સોરઠી બહારવટીયા - 2/જોધો માણેક : મૂળુ માણેક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જોધો માણેક : મૂળુ માણેક

૧. ભાગતા દુશ્મનોને એણે માર્યા નથી. ૨. પે મ ભજો! બાપ ન ભાગો! માનું દૂધ ન લજાવો! એવા શબ્દે એણે શત્રુઓને પડકારી ઉલટું શૈાર્ય ચડાવ્યું છે. ૩. બહારવટાનાં અન્ય ઉંચાં બિરદો એણે બરાબર પાળ્યાં છે. ૪. ઇતિહાસકાર રા. સા. ભગવાનલાલ સંપતરામ એજન્સીના અધિકારી હોવા છતાં પણ લખી ગયા છે કે: " બેશક તેઓ થોડા છતાં મોટી મોટી ફોજ સામા આવી બથ ભીડતા, ને શાબાસી પડકારાથી સારા સારા લડવૈયાનાં હાજાં નરમ કરી નાખતા. કારણ કે તેઓ મરણીયા થયા હતા. મરવું મારવું એજ તેઓએ નિશ્ચય કર્યો હતો. આમાંથ જીવતા રહી ઘેર બેસીશું એવી તેમને આશા જ નહોતી." "તેઓ! ઉપર ગાયકવાડે જુલમ કર્યો હતો અને તેજ કારણથી તેઓને પોતાનાં ઘરબાર ને બાપુકા વતન મૂકી ભાગવું પડેલું. તેઓના સારા સારા લોકો કપાઈ ગયા હતા. ભૂખ તરસ ને ટાઢ તડકા વેઠી તેઓનાં મગજ ફરી ગયાં હતાં. અને તાલુકદારી તેમજ સરકારી ફોજ તેઓને એક જગે નરાંતે બેસવા દેતી નહોતી. તેથી વેર લેવું ને મરવું એ વિચારે તેઓના મગજમાં મજબૂત ઘર કર્યું હતુ." "વાઘેરો વિષે દેશના લોકોને પણ ઘણું તપતું હતું. તેઓ જાણતા હતા કે બિચારા ઉપર ગાયકવાડે જુલમ કર્યો છે.

  • * *

"હવે મૂળુ એકલો રહ્યો ને આ વખતથી નિરાશ થઈ ગયો. ઘણી ભુખ તરસ, થાક ઉજાગરા, ફોજ મુવાનો અફસોસ, ભાઈ જેવા ભાઈનું મોત, તે પણ વિયોગમાં થયું. તેથી શું તેના મનને થોડું લાગતું હશે? કહે છે કે કેટલીક વાર તો મૂળુ લાંઘણો ખેંચતો. ને કેટલીક વાર તેને સાત સાત દહાડા સુધી અનાજ નહિ મળેલું. "દ્વારકાની લડાઈ વખતે જે દોઢ હજાર માણસનું ઉપરીપણું ભોગવતો તે હવે ફક્ત અંગત પાંચ સાત માણસથી રહ્યો. એટલું સારૂં થયું કે તેની આ દુઃખદાયક ઝીંદગીનો થોડા વખતમાં અંત આવી ગયો. બેશક તે હરામખોરનો ધંધો લઈ ફરતા, એટલે સામાન્ય રીતે જોતાં આપણે આવાં મૃત્યુથી ખુશી માનવી જોઈએ. તો પણ તેને એમ કરવા ગાયકવાડ સરકારે જુલમથી ફરજ પાડેલી. "જમાનાની રીત સમજવા તેનામાં પહોંચ નહિ, એટલે તે કેટલીક બદસલાહને વશ થયેલો. તો પણ તેના મહાન વિચાર, તેનું શુરવીરપણું, તેની ઉદારતા, અને તેના આવા પ્રકારના મરણથી, તેના કુટુંબ પર ગુજરેલી અપદશા દેખી કઠણ દિલના માણસને પણ દયા આવ્યા વિના રહેજ નહિ. × × મૂળુનાં કામાં એવાં ન્હોતાં કે તેને આપણે હલકી પંક્તિના બહારવટીયાની જોડે સરખાવીએ.

  • * *

"મને બીજા કોઈ ઢેડ અને પીડાકારક વાઘેર મૂવા તેનું કાંઈ તપતું નથી, પણ એક ઉચ્ચ ખાનદાન આખી ટોળી માટે જ તપે છે. અરે! તે સર્વનો ઘાણ નીકળી ગયો." "તેઓ સાવ અણસમજુ નહોતા. પણ તેઓને સોબતે ભૂલાવ્યા. હલકા વાઘેરોએ તેમના માથાં ફેરવી નાખ્યાં. અને વળી તેમાં ગાયકવાડી જુલ્મે વધારે અસર કરી." "સિપાહી તો ખરાજ. મરવાં મારવાં તે તો હિસાબમાં નહિ, વાણીયાં ન હતા કે ભાઈ બાપા કહી કીધેલાં અપમાન સહન કરે." "વૈર લેવાના જોશમાં દુર અંદેશે ભુંડું થશે તે સૂઝ્યું જ નહિ. જોધાના વિચાર તો આખર ઘડી સુધી સારા હતા, પણ બીજાઓએ તેને પરાણે ફસાવ્યો"