મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭૦.રવિસાહેબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૦.રવિસાહેબ

(૧૮મી સદી: જ.૧૭૨૭–અવ.૧૮૦૪):

રવિભાણ સંપ્રદાયના આ જ્ઞાનમાર્ગી સંતકવિ ભાણ(સાહેબ)ના શિષ્ય હતા. ગરબો, ધોળ, કાફી, રેખતા આદિ સ્વરૂપોનું તથા રાગઢાળોનું વૈવિધ્ય ધરાવતાં એમનાં સાડા ત્રણસો ઉપરાંત પદોમાં હિંદીપ્રભાવ પણ નોંધપાત્ર છે. રૂપકાત્મક નિરૂપણરીતનિાં જ્ઞાન-ચર્ચા અને વૈરાગ્યબોધનાં જ્ઞાનમાર્ગી પદો ઉપરાંત કૃષ્ણકેન્દ્રી પ્રેમલક્ષણાભક્તિનાં આર્દ્ર પદો આપનાર આ કવિમાં માર્મિક દૃષ્ટાંન્તો ગૂંથતી પણ સોંસરી વાણી અસરકારાક નીવડેલી છે. પદો ઉપરાંત ‘ભાણગીતા’, ‘મન:સંયમ’, ‘કવિતા છપ્પય’ એવી લાંબી કૃતિઓ પણ એમણે રચેલી છે.

૧૦ પદ