}હું તારી તર્જની સાહીને તરી રહ્યો છું. | ||
</poem> | |||
== આનંત્યસંહિતા : ૭ == | |||
<poem> | |||
યુયુત્સુ | |||
હે રમ્ય કથાના નાયક | |||
જેમ શાસ્ત્ર | |||
તેમ શસ્ત્ર પણ મિથ્યા છે | |||
હંતા અને હંતવ્યનો ભેદ જ | |||
યુદ્ધનું મૂલ કારણ છે | |||
હે મુકુરવિલાસી | |||
જે ક્ષણે આ ભેદ મટશે | |||
શસ્ત્રમાં સંજીવની પ્રકટશે | |||
પ્રહર પ્રહારનો છે | |||
પરાજયના ગહન સ્વીકારનો છે | |||
છિન્ન હો રથનું ચક્ર | |||
સરી જવા દો ગાંડિવ | |||
ગળી જવા દો ગાત્ર | |||
ધારણ કરો મૃત્યુનું અસિધારાવ્રત | |||
આઠમા કોઠે | |||
અભયનો નિવાસ છે | |||
કૃપા કરી મારો પ્રસ્તાવ સ્વીકારી લો : | |||
હું | |||
અસ્તિ અને આસ્થાનો | |||
વિષ્ટિકાર છું | |||
</poem> | |||
== આનંત્યસંહિતા : ૧૦ == | |||
<poem> | |||
પરિઘનો પ્રવાસી | |||
ક્યાંય ન પહોંચવા માટે | |||
આરંભે છે યાત્રા | |||
ને | |||
શિથિલવિથિલ ને શ્લથ | |||
વંચનાથી લથપથ | |||
ઢળી પડે છે | |||
દિનાંતે | |||
ત્રિજ્યાની વીથિકાઓ વિતથ છે : | |||
એ સ્થાપે છે | |||
ભ્રમણ ઉપર ભ્રમણાનું આધિપત્ય | |||
ને ઉથાપે છે નાભિનું સત્ય | |||
હું | |||
શૂન્યનો અધિષ્ઠાતા | |||
વર્તુળનો અધિપતિ | |||
સ્થિર ઊભો છું | |||
કેન્દ્રમાં | |||
– જ્યાં | |||
નિરવધિ અવકાશ અને અગતિ | |||
ઘનીભૂત થયાં છે | |||
હું જન્માંતરોથી | |||
તારી રાહ જોઈ રહ્યો છું | |||
નિષ્પલક નેત્રે | |||
</poem> | |||
== સ્થળસંહિતા == | |||
<poem> | |||
(ચિરંતન વટેમારગુએ ચીંધ્યું ને વીંધ્યું તે આગ્રા, અંતર્મુખ નકશાઓમાં) | |||
પીપલમંડીથી ૫ન્નીગલી : ૪ | |||
આગ્રામાં | |||
સવાલ હોય તો એક જ છે : | |||
શી રીતે પહોંચવું પીપલમંડીથી પન્નીગલી | |||
એક તો પીપલમંડી ક્યાં છે તે કોઈ ખાતરીપૂર્વક કહેતું નથી | |||
આ રહી પીપલમંડી – એવું કહેનારા | |||
હોય છે માથાના ફરેલ અથવા મશ્કરા - | |||
:::: એમની વાત પર ભરોસો પડતો નથી | |||
ક્યારેક વળી કોઈ પરગજુ આંગળી ચીંધી બતાડે છે | |||
તે પીપલમંડી | |||
આપણે જેની ધારણા કરી છે તે પીપલમંડીથી | |||
એટલી અલગ હોય છે કે આપણે આભારવશ થઈને પણ | |||
વિચારમાં તો પડી જ જઈએ છીએ | |||
કોઈક વળી આપણને રાવતપાડાના રસ્તે ચડાવી દે છે | |||
પેઢીઓથી પીપલમંડીમાં વસેલાંને પણ | |||
હજુ પીપલમંડી જડી નથી | |||
ને કેટલાક પ્રકૃતિવશ | |||
પીપલમંડીમાં પીપલમંડીથી અતડા રહે છે | |||
જો કે | |||
બધ્ધાંયને એક વાતની પાકી ખબર છે | |||
કે પીપલમંડી છે ખરી | |||
ને તે પણ આટલામાં જ | |||
જિજ્ઞાસુઓ વિતંડા કરે છે | |||
પીપલમંડીથી પન્નીગલી સુધીના અંતર વિષે | |||
કોઈ કહે છે | |||
ફાસલો કેવળ અઢાર ડગલાંનો છે | |||
કોઈ કહે છે, ના, અઢાર ગજનો | |||
અઢાર જોજનનો | |||
અઢાર વર્ષનો અથવા અઢાર પ્રકાશવર્ષનો | |||
આ બધી ધમાલમાં | |||
