8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કવિ અને કવિતાઃ ઉશનસ્| ઊર્મિલા ઠાકર}} | {{Heading|કવિ અને કવિતાઃ ઉશનસ્| ઊર્મિલા ઠાકર}} | ||
{{Poem2Open}} | |||
{{Center|'''૧'''}} | |||
ગુજરાતી કવિતાને ગતિશીલ રાખનારા તેમજ શિખરો સુધી લઈ જનારા કવિઓમાં નોંધપાત્ર કવિ એટલે ઉશનસ્. | ગુજરાતી કવિતાને ગતિશીલ રાખનારા તેમજ શિખરો સુધી લઈ જનારા કવિઓમાં નોંધપાત્ર કવિ એટલે ઉશનસ્. | ||
કવિશ્રી ઉશનસ્ જન્મ સાવલી, જિ. વડોદરામાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. માતા લલિતાબહેન. તેમનાં પત્ની શાન્તાબહેન. ઉશનસે પ્રાથમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાંથી પ્રાપ્ત કરેલું. તેઓ ૧૯૩૮માં મૅટ્રિક થયા. ૧૯૪૨માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. થયા. ૧૯૪૫માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે એમ. એસ. યુનિવર્સિટીમાંથી જ એમ.એ. થયા. ૧૯૪૨-૧૯૪૬ દરમિયાન તેમણે રોઝરી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક તરીકે નોકરી કરી તેમજ થોડો સમય ‘નભોવાણી’ના તંત્રી તરીકે પણ સેવાઓ આપી. ૧૯૪૭-૧૯૫૭ દરમિયાન તેમણે ગાર્ડા કૉલેજ, નવસારીમાં અધ્યાપન કર્યું. ૧૯૫૭થી આર્ટ્સ કૉલેજ, વલસાડમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક તરીકે તેમજ ૧૯૬૮-૧૯૮૦ સુધી આચાર્ય તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. તેમની શિક્ષણ અને સાહિત્યની સેવાઓ માટે તેમને ૧૯૬૬માં પી.ઈ.એન.નું સભ્યપદ પ્રાપ્ત થયેલું. ૧૯૫૯માં તેમને કુમારચંદ્રક, ૧૯૭૧માં (૧૯૬૩-૧૯૬૭નો) નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ૨૦૧૧માં તેમને નરસિંહ મહેતા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલા. ૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ વલસાડમાં એમનું અવસાન થયું. | કવિશ્રી ઉશનસ્ જન્મ સાવલી, જિ. વડોદરામાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. માતા લલિતાબહેન. તેમનાં પત્ની શાન્તાબહેન. ઉશનસે પ્રાથમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાંથી પ્રાપ્ત કરેલું. તેઓ ૧૯૩૮માં મૅટ્રિક થયા. ૧૯૪૨માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. થયા. ૧૯૪૫માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે એમ. એસ. યુનિવર્સિટીમાંથી જ એમ.