મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૭.નાકર

From Ekatra Wiki
Revision as of 06:05, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૭.નાકર

નાકર (ઈ. ૧૬મી સદી): આ આખ્યાનકાર કવિેનું મહત્ત્વનું પ્રદાન એ છે કે એમણે કડવાને અંતે કથાઅંશનો ઉપસંહાર કરતા ‘વલણ’ કે ‘ઉથલા’નો સમાવેશ કર્યો. એથી એક કડવાને પછીના કડવા સાથે જોડતી રચનાપદ્ધતિથી આખ્યાનની કથાને સળંગસૂત્રતા મળી. ‘વિરાટપર્વ’, ‘રામાયણ’, ‘નળાખ્યાન’, હરિશ્ચંદ્રાખ્યાન જેવાં અનેક આખ્યાનોમાં, સમકાલીન સમાજજીવનના રંગો ઉમેરીને નાકરે પહેલીવાર આખ્યાનને લોકભોગ્યતા આપી. અનુગામી ખ્યાત આખ્યાનકાર પ્રેમાનંદને પણ નાકરની આવી ઘણી નિરૂપણસામગ્રી કામ આવેલી છે. એમની આખ્યાનેતર લઘુ કૃતિઓમાં, શિવરાત્રિ-મહિમા આલેખતી ‘વ્યાધમૃગલી-સંવાદ’ જાણીતી છે બીજી ‘સોગઠાનો ગરબો’ –જેમાં ‘ગરબો’ શબ્દ ગુજરાતીમાં સંભવત: પહેલી વાર યોજાયો છે.

ગરબો, હરિશ્ચંદ્રાખ્યાન, વિરાટપર્વ

ગરબો


હરિશ્ચંદ્રાખ્યાન


વિરાટપર્વ