પીપલમંડીના સંશોધકો વિસરી ગયા તે | |||
સત્ય એ છે કે | |||
જો પીપલમંડી | |||
:::: સ્થળ હોય તો | |||
:: એ છે અત્ર ને અનવદ્ય | |||
:::: પળ હોય તો | |||
:: એ છે સહજ ને સદ્ય | |||
જેમ બે સત્ય વચ્ચે દ્વિધાનો અવકાશ બચતો નથી | |||
એમ કશું જ અંતર નથી રહેતું | |||
:::: અસ્થિ અને આસ્થા વચ્ચે | |||
:::: સ્થાન અને પ્રસ્થાન વચ્ચે | |||
:::: પીપલમંડી અને પન્નીગલી વચ્ચે | |||
જે કોઈને જ્યારે જડી જશે પીપલમંડીનું આ સત્ય | |||
પન્નીગલીની દિશામાં | |||
એ સહજપણે એક ડગ માંડશે | |||
કારણ સાવ સરળ છે : | |||
અંતર અઢાર ગજનું હોય | |||
અઢાર વર્ષનું હોય કે અઢાર પ્રકાશવર્ષનું | |||
એને કાપવા | |||
અગતિનું એક ડગલું તો ભરવું જ પડે છે | |||
<small>પીપલમંડી : રાધાસ્વામી સતસંગ સાથે જોડાયેલું આગ્રાનું સ્થળવિશેષ.</small> | |||
</poem> | |||
== પંખીપદારથ : ૪ == | |||
<poem> | |||
હજાર પાન | |||
હજાર ફૂલ હજાર ફળ | |||
હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે | |||
ને એની એકાદ હથેળીમાં હાજર છે | |||
એક પંખી | |||
એટલું બધું જીવંત | |||
કે મૃતક જેટલું સ્થિર | |||
પંખીને મિષે પૂછી શકાત વાજબી પ્રશ્નો | |||
યાયાવરીના અથવા યુયુત્સાના | |||
પરંતુ ગુરુ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન | |||
ધનુર્ધરને : તને શું દેખાય છે, વત્સ? | |||
વૃક્ષ ? ડાળ ? પાંદ ? ફૂલ ? ફળ ? પંખી ? ... | |||
તંગ બનશે પ્રત્યંચા | |||
એક પછી એક, સૌ સાધશે નિશાન, એકાગ્રતાપૂર્વક | |||
સૌને ખબર છે : | |||
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું વૃક્ષ તે થશે પારધી | |||
જેન દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પાંદડાં તે થશે વ્યાપારી | |||
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પક્વ ફળ તે થશે ગૃહસ્થ | |||
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું પુષ્પ તે થશે પ્રણયી | |||
જેને દેખાશે કેવળ પંખી તે થશે એકાકી | |||
જેને દેખાશે કેવળ પંખીની આંખ તે થશે જોગી | |||
પરંતુ | |||
કેવળ પંખીને જ પૂરેપૂરી ખબર છે કે | |||
જે જોઈ શકશે પંખીની આંખમાં સ્વયંની છબિ | |||
એ જ બનશે બાણાવળી | |||
જે સ્વયં હશે વિદ્વ | |||
તે જ કરશે સિદ્ધ | |||
શરસંધાન | |||
હજાર હજાર હાથવાળા વૃક્ષની | |||
હજાર હજાર હથેળી પર | |||
હજાર હજાર અભયમુદ્રા ધરીને | |||
પંખી તો બસ હાજર છે | |||
અણીની પળે | |||
</poem> | |||
== શબરી ચીતરવા વિશે == | |||
<poem> | |||
વન ચીતરવું હોય તો પરથમ પ્હેલાં ઊભી લીટીઓ દોરવી પડશે. | |||
કોઠાંની ને બીલાંની, ખેર, ખાખર ને કાંચકીની, | |||
ફણસ, ફોફળ ને શ્રીફળીની લીટીઓ, સાગ, સાદડ, સીસમની સીસાપેણથી દોરવી પડશે અડોઅડ અને ખીચોખીચ. ઊર્ધ્વમુખી. | |||