એ. થયા. ૧૯૪૨-૧૯૪૬ દરમિયાન તેમણે રોઝરી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક તરીકે નોકરી કરી તેમજ થોડો સમય ‘નભોવાણી’ના તંત્રી તરીકે પણ સેવાઓ આપી. ૧૯૪૭-૧૯૫૭ દરમિયાન તેમણે ગાર્ડા કૉલેજ, નવસારીમાં અધ્યાપન કર્યું. ૧૯૫૭થી આર્ટ્સ કૉલેજ, વલસાડમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક તરીકે તેમજ ૧૯૬૮-૧૯૮૦ સુધી આચાર્ય તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. તેમની શિક્ષણ અને સાહિત્યની સેવાઓ માટે તેમને ૧૯૬૬માં પી.ઈ.એન.નું સભ્યપદ પ્રાપ્ત થયેલું. ૧૯૫૯માં તેમને કુમારચંદ્રક, ૧૯૭૧માં (૧૯૬૩-૧૯૬૭નો) નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ૨૦૧૧માં તેમને નરસિંહ મહેતા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલા. ૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ વલસાડમાં એમનું અવસાન થયું. | ||
{{Center|'''૨'''}} | |||
કવિતાક્ષેત્રે ઉશનસ્ની કારકિર્દીની શરૂઆત ૧૯૪૦ની આસપાસ થયેલી. તેમની કવિતાઓ સામયિકોમાં છપાતી રહેલી, તેમજ કવિતાપ્રેમીઓને આકર્ષતી રહેલી. ઉશનસનો ધસમસતો કાવ્યપ્રવાહ તેમના પચીસેક જેટલાં કાવ્યસંગ્રહોમાં પ્રકાશિત થયો છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રસૂન’ (૧૯૫૫) પરંપરાના અનુસંધાન સાથે પોતીકા અવાજમાં પ્રગટ થયો. ત્યારપછી ‘નેપથ્ય’ (૧૯૫૬), ‘આર્દ્રા’ (૧૯૫૯), અને ‘મનોમુદ્રા’ (૧૯૬૦) એ ત્રણ કાવ્યસંગ્રહો મળ્યા. ‘નેપથ્ય’માં કવિ પાત્રપ્રધાન દીર્ઘરચનાઓ લઈને આવ્યા. ‘આર્દ્રા’માં ૧૧૫ કાવ્યોમાંથી ૬૩ જેટલાં સૉનેટકાવ્યો-સૉનેટમાળા આપ્યાં છે અને ‘મનોમુદ્રા’માં આસ્વાદ્ય પ્રકૃતિનિરૂપણ છે. આ સમયગાળામાં ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪) અને ‘સ્પંદ અને છંદ’ (૧૯૬૮) સંગ્રહો પ્રકાશિત થયા. એ સાથે ઉશનસ્ એક પ્રતિભાશાળી કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ત્યારપછી ઉશનસ્ અરૂઢ સાહજિક અછાંદસ કવિતાઓ પણ આપે છે. જે ‘અશ્વત્થ’(૧૯૭૫)માં સૌપ્રથમ પ્રગટ થાય છે. એ પછી તો એ દાયકામાં ‘રૂપના લય’ (૧૯૭૬), ‘વ્યાકુલ વૈષ્ણવ’ (૧૯૭૭), ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (૧૯૭૯) વગેરે સંગ્રહો પ્રગટ થયા. ત્યારપછી ‘શિશુલોક’ (૧૯૮૩), ‘આરોહ-અવરોહ’ (૧૯૮૯), ‘પૃથ્વીગતિનો છંદોલય’ (૧૯૯૩), ‘રૂપ-અરૂપ વચ્ચે’ (૧૯૯૫), ‘એક માનવીને લેખે’ (૧૯૯૬), ‘મારી પૃથ્વી’ (૧૯૯૬), ‘મારું આકાશ’ (૧૯૯૬), ‘મને ઇચ્છાઓ છે’ વગેરે સંગ્રહો પ્રકાશિત થયા. તેમની ૧૯૫૫થી ૧૯૯૬ સુધીની સમગ્ર કવિતાઓનો