zoom in zoom out toggle zoom 

વિશ્વપરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Vishwaparichay-Title.jpg


શ્રી રવીન્દ્રનાથ-રચિત વિશ્વપરિચય

અનુવાદક: નગીનદાસ પારેખ


કૃતિ-પરિચય

એકત્ર ફાઉન્ડેશન ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો વીજાણુ માધ્યમથી સમગ્ર જગત સમક્ષ પ્રસ્તુત કરતું આવ્યું છે. અમારો ભાવનામંત્ર છે : ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસારવી. હવે તેમાં એક ડગલું આગળ જઈએ છીએ. હવે વિજ્ઞાન, કલા તેમ જ ઈતિહાસનાં ગુજરાતી પુસ્તકો પણ તેમાં ઉમેરવાનું ધાર્યું છે.

રવીન્દ્રનાથ વિજ્ઞાન વિશે પુસ્તક લખે તે વાત જ સામાન્ય વાચકને માનવી અઘરી લાગે તેવી છે. પરંતુ તેમની આત્મકથામાં તેમણે વિજ્ઞાન શિક્ષક સાથે કરેલા વિજ્ઞાનના પ્રયોગોની તેમ જ તેમના પિતા સાથે હિમાલયના પ્રવાસ દરમિયાન મળેલા ખગોળશાસ્ત્રના જ્ઞાનની વાત કરી છે. તે ઉપરથી ખ્યાલ આવે કે રવીન્દ્રનાથને વિજ્ઞાનમાં કેટલો રસ હતો. ૧૯૩૭માં લખાયેલા આ બંગાળી પુસ્તકમાં સાદી ભાષામાં વિજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન થયો છે. પણ તેમાં અપાયેલી માહિતી સંપૂર્ણ અને અદ્યતન હતી. ઉદાહરણ તરીકે ૧૯૩૨માં શોધાયેલા પોઝીટ્રોન વિશે પણ રવીન્દ્રનાથ વાત કરે છે! નગીનદાસ પારેખે ૧૯૪૪માં કરેલા અનુવાદથી ગુજરાતીમાં ઉપલબ્ધ વિજ્ઞાનની પુસ્તક સમૃદ્ધિમાં ઉમેરો થયો હશે. આ પુસ્તકની પ્રસ્તાવના પોપટલાલ ગોવિંદલાલ શાહે લખી છે.

— શૈલેશ પારેખ