લીટીઓ, સાવ સીધી તો નહીં જ, – ગાંઠાળી, વાંકીચૂકી, ભમરાળી ને | |||
કોઈ વનવાસીની કેડીની જેમ વાતવાતમાં ફંટાતી અસમંજસમાં | |||
ને પક્ષીઓના અવાજને કારણે ક્ષણે ક્ષણે રંગ બદલતી. | |||
પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં | |||
એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનતવાળી. ટટ્ટાર ઊભી લીટીઓ. | |||
(એ દાનતને લીધે તો ડાળીઓને માપવાના બધા ગજ ટૂંકા પડે છે ને | |||
માપણી કરનારને મૂંઝવતી, આ ડાળીઓ તો અકળ રીતે વધતી જ રહે છે. ક્ષણે ક્ષણે.) | |||
કોઈ ચિત્રકારને ફળફૂલપાંદડા ચીતરવાની ફિકર હોતી નથી. | |||
એ બધું તો આપોઆપ થઈ ૨હે : કોઈને અણસારે ન આવે એમ | |||
તાંબેરી, પોપટી ને પીળચટા રંગના ડબકાને ઝીણી ઝીણી નસો ફૂટી નીકળે ને | |||
એનાં ચાંચ જેવાં દીંટાં ચપ્પ દઈ ઝાલી લે ઊભી લીટીઓને | |||
ને બીજે દહાડે મળસ્કે જુએ તો ઝાકળેય બાઝ્યું હોય. | |||
પ્હો ફાટે ને | |||
ફાટમાંથી ઢોળાતી સવાર ચીતરવાની થાય ત્યારે ચિત્રકારની ખરી કસોટી થાય. | |||
ખાસ્સે ઊંચેથી પાક્કુંગલ સીતાફળ નીચે પડે ને ફસડાઈ જાય તો | |||
એની પેશીઓમાંથી પણ અંધારાના ગોટેગોટ વછૂટે એટલું ગાઢું અંધારું | |||
આ વનમાં ખરે બપોરે રહે છે. | |||
ધોળે દહાડે ઊડતા આગિયાના અક્ષર ચોખ્ખા વાંચી શકાય છે. | |||
પાંદડે પાંદડે કાજળિયા રંગની પોશ ભરીને | |||
હજાર હાથે આ વન હરઘડી અવનવી રાતો પાડ્યા કરે છે. | |||
આકાશમાં કશેક ચન્દ્ર હશે તો ખરો, | |||
અજાણતાં જ કપાઈ ગયેલા અમાસચૌદશના કાચા નખની કતરણ જેવડો; | |||
પણ એના અજવાળામાં | |||
આકાર માત્ર બની જાય છે ઓળો અને ઓળખ માત્ર બની જાય છે અંધારું : | |||
આવી વખતે, ચિત્ર ઇચ્છે તેમ, ઊજળા રંગોને છોભીલા પાડવાનું સહેલું નથી. | |||
એરુઝાંઝર તે ભેરુ ભેંકારના, સૂકાં પાંદડાંમાં ભરાયેલો પવન | |||
રહીરહીને જીવતો થઈ જાય ને બેસાડી દે છાતીનાં પાટિયાં | |||
બીજાં અઘરાં જરજનાવરાં ય હશે, ઝેરીલાં, દંશીલાં, | |||
અડકે ત્યાં ઢીમણાં ને ચકામા કરી મૂકે એવાં હળાહળ | |||
પણ આગંતુકને દીઠે કે પીઠે ઓળખનારાઓમાં તો | |||
એકલી ખિસકોલીનો જ અછડતો ઉલ્લેખ મળે છે | |||
એટલે એને ચીતર્યાં વિના છૂટકો નથી. | |||
ખિસકોલી ને થડ બન્નેવનો રંગ છે ના સમજાય એવો ભૂખરો | |||
ખિસકોલી થડથી સ્હેજ આછી છે પણ થડ ખિસકોલીથી ગાઢું નથી. | |||
એ બન્ને વિખૂટાં પડી ન જાય એમ અલગ પાડવાનાં છે ચિત્રમાં. | |||
વળી સ્થિર હોય એને તો ભૂલથીયે કોણ ખિસકોલી કહેશે? | |||
ને ખિસકોલી તો એની ચટાપટાળી ચંચળતાને લીધે | |||
એકી વખતે બધી જગ્યાએ હોય છે એ ભૂલવાનું નથી ને ચંચળતાને લીધે જ તો | |||
એકી વખતે બધી જગ્યાએ હોવાનો અર્થ થાય છે બધી જગ્યાએ ન હોવું. | |||
આમ છેવટે બચે છે તો કેવળ ચટાપટાળું હોવાન-ન હોવાપણું. | |||
પેલી બાઈના સ્થિર શરીર પર | |||