સંગ્રહ ‘સમસ્ત કવિતા’ ૧૯૯૬માં પ્રગટ થયો. એ પછી પણ ‘મારાં નક્ષત્રો’ (૧૯૯૭), ‘એકસ્ટસી અને અછાંદસી’ (૨૦૦૦), ‘ગઝલને વળાંકે’ (૨૦૦૪), ‘છેલ્લો વળાંક’ (૨૦૦૫), ‘ઉપાન્ત્ય’ (૨૦૦૫) વગેરે સંગ્રહો પ્રગટ થયા છે. | કવિતાક્ષેત્રે ઉશનસ્ની કારકિર્દીની શરૂઆત ૧૯૪૦ની આસપાસ થયેલી. તેમની કવિતાઓ સામયિકોમાં છપાતી રહેલી, તેમજ કવિતાપ્રેમીઓને આકર્ષતી રહેલી. ઉશનસનો ધસમસતો કાવ્યપ્રવાહ તેમના પચીસેક જેટલાં કાવ્યસંગ્રહોમાં પ્રકાશિત થયો છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રસૂન’ (૧૯૫૫) પરંપરાના અનુસંધાન સાથે પોતીકા અવાજમાં પ્રગટ થયો. ત્યારપછી ‘નેપથ્ય’ (૧૯૫૬), ‘આર્દ્રા’ (૧૯૫૯), અને ‘મનોમુદ્રા’ (૧૯૬૦) એ ત્રણ કાવ્યસંગ્રહો મળ્યા. ‘નેપથ્ય’માં કવિ પાત્રપ્રધાન દીર્ઘરચનાઓ લઈને આવ્યા. ‘આર્દ્રા’માં ૧૧૫ કાવ્યોમાંથી ૬૩ જેટલાં સૉનેટકાવ્યો-સૉનેટમાળા આપ્યાં છે અને ‘મનોમુદ્રા’માં આસ્વાદ્ય પ્રકૃતિનિરૂપણ છે. આ સમયગાળામાં ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪) અને ‘સ્પંદ અને છંદ’ (૧૯૬૮) સંગ્રહો પ્રકાશિત થયા. એ સાથે ઉશનસ્ એક પ્રતિભાશાળી કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ત્યારપછી ઉશનસ્ અરૂઢ સાહજિક અછાંદસ કવિતાઓ પણ આપે છે. જે ‘અશ્વત્થ’(૧૯૭૫)માં સૌપ્રથમ પ્રગટ થાય છે. એ પછી તો એ દાયકામાં ‘રૂપના લય’ (૧૯૭૬), ‘વ્યાકુલ વૈષ્ણવ’ (૧૯૭૭), ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (૧૯૭૯) વગેરે સંગ્રહો પ્રગટ થયા. ત્યારપછી ‘શિશુલોક’ (૧૯૮૩), ‘આરોહ-અવરોહ’ (૧૯૮૯), ‘પૃથ્વીગતિનો છંદોલય’ (૧૯૯૩), ‘રૂપ-અરૂપ વચ્ચે’ (૧૯૯૫), ‘એક માનવીને લેખે’ (૧૯૯૬), ‘મારી પૃથ્વી’ (૧૯૯૬), ‘મારું આકાશ’ (૧૯૯૬), ‘મને ઇચ્છાઓ છે’ વગેરે સંગ્રહો પ્રકાશિત થયા. તેમની ૧૯૫૫થી ૧૯૯૬ સુધીની સમગ્ર કવિતાઓનો સંગ્રહ ‘સમસ્ત કવિતા’ ૧૯૯૬માં પ્રગટ થયો. એ પછી પણ ‘મારાં નક્ષત્રો’ (૧૯૯૭), ‘એકસ્ટસી અને અછાંદસી’ (૨૦૦૦), ‘ગઝલને વળાંકે’ (૨૦૦૪), ‘છેલ્લો વળાંક’ (૨૦૦૫), ‘ઉપાન્ત્ય’ (૨૦૦૫) વગેરે સંગ્રહો પ્રગટ થયા છે. | ||
Line 135: | Line 135: | ||
‘ઉશનસનો કવિતાનો વ્યાપ તૃણથી તારક સુધીનો છે, ઘરથી બ્રહ્માંડ સુધીનો છે, આદિમથી અધ્યાત્મ સુધીનો છે.’ | ‘ઉશનસનો કવિતાનો વ્યાપ તૃણથી તારક સુધીનો છે, ઘરથી બ્રહ્માંડ સુધીનો છે, આદિમથી અધ્યાત્મ સુધીનો છે.’ | ||
{{Poem2Close}} | |||
{{Right| (— ઊર્મિલા ઠાકર)}} | {{Right| (— ઊર્મિલા ઠાકર)}} |