જ્યાં જ્યાં એ ખિસકોલી ચડી ગઈ હશે ત્યાં ત્યાં એ રંગના લસરકા મારવા પડશે. | |||
એને મન તો, ખિસકોલી ચડી જાય કે ખાલી ચડી જાય – બધું સરખું છે. | |||
એ સૂનમૂન બેઠી હોય છે ત્યારે | |||
અદ્દલ બોરડીના ઝૈડા જેવી દેખાય છે, અંદરથી ઉઝૈડાતી. | |||
ચણીબોર પડ્યાં પડ્યાં સુકાઈ જાય પછી બચે છે તે કરચલિયાળાં છોતરાંથી | |||
અલગ નથી એની જીર્ણ ચામડીની ધૂંધળાશ. પેટ ખાખરાનું ચપટું પાન | |||
ને ધૂળિયાં પાંસળાં પર લબડે સ્તનોના ઓઘરાળા. | |||
એની દીંટડીઓે અને બોરના ઠળિયા વચ્ચે ભેદ પાડી શકાતો નથી. | |||
ચૂંટતી વેળાએ કાંટો વાગતાં જે રાતો ટશિયો ફૂટેલો એનાથી જ | |||
ચણીબોર દેખ્યાનો ને ચાખ્યાનો ભરમ થયો હોય તો ય કહેવાય નહીં. | |||
એટલે રાતો ભરમ ઊભો કરવાનો છે ભરમ, રંગ વડે. | |||
એક ઊભી લીટીએ બાઝેલું જીવતું બોર ચીતરી શકાય તો | |||
સંભવ છે કે એ બાઈનું ગુજરાન ચાલી જાય | |||
ને એ એકીટશે રાહ જોયા કરે ચિત્રમાં, આ કાગળ ફાટી જાય ત્યાં લગી. | |||
એક રંગમાં બીજો ભેળવીએ તો નીપજે નવતર ત્રીજો, | |||
એમ એ રજોનિવૃત્ત બાઈમાં રજોટાયેલી ખિસકોલી ભળી જાય તો | |||
આપણને જોઈતો રાખોડી રંગ મળી જાય | |||
ને આપણે ઉદાસ હોઈએ તો | |||
આવા રાખોડી રંગના લીટાડા અને એ બાઈમાં ખાસ ફરક જ ના વરતાય. | |||
એ બાઈ જે કોઈની રાહ જુએ છે | |||
એના આવવાના ભણકારા સતત વાગ્યા કરે છે, | |||
એ રાહ ચીતરવાની છે, એ ભણકારા ચીતરવાના છે, | |||
એક ખૂણે, અહીંથી પસાર થઈ ગયેલા સૌનાં પડછાયાઓની થપ્પીઓ ચીતરવાની છે, | |||
જેની રાહ જોવાય છે એ કદાચ આવી ગયું હોય તો | |||
એનાં ચિહ્ન વગરનાં પગલાં ચીતરવાનાં છે, | |||
એના પગે બાઝેલા ગોટલા, ઊપસેલી ભૂરી નસો સમેત, ચીતરવાના છે, | |||
એની હથેળીમાંય, ઝાંખુંપાંખું તો ઝાંખુંપાખું, ખિસકોલીની પીઠનું ઓળખચિહ્ન હશે : | |||
એને ય ચીતરવાના બહાને ચકાસી લેવાનું છે, | |||
એ કદાચ ન આવી શકે તો એનું ન આવી શકવું ચીતરવાનું છે ને | |||
એ બાઈની પલકારા વગરની, રાની પશુ જેવી નજર ચીતરવાની છે, | |||
એની કદાપિ વૃદ્ધ ન થતી આંખોના ડોળા ચીતરવાના છે, | |||
એમાંથી કાયમ ગળ્યા કરતું કોરું પાણી ચીતરવાનું છે, | |||
એમાં કાયમી બળતરાની પિંગળરેખાઓ ચીતરવાની છે, | |||
એવા સંજોગોમાં આ અંધારું ને આ ઘડપણ | |||
:::: આ ઓરમાન સરીખું સગપણ | |||
તો વધતું જ જવાનું | |||
ને વનની બધી ડાળીઓ ય વધતી જ જવાની, વધતી જ જવાની, – | |||
આ વધને માપવાના બધા ગજ ટૂંકા પડશે તો ચિત્ર કયા માપે ચીતરવાનું? | |||
પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં | |||
એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનત તો | |||
હજી એવી ને એવી જ અકબંધ છે એટલે | |||
અમે ચીતરવા બેઠા ઊભી લીટીઓ | |||
ને ચીતરી બેઠા આડી લીટીઓ કવિતાની. | |||
<small>(આ કવિતા અતુલ ડોડિયા માટે)</small> | |||
</poem> | </poem> |
edits